________________
છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૨
ર૧ર
આસપાસની દીવાલ ન દેખાવા જોઈએ અને તેમાંથી શસ્ત્રના પદાર્થને નીતારીને કાઢીને ફેંકી દીધેલ હોય તો પણ ગરમ પાણી જેવું સ્વચ્છ ન દેખાવું જોઈએ. તેમજ સ્વાદમાં સચિત્ત જળ કરતાં કંઈક ભિન્નપણું હોવું જોઈએ. રસચલિતની પરીક્ષા – ધોવણ પાણીમાં લાર બની જાય કે સડવા જેવી ગંધ આવવાં લાગે કે ધોવણનો સ્વભાવિક સ્વાદ બદલી જાય. ખાટું-મીઠું લાગવા માંડે તો તે રસ ચલિત ધોવણ અગ્રાહ્ય છે. એવું વધારે ગરમીના દિવસોમાં બની શકે છે. ખાદ્ય પદાર્થના રસ ચલિત થવાની પરીક્ષા પણ આ જ રીતે કરવી જોઈએ. | | પ્રકરણ-૭: મકાન તેમજ પાટની શુદ્ધ ગવેષણા શીખો | [ઉદ્દેશક–૫: સૂત્ર-૩૦થી ૩૮] ૧. ફક્ત જૈન સાધુના ઉદ્દેશથી અથવા જેને સાધુયુક્ત બીજા સાધુઓ તેમજ પથિકોના ઉદ્દેશથી બનાવેલ ધર્મશાળા વગેરે ઉદ્દેશિક શય્યા છે. ૨. ગૃહસ્થ પોતાના માટે બનાવવામાં આવતા મકાનનો કે પરિકર્મના કાર્યનો નિર્ધારિત સમય સાધુના નિમિત્તે આગળ-પાછળ કરવાથી તથા ઉતાવળે કરવાથી અર્થાત્ અનેકદિવસોનાં કામને શીધ્ર એક દિવસમાં કરવાથી તે ગૃહસ્થનું વ્યક્તિગત મકાન પણ સપાહુડ શય્યા થઈ જાય છે. ૩. મકાન ગૃહસ્થને માટે બનેલ છે. તેમાં સાધુને માટે પરિકર્મ કાર્ય કરવા પર ગૃહસ્થના ઉપયોગમાં આવવાના પહેલા થોડાક સમય સુધી તે મકાન સપરિકર્મ શધ્યા, છે.
આ ત્રણ પ્રકારની દોષ યુક્ત શય્યામાં પ્રવેશ કરવા પર અર્થાત્ રહેવાથી લઘુમાસિક પ્રાયશ્ચિત્ત કહ્યું છે. બીજા અને ત્રીજા દોષવાળી શય્યાનું મૌલિક નિર્માણ ગૃહસ્થના સ્વપ્રયોજનથી હોય છે અને પ્રથમ દોષવાળી શય્યામાં બનાવવાવાળાનું સ્વપ્રયોજન હોતું નથી. ફક્ત પર પ્રયોજનથી તેનું નિર્માણ કરવામાં આવે છે, તે અંતર ધ્યાનમાં રાખવું જોઈએ. વર્તમાનમાં ઉપલબ્ધ ઉપાશ્રયોની કલ્પનીયતા-અકલ્પનીયતા -
- સાધુ-સાધ્વીને રહેવાના સ્થાનને આગમમાં શય્યા, વસતિ તેમજ ઉપાશ્રય કહેવાય છે. (૧) કર્ણ – દોષ રહિત-પૂર્ણ શુદ્ધ, સાધુ સાધ્વીને રહેવાને યોગ્ય. (૨) અકથ્ય – દોષ યુક્ત સાધુ સાધ્વીને રહેવાને અયોગ્ય. (૩) કચ્યાકષ્ય – દોષ યુક્ત હોવા છતાં પણ કાલાન્તરથી કે પુરુષાન્તરકૃત હોવાથી રહેવા યોગ્ય.
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only