________________
| છંદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૨
૧૯૮
નથી. સાથે જ આગમમાં ભંડોપકરણની પ્રતિલેખના બે વાર કરવાનું વિધાન છે, એકવારનો કોઈ ઉલ્લેખ જ નથી. માટે સાધુએ પોતાનાં બધા ઉપકરણોનું બે વાર પ્રતિલેખન કરવું જોઈએ. એક વાર પ્રતિલેખનને શિથિલાચાર તેમજ ઉસૂત્ર પ્રરૂપણા સમજવી જોઈએ. (૧૪) શ્વેતાંબર મૂર્તિપૂજક તેમજ શ્વેતાંબર તેરાપંથી સાધુ સમાજ પણ બે વાર પાત્ર પ્રતિલેખન કરવાના સિદ્ધાંતને માન્ય કરે છે.
આવી રીતે એકવાર પ્રતિલેખન કરવાનો વાસ્તવમાં કોઈ સિદ્ધાંત નથી; પ્રમાણ પણ નથી અને સમાજ પણ નથી, માટે તે વ્યક્તિગત શિથિલાચારનો આગ્રહ માત્ર છે. શંકા-સમાધાનઃ- (૧) પાત્ર રાત્રિમાં કામ આવતા નથી, માટે સાંજે પ્રતિલેખન ન કરવું જોઈએ? ઉત્તરઃ- કોઈપણ શાસ્ત્રમાં, ટીકામાં, ભાષ્યમાં, ચૂર્ણિમાં, વિવેચનમાં કોઈપણ આચાર્યે એવું નથી લખ્યું કે સાંજે પાત્ર પડિલેહણ ન કરવું. પૂર્વાચાર્યોએ પ્રમાણ નં. ર અને ૩ માં તેનાથી વિપરીત લખેલ છે કે રાત્રે અને દિવસે ક્યારેય પણ કામ ન આવનારા પાત્રોનું પણ બે વાર પ્રતિલેખન કરવું જોઈએ અને પ્રમાણ નં. ૪ નિશીથમાં બતાવેલ છે કે ચોથો પ્રહર શરૂ થાય ત્યારે પહેલા જ પાત્રોની પ્રતિલેખના કરવી અને પછી બાકીનાં ઉપકરણોની પ્રતિલેખના કરીને સ્વાધ્યાય કરવો. આ રીતે નક્કર પ્રમાણોની સમક્ષ એવા તર્કનું કોઈ મહત્ત્વ નથી.
| પ્રવૃત્તિની દષ્ટિથી પણ આ તર્ક બરાબર લાગતો નથી. કોઈ સાધુ અનેક વસ્ત્રો રાત્રિમાં કામમાં લેતા નથી. બાંધીને રાખી દે છે. કંબલ પણ આઠ મહિના બાંધીને રાખી દે છે. કોઈ સ્થિરવાસવાળા સ્થવિરો કે બીમાર સાધુઓનાં રજોહરણ પૂંજણી વગેરે ઉપકરણો કાંઈ કામમાં આવતા નથી; જમીન પોંછણા” રાત્રિએ કામમાં આવતા નથી. તે બધાની બે વાર પ્રતિલેખનની પ્રવૃત્તિ અને પ્રરૂપણા ચાલુ છે. મુહપતી એક જ પ્રાયઃ કામ આવે છે, બાકીની ૨-૩ અલગ રાખે છે. તો પણ એ બધાનું માત્ર એકવાર પ્રતિલેખન કરવામાં આવતું નથી. સાર :- સાધુએ પોતાની નિશ્રામાં બધા ભંડોપકરણોનું સવાર-સાંજ બે વાર પ્રતિલેખન કરવું જોઈએ, ન કરવા પર અથવા એક વાર કરવા પર સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે. પરઠવાની ભૂમિને દિવસે જોઈને પરઠી શકાય છે અને રાત્રે પરઠવા માટે સંધ્યા સમયે પ્રતિલેખન કરવાનું વિધાન છે. શયન સ્થાન વગેરે ઉપયોગમાં આવનારા ઉપાશ્રયોના વિભાગોનું બંને સમય પ્રમાર્જન, પ્રતિલેખન કરવું જોઈએ. પુનશ્ચ :– સાંજે ચોથા પ્રહરમાં પાત્ર પ્રતિલેખન કરવું અને પાત્રનું બે વાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org