________________
છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૨
ર૪૦
વધારે ચાદર(પછેડી) રાખવી સિદ્ધ છે. સમર્થ સાધુએ એક જાતિના વસ્ત્ર ધારણ કરવા; એવો અર્થ આચારાંગ સૂત્રના પાઠનો કરવો આગમ સંમત છે. ત્રણ પછેડીથી ઓછી અર્થાત્ બે કે એક પછેડી રાખીને ઉણોદરી તપ કરવો સ્વૈચ્છિક સમજવું જોઈએ. આ સૂત્રને આધાર બનાવી સાધુને એક ચાદર રાખવાની એકાંત પ્રરૂપણા કરવી તે આગમ વિપરીત પ્રરૂપણા છે.
ભાષ્ય ગાથા ૫૮૦૭માં કહ્યું છે કે જિનકલ્પી, અભિગ્રહધારી વગેરે ભિક્ષુ ત્રણ, બે કે એક ચાદર રાખી શકે છે. પરંતુ સ્થવિરકલ્પીને ત્રણ પછેડી નિયમથી રાખવી જોઈએ. ઉણોદરી કરવી હોય તો તેનો ઉપયોગ નહિ કરવો જોઈએ. કારણ કે પરિસ્થિતિમાં સ્વયંને કે અન્ય વૃદ્ધ, રોગીને માટે તેનો સદુપયોગ થઈ શકે.
ભાષ્ય ગાથા પ૭૯૪ માં ચાદરનું મધ્યમ માપ ૩xરા, તથા ઉત્કૃષ્ટ ૪૪રા હાથ કહ્યું છે, અર્થાત્ યુવાન સાધુ માટે સાડાત્રણ હાથ અને વૃદ્ધ સાધુ માટે સાડા ચાર (૪) હાથ લાંબી પછેડી રાખવાનું કહ્યું છે.
આચારાંગસૂત્રનાં વઐષણા અધ્યયનમાં સાધ્વીની પછેડીની પહોળાઈ ચાર હાથ, ત્રણ હાથ તથા બે હાથની કહી છે. ત્યાં લંબાઈનું કથન નથી. તો પણ પહોળાઈથી લંબાઈ વધારે હોય છે. એટલા માટે વર્તમાનમાં પાંચ હાથની લાંબી પછેડી કરવાની પરંપરા જે છે તે ઉપયુક્ત જ છે. ઉત્તરા. અ. ર૬ માં પ્રતિલેખના પ્રકરણમાં જે છમિ નવોડાં કથન છે, તેનાથી પણ પછેડીની ઉત્કૃષ્ટ લંબાઈ પાંચ હાથની હોવી ઉપયુક્ત છે.
સાધ્વીને માટે ત્રણ માપની જે ચાર પછેડીનું કથન છે, તે પછેડીઓ એક સમાન લાંબી-પહોળી હોતી નથી. તેવી રીતે સાધુઓને પણ ત્રણ પછેડીઓ સરખી હોતી નથી(નાની-મોટી હોય છે). આગમોમાં તેના માપનો ઉલ્લેખ ન મળવાથી ઉપયોગિતા અને આવશ્યકતા પ્રમાણે નાની-મોટી પછેડી બનાવવામાં આવે છે.
પછેડીની પહોળાઈનું કથન વ્યાખ્યામાં એક જ પ્રકારનું અર્થાત્ અઢી હાથનું બતાવેલ છે. તે આગમ વર્ણન પ્રમાણે ત્રણેય પછેડીઓ માટે સમજવું યોગ્ય નથી. માટે ભિક્ષુઓની ત્રણેય પછેડીઓની લંબાઈ–પહોળાઈ ઓછી વધારે (હીનાધિક) જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ હોય છે. વર્તમાનમાં લગભગ પાંચ હાથ લાંબી અને ત્રણ હાથ પહોળી ઉત્કૃષ્ટ(ચાદર) પછેડીનો ઉપયોગ કરવામાં આવે છે. ચોલપટ્ટક(ચરોટા) સંબંધી જ્ઞાન-વિજ્ઞાન :
પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં ભિક્ષની ઉપધિમાં ચરોટાનો ફક્ત નામોલ્લેખ છે. તેનાથી અતિરિક્ત સંખ્યા-માપ વગેરે અન્ય વર્ણન આગમોમાં નથી.નિશીથભાષ્ય ગાથા ૫૮૦૪ માં તરુણ(યુવાન) સાધુને ફક્ત બે હાથ લાંબા, એક હાથ પહોળા ચોલપટ્ટકનું માપ કહેલ છે જે લૌકિક વ્યવહારમાં લજ્જા રાખવાને માટે પણ પર્યાપ્ત
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org