________________
છેદશાસ્ત્રઃ બૃહત્કલ્પ સૂત્ર સારાંશ
આહારમાંથી ગ્રહણ કરવું કહ્યું છે, પરંતુ પ્રાતિહારિક' આપેલુ હોય તો તે આહારમાંથી લેવું કલ્પતું નથી તથા તે આહાર શય્યાદાતા તથા તેના પરિવારના સદસ્યોના હાથથી પણ લેવો કલ્પતો નથી.
૮૮.
સૂત્ર-૨૯-૩૦ : સાધુ-સાધ્વીજીઓ પાંચ જાતિના વસ્ત્રો અને પાંચ જાતિના રજોહરણમાંથી કોઈપણ જાતિનું વસ્ત્ર યા રજોહરણ ગ્રહણ કરી શકે છે. પાંચ વસ્ત્ર ઃ (૧) ઊન આદિનાં (૨) વાંસ, અલસી આદિનાં (૩) સણનાં (૪) સુતરનાં (૫) વૃક્ષની છાલનાં વસ્ત્રો કલ્પે.
રજોહરણ પાંચ ઃ- (૧) ઊનનો (૨) ઊંટની જટનો (૩) સણનો (૪) ઘાસમાંથી બનાવેલ (૫) મુંજનો.
ત્રીજા ઉદ્દેશકનો સારાંશ
સૂત્ર-૧-૨ : સાધુએ સાધ્વીના ઉપાશ્રયમાં અને સાધ્વીએ સાધુના ઉપાશ્રયમાં બેસવું, સૂવું આદિ પ્રવૃત્તિ ન કરવી જોઈએ. માત્ર સ્વાધ્યાય અને વાચના માટે બેસવું ક૨ે છે. તેના સિવાય ન બેસવું જોઈએ અને ત્યાં જવું પણ ન જોઈએ. સૂત્ર-૩-૬ઃ ઃ રોમ રહિત ચર્મ ખંડ જરૂરત હોય તો સાધુ સાધ્વી ગ્રહણ કરી શકે છે, પરંતુ સરોમ ચર્મ તેઓને કલ્પતું નથી. આગાઢ પરિસ્થિતિને કારણે ગૃહસ્થના ઉપયોગમાં આવવાવાળુ સરોમ ચર્મ એક રાત્રિ માટે સાધુ ગ્રહણ કરી શકે છે, પરંતુ સાધ્વી માટે તો તેનો સર્વથા નિષેધ સમજવો.
સૂત્ર-૭-૧૦ : બહુમૂલ્ય વસ્ત્ર અને અખંડ તાકો તથા આવશ્યકતાથી અધિક લાંબુ વસ્ત્ર સાધુ-સાધ્વીજીએ રાખવું ન જોઈએ.
સૂત્ર-૧૧-૧૨ ઃ ગુપ્તાંગને ઢાંકવા માટે પહેરવાના લંગોટ, જાંગિયા(કચ્છા) આદિ ઉપકરણ સાધુએ અકારણ ન રાખવા જોઈએ પરંતુ સાધ્વીઓએ આ ઉપકરણો
અવશ્ય રાખવા.
સૂત્ર-૧૩ : સાધ્વીએ પોતાની નિશ્રાએ વસ્ત્ર ગ્રહણ ન કરવું જોઈએ પરંતુ તે પ્રવર્તિની આદિની નિશ્રાથી વસ્ત્રની યાચના કરી શકે છે.
સૂત્ર-૧૪-૧૫ : દીક્ષા લેતી વખતે સાધુ-સાધ્વીએ રજોહરણ ગુચ્છો અને આવશ્યક પાત્ર ગ્રહણ કરવા જોઈએ તથા મુહપતિ, ચાદર, ચોલપટક આદિ માટે સાધુ અધિકતમ ત્રણ તાકાના માપ જેટલું વસ્ત્ર લઈ શકે છે, સાધ્વી ચાર તાકાના માપ જેટલા વસ્ત્ર લઈ શકે છે.(તાકાનું માપ સૂત્રમાં અને ભાષ્ય, ટીકામાં બતાવ્યું નથી તેથી વિવિધ ધારણાઓ છે. પાત્રાની સંખ્યા પણ શાસ્ત્રમાં બતાવી નથી તેથી, તે સંબંધમાં વિવિધ પ્રવૃત્તિઓ અને વિચારણાઓ ચાલે છે.)
સૂત્ર-૧૬-૧૭ : સાધુ-સાધ્વીએ ચાતુર્માસમાં વસ્ત્ર ગ્રહણ ન કરવા જોઈએ પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org