Page #1
--------------------------------------------------------------------------
________________
મહાભારત-કથા
મહર્ષિ વ્યાસને પગલે પગલે
ભાગ ૩ જે સૌપ્તિક સ્ત્રી શક્તિ અનુશાસન અશ્વમેધ આશ્રમવાસિક ,
મીસલ મહાપ્રાસ્થાનિક સ્વર્ગારોહણ પર્વ
યુગે યુગે જેમાંથી નવા અથ પ્રગટે અને નવી પરિસ્થિતિને અનુરૂપ માર્ગદર્શન મળી રહે એવા સનાતન સાહિત્યમાં કદાચ સર્વોપરી સ્થાને ભગવાન વ્યાસ પ્રણીત મહાભારત છે. એ મહાગ્રંથની કેન્દ્રવતી કથાનું યુગાનુસાર નિરૂપણ આપવાને અહીં પ્રયત્ન છે. મહાભારતની આખી વાત, મૂળના જ કમે, અહીં રજૂ થાય છે. એ રજૂઆત આજની પરિભાષામાં અને શૈલીઓ થાય છે, તેય કયિતવ્ય તે ભગવાન વ્યાસનું જ છે.
કરસનદાસ માણેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક :
કરસનદાસ માણેક નચિકતા પ્રકાશન ૧૩, દાદાભાઈ રોડ, વિલાપાર્લા (પશ્ચિમ) મુંબઈ-પદ (AS)
© કરસનદાસ માણેક
પ્રથમ આવૃત્તિ નવેમ્બર, ૧૯૭૨
કિંમતઃ અગિયાર રૂપિયા
મુદ્રકઃ
કે. એમ. દેસાઈ ચંદ્રિકા પ્રિન્ટરી મિરઝાપુર રોડ, અમદાવાદ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
ભારતીય સંસ્કૃતિનાં માનવમંગલ તો
જીવનમાં પુનઃ પ્રતિષ્ઠિત થાય એ જ જેમની સૌથી મોટી ઝંખના હતી
* એવા સ્વ. મનુ સુબેદારને
સ–પ્રેમ સ–આદર પ્રકૃતિરી પાળને અનાયાસે અતિક્રમી તમારી સંસ્કૃતિ-પ્રીતિ શતસ્રોત રહી રમી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
વિદાય લેતાં
- આ પ્રકાશન સાથે સાદ્યન્ત મહાભારત-કથા ગુજરાતીમાં ઉતારવાનો મારો સંકલ્પ પૂરો થાય છે. એ પ્રસંગે સૌથી પહેલે આભાર, એક વાર ફરીથી, અગાઉથી ગ્રાહક નોંધાઈને મારા આ સાહસને સરળ બનાવનારાએને માનવો ઘટે છે. મારી ગણતરી દોઢ-બે વર્ષમાં તેમના હાથમાં આ ત્રણેય ભાગ મૂકવાની હતી; તેને બદલે બમણો ગાળો વીતી ગયો છતાં, ધનબાદ–ઝરિયા-કલકત્તાથી ખંભાળિયા-રાજકોટ-પોરબંદર સુધી, મોટે ભાગે મારા કોઈ પણ જાતના પ્રયાસ વગર, કેવળ કર્ણોપકર્ણ વરતી થયેલ અનુકૂળ હવાને કારણે જ જેમણે મનીઓર્ડરે તથા ચેકે મોકલ્યા હતા, તેમાંના એક પણ તરફથી કડવી કે સીડી ફરિયાદ આવી નથી એ હકીકત સાનંદાભાર નોંધનીય લેખાવી જોઈએ. હા, કાગળો જરૂર આવ્યા છે, . અનેક, ઠેકઠેકાણેથી – કેટલાક પદ્યમાં પણ! – પણ તે બધા કથાની મારી આગવી રજૂઆત બદલ આનંદની લાગણી વ્યક્ત કરતાઅને મને અભિનન્દન આપતા. ગુજરાત-બૃહદ્ ગુજરાત પિતાના.. કવિઓ અને લેખકેને કેવી અમીભરી નજરે જુએ છે તેના દાખલા આ પહેલાં પણ મને અનેક વખત જોવા મળ્યા છે. આ મહાભારત-કથાએ એનું એક વધુ અને વધુમાં વધુ મધુર-દષ્ટાંત પૂરું પાડયું છે.
આ કથા ગુજરાત સરકારના માહિતી ખાતા તરફથી પ્રગટ થતા પંચાયતરાજ” તેમ જ “ગુજરાતમાં ક્રમશઃ પ્રગટ થવી શરૂ થઈ ત્યારથી જ તેના વાચકોના ઉમળકાભર્યો પત્ર મારા પર આવતા થયા હતા. પહેલો અને બીજો ભાગ પ્રસિદ્ધ થતાં, વહાલપની એ વર્ષો મુક્ત હદયે વરસવા માંડી. લબ્ધપ્રતિષ્ઠ વિવેચકેથી માંડીને સામાન્ય શિક્ષિત સંસ્કારી વાચકે સુધી સૌને આ કથા ગમી છે એને હું મારું પરમ સદ્ભાગ્ય સમજું છું. પણ એમાં આશ્ચર્ય હું કશું જ નથી જેતે. વ્યાસજીની કથા જ રમ્યાતિરમ્ય છે કે જીવનનાં મર્માળાં રહસ્યો પર અવન પ્રકાશ પાથરનારી છે; ટૂંકામાં સાચું સાહિત્ય જેને કહી શકાય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
નાસ્તિ ચેષ થરા: નરમ= મયમ-જેમની યશ-કાયાને (અને રસકાયાને) જરા અને મરણને ભય નથી એવા સાહિત્યની કોટિની છે.
આ જ પદ્ધતિએ શ્રીમદ્ભાગવતની, વાલ્મીકિ રામાયણની, કાલિદાસના રઘુવંશની, તેમ જ આપણી સંસ્કૃતિના બીજા કેટલાક વિશ્વમાન્ય મહાગ્રન્થોની કથા ર૪ ગુજરાતી વાચકોને આપવાની મારી ધારણા છે. વાચકેને ઉત્સાહસભર સહકાર એમાં સાંપડશે જ એમ કહેવું એ હવે, ગગનમાં ઘનઘટાટોપ જોયા પછી વરસાદ વરસશે એવી આગાહી કરવા બરાબર છે.
- બીજો આભાર માનવો ઘટે છે પૃષ્ઠદાન દ્વારા પ્રકાશનના આ કાર્યને હજુ પણ વધુ હળવું બનાવનાર મારા અનેક સન્મિત્રોને. એમનાં નામે તે તે તે પૃષ્ઠો સાથે સંકળાયેલાં છે જ, પણ તેટલા ઉપરથી જ માત્ર તેમની લાગણીને અંદાજ નહિ આવે. એમાં કોઈને પણ બે વાર કહેવું પડયું નથી. કેટલાકને તે એક વાર પણ નથી કહેવું પડયું. સામે ચાલીને તેઓ મારે ઘેર સહાયતા પહોંચાડી ગયા છે. ઈશ્વરકૃપા તે આનું જ નામ. . . . .
આ ત્રણેય ભાગ જે નચિક્તા પ્રકાશનનાં પ્રકાશને છે, તે નચિક્તા પ્રકાશને અત્યાર સુધીમાં નીચે પ્રમાણે નાનાં મેટાં પુસ્તકે બહાર પાડ્યાં છેઃ (૧) રામ, તારો દીવડો (૨) સિધુનું સ્વપ્ન અને પ્રીતને દર (૩)ગીતાવિચાર (૪) ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે (૫) શતાબ્દીનાં સ્મિતે અને અશ્રુઓ (૬) પ્રતિજ્ઞા–પુરુષોત્તમ (૭) હરિનાં લોચનિયાં, (૮) નવામૃત અને (૯) માલિની. આ ઉપરાંત “ઈશાવાસ્ય ઉપનિષદ”, “કલ્યાણયાત્રી" અને “મહાબતને માંડવે” હિંદી અનુવાદ, એ ત્રણનું વિતરણ પણ નચિકેતા પ્રકાશન જ સંભાળે છે-અને “નચિકેતા” માસિકનું સંપાદન તે છે જ. કોઈ ખાસ ઑફિસ કે સ્ટાફ વગર, લગભગ એકલે હાથે આ બધાં કામે થતાં રહે છે, જે જોઈને હું જાતે જ સાનંદાશ્ચર્ય અનુભવું છું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
પણ એને જશ મને નથી, મારા પ્રેમળ અને કાર્યકુશળ મિત્રોને છે. એમને ઉલ્લેખ પહેલા ભાગના નિવેદનમાં હું કરી જ ગયે છું છતાં એક વાર ફરીથી કર્યા વગર રહી શકતું નથી. બધાંયનાં નામો ગણાવવા નથી બેસતે, (જો કે મારા હૃદયમાં તે બધાંયને નામે લેખ છે) પણ આઈડિયલ હાઈસ્કૂલના આચાર્યશ્રી નગીનભાઈ સંથેરિયા, મીઠીબાઈ કોલેજના આચાર્યશ્રી અમૃતલાલ યાજ્ઞિક હજાર જાતનાં પારમાર્થિક લફરાં લઈને ફરતા મારા જુવાન મિત્ર શ્રી હિંમત ઝવેરી, મારાં અધ્યાત્મરંગી બહેન અ.સૌ. શ્રીમતી ઈન્દુબહેન તથા રમણીકભાઈ શાહ, મારા મમતાળુ મિત્ર શ્રી છગનભાઈ વસા, અ.સૌ. પલ્લવીબહેન તથા શ્રી જશુભાઈ, શ્રી લક્ષ્મી પટેલ વસવાળા શ્રી કાન્તિભાઈ શાહ, શ્રી હરિભાઈ રાચ્છ, શ્રી પરમાનંદ ગણુત્રા–અને હું પણ જેમને મુરબ્બી કહી શકું એટલી મોટી ઉંમરના હોવા છતાં કોઈ જુવાનને પણ અનુકરણ કરવાનું મન થાય એટલી સ્કૃતિથી દેડાદેડ કરતા શ્રી ઈન્દુભાઈ દેસાઈ. અને શ્રી કાનજીભાઈ પરમાર, શ્રી ડાહ્યાભાઈ કોટક અને શ્રી રતિભાઈ ખેતાણી તે મારા હાથપગ જેવા જ,
. છેલ્લે ગુજરાત સરકારના માહિતી ખાતાના સંચાલક શ્રી ચંદ્રશંકર શુકલને કૃતજ્ઞ ઉલ્લેખ કરીને વિરમું છું.
પણ વિરમતા પહેલાં એક વાતને ખટકે મનમાં રહી ગયો છે તે વ્યક્ત કર્યા વગર રહી નથી શક્તો.
જેમને આ ત્રણેય ભાગે અર્પણ કર્યા છે તે મારા મુરબ્બી સન્મિત્ર શ્રી મનુ સુબેદારના નામની આગળ આ ભાગને અર્પણ વેળાએ “સ્વ.” મૂકવું પડયું છે. આ પુસ્તક પ્રગટ થાય ત્યાં સુધી વિધાતા જ વાટ જોઈને ઊભા રહેવાને હતો ! પણ આ પ્રકાશન બેક મહિના વહેલું જરૂર થઈ શક્યું હોત, સહેજ વધુ પરિશ્રમ કર્યો હતો તે પણ આવું જ નામ સૈવે વૈવાત્ર વજનમ !
૧–૧૨–૭૨
કરસનદાસ માણેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
અનુક્રમ
૧૦. સૌપ્તિક પર્વ
૧૧. સ્ત્રીપ
૧૨. શાન્તિપ
૧૩. અનુશાસનપ
૧૪. અશ્વમેધપ
૧૫. આશ્રમવાસિક પૂર્વ મૌસલ પ
- ૧૬
૧૭ મહાપ્રાસ્થાનિક પ ૧૮. સ્વાર્ગીરાહણુપર્વ ...
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
::
: :
૧
૨૭
૪૭
Ge
૧૦૧
૧૪૩
૧૬૯
૧૮૯ ૨૦૩
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
સૌપ્તિક પર્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
नहि दैवेन सिध्यन्ति कार्याण्यकेन सत्तम। .
न चापि कर्मणैकेन द्वाभ्यां सिद्धस्तु योगतः । એકલા દૈવથી જ કાર્યો સિદ્ધ થતાં નથી; એકલા કમથી (પુરુષાર્થથી) પણ નહિ. બન્નેના સમન્વિત યોગથી જ બધું સિદ્ધ થાય છે.
अदान्तो ब्राह्मणोऽसाधुः निस्तेजाः क्षत्रियोऽधमः ।
अदक्षो निन्द्यते वैश्यः शूद्रश्च प्रतिकूलवान् ।। જેનામાં દમન (ઈન્દ્રિયનિગ્રહ) નથી એવો બ્રાહ્મણ દુષ્ટ છે; જેનામાં તેજ નથી, એ ક્ષત્રિય અધમ છે; દક્ષતા વગરને વૈશ્ય અને હંમેશા આડેડાઈ કરનારે શક નિન્દાપાત્ર છે.
शुश्रुषुरपि दुर्मेधाः पुरुषोऽनियतेन्द्रियः ।
नालं वेदयितुं कृत्स्नी धर्मार्थाविति मे मतिः ॥ કુબુદ્ધિયુક્ત અને સ્વચ્છંદી ઇન્દ્રિયવાળો પુરુષ અભ્યાસપરાયણ હોય તો પણ ધર્મને કે અર્થને સંપૂર્ણપણે પામી શકતો નથી.
न हि प्रमादात् परमस्ति कश्चिद् वधो नराणाम् इह जीवलाके । प्रमत्तमर्था हि नरं समन्तात्
त्यजन्त्यनाश्च समाविशन्ति ॥ આ જીવલોકમાં પ્રમાદના કરતાં મોટું કોઈ મૃત્યુ નથી. પ્રમત્ત નરને બધી જ હિતકર વસ્તુઓ ત્યાગ કરે છે અને બધા જ અનર્થો એને ઝડપી લે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
૨૩૮. ઘુવડ અને કાગડા
દુર્યોધનને મૃત્યુના સમાચાર સાંભળતાં સાંભળતાં જે કેટલાક વિચારો ધૃતરાષ્ટ્રને આવે છે તેમાં એક આ છે:
कथं राज्ञः पिता भूत्वा स्वयं राजा च संजय ।
प्रेष्यभूतः प्रवर्तेयम् पांडवेयस्य शासनात् ।। “હું જે એક વખતે રાજાને પિતા હતા, અને જે જાતે પણ રાજા હતા, તે હવે પાંડવો તથા તેમના સંતાનની આજ્ઞામાં વર્તનારો ચાકર શી રીતે થઈ શકીશ?”
“ જેણે એકલે હાથે મારા પુત્રોને સંહાર્યા, એ ભીમનાં વચનને (મેણાટોણાને) હું શી રીતે સાંભળી શકીશ, સહી શકીશ?”
પુત્રના મૃત્યુને ધૃતરાષ્ટ્રને એટલે બધો શક નથી, એટલે એ મૃત્યુને પરિણામે સરજાનારી એની પિતાની અવદશાનો છે! ધૃતરાષ્ટ્રની પુત્રવત્સલતા એ તો કેવળ એક ઢાલ છે, એની અહં-વત્સલતાને સંતાડવાની ! આ વાત પહેલાં પણ અનેક વખત કહેવાઈ ગઈ છે. - અને છતાં, ધૃતરાષ્ટ્રને હજુ આશા છેઃ હજુયે સંપૂર્ણ પણે હતાશ નથી . પેલા ત્રણ- અશ્વત્થામા, કૃપાચાર્ય અને કૃતવર્મા – હજુ જીવતા છે. અંતિમ શય્યા પર સૂતેલા દુર્યોધન સમક્ષ અશ્વત્થામાએ પ્રતિજ્ઞા લીધી છે, પાંડવનાશની.
એટલે સ્વાભાવિક રીતે જ ધૃતરાષ્ટ્રને એ ત્રણની હિલચાલમાં રસ છે. અને સંજય એનું એ કુતૂહલ શમાવે છે.
યુદ્ધભૂમિથી બહુ દૂર નહિ, એવે એક સ્થળે એ ત્રણ પહોંચ્યા. ત્યાં તેમણે એક ઘોર વન દીઠું, થોડોક વખત તેમણે ત્યાં આરામ લીધે. અન્યોને જળપાન કરાવીને છેડીક વિશ્રાન્તિ આપી. પછી તેઓ એ ભયાનક વનમાં પ્રવેશ્યા, ત્યાં તેમણે એક ચોધ વૃક્ષ દીઠું, ઘેરી ઘટાવાળા એ વૃક્ષ નીચે રાત્રિ ગાળવાને તેમણે નિશ્ચય કર્યો. રથમાંથી ઊતરી, ઘેડાઓને છુટ્ટા કરી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________ તેમણે ત્યાં સંપાસના કરી. (ગમે તેવાં અમાનુષી કૃત્યોની વચ્ચે પણ સંધ્યાવંદન આદિ ઔપચારિક ધર્મને કઈ ચૂકતું નથી !). તે પછી આખા જગતને ધારણ કરનારી, પોતાના ખોળામાં રમાડનારી રાત્રિ પૃથ્વી ઉપર ઊતરી; અને ગ્રહ, નક્ષત્રો અને તારાઓ વડે અલંકૃત આકાશ “અંશુક - જર' પેઠે, ટીપકી- ભરત ભરેલા કઈ રેશમી વસ્ત્રની પેઠે શેલવા માંડયું.” આવા આકાશની નીચે, પેલા ચોધ વૃક્ષની પાસે એ ત્રણે જણા હમણાં જ સમાપ્ત થયેલ યુદ્ધને વિચાર કરવા લાગ્યા. અત્યંત થાકથી, તેઓ અકળાયેલા હતા. અનેક બાણે વડે વીંધાયેલા હતા. અને છતાં, વૃદ્ધ કૃપાચાર્ય તેમ જ પ્રૌઢ કૃતવર્મા, બન્નેને જંગલની એ નગ્ન જમીન પર ઊંધ આવી ગઈ. (એ બેમાંથી એકેયને અંગત વેરની લાલસા નહોતી, એ પણ એક કારણ હશે, તેમને આટલી જલદી ઊંઘ આવી જવાનું!) પણ અશ્વત્થામાની સ્થિતિ જુદી હતી. ઊંઘ તેનાથી આથી ભાગતી હતી. ક્રોધથી સળગતાં નેત્રે વડે અનેક પ્રકારનાં પ્રાણીઓવાળા વનને તે વિલોકળ્યા કરતો હતો. ચોષ વૃક્ષ પર કાગડાના અનેક માળા હતા. કાગડાઓ સૌ પોતપોતાના માળાઓમાં નિર્ભયતા અને નિરાંતની નિદ્રા માણી રહ્યા હતા. . એટલામાં ભયંકર દેખાવના એક ઘુવડને અશ્વત્થામાએ જે. કર્કશ તેને અવાજ હતે. લીલાં તેનાં નેત્રો હતાં. પીળાં તેનાં ભવાં હતાં. લાંબા અને તેણે તેના નહાર હતા. ગરુડ જેવો તેને વેગ હતે. ઘુવડે રાત્રિની શાન્તિમાં નિઃસંશયપણે સૂતેલા પેલા કાગડાઓના માળા, એક પછી એક, ચૂંથવા માંડ્યા. જાગીને ચીસ પાડી શકે તે પહેલાં જ તેણે કાગડાઓને, એક પછી એક, ખતમ કરવા માંડ્યા. કોઈની પાંખો તેણે પીંખી નાખી, કેાઈની ડોક તેમણે મરડી નાખી, તે કોઈના. પગ તેણે ભાંગી નાખ્યા. આમ થોડીક જ વારમાં પોતાના દષ્ટિપથમાં આવતા બધા જ કાગડાઓને ઘુવડે કચ્ચરઘાણ કાઢી નાખે; અને ગ્રોધ વૃક્ષની ઘેરી ઘટા અને તેની નીચેની ધરતી હણાયેલા કાગડાઓના છિન્નભિન્ન અસંખ્ય અવયવોથી આચ્છાદિત થઈ ગઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________ બસ, અશ્વત્થામાને જોઈતું માર્ગદર્શન મળી ગયું. આ ઘુવડ મારે ગુરુ, તેને થયું. શત્રુઓનું જડાબીટ કાઢવાને કીમિયે તેણે મને બતાવ્યું. પાંડવોને અને તેમના અવશિષ્ટ પક્ષકારોને ઊંઘમાં જ વધેરી નાખવા. ઊંધતા શત્રુઓ પર ઘા કર એ અધર્મ છે એમ ભલે શાસ્ત્રા કહેતાં હોય, પણ મેં દુર્યોધન સમક્ષ પાંડવનાશની પ્રતિજ્ઞા કરી છે, અને પ્રતિજ્ઞાપાલન પણ એક ધર્મ જ છે ને! મનને છેતરવું કેટલું સહેલું છે તે આ પ્રસંગ ઉપરથી સમજી શકાય છે. અહીં અશ્વત્થામા જે નિશ્ચય કરે છે તે તેની ઝનૂની અને આંધળી વૈરવૃત્તિનું જ પરિણામ છે; પણ એ અળખામણા સત્યને તે “પ્રતિજ્ઞાપાલન” જેવા સોહામણા શબ્દની પાછળ સંતાડી દે છે. દુઃશાસનનું રુધિર પીવા જેવા અમાનુષી કૃત્યનો બચાવ ભીમે પણ આ “પ્રતિજ્ઞાપાલન” શબ્દમાં જ છે! અશ્વત્થામાની દલીલબાજી સાંભળોઃ “જો ધર્મયુદ્ધ કરવા જઈશ, તો હાથે કરીને પ્રાણુ ખોવાને પ્રસંગ આવશે. એ તે પતંગિયું સામે ચાલીને અગ્નિમાં ઝંપલાવે એવું થવાનું ! બીજી બાજુ, છાના ર મવેત્ સિદ્ધિ: - કપટને આશ્રય લેતાં કામયાબી હાંસલ થાય છે અને દુશ્મનોને નાશ સધાય છે. શાસ્ત્રકુશલ જનોનો મત એવો છે કે શંકાસ્પદ નહિ, પણ નિઃશંક માર્ગ લેવો. ક્ષાત્રધર્મનું પાલન કરતાં નિન્જ કર્મ કરવું પડે તો તે પણ કરવું” - વગેરે. અશ્વત્થામાની આ દલીલે પ્રમાણે તે ચંગીજ - તૈમૂરથી માંડીને હિટલર સુધીના જગતના બધા જ માનવસંહારકે “ધર્મપરાયણ’ ઠરે! ઘુવડને અનુસરવાનો નિશ્ચય કરીને અશ્વત્થામાએ પોતાના બે સાથીઓને, કૃપાચાર્ય તેમ જ કૃતવર્માને, જગાડ્યા. અશ્વત્થામાને નવું લાધેલું જ્ઞાન સાંભળીને તેઓ “લજ્જિત” થઈ ગયા. - “પાંડવો સાથે વેર બાંધવાનું પરિણામ વિનાશ જ આવવાનું છે, એ અંગે દુર્યોધનને આપણે સૌએ વારંવાર ચેતવ્યો હતે,” કૃપાચાર્યું ભાણેજને સમજાવવા પ્રયત્ન કર્યો, “પણ એણે કોઈનું માન્યું નહિ, અને આપણે એ પાપિયાને (પાપપુરુષને) પગલે ચાલ્યા. આપણાં દુષ્કર્મોનું ફળ અત્યારે આપણે ભેગવી રહ્યા છીએ, તેમાં તે વળી આ નવું તૂત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
ઊભું કર્યું. હવે મારી સલાહ એક જ છેઃ તારા આ નવા પ્રસ્તાવ અંગે આપણે ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને વિદુરને પૂછી જોવું.”
અશ્વત્થામાને નામે દોઢડાહ્યો અને વેદિયે લાગે છે. એ વેદિયાપણા પર હસીને તે વળી પાછો શાસ્ત્રો” ટાંકવા માંડે છે. આ . अदान्तों ब्राह्मणोऽसाधुः निस्तेजाः क्षत्रियोऽधमः।
अदक्षो निन्द्यते वैश्यः शूद्रश्च प्रतिकूलवान् ॥ “અદાન્ત (દમ-શમ વગરને) બ્રાહ્મણ તે ખરાબ; નિસ્તેજ ક્ષત્રિય પણ નિન્જ; અકુશળ વૈશ્ય પણ સારે નહિ; અને સામે થાય તે શદ્ર પણ દુષ્ટ.” - હવે આ ઉક્તિ તો સર્વમાન્ય છે, લાજવાબ છે, એની સામે કશો જ વાંધો લઈ શકાય એમ નથી; - (સિવાય કે શકની બાબતમાં!) પણ અશ્વત્થામાં જે રીતે એને અનર્થ કરે છે તે જોવા જેવું છે. પહેલા વાક્યને તે તે ખાઈ જ જાય છે. માન્તો હિમોડાપુઃ પોતે બ્રાહ્મણ હોવા છતાં “અદાન્ત” છે તેથી અધમ છે, – એ શબ્દોને તે જાણે એ યાદ જ નથી કરતો.
આ માટે એની દલીલ એ હોઈ શકે કે એ અત્યારે બ્રાહ્મણ જ નથી. એણે ક્ષત્રિયને ધર્મ સ્વીકાર્યો છે, પણ તેપણ બીજું વાક્ય વિસ્તાર ક્ષત્રિયો અહીં શી રીતે તેણે લાગુ પાડયું હશે તે સમજાતું નથી. તેજ વગરને ક્ષત્રિય અધમ ગણાય એ ખરું, પણ ઊંઘતા શત્રુ પર આક્રમણ કરવું એમાં “તેજ' ક્યાં આવ્યું ? આ તો ઊલટી ક્ષત્રિયવટને ઝાંખપ પહોંચાડે એવી વાત થઈ.
પણ અશ્વત્થામાને ખરેખર જે પેટમાં કંઈ દુખતું હોય તો તે તેના પિતાનું મૃત્યુ ! “તારા પિતાને મારનાર હજુ જીવતે છે!” એવું મેણું દુનિયા મને મારશે ત્યારે હું શું જવાબ દઈશ? – એ એની સૌથી મોટી બળતરા છે. દુર્યોધન સમક્ષ કરેલી પ્રતિજ્ઞા, જેટલી દુર્યોધનની અંતિમ અગન ઓલવવા માટે છે, તેથી પણ વધારે તેની પોતાની આ અગન ઓલવવા માટે છે! એ અગને, એ બળતરાએ તેને વિવેકભ્રષ્ટ બનાવ્યું છે.
'!
' . ' કૃપાચાર્ય ફરી તેને સમજાવે છે: “રાત વીતી જવા દે સવારે સ્વસ્થ ચિત્તે વિચાર કર્યા પછી તું કહીશ તેમ કરીશું.” "); ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
પણ અશ્વત્થામા માટે તે “સો તારી રામદૂહાઈ, એક મારું ઊંડું !” જેવું છે!” માતૃશ્ય યુતો નિ. એ કહે છે: “રોગગ્રસ્ત, કામપીડિત અને વૈરતપ્ત માણસને નિદ્રા કેવી ? ”
સાચી વાત એ છે કે અશ્વત્થામા હવે વેરના ઝનૂનમાં નૈતિક રીતે પણ મરણિયો બન્યો છે; (“પિતાને મારનારાઓને ગમે તે રીતે મારીશ. એમ કરતાં આવતા ભવમાં કીડાને અવતાર લેવો પડશે, તે તે પણ લઈશ !”) અને કૃપાચાર્યું કે કૃતવર્મા બેમાંથી એકેમાં તેને રોકવા જેટલી અથવા તેની સાથે અસહકાર કરવા જેટલી સંકલ્પશક્તિ નથી, એટલે મહાભારતનું સૌથી વધારે બીભત્સ, જુગુપ્સિત અને કુત્સિત પ્રકરણ તેમને હાથે લખાવું શરૂ થાય છે.
૨૩. શિવનું ખ!
પાંડવોના સુમસામ શિબિરના દ્વારથી ડેક દૂર અશ્વત્થામાએ પિતાને રથ ઊભો રાખ્યો. કૃપાચાર્ય અને કૃતવર્માએ પણ પિતા પોતાના રથ ત્યાં થોભાવ્યા.
પછી કૃપ અને કૃતવર્માને ત્યાં જ ઊભા રહેવાનું કહીને અશ્વત્થામા, આગળ વધ્યો. શિબિરના દ્વાર પર તેણે એક અદ્ભુત પુરુષને ઊભેલે દીઠે. એ પુરુષ મહાકાય હતે. સૂર્ય અને ચંદ્ર જેવી તેની વૃતિ હતી. લોહીનીગળતું વ્યાઘચર્મ તેણે પહેર્યું હતું. મૃગચર્મથી દેહને ઉપરનો ભાગ તેણે ઢાંકેલો હતો. સર્પનું ય પવીત તેણે ધારણ કર્યું હતું. સુદીર્ધ અને માંસલ તેના અનેક બાહુઓમાં અનેક આયુધો ઝગારા મારતાં હતાં. હજારે વિલક્ષણ વિલચને વડે તે દીપ હતો. તેનાં નસકોરાંમાંથી, કાનમાંથી અને નેત્રોમાંથી અગ્નિની જવાળાઓ નીકળતી હતી. એટલી ભયાનક હતી તેની આકૃતિ, કે તેને જોતાંવેંત પર્વતે પણ ફાટી પડે ! પણ અશ્વત્થામા અત્યારે પર્વતથી વધુ કઠોર હતે. પાંડવોના શિબિરદ્વાર પાસે ઊભેલ એ અભુત પુરુષ પર તેણે બાણની વૃષ્ટિ કરી; પણ એ પુરુષ તે એ બધાં બાણોને જાણે ગ્રસી જ ગયે ! બાણોને આમ નકામાં જતાં જોઈને અશ્વત્થામા વધુ ઉશ્કેરાયે. સુદીપ્ત અગ્નિશિખા સમી પોતાની શક્તિ” (શક્તિ નામનું આયુધ) તેણે તે પુરુષ પર ઝીંકી; પણ એ શક્તિ પણ, યુગાન્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
સમયે કઈ મહાન તિપુંજ સૂર્યની સાથે અફળાઈનેટકરાઈને ખંડખંડ થઈ આકાશમાંથી ખરી પડે, એમ ટુકડેટુકડા થઈને ધરતી પર ખરી ગઈ. (અબજોના અબજો વરસો પહેલાં કોઈ મહાકાય તારે આપણું સૂર્ય સાથે અફળાયે હશે –અને આપણું સૂર્યમંડળીના બધા જ ગ્રહો –આપણી ધરતી સુધ્ધાં-એ અથડામણને પરિણામે સરજાયા હશે, એવી અત્યારના કેટલાક ખગોળવૈજ્ઞાનિકોની કલ્પના, વ્યાસજીની આ ઉપમા વાંચતાં સ્મૃતિપ્રદેશમાં નથી ઝબકી જતી ?)
આ પછી પોતાની પાસેનાં અનેક આયુધો અશ્વત્થામાએ એ અદ્ભુત પુરુષ પર પ્રયાજી જોયાં, પણ વ્યર્થ. એના પર એની કશી જ અસર ન થઈ, બલ્ક ઊલટી અસર થઈ.-અદ્ભુત પુરુષનાં અંગ-ઉપાંગોમાંથી આ ઘર્ષણને પરિણામે પ્રગટ થયા હોય એવા અસંખ્ય “જનાર્દને” વડે “મારે મારા” થઈ ગયું.
હવે અશ્વત્થામાને એકાએક એક વિચાર ફુરી આવ્યો. હોય ન હોય, આ કોઈ દૈવદંડ તે નથી ? વડીલે અને શાસ્ત્રોની સલાહને ઠેકર મારીને અધર્મને માર્ગે જઈ રહેલા મને રોકવા માટે ખુદ વિધાતાએ જ તે આ વ્યવસ્થા નહિ કરી હોય? (એટલે કે પોતે જે કરવા જઈ રહ્યો છે તે અધર્મ જ છે એ વાત અશ્વત્થામાનું હૃદય બરાબર સમજે છે – એની બુદ્ધિવાદી દલીલની ઉપરવટ જઈને!) પણ અશ્વત્થામાની કરુણતા એ છે કે વિધાતાએ ખાસ તેના માટે સજેલ એ દેવદંડને પણ એ મચક આપવા નથી માગતો. પોતાના પાપ-સંકલ્પને જ કરવાને બદલે તે તેને વધુ દઢ બનાવે છે; અને (મોટામાં મેટું આશ્ચર્ય !) પોતે નિરધારેલ અત્યંત અશિવ કાર્યની સિદ્ધિ અર્થે શિવને સંભારે છે. રથમાંથી નીચે ઊતરીને તે શિવની સ્તુતિ કરે છે.
અને એક વધુ આશ્ચર્ય સરજાય છે. શિવે જાણે એની પ્રાર્થના સાંભળી હોય એવું એક દશ્ય ત્યાં આગળ ખડું થાય છે. એક સુવર્ણરંગી વેદી તેની સન્મુખ સરજાય છે. વેદીમાં અગ્નિ પ્રગટ થાય છે. અગ્નિમાંથી અસંખ્ય ભયાનક સો પ્રાદુર્ભત થાય છે, જેમને જોતાં જ કઈ કાચોપોચો તે પ્રાણ જ ગુમાવી બેસે! પણ અશ્વત્થામાને તે આ દશ્યમાંથી પણ એક અનોખી પ્રેરણું સાંપડે છે. મહાદેવ મારું, મારી જાતનું બલિદાન ઈચ્છે છે, તેને થાય છે. અને હવનૌ ગુહોનિ મકવન્ પ્રતિષ્યિ માં વસ્ત્રિમ્ .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
“હું મારી જાતની આહુતિ આપું છું, આ અગ્નિમાં મારો સ્વીકાર કરે, ભગવદ્ !”
અને ભગવાન શંકર ત્યાં આગળ પ્રગટ થાય છે અને હસતાં હસતાં તેને સંબોધે છેઃ
મને કૃષ્ણ કરતાં કશું જ વધારે પ્રિય નથી,” શંકર અશ્વત્થામાને કહે છે, “સત્ય, શૌચ, આર્જવ, ત્યાગ, તપ, નિયમ, ક્ષમા, ભક્તિ, ઘુતિ, બુદ્ધિ, વાણી – પિતાના સર્વસ્વ વડે કૃષ્ણ મને (શિવતત્વને) રીઝવ્યો છે. કૃષ્ણ માટે મને આદર છે. કૃષ્ણના માનને ખાતર હું અહીં પાંચાલની રક્ષા કરવા ઊભો છું – તારા મનભાવને જાણીને. પણ હવે પાંચાલનું જીવન પૂરું થઈ ગયું છે.”
આને અર્થ સમજવો? જેમને અભિભૂત કર્યા હોય, જેમનું જીવનકાર્ય પૂરું થઈ ગયું હોય, જેમને સ્વયમ્ તિહાસે જ મૃત્યુની સજા
23121814 (Those against whom History has pronounced its fatal verdict), તેમને સાક્ષાત્ શંકર પણ બચાવી શકતા નથી,
એમ જ ને ? આટલા દિવસ તેઓ બચી રહ્યા, તે કૃષ્ણને લીધે જ, એમ ? શિવને પ્રિય એવા તત્વને તેમની સહાયની જરૂર હતી, માટે ?
જે છે તે, પણ આટલા શબ્દો ઉચ્ચારીને શિવે અશ્વત્થામાના હાથમાં એક પગ મૂક્યું. અને પોતે અભિનતનું માવિવેરા પિતાનામાં સમાઈ ગયા.
આવી રીતે સાક્ષાત્ શિવે જેના હાથમાં પગ મૂકયું હતું તે અશ્વત્થામા, વ્યાસજી લખે છે, સવિશેષ ઝગારા મારતે, પાંડવોની છાવણીમાં ધ – સાક્ષાદ્રિશ્વર:, અને અસંખ્ય રાક્ષસો અને ભૂત તેની સાથે સાથે છાવણમાં ધસી ગયાં.
Verdict of History એ શબ્દોથી આપણે સુપરિચિત છીએ. ઈતિહાસ જ્યારે કોઈ સંસ્થા કે વ્યક્તિને વધપાત્ર ઠરાવે છે, ત્યારે પિતાના એ ચુકાદાને અમલમાં મૂકવા માટે આપણી કલ્પનામાં પણ ન આવે એવાં પાત્રો સરજે છે, આવા “અશ્વત્થામાઓ ” સરજે છે. અને એમના -ડ્રાથમાં શિવના ખડ્રગ સમી વિરાટ સંહારક શક્તિ પણ મૂકે છે. રશિયાના ઝારને અને તેના માનવતાભક્ષી તંત્રને ઈતિહાસે જયારે વધપાત્ર ઠરાવ્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
ત્યારે તેમના વિનાશ અથે તેણે લેનિનની આગેવાની નીચે રશિયામાં એક મહાદારુણ શક્તિ ઉપસ્થિત કરી આપી. ઈતિહાસે જ્યારે બ્રિટનના સામ્રાજ્યને વધપાત્ર ઠરાવ્યું ત્યારે તેના વિનાશ અથે એક તરફ ગાંધી જેવા અર્જુનને અને બીજી તરફ હિટલર જેવા અશ્વત્થામાને ઊભા કર્યા. બ્રિટનના–અને બ્રિટનના જેવાં યુરોપનાં બીજાં સામ્રાજયોને ખળભળાવીને ખતમ કરવાં એ જ જાણે હિટલરનું જીવનકાર્ય હતું, જે કરીને એ પિતે પિતાના જ હાથે મૃત્યુ પામ્યો. * શિવનું ખગ લઈને વિજેતા પાંડવોની, પાંડવવિહેણ તેમ કૃષ્ણવિહેણ પ્રસુપ્ત છાવણમાં મધરાતે ઘૂસતો અશ્વત્થામા આવું જ કંઈ ઈતિહાસંનિજિત દારુણ કાર્ય કરવા માટે જ જાણે સજાયેલો છે, એમ નથી લાગતું ? અશ્વત્થામા History નું જ એક instrument છે, મહાકાલનું જ એક સાધન છે, એમ નથી લાગતું ?
૨૪૦. ક્ષુદ્ર!
અશ્વત્થામાને શિબિરના દ્વાર પર થયેલ અનુભવથી કૃપાચાર્ય અને કૃતવર્મા સાવ અજાણ છે. અશ્વત્થામાએ જે જોયું - સાંભળ્યું તે જે તેમણે જોયું – સાંભળ્યું હતું, તે તેઓ, કદાચ, ડગમગી ગયા હોત, અને તે પછી જે થયું તે બધું અશ્વત્થામાને એકલે હાથે જ કરવું પડયું હોત.
પણ કૃપાચાર્યો અને કૃતવર્માએ તે ફક્ત એટલું જ જોયું કે અશ્વત્થામા, પાંડના શિબિરમાં દાખલ થઈ ગયે.
પાંડવપક્ષીય એક જણ શિબિરના દ્વારમાંથી છટકવા ન પામે તે જોવાની જવાબદારી તેમની હતી, એટલે દ્વાર પાસે પ્રહારસજ્જ થઈને તેઓ ભા.
. અશ્વત્થામા પાંડવોની શિબિરને નકશો બરાબર જાણતા હતા. ધીરે રહીને તે ધૃષ્ટદ્યુમ્નના નિલયમાં દાખલ થયા. સૌ વિજયને ઘેનમાં સૂતા હતા, અઢાર દિવસના સતત યુદ્ધને થાક સૌ નિરાંતે ઉતારી રહ્યા હતા. '! અશ્વત્થામાએ ધૃષ્ટદ્યુમ્નને પોતાને પલંગ પર સૂતેલો દીઠે. રેશમી રાઈઓ પર તે સૂતો હતો. ધૂપથી તેમ જ પુષ્પથી તેને શયનખંડ સુવાસિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૧
હતો. ભયનું હવે કહ્યું કારણ કયાંય રહ્યું નથી એવી સંપૂર્ણ નિર્ભયતાની લાગણીથી તે સૂતો હતે. અશ્વત્થામાએ તેને લાત મારીને જગાડ્યો. આંખ ઉઘાડતાં જ અશ્વત્થામાને તેણે ખગ સાથે પિતા ઉપર ઝળુંબેલો. જો છે. પરિરિથતિ પામી જતાં તેને જરા પણ વાર ન લાગી.
- અને હવે વિચાર કરવા જેટલો સમય પણ ક્યાં હતો ? પલંગ પરથી છલેગ મારીને તે નીચે ઊતરવા જ હતો ત્યાં અશ્વત્થામાએ તેને કેશથી પકડો. અને પછી હાથ વડે પૃથ્વી સાથે ચાંપી દીધો. અશ્વત્થામાના આ ચિંતા અને ઝડપી હલ્લા સામે, ઊંધના ઘારણમાંથી હજૂ પૂરો બહાર નથી આવી રહ્યા એવો ધૃષ્ટદ્યુમ્ન કશું જ ન કરી શક્યો. તેની ડોક અને છાતીને ભીંસીને અશ્વત્થામાએ તેને ખૂબ “પશુમાર” માર્યો; કેઈ ઢોરને મારે એમ માર્યો. એ મારની વેદના એટલી બધી તીવ્ર હતી કે “આચાર્યપુત્ર, હવે વાર ન લગાડ, શસ્ત્ર વડે મને મારી નાખ.” એવી વિનંતિ ધૃષ્ટદ્યુમ્નને, ગળામાંથી અને મોઢામાંથી માંડ માંડ બહાર આવતા અત્યંત અસ્પષ્ટ શબ્દોમાં કરવી પડી; પણ અશ્વત્થામા તે વેર અને રોષથી પાગલ હતો. “ ગુરુઘાતીઓને શસ્ત્રમૃત્યુ ન હોય ! એમને તે આમ જ મારી નાખવા જોઈએ, રિબાવી રિબાવીને” એમ કહીને ધૃષ્ટદ્યુમ્નના મર્મસ્થાનમાં પગના નખ તેણે ભરાવવા માંડ્યા. ધૃષ્ટદ્યુમ્નની ચીસોથી તેની સ્ત્રીઓ અને તેના અંગરક્ષકે જાગી પડ્યાં. પણ પિતાના સ્વામીની આવી દુર્દશા કરનાર કોઈ સામાન્ય માનવી નહિ પણ કઈ અમાનુષી સર્વ જ દેવું જોઈએ, ભૂત-પ્રેત-પિશાચાદિ એમ માનીને તેઓ નાસી ગયા. . . . . . . . !
- ધૃષ્ટદ્યુમ્નને યુદ્ધનું પહેચાડીને અશ્વત્થામે નજીકમાં જ સૂતેલા. (પણ હજુ જાગેલ નહિ એવા) ઉત્તમૌજા તરફ વળે, અને એ જ રીતે એને ઢોર માર મારીમારીને મારી નાખે. દરમિયાન યુધામન્યુ, જે પણ નજીકમાં જ ક્યાંક સૂતા હતા, તે જાગી ગયે. અને અશ્વત્થામાની સામે આવીને તેણે તેના પર ગદા ઝીંકી. પણ સફળતાથી વધુ દારુણ બનેલ અશ્વત્થામાએ ગદાને એ પ્રહાર ચુકાવી યુધામન્યુને ધરતી પર પછાડ્યો અને જોતજોતામાં પર કરી નાખ્યા છે ? " ' ' બસ, પછી તે પાંડવોની આખી છાવણીમાં ભયનું ગભરાટનું, વિદ્વતાનું, અવ્યવસ્થાનું નાસભાવાનુ અને ચીસાચીસનું વાતાવરણ
'
,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૨
સરજાઈ ગયું. રીડિયારમણથી જાગી પડેલ ણાખરાઓએ તે એમ જ માની લીધું હતું, એ જમાનાની તાસીર પ્રમાણે, કે આ તે કેાઈ ભૂતપ્રેતની લીલા છે. અને સૌ મનમાં આવે તેમ નાસવા માંડયા. અને કશે! પણ. સામના ન થતાં અત્યંત બેફામ બનેલ અશ્વત્થામા સૌને આડે હાથે પીટવા માંડ્યો.
અને હાથમાં આવ્યા તેને પૂરા કરતા કરતા એ થોડીક જ વારમાં દ્રોપદીના પાંચ પુત્રો જ્યાં સૂતા હતા ત્યાં આવી પહેાંચ્યા. અશ્વત્થામાને તેમણે તરત જ ઓળખી લીધા. પણ રક્તપાતે રઘવાયા કરેલ અને શિવના ખડ્ગ અજેય બનાવેલ અશ્વત્થામા પાસે તેમનું કશું જ ન ચાલ્યું અને થોડાક જ વખતમાં પ્રતિવિન્ધ્ય, સુતસેામ, શતાનીક, શ્રુતકર્મા અને શ્રુતકીર્તિ, દ્રૌપદીના પાંચેય પુત્રા તેમજ શિંખડીનાં ઢીમ ઢળી ગયાં.
અને પછી તે.
यच्च शिष्टं विराटस्य बलं तु भृशम् आद्रवन् । द्रुपदस्य च पुत्राणाम् पौत्राणाम् सुहृदामपि चकार कदनं घोरं दृष्ट्वा दृष्ट्वा महाबलः ॥
""
વિરાટનું જે બાકીનું સૈન્ય હતું તેનું, તેમ જ દ્રુપદના પુત્રો અને મિત્રો સુધ્ધાં સૌનું એણે ધાર નિકંદન કાઢયું.”
:
હવે આપણા વિજય થઈ ગયા. એમ માનીને નાચગાનમાં મશગૂલ થયેલા, અને પછી મેાડી રાતે નિદ્રાવશ થયેલા એ સૌને તે આ વખતે એમ જ લાગ્યું કે ( નિદ્રા તા હજુ, એમની આંખા અને એમનાં અંગામાં ભારાભાર ભરી હશે ! ) અશ્વત્થામા એકલા જ તેમના સંહાર નથી કરી રહ્યો, એની મદદે સાક્ષાત્ ના ઊતરી આવી છે, જાળ ત્ર ઊતરી આવી છે. ખરેખર તેા એ બધા ાહીના ભયથી જ મરી ગયા હતા. અશ્વત્થામાનુ' કામ આમ સાવ સહેલુ' થઈ પડયુ` હતુ`—મરેલાને મારવાનું ! નિદ્રાન્ત અને નષ્ટસજ્ઞ લેાકેાને મારતાં કેટલી વાર! કેટલાક તા અન્યાન્યને પણ માર્ચ નાખતા હતા, ઊંધના ધેનમાં અને ગભરાટના આવેશમાં; કેટલાક છલંગ મારવા જતાં પડી જતા હતા, ભય અને થાકને કારણે; કેટલાક ભાગવા જતાં ફક્ત ગાળ ગાળ જ ફર્યા કરતા હતા; કેટલાક પુરીષમ્ અલગન અને મૂત્રન પ્રભુવઃ. આ રીડિયારમણમાં પાતપાતાને ખીલે બાંધેલ અા અને હાથી બંધ તેાડીને છાવણીમાં દેડાદેાડી કરવા લાગ્યા અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૩
તેમના પગ નીચે પણ અનેક છુંદાઈ કચડાઈ ગયા. અને ખેલેથી છૂટેલા એ પશુઓની આંધળી દોડાદેડને પરિણામે ધૂળની એવી ડમરીઓ ચઢી, આકાશમાં, કે (કન્યા ]િ તમ) રાતને અંધકાર જાણે બેવડા !
આમાં કેણ કેવી રીતે બચે ! એક જ માર્ગ હતે, નાસી છૂટવાને. શિબિરમાંથી નીકળી જઈ, બહાર સલામતી શેધવાને! પણ શિબિરદ્વાર પર તે કૃતવર્મા અને કૃપ ઊભા હતા, સંહારસજ્જ !
આવે વખતે રહી રહીને સૌને પાંડવો અને ખાસ કરીને અર્જુન અને કૃષ્ણ સાંભરતા હતા. એ પાંચ ભાઈઓ અને વાસુદેવ જે અત્યારે હાજર હેત, આ છાવણીમાં, તે આવું કંઈ ન જ બનત ! સાંનિધ્યાત્ વવાના–પાંડવોની ગેરહાજરીને કારણે જ આવું બન્યું, તેમને થતું હતું; અશ્વત્થામા તે શું, પણ યક્ષો, ગાંધર્વો, રાક્ષસો અને અસુરો સૌ સામટા ચઢી આવે તે પણ, શ્રીકૃષ્ણ જેમના રક્ષણહાર છે, એવા પાંડવોને કોણ હરાવી શકે ! (જોતા યસ્થ કાર્ડનઃ ) .
પાંડવોના સર્વનાશની પોતાની પ્રતિજ્ઞા આમ પૂરી કરીને અશ્વત્થામા જેવી ચૂપકીદીથી છાવણમાં દાખલ થયો હતો, તેવી જ ચૂપકીદીથી બહાર નીકળી ગયે. કૃપાચાર્ય અને કૃતવર્માને તેણે પોતે કરેલ પરાક્રમ વર્ણવી બતાવ્યું, અને તેમણે પણ તેના કાનમાં પ્રિય શબ્દો સંભળાવ્યા (), અને અન્યને અભિનન્દન આપતા તેઓ દુર્યોધન પાસે જવા ઊપડ્યા-જે એ જીવતા હોય તે એના કાનમાં પણ અમૃત રેડવા !
સંજયને મોંએથી અશ્વત્થામાના આ “પરાક્રમ”ની વાત સાંભળતાં સાંભળતાં ધૃતરાષ્ટ્રને પણ તેના પ્રત્યે જુગુપ્સા ઉત્પન્ન થઈ હોય એમ લાગે છે. અશ્વત્થામાના નિશા-નિકંદનને શુદ્ર વિશેષણ વડે નવાજતાં સંજયને એ પૂછે છેઃ “આ શુદ્ર કાર્ય અશ્વત્થામાએ મારા પુત્રના મૃત્યુ પછી કર્યું, તે, તે જીવતે હતા ત્યારે કેમ ન કર્યું ?” (ધૃતરાષ્ટ્ર પૂરેપૂરો વાસ્તવદર્શી છે. “અધર્મ' ગણાતું કાર્ય પણ નકામું શું કરવા કરવું, એવો તેને મત છે. પણ ધૃતરાષ્ટ્ર એ ભૂલી જાય છે કે અશ્વત્થામાએ ઓ શુદ્ર કાર્ય તેના -પુત્રને વિજ્ય અપાવવા માટે નથી કર્યું, પણ પિતાને વૈરની તૃપ્તિ અર્થે કરેલ છે.) . . . .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૪
પણ સંજયને જવાબ ધૃતરાષ્ટ્રની અશ્વત્થામાની શક્તિ વિષેની રહીસહી શંકાઓને પણ નિર્મુલ કરે એવો છેઃ “અશ્વત્થામાએ આવું કરવા ધાયું હત,” તે કહે છે, “તે પણ ન કરી શકત. આ તે કૃષ્ણ અને સાત્યકિ અને પાંચ પાંડવો છાવણીમાં ન હતા, એટલે જ તે ફાવી ગયે!”
૨૪૧. “સ્વર્ગમાં મળીશું !”
અશ્વત્થામા, કૃપાચાર્ય અને કૃતવર્મા દુર્યોધન પાસે પહોંચ્યા તે વખતે તેની સ્થિતિ કેવી હતી? તે હજુ જીવતો હતો, પણ કેવી હાલતમાં ? વ્યાસજીએ તેની તે હાલતને મનસથે કૃછુપ્રમ્ અવેતસ વમન્ત ધિર, શ્વાપર્વતમ્ મદનમ્ હરિક્ષિતવગેરે વિશેષણ વડે વર્ણવી છે. તે હવે છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો. બેભાન જેવી અવસ્થામાં હતું, તેને લેહીની ઊલટીઓ થયા કરતી હતી, તેનું શરીર આખું લોહીથી ખરડાયેલું હતું અને સૌથી વધુ દયાજનક તે એ કે તેની આસપાસ શિકારી પશુઓનું ટોળું એકત્ર થયું હતું, જેને તે મહામુશ્કેલીઓ દૂર રાખી રહ્યો હતો. આવી અસહાય દશામાં દુર્યોધનને ધરતી પર આળોટતો જોતાંવેંત એ ત્રણેય રોઈ પડ્યા. પોતાના હાથ વડે દુર્યોધનનું મેં લૂછતા લૂછતા તેઓ આંસુ સારી રહ્યા.
' શેણિતથી ખરડાયેલા (એટલે લાલ લાલ લાગતા) અને વારંવાર ઊંડા નિસાસા નાખતા એ ત્રણ વડે દુર્યોધન, ત્રણ અગ્નિઓ વડે વીંટાયેલી વેદી જેવો લાગતો હતો. પણ વેદીમાં હવે અગ્નિ નથી! રહ્યો સહ્યો જે એને અણસાર છે તે પણ હવે ગણતર પળામાં વિદાય થવાને છે!)
કૃપાચાર્યનું ધ્યાન, દુર્યોધનથી થોડે દૂર પડેલી એની સનેમઢી ગદા તરફ જાય છે. મૃત્યુ વખતે પણ એ એનો સાથ છેડતી નથી. માર્યા પ્રતિમતી રૂવ – પ્રેમાળ ભાર્યાની પેઠે; અને પૂર્વે બ્રાહ્મણે જેને ક્ષિણ કાજે વીંટળાઈ વળતા, તેને આજે પશુઓ વીંટળાઈ વળ્યાં છે – તેને થોડીક જ વારમાં મૃત બનનારા શરીરનું માંસ આરોગવા, એવી એવી કલ્પનાઓ કરતા એ વૃદ્ધ આચાર્ય વિલાપ કરે છે. - , ' ' . . .
પણ યુવાન અશ્વત્થામા અહીં કંઈ વિલાપ કરવા માટે નથી આવ્યો; એને તે શુભ સમાચાર આપવા છે. મૃત્યુશય્યા પર પડેલા પોતાના મહારાજને,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૫
બેભાન જેવા દુર્યોધનને ઢઢળી ઢઢળીને એના કાનમાં એ અમૃત રેડે છે: “બધાયને મારી નાખ્યા. હવે ફક્ત સાત જણ બાકી છે, તેમના પાંચ ભાઈઓ, છ શ્રીકૃષ્ણ અને સાતમા સાત્યકિ. આપણું પક્ષમાંથી અમે ત્રણ છીએ. દ્રૌપદીના પાંચ પુત્રો, ધૃષ્ટદ્યુમ્ન, શિખંડી, તમામે-તમામને, પાંચાલોને, મત્સ્યોને–બધાયને વધેરી નાંખ્યા !”
અશ્વત્થામાની મનસ: પ્રિયાન્ આ વાત સાંભળાવંત દુર્યોધન એક છેલ્લીવાર ભાનમાં આવે છે. એના છેલ્લા શબ્દો આ છેઃ
ભીષ્મ, દ્રોણે કે કણે પણ મારું આટલું હિત નથી કર્યું, અશ્વત્થામા ! જેટલું તે અને તારા આ બે સાથીઓએ કર્યું છે! તમારું કલ્યાણ થાય. હવે આપણે સ્વર્ગમાં મળીશું.”
દુર્યોધનને પણ સ્વર્ગ મળવાની તે ખાતરી જ છે! આની પાછળ એની પ્રબળ આત્મપ્રતારણ છે કે બીજું કંઈ તે ખૂબ વિચારવા જેવો પ્રશ્ન છે.
દુર્યોધનના મૃત્યુ બાદ અશ્વત્થામા અને તેના બન્ને સાથીઓ પોતપોતાના રથમાં બેસીને હસ્તિનાપુર તરફ દોડ્યા.
અને, સમાચારોને ઉપસંહાર કરતાં સંજય ધૃતરાષ્ટ્રને કહે છે, “વ્યાસજીએ આ યુદ્ધને સંપૂર્ણપણે જોવા – સમજવા માટે મને આપેલી દિવ્યદૃષ્ટિ” તારે એ પુત્ર મૃત્યુ પામતાં અદશ્ય થઈ.”
૨૪૨. “નલોડરજૂ થનાર
અશ્વત્થામાએ દુર્યોધનને જ્યારે કહ્યું કે પાંડવપક્ષમાંથી ફક્ત સાત જ જણા બચવા પામ્યા છે, ત્યારે તેની એક સરતચૂક હતી. એણે ગણાવ્યા એ સાત ઉપરાંત ધૃષ્ટદ્યુમ્નને સારથિ પણ બચી જવા પામ્યો હતો.
સૌપ્તિક પર્વના મહાસંહારથી છટકેલા આ સારથિએ પાંડવો પાસે પહોંચીને યુધિષ્ઠિરને જ્યારે આ કરુણ-ભીષણ સમાચાર આપ્યાં ત્યારે એ તે પુત્રશેખરૂપી વજના આઘાતથી બેભાન બનીને પૃથ્વી પર પછડાયે, પણ સાત્યકિએ તેને અધર ઝીલીને સાંત્વન આપવા માંડયું. ભીમ આદિ ચારેય ભાઈઓ પણ તેની અસનાવાસનામાં લાગી ગયા. થોડીક વારે તે ધ્યાનમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૬
આવ્યા ત્યારે એ વિલાપ કરવા લાગ્યા : “ અરેરે, દિવ્ય ચક્ષુઓવાળા પણ ભાવિની ગતિ નથી જાણી શકતા! આ તેા જુએ,
जीयमाना जयन्ति अन्ये जयमाना वयं जिताः ।
શત્રુએ હાર્યા છતાં જીત્યા, અને અમે જીત્યા તેપણ હાર્યા ! ભાઈઓ, મિત્રો, વડીલા, પુત્રો, મત્રીએ સૌને મારીને અમે જીત્યા...અને હાર્યાં! પરાજય જ જેનું ખીજુ નામ છે એવા આ જય શા કામના ? (નયોગ્ય અનયાારો ) ’’
k
યુધિષ્ઠિરને સૌથી વધુ દુઃખ તે એ છે કે જે કામ ભીષ્મ, દ્રોણ, કર્ણ આદિ ન કરી શકયા, તે એના પ્રમાદે કર્યુ.. છેલ્લી રાતે પ્રમાદ શા માટે સેબ્યા ? શા માટે સૌને વિજયના ધેનમાં ઘેરાવા દીધા ? ખરેખર પ્રમાવ છે એ જ મૃત્યુ છે. સાચે જ અમારી સ્થિતિ તેા હવે, એવા વ્યાપારીએ જેવી થઈ કે જેએ સાત સાગરને પાર કરીને અખૂટ સંપત્તિ રળી આવ્યા પણ છેવટે એક નાની અને છીછરી નદીમાં ડૂબી મૂઆ !
પણ યુધિષ્ઠિરને સૌથી મેટી વિમાસણ તે હવે એ છે કે દ્રૌપદીને એ શું માઢું' બતાવશે ! એના તો સર્વનાશ થઈ ગયા – વિજયની વેળાએ જ !
પછી નકુલને એણે દ્રોપદીને ખેાલાવવા ઉપપ્લવ્યમાં પાંચાલનારીઓના નિવાસસ્થાનમાં મેકલો અને પોતે અન્ય સૌની સાથે અશ્વત્થામાએ ભયાનક સ્મશાનમાં પલટી નાખેલા શિબિર તરફ વળ્યેા.
અને શિબિરમાં દાખલ થતાં જ ઊંચા સાદે રડતાં રડતાં તે બેભાન થઈને પૃથ્વી પર પડાયા.
તેના સાથીઓ તેની આસનાવાસના કરતા હતા, એટલામાં તે છાતીફાટ રુઘ્ન કરતી દ્રૌપદીને લઈને નકુલ આવી પહેાંચ્યા. સર્વનાશનુ દૃશ્ય દેખીને એ વધુ ભાંગી પડી. ભીમસેને એને આશ્વાસન આપવાના પ્રયત્ન કર્યો, પણ દ્રૌપદી તેા શાકના આવેશમાં યુધિષ્ઠિરને ટાઢાંમેળ વચના સંભળાવી રહી હતી : “ અભિનંદન છે તમને મહારાજ, પુત્રોને યમને હવાલે કરીને તમે આ આખી પૃથ્વીનું રાજ્ય પ્રાપ્ત કર્યું. હવે તમને અભિમન્યુયે શેના સાંભરે?’” વગેરે; પણ પછી ઘેાડીક જ વારમાં તે પાતાની મૂળ પ્રકૃતિ પર આવી જાય છે મારા પુત્રોને મારનાર અન્યત્થામાને સુયોગ્ય ફ્રેંડ તમે નહિ આપે, ત્યાં સુધી હું અહીં જ રહીશ, આ સ્મશાનમાં જ!”
<<
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૭
યુધિષ્ઠિર તેને સમજાવે છે: “અશ્વત્થામા તે આ ક્રર કાર્ય કરીને ભાગી ગયો. એ કાઈ ઘોર વનમાં જઈને ભરાયો હશે. અમે એને પીછે પકડીએ જ છીએ, મોડો વહેલો એ આપણું હાથમાં આવવાને જ, અને આવશે કે એના પાપકર્મને દંડ પણ અમે એને આપવાના, અને એ એને મળવાને જ! પણ તે મળ્યો એ તમે શી રીતે જાણશે ?”
દ્રૌપદી જવાબ આપે છે: “અશ્વત્થામાના માથા પર મણિ છે, તે હું જોઈશ એટલે મારી ખાતરી થશે કે દુષ્ટને દંડ મળી ગયો છે. એ મણિ તમારા માથા પર જોતી જોતી હું જીવન વિતાવીશ.”
પછી ભીમ તરફ વળીને દ્રૌપદીએ એને વીનવવા માંડઃ “આ કામ તે તમારું છે, ભીમ! અશ્વત્થામા જ્યાં હોય ત્યાંથી એને શોધી કાઢીને યમલોકમાં પહોંચાડો. મારા ભાઈઓ અને પુત્રોને મારનાર એ જીવતે છે, ત્યાં સુધી મને શાતા વળવાની નથી.”
અને ભીમ નકુલને પોતાને સારથિ બનાવીને અશ્વત્થામાની શોધમાં નીકળી પડે છે!
૨૪૩. બે બહ્માસ્ત્રોની વચ્ચે!
કૃષ્ણનું વર્તન આ પ્રસંગે સાધારણ માણસને વિચિત્ર લાગે એવું છે. ધૃષ્ટદ્યુમ્નને સારથિએ સમાચાર આપ્યા ત્યારે એ પાંડવોની સાથે જ હતા. હકીકતમાં પાંડવોને રાતે શિબિરની બહાર લઈ જનાર તે જ હતા. શેકાવેગથી બેભાન થઈને યુધિષ્ઠિર પડી જાય છે, અને બીજા ભાઈઓ અને સાત્યકિ એને આશ્વાસન આપવા ધસે છે, ત્યારે એ કશું જ બેલતા નથી, અને તેમનું એ મૌન તે પછી પણ ચાલુ જ રહે છે. તે એટલે સુધી કે આપણને થાય કે એ બધા વખત પાંડવોને છોડીને બીજે ક્યાંક તે નહિ ગયા હોય ! પણ દ્રૌપદીની સૂચનાથી ભીમ અશ્વત્થામાને શોધવા અને મારવા દોડે છે ત્યારે એ એકાએક પોતાનું મન છોડે છે. યુધિષ્ઠિર ઉપર રાત્રિના અંધકારમાં વિનાશનું જે વજ ઓચિંતું તૂટી પડયું છે તેમાં કેવળ શાબ્દિક આશ્વાસન નિરર્થક છે એવું સૂચવવા માટે જ જાણે તેમણે અત્યાર સુધી મૌન ન સેવ્યું હોય!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
દ્રૌપદીની સૂચનાથી ભીમને અશ્વત્થામાના વધ અર્થે જતે જોઈને કૃષ્ણ મૌન તોડયું. 1. “આ ભીમ તને ભાઈઓમાં સૌથી વધુ વહાલે છે એ હું જાણું છું,” યુધિષ્ઠિરને તે કહે છે: “છતાં અત્યારે તું એને એકલે જવા દે છે. તને ખબર તે છે કે અશ્વત્થામા અત્યારે કેટલો ઉશ્કેરાયેલું છે અને કે અવિવેકી અને વિકૃત બની ગયો છે. “બહ્મશિરસૂ' નામનું દિવ્યાસ્ત્ર એ એના પિતા કોણ કનેથી શીખે છે અને ભીમને જોતાંવેંત એ તેને ઉપયોગ કરશે, અને આપણા ઉપર એક નવી આપત્તિ તૂટી પડશે.”
આટલું કહીને શ્રીકૃષ્ણ પિતાના રથમાં, – જે સજ્જ જ હતો – બેઠો; યુધિષ્ઠિર અને અર્જુન પણ તેમના કહેવાને મર્મ પામી જઈને તે જ રથમાં તેમની બન્ને બાજુએ ગોઠવાઈ ગયા. અને થોડા જ વખતમાં તેમણે ભીમસેનને પકડી પાડ્યો. અને અશ્વત્થામાના બ્રહ્મશિશ્ન-દિવ્યાત્મની તેમ જ એ અસ્ત્ર કરતાં પણ વધારે ભયાનક સાબિત થઈ શકે એવી એની માનસિક વિકૃતિની વાત પણ કરી; પણ ભીમ હવે પાછા વળે ! એ તે એ ત્રણેયનાં વચનોને સાંભળ્યાં–ને સાંભળ્યા કરીને અશ્વત્થામાની પાછળ જ ધો. અશ્વત્થામા ભાગીરથી નદીના તટ પર ક્યાંક સંતાયો છે એમ ભીમે સાંભળ્યું હતું અને જોતજોતામાં તે ભાગીરથીતીરે, તે જ સ્થાને આવી પહોંચ્યો.
અને અલબત્ત, કૃષ્ણ અને તેના બે ભાઈઓ પણ તેની સાથે જ હતા. ધૂળથી રજટાયેલ અને કરકર્મા અશ્વત્થામાને ત્યાં તેમણે વ્યાસાદિ ઋષિવરેની સાથે બેઠેલે જે.
અને જેવો જોયે તે જ ધનુષ-બાણ લઈને “તિષ્ઠ તિg – ઊભો રહે, ઊભો રહે” એમ બોલતા બોલતે ભીમ તેની સામે ધર્યો.
અશ્વત્થામા એકાદ પળ તે આ એચિંતા પણ અપેક્ષિત આક્રમણથી ગભરાઈ ગયો. પણ પછી તરત જ એણે સાવધાન થઈને, પિતા કોણે
મનુષ્યોની સામે કદી પણ ન વાપરવું” એવી ખાસ ચેતવણી સાથે આપેલું બ્રહ્મશિરસ્ત્ર શસ્ત્ર પાંડવનાશનો સંકલ્પ કરીને પ્રેર્યું અને લેકને બાળનાર પ્રલયાગ્નિ સમો અગ્નિ ત્યાં આગળ પ્રગટ થયે. પણ કૃષ્ણ આના માટે તૈયાર જ હતા. અર્જુનને તેણે અશ્વત્થામાના આ કવિનાશક અસ્ત્રના પ્રતિકાર સારુ દ્રોણે તેને શીખવેલ દિવ્યાસ્ત્રનો પ્રયોગ કરવાનું કહ્યું. અર્જુન ત્યાં જ રથમાંથી ઊતરી ગયે; અને આચાર્યપુત્રનું અને પિતાના ભાઈઓનું –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
સૌનું કલ્યાણ થાય એવો સંકલ્પ કરીને અશ્વત્થામાએ પ્રગટ કરેલ એ લેકભક્ષક અગ્નિના નિવારણ અર્થે પોતાની પાસેના દિવ્યાસ્ત્રનો પ્રયોગ કર્યો.
આ દિવ્યાસ્ત્ર શું હશે અને શું નહિ હોય તે વિશે આપણે કશું જ જાણતા નથી. પણ એક વાત નિર્વિવાદ કે અત્યારના અણુબોંબને એ કલ્પના પ્રદેશને પૂર્વ જ તે છે જ. એવી પ્રચંડ સંહારક શક્તિ અર્જુનના જેવા સંયમી અને નારાયણપરાયણ આત્માના હાથમાં હોય અને અશ્વત્થામા જેવા હીન અને હિંસાનંદી વિકૃત પ્રકૃતિવાળા કોઈ માણસના હાથમાં હોય એ બેના પરિણામમાં આકાશપાતાળ જેટલું અંતર છે. અશ્વત્થામા જે એને પ્રયોગ કેવળ પિતાના અંગત રાગદેપને સંતોષવા માટે કરે, જ્યારે અર્જુન જેવાએ જગત પર આવી પડેલી આપત્તિના નિવારણ અથે જ એને પ્રયોગ કરે. શ્રીકૃષ્ણની પ્રેરણાથી અર્જુને દિવ્યાસ્ત્રને છેડયું, પણ તે કેવી રીતે ?
पूर्व आचार्यपुत्राय ततोऽनन्तरमात्मने । भ्रातृभ्यश्चैव सर्वेभ्यः स्वस्तीत्युक्त्वा परंतपः ॥ देवताभ्यो नमस्कृत्य गुरुभ्यश्चैव सर्वशः ।
उत्ससर्ज शिवं ध्यायन् अस्त्रम् अस्त्रेण शाम्यताम् ॥ અહીં શિવં ચાયન એ શબ્દો ઘણા જ સૂચક છે. દિવ્યાસ્ત્રને પ્રયોગ કરતી વેળાએ અર્જુનના મનની સ્થિતિ કેવી છે તે એ શબ્દ બતાવે છે, જ્યારે મળ શાતામ્ એ શબ્દ તેનું પ્રયોજન બતાવે છે. આજની ભાષામાં કહીએ તે અશ્વત્થામાને હેતુ aggressive અને unlimited destruction છે, જ્યારે અર્જુનને હેતુ કેવળ defence છે.
દિવ્યાસ્ત્રો છૂટતાં એક મોટા ધડાકા સાથે આકાશ, અગ્નિની વિરાટ જવાળાઓ વડે વ્યાપ્ત થઈ ગયું અને પૃથ્વી કંપી ઊઠી.”
પૃથ્વી પર આ આપત્તિ ઊતરેલી જોઈને નારદ અને વ્યાસ બને એ બે શસ્ત્રો વચ્ચે, અશ્વત્થામા અને અર્જુનની વચ્ચે આવીને ખડા થઈ ગયા. મનઃ રામયિતું ઢોવાનામ્ હિતામ્યા ત્યારે (ગાંધીકલ્પિત જગતશાંતિ માટેની ત્રીજી શક્તિ–Third force – અહિંસા શક્ટ્રિ આ છે) બને પ્રતિસ્પધીઓને તેમણે કહ્યું: “આ શું સાહસ કરી બેઠા, સર્વવિનાશી? યુદ્ધો તે આદિકાળથી થયા કરે છે, પણ આવાં અસ્ત્રોને પ્રયોગ આજ સુધી કેઈએ નથી કર્યો (જાણતાં છતાંય).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
.
૨૦
હવે અર્જુન પ્રકૃતિથી જ વિશ્વપ્રેમી છે. ઋષિના આદેશ સાંભળતાંવેત તે પેાતાનું દિવ્યાસ્ત્ર પાછું ખેંચી લે છે ( હજારા વર્ષો પહેલાં થયેલ અણુબોમ્બની કલ્પના આપણા જમાનામાં મૂર્તરૂપ પામી છે, પણુ અણુબોમ્બને પ્રયાગ કર્યા પછી તેની સહારક શક્તિને સર્કલી લઈ શકાય એવી જે કલ્પના આમાં રહેલ છે તે હજુ સુધી કલ્પના જ રહી છે.) અને ઋષિઓને વીનવે છેઃ “ મેં તા આપના આદેશ અનુસાર મારું અસ્ત્ર પાછું ખેંચી લીધું. પણ અશ્વત્થામાએ છેાડેલ બ્રહ્મશિરસૂ પૃથ્વીના અને આપણા સૌના ગ્રાસ કરવા આગળ વધી રહ્યું છે, તેનું શું? ’
પણ અશ્વત્થામામાં પ્રોજેલ દિવ્યાસ્ત્રને પાછું ખેંચવાની શક્તિ જ ન હતી. પેાતાની સામે ઠપકાભરી નજરે જોઈ રહેલ મુનિને તે કહે છેઃ “ રાષાવિષ્ટ ચિત્તે અને પાંડવાના નાશ અર્થે આ પાપ હું કરી બેઠે; પણ હવે એને પાછુ ખેંચવાની મારી શક્તિ નથી.”
આ સાંભળીને વ્યાસ તેને જે વચના સંભળાવે છે તે મૂળ મહાભારતના શબ્દોમાં સાંભળવા જેવા છે:
66
પાથૅ બ્રહ્મશિરસના પ્રયાગ કર્યા, પણ તે રાષથી નહિ, અને તારા નાશ માટે પણ નહિ. એણે તા તારા બ્રહ્મશિરને શમાવવા માટે જ પેાતાનું બ્રહ્મશિરસૂ પ્રયેાજ્યું, એવા સંયમસૌંપન્ન, સૌજન્યમંડિત અને સર્વસ્ત્રવિદ , વીરના સપરિવાર વધ કરવાની ઇચ્છા તું અત્યારે રાખે છે? એટલું યાદ રાખ કે પા તારા શસ્ત્રના જવાબ શસ્ત્રથી આપી શકે એમ છે; પણ વિશ્વહિતને લક્ષમાં રાખીને તે એમ નથી કરતા. માટે તું રેાષ મૂકી દે, અસ્ત્ર પાછું ખેંચી લે, અને તારા માથાને ર્માણ પાંડવાને સોંપી દે. એટલાથી જ સંતુષ્ટ થઈને તે તને જીવતદાન આપીને ચાલ્યા જશે.”
પણ ક્રોધ, દંભ, ઈર્ષ્યા, દ્વેષ અને હિંસા એટલા જ કેવળ દુર્ગુણી નથી, અશ્વત્થામામાં; લાભ અને ભય પણ ભારાભાર છે. મણિ આપવાની તે આનાકાની કરે છે. કારણ કે પાંડવા અને ધાર્તરાષ્ટ્રાએ પેાતાના જીવનકાળ દરમ્યાન જે સંપત્તિ સ`ચી હતી, તે બધાં કરતાં મણિ વધારે કીમતી છે, એવી તેની માન્યતા છે. મણિમાં એક ખીજો ગુણ પણ એ જુએ છે. એને ધારણ કરનાર. વ્યાધિ અને વિધ્નાથી સુરક્ષિત રહે છે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૧.
પણ આખરે તે મણિ આપ્યા વગર અશ્વત્થામાને છૂટકે જ નથી, જે પ્રાણ બચાવવા હોય તે, એવી તેની ખાતરી થાય છે અને મણિ તે, આપી દે છે. પણ તે grace વગર ! પાંડવોના નાશની પિતાની પ્રતિજ્ઞાને તે મનસ્વીપણે ઉત્તરાના ઉદરમાં રહેલ અભિમન્યુબીજના નાશના સંકલ્પમાં રૂપાન્તરિત કરે છે. અને એટલું થતાં પાંડવનાશની પિતાની પ્રતિજ્ઞા સિદ્ધ થઈ એવું આત્મવંચક આશ્વાસન તે લે છે; અને તેણે છેડેલ બ્રહ્મશિરસૂન સંહારક પ્રભાવ એટલેથી જ સમાપ્ત થાય છે.
૨૪૪. શ્રીકૃષ્ણનો શાપ
પણ અશ્વત્થામાને પ્રતિજ્ઞાપાલનને આટલે છાશિયો સંતોષ પણ મળવાનો નથી.
વિરાટની પુત્રી ઉત્તરાને ઉપપ્લવ્યમાં કેાઈ વ્રતવાન બ્રાહ્મણે આશિષ આપી હતી, તે શ્રી કૃષ્ણને યાદ આવે છે. અશ્વત્થામાને તે કહે છે: “ઉત્તરાના ગર્ભમાં પાંડવોનું જે બીજ છે, તેને પણ તારી આ અશુભ મનીષાથી કશું જ થવાનું નથી. “રિશીળg ૬ પુત્રસ્તવમવિષ્યતિ – કુરુઓ, પાંડવો. અને ધાર્તરાષ્ટ્ર પરિક્ષણ થતાં, તને એક પુત્ર થશે અને તેનાથી તેમને વંશવેલો જળવાઈ રહેશે.” એવી ઉત્તરાને એક વતી બ્રાહ્મણે આશિષ આપી હતી, તે કેમ મિથ્યા થાય ? (તારા જેવા અવતી બ્રાહ્મણની અશુભ પ્રવૃત્તિથી ? “પરીક્ષિત” નામને ખુલાસો પણ અહીં આવી જાય છે.)
અશ્વત્થામા ખૂબ ઉશ્કેરાઈ જાય છે. તેને તે મણિયે ગયો અને પ્રતિજ્ઞા ગઈ!
મારું વચન કદી મિથ્યા ન થાય,” કૃષ્ણને તે કહે છે, “વિરાટની પુત્રીનું તું ગમે તેટલું રક્ષણ કરવા માગીશ, મારું અસ્ત્ર તેના ગર્ભ સુધી પહોંચશે જ.”
ભલે પહોંચે તારું અસ્ત્ર ભલે ઉદરસ્થ એ શિશુ સુધી પહોંચે. પણ એ બાળક જીવશે જ અને દીર્ઘજીવી પણ થશે. તારા મામા કૃપાચાર્યને હાથે જ એ શસ્ત્રઅસ્ત્રવિદ્યા સંપાદન કરશે અને સાઠ વરસ આ પૃથ્વી પર રાજ્ય કરશે. . .
. . .. "
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
અશ્વત્થામાં કૃષ્ણના આ વાકપ્રહારને જીરવવાની કોશિશ કરી રહ્યો હતો, એટલામાં તે કૃષ્ણ એક બીજો આંચકે પણ એને આપેઃ
ઉત્તરાના ગર્ભમાં રહેલ પાંડવોનું બીજ જ ફક્ત દીર્ઘજીવી નહિ બને, અશ્વત્થામા ! તું પણ દીર્ધજીવી થઈશ.”
પરીક્ષિત ફક્ત એંશી–પંચ્યાસી વર્ષ જ જીવશે. પણ તું તે ત્રણ હજાર વર્ષ જીવતો રહીશ, પણ તે કેવી રીતે ? ક્યાં ? નિર્જન દેશોમાં! સર્વથા અસહાય અવસ્થામાં! તેં કરેલ પાપકર્મોનું ફળ ભોગવતાં ભોગવતાં માનવોની વસતી વચ્ચે તને કઈ વાસ નહિ આપે. તું પરુ-પાચ-લોહીની દુધથી સબડતાં વન અને જંગલમાં આથડીશ.”
અશ્વત્થામાને આ રીતે શ્રીકૃષ્ણે નારદ અને વ્યાસની દેખતાં, ઋષિમુનિઓની સાક્ષીમાં, માનવતાના પ્રદેશમાંથી બહિષ્કત કર્યો. પૌરાણિકેની ગણતરી પ્રમાણે આજે આ વાતને પણ ત્રણ હજાર વર્ષ તો ક્યારનાંયે થઈ ગયાં છે. છતાં લાગે છે કે અશ્વત્થામા મર્યો નથી, અને માનવવસતી વચ્ચે પણ રહ્યો નથી. . The evil spirit of violence and vengeance stalks the earth to-day also, poisoning human civilization.
પણ આપણી કથાને નિસબત છે ત્યાં સુધી તે વ્યાસજી લખે છે કે મહાત્મા પાંડવોને મણિ સોંપીને અશ્વત્થામા “નામ વિમનાસ્તામ્ સર્વે પસ્થતાં વનમ્ !”
૨૫. દ્રૌપદીનું આશ્વાસન
અશ્વત્થામાના ગયા પછી યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન, અને નકુલ. જે ભીમના સારથિ તરીકે આ પ્રસંગે હાજર છે. શ્રીકૃષ્ણની સાથે વ્યાસ અને નારદને વંદન કરીને પાછા કુરુક્ષેત્ર ભણી ઉપડ્યા. મણિ મેળવવામાં તેઓ સફળ થયા હતા. પણ તેમના મોં પર તેજ નહોતું. અશ્વત્થામા ભલે ત્રણ હજાર વર્ષ સુધી આ પૃથ્વી પર વગેવાય, તેમના પુત્રો અને સ્વજને, મહાસંહારને અંતે પ્રાપ્ત કરેલ વિજયની રાત્રિએ જ હણાયા, એ ઘોર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૩
ઘટના એથી થઈ ન થઈ એછી જ થવાની હતી! દુષ્ટને એમની દુષ્ટતાને બદલે મળે છે, એવું આશ્વાસન લેનારું જગત એક કઠોર સત્ય વિસરી જાય છે અને તે એ કે દુષ્ટએ આચરેલી દુષ્ટતાને પરિણામે ઉત્પન્ન થયેલ દુઃખ, એમને મળેલ દંડની સાથે નષ્ટ નથી થતું. કેાઈની ભૂલ, અથવા કેઈના પાપની સજા હજારો નિર્દોષને ભોગવવી પડે છે. એવી ભૂલો અને એવાં પાપે જે ભૌતિક અને માનસિક તો ઊભાં કરે છે, તે નિર્દોષ – સદષના કશા જ ભેદભાવ વગર સૌને સહન કરવાં પડે છે! આ વ્યવસ્થા. કઈ જાતની ? આમ કેમ બનતું હશે ? પાંડવોને આ પ્રશ્ન સ્વાભાવિક રીતે જ થાય છે. જગતમાં અશ્વત્થામા કેમ ફાવી જાય છે – ભલે થોડીકવારને માટે પણ?
આ પ્રશ્નનો જવાબ, સંપૂર્ણ સંતોષકારક જવાબ એક જ હોઈ શકે ? “અમે જાણતા નથી. કાઈ જ જાણતું નથી.” પણ “જાણતા નથી” એનો અર્થ એ નથી કે સૃષ્ટિના મૂળમાં જે સચિદાનંદ તત્વ છે, તે સત્યને અમે ઈનકાર કરીએ છીએ. ના; જરાય નહિ. અમે તે ફક્ત એટલું જ કહેવા માગીએ છીએ કે એ સચ્ચિદાનંદની સૃષ્ટિની, આદિ-અનાદિકારણ-જેજના હજુ અમારાથી ગૂઢ છે. મહાભારત-અન્તર્ગત ગીતાએ આ સત્યને નીચેના એક લેકમાં અંકિત કર્યું છે:
अधिष्ठानं तथा कर्ता करणं च पृथविधम् ।
विविधाश्च पृथक्चेष्टा दैवं चैवात्र पञ्चमम् ॥ પ્રત્યેક ઘટનાની પાછળનાં ચાર કારણો આપણને સ્પષ્ટ છે. પણ એક પાંચમું પણ કારણ છે, જે આપણે બધીય ગણતરીઓને ખોટી પાડે છે, અને તે છે, સૈવે વૈવાત્ર ક્વિમમ્ |
આ પ્રસંગે કૃષ્ણ આ જ વાતને એક બીજી રીતે રજૂ કરે છે. અશ્વત્થામા આવું “શુદ્ર' પણ ઘર કૃત્ય કરવામાં શી રીતે ફાવ્યો તેના પ્રત્યુત્તરમાં કૃષ્ણ શિવની તેણે કરેલી આરાધનાને નિર્દેશ કરે છે.
नूनं स देवदेवानाम् ईश्वरेश्वरमव्ययम् ।
जगाम शरणं द्रौणिः एफस्तेनावधीद् बहून् ॥ તમામ દેવોને દેવ, ઈશ્વરેશ્વર, એક મહાદેવ છે, શિવ છે, શંકર છે; એને શરણે દ્રોણપુત્ર ગયે અને અણધારેલી શક્તિ એને સાંપડી – અથવા અણધારેલું કામ એને હાથે થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
. પણ “મહાદેવ” કે શિવ આવા દુષ્ટોને શરણુ શા માટે આપે છે, એ પ્રશ્નને જવાબ નથી! જે થાય છે તે “અંતે તે” આ સૃષ્ટિને માટે “શિવંકર ” જ નીવડવાનું છે, એટલી શ્રદ્ધા જ ફક્ત આવા ખુલાસાઓની પાછળ જોવા મળે છે, જ્યારે એ ખુલાસા આપનાર કૃષ્ણ કે ગાંધી જેવા હોય ત્યારે !
પણ આપણે હવે આપણે કથા તરફ વળીએ. જેનું તેજ હણાઈ ગયું છે (હતિષ:), એવા પાંડવે મણિ લઈને કુરુક્ષેત્ર પર પિતાના હવે સ્મશાનમાં પલટાઈ ગયેલા શિબિર ભણી આવ્યા. અને રથમાંથી ઊતરીને અંદર દાખલ થયા ત્યારે દ્રૌપદીને તેમણે આ સ્વરે રડતી જોઈ.
નિરાનન્દ” અને “દુઃખશેકાન્વિત” એવી એ નારીને વીંટળાઈ તેઓ કૃષ્ણની સાથે ઊભા રહ્યા.
પછી યુધિષ્ઠિરની આજ્ઞાથી ભીમે પેલે મણિ દ્રૌપદીની સામે ધર્યો.
તારા પુત્રોને ઘાત કરનારને અમે હરાવ્યો છે,” મણિ આપતાં. તેણે કહ્યું, “અને એને ઉચિત દંડ પણ આપે છે. તેના પ્રતીકરૂપ આ મણિ. હવે તું ક્ષત્રિયધર્મને અનુસરીને તારે પુત્રશેક તજી દે. આ કૃષ્ણ સંધિ કરવાનું એક છેલ્લે પ્રયત્ન કરવા માટે જ્યારે હસ્તિનાપુર જઈ રહ્યા હતા, ત્યારે તે શું કહ્યું હતું, તે યાદ કર.
તેં કહ્યું હતું: “હે ગોવિંદ, આ સંધિની વાત હું સાંભળું છું ત્યારે મને એમ જ થાય છે કે મારે પતિઓ નથી, પુત્રો નથી, ભાઈઓ નથી, – અને તું પણ નથી.”
“તે વખતે ક્ષત્રિયધર્મને અનુસરીને જે તીવ્ર વા તે ઉચ્ચાર્યા હતાં, હે મધુઘાતિની, તે બધાં અત્યારે તને યાદ આવવાં ઘટે છે!
આપણી અને આપણું રાજ્યની વચ્ચે ઊભેલો દુર્યોધન નાશ પામ્યો છે, દુઃશાસનનું રુધિર પીવાની મારી પ્રતિજ્ઞા પૂરી થઈ છે. આપણું વેર આપણે પૂરેપૂરું વસૂલ કરી લીધું છે. છેલ્લે અશ્વત્થામાને પણ હરાવી, પકડી, એના બ્રાહ્મણ ળિયા સામે જોઈને, તથા એ આપણું ગુરુને પુત્ર છે, એમ સમજીને એને જીવતો જવા દીધો છે. પણ તે પણ એના યશ શરીરને સંપૂર્ણ નામશેષ કરીને, એના મણિને એની પાસેથી છીનવી લઈને, તેમ જ એને આયુધવિહેણ બનાવીને.” ." .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૫
દ્રૌપદી હવે કંઈક શાન્ત થાય છે. યુદ્ધ છેડાયું એમાં યત્કિંચિત પણ જવાબદારી તેની પોતાની પણ છે, અને યુદ્ધમાં તે હંમેશાં અનપેક્ષિત બનાવો બન્યા જ કરતા હોય છે, અને છતાં દુષ્ટને દંડ દેવાની તેની અને તેના પતિઓની પ્રતિજ્ઞા પૂરી થઈ છે, એ ઘટનામાં તે આશ્વાસન. લે છે અને અશ્વત્થામાની પાસેથી ખૂંચવી લેવાયેલા મણિને પિતાના મુગટમાં જડવાની યુધિષ્ઠિરને વિનંતિ કરે છે.
અને યુધિષ્ઠિર ગુરુના એંધાણું લેખે અને દ્રૌપદીના વચનના માનને ખાતર મણિને મસ્તક પર સ્થાન આપે છે અને સર્વ શવ પર્વતની પેઠે શેભી રહે છે. અને પુત્રરોકાર્તા અને મનસ્વિની દ્રૌપદી પણ પછી શેકના આસન પરથી ઊભી થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
સ્ત્રીપ
☆
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
सर्वे क्षयान्ता निचयाः पतनान्ताः समुच्छ्रयाः ।
संयोगा विप्रयोगान्ता मरणान्तं च जीवितम् ।।
બધા જ ભંડાર અંતે ખૂટી જાય છે; બધાં જ ઊંચે ચઢેલાંઓને અંત અંતે પતનમાં આવે છે; મિલનમાત્રને અંજામ વિરહ છે; અને મરણ એ જ જીવનને છેલ્લો વિસામે છે.
मधु यः केवलं दृष्ट्वा प्रपातं नानुपश्यति ।
स भ्रष्टो मधुलोभेन शोचत्येयं यथा भवान् ॥ જે માત્ર મધને જ જુએ છે, મધની નીચે પથરાયેલી ખીણુને નથી તો,-તે મધની લાલચે મેતના જડબામાં હડસેલાય છે, અને આખરે તમારી પેઠે (ધૃતરાષ્ટ્રની પેઠે) દુઃખી થાય છે.
शोकस्थानसहस्राणि भयस्थानशतानि च । दिवसे दिवसे मूढमाविशन्ति न पंडितम् ॥
હજાર શેકસ્થાને છે, સેંકડે ભયસ્થાને છે, પણ તે મૂઢને માટે છે પંડિતને માટે (ડાહ્યાને માટે) નથી.
प्रज्ञया मानसं दुःखं हन्यात् शारीरमौषधैः ।
एतत् विज्ञानसामर्थ्यम् न बालैः समतामियात् ॥ માણસે બાળક જેવા (અજ્ઞાની જેવા) ન બનવું; પણ વિજ્ઞાનના સામર્થ્યને પિછાણીને તેણે પ્રજ્ઞા વડે માનસિક દુઃખને અને ઔષધે વડે શારીરિક દુઃખને દૂર કરવું.
कृतं भवति सर्वत्र
नाकृतं विद्यते क्वचित् । બધે કરેલું જ જોવા મળે છે–એટલે જે કંઈ આપણને આવીને મળે છે, તે આપણું જ કર્મનું ફળ છે; આપણું જ કમનું ફળ ન હોય તેવું કશું આપણને મળતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૪૬. કાળનાં લેખાં!
વૃદ્ધોનાં પ્રેતકાર્યો– અંતિમક્રિયાઓ – જુવાનોને હાથે થાય એ જ સ્વાભાવિક ક્રમ છે, હોવો જોઈએ, પણ ઠેકઠેકાણે પ્રકૃતિથી વિરુદ્ધ વર્તતા મનુષ્ય પર પ્રકૃતિએ અહીં વેર લીધું છે. અને જુવાની અંતિમક્રિયાઓ કરવાને વૃદ્ધોને વખત આવે છે – યુદ્ધ વખતે તે ખાસ.
સંજયે જ્યારે સર્વનાશના સમાચાર આપીને ધૃતરાષ્ટ્રને સૌની ઉત્તરક્રિયા કરવાનું સૂચવ્યું ત્યારે તે વાતાહિત ફુવ દુઃ– “વંટોળથી ખળભળી ઊઠેલ ઝાડ મૂળમાંથી ઊખડીને પૃથ્વી પર તૂટી પડે, તેમ તૂટી પડ્યો.
ધૃતરાષ્ટ્રને હવે પસ્તાવો થાય છે: “નારદ, પરશુરામ અને વ્યાસ જેવાઓએ મને સમજાવ્યો છતાં હું સમજે નહિ. કૃષ્ણ સમગ્ર સભા સમક્ષ મને દુર્યોધનને રોકવાની સલાહ આપી, તે મેં માની નહિ.”—વગેરે.
પણ અહીં પણ ધૃતરાષ્ટ્રનું ધૃતરાષ્ટ્રપણું જતું નથી, છાનું રહેતું નથી. આત્મપ્રતારણાની કળામાં, જાતને છેતરવાની કાબેલિયતમાં તે પારંગત છે. દેશમાંથી છટકવાની તરકીબો તેને હસ્તગત છે. પહેલાં તે તેની એક વિચિત્ર વાત સાંભળે :
न स्मरामि आत्मनः किंचित्
पुरा संजय दुष्कृतम् ।
હે સંજય, ભૂતકાળમાં મારે હાથે કશું પણ દુષ્કત-કુકર્મ થયું હેય એવું મને યાદ નથી.”
પાંડુ ગુજરી ગયા પછી કુન્તી પુત્રોને લઈને હસ્તિનાપુર આવી, તે વખતે મારા ભાઈને પુત્રો હતા જ નહિ!” એમ કહીને ભાભી તથા
કરાઓને રઝળાવવાની ચેષ્ટાથી માંડીને તે ઠેઠ સંધિ કરવા આવેલ કૃષ્ણના વેણની અવગણના સુધીનાં કુકૃત્યેની એક લાંબી પરંપરા પિતાને
પડે ઉધાર હોવા છતાં ધૃતરાષ્ટ્રનું આ ધરાર-વચન એની માનસિક ઉદંડતાને જ એક પુરાવો છે. કુકર્મોની એની વ્યાખ્યા શું હશે ? દુર્યોધન અને તેના સાથીઓનાં તમામ દુષ્કર્મોની પાછળ તેની પોતાની સંમતિ અથવા અનુમતિસૂચક મૌન જ છે એ શું તે નથી જાણત, જે આમ ખંધી રીતે એ પોતાની નિર્દોષતાનું ગાણું ગાય છે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
૩૦
ધૃતરાષ્ટ્ર પિતાના પર આવી પડેલી આપત્તિની બધી જ જવાબદારી દેવ” પર નાખે છે.
સંજય એને ભૂતકાળની અનેક યાદો તાજી કરાવે છે. “પુત્ર તરફ પક્ષપાતને લઈને તમે સદેવ તેનું જ હિત જોતા રહ્યા, રાજન, તેનું આ પરિણામ છે (દેવનું નહિ); તમારી સ્થિતિ તે ઊંચે લટકતા મધુપાત્ર તરફ ધસતો માણસ પગ નીચેની ઊંડી ખાઈ ન જોઈ શકે, અને અંતે તેમાં પડે, એના જેવી છે. પણ હવે શેક કરવાથી કશું જ વળવાનું નથી, આજની આ ઘેર આપત્તિ માટે જેટલી જવાબદારી દુર્યોધનની છે, તેટલી જ તમારી છે. તમે જ તમારા લેભરૂપી ઘીની આહુતિ આપી આપીને પાપોરૂપી પાવકને પ્રજવલિત કર્યો છે, જેમાં તીડની પેઠે પડીને તમારા બધા પુત્રો ભસ્મ થઈ ગયા.”
આ પછી ધૃતરાષ્ટ્રને આશ્વાસન આપવા માટે વિદુર–વિશ્વના સક્લ પદાર્થોની અનિત્યતા અને શેકની નિરર્થકતા વર્ણવે છે.
કેટલાક લેકે, વા અને મર્થ બન્ને દૃષ્ટિએ સુંદર છે. ' (१) सर्वे क्षयान्ता निचयाः पतनान्ताः समुच्छ्याः ।
संयोगा विप्रयोगान्ता भरणान्तं च जीवितम् ॥ (२) अयुध्ययानो म्रियते युध्यमानश्च जीवति ।।
कालं प्राप्य महाराज, न कश्चिदतिवर्तते ॥ (३) हतोऽपि लभते स्वर्ग हत्वा च लभते यशः ।
उभयं नो बहुगुणं नास्ति निष्फलता रणे ॥ (४) शोकस्थानसहस्राणि भयस्थानशतानि च ।
दिवसे दिवसे मूढम् आविशन्ति न पंडितम् ॥ (૬) મોજન પ્રતિપુર્વીત દ્િ વયેત પરાક્રમમ્ |
भैषज्यं एतत् दुःखस्य यदेतन्नानुचिन्तयेत् ।। (૬) પ્રથા નવું ટુમ્ ક્યા રારિન્ મૌજઃ
एतत् विज्ञानसामर्थ्य न बालैः समतामियात् ॥ (૭) કુમેન Mા સૌથં દુઃર્વ પેન મા !
कृतं भवति सर्वत्र नाकृतं विद्यते क्वचित् ॥ . .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
(८) अहो विनिकृतो लोको लोभेन च वशीकृतः।
___ लोमक्रोधभयोन्मत्तो नात्मानमवबुध्यते ॥ (९) कुलीनत्वे च रमते दुष्कुलीनान् विकुत्सन् ।
धनदर्पण दृप्तश्च दारिद्रान् परिकुत्सयन् ॥ (१०) मूर्खानिति परान् आह नात्मानम् समवेक्षते ।
दोषान् क्षिपति चान्येषां नात्मानं शास्तुमिच्छति ॥
પણ જેનું સર્વસ્વ નષ્ટ થયું છે, અને તે પણ પોતાનાં જ ખલનને કારણે, એવી જેને આંતરપ્રતીતિ છે, એવાઓને શોક આવાં જ્ઞાનવીને દ્વારા પણ શાન્ત શી રીતે થાય ? અહીં તે ઊલટાને એ વધે છે. ધૃતરાષ્ટ્ર પાછો મૂર્ષિત થઈને ધરતી પર પછડાય છે. અને પુત્રની આ દશા જોઈને વ્યાસ પણ દોડી આવે છે; અને વિદુર અને સંજયની સાથે તેને ભાનમાં લાવવાની કેશિશ કરે છે. પરિચાર શીતલ જલ તેનાં અંગો પર છાંટે છે; અને તાલ-વૃન્ત વડે તેને વીંઝણો કરે છે અને આમ લાંબે ગાળે ધૃતરાષ્ટ્ર પાછો ભાનમાં આવે છે.
અહીં એક વસ્તુ નેધપાત્ર છે, ધૃતરાષ્ટ્ર વખતોવખત પ્રાણ ત્યાગવાની, આપઘાત કરવાની વાતો કરે છે; પણ એ ખરેખર પ્રાણ તજશે એવી આશંકા કેઈને પણ નથી થતીઃ આપઘાત કરે એવી કાચી (કે પાકી ૨) માટીને ધૃતરાષ્ટ્ર છે જ નહિ. તેનો આવડો ઘોર શેક પણ સાવ પુત્રનાશમૂલક નથી. ઊંડે ઊંડે એને ચિંતા છેઃ “હવે મારું શું ? હું શી રીતે જીવીશ ?” વ્યાસ તેની આ ગડમથલ સમજી જાય છે અને તેને હૈયાધારણ આપે છે:
યુધિષ્ઠિર પ્રકૃતિથી કરુણામય છે. પશુપંખીઓ પ્રત્યે પણ તેને કરુણા છે. તે તારા પ્રત્યે તે એ દુષ્ટ થાય જ શી રીતે ?” વગેરે.
પછી ધૃતરાષ્ટ્ર, સંજયની સૂચનાથી મરેલાઓની અંતિમક્ષિા કરવા માટે સજ્જ થાય છે. ગાંધારીને તે સંદેશ મોકલાવે છે: “વધુ કુન્તીને, અને અન્ય નારીવન્દને લઈને તું અહીં આવ.”
અને સેંકડો સ્ત્રીઓથી વીંટળાયેલી ગાંધારી કુન્તીને લઈને ઉપસ્થિત થાય છે. ધૃતરાષ્ટ્રને મહેલ નારીઓના હૈયાફાટ રુદનથી ધ્રુજી ઊઠે છે. અને આ બધી સ્ત્રીઓથી વીંટળાઈ ધૃતરાષ્ટ્ર વિદુર, સંજય આદિ અનેકની સાથે હસ્તિનાપુરના રાજમાર્ગો પર થઈને નગરની બહાર જવા ઊપડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
૩ર
અને શિલ્પી, વણિકા, વૈશ્યા, સર્વકર્માપજીવી, હસ્તિનાપુરની આખી પ્રજા પેાતાના રાજાની સાથે રાજકુલના સ્મશાન શા કુરુક્ષેત્ર ભણી જવા રવાના થાય છે.
'
પહેલાં જે સ્ત્રીઓનાં માં જોવાં દેવાનેય દુર્લભ હતાં, તે સ્ત્રીઓ, તેમના પતિએ માર્યા જતાં સામાન્ય માણસાની નજરે માટે પણ સુલભ બની છે. તેમના વાળ છૂટા છે. તેમણે આભૂષણેા બધાં ઉતારી નાખ્યાં છે, અને ફક્ત એક જ વસ્ત્ર પહેરેલ બધી તે ( માર્ગમાં) પછડાટા ખાતી જાય છે.”
છેલ્લી પંક્તિ વાચકને દ્યૂતસમયે દુર્યોધનની સભામાં દુઃશાસન વડે ખેંચી અણુાયેલ દ્રોપદીનું સ્મરણ કરાવે છે.
एकवस्त्रधरा नार्यः परिपेतुरनाथवत् ।
ઇતિહાસ કેવું વેર લે છે! કાળ માડાવહેલા પેાતાનું લેણું ચૂકતે કર્યા વગર રહેતા નથી, એ વાત તરફ જાણે વ્યાસજી હળવેક રહીને આપણું લક્ષ દેારવા ન માગતા હેાય! પણ ઇતિહાસ પાસેથી કશું સારું શીખી લે, તે પછી એ માણસ શાને ?
૨૪૭. અપરાધી ત્રિપુટી : છેલ્લુ દન
હસ્તિનાપુર છેડયા પછી આ ડાઘુએ એક ગાઉ ચાલા હશે ત્યાં તેમને કૃપ, કૃતવર્મા અને અશ્વત્થામા મળ્યા. હસ્તિનાપુરથી આવતા વૃન્દના વિલાપને થાડીકવાર દાદ આપી, પછી તેમણે ધૃતરાષ્ટ્રને છેલ્લામાં છેલ્લા સમાચારથી વાક્ કર્યા. (ધૃતરાષ્ટ્રને એ સમાચાર આ પહેલાં સંજય દ્વારા મળી જ ગયા છે.) આ પછી ગાંધારી સામે જોઈને કૃપાચાયે તેને • આશ્વાસન આપવા માંડયું : તમારા પુત્રો નિર્ભયપણે યુદ્ધભ્રમ પર સામી છાતીએ વીરકાર્ય કરતાં મૃત્યુ પામ્યા છે. સામી બાજુએ શત્રુએના વિજય-આન ંદને અમે ખાટા કરી નાખ્યા છે. ધૃષ્ટદ્યુમ્ન આદિ પાંચાલે, તેમ જ દ્રૌપદીના બધા જ પુત્રોને અમે આ અશ્વત્થામાની આગેવાની નીચે રાતના અંધકારમાં જ હણી નાખ્યા છે.
""
પણ હવે અમે ત્રણ અમારા પ્રાણ બચાવવા માટે ભાગી છૂટવા માગીએ છીએ; કારણ કે પાંડવા અબઘડી આવી પહેાંચશે અને અમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૩
ત્રણેય તેમની સામે ઊભા નહિ રહી શકીએ. (લાગે છે કે સામી છાતીએ મરતાં આ ત્રણમાંથી એકેયને નથી આવડતું !) માટે હવે અમને રજા આપ, અને ધીરજ ધરીને શેકો ત્યાગ કરે.”,
આટલું કહીને એ ત્રણેએ ધૃતરાષ્ટ્રની પ્રદક્ષિણા કરીને પોતાના રથને ગંગાની દિશામાં દોડાવ્યા. થોડીવાર પછી તેમણે એકબીજા સાથે સંતલસ કરી જુદા પડવાને નિશ્ચય કર્યો. કૃપાચાર્ય હસ્તિનાપુર ગયા; કૃતવર્મા પિતાના રાજ્યમાં, દ્વારકામાં – આનર્તમાં – ગયા, અને અશ્વત્થામા વ્યાસાશ્રમમાં ગયે, જ્યાં તેની શી ગતિ થઈ તે આગળ કહેવાઈ ગયું છે.
ત્રણેય જુદા પડતી વખતે એકમેકની સામે વારંવાર જોયા કરતા હતા, ત્રણેય મહાત્મા પાંડવોને અપરાધ કર્યાને કારણે ભયાર્ત હતા.
૨૪૮. ધૃતરાષ્ટ્ર-આલિંગન
* હવે યુધિષ્ઠિરને જ્યારે સમાચાર મળ્યા કે ધૃતરાષ્ટ્ર અનેક શોકાતુર સ્ત્રીપુરુષની સાથે હસ્તિનાપુરથી કુરુક્ષેત્ર તરફ આવવા માટે નીકળે છે, ત્યારે તેણે તેની સામે જવાને, તેને અધવચ્ચે જ મળવાને નિશ્ચય કર્યો. તેના ભાઈઓ, શ્રીકૃષ્ણ અને સાત્યકિ અને યુયુત્સુ તેની સાથે હતા. દ્રૌપદી પણ.
શેકાવિષ્ટ હજારે સ્ત્રીપુરુષો વડે વીંટળાયેલ ધૃતરાષ્ટ્ર નજરે પડ્યા કે તરત જ યુધિષ્ઠિર તથા તેના ચારેય ભાઈઓ તેની પાસે આવ્યા. અને પોતપોતાનાં નામો ઉચ્ચારી પોતપોતાની ઓળખ આપી.
ધૃતરાષ્ટ્ર યુધિષ્ઠિરને બથ ભરીને ભેટયો. તે પુત્રશોકથી પરિપીડિત હતું. પણ તેની બુદ્ધિ” (કે અબુદ્ધિ ?) બરાબર કામ કરી રહી હતી.' યુધિષ્ઠિરને ભેટતાં ભેટતાં જ તેને વિચાર આવ્યું. આવી જ રીતે ભીમ પણ મને ભેટવા આવશે. તે શા માટે હું તે પ્રસંગને લાભ લઈને ભીમને મારી ન નાખું ? શારીરિક દષ્ટિએ, આંધળો ધૃતરાષ્ટ્ર ભીમને કરતાં પણ ઘણે વધુ જોરાવર હતો, એ જાણીતું હતું. આમેય blind forces હંમેશાં વધુ જોરદાર જ હોય છે, discriminating forces કરતાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
પાસે ઊભેલ કૃષ્ણ ધૃતરાષ્ટ્રના ચહેરા પરથી તેના મનેભાવ પારખી ગયા. એટલે યુધિષ્ઠિર પછી ભીમ જે ધૃતરાષ્ટ્રને ભેટવા જતો હતો, તેવો જ એને એક બાજુએ ખસેડીને એને બદલે એની લોખંડી મૂર્તિ તેમણે આગળ કરી. - ધૃતરાષ્ટ્ર પિતાના સમગ્ર બળથી આ માયલી (લોખંડી) ભીમને ભીંસ દીધી, એટલે સુધી કે તેને પોતાને લોહીની ઊલટી થઈ ગઈ. ધૃતરાષ્ટ્રની આવી કરપીણ ભીંસને કારણે લેખંડી ભીમને કડુસલો બોલી ગયે. ધૃતરાષ્ટ્ર પણ જમીન પર પછડા. સંજયે તેને “નહિ, નહિ!” એમ બોલતાં બોલતાં અધ્ધરથી ઝીલી લીધે. સંજયના એ “નહિ! નહિ! માં કંઈક ભાવો ભર્યા હતા. સંજય પિતાના સમવયસ્ક સ્વામીની પ્રકૃતિથી પૂરેપૂરે પરિચિત હતો. “આ શું કરી રહ્યા છે ? હજુયે તમને સાન ન આવી ?” શોક, આશ્ચર્ય, ચેતવણું અનેક ભાવો તેના આ “નહિ! નહિ” શબ્દમાં ભર્યા હશે.
પણ ધૃતરાષ્ટ્ર પર એની કશી જ અસર ન થઈ. એ તે પિતાના દંભના નાટકમાં પૂરેપૂરો લીન હતું. ભીમની લેહમયી મૂર્તિ તેના આલિંગનપાશમાં ભાંગી ગઈ, એટલે ખુદ ભીમ જ મરી ગયો એમ સમજીને તેણે હવે પૃથ્વી પર પડ્યા પડ્યા, લોહીવાળા મોંએ રડારોડ કરી મૂકી, “અરેરે, હું કે દુર્ભાગી છું! ભીમ મારે હાથે માર્યો ગયે” વગેરે. * શ્રીકૃષ્ણ હવે આગળ આવ્યા. “તમારા હાથે ભીમ ભરાય છે એમ માનીને શેક ન કરે, ધૃતરાષ્ટ્ર, તમારા બાહુપાશમાં જેને છુંદો થઈ ગયો છે તે ભીમ નથી, ભીમની લેખંડી પ્રતિમા છે. યુધિષ્ઠિરને આલિંગન આપતી વખતે તમારા મુખ ઉપર જે ક્રોધ ધગધગતે હતો, તે જોઈ સમયસૂચકતા વાપરીને ભીમને મેં આઘો ખસેડી લીધો હતે, અને એને બદલે, ભીમની આયસી પ્રતિમા, જે દુર્યોધને બનાવરાવી હતી, (ભીમને મારવાની પોતાની જિંદી પ્રેકિટસ અર્થે !) તેને આગળ કરી હતી. તમારા બાહુઓમાં કેટલું બળ છે, તે હું બરાબર જાણતું હતું. પણ આમ કરવું તમને ઘટે છે. રાજન્ ? તમે હવે વૃકદરને મારી નાખશે, તે પણ તમારા પુત્રે જીવતા નહિ થાય. માટે વેરઝેરની વાતને વિસારે પાડીને પાંડ સાથે હળીમળીને રહે.” આ દરમ્યાન અનુચરે જમીન પર પછડાયેલા ધૃતરાષ્ટ્રને ઉઠાડવા અને સાફ કરવા દોડી આવે છે. (એને લોહીની ઊલટી થઈ છે, તેથી.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
અને થોડીવાર પછી “કુતરો.” એવા ધૃતરાષ્ટ્રને કૃષ્ણ ફરી પાછા બે શબ્દો શિખામણના સંભળાવે છેઃ
' ) વેદ, શાસ્ત્રો તેમ જ પુરાણોને અભ્યાસ તમે કર્યો છે, મહારાજે; રાજ્યધર્મ પણ તમે સારી પેઠે સમજે છે અને છતાં અમારા જેવા અનેક હિતેચ્છુઓની સલાહને અવગણીને તમે તમારા દુષ્ટ પુત્રને પગલે ચાલ્યા. તમારા પોતાના દોષોને તમે જોતા નથી, અને ભીમને તમે મારવા માગે છે.”
“તમે કહો છે એમ જ છે, માધવ, ધૃતરાષ્ટ્ર કહે છે, “પણ બળવાન પુત્રસ્નહે મને બૈર્યથી ભ્રષ્ટ કર્યો. સારું થયું જે, બળવાન, સત્યવિક્રમે, અને તમારા વડે સુરક્ષિત ભીમ મારા ભુજપાશમાં ન આવ્યું. પણ હવે મારો ક્રોધ શમી ગયો છે. હવે હું પાંડવો સાથે પ્રેમથી રહીશ.”
આવા નફફટ લેકેને શું કહેવું ? એમને તો ભગવાન જ પહોંચે ! અથવા કદાચ, ભગવાનેય ન પહોંચે ! વ્યાસજી લખે છે કે આ પછી એ નઘરોળ ધૃતરાષ્ટ્ર ભીમને, ધનંજયને, નકુલને અને સહદેવને રડતાં રડતાં ભેટો.
૨૪૯. માતાનું હૃદય !
ધૃતરાષ્ટ્ર પાસે આવી રીતે ખરખરો કરીને, એના દુઃખનું તથા એના ક્રોધનું આમ શમન કરીને પાંડવો અને શ્રીકૃષ્ણ ગાંધારી તરફ વળ્યા. ?
હવે ગાન્ધારી અને ધૃતરાષ્ટ્રના સ્વભાવ વચ્ચે તે આકાશ અને પૃથ્વી જેટલું અંતર હતું; અને છતાં બે વચ્ચે એક સરખાપણું તે હતું જ, પુત્રપ્રેમ, તત્વતઃ, બન્નેમાં સરખો હતો. પુત્ર મૃત્યુને કારણે બન્નેને કારમે આઘાત લાગ્યો હતોઅને તેમાં પણ ગાંધારીને કંઈક વધારે; કારણ કે ગાંધારીના પ્રેમની પાછળ કેવળ નિખાલસ માતૃહૃદય જ હતું; ધૃતરાષ્ટ્રની પેઠે સ્વાર્થબુદ્ધિની પ્રેરણા એમાં ન હતી. - પુત્ર મૃત્યુના આઘાતે અત્યારે એને ખરેખર વિવેક-અંધ બનાવી દીધી હતી. તેમાંય પુત્રોના વધ નીપજાવનાર પાંડવોને તેણે જ્યારે પિતાની પાસે જેયા, ત્યારે તો એના ક્રોધને પાર ન રહ્યો, અને મને મન એણે એમને શાપ દેવાની ઈચ્છા કરી. .? : “પણ, વ્યાસજી લખે છે કે તેના, એટલે કે ગાંધારીના આ બવાની, બદઈરાદાની વ્યાસજીને પહેલેથી જે ગંધ આવી ગઈ હતી, એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
તે ગંગાસ્નાન કરીને ત્યાં આગળ પહોંચી ગયા હતા. હકીકતમાં વ્યાસ સર્વકાળમૃતાં માં સમજતા હતા. દિવ્યચક્ષુ વડે બધું જ તે જોઈ શકતા હતા. એકાગ્ર ચિત્ત વડે સૌના અંતરની વૃત્તિને તે જાણું લેતા હતા.
શાપ આપવાને તૈયાર થયેલ પુત્રવધૂને તેમણે તેના પિતાના જ હદયની એક મંગળ ઊર્મિનું સ્મરણ કરાવ્યું:
યુદ્ધના અઢારેય દિવસો દરમિયાન, હે ગાંધારિ, દુર્યોધન રોજ પ્રાતઃકાલે તારી પાસે આવતા હતા, અને વિજય માટે તારી આશિષ યાચતો હતો, અને દર વખતે તું એને એક જ આશિષ આપતી હતી કે થતો ધર્મસ્તતો ગય: “જે પક્ષમાં ધર્મ હશે, તે પક્ષને જય થશે.” આજે હવે તારી આ આશિષ સાચી પડી છે, અને પાંડુપુત્રોને, જેના પક્ષમાં ધર્મ પ્રમાણમાં, વધારે હતું, તેમને વિજય થયો છે. હવે પાંડવોને શાપ દેવાને વિચાર એ જાતે જ એક અધર્મ છે. એ વિચારને મૂળમાંથી ઉખેડી નાખ.” ગાન્ધારીને પ્રત્યુત્તર એના માતૃહદયની વેદનાને આબાદ પડે છે.
હવે ભગવન, પાંડવોનો નાશ થાય એમ હું નથી ઇચ્છતી; પણ પુત્રશોકને લીધે મારું મન વિવળ થઈ ગયું છે. આ કુન્તીને જેમ પોતાના પુત્રો પ્યારા છે, તેમ મને પણ મારા પુત્ર પ્યારા હતા. પણ દુર્યોધનના પિતાના પાપે, તેમ જ મારા ભાઈ શકુનિના વાંકે, તેમ જ કર્ણ અને દુઃશાસનના વાંકે તેમને સૌને નાશ થઈ ગયે. એમાં આ પાંચ પાંડવોમાંથી
ઈને દોષ હું નથી કાઢતી; પણ આ કૃષ્ણના દેખતાં ભીમે જે કર્મ કર્યું - દુર્યોધનને નાભિની નીચે મારવાનું તેને લઈને મને ગુસ્સો જરૂર આવ્યો છે.”
આને જવાબ ભીમ આપે છે, ભીમની રીતે. જે કાઈથી નથી ડરતે, તે ગાંધારીના શાપથી અવશ્ય કરે છે. એટલે એના પ્રત્યુત્તરમાં નિયમભંગને ખુલ્લે એકરાર છે. ઉપરાંત દુર્યોધનના બળની મુક્ત કંઠે પ્રશસ્તિ કરીને ગાંધારીની થોડીક ખુશામત પણ તે કરી લે છેઃ
“કર્યું તે, ધર્મ હે યા અધર્મ, ત્રાસને કારણે કર્યું છે. એમ ન કરત તે ખુદ મારા પ્રાણ પણ જોખમમાં હતા. માટે અનુમતિ ! વળી તમારે પુત્ર ધર્મયુદ્ધ વડે તે જિતાય એમ જ નહોતે. માટે મારે ધર્મયુદ્ધના નિયમોને નેવે મૂકી દેવા પડ્યા. વળી તમારા પુત્રે પણ યુધિષ્ઠિરને અધર્મ વડે જ જીત્યા હતા, એ ન ભૂલશો; તેમ જ ઘત પૂરું થયા પછી રજસ્વલા અને એકવન્ના પાંચાલીને ઉદ્દેશીને સભા સમક્ષ જે કંઈ કહેવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૭
આવ્યું હતું તે બધું તમે જાણે જ છે. (ભીમ હવે ધીમે ધીમે ગરમ થતો જાય છે) દુર્યોધને તે પ્રસંગે દ્રૌપદીને જ્યારે પિતાની જાંગ બતાવી, તે પ્રસંગે જ હું એને મારી નાખત, પણ તે વખતે આ ધર્મરાજની આમન્યા રાખીને અમે ખામોશ રહ્યા, કારણ કે અમે વચને બંધાયેલા હતા. આ પછી તે પૂરાં તેર વરસ સુધી તમારા એ પુત્રે અમને જપીને ક્યાંય બેસવા દીધા નહિ, અને વૈરને અગ્નિ પ્રજવલિત કર્યા જ કર્યો આજે હવે એ બધું પૂરું થયું, મા; હવે અમારા મનમાં ક્રોધને. છાંટા પણ નથી.”
ભીમના આટલા લાંબા સંભાષણમાંથી ગાંધારી કેવળ દુર્યોધનની પ્રશંસાના શબ્દો જ પકડી રાખે છે.
“ન તબૈg વધતા ભીમને કહે છે, “યT પ્રશસિ મે સુરમ્ – તું મારા પુત્રની પ્રશંસા કરે છે, એ એને વધ નથી.”
દુઃશાસનના રુધિરપાનને પણ ભીમ આ જ સચોટ જવાબ આપે છેઃ
“મનુષ્યનું લેહીં કદી પિવાય જ નહિ, એ હું ક્યાં નથી જાણતો, મા! તેમાંય એ મનુષ્ય જ્યારે સ્વજન હોય ત્યારે તે પૂછવું જ શું? તેમાંય વળી, ભાઈ તો પિતાનું જ બીજુ રૂપ છે. એટલે દુઃશાસનનું ફવિર મેં પીધું જ નથી. પ્રતિજ્ઞાપાલનને અર્થ ફક્ત મેં તે મોંમાં મૂકયું એટલું જ; પણ એટલી ખાતરી રાખજો, મા, કે મારા દાંત અને હોઠને ઓળંગીને અંદર તે એ ગયું જ નથી! પણ ખરું પૂછે, મા, તે આ બધામાં તમે પણ કંઈ ઓછાં દોષપાત્ર નથી. તમે પુત્રોને પહેલેથી જ આવા અસતપંથે જતાં રોક્યા હોત, તે યુદ્ધ થાત જ નહિ!”
ભીમની આ દલીલ પાસે ગાંધારી નિરુત્તર બની જાય છે; અને છતાં “આંધળાની લાકડી જેવા એકાદ પુત્રને પણ તે અવરિષ્ટ રહેવા દીધો હત, તે સારું થાત!” એટલું કહ્યા વિના તે તે રહી જ નથી શકતી.
આ પછી ગાંધારી યુધિષ્ઠિર ભણું વળે છે.
ક્રોધ અને દુઃખથી ક્ષુબ્ધ એવી એને જોઈને યુધિષ્ઠિર ધ્રુજી ઊઠે છે. હાથ જોડીને તે તેની સામે આવે છે; અને વ સ રાજા?– “પેલે રાજા
ક્યાં છે?” એવી એની ભયાનક હાકલના પ્રત્યુત્તરમાં ઢીલો અને ગળગળો થઈ જઈને અત્યંત મધુરતાથી તેને ટાઢી પાડે છેઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
દ
: “આ રહ્યો છું દેવિ,” તે કહે છે, “તમારા પુત્રને ઘાતક, પાપી, શાપ-જોગ, પૃથ્વીના નાશનું કારણ બનેલો યુધિષ્ઠિર. આપ મને શાપ, માં, મને હવે જિંદગીને મેહ જ રહ્યો નથી; રાજ્ય અને ધનને તે નથી જ નથી.” ': યુતિષ્ઠિર ખરેખર ડરી ગયો હશે–ગાંધારીના સંભવિત શાપથી ? કારણ કે, વ્યાસજી લખે છે, કે ભયભીત એવા યુધિષ્ઠિરને જોઈ ને ગાંધારી નવાર વિંગ્નિઃ– “કશુંયે ન બોલી.”
યુધિષ્ઠિર તેને પગે પડી રહ્યા હત; અને નિઃશ્વાસ નાખતી ગાંધારીએ પિતાની આંખો પરના વસ્ત્ર સોંસરવી તેના પગની આંગળીઓના અગ્રભાગ ઉપર દષ્ટિ કરી; અને
ततः स कुनखीभूतो, दर्शनीयनखो नृपः 2 “જેના નખ એક વખતે દર્શનીય હતા, એવા એ રાજા યુધિષ્ઠિરને નખ ગાંધારીની એ શોકવ્યાકુલ દષ્ટિથી કાળાએશ થઈ ગયા.” અર્જુન આ જોઈએ ભગવાન કૃષ્ણની પીઠ પાછળ જ ભરાઈ ગયો, અને બીજા બધા ભાઈઓ પણ ગભરાટને લીધે હાંફળાફાંફળા થવા માંડ્યા.
એમની આ દશા જોઈને ગાંધારીને દયા આવી, તેનું માતૃત્વ જાગ્રત થયું. તે તેમને સૌને આશ્વાસન આપવા લાગી, અને પાસે જ ઊભેલ તેમની માતા કુન્તી પાસે જવાને તેમને આદેશ આપ્યો. • કુન્તી તે તેમને જોતાવેંત રડવા જ માંડી. પુત્રોના વિજય વખતે આ આંસુ શાં –એવા કંઈક વિચારથી તેણે કપડું આડું રાખીને પોતાની આંખો ફેરવી લીધી. પળ બે પળ આમ હૃદયને હળવું કર્યા પછી ફરી તેણે પોતાના પુત્રો સામે જોયું, ત્યારે તેને જાણે પહેલી જ વાર ખબર પડી કે તેમની કાયાઓ અનેક શસ્ત્રાના ધાવો વડે છિન્નવિચ્છિન્ન હતી; અને એ જ વખતે તેની દષ્ટિ જેના બધા જ પુત્ર રણભૂમિ પર રોળાઈ ગયા છે એવી દ્રૌપદી પર પડી. સાસુ કરતાં વહુની દશા ઘણું જ વધારે કરુણ હતી. સાસુના તે પાંચે પાંચ પુત્રો અઢાર દિવસના શેણિતતાંડવમાંથી ભલે ક્ષતવિક્ષત પણ સલામત બહાર આવ્યા છે, જ્યારે...
પણ કુન્તી દ્રૌપદીને આશ્વાસન આપી શકે, તે પહેલાં તે પદી જ ચિત્કારી ઊઠે છેઃ
. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
“જુઓ તે ખરાં, માજી, સુભદ્રાને પુત્ર અભિમન્યુ, ને તમારા બીજા પૌત્ર-ક્યાંય દેખાય છે ખરા ?”
આમ છાતી ફાટ વિલાપ કરતી દ્રૌપદીને જમીન પરથી ઉઠાડીને કુન્તી તેને ગાંધારી પાસે લઈ જાય છે અને ગાંધારી તેને આશ્વાસન આપવાની ચેષ્ટા કરતાં કહે છેઃ “આપણા બેમાંથી કોણ કોને આશ્વાસન આપે દીકરી ?”
यथैवाहं तथैव त्वं, को नौ आश्वासयिष्यति । અને પછી આ આખાયે વિનાશકાંડની જવાબદારી પિતાને માથે ઓઢી લેતાં ઉપસંહાર કરે છે કે,
ममैव अपराधेन कुलमिदं विनाशितम् । “મારા જ અપરાધે આ વણસ્યું કુલ ઉત્તમ!”
એક રીતે જોઈએ તો આ વાત સંપૂર્ણ સાચી છે. અંતે તે માતા જ પિતાનાં સંતાનના ભાગ્યની વિધાત્રી છે ને!
૨૫૦. ગાંધારીનો શાપ
દ્રૌપદીને આવી વિલક્ષણ રીતે આશ્વાસન આપી રહેલી ગાંધારીએ આ પ્રસંગે કુરુક્ષેત્રની સમગ્ર રણભૂમિ નિ વક્રુષા દીઠી. પોતાની આંખોની સામે બની રહેલી ઘટનાઓને પણ જવાને જે નારી ઈન્કાર કરતી હતી (પતિ અબ્ધ હોવાને કારણે પિતાની આંખે પાટા બાંધીને), તે જ નારીએ કૃષ્ણ દ્વૈપાયનને વરદાન વડે દૂરદૂરની આખીયે રણભૂમિને, એ જાણે આંખની સામે જ હોય એવી સ્પષ્ટ અને સુરેખ રીતે દીઠી. (આ “દિવ્યચક્ષુ? એ શું હશે? વ્યાસજીએ પોતાની કવિત્વમયી ભાષામાં રણભૂમિનું વર્ણન કર્યું હશે ? અને રણભૂમિ ગાંધારીને પ્રત્યક્ષવત દેખાઈ હશે ? કે પછી શેકમાં જ કોઈ એવી અનોખી શક્તિ છે, કે જેમને શેક કરતાં હોઈએ તે બધાંને તે આંખોની સામે તાદશ્ય સ્વરૂપે ઝુલાવે! અહીં યાદ રાખવું જોઈએ કે સંજયને પણ વ્યાસજીએ “દિવ્યદૃષ્ટિ'નું પ્રદાન કર્યું હતું.)
રણભૂમિના જુદા જુદા બધા ય પ્રદેશો પર ગાંધારી ફરી વળી. શ્રીકૃષ્ણ આ બધે વખત તેની સાથે ને સાથે જ હતા. તેની પુત્રવધૂઓ તેમ જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
યુદ્ધમાં માર્યા ગયેલા કર્ણ આદિ વિરેની પત્નીએ પણ તેની સાથેના નારીવૃન્દમાં સામેલ હતી. ગાંધારી, છાતી ફાટ રુદન કરતી એકકેને ચીંધતી જાય છે અને શ્રીકૃષ્ણ પાસે હૈયાની વેદના ઠાલવતી જાય છે.
પિતાની પુત્રવધૂઓ સામે આંગળી ચીંધીને કૃષ્ણને તે કહે છેઃ “વચૈતા પુરાક્ષ . આમ જે, કમળનયન, જેમના પતિઓ માર્યા ગયા છે, જેમના કેશ વીખરાઈ ગયા છે, અને જેઓ રવિ કલ્પાન્ત કરી રહી છે, એવી આ સ્ત્રીઓ!
“આમ જે, વિભુ,” એક બીજે સ્થળે કૃષ્ણને એ કહે છે: “આ નારીઓના વીર પુત્રોના મૃતદેહથી આચ્છાદિત આ રણભૂમિ! કર્ણ, ભીષ્મ, અભિમન્યુ, દ્રોણ, દ્રુપદ, શલ્ય વગેરે ગઈ કાલના વિરોધીઓ, બધા વિરોધને એક બાજુએ મૂકીને, જ્યાં એક સાથે જ સેડ તાણને સૂતા છે, એ રણભૂમિ જે! એમનાં સુવર્ણકવચ અને આભૂષણ પણ જે, ઠેર ઠેર વેરવિખેર પડ્યાં છે. અને અહીંતહીં વેરાયેલાં પડેલાં આયુને તે પાર જ નથી. અહીં અત્યારે આનંદમાં જો કોઈ હોય, તે તે ફક્ત આ હિંસક પશુઓ જ છે, જેમના માટે સાક્ષાત્ કાળે આ ઉજાણું તૈયાર કરી છે. જે જે, એમના લોહીખરડ્યા દેહને પેલાં ગીધડાં ફેલી રહ્યાં છે, અને કાગડાએ, સમડીઓ, ગીધ, શિયાળોને તે પાર જ નથી. સુંવાળા પર્ય પર પડ્યા પડ્યા બંદીજનોની બિરદાવલીઓ સાંભળવા ટેવાયેલા આ વીર પુરુષો આજે આ શેણિતસિંચાયેલી રણભૂમિ પર પડ્યા પડ્યા, પિતાનાં શબનું ભક્ષણ કરી રહેલ પશુપંખીઓને કળાટ સાંભળી રહ્યા છે. જરૂર મેં પૂર્વ જન્મમાં કાઈ ઘોર પાપ કર્યું હશે, જેની આ ભયાનક સજા મને અત્યારે મળી રહી છે.”
દુર્યોધનને શબને જોતાંવેંત ગાંધારી કપાયેલ કેળની માફક તૂટી પડી. ધરતી પર ફસડાઈ પડી. રડતી રડતી પાસે ઊભેલ કૃષ્ણને તે કહેવા લાગી ? “આમ જે, કેશવ, યુદ્ધના આરંભ કાળેએ મને હાથ જોડીને પગે લાગવા આવ્યો હતો. “મને આશિષ આપો મા !” એમ કહીને એણે મારી આશિષ માગી હતી, અને મેં એને કહ્યું હતું તો ધર્મસ્તતો ગય: નિર્ભયતાપૂર્વક એ લો એટલા પૂરતું અમરલોકને એ અધિકારી અવશ્ય બની ગયો. એને શોક હું નથી કરતી, કૃષ્ણ, હું તે હવે એકલા અટુલા થઈ ગયેલ ધૃતરાષ્ટ્રનો જ શેક કરું છું ફક્ત. મેં તે બધું જોઈ લીધું, આ જિંદગીમાં, કૃષ્ણ;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
૪૧
તેર વરસ સુધી મારા પુત્રોએ આ ધરતીનું બિનહરીફ શાસન કર્યું તે પણ જોયું અને આજ એ બધા આ ધૂળમાં આળોટે છે, અને એમની સ્ત્રીઓ છાતી અને માથાં ફૂટે છે, તે પણ જોઈ રહી છું.”
| વિલાપ કરતી ઉત્તર અને પાંચાલની નારીઓ પણ ગાંધારીની નજર બહાર નથી રહેતી. તેમને ચીંધીને કૃષ્ણને એ કહે છે: “આમ જે, કૃષ્ણ, આ બધીની પણ એ જ દશા છે, આ બધી પણ એવી જ રીતે રડી રહી છે. (યુદ્ધને પરિણામે આવતા સર્વનાશને કોઈ પ્રત્યે પક્ષપાત નથી!) એ પછી કર્ણના શબ પર વિલાપ કરતી કર્ણ પત્ની, જયદ્રથના શબ ફરતી વિલાપ કરતી દુરશલા અને અન્ય સ્ત્રીઓ; શલ, ભગદત્ત, ભીમ, દ્રોણ, ભૂરિશ્રવા વગેરેની આસપાસ ચાલતા વિલાપને પણ ગાંધારી જુએ છે અને કૃષ્ણને બતાવે છે.
રણભૂમિનું આવું ભયાનક અને બીભત્સ દર્શન-સ્વજનેનાં શિયાળગીધ–સમડી-કાગડા કૂતરા આદિ વડે ચૂંથાતાં શોનું પ્રત્યક્ષ દર્શન – ગાંધારીને માટે આખરે અસહ્ય થઈ પડે છે. ભૂતકાળને સંભારી સંભારીને તે વધુ ને વધુ કલ્પાન્ત કરે છેઃ આ બધાની પાછળ અગર કોઈને દોષ હોય તે તે તેને પોતાને, તેના પતિ ધૃતરાષ્ટ્રને, તેના ભાઈ શકુનિને, દુર્યોધન અને દુઃશાસન આદિ તેના પુત્રોને અને તેના પુત્ર જેની ટચલી આંગળીએ નાચતા હતા તે કર્ણને જ છે એ જાણતા છતાં, માનસશાસ્ત્રની કોઈ ગૂઢ પ્રક્યિાથી પ્રેરાઈને, તે કૃષ્ણ પર ગુસ્સે થઈ જાય છે.
“આ બધા તો તે જ દિવસે મરી ગયા હતા,” શ્રીકૃષ્ણ તરફ જોઈને એ કહે છે, “જે દિવસે વિષ્ટિ અર્થે આવેલે તું ખાલી હાથે પાછો ફર્યો હતો. તે દિવસે શાન્તનુના પુત્ર વિદુરે પણ મને ચેતવી હતી, મા સ્નેહં ક્વ કામસુતેષુ – “પેટના દીકરાઓ ઉપર પ્રેમ ન રાખ.” (એટલે કે એ પ્રેમને ખાતર ધર્મને ન ભૂલ), પણ મેં તેમનું ન માન્યું, અને જે, આ મારા પુત્રો મળિ વ મીમૂત. ”
અહીં શોકના આવેશમાં એક હકીકત તરફ ગાંધારીનું દુર્લક્ષ થાય છે. કૃષ્ણ તે યુદ્ધને ટાળવાને, ખાળવાને, ઘણો જ પ્રયત્ન કર્યો હતો. દુર્યોધને પેટાવેલી આગને ઓલવવા તે મથ્યા હતા. છતાં ગાંધારી અત્યારે કૃષ્ણ ઉપર જ ચિડાય છે. આની પાછળ તેના આન્તરમનની પ્રક્રિયા કંઈક આવી હાઈ શકે કૃષ્ણ જે પાંડવોના પક્ષમાં ન હોત, તે પોતાના પુત્રોને પરાજય અને વિનાશ ન જ થાત, એવી ઊંડે ઊંડે ગાંધારીની માન્યતા છે. એટલે પિતાના આ સર્વનાશને માટે કૃષ્ણને જ દોષિત ઠરાવતાં તે બોલી ઊઠે છે:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
“અ સર્વનાશ થતો અટકાવવાને તું સમર્થ હતા, છતાં તે આંખ આડા કાન કર્યા, માટે હું તને શાપ આપું છું, કે તારી યાદોને પણ આવી જ રીતે સર્વનાશ થશે, અને તું પણ આજથી છત્રીસમે વરસે હત-જ્ઞાતિ”, “હત-પુત્ર” થઈને કઈ તને ઓળખી પણ ન શકે એવી અવસ્થામાં જંગલમાં રઝળીશ, અને ભૂંડે હાલે મરીશ, અને તારું નારીવૃન્દ પણ અમારી આ ભરતસ્ત્રીઓની પેઠે (શેકથી અને દુઃખથી) પછડાટ ખાશે.”
કુરુક્ષેત્રના યુદ્ધમાં એક અથવા બીજા પક્ષે, બધા જ રાજાઓ સામેલ થયા હતા, એક માત્ર યાદવકુલ અને રુકિમ સિવાય, એ આપણે જોઈ ગયા છીએ. આ ઉપરથી ગાંધારીને ઊંડે ઊંડે એ વહેમ પણ હોય, કે કૃષ્ણ બીજા સૌને અરસપરસ લડાવીને મારી નાખ્યા, તે એટલા જ માટે કે તેનું યાદવકુલ ભારતની ધરામાં સર્વોપરી થાય.
જે હો તે; કૃષ્ણ ગાંધારીના આ શાપનો જવાબ જે રીતે આપે છે, તે જ એની લોકોત્તરતા પુરવાર કરે છેઃ
હું જાણું છું, દેવી, મારા યાદવો (જે રીતે અત્યારે જીવન જીવી રહ્યા છે તે જોતાં) એક દિવસે તમે કહો છે તેવી રીતે જ નાશ પામવાના છે.”
શ્રીકૃષ્ણનાં આ વચન સાંભળીને પાંડવો =હતનનર: બન્યા. પોતાના જીવિતને અંગે પણ તેઓ એ માનસિક ત્રાસને પરિણામે નિરાશ બની ગયા.
પણ ગાંધારીના મનનું સમાધાન શ્રીકૃષ્ણની આ શાન્ત અને ઉદાસ વાણીથી પણ ન થયું. તેના શેક અને રોષ હજુ શમ્યા ન હતા; અને લાગે છે કે તે હજુ કંઈક વધારે બેલવા જતી હતી, ઊભરો ઠાલવવા જતી હતી, પણ કૃષ્ણ તેને વારી અને થોડાક જલદ શબ્દોમાં તેની આંખો ઉઘાડવાનો પ્રયત્ન કર્યો?
તમારા જ વાંકે તમારું કુળ નાશ પામ્યું છે,” તેમણે કહ્યું, “તમારો પુત્ર દુષ્ટ, નિષ્ફર અને વૈરમૂર્તિ હતો, એનું જ આ બધું પરિણામ છે. પોતાને દોષ તમે મારા માથે શીદ ને ઓઢાડો છો ? અને વળી આ ગઈ ગુજરી ઉખેળવાનો હવે અર્થ પણ શું છે ? એથી તે ઊલટાનું તમારું દુઃખ બમણું થશે. અતીતને શેક જ ન કર.”
ગાંધારી હવે ચૂપ થઈ ગઈ. સામાન્ય રીતે મૃદુભાષી એવા કૃષ્ણના મુખમાંથી આવું કઠેર સત્ય સાંભળીને તે ઠરી જ ગઈ હશે. પણ ધૃતરાષ્ટ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
પિતાની પત્નીને બરાબર ઓળખ હતો. ડીવાર મૂગી રહીને વળી પાછી એ ક્યાંક વાદવિવાદમાં ન ઊતરે, કૃષ્ણની સાથે, એ બીકે એ એક. તિસરી જ વાત કાઢે છે, અને સૌનું ધ્યાન એ તરફ ખેંચાય છે,
૨૫૧. કુન્તીનો ઘટસફેટ
ધૃતરાષ્ટ્ર યુધિષ્ઠિરને પૂછે છેઃ “આ યુદ્ધમાં કુલ કેટલા માણસો માર્યા ગયા, કહી શકે છે ?”
યુધિષ્ઠિર આંકડો આપે છે. * “એ બધાની શી ગતિ થઈ ?” ધૃતરાષ્ટ્ર એક બીજો સવાલ પૂછે છે.
“જે લોકાએ હસતા મેએ પોતાની જાતને હેમ દીધી તે લેકે ઈન્કલેકમાં ગયા.
“જેઓ હસતે મોંએ નહિ, પણ લડાઈમાં સામેલ થયા જ છીએ તે હવે લડ્યા વગર, અને મર્યા વગર છૂટકે જ નથી, એવી ભાવનાથી મર્યા, તેઓ ગાંધર્વકમાં ગયા.
જે લેકે પારોઠનાં પગલાં ભરતાં, દુશ્મને પાસે પોતાના પ્રાણની ભીખ માગતાં મરાયા, તેઓ ગુહ્યકલાકમાં ગયા.
જે લેકે તીણ શસ્ત્રાસ્ત્રો વડે વારંવાર વીંધાયા છતાં સામી છાતીએ લડતા જ રહ્યા અને જેમણે ક્ષત્રિયધર્મને પૂરેપૂરે શોભાવ્યું, તેઓ બ્રહ્મલોકમાં ગયા.” * આમાંથી બ્રહ્મલેક, ઇન્દ્રલોક, ગંધર્વલક, ગુહ્યકલેક એવાં નામને એક બાજુએ મૂકી દઈએ, તે ઉત્તમોત્તમ, ઉત્તમ, મધ્યમ અને અધમ–આ ચાર વર્ગોને સૈનિકોને તાદશ ચિતાર મળી રહે છે.
ધૃતરાષ્ટ્ર આ પછી એક ત્રીજે સવાલ પૂછે છે: “ક્યા જ્ઞાનબળ વડે હું આવું બધું સિદ્ધવત્ જોઈ શકે છે, યુધિષ્ઠિર ?”
યુધિષ્ઠિરને જવાબ સૂચક અને માર્મિક છે.
આપની આજ્ઞાથી અમે વનમાં ગયા હતા તે વખતે મહર્ષિ મશ પાસેથી મને “દિવ્યચક્ષ પ્રાપ્ત થયેલ, વડીલ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
૪૪
આનું નામ યુધિષ્ઠિર ! કેમ જાણે વનવાસ એ પાંડવા પર ધૃતરાષ્ટ્રે કરેલ અનુગ્રહ ન હોય !
આ પછી મરેલાને અગ્નિસંસ્કાર કરવાની વાત નીકળે છે. દુર્યોધન, દ્રોણુ, કર્ણ આદિ વીરાની તા વિધિપૂર્વક અત્યેષ્ટિક્રિયા થવાની જરુ પણ દૂરદૂરના દેશમાંથી હજારેાની સંખ્યામાં આવેલા અનામી સૈનિકાના `પણુ ઉચિત અગ્નિસંસ્કાર કરવાના પ્રબંધ કરવામાં આવ્યા.
यथा च अनाथवत् किंचित्, शरीरं न विनश्यति ।
કાઈ શરીર અગ્નિસંસ્કાર પામ્યા વગરનું રહે નહિ, રઝળે નહિ,’ એ જોવાનું કામ વિદુર, ધૌમ્ય, સ ંજય, યુયુત્સુ અને ઇન્દ્રસેનાદિ પરિચારકાને સોંપાયું. દુર્યોધન, એના ભાઈએ, શલ્ય, ભૂરિશ્રવા, જયદ્રથ, અભિમન્યુ, લક્ષણ, ધૃષ્ટકેતુ, વિરાટ, ક્રુપદ આદિ વીરાની પૃથક્ પૃથક્ ચિંતા અને હજારા અનામ સૈનિકાની સામુદાયિક ચિતા (શીન ત્યા - સહસ્રશઃ) પ્રજ્વલી ઊઠી.
અને ધરતી અને આકાશ સામના ગાનથી અને સ્ત્રીના વિલાપથી ધ્રૂજી રહ્યાં.
અગ્નિસ સ્કાર પછી સૌ ગગાને કાંઠે ગયાં. સ્ત્રીઓએ ત્યાં અલંકારા અને ઉત્તરીયાને ઉતારી પાતપાતાના પિતા, ભાઈ, પૌત્રા, સ્વની, પુત્રો અને પતિને રડતાં રડતાં જલાંજલિ આપી; અને સમુદ્રના ખ્યાલ આપે એવા પહેાળા પટવાળે ગંગાજીના કાંઠા તે વખતે નિરનિંદ્ અને અનુભવ બની રહ્યો.
યુદ્ધમાં હણાયલા છંધાય સ્વજનાનું તર્પણુ તેમનાં સ્વજના તરફથી આમ થઈ રહ્યું હતું તે વખતે કુન્તીથી રહેવાયું નહિ.
66
ં કર્ણનું પણું તર્પણુ તમે કરજો,” પેાતાના પુત્રોને ઉદ્દેશીને તેણે કહ્યું.
પાંચેય પાંડવે વિચારમાં પડી ગયા. મા આ શુ કહે છે! અને પછી બહુ જ ધીમે અને અશ્રુપૂર્ણ અવાજે કુન્તીએ ખુલાસા કર્યો:
re
· પૃથ્વી ઉપર સૂર્યની પેઠે જે પ્રકાશતા હતા, અને જગત જેને રાધેયના નામથી ઓળખતુ હતુ, તે કર્યું તમારા મેટા ભાઈ હતા, પાંડવેા.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
૪૫.
પાંડવો તે સ્તબ્ધ જ થઈ ગયા. માતાનું આ અપ્રિય વચન સાંભળતાં તેમને બેવડે આઘાત થયે.
અરેરે, મા.” સર્પની પેઠે નિઃશ્વાસ નાખતો યુધિષ્ઠિર કુન્તીને ઠપકે આપવા માંડ્યો, “આવું હતું તે તેં અમને પહેલાં કેમ ન કહ્યું? ધનંજય સિવાય બીજા કોઈની જેની સામે ઊભા રહેવાની તાકાત નહોતી એ એ દેવતાઈ વીર અમારો ભાઈ હતું, એમ ? તે તે અગ્નિને વસ્ત્ર વડે ઢાંકવા જેવું કર્યું, મા ! તમે આ વાત છૂપી રાખીને અમને કેટલી ઈજા પહોંચાડી છે, મા, તેની તમને કલ્પના જ નહિ આવે. હું સાચું જ કહું છું, મા, કે જેટલો શેક, અભિમન્યુના, તેમ જ દ્રૌપદીના પુત્રોના વધથી મને નથી થયું, એટલો, એના કરતાં સો ગણે શોક મને કર્ણના મૃત્યુથી થાય છે.”
પછી ડૂસકાં ભરતાં ભરતાં યુધિષ્ઠિરે કર્ણને, પોતાના મેટાભાઈને જલાંજલિ આપી.
સ્ત્રીઓના પેટમાં કશી જ વાત ટકતી નથી એમ કહેવાય છે, તેને થતું હતું, છતાં કુન્તીએ આવી મહત્ત્વની વાત આટલાં વરસો સુધી છુપાવી રાખી !.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
શાન્તિપર્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
अदत्तस्यानुपादानं दानमध्ययनं तपः ।
अहिंसासत्यमक्रोध इज्या धर्मस्य लक्षणम् ॥
ન આપેલનુ' અનુપાદાન (અ-ચૌય'), દાન, અયયન, તપ, અહિંસા, સત્ય, અક્રોધ, યજ્ઞયાગાદિ એટલે ધમ,
यो हि नाभाषते किंचित् सर्वदा भ्रुकुटीमुखः । द्वेष्यो भवति भूतानां स सान्त्वमिह नाचरन् ॥ यस्तु सर्वमभिप्रेक्ष्य पूर्वमेवाभिभाषते । स्मितपूर्वाभिभाषी च तस्य लोकः प्रसीदति ॥
જે સહઁદા માં ચઢાવીને મૂંગા મૂંગા ફરતે હેાય, જનહૃદયને રીઝવવાની કળા જેનામાં ન હેાય, તે બધાને મન અળખામણા થઈ પડે છે.
જે સૌની સામે ોઇને (સૌ ખેલે તે) પહેલાં જ ખેાલે છે, અને ખેાલતાં ખેાલતાં જેના વદન પર સ્મિતની આભા હોય છે તે સૌ કાઈને પ્રીતિપાત્ર બની રહે છે.
प्राकृतो हि प्रशंसन् वा निन्दन् वा किं करिष्यति । वने काक इवाबुद्धिर्वाशमानो निरर्थकम् ॥
પ્રાકૃત માણસ આપણી પ્રા`સા કરે કે નિન્દી-બધુંય સરખું છે! જગલમાં. કાગડા ‘કાકા, કાકા' કરે એના જેવી એ નિન્જા-સ્તુતિ છે!
यथा यथा हि पुरुषो नित्यं शास्त्रमवेक्षते । तथा तथा विजानाति विज्ञानमथ रोचते ॥ अविज्ञानादयोगो हि पुरुषस्योपजायते । विज्ञानादपि योगश्च योगो भूतिकरः परः ॥
જેમ જેમ માણસ શાસ્ર-અધ્યયનમાં ઊંડા ને ઊંડા ઊતરતા જાય છે, તેમ તેમ તેની દૃષ્ટિ વિજ્ઞાન-પૂત બનતી જાય છે, વિજ્ઞાન (વિશિષ્ટ અનુભવનિષ્ઠ જ્ઞાન) તેને ગમવા માંડે છે.
વિજ્ઞાનથી યોગ અને અ-વિજ્ઞાનથી અ-યાગ હાંસલ થાય છે; વિજ્ઞાનથી યાગ શ્રેષ્ઠ છે: યાગ કલ્યાણકર છે,
खुखं वा यदि वा दुःखं प्रियं वा यदि वाप्रियम् । प्राप्तं प्राप्तमुपासीत हृदयेनापराजितः ||
સુખ આવે કે દુ:ખ, પ્રિય સામે આવે કે અપ્રિય–જે આવે તેને ડાહ્યા માણસે પચાવી જવુ.તેનાથી પરાજિત થયાને તેણે ઇન્કાર કરવા.
शोकस्थान सहस्राणि भयस्थानशतानि च ।
दिवसे दिवसे मूढमाविशन्ति न पण्डितम् ।
શાકનાં હાશ કારણા છે, અને ભયનાં પણ સેંકડા કારણેા છે પણ તે બધાં મૂઢ ઉપર આક્રમણ કરે છે; બુદ્ધિમાન ઉપર નહિ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
૨પર. યુધિરિને વિષાદ
શાન્તિપર્વ એ મહાભારતનાં મોટામાં મોટાં પર્વોમાંનું એક છે. અઢાર દિવસના પારસ્પરિક મહાસંહારથી ડોળાયલાં મનને શાન્તિ આપવી એ આ પર્વને ઉદ્દેશ છે. એટલા માટે પણ શાન્તિપર્વ એવું એનું નામ યથાર્થ છે. શરશય્યા પર સૂતેલા ભીમ પાસેથી યુધિષ્ઠિર ધર્મના સ્વરૂપને પરિચય આ પર્વમાં મેળવે છે. કથાવસ્તુ એમાં નહિવત છે; અને છતાં સવિચારોરૂપી હીરાની ખાણ લેખે એનું મહત્વ અપરંપાર છે.
સ્વજનને ઉદકાંજલિ આપ્યા પછી ધૃતરાષ્ટ્ર, વિદુર, યુધિષ્ઠિ, કૃષ્ણ આદિ બધા જ એક મહિને ગામ બહાર રહ્યા, – ર નિવરિાઃ | શારીરિક અને માનસિક “શૌચ'ની – પવિત્રતાની – પુનઃપ્રાપ્તિ અર્થે. પ્રાકૃત ભાષામાં કહીએ તે એક મહિનાનું એ સૌએ સૂતક પાળ્યું, અથવા એક મહિને તેમણે પિતાની જાતને “કવારન્ટાઈનમાં રાખી. - વિજેતા યુધિષ્ઠિર એક મહિને ગંગાકાંઠે રહેવાને છે, એ સમાચાર મળતાં આસપાસના ઋષિઓ પોતપોતાના શિષ્યો સાથે તેની પાસે આવ્યા. પછી, સમય જોઈને, સે મુનિઓ વતી નારદે યુધિષ્ઠિરને એક પ્રશ્ન કર્યો :
તમે તમારા પિતાના પરામથી તેમ જ કૃષ્ણની સહાયતાથી આ આખી પૃથ્વીના સ્વામી બન્યા છે. સદ્ભાગ્યે તમે હવે ઢોવામચંવાર સંગ્રામમાંથી મુક્ત થયા છે. તો તે વાતને હવે તમને આનંદ તે છે ને ? તમારા શત્રુઓ બધા નષ્ટ થયા છે એથી તમને હર્ષ તે થાય છે ને ? રાજ્યલક્ષ્મીની આ પ્રાપ્તિથી તમને શોક તે નથી થતું ને?”
યુધિષ્ઠિરને જવાબ એની પાસેથી અપેક્ષા રાખીએ એવો જ છે.
“કૃષ્ણના બાહુબલને આશ્રય કરીને તેમ જ બ્રાહ્મણની કૃપાથી તેમ જ ભીમ અને અર્જુનના પરાક્રમથી મારી જીત તો થઈ, મુનિવર; પણ આટલું દુઃખ તે મારા હૃદયમાં રહી જ ગયું છે (ટું મમ મહદ્ સુવું વર્તતે હૃઢિ). લેભને કારણે મેં સ્વજનોને ઘાત કરાવ્યો અને અભિમન્યુ તેમ જ દ્રૌપદીના બધાય પુત્રોને મારે એ વિજયને ખાતર ભોગ આપ પડ્યો. પરિણામે ગયો ચોરો મવનું પ્રતિમતિ – આ જય મને અજય જેવો લાગે છે, ભગવાન ! આ કૃષ્ણ અહીંથી દ્વારકા જશે, અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
એની બહેન સુભદ્રા જ્યારે પોતાના પુત્ર અભિમન્યુના કુશળ સમાચાર પૂછશે, ત્યારે એ એને શું જવાબ આપશે ? વળી આ દ્રૌપદીની દશા પણ એટલી જ ખરાબ છેઃ એના તો ફકત પુત્રો જ નહિ, પિતા અને ભાઈઓ સુધ્ધાં–બધા જ સ્વજને માર્યા ગયા છે.' છે. “ અને એક બીજી વાત પણ એટલી જ દુઃખદ છે, મહર્ષિ! માતાએ અમને મોડું કહ્યું કે કર્ણ અમારે મોટે ભાઈ હતે. અજાણતાં મેં પિતાતુલ મેટાભાઈને નાશ કર્યો, તમે ટુતિ યાત્રાના
લડાઈની શરૂઆતમાં મા તેની પાસે ગુપ્ત રીતે ગઈ હતી તે પણ અમને પછી જાણવા મળ્યું. કેટલે અભિજાત હતો એ! “અત્યારે હું દુર્યોધનને પક્ષ છેડીને તમારા પક્ષમાં આવું માને તેણે કહેલું, “તે હું અનાર્ય, દુષ્ટ અને કૃતધ્ધ ગણાઉં !”—અને છતાં માને એક ખોળાધરી તે એણે આપેલી જ: “એક અજુન સિવાય બીજા કોઈને ઘાત હું નહિ કરું, મા; એટલે તમારા તો પાંચના પાંચ જ રહેશે.”
સાના વા તે સ વા તેને “આ ભાઈ અમારા હાથે માર્યો ગયે એ વાતનું મને ઉત્કટ ખે છે, મહર્ષિ! કર્ણ અને અર્જુન બંને મારી પડખે હોત, તો હું અમરાપુરીને પણ જીતી શકત. પણ માએ મને વેળાસર વાત જ ન કરી. ”. “અને છતાં કર્ણની બાબત ઊંડે ઊંડે મને વહેમ તે હતો જ. ઘત વખતે એના મોંમાંથી નીકળતાં તીણ વાક્યો સાંભળીને મને એના ઉપર ભયાનક ગુસ્સો આવતો હતો, પણ એના પગ તરફ મારી દષ્ટિ જતી અને એ ક્રોધ શાન્ત થઈ જતે; કારણ કે કર્ણના પગ કુન્તીના પગ જેવા હતા, એવું મને લાગતું હતું. તે વખતે કુન્તી અને કર્ણના પગ વચ્ચે આટલું સાદસ્ય શા માટે છે તે મારાથી સ્વાભાવિક રીતે જ સમજાયેલું નહિ.
* “આવા કર્ણના રથનું પૈડું કટોકટીને વખતે ધરતીમાં શા માટે ખેંચી જાય એ જ મને સમજાતું નથી.”
નારદ યુધિષ્ઠિરને આ ભેદ સમજાવે છે: “સાચે જ યુધિષ્ઠિર, મને તે એમ જ લાગે છે કે ક્ષત્રિયે એકમેકના હાથે કપાઈ મરે એવું કઈ યુદ્ધ સરજવા માટે જ કર્ણને જન્મ થયો હતો. કુન્તીને એ પુત્ર સૂતપુત્ર તરીકે પ્રસિદ્ધ થયો. ભીમની શારીરિક શક્તિની, અર્જુનન સ્કૂર્તિની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
પૂર્વ
અને નકુલ–સહદેવના વિનયની હરહ ંમેશ એ ઈર્ષ્યા કરતા અને નાનપણથી જ અર્જુનને શ્રીકૃષ્ણની મૈત્રી તથા પ્રજાની પ્રીતિ પ્રાપ્ત થઈ હતી તે જોઈને તે બન્યા કરતા.
“હવે કૃષ્ણની મૈત્રી તેા તેના માટે દુર્લભ હતી. એટલે દુર્યોધનને તેણે મિત્ર બનાવ્યા; અને ધનુર્વિદ્યામાં અર્જુનની બરાબરી કરી શકે તેટલા ખાતર તે દ્રોણુ પાસે ગયા,~ ,-અલબત્ત છૂપી રીતે–અને પેાતાને બ્રહ્માસ્ત્ર શીખવવાની તેમને વિનતિ કરી. કર્યું આ જ્ઞાન કેવળ અર્જુન પ્રત્યેની હિંસક સ્પર્ધાથી પ્રેરાઈને જ ઇચ્છી રહ્યો છે, એ જોઈને દ્રોણે તેને શીખવવાની ના પાડી; એટલે કહ્યું મહેંદ્ર પર્વત પર પરશુરામ પાસે પહેાં; અને ભાવ બ્રાહ્મણ તરીકે પોતાની ઓળખાણ આપી તેમની પાસેથી શસ્ત્રવિદ્યા શીખવા માટે તેમના આશ્રમમાં રહ્યો. અહી કર્યું ને અનેક ગન્ધર્વો, રાક્ષસેા, યક્ષા અને દેવાના પરિચય થયા.
"C
એક વખત કર્યું આશ્રમની સમીપની ભૂમિ પર ફરતા હતા, ત્યાં એક ગાય તેની નજરે પડી. હિંસાના આવેશમાં કણે તે ગાયના વધ કર્યો અને પછી પસ્તાવા થતાં તે ગાયના માલિક બ્રાહ્મણ પાસે આવીને તેની ક્ષમા માગી.
<<
પણ બ્રાહ્મણ કર્ણના સ્વભાવથી અને તેના ભૂતકાળથી ઘેાડાઘણા પિરિચત જ હાવા જોઈએ. એટલે ક્ષમા આપવાને બદલે તેણે શાપ આપ્યા : જેની સ્પર્ધામાં વિજયી બનવા માટે તું આ બધા દાખડા કરી રહ્યો છે, તેની સાથેના છેવટના યુદ્ધમાં તારા રથનું પૈડું” ધરતીમાં ખૂંચી જશે.’
cc
પણ પરશુરામ તેા કર્યું ઉપર ખુશ ખુશ હતા. એનું ભુજબળ, એની પ્રીતિ, એના ઇન્દ્રિયનિગ્રહ અને એની સેવા અજોડ હતાં. એમણે તો એને બ્રહ્માસ્ત્ર સુધ્ધાં બધાં જ અસ્ત્રોનુ શિક્ષણ આપ્યું.
“ હવે એક દિવસ એવું બન્યુ` કે ઉપવાસથી કૃશકાય બનેલ પરશુરામ કર્ણના ખેાળામાં માથું રાખીને સૂતા હતા, તેવામાં એક કૃમિ ( કીડા ) કર્ણેની જાંગ પર ચઢયો. સહેજ પણ હલચલ થશે, તે ગુરુની ઊંધમાં ખલેલ પડશે, એવી ભાવનાથી કર્યું એ કૃષિનેન ખંખેરી શકયો, ન મારી શકયો. કૃમિએ કર્ણને અત્યંત દારુણ વ્યથા થાય એવા ડંખ દીધો, છતાં કર્ણ અડાલ રહ્યો. આખરે ડંખવાળી જગ્યાએથી લેહીની ધાર થઈ. લેાહીના સ્પર્શ થતાં પરશુરામ જાગી. ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
પર
આ લેહી ક્યાંથી આવ્યું ?” તેમણે પૂછયું. કણે બધી વાત કરી અને કૃમિ જે હજુ ત્યાં જ હતું, તેની સામે આંગળી ચીંધી. પરશુરામ સમજ્યા.
આટલી શારીરિક પીડા શાંત ચિત્તે સહી શકે તે બ્રાહ્મણ તે ન જ હોય.” તેમને થયું. કર્ણને તેમણે ધધડાવ્યું; “સાચું બોલ, કોણ છે તું ?'
ક પેટછૂટી બધી વાત કરી. પરશુરામે આશ્રમમાંથી તેને કાઢી મૂક્યો. “આવી રીતે કપટ કરીને જે શસ્ત્રાસ્ત્રો તેં પ્રાપ્ત કર્યા છે, તેમાંથી એક પણ તને અણીની વેળાએ કામ નહિ લાગે,’ એ શાપ દઈને.” પણ આટલેથી વાતને વીંટી લે તે એ નારદજી શાના!
કર્ણ કૃમિ સામે આંગળી ચીંધી અને પરશુરામે જેવું એની સામે જોયું તે જ એ કૃમિ મૃત્યુ પામ્ય, અને અંતરિક્ષમાં લાલ ડોકવાળા, કાળા શરીરવાળા અને વીજળીની પેઠે ઝગઝગતે એક રાક્ષસ દષ્ટિગોચર થયો. “તમારું કલ્યાણ થાઓ!' રાક્ષસે ભાર્ગવને આભાર માન્યો. “તમે મને આ નરકની યાતનાથી છેડાવ્યો છે.”
“કોણ છે તું ?”
વર્ષો પહેલાં હું તમારા પૂર્વજ ભૂગને સમવયસ્ક હતો,” રાક્ષસે કહ્યું: “દંશ મારું નામ હતું. ભગુની પત્નીના રૂપથી લલચાઈને મેં તેનું હરણ કર્યું હતું અને ભૃગુએ મને શાપ આપ્યો હતો,” વગેરે.
પણ આપણે હવે કર્ણ પાસે પાછા આવીએ. પરશુરામના આશ્રમમાંથી એકસામટા બે શાપ લઈને કર્ણ સીધે દુર્યોધન પાસે આવ્યા. દુર્યોધન તે પિતાને ભાઈબંધ જગતના શ્રેષ્ઠ શસ્ત્રગુરુ પાસેથી અસ્ત્રવિદ્યા શીખીને આવ્યો છે એ જાણીને ખુશખુશ થઈ ગયે.
તે પછી થોડાક જ વખતમાં કર્ણની અસ્ત્રવિદ્યાની કસોટી થઈ, દુર્યોધનની દૃષ્ટિએ. કલિંગદેશમાં રાજપુર નામના નગરમાં એક રાજકન્યાને
સ્વયંવર હતું. ત્યાં શિશુપાલ, જરાસંધ, વક્ર, રુકમી વગેરે અનેક પ્લેચ્છ તેમ જ આર્ય રાજવીઓ ભેગા થયા હતા. દુર્યોધન પણ કર્ણની સાથે ત્યાં ગયે હતે. કન્યા એક પછી એક રાજવીના નામ અને ગુણનું વર્ણન સાંભળતી જાય છે અને આગળ ચાલતી જાય છે. દુર્યોધનની પાસેથી પણ તે એવી જ રીતે પસાર થઈ ગઈ. ગર્વિષ્ઠ દુર્યોધનને આમાં પોતાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
૫૩
અપમાન લાગ્યું. એટલે કન્યાને એણે ત્યાં ને ત્યાં જ આંતરી અને બધા જ રાજાઓને પડકારીને એનું હરણ કર્યું. રાજાએ ગુસ્સે થઈ ગયા. સૌએ સામટ હલ્લે કર્યો, જેને સચોટ જવાબ કણે એકલે હાથે આખે.
આ પછી થોડા સમય બાદ જરાસંધે કર્ણને દ્વયુદ્ધનું આહવાન આપ્યું. કણે તે સ્વીકાર્યું અને જરાસંધના શરીરની નબળામાં નબળી કડી પારખી લઈને તેને હરાવ્યું. જરાસંધ પિતાને પરાજિત કરનાર આ વીર પુરુષ પર પ્રસન્ન થયો. પોતાના તાબાના અંગ દેશનું રાજ્ય તેણે તેને સયું. કણે દુર્યોધનની સંમતિથી તે સ્વીકાર્યું. ચંપા અને માલિની નામનાં અંગદેશનાં બે નગરોને કર્ણ રાજવી હતો, એ સૌ જાણે છે.
આ પરાક્રમી કર્ણ” નારદજી ઉપસંહાર કરે છે, “જેનાં કવચકુંડળ યાચવા માટે ખુદ સુરેન્દ્રને આવવું પડે, પોતાના સમેવડિયા અર્જુનને હાથે રણમાં સામી છાતીએ લડતાં મરાયે, એને શોક હેય?”
મૃત્યુ પામેલા સ્વજનના દુઃખને આઘાત હળવો કરવા માટે આપણે એના ગુણોનું વીગતવાર સ્મરણ–રટણ કરીએ છીએ એના જેવી જ કર્ણના પૂર્વજીવનની આ કથા છે.
કર્ણને આ વૃત્તાન સાંભળીને યુધિષ્ઠિરને શેક ઘટવાને બદલે ઊલટાને વ. પિતાને હાથે થયેલ યુદ્ધકર્મ એ એક મહાભયાનક પાપ હતું, એમ તેને લાગ્યું. એ પાપનું પ્રાયશ્ચિત્ત કોઈ પણ રીતે કરવું જ જોઈએ, એમ તેને થયું
પાપ પુણ્યને બળ ઠેલાય છે,” અર્જુનને તેણે કહ્યું, “અથવા કરેલ પાપને એકરાર કરવાથી, અથવા પશ્ચાત્તાપ અને શ્રુતિ-સ્મૃતિના જપ વડે પણ પાપનું પ્રક્ષાલન કરી શકાય છે. માટે હે અર્જુન, તમારા સૌની રજા લઈને હું વનમાં જવા માગું છું. આ પૃથ્વીનું રાજ્ય હવે તું જ સંભાળી લેજે.”
અને પછી એક તરફ અર્જુન, દ્રૌપદી, અને ભીમ અને બીજી તરફ યુધિષ્ઠિર એમ બે પક્ષે વચ્ચે ગૃહસ્થાશ્રમ વિ. સંન્યાસ અંગે ઠીક ઠીક લાંબી ચર્ચા થાય છે. એક પક્ષ યજ્ઞના અને એ યજ્ઞ જેને આશરે રહેલ છે તે ચર્થનાં વખાણ કરે છે, તો બીજો પક્ષ તપનાં, અકિંચનતાનાં, ભક્ષ્યનાં ગુણગાન ગાય છે. મૃત્યુને કારમો પંજો જે પરિવાર પર અત્યંત ભયાનક રીતે પડ્યો હોય, તેની સ્મશાનવૈરાગ્યકાળની વાતચીત જેવું આ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
प४
બંને પક્ષેનાં વચનમાંથી નમૂના લેખે ચેડાંક ટાંકીએ.
' (વૈરાગ્ય-પક્ષ) अलाभे सति वा लाभे समदर्शी महातपाः ।। न जिजीविषुवत् किंचिन्न मुमू ह्युवदाचरन् ॥ जीवितं मरणं चैव नाभिनन्दन् न च द्विषन् । वास्यैकं तक्षतो बाहुं चन्दनेनैक मुक्षतः ॥ वीतरागश्चरन्नेवं, तुष्टिं प्राप्स्यामि शाश्वतीम् । तृष्णया हि महत् पापम् अज्ञानादस्मि कारितः ॥
(ગૃહસ્થાશ્રમ–પક્ષ) अवेक्षस्व यथा स्वैः स्वैः कर्मभिर्व्याघृतं जगत् । तस्मात् कर्मैव कर्तव्यं नास्ति सिद्धिरकर्मणः ।। एकतः त्रयो राजन् गृहस्थाश्रम एकतः ।। ममेति च भवेत् मृत्युः न ममेति च शाश्वतम् । ब्रह्ममृत्यू ततो राजन् आत्मन्येव समाश्रितौ ।।
૨૫૩. હસ્તિનાપુરમાં પ્રવેશ આ ચર્ચા દરમિયાન એવી પણ પળે આવી જાય છે જ્યારે યુધિષ્ઠિરને શેક અત્યંત ઉત્કટ બને છે, અને તેને અન્નજળનો ત્યાગ કરીને પોતાની કાયાનું વિસર્જન કરવાના ઉધામા આવે છે. નારદ અને વ્યાસ તેમ જ અન્ય ઋષિઓ, તેમજ, અલબત્ત, તેના ભાઈઓ અને દ્રૌપદી અને શ્રીકૃષ્ણ તેને તેમ કરતાં વારે છે; અને રાજ્યસંચાલન એ પણ એક અનિવાર્ય ધર્મ હોઈ માનવસમાજના સંરક્ષણ અર્થે, યજ્ઞાથે, જીવનને ટકાવી, યુદ્ધમાં વિજયને અંતે માથા પર આવી પડેલી શાસનની જવાબદારી વહન કરવાની સલાહ આપે છે.
આ ચર્ચા દ્વારા યુધિષ્ઠિરનું આન્તરિક સમાધાન ઝાઝું સધાયું હેય એમ લાગતું નથી; પણ સૌના આગ્રહ પાસે એ નમતું આપે છે, પણ ધર્મના સ્વરૂપ વિષે હજુ પણ વધારે જાણવાની એને ઝંખના છે, તે જોઈને સૌ એને કુરુક્ષેત્રમાં શરશય્યા પર પડેલ ભીષ્મ પાસે જવાનું સૂચવે છે, પણ તે રાજ્યને સ્વીકાર કર્યા પછી જ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
દરમિયાન નગર બહાર રહેવાની પેલી એક મહિનાની અવધિ પૂરી થઈ ગઈ છે. યુધિષ્ઠિર હસ્તિનાપુરમાં પ્રવેશ કરવાની તૈયારી કરે છે - શ્રીકૃષ્ણની શિખામણના છેલ્લા શબ્દો આ વખતે તેના હૃદયમાં રણઝણતા હોય છેઃ “બીજા કશાને ખાતર નહિ તેપણ આ બ્રાહ્મણનું, આ હશેષ રાજવીઓનું અને આ વ્યાસ અને અમારા જેવા મિત્રોનું અને શૈપદીનું મન રાખવા માટે અને સ્ત્રોથ હિત કરવા માટે તું રાજ્યને સ્વીકાર કર.”
સોળ વેત બળદો ડેલ એક નવા રથમાં તે બેસે છે. બંદીજને એની બિરદાવલી ગાતા હોય છે. ભીમ લગામ સંભાળે છે. અર્જુન તેના માથા પર વેત છત્રની છાયા કરે છે. આકાશમાં તારાઓ જડેલ કેઈ સફેદ વાદળખંડ જેવું એ છત્ર રથને માથે શોભે છે. સહદેવ અને નકુલ બન્ને બાજુએ ઊભા ઊભા તેને ચામર ઢોળે છે. રથમાં એકીસાથે વિરાજતા, એ પાંચે ભાઈઓ સમસ્ત સૃષ્ટિના પાયામાં રહેલ પંચમહાભૂત-પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશ-જેવા લાગે છે. આગળ પાલખીમાં ધૃતરાષ્ટ્ર અને ગાંધારી છે. પાછળ રથમાં યુયુત્સુ બેઠો છે. કુન્તી અને દ્રૌપદી વગેરે મહિલાઓ વિદુરની આગેવાની નીચે ભિન્ન ભિન્ન વાહનમાં સાથે છે અને આ બધા ઉપર પોતાની સ્નેહભરી દૃષ્ટિની શીળી છાયા પાથરતા શ્રીકૃષ્ણ સાત્યકિની માથે પિતાના પ્રસિદ્ધ રથમાં બેઠા છે; અને આ સૌની પાછળ પાછળ ચાલતા હાથીઓ, અશ્વો, રથ, પદાતિઓને તો પાર જ નથી.
' હસ્તિનાપુરવાસીઓએ પણ યુધિષ્ઠિરના માનમાં નગરને ધજાપતાકાથી ખૂબ શણગાર્યું છે. પાણું છુંટાયેલ રસ્તાઓ ધૂપ અને પુષ્પjજેથી સુવાસિત છે. નગરના મુખ્ય દ્વાર પર પાણીથી ભરેલ સફેદ અને પુષ્પાચ્છાદિત કુંભ મૂકવામાં આવ્યા છે. હજારો પુરવાસીઓ પાંડના આ પુરપ્રવેશને જોવા અને અભિનંદવા ભેગા થયા છે. ચંદ્રોદય વેળાએ ભરતીથી છલકાતે સમુદ્ર શોભી રહે, એવી રીતે વિજેતા પાંડેને વધાવવા આવેલ વસતી વડે હસ્તિનાપુર શોભી રહ્યું છે. રાજમાર્ગો પર આવેલા યુધિષ્ઠિરને જોવા માટે બારીઓ અને ઝરૂખામાં એકઠી મળેલી સ્ત્રીઓના ભાર વડે સમૃદ્ધ ઘરે જાણે કંપી રહ્યાં છે. બધી સ્ત્રીએ મનેમન યુધિષ્ઠિરની પ્રશંસા અને દ્રૌપદીનું અભિવાદન કરી રહી છે: “આવા પુરુષોત્તમની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
પત્ની હેવાને લહાવો તને મળે છે: ધન્યા વમસિ વાંવાઢિા તારાં બધાંય સુકૃત્યો આજે જ્યાં,” વગેરે.
રાજમાર્ગો વટાવીને રાજપ્રાસાદમાં આવી પહોંચેલ યુધિષ્ઠિરને પછી રાજપુરુષેએ તેમ જ નગરજનોએ તેમ જ ગ્રામજનોએ સત્કાર્યો. પ્રાસાદના પ્રાંગણમાં રથમાંથી ઊતરીને યુધિષ્ઠિર મહેલમાં આવેલ દેવસ્થાનમાં ગયે. વિધિપૂર્વક દેવોને પૂજા સમપ પાછા બહાર આવી તેણે બ્રાહ્મણોનું અને ઋષિઓનું યંગ્ય સન્માન કર્યું. ધૌમ્ય તેમ જ ધૃતરાષ્ટ્ર બંનેને તેમ જ બધા જ બ્રાહ્મણોને તેમ જ ઋષિઓને તેણે રત્ન અને સુવર્ણ વડે, તેમ જ કીમતી વસ્ત્રો તથા દૂઝણી ગાયો વડે જાણે ઢાંકી જ દીધા. અને બ્રાહ્મણે એ પણ વેદના ઘેપ વડે વાતાવરણને ગુંજવી દીધું. એટલામાં તો અસંખ્ય નગારાં ગડગડી ઊઠયાં, અને સંખના મનહર ધ્વનિઓ હૃદયને ડોલાવી રહ્યા.
અને પછી બ્રાહ્મણોનાં આશીર્વચને અને વેદના અને શંખનગારાંના વિનિઓ શાંત થતાં ત્યાં આગળ એક અણધાર્યું કૌતુક થયું.
૨૫૪. ચાર્વાક
* એક ચાર્વાક આપણી પરંપરામાં પ્રસિદ્ધ છે. વેદાદિ ધર્મશાસ્ત્રોમાં શ્રદ્ધા ન રાખનાર, પરલોક અને પુનર્જન્મ તેમ જ આત્મા જેવી કોઈ વસ્તુમાં ન માનનાર, યેનકેન પ્રકારેણ સુખ પ્રાપ્ત કરવું એ જ જેને સિદ્ધાંત છે એવા એક જડવાદી (Materialist) તરીકે એ જાણીતું છે. પણ અહીં જે ચાર્વાકની વાત આવે છે તે એ જ છે કે કોઈ જુદે, એ વિષે શંકાને પૂરેપૂરું સ્થાન છે. વ્યાસજીએ તેને “દુર્યોધનસખા” તરીકે ઓળખાવેલ છે. એ રાક્ષસ છે, અને બ્રાહ્મણને કપટપ ધારણ કરીને આવેલ છે, એમ કહ્યું છે. સંન્યાસીને સ્વાંગ તેણે ધારણ કરેલ છે. અક્ષમાળા, શિખા, ત્રિદંડ આદિથી તે વિભૂષિત છે. આશીર્વાદ ઉચ્ચારવાની ઈચ્છાવાળા હજારે બ્રાહ્મણની વચ્ચે તે ઊભે છે, ઘૂસી ગયો છે. પાંડનું
અનિષ્ટ એ જ એ દુષ્ટનું એકમાત્ર ચિંતવન છે. બ્રાહ્મણની અનુજ્ઞા લીધા વગર જ, યુધિષ્ઠિરને જોતાંવેંત, એ બોલી ઊઠે છેઃ
- “આ બધા બ્રાહ્મણોની વતી હું બોલું છું, યુધિષ્ઠિર, ધિક્કાર છે તને, કુનૃપતિને, જ્ઞાતિ-ઘાતીને! આવડો મોટે સ્વજનસંહાર કરીને,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
૫૭
ગુરુઓને અને વડીલેાના વધુ સાધીને આ રાજ્ય મેળવવું એના કરતાં મરવું બહેતર છે.''
બ્રાહ્મણા યુધિષ્ઠિર ઉપરના આ અણધાર્યા શબ્દ-આક્રમણથી ચોંકી ઊડવા અને સર્વત્ર એક ધાર સન્નાટા છવાઈ ગયા. પણ યુધિષ્ઠિર તા ક્ષમામૂર્તિ હતા. વળી ચાર્વાક ગમે તે ભાવથી ખેલ્યા હેાય, પેાતાને નિમિત્તે થયેલ યુદ્ધ અને જ્ઞાતિક્ષય ા તેને કઠતાં જ હતાં. એટલે બ્રાહ્મણાની સામે હાથ જોડીને (કારણ કે પોતે બધા બ્રાહ્મણાની વતી બાલી રહ્યો છે, એમ ચાર્વાકે કહ્યું હતું) તેણે આજીજી કરી ઃ
“ હું આપ સૌને હાથ જોડીને વીનવું છું, મહાનુભાવા, મને દુ:ખીને વધુ દુ:ખી ન કરો.”
*
"C
તમને દુઃખકર નીવડે એવાં વચને અમે નથી ખેાલા, મહારાજ,” બ્રાહ્મણીએ તેને આશ્વાસન આપ્યું, અમે તે તમારું કલ્યાણ વાંછીએ છીએ. તમને કડવાં વેણા કહેનાર તા આ દુર્યોધનના મિત્ર ચાર્વાક નામના રાક્ષસ છે. અત્યારે સંન્યાસીના વેષ ધારણ કરીને પેાતાના મૃત મિત્રનું વેર લેવા એ આવ્યા છે, તમને ક્ષુબ્ધ કરીને.”
બ્રાહ્મણોએ આ પછી યુધિષ્ઠિરના દેખતાં જ એ દુષ્ટને મારી નાખ્યો,
યુધિષ્ઠિર તા આ જોઈને ઊલટાના વધુ ગભરાયા, મૂંઝાયા. હિંસાના બાજો પેાતાને માથે જાણે વધતા જ જતા હતા એમ તેને લાગ્યું. આટલા બધા સ્વજના મરાયા એ શુ આછું હતું કે આ એક સંન્યાસીની વધુ હિંસા તેને કપાળે ચાંટી! કૃષ્ણે તેની મદદે આવે છે.
""
શાકમાં મનને ન ડુબાડેા, મહારાજ,” યુધિષ્ઠિરને તે આશ્વાસન આપે છે, આની પૂર્વ કથા જે તમે પૂરેપૂરી જાણતા હેા, તે તમને એના પર જરાય યા ન આવે. આ ચાર્વાકને તમે એની વેષભૂષાથી ગમે તે કલ્પ્યા હાય, ખરેખર તે તે એક રાક્ષસ જ હતા. મહાબળવાન બનીને જગતને દબાવવા માટે તેણે તપ કર્યું". બ્રહ્માએ પ્રસન્ન થઈને વરદાન માગવાનું કહ્યું, ત્યારે તેણે (પાતે આખી દુનિયાને ડરાવી શકે, પણ ) પેાતાને કાઈ ડરાવી ન શકે એવું માગ્યું. બ્રહ્માએ એ વરદાન તેા તેને આપ્યું, પણ તેમાં એક અપવાદ રાખ્યો; “ બ્રાહ્મણાની અવજ્ઞા કરીશ તે મારું આ વરદાન કશા જ કામમાં નહિ આવે.”
બ્રહ્મા પાસેથી આવું વરદાન મેળવ્યા પછી આ દુષ્ટ સૌને ડરાવતા
**
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
૫૮
દબડાવતો ફરતો હતો. આજે તે બ્રહ્મદંડને પ્રતાપે નષ્ટ થયું છે અને જગતને માથેથી એક પનોતી ઊતરી છે. તમારે દુઃખી થવા જેવું આમાં કશું જ નથી, મહારાજ ”
૨૫૫. રાજ્યાભિષેક "
આ પછી યુધિષ્ઠિરને રાજ્યાભિષેક થાય છે. તમન્યુ અને તન્વર એ યુધિષ્ઠિર એક શ્રેષ્ઠ આસન પર પૂર્વાભિમુખ બેસે છે. એની બરાબર સન્મુખ ઝગારા મારતાં સુવર્ણ-આસને પર શ્રીકૃષ્ણ અને સાત્યકિ બેસે છે.. યુધિષ્ઠિરની બેય બાજુએ તેના બે ભાઈઓ–ભીમ અને અર્જુન-સુંવાળા મણિપીઠ પર બેસે છે. નકુલ અને સહદેવને લઈને પૃથા પણ નજીકમાં એક આસન પર બેસે છે. સુધર્મા, વિદુર, ધૌમ્ય અને ધૃતરાષ્ટ્ર પણ ઝગમગતાં જુદાં જુદાં આસને પર ગોઠવાય છે. ધૃતરાષ્ટ્રની બાજુમાં યુયુત્સુ, સંજય: અને ગાંધારી છે.
યુધિષ્ઠિર શ્વેત પુષોને, અક્ષતને, સ્વસ્તિકને, ભૂમિને, સુવર્ણને, ચાંદીને અને મણિને સ્પર્શે છે. આ પછી પ્રજાજને પુરોહિતને આગળ કરીને ધર્મરાજ પાસે પોતપોતાના ઉપહારો અને અભિષેકની સામગ્રી લઈને આવે છે. પછી કૃષ્ણની અનુજ્ઞા લઈને પુરોહિત ધૌમ્ય વેદીની રચના કરી વ્યાઘચર્મથી ઢંકાયેલા શુકલ અને સર્વતોભદ્ર અને અગ્નિની જવાળાઓના જેવા રંગવાળા આસન પર દ્રૌપદી અને યુધિષ્ઠિરને બેસાડીને વિધિપૂર્વક મંત્રો ભણીને હેમ કરે છે. પછી શ્રીકૃષ્ણ ઊઠે છે. અને પૂજાયેલા શંખ દ્વારા કુન્તીપુત્રને પૃથ્વીપતિ તરીકે અભિસિંચે છે. ?
સિંહાસનારૂઢ થયા પછી પહેલું કામ યુધિષ્ઠિર ધૃતરાષ્ટ્રને નિર્ભય અને નિશ્ચિત્તે બનાવવાનું કરે છે: “મારું પ્રિય કરવા માગતા હોય તેવા સૌએ સમજી લેવું કે ધૃતરાષ્ટ્રને હું મારા પિતા તુલ્ય ગણું છું.” તેણે ઘોષણા કરાવી.
આ પછી ભીમને યુવરાજપદે સ્થાપે છે; બુદ્ધિસંપન્ન વિદુરને મંત્રીપદ સોંપે છે; નાણાખાતું સંજયને અને સૈન્યખાતું નકુલને સુપરત કરે છે; પરચક્ર અને પ્રહાંગણના દુષ્ટ પર ચાંપતી નજર રાખવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
જવાબદારી અર્જુનને માથે નાખે છે; સાંસ્કૃતિક ક્ષેત્ર સંભાળવાનું કામ ધૌમ્યને સોંપે છે અને સહદેવને પોતાને અંગરક્ષક નીમે છે. .
રાજ્યસંચાલનની આ પ્રમાણે વ્યવસ્થા કર્યા પછી યુદ્ધ દરમિયાન માર્યા ગયેલા સ્વજનેની પુણ્યસ્મૃતિ અથે સભાગારે, પરબો, તળાવે આદિ બંધાવે છે. પતિઓ અને પુત્રો માર્યા જતાં અસહાય અવસ્થામાં આવી પડેલી સ્ત્રીઓને તેમ જ અપંગોને છવાઈ બાંધી આપે છે.
૨૫૬. એક નવો અનુભવ
પિતાના ચારેય ભાઈઓને તેમ જ અન્ય વિશ્વાસપાત્ર માણસોને તેમતેમને લાયક રાજકાર્ય સોંપીને નિશ્ચિત્ત બનેલ યુધિષ્ઠિર એક સવારે શ્રીકૃષ્ણ પાસે આવે છે અને એક છેલ્લીવાર જાણે તેમને આભાર માનત, હોય એવી રીતે કહે છે:
હે બુદ્ધિમાનમાં શ્રેષ્ઠ, રાતના ઊંધ તે તમને બરાબર આવી હતી ને? આપની કૃપાથી જ અમે આ રાજ્ય પામ્યા, એટલું જ નહિ, પણ એથીયે વિશેષ એ કે ધર્મ પાલનથી કદી પણ ભ્રષ્ટ ન થયા.” (૧ ર ધર્મષ્ણુતા વયમ્ !)
વ્યાસજી કહે છે કે આ વખતે યુધિષ્ઠિરે એક અપૂર્વ આશ્ચર્ય અનુભવ્યું. તેની આ વાત સાંભળવા છતાં કૃષ્ણ તેને કશે જ પ્રત્યુત્તર ન. આયે. કૃષ્ણ જાણે કોઈ ઊંડા ધ્યાનમાં ખોવાઈ ગયા હતા.
પવનને એક આછોપાતળો પણ ઝપાટે જ્યાં આગળ ન હોય, ત્યાં અગળ મૂકેલ દીપકની પેઠે તમે સ્થિર છે, દેવ, ” યુધિષ્ઠિરે તેમને ઉદ્દેશીને કહ્યું, “તમે પાન ફુવ નિશ્ચ૦: છો. તમારી ચેતના જાણે તમારા શરીરમાંથી નીકળી કોઈ અન્ય સ્થળે પહોંચી ગઈ છે. તે મને કહેશે, દેવ, તમે તેનું ધ્યાન ધરી રહ્યા છો ?”
હું ધ્યાન ધરી રહ્યો છું,” કૃષ્ણ સ્મિત કરતાં કરતાં જવાબ આપે, “શરશય્યા પર સૂતેલ ભીષ્મનું. જેમના ધનુષટંકારથી ઈદ્ર પણ કંપતે હતો તે ભીષ્મ પાસે અત્યારે મારું મન ડી ગયું છે, યુધિષ્ઠિર ! (તામિ મનસા સતઃ ) પિતાની બધીયે ઈન્દ્રિોને તેમ જ મનને જેણે અત્યારે મારામાં લીન કરી દીધાં છે તે ભીષ્મ પાસે, હે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
યુધિષ્ઠિર, મારું મન અત્યારે દેડી ગયું છે. વિદ્યાઓને જે આધાર છે; ભૂત, વર્તમાન તેમ જ ભવિષ્ય–ત્રણે કાળને જે જાણકાર છે; ધર્મને જાણનારાઓમાં જે શ્રેષ્ઠ છે, અને જેનું નિધન થતાં આ પૃથ્વી ચંદ્ર વગરની રાત સમી બની રહેવાની છે, તે ભીષ્મ પાસે મારું મન દેડી ગયું છે. મારી તને સલાહ છે, યુધિષ્ઠિર, તું એમની પાસે એમની આ છેલ્લી ઘડીએ પહોંચી જાય અને એમની પાસે જ્ઞાનની જે અખૂટ સમૃદ્ધિ ભરી પડી છે, તે પ્રાપ્ત કરી લે. એકવાર તેમની આંખ મીંચાશે તેની -સાથે તેમને એ જ્ઞાનભંડાર પણ અસ્ત પામી જશે. માટે હું તને આગ્રહપૂર્વક કહું છું, યુધિષ્ઠિર, કે એ જ્ઞાનભંડારને વિસ્મૃતિના અંધકારમાં લીન થતા તું બચાવી લે.”
યુધિષ્ઠિર તે આ સાંભળતાંવેંત ગળગળો થઈ ગયો. પિતામહનું મૃત્યુ હવે નજીકમાં છે, એ જાણતાં તેની આંખે આંસુઓથી ભીંજાઈ ગઈ. “ભીમ જ્ઞાન અને અનુભવને અભૂતપૂર્વ ભંડાર હતા એ તે એ જાતે જ હતો, એટલે શ્રીકૃષ્ણની સૂચના સાંભળતાંવેંત તેમની પાસે જવાની તેની અધીરાઈ વધી ગઈ.
તમે મારી સાથે ચાલો, દેવ,” કૃષ્ણને તેણે વિનતિ કરી, અને કૃષ્ણ સાત્યકિને પિતાને રથ તૈયાર કરાવવાની સૂચના કરી અને સાત્યકિના સૂચનથી દારુક તરત જ રથ તૈયાર કરીને હાજર થયો. કૃષ્ણના રથનું આ વખતનું વર્ણન નોંધપાત્ર છે. વ્યાસજી લખે છેઃ
स सात्यकेराशु वचो निशभ्य रथोत्तमं कांचनभूषितांगम् । मसारगल्वर्कमयैर्विभंगेविभूषितं हेमनिवद्धचक्रम् ।। दिवाकरांशुप्रभमाशुगामिनम् विचित्रनानामणिभूषितान्तरम् । नवोदि त सूर्यमिव प्रतापिनम् विचित्रतार्थ्यध्वजिनम् पताकिनम् ।। सुग्रीवशैब्यप्रमुखैर्वराश्चैः मनोजवैः काञ्चनभूषितांगैः। सयुक्तमावेदयदच्युताय कृताञ्चाल: दारुको राजसिंह ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
૨૫૭. ભીષ્મ સ્તવરાજ
તે દિવસે માઘ માસના શુકલપક્ષની અષ્ટમી હતી. પ્રાજાપત્ય નક્ષત્ર હતું. સૂર્ય મધ્યાકાશમાં હતા. ઉત્તરાયનમાં તે પ્રવેશી ચૂકયો હતા. આત્મામાં આત્માને નિવેશિત કરીને પિતામહ સમાધિસ્થ થયા હતા. સેંકડા બાણા વડે વીંધાયલા ભીષ્મ, ચોમેર પ્રસરતાં કિરા વડે આદિત્ય શૈાભી રહે, તેમ પરમ સૌંદર્ય વડે શાભતા હતા અને શ્રેષ્ઠ બ્રાહ્મણા વડે વીંટાયેલા હતા. વ્યાસ, નારદ, દેવસ્થાન, વાસ્ત્ય, અશ્મક, સુમન્તુ, જૈમિનિ, શૈલ, શાંડિલ્ય, દેવલ, મૈત્રેય, આસિત, વસિષ્ઠ, વિશ્વામિત્ર, હારીત, લેામશ, આત્રેય, બૃહસ્પતિ, શુક્ર, ચ્યવન, સનત્ કુમાર, કપિલ, વાલ્મીકિ, તુબુરુ, કુરુ, મૌદ્ગલ્ય, પરશુરામ, તૃણબિન્દુ, પિપ્પલાદ, વાયુ, સંવ, પુલહ, કચ, કશ્યપ, પુલસ્ત્ય, ક્રતુ, ક્ક્ષ, પરાશર, મરીચિ, અંગિરા, કાશ્ય, ગૌતમ, ગાલવ, ધૌમ્ય, વિભાંડ, માંડવ્ય, પૌત્ર, ઉલૂક, માર્કડેય, ભાસ્કર, પૂરણ, કૃષ્ણ, સૂત વગેરે અનેક મુનિએ અને મહાત્મા ત્યાં
આગળ હાજર હતા.
શરશય્યા પર તેલ ભીષ્મ આ સમયે કૃષ્ણના ધ્યાનમાં નિરત હતા. હૃષ્ટપુષ્ટ સ્વર વડે તેમણે કૃષ્ણની સ્તુતિ કરવા માંડી. પ્રીયતાં પુત્ત્વોત્તમઃ શ્રીકૃષ્ણ, જેમને પિતામહ પહેલેથી જ પુરુષોત્તમનું પ્રતીક માનતા હતા, તે પોતાના પર છેવટની આ પળે પ્રસન્નતાનું અમી વરસાવે એવી એમની અભિલાષા હતી. શાંતિપના આ ૪૩મા અધ્યાયને આ કારણે ભીષ્મસ્તવરાજનું નામ આપવામાં આવ્યું છે. મહાભારતનાં પાંચ રત્નામાં તેને સ્થાન છે. એ પાંચ રત્ના, સૌ કાઈ જાણે છે તે પ્રમાણે, ગીતા, ગજેન્દ્રમેાક્ષ, વિષ્ણુસહસ્ત્ર નામ, અનુસ્મૃતિ અને ભીષ્મસ્તવરાજ છે.
*
*
પેાતાનાં કિરણાની આભા વડે ભતા સાયંકાળના સૂર્ય જેવા ભીષ્મને ફરીથી જોતાંવેત કૃષ્ણ અને સાત્યકિ તેમ જ પાંડવા પોતપાતાના રથામાંથી ઊતરી પડ્યા. પગપાળા ભીષ્મની નજીક આવી, તેમને નમસ્કાર કરી, તે તેમની સન્મુખ ઊભા રહ્યા. ઢંડા થતા જતા અગ્નિશા ભીષ્મને જોતાંવેંત ટ્વીનમના બનેલ કૃષ્ણે તેમને પૂછ્યું: તમારી જ્ઞાનેન્દ્રિયા તો બધી અકુતિ છે ને, પિતામહ ? અને તમારી ચેતના પણ એવી જ રીતે અવ્યાકુલ અને પ્રસન્ન છે ને? હું જાણુ છું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
*
ઃઃ
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
કિર
પિતામહ, કે શારીરિક દુઃખ એ કેટલીકવાર માનસ દુઃખ કરતાં પણ વધારે દુઃસહ્ય હોય છે. એક નાનું સરખો કાંટે, પણ શરીરમાં અપાર પીડા ઊભી કરે છે. તે પછી આટલાં બધાં બાણનું તો પૂછવું જ શું ? - “અને છતાં, આટઆટલી શારીરિક પીડાઓ વચ્ચે પણ, તમે મનનું સંતુલન જાળવી રહ્યા છે એ પણ એક ચમત્કારિક સિદ્ધિ છે. આ પૃથ્વી ઉપર એક બહુશ્રુત અને વિદ્વાન પુરુષ તરીકે તમારી ખ્યાતિ છે. આ લોકમાં તમારી બરાબરીને કેાઈ મનુષ્ય નથી મારા જેવામાં આવ્યો, નથી સાંભળવામાં આવ્યો. સ્વજનોના પારસ્પરિક સંહારને પરિણામે સંતપ્ત બનેલ આ યુધિષ્ઠિરના શોકનું શમન થાય એવું કંઈક તમે એમને કહે એવી મારી વિનતિ છે.” : “તમે મને નાહકની મેટપ આપે છે, વાસુદેવ ” અત્યંત નમ્રતાપૂર્વક શ્રીકૃષ્ણને ભીષ્મ પ્રત્યુત્તર આપે છે, “જગતમાં જે કંઈ જાણવા જેવું છે તે બધું જ તમે જાણે છે. અને વળી મારી સ્થિતિ તો અત્યારે અત્યંત વિષમ છે. મારું મન આ બાણેની પીડાને કારણે વ્યગ્ર છે. અત્યારે કંઈ જ બોલવા જેટલી સ્વસ્થતા મારામાં નથી. મારા પ્રાણ પરલોકે જવાની તૈયારી કરી રહ્યા છે. મને ક્ષમા કરે દેવ, અને આ ધર્મરાજને જે કહેવા જેવું લાગે, તે બધું તમે જ કહો. વળી તમારા સાંનિધ્યમાં મારે એને ઉપદેશ આપવા બેસવું, એ તે ગુરુની હાજરીમાં શિષ્ય ચાપલૂસી કરે એના જેવું ગણાય.”
પણ કૃષ્ણ કંઈ એમ માની જાય ખરા! શારીરિક વ્યથા અંગેની ભીષ્મની ફરિયાદને તે એ એક જ વાક્યમાં ઉડાવી દે છેઃ .
गृहाणात्र वरं भीष्म मत्प्रसादकृतं प्रभो। न ते ग्लानिन ते मूर्छा न दाहो न च ते रुजा ।
प्रभविष्यन्ति गांगेय क्षुत्पिपासे न चाप्युत ।। “તમારી ચેતના યથાપૂર્વ જ્વલંત જ છે, પિતામહ; રજોગુણ અને તમે ગુણથી મુક્ત એવું તમારું મન સદેવ સત્વસ્થ જ છે–વાદળમુક્ત પૂર્ણ ચંદ્ર જેવું.
“તમે જે જે વિષય પર તમારું મન કેન્દ્રિત કરવા ઈચ્છશો, તે તમારી સન્મુખ એના સંપૂર્ણ સ્વરૂપમાં પ્રકાશિત થશે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
અને વ્યાસજી લખે છે કે
6
“ ભીષ્મ અને કૃષ્ણના આ અતિમ મિલનનાં દર્શન કરવા આવેલ મહિષ એએ, આ વખતે, વેના મ ંત્રો વડે શ્રીકૃષ્ણની સ્તુતિ કરી. આકાશમાંથી પુષ્પાની વૃષ્ટિ થઈ. અપ્સરાગણુ ગાવા લાગ્યા, સુગંધી વાયુ વાવા લાગ્યા અને ઘેાડીક જ વારમાં સૂર્ય પશ્ચિમ ક્ષિતિજ તરફ ઢળી ગયા.
અને પછી કૃષ્ણ, પાંડવા, તેમ જ મુનિગણા ભીષ્મને પ્રણામ કરી, આવતી કાલે સવારે આપની પાસે ફરી આવીશુ..” એમ કહીને પોતપોતાને સ્થાને જવા રવાના થયા.
૨૫૮. યુધિષ્ઠિર શરમાય છે !
ખીજે દિવસે સવારે નારદે શરૂઆત કરી, શરશય્યાની આસપાસ ટાળે વળેલા મુનિ તેમ જ ‘ હતશેષ ’રાજવીએ ને તેમ જ શ્રીકૃષ્ણ સમેત પાંડવાને સંખાધીને તેમણે કહ્યું :
સૂર્યની પેઠે આ ભીષ્મ હવે છે. હવે એમના પ્રાણવિસર્જન આડે એમને ધર્મ સંબંધે જે કંઈ પૂછ્યુ. હેાય તે પૂછવા માંડા.”
<<
૬૩
અસ્તાચલ તરફ ગતિ કરી રહ્યા થાડા જ સમય છે. માટે તમારે
રાજવીએ એકમેકની સામે જોવા લાગ્યા. ભીષ્મને પ્રશ્ન પૃવા જેટલી પાત્રતા પણ તેમને પોતાનામાં નહેાતી વરતાતી. તેમને ક્ષેાભ થતા હતા, તેમની જીભ ઊપડતી નહેાતી.
આ જોઈને યુધિષ્ઠિર ખેલી ઊઠયા :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
नान्यस्तु देवकीपुत्राच्छत्कः प्रष्टुं पितामहम् ।
૮ દેવકીપુત્ર સિવાય ખીન્ને કાઈ પિતામહને પ્રશ્ન કરવા સમર્થ નથી.” પછી કૃષ્ણ તરફ વળીને તેણે કહ્યું, “તમે શરૂઆત કરે, દેવ.”
કૃષ્ણ પહેલાં તેા ભીષ્મને કુશલ પૂછે છે આજ તે તમારી સ્થિતિ સારી છે ને ? ગઈ કાલની પેઠે આ બાણેને કારણે તમને પીડા ૐ દાહ તેા નથી થતાં ને ?”
tr
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
૬૪
ભીષ્મના પ્રત્યુત્તર શ્રીકૃષ્ણની સ્તુતિ જેવા છેઃ दाह माहः श्रमश्चेव मो ग्लानिस्तथा रुजा । तव प्रसादाद् वार्ष्णेय सद्यः प्रतिगतानि मे ॥
“ હવે તેા બધું જ મને હથેળીમાંના ફૂલની પેઠે સ્પષ્ટ દેખાય છે. હવે તમારી કૃપાથી વેદ, વેદાન્ત, સ્મૃતિ, આદિ અનુસાર ધર્મોની વ્યાખ્યા હું કરી શકીશ. દેશધર્મ, જાતિધર્મ, કુલધર્મ, આશ્રમધર્મ,રાજધર્મ -- માનવીને પ્રત્યેક સ્થિતિમાં કયા ધર્મ વિહિત છે, તેનું સ્પષ્ટ દર્શન મને તમારા અનુગ્રહથી, હે કૃષ્ણ, હવે થઈ રહ્યું છે. તમારા ધ્યાનથી સમૃદ્ એવા હું (યુવેર્વાશ્મ સમાવૃત્તઃ) યુવાન જેવા થઈ ગયા છું. અને છતાં, તમે જાતે જ શા માટે યુધિષ્ઠિરને ધર્મોપદેશ નથી કરતા, એ અંગેનુ કુતૂહલ તા રહે જ છે. પણ તમારે કદાચ મારા માંએથી જ બધુ ખાલાવવું હશે. જે હા તે, હું તૈયાર છું, દેવ ! ’’
કૃષ્ણના પ્રત્યુત્તર અનેક દૃષ્ટિએ નોંધપાત્ર છે. પહેલી વાત તે એ કે અહીં કૃષ્ણે ગીતાના દર્શમા અને અગિયારમા અધ્યાયના શ્રીકૃષ્ણની પેઠે ખેલે છે, દેવકી અને વસુદેવના પુત્ર તરીકે નહિ, પણ સચરાચર સૃષ્ટિમાં વિલસતા–સચ્ચિદાનંદતત્ત્વના પ્રતિનિધિ તરીકે ખેલે છે. મૂળ સંસ્કૃત બ્લેકમાં જ તેમને આ પ્રસંગે સાંભળવામાં આનંદ આવશે :
यशसः श्रेयसश्चैव मूलं मां विद्धि कौरव । मत्तः सर्वेऽमिनिर्वृत्ता भाषाः सदसदात्मकाः ।। शीतांशुन्द इत्युके लोके को विस्मयिष्यति । तथैव यशसा पूर्णे मयि को विस्मयिष्यति ।।
*
यच्च त्वं वक्ष्यसे भीष्म पांडवायानुपृच्छते । वेदप्रवाद इव ते स्थास्यते वसुधातले ।
*
एतस्मात् कारणाद् भीष्म मतिर्दिव्या मया हि ते ।
दत्ता यशो विप्रथयेत् कथं भूयस्तवेति ह ||
પેાતાની રામાયણ-રચના અંગે વાલ્મીકિએ કહેલ શબ્દા આ પ્રસંગે
સ્વાભાવિક રીતે જ યાદ આવી જાય છે
*
*
यावत् स्थास्यति गिस्यः सरितश्च महीतले । तावद रामायणकथा भूतले विचरिष्यति ।।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
જ્યાં સુધી જાતના પય પર પી. જ છે કલ્પને પરિતાઓ વહે છે, ત્યાં સુધી રાસાયણજા આવતી રહેશે. આ મહાભારતનાં ઉપરનાં શ્રીકૃષ્ણવાચનમાં' શમાયણના આ અંકની પ્રેરણા રહેલી હશે ? કે વસ્તુસ્થિતિ એથી ઊલટી હશે? શાતિપર્વની આજે સેંકડો વર્ષોથી આપણે ત્યાં જે પ્રતિષ્ઠા છે તેનું મૂળ પણ આ જ શ્લેકમાં તેમ જ શ્રીકૃષ્ણનાં આવાં જ બીજાં વચનમાં છે. - હવે ભીષ્મ યુધિષ્ઠિર તરફ વળે છે. હવે સિંહાસનને અધિપતિ એ છે. શાસન એને ચલાવવું છે. એટલે સૌના વતી એ જ પિતામહને ધર્મના રહસ્યને અંગે પ્રશ્નો કરે એ ઉચિત છે. યુધિષ્ઠિરને પ્રશ્નો પૂછવાનું કહેતાં ભીષ્મ એની પ્રશંસા કરે છે. (કદાચ ભીષ્મ એના મનની સ્થિતિ સમજી ગયા હોય, અને એની ભોંઠપ દૂર કરવા માટે પણ આમ કરતા હેય.)
“ધર્મપરાયણ કુરુવંશીઓમાં જેની બરાબરીને એક પણ નથી, એ યુધિષ્ઠિર મને પૂછે.
ધૃતિ, દમ, બ્રહ્મચર્ય, ક્ષમા, ધર્મ, ઓજસ, તેજસ્, સત્ય, દાન, તપ, શૌર્ય, શાનિ, દાઢ્ય અને અસંભ્રમ જેનામાં છે તે યુધિષ્ઠિર મને પૂછે.
વાસનાઓ, વિઠ્ઠવલતા, ભય કે લાલચ – કશાને વશ થઈને જે અધર્મ કદી આચરતા નથી, એ યુધિષ્ઠિર હવે ભલે મને પ્રશ્નો પૂછે.” ' પણ આ શું? યુધિષ્ઠિર તે નીચું ઘાલીને ઊભો છે. પિતામહના મોંમાંથી જેમ જેમ પ્રશંસાનાં વચને નીકળતાં જાય છે તેમ તેમ તેની ભોંઠપ જાણે વધતી જાય છે અને તેનું માથું નીચું ને નીચું નમતું જાય છે. કૃષ્ણ તેની પરિસ્થિતિ ભીષ્મને સમજાવે છે, “યુધિષ્ઠર શરમાય છે, દાદા.”
કેમ ?”
એને બીક લાગે છે કે આપ કદાચ એને શાપ આપશો!”
“પણ શા માટે ?” - “યુદ્ધમાં એને હાથે અને એને નિમિત્તે થયેલી હિંસા માટે!
પૂજાને યોગ્ય વડીલો અને ગુરુઓને પિતે બાણોથી વીંધ્યા છે, તે હકીકતને તેનું હૃદય ભૂલી જ નથી શક્યું, પિતામહ!”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
ભીષ્મ એને નીચેના શબ્દ કહીને હળવેલ કરે છે. હકીકતમાં શ્રીકૃષ્ણ અર્જુનને ગીતા દ્વારા જે જ્ઞાન આપ્યું હતું, યુહારંભે, તેનું જ આમાં પુનરાવર્તન છે, ભીષ્મની ભાષામાં. પણ વચને હૈયાની પાટી પર કતરી રાખવા જેવાં છે.
पितॄन् पितामहान् भ्रातॄन् गुरून् संबंधिवान्धवान् ।
मिथ्याप्रवृत्तान् यः संख्ये निहन्याद् धर्म एव सः ।। વિડીલો હોય કે ભાઈઓ હોય, ગુરુઓ હોય કે સગાંસંબંધીઓ ય; મિથ્યા-અસત-પ્રવૃત્તિ કરનારાઓને યુદ્ધમાં હણવા એ ધર્મ જ છે.” વગેરે.
ભીષ્મ પિતાના યુદ્ધાચરણ પર ધર્મની મહોર મારી એથી શોકમુક્ત બનેલ યુધિષ્ઠિરે પિતામહની પાસે આવીને તેમના ચરણ ગ્રહ્યા. પિતામહે. પણ તેને આશિષ આપીને “બેસ” એમ કહ્યું. “હવે તારે મને પૂછવું હોય તે પૂછી લે, આવ. ડર નહિ.”
૨૫૯. ભીમે પ્રબોધેલ રાજધર્મ અરાજકતા (chaos) – અંધાધૂંધીને અનુભવ મહાભારતકારને પૂરેપૂરો છે. પ્રજા પર સૌથી મોટી વિપત્તિ કેઈ વરસી શકે એમ હોય તે તે અરાજક્તા, અતંત્રતા, અંધાધૂંધી,-એવી તેની માન્યતા છે. રાજ્યનું મહત્ત્વ આ કારણે, એને મન એક ખાસ પ્રકારનું છે. ઘોડાને જેમ લગામ, અને હાથીને જેમ અંકુશ, તેમ ઢોરા પ્રવ્ર “પ્રજાનું નિયમન” એ નરેન્દ્રધર્મ, રાજધર્મ. રાજ્ય જ્યારે કેાઈ એક વ્યક્તિને આધીન ન હતાં સ્વશાસિત હોય, ત્યાં પણ આ તે સત્ય જઃ લેકને અંકુશમાં રાખવાને ધર્મ તે સરકારનો ખરો જ. Rule of Lawને સ્થાપિત કરવાની જવાબદારી પ્રત્યેક પ્રકારની સરકારની.
યુધિષ્ઠિર દાદાને સૌ પ્રથમ આ પ્રશ્ન પૂછે છેઃ “તએ રાનવન પ્રદિપ સૌથી પહેલાં રાજવીના ધર્મો અંગે કહો.”
ભીષ્મ મંગલાચરણ “ઉત્થાન થી કરે છે. રાજામાં–શાસનકર્તામાં ઉત્સાહ-ઉલ્લાસની પરિપૂર્ણતા હેવી જોઈએ ઃ ઉત્સાહ-ઉલ્લાસપૂર્વક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
to
પુરુષાર્થ તેણે સંદૈવ કરવા જોઈએ; કરતા રહેવુ... જોઈએ. નિરાશાવાદી સરકારની કલ્પના જ અશકય નથી?
રાજા સત્યપરાયણુ, ગુણવાન, શીલવાન, દાની, મૃદુ, ધર્મ, જિતેન્દ્રિય, સુદ અને નિશ્ચિતલક્ષ્ય હાવા જોઈએ. એવે રાજા રાજ્યથી કદી ભ્રષ્ટ થતા નથી, મૃદુ તથા તીક્ષ્ણ : અવસર પ્રમાણે ખેય રૂપ ધારણ કરતાં તેને આવડવું જોઈએ. બ્રાહ્મણા સાથે, અલબત્ત, હળીમળીને ચાલવુ′ જોઈએ. બ્રાહ્મણેા અને ક્ષત્રિયા અરસપરસ ઝઘડે તો બંનેના નાશ.
પણ વેદાન્તમાં પારંગત ( બ્રાહ્મણ ) પણ હથિયાર લઈ સામે થાય, તે તેને પણ તેનું સાચુ' સ્થાન બતાવી દેવુ' અને અંકુશમાં રાખવેા,– એ રાજ્યધર્મ છે. ટૂંકમાં ધર્મની રક્ષા અર્થે જે કંઈ કરવું પડે તે કરવુ’. એવું કરવાથી રાજા ધર્મભ્રષ્ટ કે ધન નથી બનતા. બ્રાહ્મણા ઉડ્ડ અને—અને તેમને મારી તે। શકાય જ નહિ એ પરંપરા આડી આવે—તા તેમને દેશનિકાલ કરવા; પણ તેમને જતા તો ન જ કરવા.
બાકી તે પ્રજામાંથી શ્રેષ્ઠ માનવીઓને વીણીવીણીને રાજકાજમાં જોડી દેવા, કારણ કે શ્રેષ્ઠ માનવીએ જ રાજાના સૌથી મોટા ખજાના છે. બધીયે જાતના સંરક્ષક કિલ્લાઓ કરતાં આ માનવકિલ્લો, નરવુર્ણ, એ રાજા માટે શ્રેષ્ઠ દુ છે. આખરે તે પ્રજાનું હિત એ જ રાજાનું હિત છે, એ સમજીને ગર્ભિણી સ્ત્રીને આદર્શ રાજાએ રાખવા. ગર્ભિણી સ્ત્રી જેમ પોતાના સુખદુઃખ કે ગમા-અણુગમાા વિચાર ન કરતાં પેાતાના પેટમાં જે સંતાન છે તેના જ હિતને વિચાર કરે છે, તેમ રાજાએ પણ પોતાના વ્યક્તિગત દુઃખસુખનો વિચાર વઈને પ્રજાહિતને જ નજર સમક્ષ રાખવું અને પ્રજાહિતની સાધના અર્થે જે કંઈ કરવું ઘટે તે બેધડક કરવું.
આ પછી રાજયાએએ પાતાના નાના—મેટા કમ ચારીઓ સાથે કેવી રીતે વર્તવું અને કેવી રીતે ન વુ' વગેરે વીગતવાર સમજાવે છે. રાજાની એક આચારસંહિતા ( code of conduct) જ જાણે રજૂ કરે છે.
રાજા માટે સૌથી મોટા દુર્ગુણુ વ્યાસજીને મન Passivity છે, નિશ્ર્ચિતા છે, રાજા તેા હંમેશાં સજાગ અને સક્રિય પગલાં લેનાર હેાવેશ ધટે. અ-વિરાધકર્તા રાજા અને અપ્રવાસી બ્રાહ્મણ બેય સરખા. બેયને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
ભૂમિ શ્ચમી જવાની, જે માં આવનારને સર્પગ્રી જય છે .તેમ એટલે રાજ્યહિતથી લાકહિતથી વિપરીત વર્તન કરનારને પછી જલે તે ગુરુ કે મિત્ર હાય, તરત જ હષ્ણુવા.
गुरोरप्यवलिप्तस्य कार्याकार्यमजानत । उत्पथप्रतिपन्नस्य दंडो भवति शाश्वतः ॥
લોકહિતની સાધના એ જ રાજવીઓના સનાતન ધર્મ છે. ( સ્ટોરન તમેવાત્ર રાશાં ધર્મઃ સનાતનઃ) એમ કહીને પછી એ હિતની સાધના માટે કયા કયા ગુણી આવશ્યક છે તે વીગતવાર વર્ણવે છે, અને એ સૌમાં · પ્રજારક્ષણ ’પ્રથમ સ્થાને છે, એ બતાવવા માટે કહે છે કે સમુદ્ર વચ્ચે ભાંગી ગયેલી નાવના ત્યાગની પેઠે, આ છ વસ્તુઓના ત્યાગ માણસ માટે અનિવાર્ય છે : (૧) પ્રવચન ન કરનાર આચાર્ય, (૨) મ`ત્રો ન ભણી શકે એવા ઋત્વિજ, (૩) રક્ષણ ન કરી શકે એવા રાજા, (૪) અપ્રિયવાદિની ભાર્યા, (૫) ગામમાં જ ભરાઈ રહેવા માગતા ગોવાળ, અને (૬) વનમાં જ વસવા માગતા નાપિત ( વાણંદ).
*
:
આ પ્રમાણે મેં તને ‘ રાજધર્માં'નું · નવનીત ’નિતારી આપ્યું છે, યુધિષ્ઠિર,” ઉપસંહાર કરતા હેાય એવી રીતે ભીષ્મ કહે છે, “બૃહસ્પતિ, વિશાલાક્ષ, કાવ્ય, સહસ્રાક્ષ ઈન્દ્ર, મનુ, ભરદ્વાજ વગેરે આ રાજશાસ્ત્ર(Political Scicnce)ના પ્રòતારઃ આદ્ય વિચારકેા છે. એ બધા ‘રક્ષા’ના ‘ધર્મ”ને સૌથી વધુ અગત્યના ગણે છે; અને એ ધર્મનાં સાધને તેમણે આ પ્રમાણે વર્ણવ્યાં છેઃ ચાર, પ્રણિધિ, યોગ્ય સમયે અ-મમતાયુક્ત દાન, વિવેકપૂર્વક ( પ્રજા પાસેથી ) ધનપ્રાપ્તિ, સજ્જનાના સંગ્રહ, શૌર્ય, દાઠ્ય, સત્ય, પ્રજાહિત, અને સરળ તેમ જ કુટિલ બન્ને ઉપાયો વડેશ ઝુપક્ષનું ભેદન, ઋણું અને પડું પડું થઈ રહેલાં ‘કેતા ’ની દેખભાળ તથા મરામત, બન્ને પ્રકારના દંડના પ્રયાગ, સજ્જનાના અ-પરિત્યાગ, કુલીનાની માવજત, સંગ્રહ કરવા લાયક વસ્તુઓના સંગ્રહ, બુદ્ધિમાનની સેવા, સૈન્યોની પ્રસન્નતા, પ્રજાની દેખભાળ, કર્તવ્ય કર્મ વિશે ‘અ-ખેદ’–બિનથાક ઉદ્યોગ, કાનું વિવર્ધન, શહેરાનું સંરક્ષણ, અ-વિશ્વાસ ’, શહેરીઓના સધા રાજ્યને માથે ચઢી ન બેસે એવી રીતનુ ં તેમનું ‘ ભેદન ’, શત્રુપક્ષમાં રહેલ મિત્રોની શેાધ અને માવજત, સેવાના ‘ઉપજાપ’, નગરાની પ્રત્યક્ષ જાણકારી, કાઈના પ્રત્યે વધુપડતા વિશ્વાસ ન રાખવા, સૌને આશ્વાસનરૂપ બની રહેવું,
<
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
નીતિધર્મનું પાલન, ઉત્થાન, શત્રુની અન અવજ્ઞા, અનુપેક્ષા, અને અનાર્યતા તથા અનાર્રાના ત્યાગ,
આમાં પણ ઉત્થાન’ની પ્રશંસા કરતાં પિતામહ થાકતા જ નથી. બૃહસ્પતિના મત પ્રમાણે ‘ ઉત્થાન’ એ રાજધર્મનું ‘ મૂલ ’ છે એમ તે કહે છે. અને પ્રાચીન પરંપરાના નીચેના ક્લાક ટાંકે છેઃ
उत्थानेनामृतं लब्धमुत्थानेनासुरा हताः । उत्थानेन महेन्द्रेण श्रेष्ठ्यं प्राप्तं दिवीह च ॥
उत्थानवीरः पुरुषो वाग्वी रानधितिष्ठति । उत्थानवीरान् वाग्वी रमयन्त उपासते ।। उत्थानहीनो राजा हि बुद्धिमानपि नित्यशः । प्रधर्षणीयः शत्रूणां भुजङ्ग इव निर्विषः ||
राज्यं हि सुमहत् तन्त्रं धार्यते नाकतात्मभिः । न शक्यं मृदुना वोढुमा बासस्थानमुत्तमम् ॥ राज्यं सर्वामिषं नित्यमार्जवेनेह धार्यते । तस्मान्मिश्रेण सततं वर्तितव्यं युधिष्ठिर ॥ यद्यप्यस्य विपत्तिः स्याद् रक्षमाणस्य वै प्रजाः । सोऽप्यस्य विपुलो धर्म एवंवृत्ता हि भूमिः ॥
દેવરાજ ઇન્દ્રે ઉદ્યોગથી જ અમૃત પ્રાપ્ત કર્યું અને અસુરાના સંહાર કર્યા તથા ઉદ્યોગથી જ દેવલાકમાં અને પૃથ્વીલેાકમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી.
ઉદ્યોગી જના વાણીશ્રા (વાવી) પુરુષો પર પેાતાનું આધિપત્ય જમાવે છે. ઉદ્યોગવીરાની પ્રસન્નતા માટે વાણીવીા તેમની ઉપાસના કરતા હોય છે.
ઉદ્યોગહીન રાજા, બુદ્ધિમાન હેાવા છતાં પણુ, વિષહીન સર્પીની પેઠે સદા શત્રુઓથી પરાસ્ત થતા રહે છે.
જેણે પેાતાના મનને વશ કર્યુ” નથી એવા ક્રૂર સ્વભાવવાળા રાજા રાજ્યના વિશાળ તંત્રને સંભાળી શકતા નથી, તેમ બહુ કામળ પ્રકૃતિવાળા રાજા પણ રાજ્યભાર વહન કરી શકતા નથી.
રાજ્ય સર્વના ઉપભાગની વસ્તુ છે. તેથી સદા સરળ ભાવથી તેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
સંભાળ રાખવી જોઈએ. આ કારણે રાજામાં ફરતા અને કોમળતા બંને ભાવનું મિશ્રણ હોવું જોઈએ. • પ્રજાની રક્ષા કરતાં રાજાના પ્રાણ ચાલ્યા જાય તે પણ તેને માટે તે મહાન ધર્મ છે. રાજાઓને વ્યવહાર અને વર્તન આ પ્રકારે જ હેવા જોઈએ.”
વ્યાસજી લખે છે કે ભીષ્મને આ સંભાષણને કૃષ્ણ તેમ જ મુનિઓએ સાધુ સાધુ'! કહીને અત્યંત પ્રસન્નતાપૂર્વક વધાવ્યું. પણ યુધિષ્ઠિર તા. હજુ તનમના જ હતો. અકૃપૂર્ણ નેત્રો વડે પિતામહને પગે લાગીને તેણે કહ્યું :
श्व इदानीं स्वसन्देहं प्रक्ष्यामि त्वां पितामह । “મારા મનમાં હવે જે કંઈ સંદેહ છે તે હું આપને આવતી કાલે પૂછીશ. સવિતા અસ્તાચળ તરફ જઈ રહ્યો છે–પૃથ્વીના રસનું પાન કરીને (રમ્ આપી વાવ); માટે વિરમીએ.”
પછી ત્યાં આગળ ઉપસ્થિત એવા બધા મુનિઓને વંદન કરી, પિતામહની પ્રદક્ષિણા કરી, કૃષ્ણ અને કૃપાચાર્ય વગેરેને લઈને યુધિષ્ઠિર વગેરે પોતપોતાના રથમાં બેઠા અને પછી દુષવતી નદી પાસે વિધિપૂર્વક સંધ્યોપાસના કરી હસ્તિનાપુરમાં પ્રવેશ્યા.
૨૬૦. રાજ શબ્દની ઉત્પત્તિ
બીજા દિવસની સવારે તેઓ પાછા કુરુક્ષેત્રમાં ભીષ્મ પાસે આવ્યા; અને પિતામહને સુવાં જ જ્ઞની પૃ – “આપની રાત તે સુખપૂર્વક વિતી છે ને?” એમ પૂછીને, વ્યાસ વગેરે ઋષિઓને વંદી ભીમને વીંટળાઈને સૌ બેઠા અને યુધિષ્ઠિરે હાથ જોડીને પોતાને પ્રશ્ન રજૂ કર્યો.
“આ “રાજા” એ શબ્દ સૌથી પહેલાં કેવી રીતે ઉત્પન્ન થયો ?” યુધિષ્ઠિર પૂછે છે, “ જેવા બીજા હજારો લાખો માનવીઓ છે, તેવો જ રાજા પણ એક માનવી જ છે, છતાં એ માનવી, એ રાજા વિશિષ્ટ બુદ્ધિવાળાઓ ઉપર તેમ જ શુરવીર ઉપર શાસન શી રીતે ચલાવી શકે છે? આખું જગત એ ની પાસે, જેમ દેવની પાસે, વિનમ્ર થઈને રહે છે, તેની પાછળનું કારણ અસ્ત્ર તે નહિ જ હોય!”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
ભીષ્મ એને રાજા શબ્દને અને રાજ્યના આરંભને ઇતિહાસ સંભળાવે છે.
', '
. . : “સૃષ્ટિની શરૂઆતમાં ન રાજા હતા, ને રાજ્ય હતું, ” પિતામહ શરૂ કરે છે, “ન દંડ હતું, ન દાંડિક હતો; ધર્મ વડે જ પ્રજા પરસ્પરનું રક્ષણ કરતી હતી,” એને અર્થ એ કે પ્રત્યેક પ્રજાજન જે ધર્મપૂર્વક વર્તે તે રાજા કે રાજ્યની કે દંડ કે દંડ આપનારની આવશ્યકતા જ ન રહે.પણ આદિકાળની એ નિર્દોષતા ઝાઝો વખત ટકી નહિ. ધર્મપૂર્વકનું વર્તન કરવામાં મોહ, લોભ, કામ, રાગ આદિ દુર્ગને કારણે માણસે શિથિલ બન્યા અને વાચ્યાવાચ્ય, કાર્યાકાર્ય, ભક્ષ્યાભઢ્ય, દોષાદેષ વગેરેને વિવેક ખોઈ બેઠા..અને ધર્મ નષ્ટ થ.
દેવો આ આપત્તિના નિવારણ અર્થે બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ માનવજાતિની વ્યવસ્થા માટે મારતાનાં સા–એક લાખ શ્લેકેનું એક નીતિશાસ્ત્ર (code of conduct) રચીને તેમને આપ્યું. આ નીતિશાસ્ત્ર, દંડનીતિશાસ્ત્ર સૌથી પહેલાં ઉમાપતિ શિવે ગ્રહણ કર્યું; પણ પ્રજાનું આયુષ ટૂંકું છે અને આ 'શાસ્ત્ર અતિ વિસ્તૃત છે એમ સમજીને તેમણે તેનો સંક્ષેપ કર્યો. અને એ સંક્ષિપ્ત નીતિશાસ્ત્ર-દશ હજાર અધ્યાયોનું–તેમણે ઇન્દ્રને ભણુવ્યું. ઈન્ડે વળી પાછું એને પાંચ હજાર અધ્યાયોમાં સંક્ષિપ્ત કર્યું. બહસ્પતિએ પાંચ હજારના ત્રણ હજાર કર્યા; અને તે પછી શુક્રાચાર્યે એને ફક્ત એક જ હજાર અધ્યાયમાં સંક્ષિપ્ત કર્યું. આ સંક્ષેપ મનુષ્યના ટૂંકા આયુષ્યની દૃષ્ટિએ જ કરવામાં આવ્યો હતો.
આ પછી દેવો વિષ્ણુ પાસે ગયા : “આ હજાર અધ્યાયવાળા (શુક્ર)નીતિશાસ્ત્રને ગ્રહણ કરી શકે, અને તે પ્રમાણે પ્રજાપાલન કરી શકે એ કઈ મનુષ્ય બતાવે.” એટલે વિષ્ણુએ પહેલાં પ્રથમ એક સૈકસ વિર માનવં સુરમ્ સ. પણ એ વિ-રજે (રજોગુણ વગરના માણસે) પૃથ્વીનું પ્રભુત્વ સ્વીકારવાનો ઇન્કાર કર્યો. તે તે વૈરાગ્યને પંથે જ વળ્યો.
આ વિરજને કીર્તિમાન કરીને એક પુત્ર થયો, તે પણ પિતાને પગલે પગલે સંન્યાસી થયો. કીર્તિમાનને પુત્ર કર્દમ અને કઈમને પુત્ર અનંગ. અનંગે રાજ્ય કરવાનું સ્વીકાર્યું. અને તેના પછી તેને પુત્ર અતિબલ મહારાજ્યને ધણું થયું. સુનીથા નામની મૃત્યુની એક પુત્રીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
હર એ અતિઅલ પરસ્પે. જે લહનને પરિણામે અને જન્મ . પણ વેન અધર્મચારી હોવાને કારણે ઋષિઓએ એને “મંત્રપૂત કુશના સાધન વડે મારી નાખ્યો. અને પછી રાજ્યસંચાલન માટે વેનને કઈ વારસ ન હેતાં વેનના જમણ સાથળમાંથી તેમણે એક પુત્રને ઉત્પન્ન કર્યો. પણ તે પુત્ર ટૂકડકે, બળેલા થાંભલાના જે કાળે, લીલી આંખે અને કાળા વાળવાળો ‘નિષાદ નીવડતાં રાજ્ય માટે નાલાયક ઠર્યો.
આ પછી ઋષિએએ વેનના જમણા હાથમાંથી પૃથુ નામના પુત્રને ઉત્પન્ન કર્યો, જે કાતિ અને સૌન્દર્યમાં ઈન્દ્ર સમાન હતો. હાથ જોડીને તેણે ઋષિઓને કહ્યું: “આ કરે? હું આપનું શું પ્રિય કરું ?” ઋષિઓએ આદેશ આપ્યઃ
नियती यत्र धर्म वै तमर्शकः समाचर ।। प्रियाप्रिय परित्यज्य समः सर्वेषु जन्तुषु। काम क्रोधं च लोभं च मान चोत्सृज्य दूरतः । यश्च धर्मात् प्रविचलेत् लोके कश्चन मानवः । निग्राह्यस्ते स्वबाहुभ्याम् शश्वत् धर्ममवेक्षता ।। प्रतिज्ञा चाधिरोहस्व मनन कर्मणा गिरा। पालयिष्यामि अहं भौमं ब्रह्म इत्येव चासकृत् ॥ यश्चात्र धर्मो नित्योक्सो देखनीतिज्यपालयः तमशंकर करिष्यानि स्वक्शो न कदाचन ।।
હે વેનનન્દન, જે કાર્યમાં નિયમપૂર્વક ધર્મની સિદ્ધિ પ્રાપ્ત થાય છે, તે કાર્ય નિર્ભયતાથી કરે.
પ્રિય–અપ્રિયને વિચાર છેડીને તથા કામ, ક્રોધ, લોભ અને માનને. ત્યાગ કરીને સમસ્ત પ્રાણીઓ પ્રતિ સમભાવ રાખે.
જે કાઈ મનુષ્ય ધર્મથી વિચલિત હોય તેને, સનાતન ધર્મનું પાલન કરતાં કરતાં, પિતાના બાહુબળથી પરાસ્ત કરીને દંડ દે.
સાથે સાથે એ પ્રતિજ્ઞા પણ કરે કે, “હું મન, વચન અને કર્મથી ભૂતલવત બ્રહ્મ વૈદ)નું નિરંતર પાલન કરીશ. આ વેદમાં દંડનીતિ સાથે સંબંધિત જે નિત્યધર્મ દર્શાવ્યો છે, તેનું હું નિશંક પાલન કરીશ, ક્યારેય સ્વદી નહિ બનું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
એ પછી એ પૃથુનો છે તેમ જ ત્રષિઓએ અભિષેક કર્યો. પહેલાં જે “વિક્રમ” હતી તે પૃથ્વીને આ પ્રયુએ “સમ કરી એમ કહેવાય છે. પૃથ્વીને માનવીઓ માટે કામધેનું સમી બનાવીને પ્રજાનું તેણે રંજન કર્યું. માટે તે રાજા કહેવા અને આવી રીતે પછી “રાજા” શબ્દ પૃથ્વીપાલે માટે પ્રચલિત થઈ ગયે.
Divine rights of King | Flm Hml 24a yor att બધા જ દેશમાં એક વખતે હતી, તેના કરતાં આ કલ્પના સહેજ જુદી છે એ વાચક આપમેળે જ જોઈ શકશે. ભીષ્મ યુધિષ્ઠિરને સંભળાવેલ આ પરંપરાગત આખ્યાયિકામાં રાજાઓના Divine rightsના કરતાં divine responsibility પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. Divine rightsઈશ્વરદત અધિકાર છે, જાણે, પ્રજાને આપવામાં આવ્યો છે, સારા રાજવીને મેળવવાનો અને ખરાબને ખસેડવાને.
२६१. राजा कालस्य कारणम्
“ધર્મ” શબ્દ મહાભારતમાં આજે આપણે એ શબ્દને જે અર્થમાં વાપરીએ છીએ તે અર્થમાં નથી વપરાયે એ તે હવે સૌને સમજાઈ ગયું હશે. રાજધર્મ, પ્રજાધર્મ, વર્ણ ધર્મ, જાતિધર્મ, આશ્રમધર્મ આદિ શબ્દો જ કહી આપે છે કે “ધર્મ” શબ્દને અર્થ અહીં તે તે વ્યક્તિ કે વર્ગની વિશિષ્ટ જવાબદારી જેવો જ થાય છે. અંગ્રેજી શબ્દ duty અથવા ફારસી ઉપરથી આવેલ આપણે શબ્દ “ફરજ”—એ ધર્મ શબ્દના તે વખતના અર્થને વધારે મળ છે,
યુધિષ્ઠિર પિતામહને હવે સવર્ણોને લાગુ પડતું હોય એવો કયો ધર્મ છે તે વિષે તેમ જ વર્ણોના જુદા જુદા ધર્મો અંગે પૂછે છે. આમાં
સર્વિવાદ ધર્માદ” – દરેક વર્ણની દરેક વ્યક્તિને લાગુ પડે એવા ધર્મોની તપસીલ ધ્યાન ખેંચે એવી છેઃ
अक्रोधः सत्यवचनं संविभागः क्षमा तथा । प्रजनः स्वेषु दारेषु शौचम् अद्रोह एव च ॥
લાલ મુચાવી રીતે સર્વિવા . સાર્વવર્ણિક ધર્મો નવ છેઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
. (૧) અ-ક્રોધ (૨) સત્યવેચન (૩) સંવિભાગ (વહેંચીને ખાવું) (૪) ક્ષમા (૫) અ-વ્યભિચાર (૬) શૌચ (૭) અનદ્રોહ (૮) આર્જવ = ઋજુતા = સરળતા અને (૯) ભૂત્યભરણ—આપણે આશરે રહ્યા હોય તેવા સૌનું ભરણપોષણ.
પછી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શકના ધર્મો વર્ણવે છે. એ પછી ચારેય આશ્રમોના વિશિષ્ટ ધર્મોનું વર્ણન કરે છે. અહીં પણ વર્ણવ્યવસ્થા તથા આશ્રમવ્યવસ્થા બન્નેને પાયે સુરાજ્ય જ છે, એ જોતાં ફરી પાછી રાજ્યધર્મની પ્રશસ્તિ ઉચ્ચારે છે અને એ સંદર્ભમાં વિષ્ણુ અને માધાતા. વચ્ચે પુરાતન કાળમાં થયેલ એ જ સંવાદ પણ ટાંકે છે. સર્વે વર્ણો અને સર્વે આશ્રમો પોતપોતાના વિશિષ્ટ ધર્મોનું પાલન કરીને જગતમાં જે પુણ્યસંચયે સજે છે, તેના કરતાં સો ગણું પુણ્ય રાજા પ્રાપ્ત કરે છે, તેમને સૌને રક્ષીને, તેઓ સૌ પિતાપિતાના ધર્મોનું રૂડી રીતે પાલન કરી શકે એવું શાંતિ અને સલામતીભર્યું વાતાવરણ સર્જીને.
रक्षणात् तच्छतगुणं धर्म प्राप्नोति पार्थिवः । એથીયે આગળ જઈને ભીષ્મ એવું પ્રતિપાદન કરે છે, કે કૃત, ત્રેતા, દ્વાપર અને કલિ એમ ચાર યુગની જે વ્યવસ્થા પ્રાચીનએ કલ્પી છે, તે પણ કલાશ્રિત નથી, રાજાશ્રિત છે. ' .
कालो वा कारणं राज्ञो राजा वा कालकारणम् ।
इति ते संशयो माऽभूत् राजा कालस्य कारणम् ॥ એ સુવિખ્યાત બ્લેક અહીં આવે છે.
રાજા ધર્મનું પાલન સોએ સો ટકા કરે અને કરાવે તે કૃતયુગનું પાલન પોણા ભાગનું જ થાય તે ત્રેતા; અર્ધા ભાગનું જ થઈ શકે, તે દ્વાપર અને
दग्डनीति परित्यज्य यदा कान्येन भूमिपः। . . પ્રજ્ઞાઃ ફિરનાતિ મયોન પ્રવર્તત તદા કૃત્રિ ! "
૨૬૨ “સિવિલ” અને “મિલિટરીને સમન્વય !
રાજ પછીનું સ્થાન પુરોહિતનું છે–રાજ્યતંત્રમાં રાજાને સત તરફ પ્રેરે અને અસતથી નિવારે એવાને જ વક્તવ્યો રાત્રપુરાદિતા અહીં પણ પરંપરાના સુ-જ્ઞાતા ભીષ્મ પુરુરવા અને માતરિશ્વા વચ્ચે પ્રાચીન કાળમાં થયેલ એક સંવાદને જ હવાલે આપે છે.
તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
૭૫ પુરુરવા માતરિક્ષાને પૂછે છેઃ “બ્રાહ્મણે સમેત ચારે વર્ણો કેવી રીતે ઉત્પન્ન થયા અને બ્રાહ્મણને એ ચારેયમાં શ્રેષ્ઠ શા માટે ગણવામાં આવ્યો ?” માતરિશ્વા એને જાણીને જવાબ આપે છે, અને ઉમેરે છે કે બ્રાહ્મણ “ધર્મ કેશની રક્ષા અર્થે છે, જ્યારે ક્ષત્રિય રાજ્ય-કેશ”ની રક્ષા અથે છે. પણ બ્રાહ્મણની તેની વ્યાખ્યા માત્ર જન્મજાતથી જ નથી વિરમતી. બ્રાહ્મણ તે મહાભારતકારને મન, તે જ છે જે કૃતવૃત્તોડન, ધર્મા, તપસ્થિ, સ્વધર્મપરિતૃત અને -વિત્તર: હેય. આવા બ્રાહ્મણ પુરોહિતના સલાહસૂચનથી રાજ્યનું સંરક્ષણ કરતા રાજાને માતરિશ્વાએ આ શ્લેકમાં બિરદાવ્યો છે.
इन्द्रो राजा यमो राजा धर्मो राजा तथैव च। .
राजा बिभर्ति रूपाणि राज्ञा सर्वमिदं धृतम् ॥ પણ બ્રાહ્મણની–સાચા બ્રાહ્મણની સમાજને ઉપયોગિતા છે, તેટલી જ ક્ષત્રિયની–સાચા ક્ષત્રિયની તેને ઉપયોગિતા છે. સમાજની ધારણા આ બન્ને વચ્ચેના સુસંવાદ, સમન્વય ઉપર અવલંબે છે. એની સાથે થયેલ કશ્યપના એક સંવાદને ટાંકીને ભીષ્મ કહે છે?
मिथोभेदाद् ब्राह्मणक्षत्रियाणां . ..
प्रजा दुःखं दुःसहं चाविशन्ति । બ્રાહ્મણે અને ક્ષત્રિય વચ્ચે પરસ્પર વિરોધનું વાતાવરણ ઊભું થાય ત્યારે પ્રજા દુસહ દુઃખમાં પ્રવેશ કરે છે. ખરી વાત તો એ છે કે,
ત્રણ વર્ષથતિ ક્ષત્ર લકતો દ્રા વિવધતા. બ્રાહ્મણ ક્ષત્રિયનું સંવર્ધન કરે છે; અને ક્ષત્રિય બ્રાહ્મણનું સંવર્ધન કરે છે; કારણ કે બ્રાહ્મણમાં તપોબલ અને મંત્રબલે છે, જ્યારે ક્ષત્રિયમાં અસ્ત્રબલ અને બાહુબલ છે. અને સમાજને એ ચારેય બળની જરૂર છે.
પણ લાગે છે કે રાજધર્મની આટઆટલી પ્રશંસા ભીષ્મ જેવાને એ સાંભળવા છતાં યુધિષ્ઠિરના મનનું સમાધાન નથી થતું, રાજ્યની પ્રાપ્તિ અને એનું સંરક્ષણ જે જે ઉપાય દ્વારા થાય છે તે બધા એને. ધર્માધમમિશ્રિત"લાગે છેસર્વથા વિશુદ્ધ નથી લાગતા. એટલે અર્જુનને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
ગીતાના પહેલા અધ્યાયમાં જે વિષાદ થયો હતો, તે વિષદ મનમાં લાવીને ભીષ્મને તે કહે છે : ,
____ वनमेव गमिष्यामि तस्माद् धर्मचिकीर्षया ।
“વનમાં “મૂલલાશન મુનિ' બનીને ધર્મની જ આરાધના કરીશ.”
એટલે વળી પાછા જ્યાંના ત્યાં!
ભીષ્મ એને ફરી સમજાવે છે: “તારામાં શુદ્ધ સત્ય જ, આશંસ્ય જ, ભારેભાર ભર્યું પડયું છે. પણ રાજ્ય શુદ્ધ આનૃશંસ્ય વડે ચલાવવું દુર્ધટ છે. વારે વારે “ધર્મ લેપના નામથી થડક્તા રાજાને લેકે ગણકારતા નથી; અને રાજા વગર અરાજક્તા થાય છે, અને ધર્મનું આચરણ કેાઈના માટે શક્ય નથી બનતું એ તને મેં ખૂબ વિસ્તારથી - આ પહેલાં પણ સમજાવેલ છે. ગીતાના શબ્દ વાપરીએ તે કઈ પણ કર્મ સદંતર દેષમુક્ત નથી, (સહä વર્ષ શૌન્તય સતોષ-પિ ન ) માટે પ્રાપ્ત કર્મ નિઃસ્વાર્થ, નિષ્કામ બુદ્ધિથી, સર્વના ઉદયના હેતુથી, કરવું જ.
૨૬૩. શાન્તિપર્વ અને કથાવસ્તુ વિષાદજનિત વૈરાગ્ય અને રાજ્યસંચાલનધર્મજનિત સંસારવાસબે વચ્ચે યુધિષ્ઠિરનું મન ડામાડોળ છે. ગીતાના શબ્દોમાં કહીએ તે એની
બુદ્ધિ વ્યવસાયાત્મિકા કદી થતી જ નથી; અને કદાચ, આ જ કારણે પિતામહને એ પ્રશ્નો પૂછ્યા જ કરે છે; અને પિતામહ પણ, કદાચ સમય એ જ બધા રોગોનું ઓસડ છે, એવી ગણતરીએ વિસ્તારપૂર્વક જવાબો દીધે જાય છે. પણ પિતામહની એક ખૂબી છે. પુછાયેલા પ્રશ્નને સીધો જવાબ - આપવાને બદલે, પોતાની સ્મૃતિના ખજાનામાંથી એ કઈ જૂની દષ્ટાંતકથા કાઢે છે, અને પૂર્વે આવો પ્રશ્ન પુછાયેલો તેને જવાબ આ રીતે અપાયેલો છે, એમ કહીને બધીયે જવાબદારી પ્રાચીન પરંપરા પર નાખે છે! એ જમાને જ એવો હતો, જ્યારે માણસ પોતાના મૌલિક ચિન્તનને પણ કઈ પ્રાચીન ઋષિના ઉદ્દગારો કે વિચારો તરીકે ખપાવતા હતા.
શાન્તિપર્વમાં આ રીતે ચર્ચાયેલા વિષયની વિગતવાર છણાવટ કરીએ, અને દરેક પ્રશ્નની સાથે સંકળાયેલ દષ્ટાન્તકથાઓ વર્ણવીએ તો તેને માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
એક સ્વતંત્ર મેટો કન્થ જ લખ પડે. એટલે અહીં વિષયની યાદી જ આપને સંતોષ લઈશું. . . . . . .
ઉત્તમ તથા અધમ બ્રાહ્મણે સાથે રાજાએ કે વ્યવહાર રાખવો. આપતકાળે બ્રાહ્મણ વેશ્યવૃત્તિથી પણ પિતાની જાતને ટકાવી રાખી શકે. મંત્રીઓની પરીક્ષા. સભાસદ વગેરેની વ્યાખ્યા. . ગુપ્ત મંત્રણા. . .
મંત્રણામાં કેને કેને સામેલ કરવા અને કોને કોને એમાંથી આવા રાખવા.
મંત્રણાનું સ્થાન–મંત્રણાભવન કેવું હોવું જોઈએ. જરૂર પડયે, કળથી કામ લેવા માટે મૃદુ ભાષણની અગત્ય. રાજાની વ્યવહારનીતિ. મંત્રીમંડળની રચના. દંડની ઉચિતતા. દૂતો, દ્વારપાલ, શિરેરક્ષકે, અમા, સેનાનાયકે વગેરેના ગુણે. રાજાઓને વસવા લાયક નગરદુર્ગે. પ્રજાપાલન-વ્યવહાર, તપસ્વીઓને આદરસત્કાર. રાષ્ટ્રના સંરક્ષણ અને સંવર્ધનના ઉપાયો. કરવેરા અને રાજ્યકાશ. રાજએનું કર્તવ્ય. . ધર્મપાલન–રાજવીઓનું સર્વપ્રથમ કર્તવ્ય. યુદ્ધનીતિ. સન્યસંચાલનની નીતિરીતિ. જુદા જુદા પ્રદેશના યોદ્ધાઓના સ્વભાવ અને તેમની લડવાની રીતે. શત્રુઓના હાથમાં ગયેલા પ્રદેશોની પુનઃપ્રાપ્તિ. ગણતંત્રરાજ્ય. માતાપિતા તથા ગુરુની સેવાનું મહત્ત્વ. સત્યાસત્યવિવેચન. આપત્તિઓને પાર કરવાના ઉપાય. દંડનું સ્વરૂપ, તેનાં નામે, પ્રભાવ અને પ્રયોગ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
શીલને પ્રભાવ, ધર્મ, સત્ય, સદાચાર, બળ અને શ્રી –'બધું શીલાશ્રિત છે. આપદધર્મ. મોક્ષધર્મ,
છેલ્લા મોક્ષધર્મ–પર્વના ૧૯૧ અધ્યાય છે અને તે પહેલાંના આપદધર્મ પર્વના કર અધ્યાય છે. ભીષ્મ અને યુધિષ્ઠિર વચ્ચેના સંવાદનું સરળ પ્રવાહઝરણું, એક તરફ બહુશાખ અને બીજી તરફ જટિલ બનીને અંતે કાઈ મહાનદીમાં કે સમુદ્રમાં સમાઈ જવાને બદલે કોઈ મહારણમાં લુપ્ત થઈ જાય છે, એમ લાગ્યા વગર રહેતું નથી. શાંતિપર્વને પ્રારંભ શ્રીકૃષ્ણના સૂચનથી ભીષ્મ-યુધિષ્ઠિર સંવાદ રૂપે થયેલ છે, એ હકીકત જ જાણે એ પર્વના અંતમાં વિસરાઈ ગઈ લાગે છે. આદિપર્વથી માંડીને તે ઠેઠ સ્ત્રીપર્વ સુધી અને તે પછી અશ્વમેધથી માંડીને તે ઠેઠ સ્વર્ગારોહણ પર્વ સુધી વ્યાસની જે હદયંગમ કલમ સર્વત્ર દૃષ્ટિગોચર થાય છે તે આ શાંતિપર્વના શરૂઆતના થોડાક અધ્યાય પછી જાણે સાવ બદલાઈ ગઈ છે. કલાકાર અને કથાકાર વ્યાસને બદલે વાચકને જાણે સંપાદક અને પુરાણપરસ્ત વ્યાસની કલમ જ બહુધા જોવા મળે છે; અને એ બે કલમો વચ્ચે એટલે મોટો અને આશ્ચર્યકારક તફાવત દેખાય છે કે એ વ્યાસજી એ જ હશે તે વિષે શંકા ઊપજે. શાંતિપર્વ તેમ જ અનુશાસનપર્વના ઘણુ બધા ભાગનું કર્તુત્વ કાઈ એક જ વ્યક્તિનું નહિ, પણ છૂટીછવાઈ અનેક વ્યક્તિઓનું દેવું જોઈએ એમ માનવા માટે કારણે પૂરતા પ્રમાણમાં એ લખાણોમાંથી જ મળી રહે છે. શાન્તનુના કુળની કથાનો અત્યંત સુંદર રીતે શણગારેલો સંધ આદિપર્વરૂપી એક કલાત્મક કેડી પર રવાના થયો અનેક વન-ઉપવને, સરોવરે, સરિતાઓ, શિલ, નગર, ગામો સોંસરવી થઈને એ કેડી સ્ત્રી પર્વના અંત સુધી અને શાતિપર્વના આરંભ સુધી પહોંચી અને પછી ગમે તે કારણે અદશ્ય થઈ ગઈ—સાથે સંઘ પણ અદશ થઈ ગયે : કડી અને સંધ બને કેાઈ પણ જાતના આયોજન વગરના ગીચ જંગલમાં જાણે ખોવાઈ ગયાં. તે પછી આશ્વમેધિક પર્વના આરંભમાં નજડે પડે છે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
અનુશાસનપર્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
अकृत्वा मानुषं कर्म यो दैवमनुवर्तते । वृथा श्राम्यति सम्प्राप्य पतिं क्लीबमिवाङ्गना ॥
પુરુષાથ –માનવસુલભ કમ કર્યાં વગર જે દૈવની જ પ્રતીક્ષા કર્યાં કરે છે, તેની સ્થિતિ ક્લીબ (નપુંસક) પતિને પ્રાપ્ત થયેલ સ્ત્રીના રતિશ્રમ જેવી છે!
या दुस्त्यजा दुर्मतिभिर्या न जीर्यति जीर्यतः
योऽसौ प्राणान्तिको रोगस्तां तृष्णां त्यजतः सुखम् ॥
દુમુદ્ધિ મનુષ્યા જેને ત્યાગી શકતા નથી,
વૃદ્ધાવસ્થા આવતાં અને માણસની દૈહિક શક્તિઓ ક્ષીણ થતાં પણ, જે ક્ષીણ નથી થતી,
તે તૃષ્ણા એ માણસના પ્રાણહર રાગ છે, તે તૃષ્ણારાગના ત્યાગ કર્યાં વગર સુખ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
૨૬૪. ધર્માનું આદિમાંજ !
શાન્તિપર્વમાં 4 ધર્મો ’તુ • શાસન વર્ણવતાં જે કંઈ બાકી રહી ગયું લાગ્યું, તેનું શાસન, અનુશાસનપર્વમાં છે ( એનું નામ જ સૂચવે છે તે પ્રમાણે ). મહાભારત એક જ કલમની કૃતિ નથી, એમાં ત્રણુ જુદી જુદી કલમા વરતાઈ આવે છે એવું માનનારાને સમર્થન મળે એવા અનેક ક્ષેાકા અને અધ્યાયેા આ બન્ને પર્વમાં છે. ( ઈંતસ્તતઃ પણ નથી એમ નથી.)
C
*
"
પહેલાં
जय નામનું કાવ્ય, પછી भारत ં અને છેલ્લે " 'महाभारत એ ત્રણ પગલાંએ વેદવ્યાસની વાણીના આ વામન— અવતારને વિરાટમાં પલટયો. આ પ્રક્રિયા પણ ઓછામાં ઓછાં હજાર વરસ તા ચાલી જ હશે, કદાચ વધારે વરસા પણ ચાલી હાય; પણુ એ પૂરી થઈ. અને એને પરિણામે મહાભારતને પાંચમાં વેની પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ. તે પછી ધર્મ, અર્થ, કામ અને મેક્ષ, અને રાજનીતિ, સમાજશાસ્ત્ર, ઈતિહાસ, ભૂગાળ, લેાકનીતિ, વ્યાપાર-વાણિજ્ય, કૃષિ, પુરાણકથા-પોતાની દૃષ્ટિએ જે કંઈ મહત્ત્વનુ' લાગતું હેાય અને છતાં મહાભારતમાં આવવુ રહી ગયું હેાય, તેને હાશિયાર લકાએ મહાભારતમાં ઘુસાડી દીધુ, ( વ્યાસના કર્તૃત્વની અને પ્રતિષ્ઠા આપવા માટે!) અને શ્રદ્ઘાળુ લોકોએ એ બધું સ્વીકારી લીધું, એવા સ`શોધકેાના મત સાવ ખોટા તે નહિ જ હાય એમ માનવા માટે આ બે પર્વમાંથી પૂરતાં કારણે મળી રહે છે.
'
'
પણ આ બધી પણ લગભગ બે હજાર વરસ પહેલાંની વાત છે. બે હાર વરસથી મહાભારતને નામે જે વ્યાસપ્રણીત ગ્રંથ આપણી સામે છે, તે તે। આ અઢાર પર્વની અને લાખ ક્ષેાકેાની જ રચના છે. ટૂંકમાં મહાભારતમાં થયેલ છેલ્લામાં છેલ્લા ઉમેરા પણ બે હજાર વરસા જેટલા પ્રાચીન તા છે જ,
આમાં કોઈ અપવાદ નહિ જ હેાય એવું કહેવાના આશય, અલબત્ત, નથી.
‘ જય ’ને ‘ મહાભારત ’ તરીકે પ્રજા સમક્ષ પ્રતિષ્ઠિત થયેલ જોઈને એને ભારતીય સૌંસ્કૃતિને સંપૂર્ણ જ્ઞાનકેાશ બનાવવાની ઝંખના પ્રજાના
}
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
અગ્રણીઓમાં જાગી હશે અને પોતાની ર્દષ્ટિએ જે ઊણપો એમાં રહી ગયેલી એમને વરતાઈ હશે, તે બધીયને તેમણે પિતાની સ્વતંત્ર, અથવા પિતાની પાસેની પરંપરાગત રચનાઓ દ્વારા પૂરી કરી હશે. શરશય્યા પર સૂતેલ ભારતના પ્રાચીન પરંપરાના તજજ્ઞ ભીષ્મ પિતામહ પિતાના પૌત્રોપ્રપૌત્રો આદિની ભાવિ સંતાતને દૃષ્ટિ સમક્ષ રાખી યુધિષ્ઠિરને નિમિત્ત બનાવીને સાંસ્કૃતિક “પરંપરાઓનું નિરૂપણ કરે–એ માળખું સૌને એટલું બધું આકર્ષક અને ઉચિત લાગ્યું હશે કે પછી ભીષ્મના–એ અંતિમ મહાનિવેદનથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થોને લગતે કોઈ પણ વિષય અસ્કૃષ્ટ ન રહેવું જોઈએ, એમ તેમને લાગ્યું હશે. શાતિપર્વ અને અનુશાસનપર્વમાં ચર્ચાયેલા વિષયેની યાદી ઉપર દૃષ્ટિ કરવાથી આટલું તે સહેજે જ સમજાઈ જશે.
“સેકસના વિષયની ચર્ચાને આપણું પ્રાચીને કેવી બેધડક રીતે જેતા હતા તે વિષે અનુશાસનપર્વ પળભર તે આપણને આશ્ચર્યચક્તિ કરી દે એવું અજવાળું પાડે છે. “શું આ લેકે અદ્યતનેને પણ પાછા રાખી દે એટલા બધા (free) મુક્ત હશે, આ બાબતમાં,” એમ આપણને થાય છે. પણ આસન્નમૃત્યુ પરીક્ષિતને શુકદેવજી જેવા એક મહાયોગીએ એને જીવનના છેલ્લા દિવસોમાં જે જ્ઞાન આપ્યું છે તે જોતાં – ભાગવત વાંચતાં – આપણા પૂર્વજોની આ બાબતની શંખલારહિતતા અંગે જરા પણ આશ્ચર્ય ઉદ્ભવવું ન જોઈએ. (ભાગવતને રચનાકાળ મહાભારત પછીનો છે એ જાણીતું છે.)
અનુશાસનપર્વને આરંભ પણ – લગભગ શાન્તિપર્વની પેઠે જ – યુધિષ્ઠિરના વિષાદથી થાય છે. યુધિષ્ઠિરને પરંપરાએ “ધર્મને સંતાન માન્ય છે, એ જોતાં એને વિષાદ હોય તેમાં કંઈ નવાઈ પણ નથી. વિષાદ” એ ધર્મવૃક્ષનું આદિબીજ છે. આશ્ચર્ય જે ક્યાંય હોય, તે તે એ છે કે અર્જુન પણ યુધિષ્ઠિરની પેઠે–અને એના ત્રીજા સહોદર ભાઈ ભીમસેનથી ઊલટી રીતે, વિવાદપ્રધાન આત્મા છે; અને અર્જુનને એ જ પરંપરાએ ઈન્દ્રનો પુત્ર માને છે! ઈન્દ્રની પ્રતિષ્ઠા, અર્જુનનું પિતૃપદ તેને સાંપડયું તે વખતે, પાછળથી તે જેટલી હલકી થઈ ગઈ હતી, તેના પ્રમાણમાં ઘણું જ સારી હોવી જોઈએ એમ લાગે છે.
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
* શાતિપર્વમાં પિતાને ઉદ્દેશીને ભીષ્મ વડે પ્રબંધાયેલા “શમણી પિતાને શાંતિ નથી થઈ એમ યુધિષ્ઠિર અનુશાસનપર્વના આરંભમાં જ કહે છે: ર મેં દુ રાતિતિ .
આ અશાનિનું એક અત્યંત સબળ કારણ એ પોતે જણાવે છે એ રીતે,
#તે નુ શાન્તિઃ ચાતું ? હાથે કરીને કર્યું, હવે શનિ કેવી ?”
આવો ભીષણ માનવસંહાર (genocide) કરી-કરાવીને જે વિજય પ્રાપ્ત કરેલ છે તે પરાજ્ય જેવો જ છે એમ તે આગળ પણ કહી ચૂકેલ છેઃ ગયો મગાવાઃા તેને તે હવે દુર્યોધનની પણ અદેખાઈ આવે છે:
તમારી આ શરશયાગત અવસ્થા જેવા એ જીવ ન રહ્યો, એને હું ધાર્તિરાષ્ટ્રર્થ એવો મળે!” પોતાને એ સમજો: અને સુવાવન: માને છે. “સાચે જ, વિધાતાએ અમને પાંડવોને પાપકર્મ કરવા માટે જ સરજ્યા છે! હવે આ ભવે–આ લેકમાં તો એ પાપથી અમે છૂટવાના નથી જ; પણ અમિન ત્રો યથા મુi: થાકૂ–પરલોકમાં મુક્ત થઈએ એવું કંઈક બતાવો.” વગેરે.
હજારે વરસ પહેલાંની આ વાત છે,–જ્યારે war to end all wars જેવા આદર્શ ભાસી શદાડંબરે અસ્તિત્વમાં નહેાતા આવ્યા. યુદ્ધ એ કેટલું ભયાનક છે, બધા જ પક્ષને માટે, લડનારાઓ માટે તેમ જ ન લડનારાઓ માટે પણ, એ સૌથી વધુ તે તે જ જાણે છે, જે યુદ્ધમાં ભાગ લે છે, અને તેમાં પણ, અગ્રણી તરીકે ! અને અલબત્ત, જેનું અંતઃકરણ બુ કે રીટું થઈ ગયું નથી. મહાભારત યુદ્ધ સામે સૂગ ઊભી કરવાના ઈરાદાથી જ લખાયું છે એ વાત આગળ કહેવાઈ જ ગઈ છે.
૨૬૫. મૃત્યુની મીમાંસા
ભીષ્મનું પહેલું કામ તે, અલબત્ત, યુધિષ્ઠિરની પોતાના વિશેની આ પાપ-ભાવનાને દૂર કરવાનું છે. જયાં સુધી માનવી માનવી છે, અને તેનામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
ત્યાં સુધી અંતઃકરણ જેવું કંઈક છે, ત્યાં સુધી પોતે જેને ધર્મ કે ન્યાય” માનતો હેય. તેને “આગાહ” તે રાખશે જ, તેને રાખવો જ પડશે; અને એ આગ્રહ કેવળ વાણુગ્રહ ન બની રહે, એટલા માટે, એ આગ્રહની પ્રતિષ્ઠાને અર્થે એણે “મરવું અથવા મારવું પણ પડશે! as a last resort, છેવટેના ઉપાય લેખે. ગીતામાં આ જ ભાવને શ્રીકૃષ્ણ તાકૂનતાજૂથ નાનુશોત્તિ વંદિતાઃ' જેવી પંક્તિઓમાં ગૂંથેલો છે. Consequences- પરિણામો” ગમે તેટલાં ભયંકર આવે–પિતા માટે પણ! છતાં સદાગ્રહી માણસે પોતાને સદાગ્રહ નભાવ્યે જ છૂટકે ! (ગાંધીજીએ સદાગ્રહને ખાતર “મરી છૂટવાની’ નવી ટેકનિક આપી છે-જે અલબત્ત, મહાભારતના. ઉકેલ કરતાં હજારે વર્ષ આગળ છે. કૃષ્ણ આપણા સમકાલીન હતા, તે. તે પણ, કદાચ, છેલ્લાં પાંચ હજાર વરસોના ઈતિહાસને અજવાળે અહિંસક સત્યાગ્રહ જેવું કંઈક જરૂર શોધી કાઢત.)
- ભીષ્મ યુધિષ્ઠિરને ઉપરના જેવી દલીલો વડે પાપ-ભાર-મુક્ત કરવા માગે છે. “વધની પાછળ અંગત દૃષ્ટિની ભાવના હોય એ જુદી વાત છે; પણ એ જ વધની પાછળ કેવળ ધર્મસંસ્થાપનાની ભાવના હોય એ જુદી વાત છે. બીજી તરફ, માણસ મરે છે, તે કોઈને માર્યો નથી મરતો, ફક્ત પિતાના મેં કરીને જ મરે છે. પોતાના જ વર્મનું ફળ ન હોય એવું કશું માણસને વેઠવું પડતું નથી (વધ્યમાન વળા), આ બધું સમજાવવા માટે દાદા, યુધિષ્ઠિરને એક વાર્તા, એક દંતકથા, એક પૌરાણિક દંતકથા, fable અથવા Myth સંભળાવે છેઃ
"ગૌતમી નામની એક વૃદ્ધ તપસ્વિનીના એકના એક પુત્રને સપ કર અને પુત્ર મરી ગયે. અર્જુનક નામના એક પારધીએ આ દૃશ્ય જોયું અને “ખૂની” સપને પકડીને તેણે ગૌતમી સમક્ષ હાજર કર્યો.
“આ અધમ સર્પ તમારા પુત્રને વધકર્તા, મા.” તેણે કહ્યું, “એને દેહાંતદંડ મળવો જ જોઈએ. તમે કહો તે રીતે એના જીવનને અંત આણું! અગ્નિમાં ઝીંકું ? કે રાઈ રાઈ જેવડા ટુકડા કરું ? બોલે ! બાળકનું ખૂન કરનાર જીવતે રહેવા પામે છે તે સમાજને માટે) કોઈ પણ રીતે યંગ્ય નથી.”
ગૌતમી તપશ્ચર્યા અને સંયમ વડે પરિશુદ્ધ બનેલી છે. અર્જુનકને, આ પ્રસ્તાવ સાંભળતાંવેંત તે ધ્રુજી ઊઠે છે. પહેલાં તે એ એને ઠપકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
આપે છે, મયુક્તિ કહીને. “છોડી દે આ સને.” અર્જુનકને તે કહે છે, “તારા માટે એ અવધ્ય છે.
(સાપે કંઈ મારા પુત્રને હેતુપૂર્વક, સભાનપણે, વધ કર્યો નથી.) ભાવિના વિચારને છડીને વર્તવું એ આત્મા ઉપર વજન વધારવા જેવું છે.
“ો ત્યારે ગુરંત પ્રાપ્તવ્યમ્ વિનિયન્ા અને હું તને ખાતરીથી કહી શકું છું, પારધી, કે ધર્મપાલનને પરિણામે હળવાફૂલ બનેલ લેકે, નદીમાં જેમ મછવા તરે, તેમ આ ભવનદીને તરી જાય છે, ત્યારે પાપના બેજવાળા લેકે નદીમાં લોખંડનું શસ્ત્ર ફેંકે અને એ ડૂબી જાય તેમ ડૂબી જાય છે.”
તેની દલીલે—નૈતિક તેમ જ સામાજિક ભૂમિકા પરની–દેહાંતદંડની સજા કાનૂનપોથીમાંથી કાઢી નાખવી જોઈએ, એ અંગેની ચર્ચા કરનારાઓ માટે મહત્વની છે.
આ સીને મારવાથી મારો પુત્ર કંઈ જીવતે નહિ થાય.” ગૌતમી દલીલ કરે છે, “અને આ સર્પ જીવતા રહેશે, તે તેથી કેઈનું કશું નુકસાન નહિ થાય! આ પ્રાણી-પ્રાણવાળા જન્તુ–ના “ઉત્સર્ગ થી મૃત્યુ વડે ચુસાયેલ આ બ્રહ્માંડ અમર થોડું જ થઈ જવાનું છે!”
“બધી સુફિયાણી વાતે,” અર્જુનક જવાબ આપે છે, “ત્યારે સારી લાગે, મા, જયારે મન ઠેકાણે હોય, (વથસ્થત તૂપદેશા મવત્તિ) હું તે આ હલકટને ખતમ જ કરવાને..વળી જ્ઞાનીઓ કાળની ગતિને જાણતા હોય છે. અને સંસારકુશળ માણસો આખો વખત શોક કરતા નથી. મોડને પરિણામે શ્રેયની હાનિ જ છે, માટે હે ગૌતમ, તમે આ સપને મારવાની મને રજા આપે, અને એને શેક તજી દે.”
તું શાક અને મેહની વાત કરે છે, પારધી,” ગૌતમી જવાબ આપે છે, “પણ મારા જેવીને તો શેક કે મોહ કશું જ નથી. “ધર્મ' એ જ જેમને આત્મા છે, તેઓ સૌજન્યને કદી છોડતા નથી, મારો પુત્ર ગયે તે તે ગયો જ; પણ એથી આ સર્પને પણ વધ કરવો એ હું ઉચિત નથી સમજતી.” ..
કારણ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
- ન રહાણ નાં શોધોગતિ કૃતેઃ જોવાખ્ય વિનામ! :
मार्दवात् क्षम्यतां साधो मुच्यतामेष पन्नगः ॥ , પણ પારધી પિતાની વાત છેડતા નથી. તેની દલીલ તદ્દન વ્યવહારુ છે; અમદ્ પુજાર્ વરુવો ક્ષિતાઃ અપરાધીઓને (સમાજે) ત્યાગ કરવો ઘટે એવો ધર્મવેત્તાઓને આદેશ છે; કારણ કે એક અપરાધી છૂટે. હેય તે અનેકના મૃત્યુ અને દુઃખનું કારણ થઈ પડે છે. , પણ “આ એક જીવતા રહે તે અનેકને માટે મૃત્યુનું કારણ થઈ પડશે” એ દલીલ ગૌતમીને ગળે નથી ઊતરતી–ાઈ કેઈનું મૃત્યુ નિપજાવી શકતું નથી, અને કેાઈ કેઈને જીવન બક્ષી શકતું નથી. સૌ પોતપોતાના વર્ગ વડે જીવે છે, અથવા મરે છે, એવી તેની માન્યતા છે.
- ગૌતમી અને અર્જુનક વચ્ચે થતી વાતચીતમાં હવે સર્પ જાતે જ ઝુકાવે છે. પ્રારંભ એ અર્જુનને “બાલિશ” વિશેષણ વડે નવાજીને કરે છે: * : “હે અર્જનક, હે બાલિશ !” તે કહે છે, “મેં કંઈ આ બાળકને ક્રોધ કે લેભને વશ થઈને ડંખ નથી દીધો, હું પોતે મૃત્યુ વિવશ હતો. અ-સ્વતંત્ર હતો. હું એને ડંખ નહિ દઉં તે એ મને મારી નાખશે એવી મને બીક હતી. એટલે આમાં કેઈને પણ દોષ હોય તે તે મૃત્યુને. જ છે. મૃત્યુની બીકથી જ માણસ જગતમાં સર્વત્ર મૃત્યુ વેરતે, અથવા મૃત્યુની ધમકી આપતે ફરે છે.
' હવે મૃત્યુ આ પરિસંવાદમાં પ્રવેશ કરે છે. એ સપને કહે છે. : “મેં તને આ ગૌતમના પુત્રને ડંખ દેવાની પ્રેરણ કરી એમ તું કહે છે, સર્ષ, એ ખોટું નથી, પણ મને કાણે પ્રેરણા કરી, જાણે છે ? સાક્ષાત રે ! એટલે આના વધનું કારણ ૮ છે; નથી હું કે નથી તું.” અને છેલ્લે આ “મૃત્યુ” પિતાના બચાવમાં એક સુંદર રૂપક-દલીલ જૂ કરે છે: '
, , , : - “જેવી રીતે વાયુ વાદળાંને અહીંતહીં લઈ જાય છે, તેવી રીતે કાઢી મને, જ્યાં એની ઈચ્છા હોય ત્યાં લઈ જાય છે. (હું તે શનું એક સાધન છું, માત્ર.) આ આખું વિશ્વ આત્મા છે. નિરપેક્ષ રીતે અમર એવું અહીં કશું જ નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
ibid24 Time-bound, and 12 pÝ $814, Space-bound વિશ્વનું વર્ણન કરતા થોડાક શ્લોકો એની પ્રાસાદિક શિલી માટે તેમ જ એના વ્યક્તવ્યની ગહરાઈને માટે મૂળમાં જ જોવા જેવા છેઃ .
जंगमाः स्थावराश्चैव दिवि वा यदि वा भुवि। ... सर्वे कालात्मकाः सर्प कालात्मकमिदं जगत् ।।. प्रवृत्तयश्च लोकेऽस्मिन् तथैव च निवृत्तयः । तासां विकृतयो याश्च सर्व कालात्मकं स्मृतम् ।। . सरितः सागराश्चैव भावाभावौ च पन्नग। सर्वे कालेन सृज्यन्ते हियन्ते च पुनः पुनः॥
અહીં ગીતાની પેલી પ્રસિદ્ધ પંક્તિ મૂતમિર્ક પર્થ મૂવી મૂવી. કરી. (આ સમગ્ર ભૂતગ્રામ અવ્યક્તમાંથી આવિષ્કત થઈને પાછા અવ્યક્તમાં લીન થઈ જાય છે!) સહેજે જ યાદ આવી જાય છે.
આને અર્થ આટલો જ કે જર્યું તે જવાનું અને પ્રગટયું તે પરવારવાનું જ; પણ આપણી આંખોએ તે ફક્ત તે જ ચઢે છે, જે મૃત્યુના, ત્રના નિમિત્તસાધન જેવું બની રહે છે, ઉપરઉપરથી!
* પણ હવે #ાર પોતે જ પોતાને બચાવ કરવા માટે રંગમંચ પર આવે છે:
“આ બાળકના કે કેાઈના પણ દેહાન્ત માટે નથી જવાબદાર હું, નથી આ મૃત્યુ, નથી આ સર્ષ.” ,
. ત્યારે કોણ જવાબદાર છે?
.
यदनेन कृतं कर्म तेनायं निधनं गतः । આણે જે કર્મ કર્યું છે, તે કર્મ વડે તે મૃત્યુ પામે છે. બાળકનું નિધન થયું તેમાં બાળકનું કમી જ કારણભૂત છે.
વિનારાજે મારા સર્વે મેવા વયમ : ! ! અને પછી તો સ્પષ્ટતમ શબ્દમાં મહાભારત માણસના ભાવિની બધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
જ જવાબદારી માણસના પિતાના ઉપર જ નાખે છે—Existential philosophyની નજીકમાં નજીક જઈને.
यथा मृत्पिडतः कर्ता कुरुते यद् यद् इच्छति ।
एवम् आत्मकृतं कर्म मानवः प्रतिपद्यते ॥ .... આભત ર્મનું ફળ જ આત્માને મળવાનું ને નડવાનું! કૃવિંદ એને કેવો હાથમાં આવ્યું છે એ બાબત એ પરવશ છે, પણ હાથમાં આવેલ મૃપિંડમાંથી ધારે તે ઘાટ ઘડવાની એને છૂટ છે. (Limited responsibility and Limited freedom). અને અંતે પરિસંવાદને ઉપસંહાર કરતાં સ્ત્ર કહે છેઃ
एवं नाहं न वै मृत्युः न सो न तथा भवान् ।
न चेयं ब्राह्मणी वृद्धा शिशुरेवात्र कारणम् ॥ “આમ પ્રત્યેક જન્તુ પિતાના કર્મ પ્રમાણે જ ફળ મેળવે છે એ જાણીને, હે યુધિષ્ઠિર, તું શક ન કર,” ભીષ્મ ઉપસંહાર કરે છે. અને સહેજ પણ વિચારતાં કણ કબૂલ નહિ કરે કે ભીષ્મ આ રીતે હણાઈને શરશય્યા પર મૃત્યુ પામ્યા એને માટે પણ ભીમ જાતે જ જવાબદાર હતા. જે દુર્યોધનને તે દબાવી શક્યા હતા, જે તે તેને ત્યાગ કરી શક્યા હોત, જે તે યુદ્ધથી અલગ રહી શક્યા હોત (બળદેવની પેઠે) અથવા છેક છેલ્લી ઘડીએ (યુયુત્સુની પેઠે) પાંડવ-પક્ષમાં જઈ શક્યા હોત, તે તેમની દશા આવી ન થાત! પણ શક્ય એવા એક પણ વિકલ્પને તેમણે અમલમાં ન મૂક્યો અને જે માર્ગ નિશ્ચિત મૃત્યુ તરફ જ લઈ જતો હતો તે માર્ગે જ તેઓ ગયા.
વ્યાસજી લખે છે કે ભીષ્મનાં આ વચને સાંભળીને યુધિષ્ઠિર વિપતિક્વ થયે (ડીવારને માટે!)–અને પછી ભીષ્મ પિતામહને તેણે પ્રશ્નો પૂછવા માંડ્યા.
૨૬૬. મૃત્યુંજય?
યુધિષ્ઠિરને પહેલો પ્રશ્ન ઘણે જ નોંધપાત્ર છે. ચમત્કારિક અને વિચિત્ર પણ ગણી શકાય. જીવનધર્મની ભીમની અથવા ભીમના જમાનાની અથવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
૮૯
એમને જમાને જે જમાનાને આદર્શ ગણુતા હતા તે જમાનાની વ્યાખ્યા શું હતી તેના પર અરું અજવાળું પાડે છે.
આખી સૃષ્ટિ કાલાત્મક છે, દરેક જનુ મૃત્યુને આધીન છે,” એ સત્ય ભીષ્મને મોંએથી સાંભળતાંવેંત યુધિષ્ઠિરને એક બીજો વિચાર આવ્યોઃ શું શા–પ્રેરિત એ મૃત્યુ ઉપર કેઈ જ વિજય નહિ મેળવી શકતું હોય ? અને મેળવી શકતું હશે, તે તે કેવી રીતે, કઈ શક્તિને પ્રતાપે ? આ ભીષ્મ તેના આ કુતૂહલને શમાવવા અર્થે પણ એક વાર્તા કરે છેઃ . પ્રાચીન કાળમાં દુર્યોધન નામે એક આદર્શ રાજવી હતે. નર્મદા નામની નારીને તેના પર પ્રેમ થયું, અને તે તેને પરણી. સુદર્શના નામે એક દીકરી આ દંપતીને ત્યાં અવતરી. એ સુદર્શના પર અમિને પ્રેમ થયે. બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને અગ્નિએ (અથવા અગ્નિ નામના કોઈ બ્રાહ્મણે!) એનું માગું કર્યું; પણ દુર્યોધને અગ્નિના એ માગાને ઈન્કાર કર્યો. બે કારણે એક તે અગ્નિ ગરીબ હતો; અને બીજું, એ બ્રાહ્મણ હતા, ક્ષત્રિય ન હત, અ-સવર્ણ હતો.
વ્યાસજી લખે છે કે દુર્યોધનના આ ઈન્કારથી તેને યજ્ઞ નષ્ટ થયે. (યજ્ઞભાવના પરિગ્રહ કે વર્ણ, કશા જ બંધનને સ્વીકારતી નથી! વર્ણગ્રહ પણ એક પ્રકારનો પરિગ્રહ જ છે ને ?) રાજાએ બ્રાહ્મણની કને જઈને ધા નાખી : “આમ કેમ થયું ? મારે યજ્ઞાગ્નિ એકાએક ઓલવાઈ શા માટે ગયે ? તમારા કેઈ દોષે? કે પછી મારા જ દેશે?” બ્રાહ્મણે એ વિચારણા કરી ફેંસલો સંભળાવ્યું: “સુદર્શના અગ્નિને ઝંખે છે, અને અગ્નિ સુદર્શનાને ઝંખે છે, છતાં તમે “પરિગ્રહ, અને “વર્ણની દીવાલો એ બે વચ્ચે ઊભી કરી છે, એ જ કારણ છે.”
રાજા સમજી ગયે. અમિ અને સુદર્શના દંપતી બન્યાં. આ દંપતીને સુદર્શન નામે એક પુત્ર થયે, અને એ સુદર્શન, બીજાએ રમકડાં વડે રમતા હોય એટલી નાની ઉંમરે વેદને પારંગત બને.
આ સુદર્શન ઘવતી નામની એક કન્યાને પર. સુદર્શન અને ઓઘવતી કુરુક્ષેત્રમાં નિવાસ કરી રહ્યાં. આ સુદર્શનને મૃત્યુને જીતવાની ઈચ્છા થઈ. એાઘવતીને તેણે કહ્યું: “હું મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરવા માગું છું. અને તેને એક રસ્તે મને મૂક્યો છે. તે રસ્તે છે આંગણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
આવેલ અતિથિનું પૂજન. વર્ણ, પરિગ્રહ આદિ કશું જ જોયા વગર આંગણે આવેલ મનુષ્યને આદરસત્કાર, તને પણ મારી આ જ સૂચના છે. આવેલ અતિથિ કેાઈ પણ ઉપાયે સંતુષ્ટ રહે એમ તારે કરવું. અપિ મનઃ છવાને.. ગૃહસ્થને માટે અતિર્થિપૂજા કરતાં કોઈ પણ ધર્મ મેટાં નથી. (Haves should shoulder-the responsibility of have-nots ! as a social, moral and spiritual obligation.)
. હવે મૃત્યુને, “જીને એક સ્વભાવ જ છે. કઈ પણ વ્યક્તિ ઉમર થઈ જાય છે તેને ગમતું જ નથી. એટલે વિશ્વમાં નિરંતર યુદ્ધ જ ચાલ્યા કરે છે–અમરત્વ માટેની વ્યક્તિના પ્રયત્ન અને એ પ્રયત્નો આડેના મૃત્યુના પ્રયત્નો વચ્ચે. વ્યક્તિ ત્યાગ, તપ, સેવા આદિ વડે અમર થવાની કેશિશ કરે છે, જ્યારે મૃત્યુ તેને મ, ક્રોધ, લેમ, મોટું આદિમાં લપટાવીને મારી. નાખવા મથે છે. ''
સુદર્શન અને મૃત્યુ વચ્ચે પણ, અમર બનવાના સુદર્શનના નિશ્ચય. પછી આવો જ એક સંગ્રામ શરૂ થયું. રસ્ત્રાન્વેષી– છિદ્રની શોધ કરવાવાળું મૃત્યુ તો છેકે ને ધડકી લઈને સુદર્શનની પાછળ જ ફરતું હતું. . હવે એક વખત આ સુદર્શન યજ્ઞાથે જોઈતા ઇંધણની શોધમાં વનમાં ગયો હતો તે લાગ જોઈને એક બ્રાહ્મણ-અતિથિ સુદર્શનને ઘેર આવ્યો. સંભવ છે કે ઘવતી ઉપર તેને પહેલેથી જ રાગ હોય. સંભવ છે કે ' ઓઘવતીને જોતાં જ તેને તેના પ્રત્યે વાસના જન્મી હોય. જે હોય તે. પણ ઓઘવતી પાસે આવીને એણે અતિથિસત્કારની માગણી કરી.
રેન મર્થ ? રિવામિ?”ઓઘવતીએ પૂછ્યું: “તારે શું જોઈએ. છે?” “વયા મમ અર્થ:-મારે તો તારું કામ છે.” બ્રાહ્મણે જવાબ આયે, “અતિથિધર્મને વિશે તને શ્રદ્ધા હોય તો મને પ્રસન્ન કર.” - ઓધવતીએ આ બ્રાહ્મણને તેના આ વિચારથી ખેસવવાને ખૂબ પ્રયત્ન કર્યો, પણ બ્રાહ્મણને તે આ જ જોઈતું હતું. ". છેવટે એૉવતીએ પતિના વચનનું સ્મરણ કરી શરમાતા શરમાતાં. ભલે” એમ કહ્યું
, ' . !" , , nિ jએટલામાં તે બળતણ લેવા ગયેલ સુદર્શન આવી પહોંચ્યા. મૃત્યુ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
૧.
તેની પાછળ પાછળ જ ચાલતું હતું. (હવે પેતે જ પ્રોધેલ આતિથ્યધર્મનું પાલન કરતી પેાતાની પત્ની ઉપર સુદર્શન ક્રાધ કરે એટલી જ વાર ! )
cr
‘ ઓધવતી ! ’” !સુદર્શને આશ્રમમાં પગ મેલતાંવેત બૂમ મારી, સૌજન્યસ પન્ન, પતિવ્રતા, સરલ સ્વભાવતી અને સત્યશીલ એવી મારી. ભાર્યા કળ્યાં છે? ’’. તેણે ફરી બૂમ મારી.
આ વખતે પેલા બ્રાહ્મણુ અતિથિએ આગળ આવીને ખુલાસા કર્યા:
ઃઃ
તમારી પત્ની તમને જવાબ નથી આપતી એનું કારણ હું છું..
અતિથિ લેખે તમારા સત્કાર કેવી રીતે કરુ ?' એ પ્રશ્નના જવાબમાં
મે' એને પેાતાને જ માગી લીધી. એણે છટકવાના ઘણા પ્રયત્ન કર્યો, પણ વ્યર્થ .. એટલે તે મારી પાસે આવી છે. હવે તમારે કરવું હેાય તે કરો.”
t
cr
હવે મૃત્યુ, જે સુદર્શનની પાછળ પાછળ ચાલ્યું આવ્યું હતું, તેના માઢામાં પાણી આવી ગયું. હમણાં આ અગ્નિપુત્ર ગુસ્સે થશે, હમણાં એ ઈર્ષ્યાથી સતપ્ત થશે, હમણાં એ પાતાની પત્નીને પોતે જ આપેલી સલાહ ભૂલી જઈને મારવા દાડશે–એટલે હું એને મારા આ મુદ્મથી પૂરેા કરીશ, એવી એવી કલ્પનાઓ એ કર્યા કરતું હતું.
પણ ઈર્ષ્યા કે ક્રોધ કે હિ ંસા સુદર્શનમાં દેખાયાં જ નહિ.
'.
,,
ભલે બ્રાહ્મણવ, સુરત તેઽસ્તુ ” તેણે કહ્યું, “ અતિથિપુજન એ તે ગૃહસ્થના ધર્મ છે. મારા પ્રાણ અને મારી પત્ની સુધ્ધાં અતિથિ માગે એ મારે આપવુ' એ મારુ' વ્રત છે અને એનું પાલન પત્ની વડે થયુ છે એ જોઈને હુ' પ્રસન્ન થયે। .’
કહે છે કે પ્રકૃતિએ સુદર્શનનાં આ વચનાના સમર્થનસૂચક પડધા
પાડયો.
અને પછી એક આશ્ચર્ય થયું.
પેલા અતિથિ વિપ્ર ોતજોતામાં વિરાટ બની ગયા. ખ઼ુલંદ અવાજે ત્રણ લાક સાંભળે એમ એણે કહ્યું : “ હું ધર્મ છું, સુદર્શન ! તારી કસેાટી કરવા અર્થે જ આ બધું મેં કર્યું છે. હું જોઉં છુ‘“મારી સગી આંખે,. કે તેં મૃત્યુ પર વિજય મેળથ્થા છે, બાકી જગતમાં એવી ક્રાઈ શક્તિ નથી જે તારી સાી સ્ત્રીની સામે ઊંચી આંખ કરીને જોઈ પશુ શકે.’”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
* ૨૬૭. પૂરક પ્રશ્નોત્તરી
હવે પછી જે પ્રશ્નો યુધિષ્ઠિર કરે છે તેની પાછળ કોઈ મિક યોજના દેખાતી નથી. જ્ઞાનના અને અનુભવના ભંડાર એવા વડીલ પાસે રોજ છેડા છેડા કલાક એને ગાળવાના છે. એટલે જે જે વિષય વિષે એને કુતૂહલ કે જિજ્ઞાસા છે, તેમાંથી જે વખતે જે સ્કુરે તે વખતે તેને રજૂ કરે છે, અને પિતામહ તે પ્રશ્ન ઉપર પિતાની લાક્ષણિક રીતે અજવાળું પાડે છે.
મૃત્યુને જીતવું શક્ય છે કે કેમ,–તે વિશેનું પિતાનું કુતૂહલ તૃપ્ત થયા પછી યુધિષ્ઠિર એક બીજો સવાલ પૂછે છે: વિશ્વામિત્રને બ્રાહ્મણત્વની પ્રાપ્તિ એક જ જન્મમાં શી રીતે થઈ ? અને ભીષ્મ વિશ્વામિત્રની સુપ્રસિદ્ધ કથા એને સંભળાવે છે; અને આ પછી આ પર્વ પણ, આ પહેલાંના શાંતિપર્વની પેઠે જુદા જુદા વિષયની છૂટીછવાઈ ચર્ચામાં સરી પડે છે. એ બધી ચર્ચાની ટૂંકી નેંધ પણ અહીં આપવા બેસીએ તે કથા ખોળે બે જ પડી જાય. એટલે શાંતિપર્વની પેઠે એના વિષયોની યાદીથી જ પતાવીએ છીએ.
સુકાઈ ગયેલ વૃક્ષને વળગી રહેલ પક્ષીના દષ્ટાંત દ્વારા સૌજન્ય અને કૃતજ્ઞતાને મહિમા.
દૈવ કરતાં પુરુષાર્થ મહાન છે. કર્મનાં ફળોનું વર્ણન. ઉત્તમ બ્રાહ્મણોનું માહાભ્ય.
બ્રાહ્મણને દાન દેવાની પ્રતિજ્ઞા કર્યા પછી આપવાનો ઇન્કાર કરે તે કચેરી બરાબર છે.
અનધિકારીને ઉપદેશ ન આપવા વિષે.. લક્ષ્મી કેવા પુરુષોમાં વસે છે? કેવી સ્ત્રીમાં ? રતિસુખ સ્ત્રીને વધારે સાંપડે છે કે પુરુષને ? કૃતનની ગતિ. એને માટેનું પ્રાયશ્ચિત્ત. ૧ વાચિક, માનસિક અને કાયિક પાપને પરિત્યાગ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
શિવમહાસ્ય. શિવસહસ્ત્રનામ : : : કૃષ્ણ કરેલી શિવ સ્તુતિ. . અષ્ટાવક્ર અને ઉત્તર દિશાનો સંવાદ
શ્રાદ્ધયિા કરાવવા માટે અને દાન આપવા માટે ઉત્તમ પાત્રો. કાને ગણવાં ?
બ્રહ્મહત્યાથી થતાં દશ પાપનું વર્ણન. તીર્થોનું માહાત્મ. બ્રાહ્મણત્વની પ્રાપ્તિ માટે તપ કરતા મતંગ સાથે ઇન્દ્રને વાર્તાલાપ.. વિતહવ્યને બ્રાહ્મણત્વની પ્રાપ્તિ પૂજ્ય કોને ગણવા? શરણાગતના રક્ષણને ધર્મ, ઉશીનર અને કપોતની વાર્તા. બ્રાહ્મણપ્રશંસાઃ ઈન્દ્ર-શંબર-સંવાદ. પંચચૂડા નામની અપ્સરાએ નારદ પાસે કરેલ નારીદોષેનું વર્ણન.. સ્ત્રીઓના રક્ષણવિષયક યુધિષ્ઠિરને સવાલ. ગુરુપત્નીના દેહમાં પ્રવેશીને ભાગવે ઇન્દ્રથી કરેલું એનું રક્ષણ. કન્યાદાન માટે યોગ્ય પાત્ર.
લગ્નના પ્રકારઃ બ્રાહ્મ, ક્ષાત્ર અને ગાન્ધર્વ લગ્ન ધર્મે. પૈશાચ અને રાક્ષસ લો અધર્મી.
ઉત્તરાધિકારીઓ અંગે વિચારણું. વણસંકર સંતતિ વિષે. ચ્યવન-ઉપાખ્યાન. ' જલાશય અને ઉદ્યાના નિર્માણનું ફલ. દાનમાં શ્રેષ્ઠઃ ભૂમિદાન. અન્નદાનનું માહાસ્ય.
સુવર્ણાદિ દાનનું માહાત્મા - ગોદાન ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
નગરાજાનું ઉપાખ્યાન. ગોદાનમાહાભ્યના એક દષ્ટાન લેખે નચિકેતાનું ઉપાખ્યાન પાર્વતીને દેવોને શાપ. . . તારકાસુરના ડરથી બ્રહ્માને શરણે ગયેલ દેવો. ' કાર્તિકેયની ઉત્પત્તિ, તારકાસુરને વધ. શ્રાપ વિષે. ગૃહસ્થધર્મનું રહસ્ય. છત્ર અને ઉપાનહની ઉત્પત્તિ. શ્રીકૃષ્ણ અને પૃથ્વીને સંવાદ નહુષનું ઉપાખ્યાન. ઉપવાસનું માહાત્મ. મેટા ભાઈ તથા નાના ભાઈ વચ્ચેનો આદર્શ સંબંધ. જુદાં જુદાં તેનું ફલ. અહિંસાનું માહા.... મદ્ય-માંસ-ત્યાગને મહિમા. વ્યાસ–મૈત્રેય સંવાદ. ભિન્ન ભિન્ન દેવો અને ઋષિઓ દ્વારા ધર્મરહસ્યવર્ણન. કેનું અન્ન ગ્રાહ્ય ? કનું અગ્રાહ્ય? ઉમા-મહેશ્વર-સંવાદ.
૨૬૮. યુધિષ્ઠિરને વિદાય
આ ઉમા-મહેશ્વર-સંવાદ એક મહાકાય hold-all જેવું છે. તત્વચિંતન, ધર્મરહસ્ય, સમાજ સંગઠન, વ્યક્તિગત નીતિ, અનેક વાતે અનેક નિમિત્તે તેમાં આવે છે, પણ એમાં સૌથી વધારે અગત્યની વાત કૃષ્ણ અને શિવ વચ્ચેના સમન્વયની છે. શિવને મુખે કૃષ્ણની અને કૃષ્ણને -મુખે શિવની, એમાં, સ્તુતિ થાય છે; અને એ બંનેની સ્તુતિ હવે થોડા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
જ વખતમાં દિવંગત થનારાં ભીષ્મને મુખે થાય છે. એ કૃષ્ણ ભીઝ કહે છે, “તમારા નેતા અમે ગપ્તા છે યુધિષ્ઠિર એની જ સહાનુભૂતિ અને એના જ સાથ વડે તમે દુર્યોધનાદિને હરાવીને ધરતીનું રાજ્ય મેળવ્યું છે. હવે ધર્મપૂર્વક તેનું પાલન કરે. મેં તને ખૂબ સંભળાવ્યું છે, અને છતાં, હજી વિશેષ કંઈ સાંભળવાની-જાણવાની તને ઈચ્છા હશે, કે થશે ભવિષ્યમાં, તો તે આ કૃષ્ણ પૂરી કરશે.
शेष कृष्णाद् उपशिक्षस्य पार्थ ।। अहं ह्येन ब्रेमिः तत्वेन कृष्णं . योऽयं हि यच्चास्य बलं पुराणम् अमेयात्मा केशवः कौरवेन्द्र सोऽयं धर्म वक्ष्यति संशयेषु ।।
હું આ કૃષ્ણને તત્ત્વતઃ બરાબર જાણું છું. એ કોણ છે અને એનું પુરાણ બળ કેટલું છે, મને ખબર છે. અમાપ છે એનું હૃદય, એને આત્મા. હવે ભવિષ્યમાં જ્યારે જ્યારે તને સંશય ઉત્પન્ન થાય, ત્યારે ત્યારે તું એમને શરણે જજે.”
શરશય્યા પર સૂતેલા ભીમ બોલતા બંધ થઈ ગયા ત્યારે તેમની ચારે બાજુએ વીંટળાઈ વળેલ ઋષિ અને રાજવીમંડળ ઉપર કઈ અદ્ભુત શાન્તિનું સામ્રાજ્ય વ્યાપી રહ્યું. આવું દૃશ્ય દૂરથી જોનારાને એમ જ લાગે કે જાણે ચિત્રમાં ચિતરાયેલ છે, વાસ્તવિક નથી! - વિસ્મયકારક શક્તિની થેડીક ક્ષણે પસાર થયા બાદ–સત્યવતી
સુત વ્યાસે મુહુર્ત રૂવ થાવા-છેડીકવાર વિચાર કર્યા કરીને ભીષ્મને સંબોધ્યાઃ - “હે નર શ્રેષ્ઠ ! આ યુધિષ્ઠિર હવે કંઈક સ્વસ્થ થય લાગે છે (પ્રકૃતિમ્ માન). કૃષ્ણ અને એને ભાઈઓની સાથે બેસીને એણે તમારા મુખમાંથી ઝરેલ જ્ઞાનામૃતનું પાન કર્યું છે. હવે એને હસ્તિનાપુર જવાની રજા આપે.”
“પણ એ જ ઈચ્છું છું; યુધિષ્ઠિર ! હવે તુ તે માનસ :-તારે માનસિક સંતાપ દૂર થયે જ હશે, થવો જ જોઈએ. હવે આપણા પૂર્વજ યયાતિની પેઠે શ્રદ્ધા, દયા આદિ સાવિક ગુણેથી સંપન્ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
દ
ઈને તેમ જ ક્ષાત્રધર્મને અનુસરીને પ્રજાનુ પાલન કર. એમાં જ હવે તારું શ્રેય છે. જા, જાએ બંધા......પણ એક વાત સ્મરણમાં રાખો. ઉત્તરારણના આર ંભ થાય એ દિવસે બધા ફરી અહીં આવજો.’’
૨૬૯. પચાસ રાત્રિએ વીત્યા પછી
હસ્તિનાપુરમાં પ્રવેશ કર્યા પછી યુધિષ્ઠિરે પહેલાં તો જે નગરજના અને ગ્રામજને ખરખરે આવ્યા હતા હતા, તેમને સૌને પોતપાતાને સ્થાને મેકલી આપ્યા; અને જેમના પત્તિ યુદ્ધમાં ખપી ગયા હતા. એવી સ્ત્રીઓને તેણે ત્રિપુō: અર્થ નૈઃ આશ્વાસન આપ્યું. આજે પણ આપણે આ જ કરીએ છીએ ! )
પછી રાજા તરીકે બ્રાહ્મણાના આશિષ સાથે વિધિપૂર્વક અભિષિક્ત થઈને તેણે મંત્રીઓ તથા અમાત્યાને તથા અન્ય રાજસેવકાને સ્વસ્વસ્થાને શાસન અ માકલી આપ્યા.
આ પછી પચાસ રાતે વીતી અને ભીષ્મ નિર્દે શેલ સમય આવી પહેાંચ્યા.. એટલે પિતામહના અંત્યેષ્ટિ સ`સ્કાર માટે જોઈતી વસ્તુ – ઘી, પુષ્પા, ચન્દનકાષ્ઠ, અગુંરું, રેશમી વસ્રા વગેરે કુરુક્ષેત્ર ભણી રવાના કરીને પોતે ધૃતરાષ્ટ્ર, ગાંધારી, કુન્તી, પેાતાના ચાર ભાઈઓ, કૃષ્ણ, વિદુર, યુયુત્સુ, અને સાત્યકિ તેમ જ અન્ય રાજપુરુષોને સાથે લઈને, અને ભીષ્મના અગ્નિહેાત્રના અગ્નિને આગળ કરીને હસ્તિનાપુરથી નીકળ્યા. કુરુક્ષેત્રમાં પિતામહની શરશય્યા પાસે તે પહેાંચ્યા ત્યારે તેણે જોયુ તા વ્યાસ, નારદ, દેવલ, અસિત આદિ ઋષિએ અને હતરોધ ક્ષત્રિયાપ્રણી હજુ ત્યાં જ હતા.
પિતામહને વંદન કરીને યુધિષ્ઠિરે તેમને કહ્યું : “ સાંભળેા છે ને? આપના · અગ્નિ’ને લઈને અમે આવી ગયા છીએ. આ હું યુધિષ્ઠિર, આ આપના પુત્ર ધૃતરાષ્ટ્ર, આ મારા ચાર ભાઈ, આ વાસુદેવ, આ મત્રીએ અને અમાત્યા, આ યુદ્ધના સંહારમાંથી ઊગરી ગયેલ ક્ષત્રિયવી રા ...સૌ આપની વત્સલ કરુણાદષ્ટિની વાટ જોઈ રહ્યા છે. આંખો ઉઘાડે!, વડીલ, અને અમને આશિષ આપે. આપે આ સમય માટે જે વ્યવસ્થા કરવાની કહી તે બધી થઈ ગઈ છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
ભીષ્મ જોયું તે ભસ્તગ્રેષ્ઠો તેને વીંટળાઈને ઊભા હતા. યુધિષ્ઠિરને ઠેઠ ગોઠણ સુધી પહોંચતે હાથ ઝાલીને બેઠા થતાં તેમણે કહ્યું,
બહુ સારું થયું, યુધિષ્ઠિર, આ સૌને લઈને તું ચશ્વાસમાં આવી ગયો. આજે પૂરી અઠ્ઠાવન સતે વીતી, આ તીણું અણુઓવાળાં બાણેની પથારી પર સૂતાને! એ અઠ્ઠાવન રાત સે વરસ જેટલી લાંબી હતી (બધીયે રીતે ! સો વરસમાં જેટલી અંતર્મુખતા સધાય, એટલી ભીષ્મ આ અઠ્ઠાવન રાતેમાં સાધી હતી, તે રીતે પણ!) હવે આ “સૌમ્ય માઘ માસ આવ્યો છે. શુકલ પક્ષ હજુ પણ ભાગનો બાકી છે.” (વસંતપંચમીને દિવસે પિતામહનું નિધન થયું એમ માનવું)
પછી ધૃતરાષ્ટ્રને સંબોધીને તેમણે કહ્યું, “ધર્માધર્મના સ્વરૂપને તું જાણે છે, બેટા ! બ્રાહ્મણોને તેં સાંભળ્યા છે, સેવ્યા પણ છે. ચારેય વેદનું તને જ્ઞાન છે. હવે શાક મૂકી દેજે. જે થયું તે થવાનું જ હતું. આ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસે પણ તને આ જ વાત કરી છે. આ પાંડુના પુત્ર એ તારા જ પુત્રો છે. વડીલેની સેવામાં તેઓ પ્રીતિવાળા છે. તું હવે એમનું ધ્યાન રાખજે; એમને જાળવજે–સાચવજે. આ ધર્મરાજ યુધિષ્ઠિર તારી આમન્યામાં રહેશે. એની વડીલો પ્રત્યેની આદરભરી પ્રીતિથી હું પરિચિત છું..”
અને છેલ્લે...
તારા પુત્રો દુરાત્માઓ, કેધ-લોભ-પરાપણુ, ઈર્ષોથી અભિભૂત અને દુત્ત હતા. એમને શેક કરવો ઉચિત નથી. (આ છેલ્લો ફટકે ધૃતરાષ્ટ્રને મારો દાદાને ઉચિત લાગ્યો હશે ? પોતે જીવનભર એ દુતોની સાથે રહ્યા અને એમને ખાતર મર્યા એ વાતનું દુઃખ પોતાના જીવનની આ છેલ્લી ઘડીએ પણ તેમનાથી વિસરાતું નથી, એનું તે આ પરિણામ નહિ હોય ?) પછી કૃષ્ણ તરફ વળીને
“મવિન, રેવેરા સુરાસુરનામત ! त्रिविक्रम नमस्तुभ्यं शंखचक्रगदाधर ।। वासुदेवो हिरण्यात्मा पुरुषः सविता विराट जीवभूतोऽनुरूपस्त्वं परमात्मा सनातनः ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
त्रायस्व पुंडरीकाक्ष पुरुषोत्तम नित्यशः । अनुजानीहि मां कृष्ण वैकुंठ पुरुषोत्तम ॥ रक्ष्याच पाण्डवेया भवान् येषां परायणम् । उक्तवानस्मि दुर्बुद्धिं मन्दं दुर्योधनं तदा ।।
66
'यतः कृष्णस्ततो धर्मः " यतो धर्मस्ततो जयः । वासुदेवेन तीर्थेन पुत्र संशाम्य पांडवैः ॥
संघानस्य परः कालस्तवेति च पुनः पुनः । न च मे तद् वचो मूढः कृतवान् स सुमन्दधीः ॥ घातयित्वेह पृथिवीं ततः स निधनं गतः ।
“ હે કૃષ્ણ, મેં એ દુ॰દ્દિ દુર્યોધનને કહ્યું જ હતું કે જ્યાં કૃષ્ણ છે ત્યાં ધર્મ છે અને હમેશાં ધર્મના જ જય થાય છે; માટે બેટા, તું ભગવાન કૃષ્ણની સહાયથી પાંડવા સાથે સધિ કરી લે. પણ એ મ બુદ્ધિ મૂઢે મારી વારંવારની આ વાત માની નહિ, અને સમગ્ર પૃથ્વીના વીરાના વિનાશ વહેારીને અંતે પોતે પણ નામશેષ થઈ ગયા.
,,
પિતામહ શ્રીકૃષ્ણને ફક્ત વસુદેવ અને દેવકીના પુત્ર જ નથી માનતા. ગીતાના શબ્દામાં કહીએ તેા વાસુદેવના જન્મ અને કદિવ્ય છે એવી તેમની માન્યતા મહાભારતમાં ઠેર ઠેર દેખા દે છે. પેાતાના છેલ્લા નિવેદનમાં એ માન્યતા ઉપર તેઓ મહેાર મારે છે
त्वाम् तु जानामि भहं देवं पुराणं ऋषिसत्तमम् नरेण सहितं देव बदर्या सुचिरोषितम् ॥
નર–નારાયણ ઋષિયુગલ માનવદેહે અવતર્યુ` છે, એમ આ નારદે અને વ્યાસે પણ મને વારંવાર કહ્યું છે. તે હવે મને અનુજ્ઞા આપે, દેવ, હવે હું આ છઠ્ઠુ કલેવરના ત્યાગ કરવા માગુ` છું. તમારી અનુજ્ઞાથી જઈશ. તા પરમ ગતિને પામીશ એવી મારી શ્રદ્ધા છે.”
છેલ્લે, એક વાર ફરીથી એ પાંડવાને શીખ આપે છે:
“તમે સત્યનું સદા પાલન કરજો; કારણ કે સત્ય જ સર્વથી મહાન બળ છે.’
सत्येषु यतितव्यं वः सत्यं हि परमं बलम्
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
1. પછી બધાયને આલિંગન આપીને મૌન ધારણ કરે છે, અને પછી
ગૃત થઈને તેમને આત્મા, તેમના શરીરનાં વિવિધ અંગોને ક્રમશઃ ત્યાગ કરવા માંડે છે. અને સૌને દેખતાં એક આશ્ચર્ય સરજાય છેઃ
यद् यद् मुञ्चति गात्रं हि तत् तद् विशल्यं भवति ... જે જે અંગોને આત્મા ત્યાગ કરે છે, તે તે અંગે ભોંકાયેલાં બાણોથી મુક્ત થઈ જાય છે......
અને આ બધી પ્રક્રિયા એટલી ત્વરાથી થાય છે કે એક ક્ષણમાં તે પિતામહનું આખું શરીર “વિ-શલ્ય બની જાય છે. - પિતામહને આત્મા તેમના મસ્તકને ભેદીને સ્વર્ગ તરફ પ્રયાણ કરે છે અને પછી થોડીક જ વારમાં અદશ્ય થઈ જાય છે, કેઈ મહાન દીપશિખાની પેઠે આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થાય છે.
દેવદુંદુભિ વાગવા માંડે છે, સિદ્ધો અને બ્રહ્મર્ષિએ ધન્ય! ધન્ય! એવા પોકારે કરે છે.
પછી પાંડવો અને વિદુર અને યુયુત્સુ પિતામહ માટે ચિતા ખડકે છે. અન્ય સૌ પ્રેક્ષકવત્ ઊભા રહે છે.
યુધિષ્ઠિર અને વિદુર પિતામહના દેહને પુષ્પથી અને રેશમી વસ્ત્રોથી -ઢાંકી દે છે.
યુયુત્સુ એને છત્રની છાયા કરે છે.
ભીમસેન અને અર્જુન શ્વેત ચામર અને વ્યજન (જણ) લઈને ઊભા રહે છે.
માદ્રીપુત્રો તેમના મસ્તક પાસે ઊભા રહે છે. કૌરવકુલની સ્ત્રીઓ તાલવૃન્ત વડે વાયુ ઢોળે છે. વિધિપૂર્વક સામગાન ગવાય છે. ચિતા ચેતાવીને પછી ધૃતરાષ્ટ્ર વગેરેએ એની પ્રદક્ષિણા કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
૧૦૦
કુરુશ્રેષ્ઠ ગાંગેયને અંત્યેષ્ટિ સંસ્કાર આવી રીતે આપીને સે ભાગીરથીતીરે ગયા.
વ્યાસ, નારદ, અસિત, કૃષ્ણ તથા ભરત–સ્ત્રીઓ તેમ જ નગરમાંથી આવેલ પ્રજાજને સૌએ પિતામહને ઉદકાંજલિ આપી.
આ વખતે પિતામહનાં માતા ગંગાજી ગંગાના જલપ્રવાહમાંથી બહાર આવ્યાં. શોકવિવલ હતાં, વિલાપ કરી રહ્યાં હતાં. સમગ્ર કૌરવોને સંબોધીને તેમણે કહ્યું :
“રાચિત શીલસંપન્ન, પ્રજ્ઞ, સુહદ-સમૃદ્ધ, કુરુવૃદ્ધોને સત્કર્તા, પિતૃભક્ત, મહાવ્રત આ મારે પુત્ર, જેને જમદગ્નિના પુત્ર પરશુરામ દિવ્ય અસ્ત્રો વડે પરાજિત નહોતા કરી શક્યા, તે શિખંડી વડે હણા. (આ છે કાળની લીલા).
“જગતમાં જેને જો નથી એવો આ મારો પુત્ર શિખંડી વડે. હણાયો.”—હૃતોડ રિદિના
પિતાના પુત્રનાં પરાક્રમોને સંભારી સંભારીને અને આ કેત્તર પુરષ આવા શિખંડી જેવાના હાથે પરાજિત થયો એ હકીકતથી દુભાઈને ગંગા આમ છાતી ફાટ રુદન કરી રહી હતી તે વખતે શ્રીકૃષ્ણ (વિમુ: રામો:) આ પ્રમાણે આશ્વાસન આપ્યું
“શોક ન કરો મા; તમારો પુત્ર તે પરમ ગતિ પામ્યો છે. ક્ષાત્રધર્મ અનુસાર એ સમરભૂમિ પર લડ્યો અને પડ્યો ! પણ તે તમે ધારો છે તેમ શિખંડીના હાથે નહિ, પણ ધનંજય અર્જુનના હાથે ! બાકી છે એ કુરુ-સિંહને યુદ્ધમાં ખુદ ઈન્દ્ર પણ હણી શકે તેમ નહોતું. પોતાની જીવનલીલા પૂરી થઈ છે એમ સમજીને વેચ્છાએ એમણે આ મૃત્યુ અર્જુનને હાથે સ્વીકારી લીધું, માટે તમે શેક તજી દે અને વિગત–વર થઈ જાઓ !”
કૃષ્ણ પછી વ્યાસે પણ માતાને આશ્વાસનના બે શબ્દો કહ્યા.
ગંગામાતા શાન્ત થયાં અને શેક તજીને પાછાં સ્વસ્થાને ચાલ્યાં ગયાં, અને જતાં જતાં એમણે આપેલ અનુજ્ઞાને માથે ચઢાવીને કૃષ્ણ આદિ ક્ષત્રિયવરે પણ સૌ પોતપોતાને સ્થાને પાછા ફર્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
અશ્વમેધપર્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
द्वयक्षरस्तु भवेन्मृत्युस्त्रयक्षरं ब्रह्म ममेति च भवेन्मृत्युर्न ममेति च
એ અક્ષરા મૃત્યુ છે;
ત્રણ અક્ષરા શાશ્વત બ્રહ્મ છે: ‘મમ' એ મૃત્યુ છે,
·
ન મમ ' એ શાશ્વત છે,
एकः शास्ता न द्वितीयोऽस्ति शास्ता यो हृच्छयस्तमहमनुब्रवीमि । तेनैव युक्तः प्रवणादिवोदकं यथानियुक्तोऽस्मि तथा वहामि ॥
शाश्वतम् । शाश्वतम् ॥
ઈશ્વર એક છે, બીજો નથી;
તે હૃદયમાં રહે છે.
તેને વિષે તને કહુ છું, તે સાંભળ,
તેના વડે પ્રેરાઈને
તેના આદેશ પ્રમાણે હું મારું જીવન વ્યતીત કરુ છું.
क्षुधा परिगतज्ञानो धृतिं त्यजति चैव ह । बुभुक्षां जयते यस्तु स स्वर्ग जयते ध्रुवम् ॥
ક્ષુધા વડે જેનું જ્ઞાન હણાઈ ગયુ છે,
તે ધૃતિ પણ ખાઈ બેસે છે,
ભૂખ ઉપર, બુભુક્ષા ઉપર, જેણે વિજય મેળવ્યેા, એણે સ્વગ॰ પર વિજય મેળવ્યેા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
૨૭૦. ઠપકો અને સૂચન
બ્રિટિશાની સામે આપણું સ્વાતંત્ર્યયુદ્ધ ચાલતું હતું. ત્યારે “ ં મારુ પ્રિય વનકાર્ય તા લાણું છે.. રાજકારણમાં તે મારે એક આપદ્ધર્મ તરીકે જ ઘસડાવું પડયુ છે, બાકી એ મને ગમતું નથી. મારી પ્રકૃતિને .એ અનુકૂળ નથી. ” એવા એવા ઉદ્ગારા આપણને વારંવાર સાંભળવા મળતા; અને એમાંના ઘણાખરાની પાછળ સચ્ચાઈના રણકા પણ હતા.
મહાભારતમાં યુધિષ્ઠિરની સ્થિતિ પણ પરાણે રાજકારણમાં ઘસડાવું પડયુ. હેાય એવી છે; સત્ય અને અહિંસાના સિદ્ધાંતા તેના જીવન સાથે એવા એતપ્રેાત થઈ ગયા છે કે વ્યવહારમાં એનેા જરા પણ ભંગ થાય, એથી એને આત્મા કકળી ઊઠે છે. શાંતિપર્વની તેમ જ અનુશાસનપ ની ભીષ્મ સાથેની વાતમીતે એના આ વિષાદને, વલાપાતને શમાવ્યા નથી. હજુયે એ ખલ્યા જ કરે છે, મનમાં ને મનમાં. યુદ્ધ અનિવાર્ય બન્યું એને માટેની જવાબદારી એની નહાતી જ; છતાં આજે આપણે જેને War-guilt કહીએ .છીએ, એવા કાઈ guiltના ખાજો તેના આત્માને કચડવા જ કરે છે. દાષિતતાના તીવ્ર ભાને છીનવી લીધેલી તેના આત્માની શાંતિ તેને પાછી પ્રાપ્ત કરાવવામાં શાન્તિપ તેમ જ અનુશાસનપર્વના ઉપદેશ ઝાઝા કારગત થયા નથી.
ભીષ્મની અંતિમ ક્રિયા પતાવીને સૌ ગંગાસ્નાન કરવા ગયા. ગંગામાંથી બહાર આવતાંવેંત યુધિષ્ઠિરને પિતામહ ગાંગેયના મૃત્યુના આધાત પાછા નવેસરથી લાગ્યા અને મહાભારત નાંધે છે
ये पपात तीरे શિકારીએ વાધેલા હાથીની પેઠે ગગાને
P?
गंगाया व्याघविद्ध इव द्विपः ।
કાંઠે પડી ગયા.
5963
કૃષ્ણ સાથે જ હતા.
<<
ના વમુખ આમ ન કરી, આ શું કરેા છે ? ” એમ કહીને ભીમને તેમણે યુધિષ્ઠિરને ઊભા કરલાના સદ્વૈત કોક
ધરતી પર પડેલા અને ફરી ફરી નિઃશ્વાસ નાખતા ધર્મ પુત્ર યુધિષ્ઠિરને પાર્થિવ જોઈ રહ્યા, તેના ભાઈઓ ફરી પાછા શાકગ્રસ્ત બન્યા, જાતે
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
પુત્રશોકથી પીડાતો હોવા છતાં ધૃતરાષ્ટ્ર પણ તેને આશ્વાસન આપવા લાગ્યું.
“ઊભો થા, ભાઈ,” ધૃતરાષ્ટ્ર તેને કહ્યું, “હવે શાક મૂકીને કર્તવ્યકર્મમાં ગૂંથાઈ જા. આ પૃથ્વી ઉપર તેં ક્ષાત્રધર્મ વડે વિજય મેળવ્યું છે. એ હવે તારી બની છે. હવે ભાઈઓ અને મિત્રો સાથે મળીને તું એને ભોગવ. શેક કરવા જેવું તારે પક્ષે તો કશું જ હું જેતે નથી. શેક તે મારે અને ગાંધારીએ કરવા જેવું છે, જેના સો પુત્રો ને યથા ધન નષ્ટ થઈ ગયા. પણ એમાં પણ વાંક તે મારે પિતાને જ છે. વિદુર જેવાઓએ મને ખૂબ સમજાવ્યો પણ દુર્યોધનને હું ત્યાગ ન કરી શક્યો ” વગેરે. આ યુધિષ્ઠિર કાકાનાં આ વચને સાંભળીને સૂનમૂન થઈ ગયે, (એ વચનેએ એની વ્યથા ઘટાડવાને બદલે વધારી જ મૂકી હશે!) આ જોઈને કૃષ્ણ તેને આશ્વાસન આપવા માંડયું:
“વધુપડતે શક પૂર્વજોના આત્માઓમાં પણ અજંપે ઊભો કરે છે, ભાઈ, હવે તું યજ્ઞાદિ પુણ્યકાર્યોમાં લાગી જા; અને ભીષ્મ પાસેથી તેમ જ વ્યાસ તથા નારદ પાસેથી તેમ જ આ વિદુર પાસેથી સાંભળેલા રાજધર્મનું પાલન કર.”
પણ યુધિષ્ઠિરની તે એક જ રઢ છેઃ “મને હવે (પાપના પ્રાયશ્ચિત્ત અર્થે ) વનમાં જવા દે.”
કૃષ્ણદ્વૈપાયન વ્યાસ જે જાતે આ સમયે ત્યાં હાજર હતા તે યુધિષ્ઠિર ઉપર હવે અકળાઈ ઊઠયા.
તારી મતિ અત્યારે મૂંઝાઈ ગઈ છે, બેટા,” તેમણે કહ્યું, “ફરી તું બાળકની પેઠે બેલવા માંડ્યો છે. અમે તેને ફરી ફરી સમજાવીએ છીએ તે શું અમસ્તા જ બકબક કરીએ છીએ! તેં ક્ષત્રિયને ધર્મ બજાવ્યો છે, એમાં પાપ ક્યાંથી આવ્યું ? આવું ગાંડપણ તને છાજતું નથી. તમે અમારા ઉપર મહા જ નથી કાં તે તારી બુદ્ધિ તને ભમાવી રહી છે, અથવા તે તારી “સ્મૃતિ” “લુપ્ત થઈ લાગે છે, તે સિવાય આવાં અજ્ઞાનનું પ્રદર્શન તારા હાથે થાસ્ત્ર જ નહિ!” . આ પણ વ્યાજ યુધિષ્ઠિરને થાઉં તત્વજ્ઞાન સમજાવે છે....
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
युधिष्ठिर तब प्रशा न सम्यग् इति मे मतिः ।
66
મારા અભિપ્રાય પ્રમાણે તારી પ્રજ્ઞા યથાસ્થિત નથી, વિષમ બની ગઈ છે. આ સંસારની રચના જ એવી છે, કે કાઈ પણ માણસ પોતે શું કરવું અને શું ન કરવું તે બાબત સથા સ્વતંત્ર નથી, ઈશ્વર તેની પાસે ( તેની દૃષ્ટિએ અથવા જગતની દૃષ્ટિએ) ‘સાધુ-અસાધુ' ક પરાણે કરાવે છે. એમાં શેકને સ્થાન જ નથી; પાપને પ્રશ્ન જ નથી.
૧૦૫
“ અને છતાં તુ ં તારી જાતને ‘પાપકૃત ’ માનતા હૈ। તા, એનુ પ્રાયશ્ચિત્ત ૪ર. તપ, યજ્ઞ અને દાન દ્વારા પાપાનું પ્રક્ષાલન થઈ જાય છે. શરથપુત્ર રામની પેઠે, અથવા તે તારા પેાતાના જ પૂર્વજ, શકુન્તલા અને દુષ્યન્તના પુત્ર ભરતની પેઠે અશ્વમેધ કરીને મનનાં માનેલાં બધાં પાપામાંથી મુક્તિ મેળવ.
93
યુધિષ્ઠિરને આ વાત ગમી જાય છે. પણ એ જાણે છે કે અશ્વમેધ ભારે ખર્ચાળ યજ્ઞ છે. દાન અને દક્ષિણા એમાં પુષ્કળ પ્રમાણમાં આપવાં પડે છે. એટલુ બધુ દ્રવ્ય લાવવુ કાંથી ?
અહીં પણ યુધિષ્ઠિરનું કરુણા-ભરપૂર આ
રચિત્કારી ઊઠે છે યુદ્ધમાં સૌની સપત્તિના ધાર વિનાશ થઈ ગયા છે. રાજ્યની તિજોરી ખાલીખમ છે. યુદ્ધના ત્રણેા હજુ દૂઝી રહ્યા છે, ત્યાં નવા કરવેરા નાખવાની અથવા મરી ગયેલા રાજવીઓના બાળક પુત્રો પાસે નવી ખંડણી માગવાની મારી હિંમત જ કેમ ચાલે, વડીલ ? ’’
46
વ્યાસે યુધિષ્ઠિરના આ ધર્મસંકટ ઉપર થેડીકવાર વિચાર કર્યા; અને પછી તેમને તેના ઉપાય સઝી આવ્યા. મરુત્ત નામના એક પ્રાચીન રાજવીએ હિમાચલ પ્રદેશમાં કરેલ એક યજ્ઞપ્રસ ંગે પુષ્કળ દ્રવ્ય ખર્ચાયુ. હતું, તે બધું હજુ હિમાચલમાં જ ‘નણયાતુ” ‘અવાવરુ’ પડયું છે, તે તું ત્યાંથી મંગાવી લે. તારા અશ્વમેધ માટે તે છાકમછેળ થઈ રહેરો.”
st
અને અહીં વળી એક નવી વાતનુ ઝરણું મુખ્ય કથાના મહાપ્રવાહ સાથે ભળે છે. કાણુ હતા આ મરુત્ત રાજા? શા" માટે કર્યાં હતા તેણે યજ્ઞ ? અને તે પણ હિમાલયમાં ? યુધિષ્ઠિર જેવા ધર્મભીરુ માણુસ જેવાતેવા પૈસાને અડે જ નહિ! એટલે બામજી હવે તેની આ શ્વાસાને તૃપ્ત કરવા માટે મરુત્તના આપ્યા ઇતિહાસ તેને સંભળાવે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
'! ૧ર૭૧. આ છે
!
:
છે તે જમાનાની રીત પ્રમાણે મરુત્તના ઠેઠ આદિપૂર્વજથી વાતની શરૂઆત થાય છે.
આ !. મનુનો પ્રસબ્ધિ. તેને સુપ, તેને ઈફ્લા. આ ઈફ્લાકને સે પુત્રો થયા. એ સેએ સો પરમ ધાર્મિક હતાં. ઈક્વાકુએ એ સેમેને પોતાના. રાજ્યને થોડો થોડો ભાગ આપે સોયેને “મહીલે” બનાવ્યા
એ સેમાં સૌથી મોટો વિશ હતો. એને પુત્ર વિવિંશ. વિવિંશને પંદર પુત્રો થયા.
પંદરે પંદર અચ્છો ધનુર્ધારી, બ્રહ્મા, સત્યવાદી, દાનત, શાન્ત અને પ્રિયવાદી હતા. , પણ એમાં એક અપવાદ હતો. .
સૌથી મોટા ખેનીનેત્ર પિતાના ચૌદેય ભાઈઓને ત્રાસ આપતે હતો. ચૌદેયને દબાવીને રાજ્ય તેણે પિતાના એકલાના એકહથ્થુ કબજામાં લીધું. , પણ પછી રાજ્યનું તે રક્ષણ કરી શક્યો, તેમ જ પ્રજાની પ્રસન્નતાને પણ તે પ્રાપ્ત ન કરી શક્યો. એટલે પ્રજાએ તેને સિંહાસન પરથી દૂર કરી તેના પુત્ર સુવર્ચસને ગાદીએ બેસાડ્યો. !! આ સુવર્ચસ બધીયે રીતે પ્રજને હિતકર્તા હતઃ અંગત રીતે પણ સર્વે સદ્દગુણેથી સંપન્ન હિતે.. :1; પણ પ્રજાહિતનાં કાર્યો કરતાં કરતાં તેમ જ દાનધર્મનું અનુસરણ કરતાં કરતાં તેને ખજાનો ખાલી થઈ ગયો; અને ખજાને ખાલી થતાં તેના સામતો તેની સામે થઈ ગયા તેને હેરાન કરવા લાગ્યા. '
હવે થયું એવું કે એ બંડખોર સામોની પાસે એટલી તાકાત નહતી કે તેઓ સુવર્ચસને નાશ કરી શકે. સામી બાજુએ સુવર્ચસ પાસે પણ એટલું. સન્ય નહતુંકેશના અભાવે કે સામંતેને દબાવી શકે, બંડને શમાવી શકે.
.
"
. " . i',
,
આખરે સુવર્ચસને એક યુક્તિ કરી
?
i: તે નાના ને શંખની પેઠે કો – પેલાનાકરને તેણે પૂરેપૂરો ઉપયોગ કર્યો. ( વ =હાથ વાકરે. કરના આવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૭છે
ધન –શૂનનથી તેની પાસે એક મોટું સૈન્ય જમાં થઈ ગયુંપહેલા arm; પછી army 1 જ આ સૈન્ય વડે તેણે પેલા બંડખેર સામતેને દબાવી દીધા.
3 ' ' - ગે આ જોયું અને કારને ઉત્તમ ઉપયોગ કરીને તે બલિષ્ઠ બજો હતો, તેથી જપમ એવું બિરુદ તેને આપ્યું.
આ શરમ ને રમ નામે પુત્ર થયા. આ ઉપમ પોતાના સર્વે સમકાલીન મહીપાલોમાં વૃત્ત તેમ જ ૧૪ બેય દષ્ટિએ શ્રેષ્ઠ હતે. એણે સે. અશ્વમેધ કરેલ. સાક્ષાત્ અંગિરાએ એ બધા યજ્ઞોમાં એનું ઋત્વિજ-કાર્ય
મરુત્ત આ કારધુમને પુત્ર હતો. એના જમાનામાં એ ધર્મજ્ઞ ચક્રવતી સાક્ષાત વિષ્ણુ સમ ગણાત. - આ મરુત્તની એક ખાસ ઝંખના હતી દેવના ગુરુ બૃહસ્પતિને પોતાના પુરોહિતપદે સ્થાપીને યજ્ઞો કરવા, જેથી ઇન્દ્ર કરતાં પણ અદકી પ્રતિષ્ઠા તેને સાંપડે.
ભરુત્તની આ ઝંખનાથી ઈન્દ્ર સંપૂર્ણ વાકેફ હતો એટલે મૃહસ્પતિને તેણે વચને બાંધી લીધા કે એક પિતાના સિવાય બીજા ક્રેઈનું પુરોહિતપદ તેમણે ન સ્વીકારવું. .' '
એટલે મરુત્તે જ્યારે બહસ્પતિને પિતાને પુરોહિત થવાની વિનંતી કરી, ત્યારે “હું દેવોને પુરોહિત સામાન્ય પ્રાકૃત માનવીને પુરોહિત શી રીતે બનું?” એમ કહીને તેણે તેને અસ્વીકાર કર્યો બહાસ્પતિને પુરોહિનપદે આણવામાં આ પ્રકારે નિષ્ફળ ગયેલે મરુત્તને નારદ, ભેટી ગયા. નારદે તેને એક સરસ રીતે બતિઃ બહસ્પતિ કરતાં પણ ચઢી જાય એવો એક પુરોહિત તને બતાવું તે શ” મરુત્તને તેમણે કહ્યું. “તે તે આપની મેહઈકૃપા મરુત્ત રાજી રાજી થઈ ગયે. તે સાંભળ, બૃહ
સ્પતિ જેમ અગિરામાપુત્ર છે તેમ સંવઈ પણ અંગિસને જ પુત્ર છે. તું સંવતપુરેઈહિનપદે બેસાડીને યજ્ઞ કર, તે જૂના જેટલી જ કે તેથીયે વધારે પ્રતિષ્ઠા સારસાંપડે.” ti!' ' + 2 = !J :
હવે સંવર્ત અને બ્રહસ્પતિ “ગિરનાં આ પુત્રની ગતિએ વચ્ચે આકાશ અને પાતાળો જેટલું અંતર હiાહજિ. હેવેન્દ્રનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૦૮
પુરોહિતપદ સ્વીકારીને સુંવાળી અને સુખના દાસ બન્યા હતા, જ્યારે સંવ તપનિધાન ભગવાન શંકરને પોતાના ઈષ્ટપદે સ્થાપીને વારાણસીમાં તેમના દર્શનની આકાંક્ષાથી અવધૂત જેવો બનીને રહેતે હતે. મેલાઘેલા દેખાતા અને સદૈવ દિગબર અવસ્થામાં રહેતા એવા એમને જોઈને ભાગ્યે જ કોઈ ધારે કે આવા ગંધારા જુગુપ્સાપ્રેરક શરીરમાં એક મહાતેજસ્વી બ્રહ્મનિષ્ઠ આત્મા વસતે હશે!
વારાણસીમાં મતે આ સંવતને નારદજીએ આપેલ માર્ગદર્શન પ્રમાણે શોધી કાઢયો, ત્યારે પહેલાં-પરથમ તે સંવતે તેને એ જ સલાહ આપી કે ભાઈ, યજ્ઞો કરાવવાનું મારું કામ નહિ! તું મારા ભાઈ બહસ્પતિને પુરોહિતપદે બેસાડીને કામ પતાવી લે. પણ પછી, મરુત્ત જ્યારે “ઈન્દ્ર જેવાને પુરોહિત બન્યા પછી એક સામાન્ય મત્સ્ય માનવીનું પુરહિતપદ હું શી રીતે કરું ?” એવા શબ્દો સાથે બહસ્પતિએ પોતાને ધુત્કારી કાઢ્યો હતે એ વાત કરી, ત્યારે સંવતનું સમાનતાવાદી હૃદય તપી ઊઠયું અને બીજા કશાને ખાતર નહિ તે, પિતાના ભાઈને એ દેવ-મદ દૂર કરવા ખાતર પણ, મરુત્તને પુરોહિત થવા તે સંમત થયે. અને પછી તો તેને એવી ચાનક ચઢી કે પોતાના યજમાનને યજ્ઞ ઈન્દ્ર કરતાં સવા યશસ્વી બને એવું કરવું ! પિતે શિવને ભક્ત, એટલે મરુત્તને એણે શિવની ઉપાસના કરીને પોતાના યજ્ઞ અથે અઢળક લક્ષ્મી પ્રાપ્ત કરવાની સૂચના કરી અને મને એ રીતે પોતાના યજ્ઞ અર્થે અપાર સંપત્તિ આણું અને યજ્ઞ શરૂ થયો..
હવે આ બધી ઘટનાઓની ખબર જ્યારે બહસ્પતિને પડી, ત્યારે તે ઈર્ષાથી સળગી ઊઠયા અને..ઈન્દ્રમાં પણ તેમણે ઈષને એ ભાવ સંક્રાન્ત કર્યો. પણ હવે કરવું શું?–ગુરુશિષ્ય બને પ્રશ્ન પંઝવી રહ્યો.
આખરે એક રસ્તે સુજ્યો. મને યજ્ઞ તે હવે થવાને જ હતું, તે એ બૃહસ્પતિને હાથે જ શા માટે ન થાય? એમાં બે લાભઃ એક તે, સંવર્ત અપમાનિત થઈને પાછો ફરે અને બીજું, મતે શિવારાધન દ્વારા પ્રાપ્ત કરેલી લક્ષ્મી વડે સમૃદ્ધ બનેલ યજ્ઞ કરાવવાની કીર્તિ પ્રત્યક્ષ રીતે બૃહસ્પતિને અને પરોક્ષ રીતે ઈન્દ્રને સાંપડે! " આમ જે બૃહસ્પતિએ મરુત્તની વિનતિને દેવેન્દ્રની જ સલાહથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૯ ઠોકર મારી હતા, તે જ બૃહસ્પતિને પુરોહિત બનાવવાની વિનતિ મરુત્તને ઈન્ડે કરવી એવું ઠર્યું.
પણ મરુત્ત પાસે હવે જાય કેણુ? દેવેન્દ્ર અગ્નિને દૂત તરીકે મેક
અમિએ મરુસ પાસે જઈને સંવર્ધને મૂકી દઈને બ્રડસ્પતિને યજ્ઞાચાર્ય તરીકે સ્થાપવા માટે સામ-દામ-ભેદ-દંડ ચારે ઉપાય વડે તેને સમજાવ્યું.
પણુ મરુત્ત એકવચની હતે: સંવર્ત સાથે વચનબદ્ધ હતા. આ સ્થિતિ ભવિષ્યમાં એકવાર આવવાની જ છે એવી આગાહી પોતાના ભાઈ તથા ઈન્દ્ર બની પ્રકૃતિથી સુપરિચિત એવા સંવતે કરી જ હતી; અને
એ આગાહી સાચી પડે ત્યારે પ્રલોભન કે ધમકી કશાને વશ ન થતાં પિતાને જ વળગી રહેવાનું વચન તેણે મરુત્ત પાસેથી લઈ લીધું હતું.
મરુત્ત એ વચનનું પૂરેપૂરું પાલન કર્યું. દેવોના પુરોહિતની સામે ચાલીને આવેલી માગણીને તેણે માન સાથે પાછી વાળી–બહસ્પતિ માટે શેડીક દક્ષિણ-“અંજલિ મેકલવાની તૈયારી બતાવીને ! આમ છતાં, અગ્નિએ દલીલો ચાલુ જ રાખી ત્યારે મરુત્ત તેને “બાળી મૂકવાની” ધમકી આપી, અને દુનિયાને બાળનાર અગ્નિ, શિવપૂજક સંવના આ રાજર્ષિ શિષ્યની ધમકીથી ડરી જઈને ખાલી હાથે પાછો ફર્યો.
“તું અગ્નિ, એની બાળી મૂકવાની ધમકીથી ડરી ગયે ?” એવું જ્યારે દેવેન્દ્ર અગ્નિને મહેણું માર્યું ત્યારે અગ્નિએ તેને ભૂતકાળમાં તે પોતે પણ (ઈન્દ્ર પણ) કેવી કેવી રીતે બ્રહ્મતેજ પાસે પરાજિત થઈને પલાયન કરી ગયો હતે એની યાદ અપાવી!...
આ પછી ઈન્ડે એક બીજો પ્રયત્ન પણ કરી જોયે : ધૃતરાષ્ટ્ર નામના ગાન્ધરાજને તેણે મરુત્ત પાસે દૂત તરીકે મૈકલ્ય.
પણ તેની પણ એ જ દશા થઈ.
અને સંવના પુરહિતપદે મરુત્તને યજ્ઞ થયો. અને વિશ્વમાં એ યજ્ઞની અને એના કરનાર-કરાવનારની એટલી બધી બોલબાલા થઈ કે ઈન્દ્ર અને બૃહસ્પતિ બને ઝાંખા પડી ગયા !
પણ ઈન્દ્ર અને બહસ્પતિ બન્નેમાં શૌર્ય કરતાં શાણપણને અંશ પ્રણે જ વધારે હતું એટલે સંવતના ઔપચારિક આમંત્રણને માન આપીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૧૦ તેઓ તમામ દેવતાઓની સાથે એ યજ્ઞમાં સામેલ થઈ ગયા અને એમ કરીને એ યજ્ઞની–અને કંઈક અંશે પોતાની પણ પ્રતિષ્ઠા વધારી.
“એ બધું દ્રવ્ય હજુ હિમાચલમાં જ પડયું છે,” કથાની પૂર્ણાહુતિ કરતાં વ્યાસે કહ્યું : “તારા અશ્વમેધ માટે એ પર્યાપ્ત થઈ પડશે.”
ર૭ર. ઉત્તક
મનની શાન્તિને અર્થે અશ્વમેધ યજ્ઞ કરવાની પિતે આપેલી સલાહ ઉપર યુધિષ્ઠિરને વિચાર કરતે મૂકીને અને ભીષ્મના શ્રાદ્ધ અંગેની બધી જ વિધિઓ પૂરી થયા બાદ વ્યાસ આદિ ઋષિઓ પોતપોતાને સ્થાને ગયા. પછી હસ્તિનાપુરમાં પ્રવેશ કરીને યુધિષ્ઠિરે રાજ્યનું વ્યવસ્થાતંત્ર નવેસરથી રચ્યું, અને પૃથ્વી પર જાણે ડીક વાર માટે ફરી સત્યયુગ ઊતર્યો. પશુપંખી, પ્રકૃતિ અને માનવી બધાં જ જાણે ધર્મને નજર સામે રાખીને ચાલતાં હતાં, કારણ કે રાજવૃત્તિ ધર્મિષ્ઠ હતી, અને મહાભારત માને છે કે પ્રાયો ઢોરમતિજ્ઞાત રાજ્ઞવૃત્તાનુસારિળ !
બધું થાળે પડી ગયા પછી, કૃષ્ણ અને અર્જુન થોડાક વખત માટે ઈન્દ્રપ્રસ્થ ગયાઃ દુનિયાથી દૂર રહીને મૈત્રીની મોજ માણવા અને જમનાકાંઠા પરનાં પોતપોતાનાં જૂનાં સંસ્મરણો તાજાં કરવા. સુભદ્રાને અર્જુન સાથે પરણાવીને કૃષ્ણ જાતે જ એને ઈન્દ્રપ્રસ્થ મૂકવા આવ્યા હતા, તે વાતને કેટકેટલાં વર્ષો વીતી ગયાં હતાં! ખાંડવદાહ, મયદાનવને જીવિતદાન, તેણે નિમેલી સભા, રાજસૂય યજ્ઞ, ઘત, વનવાસ, વિરાટનગરીમાં અજ્ઞાતવાસ, અભિમન્યુનું લગ્ન, વિષ્ટિ, યુદ્ધોદ્યોગ, કુરુક્ષેત્ર...ગીતા...
આપે તે વખતે જે જ્ઞાન મને આપ્યું હતું, જનાર્દન, તે બધું જ હું ભૂલી ગયો છું. તે હવે આપ દ્વારકા પધારે તે પહેલાં એ બધું મને ફરી ન સંભળાવો ?”
એવી અર્જુનની વિનતિ પરથી કૃષ્ણએને એ જ્ઞાન ભૂલી જવા માટે ડેક કડવો મીઠો ઠપકે સંભળાવીને “અનુ-ગીતા સંભળાવે છે. આ આખોયે પ્રસંગ, એનું સ્વરૂપ, એની ભાષા, અને એમાં પીરસાયેલ જ્ઞાનથાળ-એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૧૧
બધું જોતાં મૂળ મહાભારતમાં હોય તેના કરતાં ક્ષેપક હેય એમ માનવાનું મન વધારે થાય એવું છે. - અહીં ઈન્દ્રપ્રસ્થમાં જ કૃષ્ણ હવે હાર જવાની પોતાની ઈચ્છા અર્જુન પાસે પ્રકટ કરે છે. અને હસ્તિનાપુર જઈ, યુધિષ્ઠિરને આઘાત ન લાગે એવી રીતે તેમની અનુજ્ઞા મેળવી લેવાનું સૂચન અર્જુનને કરે છે.
અને બધા હસ્તિનાપુર આવે છે..
અને તે પછી થોડાક દિવસો બાદ યુધિષ્ઠિરને અશ્વમેધની તૈયારી કરવાનું સૂચન કરીને કૃષ્ણ પોતાની બહેન સુભદ્રા સાથે દ્વારકા તરફ પ્રયાણ કરે છે. (આનનગરી તરીકે દ્વારકાને આ સ્થળે ઓળખાવેલ છે.)
હસ્તિનાપુરથી આનર્તનગરી-દ્વારકા તરફ જતાં વચ્ચે આવતી મરભૂમિમાં શ્રીકૃષ્ણને ઉત્તક નામના એક મુનિને ભેટ થઈ જાય છે. 1 ઉત્તક એટલે બધે એકાન્તપ્રિય, અંતર્મુખ અને એકાંગી લાગે છે કે પોતાની આસપાસના વિશ્વના ઘટનાપ્રવાહોથી તે સદંતર અપરિચિત છે. કૃષ્ણ વિષ્ટ કરવા માટે હસ્તિનાપુર ગયા ત્યાં સુધીની જ તેની પાસે છેલ્લી માહિતી છે. - “સંધિકાર્યમાં આપને યશ તે મ ને, માધવ ?” કૃષ્ણને કુશળ પૂળ્યા પછી પિતાની જિજ્ઞાસા તે રજૂ કરે છે, “ભરતકુલની બે શાખાઓ વચ્ચે સંધિ કરાવવાની તમારી નેમ પાર તો પડી ને ? આ બધું શી રીતે થયું, એ વીગતવાર જાણવાની મારી ઈચ્છા છે!”
અમેરિકન અંગ્રેજી સાહિત્યમાં એક રિપ વાન વિન્કલની વાત આવે છે, જે વીસ વરસ સુધી ઊંઘી ગયો હતો, અને અમેરિકા અંગ્રેજોના શાસનથી સ્વતંત્ર થયું હતું છતાં હજુ બ્રિટિશ રાજવીઓનું જ શાસન અમેરિકા પર પ્રવર્તે છે એમ માનતો હતો ! આ ઉત્તક પણ એવો જ કેાઈ “ રિપ વાન વિકલ” છે. ઈતિહાસની મહા જાહ્નવીને એક પ્રચંડ પ્રવાહ પોતાની સન્મુખ થઈને વહી ગયું છે, પણ એનાથી તે સર્વથા અલિપ્ત છે, અસ્પષ્ટ છે. - કૃષ્ણ આ ઉત્તકને જ્યારે ખરી હકીકતથી વાકેફ કરે છે ત્યારે આશ્ચર્યચકિત કે ખિન્ન થવાને બદલે તે ગુસ્સે થઈ જાય છે—ખુદ શ્રીકૃષ્ણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૧૨
ઉપર ! પછી મણ શેષ સમલિઃ અને ત્રાટ્ રાસરોચન થઈને એ જે ખાલે છે તે સાંભળેા :
“તું સમર્થ હતા, છતાં સંબધીઓને એકમેક સાથે લડીને કપાઈ મરતાં તેં ન બચાવ્યા, તેથી હુ' તને શાપ આપુ છુ.
""
અહીં ઉત્તંક કૃષ્ણને મિથ્યાવાઃ- ભી પણ કહે છે. સ્પષ્ટ જ છે કે શ્રીકૃષ્ણની શુદ્ધ નિષ્ઠામાં તેને વિશ્વાસ જ નથી : તેના bonafides જ તે સ્વીકારતા નથી !
કૃષ્ણની સમતલતાની આ પણ એક કસેાટી છે. થેાડા જ દિવસે પહેલાં સમવં યોગ . ગુજ્યતે એમ કહીને જે યાગશાસ્ત્ર તેમણે અર્જુનને ગીતા દ્વારા પ્રમાધેલ છે તે તેમનામાં પૂરેપૂરું ઊતર્યુ ́ છે તે આ પ્રસંગ પરથી દેખાઈ આવે છે.
ઉત્તકના આવાં અબૂઝ અને ઉશ્કેરાટભર્યા વચા સાંભળવા છતાં કૃષ્ણ શાંત રહે છે; અને કંઈક ગાંભીર્યું ભાવે અને કંઈક વિનાદમાં ઉત્તકને તે કહે છેઃ
•
જીવનભર મથીમથીને મહામહેનતે થાડીઘણી જે તપની મૂડી આપે ભેગી કરી છે, તે મને શાપ આપવાની પાછળ નાહક વેડફી ન નાખજો! એથી મારુ· કશું જ અકલ્યાણુ થવાનું નથી, પણ આપની તેા આખીયે જીવનસમૃદ્ધિ લૂંટાઈ જશે! માટે પહેલાં મેં શું શું કર્યું અને હું શાં શાં કારણેાએ નિષ્ફળ નીવડયો એ બધુ... સાંભળી, સમજી લા, અને પછી આપને જે કરવું ઘટે તે કરે ! ”
:
શ્રીકૃષ્ણનું નિવેદન સાંભળતાંવેંત ઉત્તકને સત્યનું દર્શન થાય છે. આવા મહાન આત્માને શાપ આપવાના વિચાર સરખા પેાતાને આવ્યા તે બાબત એ ભાંઠપ પણ અનુભવે છે, અને પછી સામે છેડે જઈને શ્રીકૃષ્ણની તે પ્રાર્થના કરે છે, અર્જુનની પેઠે
દ્રષ્ટમિચ્છામિ તે મૈશ્વરમ્ વગેરે.
અને કૃષ્ણ એના બાળપણની કદર કરીને એને પેાતાના વિશ્વરૂપનુ દર્શન કરાવે પણ છે; એટલું જ નહિ પણ વરં ઘૃળીષ્ન એમ કહીને એક વરદાન માંગી લેવાનુ પણ કહે છે!
34
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૧૩
માગી માગીને પણ, મરુસ્થલીમાં વસતો ઉત્તક જે ભોળા ભટાક મુનિ વરદાન લેખે શું માગે ? ઉત્તક પિતાને તરસ લાગે ત્યારે પાણી તત્કાળ હાજર થઈ જાય એવું વરદાન માગે છે, અને કૃષ્ણ “તથાસ્તુ' કહીને દ્વારકા ભણું વિદાય થાય છે.
ર૭૩. અભાગિયે અમૃતને આધું ઠેલે છે
હવે જે પ્રસંગ આવે છે તે ક્ષેપક હોય કે મૂળ હોય, પણ સાચા મોતી જેવો છે. મહાભારતમાં એકંદર રીતે જે ભવ્ય ભારતીય સંસ્કૃતિનું કાવ્યાત્મક ગાન છે, તેને એક માર્મિક અને મારી અંશ એમાં જોવા મળે છે.
કૃષ્ણ પાસેથી “તું તરસ્યો થઈશ ત્યારે પાણી તારી સામે પ્રગટ થશે,” એવું વરદાન પામ્યા પછી ઉત્તક એકવાર પોતાના આશ્રમ પાસેની મરભૂમિ પર ફરતા હતા ત્યાં તેને તરસ લાગી. હવે મહાભારતના જ શબ્દોમાં કથા આગળ ચલાવીએઃ
ततः कदाचिद् भगवान् उत्तकस्तोयकांक्षया ।
तृषितः परिचक्राम मरौ सस्मार चाच्युतम् ॥
ભગવાન ઉત્તક પાણીની આકાંક્ષાથી મરુભૂમિમાં ફરતા હતા ત્યાં તેમને (સમાર અચુતમ્) કૃષ્ણની—અય્યતની–યાદ આવી.” કૃષ્ણ અચુત તરીકે પ્રસિદ્ધ હતા. એમને બોલ કદીયે મિથ્યા ન થાય એવી. એમની ખ્યાતિ હતી, અને એવી ઉત્તકને શ્રદ્ધા હતી. અયુતની આ સ્મૃતિની સાથે જ ઉત્તકે
ततो दिग्वाससं धीमान् मातंगं मलपंकिनम् ।
अपश्यद् मरौ तस्मिन् श्वयूथ-परिवारितम् ॥
પછી તે બુદ્ધિમાને નિર્વસ્ત્ર અને કીચડથી ખરડાયેલ એક માતંગનેચાંડાળને-જે; ચાંડાળ કૂતરાઓના સમુદાયથી વીંટળાયેલું હતું.”
કૂતરે મહાભારતમાં ધર્મનું પ્રતીક છે અને એ જ કૂતરે મહા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૧૪
ભારતના કાળમાં અસ્પૃશ્યતાનું પણ પ્રતીક છે. આ વિરોધાભાસમાં સંસ્કૃતિ–સંઘર્ષને એક આખો ઈતિહાસ અંકિત પડ્યો છે!
વળી ઉત્તક માટે આ પ્રસંગે થીમન એવું વિશેષણ વાપરીને મહાભારતકારે એની બુદ્ધિ ઉપર એક અત્યંત વેધક કટાક્ષ કર્યો છે.
આ ઈમાન ઉત્તકે જે માતંગને જોયો તે કેવો હતો ?
ભીષણ, બાણોથી ભરેલ ભાથાં જેની પીઠ પર બાંધ્યાં હતાં તેવો, બાણ અને ધનુષ જેણે ધારણ કર્યા છે, તે ! ” ઉત્તકે જોયું કે કૂતરાઓથી વીંટળાયેલા ચાંડાલની નીચે થઈને એક ઝરણું વહ્યું જાય છે, જેમાં પુષ્કળ પાણી છે !
ચાંડાલે હસતાં હસતાં ભગુકુલ-ઉત્પન્ન એ ઉત્તકને કહ્યુંઃ “હિં ! આવ. લે આ પાણ! તને તૃષાત જોઈને મને કરુણા ઉપજી છે !'
પણ ઉત્તક તો માતંગ અને શ્વાનને જોઈને પોતાની સ્વસ્થતા ગુમાવી બેઠે હતો. તેનું પરંપરાગત માનસ ક્ષુબ્ધ થઈ ગયું હતું. પોતે જાણે ભ્રષ્ટ થઈ ગયો હોય એમ એને લાગતું હતું ! મનમાં ને મનમાં તેણે પ્રવુતને પણ અનેક ગાળો ચોપડાવી દીધી!–ઉગ્ર વાણી વડે ! “કૃષ્ણ મને આવી રીતે પાણી પિવડાવવા માગે છે, એમ !”
પેલા માતંગે તે ઉત્તમ મુનિને ફરી ફરી “વિવસ્વ –“પી” એવો અનુરોધ ક રાખે; પણ ઉત્તકને અંતરાત્મા ખળભળી ઊઠયો હતો ! સ્કૂલની આરપાર જઈ સૂક્ષ્મને જોવાની તેનામાં શક્તિ જ નહોતી રહી.
અને માતંગ તેમ જ શ્વાને થોડીક ક્ષણો બાદ અદશ્ય થઈ ગયાં– સ્રોતની સાથે.
અને “કૃષ્ણ મને આબાદ છેતર્યો” એવી ભોંઠપ ઉત્તક અનુભવી રહ્યા હતા....
તે જ વખતે બરાબર એક બીજું કૌતુક તેણે દીઠું. શંખ-ચક્ર-ગદા-પદ્મ ધારણ કરેલ શ્રીકૃષ્ણ ત્યાં આગળ પ્રગટ થયા !
ઉત્તકે તે તેમને જોતાંવેંત ઊધડા લીધાઃ “બ્રાહ્મણશ્રેષ્ઠને તમે આવાં પાણી પાવા માગે છે, પુરુષોત્તમ !”
બ્રાહ્મણશ્રેષ્ઠોને જેવું પાણી પાવું ઘટે તેવું પાણી જ મેં તમારી સન્મુખ પ્રગટ કર્યું હતું, મહર્ષિ ! પણ તમે તે જોઈ શક્યા નહિ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૫
એટલે?” ક્યાંક કશીક ભૂલ થઈ ગઈ, એટલું સમજાતાં ઉત્તકે પૂછયું.
“એટલે એમ, મહર્ષિ, કે મેં તમારા માટે ખાસ ઈન્દ્રને અહીં મોકલ્યો હતે, “ઉત્તય અમૃતં –જા, ઉત્તકને અમૃતપાન કરાવ-એમ કહીને. ઈન્ડે ઘણી જ આનાકાની કરી,–“મર્ય માનવીને અમૃતપાન કરાવીને અમર કરે યોગ્ય નથી.” વગેરે કહીને; પણ પછી ઉત્તકને તારે અમૃતપાન કરાવવું જ પડશે.” એવો આગ્રહ જ્યારે મેં જારી જ રાખ્યો, ત્યારે તેણે એક વિનતિ મને કરી: “હુ માતંગરૂપે ઉત્તકની સામે અમૃતસ્ત્રોત વહાવીને પ્રગટ થઈશ. એ રીતે એ અમૃત પીશે તો ઠીક છે, નહિતર હું પાછે આવીશ! ”
ઉત્તકે હાથ ઘસ્યા. માતંગને અસપૃશ્ય ગણતાં, અમૃત તેના હાથમાંથી છટકી ગયું હતું !
તેને પસ્તાવો તે ખૂબ થયે, પણ હવે શું થાય! આશ્વાસન ફક્ત એટલું જ હતું કે કૃપાળુ કૃષ્ણ મભૂમિમાં તેને તરસ લાગે કે સાદું પાણું તેની સામે પ્રગટ થશે, એ વરદાન એના સ્થૂલ રૂપમાં કાયમ રાખ્યું હતું.
ર૭૪. પરિક્ષિતને જન્મ
કૃષ્ણને વિદાય કર્યા પછી પાંડવો હિમાલય તરફ ગયા. હિમાલયનું આકર્ષણ તે એમને, આપણે હવે જાણીએ છીએ તે પ્રમાણે, જન્મથી જ છે. પણ આ પ્રસંગે “પૃથ્વીના માનદંડ” જેવા આ નગાધિરાજ કને જવાનું કારણ આગળનાં પ્રકરણમાં કહેવાઈ ગયું છે તે પ્રમાણે, સાવ જુદું હતું. વ્યાસ અને કૃષ્ણ અને નારદ-પોતાના સૌ હિતેચ્છુઓની સલાહથી તેમણે અશ્વમેધ યજ્ઞ કરવાનો નિશ્ચય કર્યો હતો, અને અશ્વમેધ માટે જોઈતું દ્રવ્ય તેમને શિવના તેમ જ કુબેરના એ નિવાસસ્થાનમાંથી જ જડે એમ હતું. મરુત્તના યજ્ઞની વાત તેમના મનમાં વસી ગઈ હતી.
પણ આવું કાઈ સ્કૂલ કારણ ન હોત તોપણ, યુદ્ધના સંહારને પરિણામે શેકસંતપ્ત બનેલ તેમના હૃદયને અત્યારે હિમાલયની શીતલ અને શાતિપ્રેરક હવાની અત્યંત અગત્ય હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૧૬
આ તરફ પેલા ભોળિયા ઉરંક પાસેથી નીકળીને કૃષ્ણ દ્વારકા પહોંચ્યા. યુદ્ધના સમાચાર યાદવની એ સુવર્ણનગરીમાં હજુ પણ પહોંચ્યા ન હતા. કૃષ્ણ જ્યારે તેમને અઢાર દિવસના એ ઘર માનવસંહારની વાત કરી ત્યારે તેઓ કંપી ઊઠ્યા. તેમાં પણ સોળ વરસને સુભદ્રાજયો અભિમન્યુ એકી સાથે અનેક મહારથીઓ સામે લડતાં યુદ્ધભૂમિ પર વીરગતિ પામ્યાની વાતે તે તેમનાં સૌનાં કાળજા પર કરવત મૂકી! ગૌરવ, ગર્વ, શેક, કરુણા, રોષ, આશ્ચર્ય, વ્રણ એકી સાથે અનેક ભાવોની મિશ્ર આંધી વચ્ચે સૌનાં હદયે વલોવાવા અને વેરાવા લાગ્યાં. સંતાનોની બાબત જનમદુખિયારા જેવાં વસુદેવ-દેવકીની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસી રહ્યો અને સુભદ્રા પણ પિતાને લાડકવા લાલ આજે જાણે ફરી મૃત્યુ પામ્યો હોય એમ હીબકાં ભરીભરીને મેટેથી રડવા લાગી. આ બધાને સુયોગ્ય શબ્દોમાં આશ્વાસન આપી કૃષ્ણ છાનાં રાખ્યાં; અને શકના આવેગને શ્રાદ્ધક્રિયાને માર્ગે વાળીને કંઈક સુસહ્ય બનાવ્યો.
આખરે પાંડવોને અશ્વમેધ માટે નિયત થયેલ સમય આવી પહોંચ્યો અને શ્રીકૃષ્ણ ફરી પાછા સુભદ્રા, સાત્યકિ, પ્રદ્યુમ્ન, રુકિમણી આદિ સ્વજનોને તથા યજ્ઞપ્રસંગે યુધિષ્ઠિરને ભેટ ધરવા માટે અનેક મહામેલાં રત્ન તથા કીમતી વસ્ત્રાભૂષણે લઈને હસ્તિનાપુર આવી પહોંચ્યા.
દરમિયાન હસ્તિનાપુરમાં ઉત્તરાને પ્રસુતિ સમય નજીક આવી ગયો. હતે. પૃથ્વીને નિષ્પાંડવી કરવાની પ્રતિજ્ઞા સાથે અશ્વત્થામાએ છોડેલ બ્રહ્માસ્ત્રની અસર ઉત્તરાના ગર્ભ પર કેવી થશે તેની ચિંતા કુન્તી, સુભદ્રા તેમ જ દ્રોપદીનાં કાળાંને કરી રહી હતી; અને ઉત્તરાને તે આવી રહેલી એક એક ક્ષણ, પિતાના જીવન સામેના કાળના આક્રમણ સમાણું જ લાગતી હતી.
હકીકત એ છે કે બીક, અજ્ઞાતની બીક એ સૌથી મોટું બ્રહ્માસ્ત્ર છે, અને તેમાંય વળી પહેલી વાર માતા બનતી નારીની પિતાના અંગેની અને પિતા કરતાં પણ લાખ ગણા પ્યારા પિતાના ભાવિ સંતાન અંગેની બીક તે બ્રહ્માસ્ત્ર કરતાં પણ વધારે ભયાનક છે. મહાસંહારનાં ભયાનક વાદ્યો ગડગડતાં હતાં એવે વખતે પરણેલી, પરણ્યા પછી તરત જ એ સંહારની આગમાં પતિને ખોઈ બેઠેલી, અને ઝનૂની અશ્વત્થામાના સુકભૈરવ સંકલ્પની વાતને સંભારીસંભારીને ફડફડતી એ છોકરીને ક્ષણે ક્ષણે નજીક આવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
(૧૧૭
રહેલી પ્રસૂતિને સમય બેવડા મૃત્યુના સમય જેવો લાગ્યો હોય એ સ્વાભાવિક જ છે.
અને થયું પણ એમ જ !
જન્મેલ બાળક-પુત્ર ચેતનારહિત છે એવું પ્રતિખંડમાં ઉત્તરાની સેવા-સુશ્રુષા કરી રહેલ નારીવૃન્દને લાગ્યું અને તે ચિત્કારી ઊઠયું. કુન્તી અને દ્રૌપદી અને સુભદ્રા સૌ કૃષ્ણ પાસે દોડ્યાં. ધારી-અણધારી અનેક આફતો વખતે કૃષ્ણ જ તેમને એક તારણહાર સિદ્ધ થયા હતા. અઢળક વિશ્વાસ હતો તેમને સૌને, વસુદેવના એ પુત્ર પર!
त्वं नो गतिः प्रतिष्ठा च
त्वदायत्तमिदं कुलम् । “તું જ અમારું શરણ છે; તું જ અમારું આલેખન છે, તું જ અમારા કુલના અસ્તિત્વને આધાર છે.”
એવો ચિત્કાર કરતી કુન્તી કૃષ્ણના ચરણમાં આળોટી પડી. સુભદ્રા અને કૃષ્ણા પણ એવો જ વિલાપ કરી રહ્યાં.
સૂતિકા ગૃહમાં સૂતેલ ઉત્તરા પણ અર્ધમૂર્ણિત દશામાં ઘડીક પોતાના અચેતનશા શિશુને સંબોધીને; તે ઘડીક તેને સ્વર્ગસ્થ પિતાને અનુલક્ષીને, આક્રંદ કરી રહી હતીઃ
“ધર્મરાજની અનુજ્ઞા લઈને હું ઝેર પીશ, બળી મરીશ ! ઊઠ, ઊભો થા, પુત્ર, આ જે! તારી પ્રપિતામહી કેવો કલ્પાંત કરી રહી છે. છાની રાખ એને! આ જો, તારી દાદીઓ.”..વગેરે
કૃષ્ણ પ્રસૂતિગૃહમાં દેડ્યા.
છે પર આળોટી રહેલી ઉત્તરાને તેમણે બેઠી કરી. પર્યક પર પડેલ શિશુ પર તેમણે એક દષ્ટિ કરી અને પછી
संजीवताम् अयम् “એ જીવતે થાઓ !” એટલા શબ્દો તેમણે ઉચ્ચાર્યા
અને શિશુ, જે અત્યાર લગી નિસ્પન્દ જે, લેશ પણ હલનચલન વગરને લાગતો હતો, તે સળવળવા લાગે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૧૮
આ ચમત્કાર શેને આભારી હશે ? કૃષ્ણ પિતે તે ફક્ત એટલું જ કહે છે કે
यथा सत्यं च धर्मश्च मयि नित्यं प्रतिष्ठितौ।
तथा मृतः शिशुरयं जीवतामभिमन्युजः ॥ “સત્ય અને ધર્મ મારામાં નિત્ય પ્રતિષ્ઠિત છે, તેથી હું કહું છું કે અભિમન્યુને આ બાળક જીવત થાઓ !”
વરિલીને - કુલ ક્ષીણ થયું હતું એ વખતે એ બાળક જન્મ્યો હતે એ જોઈને શ્રીકૃષ્ણ એનું નામ પરિક્ષિત પાડયું,
- ૨૭૫, રાજસૂય અને અશ્વમેધ
પરિક્ષિતના જન્મ પછી એક મહિને પાંડવો હિમાલયમાંથી પાછા આવ્યા.
પૃથ્વીને નિષ્પાંડવી કરવાના અશ્વત્થામાના સંકલ્પથી તેમ જ તેના બ્રહ્માસ્ત્રપ્રયોગથી તેઓ સુપરિચિત હતા, એટલે પૌત્રને કુન્તીના ખોળામાં હસતો રમતો જોઈને તેમને પારાવાર આનંદ થયો; અને પૌત્રના રક્ષણ માટે દ્વારકાથી હસ્તિનાપુર વેળાસર આવી પહોંચેલ કૃષ્ણને તેમણે આભાર માન્ય. અશ્વમેધ નિમિત્તે આવેલ કૃષ્ણ આ શિશુના સંરક્ષણ અર્થે ખાસ એક મહિને વહેલા આવ્યા હતા, એ તેઓ સમજી ગયા અને કૃષ્ણ પ્રત્યે તેમનો પ્રેમ અને આદર ખૂબ વધ્યા.
અશ્વમેધ માટે જોઈતું દ્રવ્ય હવે આવી ગયું હતું. એટલે એ પુણ્યકાર્યના મંગલાચરણ લેખે, વ્યાસ અને કૃષ્ણની અનુજ્ઞાથી યજ્ઞના અશ્વને છુટ્ટો મૂકવામાં આવ્યો. અશ્વિની રક્ષા માટે નિયુક્ત થયેલ અર્જુનને વિદાય કરતી વેળા યુધિષ્ઠિરે એક ખાસ સૂચના આપી : “રાજાઓ તે એમના સ્વભાવ પ્રમાણે સામા થશે, કેટલાક તે અત્યંત ઝનૂનથી; પણ આપણે બને ત્યાં સુધી લડાઈ ટાળવી. હજુ હમણાં જ જે મહાઘોર સંહાર થઈ ગયે. છે, તેમાં ઉમેરો કરવાની મારી લેશ પણ ઈચ્છા નથી. એટલે લડવું તે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૯
નાછૂટકે જ; અને યુદ્ધ છેડ્યા પછી પણ શક્ય તેટલી ઓછી હિંસાએ એને આટોપી લેવું !”
આ અશ્વમેધ અને પાંડવોએ ચદેક વરસ પહેલાં કરેલ રાજસૂય એ બને યજ્ઞોને અંતિમ હેતુ તે ચક્રવતપદની પ્રાપ્તિ અથવા કહે કે અનેક નાનાં નાનાં રાજ્યનું એક મહારાષ્ટ્રમાં જોડાણ છે. પણ મહાભારતના અભ્યાસ પરથી લાગે છે કે એ પ્રકારનું ચક્રવતીત્વ લાંબો સમય ટકતું નથી. તલવારને જેરે થયેલ એકીકરણ તલવાર અદશ્ય થતાં તૂટી પડે છે. રાજસૂય વખતે ખંડણુઓ લઈ લઈને આવેલ રાજવીઓમાંથી ઘણાખરા મહાભારતના યુદ્ધમાં પાંડવોની સામેની છાવણીમાં હતા. એ પછી, યુદ્ધમાં જિતાયલા અથવા હણાયેલા રાજવીઓના વંશવારસો, ઘણાખરા, પાંડવોના આ અશ્વમેધ વખતે, પાંડવો ચક્રવતી બને તેની વિરુદ્ધમાં પડે છે, જેમની સાથે અર્જુનને નાછૂટકે યુદ્ધ કરવું પડે છે.
હકીકતમાં હિંસક બળનું પ્રત્યક્ષ દબાણ હેય ત્યાં લગી જ નબળા રાજાઓ સબળા રાજાઓની આણ સ્વીકારતા, અને એકવાર ચક્રવતી તરીકે સ્વીકારાયેલ રાજાના બળમાં સહેજ પણ ઓટ આવે, કે તરત જ તેઓ માથું ઊંચકતા. એક સ્વતંત્ર સાર્વભૌમ સુસંગઠિત ભારતરાષ્ટ્રની કલ્પનાએ આકાર જ નહોતે લીધે જાણે!
૨૭૬. જૂના દુશમને
અર્જુનને સૌથી પહેલે સામને ત્રિગને કર પ. પાંડના સૌથી વધુ કટ્ટર દુશ્મને-દુર્યોધનને બાદ કરતાં–તેઓ હતા. કુરુક્ષેત્રના યુદ્ધમાં તેમને ઠીક ઠીક કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અને છતાં, અથવા કહે કે તેથી જ, એ પરાજયનું વેર વાળવા માટે જ, અશ્વમેધના અશ્વને તેમણે આંતર્યો અને અર્જુનને નાછૂટકે યુદ્ધ કરવું પડ્યું. '
.
છે. ત્રિગર્તાને રાજ તે વખતે સૂર્યવર્મા હતા. તે અને તેને નાને ભાઈ કેતુવર્મા ખૂબ ઝનૂનથી અર્જુન ઉપર તૂટી પડ્યા. થોડીકવારમાં કેતુવર્મા સરા, તે પછી તેને ભાઈ ધૃતવર્મા આગળ આવ્યું. આ ધૃતવર્માનું પરાક્રમ જોઈને અર્જુન એ તે ખુશ થઈ ગયે કે છેડીકવાર તે તેણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૨૦
તેને યોગ્ય સામનો કરવાનું પણ માંડી વાળ્યું ! આ લાગ જોઈને ધૃતવર્માએ અર્જુનની હથેલીને વીંધી નાખી અને પરિણામે ગાંડિવ અર્જુનના હાથમાંથી પડી ગયું. અર્જુનના હાથમાંથી પડતા ગાંડિવને વ્યાસે મેઘધનુષની ઉપમા આપી છે! અને કેટલી ઉચિત અને ઇવનિસભર છે તે ઉપમા ! ધનુષ્યનું ધનુષ્યપણું તે લડે એમાં છે! એ લડે નહિ, અને યોદ્ધાના હાથમાંથી ખરી પડે, તે એ કેવળ દેખાવનું ! મેઘધનુષ !
અર્જુનની આ પરેશાની જોઈને ધૃતવર્માએ અટ્ટહાસ્ય કર્યું. અર્જુનને હવે ગુસ્સો આવ્યો. હથેળી અને આંગળીઓ પરથી લોહી લૂછીને તેણે ગાંડીવને ફરી હાથમાં લીધું અને ધૃતવર્માને અને તેની કુમકે આવી પહોંચેલા અનેક ત્રિગર્લોને તબાહ પોકરાવી ! થોડીક જ વારમાં એ સૌ વચમ્ ઃ વિંજારઃ સર્વે-“અમે સૌ તમારા કિકર છીએ” એમ કહેતા કહેતા શરણે આવ્યા અને યુધિષ્ઠિરની વિદાય વખતની શીખને સંભારીને અર્જુને તેમને અભયદાન આપ્યું.
ર૭૭. ધાકથી જ મરી ગયો!
આ પછી અશ્વ ફરતે ફરતે પ્રાયોતિષપુર આવ્યો. અહીંના રાજકુલને પણ પેઢીઓથી પાંડવો સામે વેર હતું. ભગદત્ત, સોમદત, અને ભૂરિશ્રવા ત્રણેય, એક અથવા બીજી રીતે, મહાભારતના યુદ્ધમાં પાંડવોને હાથે ખપમાં આવી ગયા હતા. ભગદત્તના પુત્ર વજદરે પિતાનું વેર લેવા માટે અશ્વને આંતર્યો. અર્જુને તેને બાણથી વીંધી નાખે. વજુદત્ત પીછેહઠ કરી પોતાના નગરમાં ભરાઈ ગયો, અને ડાક વખત પછી હાથી પર સવાર થઈને અર્જુનની સામે આવ્યો. ત્રણ દિવસ સુધી પગપાળા અર્જુન અને ગજસ્થ વદત્ત વચ્ચે યુદ્ધ ચાલ્યું. ચોથે દિવસે વજદરે પોતાના હાથીને અજુન પર ધસાથે; પણ અર્જુને બાણની એવી તે ભયાનક વૃષ્ટિ કરી, કે હાથી અનેક ઠેકાણે ઘાયલ થઈને, વેદનાથી પીડાતે, પોતાના સવાર સોતે જમીન પર પછડાયો ! વજદત્તની દશા હવે અત્યંત દયાપાત્ર બની ગઈ. અને ધારે તો એક જ ઝાટકામાં તેનું મોત નિપજાવે; પણ યુદ્ધિષ્ઠિરની વિદાય વેળાની ભલામણ સંભારીને અર્જુને વજદત્તને અભયદાન આપ્યું અને “યુધિષ્ઠિરના અશ્વમેધ ચામાં હાજર રહેજે!” એવી સૂચના આપીને તેને મુક્ત કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૨૧
પ્રાતિષપુરમાંથી નીકળીને ફરતે ફરતે અશ્વ સિબ્ધપ્રદેશમાં આવ્યું. આપણુ રાજા જયદ્રથને મારનાર અજુન આપણું ધરતી પર આવ્યો છે, હવે એને ઘેરીને વધેરી નાખ સહેલું છે, એમ માનીને સિધુપ્રદેશના અનેક દ્ધાઓ ચારે બાજુએથી બાણોની વૃષ્ટિ કરતા કરતા અર્જુનની સામે ધસ્યા. ચોમેરની બાણવૃષ્ટિ વચ્ચે અજુન પરન્તર–સંચારી રન્તઃ “પિંજરામાં પડેલા પક્ષી” જેવો લાગતો હતો; પણ અર્જુનને આ પિંજર તેડતાં કેટલી વાર? ડાક વખતમાં સૈધવોને સોથ નીકળી ગયું. આ સમાચાર મળતાં જયદ્રથની પત્ની, ધૃતરાષ્ટ્રની પુત્રી દુઃશલા પિતાના બાળક પૌત્રને લઈને રથમાં બેસીને રણભૂમિ પર આવી. અર્જુનને તે યુદ્ધ બંધ કરવા વીનવવા લાગી.
“પણ આનો બાપ ક્યાં છે? તમારો પુત્ર ?”
“એ તે તમે આવ્યા છે એટલા સમાચાર સાંભળતાંવેંત હૃદય બંધ પડવાથી મરી ગયો ! હવે મારા સામે જોઈને આ બાળક ઉપર દયા કરે!” અર્જુનને તે આટલું જ જોઈતું હતું. યુધિષ્ઠિરની સૂચનાને તેમ જ ગાંધારી અને ધૃતરાષ્ટ્રને યાદ કરીને તેણે યુદ્ધ બંધ કર્યું અને યુધિષ્ઠિરના યજ્ઞમાં આવવાનું સૌને નેતરું આપીને તે, હવે ફરી મુક્ત બનેલ અશ્વની પાછળ પાછળ ચાલ્યું.
આ પ્રસંગે જયદ્રથ પ્રત્યે દુરશલાને કેવી લાગણી હતી તેનું દિગ્દર્શન વ્યાસજીએ આપણને કરાવ્યું છે. પોતાના પૌત્રની રક્ષા અર્થે યુદ્ધ બંધ કરવાની અર્જુનને વિનંતી કરતાં જયદ્રથને એ અનાર્ય અને નૃશંસ કહે છે.
જ્યષે એક વાર કાપદીનું હરણ કરવાની કોશિશ કરેલી, એ વાચકેને યાદ હશે જ !
૨૭૮. સામૈયું કે સંગ્રામ?
સિન્ધપ્રદેશમાં વિજય મેળવ્યા બાદ અર્જુન, મુક્તચારી અશ્વની પાછળ પાછળ મણિપુરના પાદરમાં પહોંચ્યા. '
વાચ મણિપુરને ભૂલી નહિ જ ગયા હેય. બાર વરસતા વનવાસ દરમિયાન અર્જુન અહીં આવ્યું હતું, અને પુરુષવેષમાં ફરતી ચિત્રાંગદા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૨૨
પર મુગ્ધ થઈ, તેના પિતાએ રજુ કરેલ શરતોને માન્ય રાખીને તેને પર હતા. એ લગ્નને પુત્ર બબ્રુવાહન અત્યારે મણિપુરની ગાદીએ હતા. | પિતા અર્જુન આવ્યાના સમાચારથી બભૂવાહન અત્યંત પ્રસન્ન થયે. બ્રાહ્મણોને મોઢા આગળ કરીને, તેમ જ પિતાને ભેટ ધરવા માટે વિવિધ માંધામૂલી ભેટ લઈને પિતાનું સામૈયું કરવા એ નગરની બહાર આવ્યો.
- બબ્રુવાહનના આ પુત્રોચિત વર્તનમાં અર્જુનને ભીરુતાની ગંધ આવી. ક્ષત્રિયના ધર્મ પ્રમાણે બબ્રુવાહને અશ્વને આંતરીને પિતાને યુદ્ધ માટે પડકાર આપવો જોઈતું હતું એમ અર્જુનને લાગ્યું. (યુધિષ્ઠિરની વિદાય વેળાની શીખ અને અર્જુનની આ માન્યતા, બે વચ્ચે મેળ ખાય છે ખરો?) ક્રોધે ભરાઈને પુત્રને તેણે કહ્યું : “આ પ્રક્રિયા" – તારું આ વર્તન મને ન ગમ્યું. આ તે તે ક્ષત્રિયધર્મને કાહ કર્યો. હું જે અહીં એક પિતા તરીકે આવ્યા હોત, તે વાત જુદી હતી. મારી આ મુલાકાતની પાછળ “કાં તે શરણે આવે, કાં તે યુદ્ધ કરો !” એ પડકાર ન હોત, તે તારું આ વર્તન જરૂર દીપી ઊઠત; પણ અત્યારના સંજોગોમાં તે એ સ્ત્રીવરી જેવું લાગે છે!” અજુન એટલે બધે ઉશ્કેરાઈ ગયો છે, અથવા તે પુત્રને તે એટલી હદે ઉશ્કેરવા માગે છે કે તેના માટે એ નરાધમ અને સુદ્યુતિઃ જેવાં વિશેષણ પણ વાપરે છે!
પિતાના સહજ વર્તનને પિતાએ આ અવળો અર્થ કર્યો એથી બબ્રુવાહન જરૂર ઉશ્કેરાયે હશે. પણ એ ઉશ્કેરાટને વધુ ઉગ્ર બનાવે એવો. એક બીજો બનાવ બને છે. ગંગાદ્વારમાં અર્જુન જેને પોતાના વનવાસ દરમિયાન પર હતો, તે નાગકન્યા ઉલૂપી અહીં પ્રગટ થાય છે. ચિત્રાંગદા સાથે આ ઉલૂપીને ફક્ત એક સ-પત્ની તરીકે જ નહિ, પણ એક સન્માન્ય વડીલ તરીકે પણ સંબંધ લાગે છે. અર્જુનના હાથે થયેલું બબ્રુવાહનનું અપમાન તેનાથી સસ્તું જતું નથી. પુત્રને તે પિતાની સાથે યુદ્ધ કરવા પ્રેરે છે....... ' અને સામૈયું સંગ્રામમાં પલટી જાય છે.
અને અર્જુન ખૂબ પ્રસન્ન થાય છે. ' : પિતા-પુત્ર કચેના આ યુદ્ધને વ્યાસજીએ મનુ કહ્યું છે. ઇતિહાસ અને પુરાણમાં પિતા અને પુત્રો વચ્ચેનાં એકાંક યુદ્ધોને ઉલ્લેખ છે, પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૨૩
તે બધાંની પરિસ્થિતિ આ યુદ્દ કરતાં જુદી છે. ત્યાં પિતાપુત્ર એકમેકને ઓળખતા નથી, જ્યારે અહીં તે એકમેકને સારી રીતે ઓળખે છે. આ જોતાં આ યુદ્ધ ખરેખર અ-તુજ છે.
હવે અર્જુન તે ફક્ત પુત્રનું પાણી માપવા માટે જ લડતા હતા, એટલે એના પ્રહારેની પાછળ ઝનૂન નથી, કેવળ લીલા છે; જ્યારે બભ્રુવાહન પિતાના મહેણાંટાણાં અને ઉલૂપીની ભભેરણીથી ખૂબ ઉશ્કેરાઈ ગયા છે. તેનું એક બાણુ અર્જુનના ‘ જત્રુ 'તી આરપાર નીકળી જાય છે–જેમ કાઈ રાફડાની આરપાર સર્પનીકળી જાય તેમ ! (વ્યાસજીની પ્રસિદ્ધ ઉપમા ). વીંધાયેલ અર્જુન ધનુષને ટેકે-પ્રમીત વ–‘ડરી ગયા હેાય એવી રીતે’ ચેડીક વાર ઊભા રહે છે. ( અશ્વની રક્ષા અર્થે અર્જુન અશ્વમેધના નિયમ પ્રમાણે પગપાળા જ નીકળ્યા છે એ વાચકાને યાદ જ હશે. )
થાડીક વાર પછી કળ વળતાં અર્જુન પુત્રને તેના યુદ્ધકૌશલ માટે અભિનન્દન આપીને તેના પર ફ્રી બાવૃષ્ટિ કરે છે. પણ બભ્રુવાહન હવે વિજયરંગમાં છે, અને અર્જુનનાં બાણાના મન વિનાના માર તેના પર કશી જ અસર નિપજાવી શકતા નથી. પુત્રની હજુ વધારે કસોટી કરવા માટે અર્જુન તેના ધ્વજ તાડી પાડે છે, રથને ભાંગી નાખે છે અને ધાડાઓને મારી નાખે છે; અને પિતાના આ આક્રમણથી ખૂબ ઉશ્કેરાઈને બભ્રુવાહન એની છાતીને વીંધી નાખે છે. અજુ ન હવે મૂર્છાવશ થઈને ધરતી પર ઢળી પડે છે. અને તે જ વખતે બભ્રુવાહનને પણ મૂર્છા આવી જાય છે.
આટલી વારમાં તે ચિત્રાંગદા પણુ રણભૂમિ પર આવી પહેાંચે છે. પતિ તેમ જ પુત્ર બંનેને હતચેતન બનીને સમરભૂમિ પર ઢળી પડેલા જોઈને એ કલ્પાંત કરવા માંડે છે. એ જાણે છે કે પિતાપુત્ર વચ્ચેનું યુદ્ધ ઉલૂપીની ભંભેરણીને આભારી હતું. ઉલૂપીને ઠંપા આપતાં એ કહે છે: 'તું ખરી આર્યધર્મજ્ઞ અને પતિવ્રતા છે, ઉલૂપી, કે પુત્રને હાથે પતિને તેં આવી રીતે મરાવી નાખ્યા! મને મારા આ પુત્ર મરી ગયે તેનું એટલુ બધું દુ:ખ નથી, જેટલું પતિના મૃત્યુનુ છે; જેમનું આતિથ્ય મણિપુરના પાદરમાં આ રીતે થયું !”
t
- ''
';
ચિત્રાંગદાના મનમાં એક વહેમ છે અર્જુન પાતાને પરણ્યા પછી તરત જ મણિપુરમાં આવીને ચિત્રાંગદા સાથે પ્રેમમાં પડ્યો અને એને પરણ્યા એ બાબત ઉલૂપીને અર્જુન ઉપર રાખતા નહિ કાય? અને એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૨૪ .
રોષને કારણે જ તે તેણે ચિત્રાંગદાના પુત્ર દ્વારા અર્જુનને ઘાત નહિ કરાવી નાખ્યો હોય ? પતિ તેમ જ સપત્ની બન્ને ઉપર આથી વધારે સચોટ રીતે વેર શી રીતે વાળી શકાવાનું હતું ?
પણ અર્જુનને બચાવ કરતાં ઉલૂપીને તે કહે છે, “પુરુષે એક કરતાં વધારે પત્નીઓ કરે એ કંઈ તેમને એટલે મેટો અપરાધ નથી!”
પછી ચિત્રાંગદા નાગકન્યા ઉલૂપીને અર્જુનને સજીવન કરવાની વિનતિ કરે છે. અર્જુન જીવતો નહિ થાય તે પોતે પણ રણભૂમિ પર પ્રાણત્યાગ કરશે એવી ધમકી પણ તે આપે છે.
દરમ્યાન બબ્રુવાહન મૂછમાંથી ઊભો થાય છે, અને પરિસ્થિતિને અંદાજ આવતાં, તે પણ તેની માતાની પેઠે પ્રાણત્યાગની ધમકી આપે છે – જે નાગકન્યા ઉલૂપી પોતાના પિતાને સજીવન ન કરે તે !
કથા કહે છે કે ઉલૂપી પાસે સંજીવનમણિ હતો. તેને હાથમાં લઈને એ બબ્રુવાહન પાસે આવી.
“શોક તજી દે, બેટા” બભ્રુવાહનને તેણે કહ્યું, “તારા પિતા અર્જુન તારાથી શું, દેથી પણ જિતાય એમ નથી. એમને તારામાં કેટલું પાણી છે તે જોવું હતું માટે મેં તને યુદ્ધ કરવાની સલાહ આપી. પોતાની જાતને પિતૃહત્યારે માનીને તું નાહકને દુઃખી ન થા. આ મણિને તું એમની છાતીને અડાડીશ કે તરત જ એ ઊભા થશે.”
અને થયું પણ એમ જ, મણિને સ્પર્શ થતાંવેંત જ અર્જુન જાણે કેઈ સુદીર્ઘ નિદ્રામાંથી જાગતું હોય એમ જાગી ઊઠયો. બબ્રુવાહન તેની પાસે જઈને તેને પગે પડી ગયે. અર્જુને તેને બાથમાં લીધે. ડેક દૂર ઊભેલી એની માતા ચિત્રાંગદાને પણ એણે જોઈ. ચિત્રાંગદાની પાસે ઉલૂપી ઊભી હતી. ઉલૂપી અહીં ક્યાંથી, અર્જુનને થયું; અને આ ચિત્રાંગદા પણ રણભૂમિ પર શા માટે આવી હશે ?
“આ બધું શું છે?” બબ્રુવાહનને તેણે પૂછ્યું. “આપ એ મારાં માતા ઉલૂપીને પૂછે.”
અને અર્જુનના પૂછવાથી ઉલૂપી એક તીસરી જ વાત, આ બધાના ખુલાસા રૂપે રજૂ કરે છે, “કુરુક્ષેત્રના યુદ્ધમાં ભીષ્મને તમે અધર્મથી માર્યા હતા. જેની સાથે ન લડવાની પ્રતિજ્ઞા કરી હતી તે શિખંડીની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૫
ઓથે રહીને તમે એમને વીંધી નાખ્યા હતા. હવે એ પાપનું પ્રાયશ્ચિત્ત કર્યા વગર જ જે તમે પરલોકમાં જાઓ, તે નરકમાં પડે. એટલે આ પુત્રને હાથે તમારે પરાજય કરાવીને તમારા પાપનું મેં પ્રાયશ્ચિત્ત સાધ્યું.
“તમે જાણે છે કે ભીષ્મ પૂર્વજન્મમાં આઠ વસુઓમાંના એક વસુ હતા. તમારા હાથે એમનો ઘાત થતાં સ્વર્ગમાં વસતા બાકીના સાત વસુઓએ તમને શાપ આપવા ધાર્યો હતો. મને આ વાતની જાણ થતાં મેં મારા પિતાને વસુઓની પાસે મોકલ્યા. પિતાએ વસુઓને શાપ આપતા રોક્યા. તેમનો પુત્ર (એટલે કે બબ્રુવાહન) એમને (અર્જુનને) રણભૂમિ પર હરાવશે અને સંહારશે એવું વચન મારા પિતાજીએ તે વખતે વસુઓને આપ્યું હતું તે મેં આ રીતે પૂરું કર્યું. પુત્ર એ પિતાને જ આત્મા છે, એ જોતાં તમે તમારાથી જ હાર્યા છે ! એમાં લાંછન લેશ પણ નથી.”
ઉલૂપીના આ ખુલાસાથી અર્જુન અત્યંત પ્રસન્ન થયું. પછી બબ્રુવાહનને બેય માતાઓ સાથે અશ્વમેધમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ આપી ફરી તેણે અશ્વનુસરણ આદર્યું.
૨૭૯. “અમને બૈરીઓ સમજે છે ?'
મુક્ત રીતે ફરતો ફરતે અશ્વ રાજગૃહના પાદરમાં આવ્યો. રાજગૃહ મગધની રાજધાની; અને મગધ એટલે જરાસંધને દેશ. જરાસંધને પૌત્ર મેઘસબ્ધિ અશ્વ પોતાના પ્રદેશમાં આવ્યાની વાત સાંભળી યુદ્ધ માટે સજ્જ થયે. અને બાંધીને અર્જુનને તે દબડાવવા માંડ્યો. મેઘસ િહજુ બાળક હતું, એટલે અર્જુનની સામે થવું એટલે શું એ તે જાણતા ન હતા,
તું શું અમને બધાને બેરીઓ સમજે છે?” અર્જુનને ધમકી આપતાં તેણે કહ્યું.
અર્જુને સંપૂર્ણ શાંતિથી અશ્વમેધ યજ્ઞની વાત તેને સમજાવી. યુધિષ્ઠિરને ખાસ આગ્રહ છે કે શક્ય ત્યાં સુધી યુદ્ધ ટાળવું એ પણ તેને કહ્યું. પણ અર્જુન જેમ જેમ શાંતિ અને વિનયની ભાષા વાપરતે જાય છે, તેમ તેમ મેઘસબ્ધિ વધુ ને વધુ ઉગ્ર બનતો જાય છે.
તે ભલે,” આખરે અર્જુનને કહેવું પડે છે, યુદ્ધ તારે કરવું જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૨૬
હાય, તેા મારે નાછૂટÝ લડવું જ પડશે. પણ પહેલા પ્રહાર તું કર. (પ્રહરક્ષ્ય યથારાત્તિ. । મન્યુઃ વિદ્યતે મમ) મને તારા પ્રત્યે લેશ પણ ક્રોધ નથી.”
મેઘસન્ધિને તા એટલું જ જોઈતુ હતું. એ યુદ્ધ શરૂ કરે છે. આક્રમકના ઝનૂનથી, પિતામહને સંભારીસંભારીને, અર્જુન પર તે તૂટી પડે છે. પા પર બાણાના તે જાણે વરસાદ જ વરસાવે છે. પણ પાર્થ શાન્ત છે. ઝનૂનના જવાબ તે ઝનૂનથી નથી આપતા. ફક્ત પેાતાના સંરક્ષણ પૂરતા જ તે હથિયારાના ઉપયોગ કરે છે. પણ એટલામાં પણ મેઘસન્ધિના ધ્વજ, પતાકાડ, રથ, યંત્ર, હય વગેરે છિન્નભિન્ન થઈ જાય છે. અર્જુન આ બધે ઠેકાણે બાવૃષ્ટિ કરે છે, પણ મેધસન્ધિના સારથિને કૈ મેઘસન્ધિને પેાતાને જાણીજોઈને અડતે નથી. (ન રાર્ન સારથી )
પણ મેઘસન્ધિ સાચેસાચ ‘ બાળક ’ છે. અર્જુનના આ સંયમને તે અવળેા અર્થ કરે છે. અર્જુન નબળા છે, મારા પર બાણુ ચલાવવાની એની હિ'મત જ નથી એમ માનીને તે પોતાનું ઝનૂન વધાર્યે જ જાય છે, અર્જુનને વીંધતા જ જાય છે. આખરે આને હાથ બતાવ્યા વગર છૂટકા જ નથી એમ અર્જુનને લાગે છે. અને અર્જુન ગંભીર બને છે. મેઘસન્ધિના સાથિને તે મારી નાખે છે, તેનું ધનુષ પણ તે તેાડી નાખે છે. મેઘસન્ધિ ગદા લઈને અર્જુન સામે ધસે છે, પગપાળા; પણ અર્જુન એની ગદાના ટુકડેટુકડા કરી નાખે છે. ( “ જેનું મણિબંધન તૂટી ગયું છે એવી એ ગદા, હાથમાંથી સરકી પડેલ નાગણની પેઠે પૃથ્વી પર પડે છે!”)
હવે મેઘસન્ધિ ખરેખર અસહાય અવસ્થામાં આવી પડે છે; પણ અર્જુન તેના લાભ લેવા નથી માગતા. આ વખતે અર્જુન જે રીતે એને સખાધે છે તે અર્જુનની ઉદાત્તતાની તેમ જ આર્યતાની સાખ પૂરે છે. મહાભારત લખે છે કે આવી રીતે ‘ વિથ ’, · વિ-ધનુષ્ય ' અને વગરના ' બની ગયેલ મેધસન્ધિને અર્જુને આ પ્રમાણે કહ્યું :
<
ગદા
“ ક્ષાત્રધર્મનું તે હવે પૂરેપૂરું પાલન કરી બતાવ્યું છે, એટા; હવે બસ ! તારી અવસ્થા જોતાં આ પરાક્રમ તા ઘણું જ કહેવાય! મહારાજ યુધિષ્ઠિરની સૂચના અનુસાર કાઈ પણ રાજવીના શકય ત્યાં સુધી વધ નથી કરવાના. ’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨૭
મેઘસન્ધિ હવે પેાતાની મર્યાદા બરાબર સમજી જાય છે, અને વાનિતોઽસ્મિ એવા સ્વીકાર કરીને “ હવે કહા, મારી પાસે શી અપેક્ષા છે? મારે શું કરવાનું છે? આપ મને જે કંઈ હૈં ચીંધશે તે‘ત જ સમજશે,” એવી ખાતરી આપે છે.
,
""
અર્જુન તેને આવતી ચૈત્રી ” પર યુધિષ્ઠિરના અશ્વમેધમાં હાજર રહેવાનું નિમ ંત્રણ આપે છે.
અને ફરી મુક્ત બનેલ અશ્વ સમુદ્રતીરની લગાલગ પહેાંચીને પછી બંગ, પુંડૂ, ક્રાસલ આદિ દેશેા તરફ ઊપડી જાય છે.
અને તેની પાછળ પાછળ જતા અર્જુન તેના મામાં અંતરાય નાખતા મ્લેચ્છનાં અનેક સૈન્યા ઉપર વિજય મેળવતા મેળવતા આગળ વધે છે.
૨૮૦. સફળ દિગ્વિજય
જરાસ*ધના મગધ કરતાં શિશુપાલના ચેદિપ્રદેશમાં અર્જુનને ઊલટા જ અનુભવ થાય છે. જરાસંધના પૌત્ર મેઘસંધિએ અર્જુન સામે લડવાના જ આગ્રહ રાખ્યા હતા, ત્યારે શિશુપાલના પુત્ર પોતાના નગરને સીમાડે આવેલ અશ્વ તેમ જ પાર્થ બન્નેને સૌજન્યપૂર્ણાંક સત્કારે છે, (મેધસન્ધિ કરતાં ઉંમરે તે માટેા છે, વધુ સમજણા છે,-એ પણ તેના આ સૌજન્ય પાછળ એક કારણ હશે!) અશ્વમેધમાં હાજર રહેવાનું વચન આપી તે અન્નને વિદાય દે છે.
અશ્વ ત્યાંથી કાશી, કાશલ, કિરાત અને તગણુ થઈને પાછે ફરતાં દશા પ્રદેશમાં આવે છે, જ્યાંના રાજા ચિત્રાંગદ અને આંતરી, બાંધીને પાને યુદ્ધ માટે પડકારે છે. અર્જુન ચિત્રાંગદને હરાવે છે અને છૂટા થયેલ અશ્વ ફરતા ફરતા નિષાદરાજ એકલવ્યના પ્રદેશમાં દાખલ થાય છે. એકલવ્યના પુત્ર એને બાંધે છે; યુદ્ધ થાય છે. પરાજિત થઈને એકલવ્યના પુત્ર અશ્વને મુક્ત કરે છે અને અશ્વ અને એના સંરક્ષકની દિગ્વિજયયાત્રા આગળ વધે છે.
એકલવ્યના પ્રદેશમાંથી નીકળીને બન્ને દક્ષિણ સમુદ્રના તટ સુધી આવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૨૮
ગયા. ત્યાં દ્રવિડા, આંધ્રા તથા ભયાનક માહિષા તથા કાગિરયાને હરાવીને અર્જુન અશ્વની પાછળ પાછળ ગેાકણું આવ્યા; અને ત્યાંથી પ્રભાસ થઈને વૃષ્ણીવીરા વડે રક્ષાયલી રમ્ય દ્દારાવતી સુધી પહાંચ્યા.
યાદવ તરુણા યજ્ઞના અશ્વને જોતાંવેંત કળી ગયા. અશ્વને એમણે આંતર્યો. પણ રાજા ઉગ્રસેનને સમાચાર મળતાં જ એ વસુદેવ આદિને લઈને નગરના પાદર તરફ દાડયો; અને પાર્થને સુયેાગ્ય સત્કાર સમર્પી ને અશ્વ સાથે વિદાય કર્યા.
દ્વારકાના પાદરમાંથી નીકળી, અનેક પ્રદેશેાને પાર કરી, પ`ચનદમાં થઇને અશ્વ ગાંધારમાં આળ્યે, જ્યાં આગળ શકુનિના પુત્ર રાજ્ય કરતા હતા. કુરુક્ષેત્રને સંભારીને, પિતાનું વેર લેવાના ઈરાદાથી એણે અશ્વને પકડી લીધે. પિતાના વેરી સામે ચાલીને વાધની ખેાડમાં મરવા આન્યા છે એમ તેને લાગ્યું! ખાતુ સરભર કરવાના આવા અવસર શીદ ને જવા દેવે—તેને લાગ્યું. ગાન્ધાર યાહાએને સાથે લઈને એ અર્જુન પર તૂટી પડચો.
અર્જુને પહેલાં તો તેને સમજાવવાના ખૂબ પ્રયત્ન કર્યો : “ કાઈની જમીન પડાવી લેવાની કે કાઈના પ્રાણ હરી લેવાની યુધિષ્ઠિરની જરા પણ ઇચ્છા નથી, એમને તેા ફક્ત એમના ધર્મચક્ર'ની આણ સ્વીકારે એટલુ' જ જોઈએ છે, ” એવી એવી ખેાળાધરીએ આપીને એને શાન્ત કરવાની અર્જુને ઘણીયે ાશિશ કરી; પણ શનિપુત્રને હસ્તિનાપુરથી ગાંધાર આવેલ અર્જુનને હરાવવેા એ બાળકના ખેલ જેવું લાગતું હતું.
પણ ઘેાડીક જ વારમાં તેની આ ભ્રમણા ભાંગી ગઈ; અને તેમાંય જ્યારે ગાંધાર યાહાએ પેાતાના રાજવીને માથેથી શિરસ્ત્રાણ ઊડતું જોયુ, અને અર્જુને ધાયુ હેાત તા માથું ઉડાવતાં પણ આટલી જ વાર લાગત, એવી તેમની ખાતરી થઈ, ત્યારે તે તેમના હાંજા જ ગગડી ગયા. દરમિયાન રણસંગ્રામની આ વિષમ પરિસ્થિતિના સમાચાર મળતાં શકુનિની વિધવા, વર્તમાન રાજવીની માતા, પેાતાના મંત્રીએ તથા બ્રાહ્મણોને માઢા આગળ કરીને નગરમાંથી બહાર આવી. પેાતાના પુત્રને તેણે ઠપકા આપ્યા (કેટલા મેડા ! ) અને પાર્થને યુદ્ધ બંધ કરવાની વિનતિ કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૯
એક રીતે જોઈએ તે આપને આ પુત્ર મારો ભાઈ જ છે, મા !” અર્જુને તેને કહ્યું, “અમારી વચ્ચે યુદ્ધ હોય જ નહિ. હવે માતા ગાંધારી તથા વડીલ ધૃતરાષ્ટ્રને ખાતર પણ વિરભાવને ત્યાગ કરીને આવતી ચિત્રીએ મહારાજ યુધિષ્ઠિરના અશ્વમેધ પ્રસંગે સૌ હસ્તિનાપુર પધારજો.”
૨૮૧. અશ્વમેધની તૈયારી
આમ, પોતાની મનસ્વી રીતે, આખાયે ભારતવર્ષમાં–જષ્ણુપમાં –ફરીને અશ્વમેધને અશ્વ અર્જુનના સંરક્ષણ નીચે હસ્તિનાપુરમાં પાછો ફર્યો.
માઘ મહિનાની પૂર્ણિમાને દિવસે યજ્ઞવાટ બાંધવાનું કામ શરૂ થયું. દેશપરદેશથી આવેલ રાજવી અતિથિઓ માટે તેમ જ મહર્ષિઓ, બ્રાહ્મણો તથા ઇતર વર્ષે માટે અસંખ્ય અતિથિભવનો એ યશવાટ કરતાં નિર્માયાં. સાગર ગાજતે હોય એ જનમેદનીને અવાજ ત્યાં આગળ અહેરાત ગાજી રહ્યો. વાણીવંતા અનેક વિદ્વાને શાસ્ત્રાર્થ દ્વારા એકમેક પર વિજયી બનવાની અભિલાષાથી ત્યાં ઊતરી આવ્યા હતા. સમૃદ્ધિમાં યુધિષ્ઠિરને આ યજ્ઞ એ ઈન્દ્રના યજ્ઞ જેવો જ હતો-યજ્ઞમાં કશીયે વસ્તુ એવી ન હતી. જે સુવર્ણની ન હોય! "
- ર દિ વિંચિત્ અસૌવમ્ અન્ન વસુવાર્ષિst: રોજ એક લાખ બ્રાહ્મણે જમતા હતા. અન્નના ડુંગરે અને ઘીદૂધના સાગરે ત્યાં જતા હતા.
અને માણસો–બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શોઃ બધીયે જાતિઓના અને બધાય દેશોના–એટલા બધા એકઠા થયા હતા કે યુધિષ્ઠિરના એ મહાયજ્ઞમાં સમગ્ર ગમ્યુક્ટીવ રથ દેખાતે હતે.
. . ૨૮૨. યજ્ઞની પૂર્ણાહુતિ
પછી યુધિષ્ઠિરના આદેશથી ભીમે તથા નકુલ–સહદેવે, ત્યાં આગળ એકત્ર મળેલ સૌ રાજવીઓની વિધિપૂર્વક પૂજા આરંભી. કૃષ્ણ, બલદેવ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૩૦
સાત્યકિ, પ્રદ્યુમ્ન, ગદ, નિશઠ, સાબ, કૃતવર્મા વગેરે યાદવની સૌથી પહેલા આવ્યા હતા. એમને પહેલી પૂજા સમર્પવામાં આવી. રાજસૂય વખતે થયેલ ધાંધલ ફરી ન થાય તેની ખાસ તકેદારી રખાઈ હતી.
અર્જુન દ્વારા અપાયેલ યુધિષ્ઠિરના આમંત્રણને માન આપીને આવેલાઓમાં બબ્રુવાહન અને તેની બે માતાઓ તરી આવતાં હતાં. ઉલૂપી અને ચિત્રાંગદા કુન્તી તેમ જ ગાન્ધારીને તથા સુભદ્રા તથા દ્રૌપદીને વંદન કરીને ચિરપરિચિતોની પેઠે હસ્તિનાપુરના રાજકુટુંબ સાથે ભળી ગયાં. કુન્તીએ બન્ને વહુઓને રત્નો ભેટમાં આપ્યાં, જ્યારે ધૃતરાષ્ટ્ર બબ્રુવાહનને સમુચિત ઉપહારે દ્વારા સન્મા.
આ પછી ત્રીજે દિવસે સત્યવતીપુત્ર વ્યાસ આવ્યા. તેમની સૂચના પ્રમાણે યુધિષ્ઠિરે દીક્ષિત થઈને યજ્ઞની શરૂઆત કરી. યુધિષ્ઠિરને એ યજ્ઞ ધનધાન્ય, દાન-દક્ષિણ આદિથી એવો તે સંપન્ન બન્યું કે એટલામાં કેાઈ જ “કૃપણ” કે દરિદ્ર કે “દુઃખિત” કે “ક્ષધિત” કે “પ્રાત” જોવામાં જ ન આવે! યાજકે બધા જ છયે અંગે સહિત ચારેય વેદોને જાણનારા હતા.
યજ્ઞકાર્યને વચ્ચે વચ્ચે વિશ્વાવસુ અને ચિત્રસેન આદિ ગબ્ધ બ્રાહ્મણને તથા અન્ય સૌ મહેમાનોને પોતાના ગીત-નૃત્યથી રીઝવતા હતા.
અશ્વમેધની સમાપ્તિ પછી યુધિષ્ઠિરે બ્રાહ્મણોને “કેટિ-સહસ્ત્ર' સોનામહારે દક્ષિણમાં આપી; અને વ્યાસને તો તેણે આખી વસુધરા જ આપી દીધી. ( શિવાજીએ રામદાસને આપી હતી તેમ!) વ્યાસે બદલામાં ડીક દક્ષિણ લઈને વસુન્ધરા એને પાછી આપી દીધી.
પણ યુધિષ્ઠિરનું મન હજુ વૈરાગ્યમાં હતું. હજુ વનમાં જઈને રહેવાના તેને ઉધામા આવ્યા કરતા હતા. એટલે બ્રાહ્મણ-અગ્રણીઓને ફરી એણે કહ્યું : “આ રાજ્ય તમે જ ભોગવો, બ્રાહ્મણસત્તમ! હું વનમાં જઈને રહીશ. મારા ભાઈઓની પણ એ જ ઈચ્છા છે.”
pવમ્ પતર્ એમ જ છે.” ભાઈઓએ સંમતિ આપી,
દ્રૌપદીએ પણ
,
આ ભયાનક સંગ્રામ ખેલ્યા પછી પ્રાપ્ત થયેલી પૃથિવીને યુધિષ્ઠિર અને તેના ભાઈઓ અને તેની પત્ની આમ રમતરમતમાં ત્યાગી દે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૩૧
""
""
એ દૃશ્ય ખરેખર ત્યાં હાજર રહેલ સૌને ‘સ્કોમર્શનમ્ '—વાં ઊભાં કરી દે એવુ' લાગ્યું ! કવિ લખે છે કે એ સમયે ધન્ય ! ધન્ય ! ” એવી આકાશવાણી પણ સંભળાઈ ! એવી જ રીતે બ્રાહ્મણેાની પ્રશંસાના ઉદ્ગારા પણ સત્ર સંભળાયા.
r
કૃષ્ણદ્વૈપાયન વ્યાસે, આ વખતે, ફરી યુધિષ્ઠિરને કહ્યું, “તમે આ પૃથ્વી દાનમાં આપી, તે અમને પહેાંચી. હવે હું તમને પાછી સાંપું છું. હવે આ બ્રાહ્મણાને તેના બદલામાં સુવર્ણ આપે.
""
યુધિષ્ઠિર વિચારમાં પડી ગયો.
દાનમાં આપેલી વસ્તુ પાછી લેવાય ?
કૃષ્ણે તેની શંકા નિર્મૂલ કરી.
cr
ભગવાન વ્યાસ કહે છે તેમ કર, યુધિષ્ઠિર !”
એટલે પછી કુરુશ્રેષ્ઠે ભાઈઓ સમેત પ્રસન્ન થઈને સૌને ત્રણત્રણગણી દક્ષિણા આપી.
કથા કહે છે કે “ મરુત્તને પગલે ચાલીને કુરુરાજે જે કર્યું, તે આ લાકમાં ખીજા કાઈ રાજવીથી થઈ શકે એમ નથી.”
હવે વ્યાસે પણ પેાતાને મળેલી મબલખ દક્ષિણા ઋત્વિો વચ્ચે વહેંચી આપી, અને એવી જ રીતે ઋત્વિોએ પાતાને મળેલ દ્રશ્ય અન્ય સૌ બ્રાહ્મણા વચ્ચે વહેંચી આપ્યું.
આ ઉપરાંત, યજ્ઞસ્થળમાં જે સુવર્ણ હતું—પાત્રો, તારણા, ચૂપા આદિના રૂપમાં—તે બધું યુધિષ્ઠિરની અનુમતિથી બ્રાહ્મણા લઈ ગયા. બ્રાહ્મણેા પછી ક્ષત્રિયા તેમ જ વૈસ્યા અને શૂદ્રો, તથા અન્ય મ્લેચ્છ જાતિઓને પણ યુધિષ્ઠિરે પુષ્કળ દ્રવ્ય આપ્યું.
અશ્વમેધમાં આવેલ સૌ, આમ તૃપ્ત અને પ્રસન્ન થઈને પોતપોતાને સ્થાને પાછા ફર્યા.
બાકી રહ્યા વ્યાસ. પેાતાને ળે આવેલ સુવર્ણના સારા એવા ભાગ એમણે પાતાની પુત્રવધૂ કુન્તીને આપ્યા, અને કુન્તીએ તે શ્વસુર તરફથી મળેલ ‘ પ્રીતિદામ ’–પહેરામણી સમજીને લીધેા અને પછી અનેક પુણ્યકાર્યોમાં વાપરી નાખ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૩
આ પછી બભ્રુવાહનને તથા દુઃશલાના પેલા પૌત્રને પુષ્કળ ધના આપીને પોતપોતાના રાજ્યમાં વિદાય કર્યા.
છેલ્લે શ્રીકૃષ્ણ, બલદેવ આદિ વૃષ્ણવીરોને પણ યુધિષ્ઠિરે અને અન્ય પાંડવોએ તથા દ્રૌપદીએ અનેક પ્રકારની પ્રીતિ-ભેટ આપીને દ્વારકા ભણ વિદાય કર્યા.
“આ હતિ એ અશ્વમેધ, મહારાજ,” વૈશંપાયન જનમેજયને કહે છે, “જ્યાં કરડે હીરામોતીઓ દાનમાં અપાયાં, અન્નના ડુંગરના ડુંગર ઊભા થયા, ઘી-દૂધ-દહીંની નદીઓ વહી, અને જ્યાં રાતદહાડે, “ખાઓ, પીઓ, આપ, માણે!” જેવા શબ્દો જ સંભળાયા કર્યા, જ્યાં નાચગાનના સમારંભો અખંડપણે ચાલ્યા કર્યા, અને જ્યાં સમગ્ર જંબુદ્વીપમાંથી આવેલ સ્ત્રીપુરુષે થોડા દિવસ એ યજ્ઞસ્થળને જ જબુદ્દીપની એક નાની આવૃત્તિ બનાવીને આનંદભેર રહ્યાં.” - ' ધનની ધારાઓ વરસાવીને, સૌની મનોકામનાઓને તૃપ્ત કરી, યજ્ઞ દ્વારા નિષ્પાપ બની યુધિષ્ઠિર પોતાની રાજધાનીના નગરમાં પાછો ફર્યો.
૨૮૩. ક્યાં એ યજ્ઞ અને કયાં આ યજ્ઞ!
અશ્વમેધ પર્વ” એવું જેનું નામ છે, તે પર્વને સ્વાભાવિક અંત તે છેલ્લા પ્રકરણ સાથે આવવો જોઈતો હતો, પણ મહાભારત, ગાંધીજીએ કહ્યું છે તેમ, ફક્ત “હીરાની ખાણ નથી, સાથે સાથે આશ્ચર્યોની પણ ખાણ છે. યુધિષ્ઠિરના અશ્વમેધનાં ભારેભાર વખાણ કર્યા પછી, “અંતે તે. આટલી હિંસા પર જેને દારોમદાર છે, એવા યજ્ઞો બધા મિથ્યા જ છે!” એવો નિર્ણય ઉચ્ચારીને યુધિષ્ઠિરના અશ્વમેધને પણ એનું સાચું સ્થાન ન બતાવી દે તે એ વ્યાસજી જ નહીં !
પણ તે બતાવ્યું છે, એમની લાક્ષણિક, કાવ્યમય, ચિત્રાત્મક, નાટ્યાત્મક અને પૌરાણિક ઢબે.
અશ્વમેધની ગયા પ્રકરણમાં વર્ણવાયેલી યશસ્વી સમાપ્તિ પછી એક કૌતુક થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૩૩ ધર્મરાજ યુધિષ્ઠિર પર આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ રહી હતી, ત્યાં આ આશ્ચર્યકારક ઘટના ઘડાઈ.
એક નીલાક્ષ નકુલ યજ્ઞવાટમાં એકાએક દષ્ટિગોચર થયો.
જાંબલી આંખવાળા એ નેળિયાનું એક પડખું સોનાનું હતું, એનું મસ્તક પણ સોનાનું હતું.
મેઘગર્જના જેવા અવાજે તે દેવતાઈ નેળિયાએ માનવીની વાણીમાં આ પ્રમાણે કહ્યું :
सक्तुप्रस्थेन वो नायम्
यज्ञस्तुल्यो नराधिपाः! “હે નરાધિ, તમારો આ યજ્ઞ “સકતુપ્રસ્થ”ની સરખામણીમાં તુચ્છ છે.”
યુધિષ્ઠિરના યજ્ઞને કાઈ બીજા યજ્ઞની સરખામણીમાં તુચ્છ ગણનાર, અને આમ આખી દુનિયા સાંભળે એવી રીતે તુચ્છ કહેનાર આ નાળિયો કોણ હશે?
સૌના કુતૂહલને જ જાણે શમાવતો હોય એમ એ નેળિયાએ “સકતપ્રસ્થ એ શબ્દ ઉપર ભાષ્ય કરવા માંડયું.
“કુરુક્ષેત્રમાં વસતા અને ઉંછવૃત્તિથી આજીવિકા ચલાવતા એક અકિંચન બ્રાહ્મણની આ વાત છે,” તેણે કહ્યું, “એ બ્રાહ્મણે જવની શેરભર હૅશ(સçપ્રથ)ને દાન વડે જે યજ્ઞ કર્યો હતો, તેની તુલનામાં તમારે આ દ્રવ્યસમૃદ્ધ યજ્ઞ કશી વિસાતમાં નથી.”
નેળિયાના આ ઉદંડ ગર્જનતર્જનથી વિસ્મિત થઈને બ્રાહ્મણ તેને
ઘેરી વળ્યા.
સમગ્ર જનતાને ધનાધાન્યાદિન મબલખ દાનથી પરિતુષ્ટ કરનાર આ યજ્ઞની તું આમ માંફાટ નિન્દા કરે છે !” તેમણે ઠપકે આયે.
“નિન્દા નથી કરતો; જે સત્ય છે, તેનું ઉચ્ચારણ જ માત્ર કરું છું.” સંપૂર્ણ સ્વસ્થપણે નેળિયાએ સંભળાવ્યું.
“શું સત્ય છે ?”
“આ જ ! આ યજ્ઞ પેલા અકિંચન બ્રાહ્મણે સતુ વડે કરેલ યજ્ઞની તોલે નથી આવી શકતે તે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૩૪
“પણ તે કેમ જાણ્યું ?”
“આ મારા શરીર સામે જુઓ,” નેળિયાએ કહ્યું, “એક પડખું અને માથું સોનાનું છે ને ?”
“છે,” લાચારપણે સૌ સંમત થયા, “પણ તેનું શું ?” “એ સોનાનું થયું–સકતપ્રસ્થમાં !”
“તે થયું હશે,” બ્રાહ્મણોએ કહ્યું, “પણ તેમાં યુધિષ્ઠિરના આ યજ્ઞને શા માટે વખોડે છે?”
એટલા માટે કે મારું બાકીનું શરીર અહીં સેનાનું ન થયું ! એવું ને એવું જ રહ્યું–તમે જુઓ છે તેવું !...પણ હવે હું તમને આખી વાત માંડીને કહું.”
કુરુક્ષેત્રમાં એક કુટીમાં વસતા એ બ્રાહ્મણ ધર્માત્મા અને નિયતેન્દ્રિય હતે. પાંચ ટંકના ઉપવાસ પછી છ ટંકે જમવું એવું એને વ્રત હતું. પણ કઈ કઈ વાર તે છટ્ટે ટકે પણ આહારને અભાવે કડાકા થતા અને જમવાની વાત બારમા ટંક પર જતી – જે બારમે ટેકે યોગ્ય આહાર ઉપલબ્ધ હોય છે !
આવી સ્થિતિમાં એક વાર દુકાળ પડ્યો; અને પહેલેથી જ કપરી એ બ્રાહ્મણ કુટુંબની સ્થિતિ વધુ કપરી બની. આખા કુટુંબને અનેક ઉપવાસ થયા. બ્રાહ્મણ, એની પત્ની, એને પુત્ર અને પુત્રવધૂ-એ ચારેયની કાયા પરિક્ષીણ થઈ ગઈ. શુકલ પક્ષ દરમિયાન સૂર્ય મધ્યાકાશે આવે તે સમયે-અને તેટલો વખત જ એ ઉચ્છવૃત્તિ બ્રાહ્મણ અનાજના કણ વીણવા માટે કુટીની બહાર જાય.
આવી રીતે ઉચ્છવૃત્તિ કરતાં એક વખત શેરેક જવના કણે એ બ્રાહ્મણના હાથમાં આવી ગયા. એ જવની એની પત્નીએ અને પુત્રવધૂએ ઘેંશ બનાવી. પછી જપ, હેમ આદિ નિત્યકર્મો પતાવી ચારેય જણાંએ પેંશને ચાર પડિયામાં સરખે ભાગે વહેંચી લીધી અને જમવાની શરૂઆત કરતાં હતાં ત્યાં–
ત્યાં બરાબર અણને ટાંકણે જ એક બ્રાહ્મણ તેમની કુટીના દ્વાર પર આવીને ઊભો રહ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૫
હવે આવી સ્થિતિમાં સામાન્ય રીતે એવું બને કે અતિથિને જોતાંવેંત પેટમાં ધ્રાસા મડે. ગ્રહટાણે આ સાપ કયાંથી ” એવા પ્રશ્ન મનામન ઊપજે. ઉપર ઉપરથી તા માણુસ હસતું માં રાખીને વિવેકના શબ્દા ઉચ્ચારે, પણ અંદરખાને તે આ બલા અત્યારે કાંથી ફૂટી નીકળી ! ” એમ જ થાય! પણ અહીં તે વ્યાસજી લખે છે કે—
cc
ते तं दृष्ट्वातिथि प्राप्तं प्रहृष्टमनसोऽभवन् ।
kr
અતિથિને આવેલા જોઈને તેમનું મન પ્રસન્ન થયું.
યજમાન બ્રાહ્મણ અતિથિને આદર સાથે કુટીમાં લઈ આવ્યા. હાથપગ ધાવડાવીને બેસવા માટે આસન આપ્યું, અને પછી પોતાના પડિયા તેની સામે ધર્યો.
અતિથિ તા સાક્ષાત્ ક્ષુધાની મૂર્તિ જેવા-ભૂખ્યા ડાંસ હતા. આંખ મીંચીને ઉઘાડા એટલી વારમાં પિડયાને સાફ કરીને તે યજમાન સામે જોઈ રહ્યા. તેની ભૂખ સતાષાવાને બદલે, ઘી પડતાં અગ્નિ વધુ પ્રદીપ્ત બને એમ, વધુ ભભૂકી ઊઠી હતી. યજમાને એ જોયું. અને હવે આને શી રીતે સંતુષ્ટ કરું ( હ્રથ તુષ્ટો મવેિિત) તેની ચિતામાં પડયો.
એની પત્ની એના મનની મૂંઝવણુ વગર કહ્યું કળી ગઈ. પતિને અંદર ખાલાવીને પોતાના પડિયે તેણે તેની સામે ધર્યા.
પતિ તે તેની સામે જ જોઈ રહ્યો.
કેવી લાગતી હતી એ?
વ્યાસજીએ તેના માટે નીચેનાં વિશેષણા વાપર્યા છે: વૃદ્ઘાં, શ્રાન્તાં, ગનાં, તસ્વિની, ત્વસ્થિમૂતાં, તેવન્તી—વૃદ્ધ, થાકેલી, કંટાળેલી, તપસ્વિની, હાડચામ બાકી રહ્યાં છે એવી, ધૃજતી.
પતિનું અંતર કકળી ઊઠયુ.
જીવનસ ગ્રામમાં પેાતાને સાંપડેલ ધાર પરાજયની પ્રતિમા સમી તે નહિ લાગી હેાય, એ, એને, થેાડાક વખત !
66
..
પશુપ`ખીએ અને કૃમિકીટા પણ પાતપાતાની પાત્રણ કરતાં ાય છે, જ્યારે મનુષ્ય ઊઠીને ભૂખથી વૃદ્ધ સ્ત્રીના માંમાંથી કાળિયો ઝૂંટવી લઉં ?'' તેને કાઈ રીતે નખને !''
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સ્ત્રીઓનું ભરણ
મરવા પડેલી આ
kr
થયું,
‘ના, ના; એ
www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૩૬
( પત્ની તેને સમજાવે છેઃ “આપણે બે નથી, એક છીએ. સુખદુઃખનાં જ માત્ર નહિ, પાપપુણ્યનાં પણ ભાગીદાર છીએ. આ કંઈ હું તમને તમારા પિતાના અંગત ઉપયોગ માટે નથી આપતીઃ આપણી સહિયારી ફરજ અદા કરવા માટે જ આપું છું, અને તે પણ તમે તમારે ભાગ આપી ચૂક્યા છે, તે પછી જ !”
પત્નીના આવા જાગૃત અને સાલસ સદાગ્રહને વશ થઈને પતિએ તેને પડિયો લઈને બહાર બેઠેલા અતિથિ સામે ધર્યો અને એ પણ એક જ તડાકે અતિથિના ઉદરમાં અદશ્ય થઈ ગયો !
અને છતાં અતિથિ હજુ ભૂખ્યાને ભૂખ્યો જ લાગતો હતો ! હવે શું કરવું ? પુત્ર પિતાની મથામણ સમજી ગયો.
પિતાના ભાગને પડિયો તેણે અતિથિને આપી દેવાને પિતાને આગ્રહ કર્યો.
અને એ આગ્રહની પાછળ પૂરેપૂરી સભાને સમજ છે, એવી ખાતરી થતાં પિતાએ એ પડિયે પણ પુત્રના હાથમાંથી લઈને અતિથિના હાથમાં મૂકી દીધો.
પણ અતિથિ તે સાક્ષાત સુધાની મૂર્તિ હતો કેણ જાણે કેટલાયે યુગને ભૂખ્ય હશે! પુત્રના ભાગને પડિયે ઉદરમાં ઠલવાઈ ગયા પછી પણ તેની સુધા હજુ એવી ને એવી જ અતૃપ્ત વરતાતી હતી. શું કરવું?
હવે પુત્રવધૂ આગળ આવી. સસરાને તેને પોતાને પડિયો લઈ જઈને અતિથિને આપવા કહ્યું,
સસરાએ તેને ઘણુંયે સમજાવી, પણ વહુએ દેખાડો કરવા માટે પડિયે ઓછે જ તેની સામે ધર્યો હતે, “મારું તે સર્વસ્વ મારા વડીલની સેવા અર્થે જ છે,” તે કરગરી, “જેમાં એમનું શ્રેય તેમાં જ મારું શ્રેય.”
અને ચોથે પડિયો પણ અતિથિના અતલ લાગતા ઉદરમાં ઠલવાઈ ગયે.
અને તેની સાથે જ અતિથિના ઉદરને સુધા-અગ્નિ પણ જાણે શાન્ત થઈ ગયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૭
અમૃતના ઓડકાર ખાઈને અતિથિએ પિતાની સંતુષ્ટતા અને પ્રસન્નતા વ્યક્ત કરી ?
ભૂખ પ્રજ્ઞા, ધર્મ બુદ્ધિ અને ધૃતિને નાશ કરે છે,” એક સનાતન સત્ય તેણે ઉચાયું, “એવી ભૂખ પર જે માણસ વિજય મેળવે છે, તેના જેવો બીજે કઈ વિજેતા નથી. એવો સુધા-વિજેતા અમરપદને પામે છે.”
અને સાચેસાચ થયું પણ એમ જ. નેળિયાના દેખતાં જ એ બ્રાહ્મણકુટુંબ સદેહે સ્વર્ગમાં જાય છે.
પણ વાર્તા આટલેથી જ પૂરી થાય તે પછી તે પ્રાચીન જમાને જ શાને?
બ્રાહ્મણકુટુંબની આવી કસોટી કરનાર અતિથિ કેાઈ સામાન્ય માનવી ન હતું, સાક્ષાત્ ધર્મ હતો !
“અને એ ધર્મદેવ તેમ જ પેલું બ્રાહ્મણકુટુંબ–પાંચેય ત્યાં આગળથી અદશ્ય થયા બાદ પોતાના કથનને ઉપસંહાર કરતાં નેળિયાએ કહ્યું, “હું દરમાંથી બહાર આવ્યું, અને જે જગ્યાએ બેસીને પેલા અતિથિ બ્રાહ્મણે ભોજન કર્યું હતું તે જગ્યા પર શેડીકવાર આળોતેને પ્રણિપાત કરવાના ઈરાદાથી; અને મારા આશ્ચર્યને પાર ન રહ્યો. તમે જુઓ છે તેવી રીતે, મારું અધું શરીર અને મસ્તક સુવર્ણનું થઈ ગયું. આ પછી મને એક જ ઘેલછા જાણે વળગી પડી! મારું બાકીનું શરીર પણ સુવર્ણનું થાય એ હેતુથી હું વિશ્વના તમામ યજ્ઞોમાં આથો . પણ વ્યર્થ ! છેલ્લે મહારાજ યુધિષ્ઠિર શ્રીકૃષ્ણ અને વ્યાસ જેવાની સહાય વડે અશ્વમેધ કરી રહ્યા છે એવું સાંભળીને અહીં દેડ્યો આવ્યું. પણ પરિણામ તમે જુઓ જ છે!..
“ને માટે જ મેં તમને કહ્યું : પેલા ઉચ્છવૃત્તિથી જીવતા કુરુક્ષેત્રી બ્રાહ્મણના યજ્ઞની તુલનામાં તમારે આ અશ્વમેધ યજ્ઞ તૃણવત છે!”
૨૮૪. હિંસા વિરુદ્ધ અહિંસા
પણ જનમેજયને હજુ એક કુતૂહલ છે. ઈન્દ્ર સમાન પરાક્રમી પોતાના પૂર્વજોના અશ્વમેધને નોળિયાએ આવી રીતે શા માટે ઉતારી પાડ્યો તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૩૮
હજુ પણ એને ગળે ઊતરતું નથી. કેઈક બીજું કારણ પણ હોવું જોઈએ, તેને થાય છે.
તેનું આ કુતૂહલ શમાવવા માટે વૈશંપાયન એક બીજી આખ્યાયિકા કહે છે.
મહાભારતની કથા જનમેજયના સર્પસત્ર દરમિયાન વ્યાસના શિષ્ય વૈશંપાયને ત્યાં આગળ એકઠા થયેલ જનસમાજને સંભળાવી હતી, એ આપણે જાણીએ છીએ. કથા-સમાપ્તિ પછી હિંસાની અનિષ્ટતા અને વેરની વ્યર્થતા મનમાં વસતાં અને આસ્તીક નામના, શાંતિસ્થાપનને વરેલા એક ઋષિના આગ્રહથી જનમેજયે પિતાને એ યજ્ઞ પડતું મૂક્યો હતો તે સર્વવિદિત છે.
એ કથાની સાથે આ નાનકડી આખ્યાયિકાને બરોબર મેળ ખાય છે. હિંસાની ગહણ અને અહિંસાની પ્રતિષ્ઠા એ મહાભારતની રચના પાછળનો એક પ્રધાન ઉદ્દેશ છે, એની મહાભારતમાં ઠેર ઠેર આવતાં અનેક દષ્ટાંતો તેમ જ વચને સાક્ષી પૂરે છે.
આખ્યાયિકા આ પ્રમાણે છે : એક વાર ઈન્દ્રને યજ્ઞ ચાલતું હતું. ત્રણેય લોકના મહર્ષિઓ હાજર હતા.
પશુઓના હેમને સમય આવ્યો ત્યારે મહર્ષિએ “કૃપાન્વિત થઈ ગયા. ગરીબડાં પશુઓને મારવાની કલ્પના માત્રથી ગળગળા થઈ ગયેલ અવાજે ઇન્દ્રને તેઓ કહેવા લાગ્યા!” “નાથં યજ્ઞવિધિઃ ગુમઃ તું ઈચ્છે છે તો ધર્મનું આચરણ કરવા, પણ તારે હાથે થઈ રહ્યું છે અધર્મનું આચરણ! હિંસા ધર્મ ૩ ”
તે પછી શું કરવું ?” ઇંબે પૂછ્યું, “શાસ્ત્રો તે યજ્ઞની આ જ વિધિ દર્શાવે છે!”
“ખેટી વાત” ! ઋષિઓએ વિરોધ કર્યો, “શાસ્ત્રોક્ત યજ્ઞમાં હિંસાને સ્થાન જ ન હોય! પશુઓને બદલે અનાજને હામ કરે ” (અન્નદાન કરે એવો અર્થ પણ કરી શકાય.)
પણ ઈન્દ્રને ઋષિઓની આ વાત ન ગમી. અહંભાવ અને મહિને વશ થઈને તે પિતાની મૂળ વાતને, હિંસક યજ્ઞની વાતને વળગી રહ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૯
ઋષિએએ આ ગૂંચમાંથી એક માર્ગ કાઢયો. વસુ નામના એક સર્વશ્રેષ્ઠ મનાતા નૃપતિ હતા. એ વસ્તુને તેમણે તેમની પેાતાની અને ઇન્દ્રની વચ્ચે મધ્યસ્થી કરવા કહ્યું.
પણ વસુ મનને મજબૂત નહેાતા. ઋષિએને કે ઇન્દ્રને, બેમાંથી એયને તે નારાજ કરવા નહેાતા ઇચ્છતે .
એટલે “ યજ્ઞમાં પશુઓના હામ અનિવાર્ય છે ખરા ?” એ પ્રશ્નના તેણે “નરે! વા કુંજરા વા” જેવા જવાબ આપ્યા :
tr
હાજર સા
હથિયાર.”
શક્ર તેમ જ ઋષિએ——બન્ને પક્ષેાને રાજી રાખવાની કેાશિશ કરી. “તમારી પાસે જે વસ્તુ હાજર હેાય તેના વડે યજ્ઞ કરે. ” (યથોવનીતેમૃત્યમૂ )
આટલું કહ્યા પછી- આવા જુટ્ટા જવાબ આપ્યા પછી વસ્તુને એટલે બધા ડર લાગ્યા કે તે સીધે! રસાતલમાં જ પેસી ગયા. ઇન્દ્રને માઠું લાગે અથવા ઋષિએ ગુસ્સે થઈને શાપ આપે, એનેા સામના કરવાની તેનામાં હિંમત નહાતી, એટલે આવી સંદિગ્ધ વાણી ઉચ્ચારીને તેણે સત્યને ગળે ટૂ ંપા દીધા.
પણ સત્ય ખરેખર શું છે, એ બાબત હજુ પણ જો કાઈને શકા હાય તો એક ખીજી આખ્યાયિકા પણ મહાભારતે રજૂ કરી છે.
એક વાર અગસ્ત્ય મુનિએ યજ્ઞ કર્યા. બાર વરસના એ યજ્ઞ હતા. સેકડા ઋષિએ એ યજ્ઞમાં હાજર રહ્યા હતા. હિંસાને એમાં સ્થાન જ ન હતું. પશુઓને બદલે ફૂલે અને ધાન્યકણા જ તેમાં હામાતાં હતાં.
હવે પશુહેામથી ટેવાયેલા ઇન્દ્રને આ અહિંસક યજ્ઞ ન ગમ્યા. તેણે અગસ્ત્યના યજ્ઞ ચાલતા હેાય ત્યાં સુધી પૃથ્વી પર વૃષ્ટિ કરવાનેા ઈન્કાર કર્યા. પૃથ્વી પર·કારમી અનાવૃષ્ટિની આપત્તિ ઊતરી. પૃથ્વીવાસીઓ મૂંઝાયા. અગસ્ત્ય પાસે આવ્યા. વરસાદ જ નહિ આવે, તેા ધાન્ય પણ નહિ ઊગે ! ’” તેમણે કહ્યું, “ તા પછી યજ્ઞ પણ શી રીતે કરી શકશો?’’
ઃઃ
tr
યજ્ઞ માટે ચાલે. હું ભાવના વડે યજ્ઞ કરીશ. પણ ખરી વાત તો એ છે કે યજ્ઞ કરવા માટે જોઈતાં
ખીજ જોઈએ એવું પણ નથી. કેવળ ભાવનાથી પણ
ઃઃ
ભલે ન વરસે ઇંદ્ર ! ” અગસ્ત્ય જવાબ આપ્યા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૪૦
ધાન્યો મને મળી જ રહેશે. અને એમાં ઇદ્ર મને લેશ પણ આડે નહિ આવી શકે. જરૂર પડશે તે
स्वयम् इन्द्रो भविष्यामि जीवयिष्यामि च प्रजाः । “હું જાતે જ ઇદ્ર બનીશ, અને પૃથ્વીવાસીઓને જિવાડીશ.”
અને પછી આમ કરવાની પોતામાં શક્તિ છે તે અંગે પ્રતીતિ આપવા માટે તેમણે દુનિયાભરની સંપત્તિને પોતાને આંગણે એકત્ર કરી...
અને અગત્યના તપોબળને આ પ્રભાવ જોઈને સ્વર્ગવાસીઓ તેમ જ ધર્મ વયમેવ સાક્ષા–ધર્મ પતે તેના યજ્ઞમાં ઉપસ્થિત થયા.
પૃથ્વીવાસીઓએ આ બધું જોઈને અગત્યને કહ્યું : “તામ્ અહિંસા
સૂયાયં સતત પ્રમો –તમે યજ્ઞો માટે આ અહિંસાને જ સર્વદા આદેશ આપતા રહેજે, વડીલ!” અગત્યની આ શક્તિ જોઈને દેવરાજ ઇકને હાર માનવી પડી. ગુરુ બહસ્પતિને આગળ કરીને તે જાતે જ અગત્યના એ અહિંસક યજ્ઞમાં આવ્યો. ઠેઠ બાર વર્ષને અંતે એ યજ્ઞ પૂરો થયે ત્યાં સુધી તે ત્યાં રોકાયે.
હવે એક જ કુતૂહલ બાકી રહે છે,-એ જમાને જોતાં ! એ નાળિયો કોણ હતા ? અને માણસની ભાષામાં વાત કરવાની શક્તિ એનામાં ક્યાંથી આવી ?
સાંભળો !
એકવાર ભૂકુલેત્પન્ન જમદગ્નિ મુનિએ શ્રાદ્ધ કરવાને નિશ્ચય કર્યો. હમધેનું એમના આ નિશ્ચયને જાણીને જાતે જ એમની પાસે આવી. જમદગ્નિએ જાતે જ એને દોહી. એક નવા અને મજબૂત પાત્રમાં તેમણે તે દૂધ રાખ્યું.
હવે ધર્મને એક કુતૂહલ થયું : ભગુઓ બધા જ ક્રોધી તરીકે જગજાહેર હતા. વાતવાતમાં ગુસ્સો કરે !
પ્રતિકૂળ સંયોગોમાં આ જમદગ્નિ પણ ગુસ્સો કરે છે કે કેમ તે જાણવાની ધર્મને ઈચ્છા થઈ.
તેણે-ધમે ક્રોધને ઋષિના દુગ્ધપાત્રનું હરણ કરી લેવાને, દુગ્ધપાત્રને દૂષિત કરવાને આદેશ આપ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
જોષ એ પાત્રમાં પેઢા.
જમદગ્નિએ તેને ઓળખી લીધા; પણ તેના પર સહેજ પણ ક્રોધ ન કર્યાં. પાતાના ક્રેાધને તેણે કાબૂમાં રાખ્યા. શોધ પર તેણે વિજય મેળવ્યો એટલે પછી ક્રોધ બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરીને તેમની પાસે આવ્યો.
tr
મળવો પ્રતિરોષળા:—ભગુએ બધા અતિક્રાધી હેાય છે એમ કહેવાય છે.” જમદગ્નિને તેણે કહ્યું, તે લેાકાપવાદ સદંતર ખાટા છે, એ હું મારા અનુભવ ઉપરથી કહી શકું છું, મહર્ષિ ! હવે હું તમારે શરણે છું. શાપ ન આપશો. હું ક્ષમા માગું છું—આપની આવી કસોટી કરવા બદલ.’
જમદગ્નિ ઋોષને
,,
વિગતજવર ” થઈને જવાની રજા આપે છે. “ તે મારેા કશા જ અપરાધ નથી કર્યાં, ભાઈ ઋષ, મને તારા પર જરા પણુ ક્રોધ નથી. પણ હવે તું એક કામ કર. જેમને અનુલક્ષીને મેં આ શ્રાદ્ધના સંકલ્પ કર્યાં હતા, તે મારા પિતૃઓને મળ, અને તે જેમ કહે તેમ કર.
""
*
મહાશય ક્રોષ જમદગ્નિના આ આદેશ અનુસાર તેમના પિતૃ પાસે પહેોંચ્યા. પિતૃએ તેમને શાપ આપ્યો : નાળિયેા થા!” (આખરે તે મુત્રો અતિરોષળાઃ એ લાકાપવાદ સાચા જ કર્યા ! )
tr
તથાસ્તુ, મહર્ષિ, ’’ શાપને માથે ચઢાવતાં ઋોષે કહ્યું,
આપના એ શાપમાંથી હું છૂટીશ કયારે અને કેર્વી રીતે ? ”
૧૪૧
એમના એ યજ્ઞને ઉતાર પાડીશ ત્યારે.”
66
અને પિતૃઆએ જ તેને યુધિષ્ઠિરના નાળિયેય દાડતા યજ્ઞસ્થળે જઈ પહેાં. તેમ, ધર્મરાજાના યજ્ઞ કરતાં બ્રાહ્મણના પિતૃના શાપથી મુક્તિ મેળવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
66
જ્યારે મહારાજ યુધિષ્ઠિર અશ્વમેવ કરશે, અને તું ત્યાં જઈને
k
પણ
યજ્ઞનું સ્થાન બતાવ્યું અને ત્યાં જઈ તેણે, આગળ જણાવ્યું અન્નદાન યજ્ઞને ઉચ્ચ ગણાવીને
www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
આશ્રમવાસિક પર્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
इन्द्रियाणि च सर्वाणि वाजिवत् परिपालय। हितायैव भविष्यन्ति रक्षितं द्रविणं यथा ॥
જેમ કોઈ ઘોડાને કેળવે, એમ બધી ઈન્દ્રિયોને કેળવ (અંકુશમાં લાવ). જેમ હેલું દ્રવ્ય (અંતે) હિતકર નીવડે છે, તેમ એ પાળેલી ઈન્દ્રિય તારા માટે હિતકર નીવડશે.
अश्वमेधसहस्रेण यो यजेत् . 'पृथिवीपतिः । पालयेद् वापि धर्मेण प्रजास्तुल्यं फलं लभेत् ॥ રાજા સો અશ્વમેધ યો કરે; અથવા ધમપૂર્વક પ્રજાનું પાલન કરે; બનેનું ફળ સરખું છે.
धर्मे ते धीयतां बुद्धिः मनस्तु महदस्तु ते । તારી બુદ્ધિ ધમમાં સ્થિર રહો; તારું મન મહાન બને.
यदर्थो हि नरो राजन् तदर्थोऽस्यातिथिः स्मृतः । જેવાં અન્નપાન માણસનાં પિતાનાં, તેવાં અન્નપાન તેના મહેમાનનાં!
(માણસ પોતે જે રીતે રહેતા હોય અને ખાતોપીતે હોય, તે જ રીતે પોતાના અતિથિઓને રાખે અને ખવડાવે-પિવડાવે.)
एतद्धि त्रितयं श्रेष्ठं सर्वभूतेषु भारत । निरता महाराज सत्यमक्रोध एव च । ભૂતમાત્રમાં આ ત્રણઆ ગુણત્રિપુટી-શ્રેષ્ઠ છે નિરતા, સત્ય અને અક્રોધ. सर्व बलवतां पथ्यं सर्व वलवतां शुचि । सर्व बलवतां धर्मः सर्व बलवतां स्वकम् ॥ બલવાને માટે બધું જ પથ્ય છે.
બધું જ પવિત્ર છે; બધું જ ધમરૂપ છે; બધું જ પિતાનું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૫
૨૮૫. પંદર વરસે પછી
ધૃતરાષ્ટ્રના પુત્રો તેમ જ દેશવિદેશમાંથી તેમની સહાયતા અર્થે આવેલ રાજવીઓને પરાજિત કરીને હસ્તિનાપુરનું સિંહાસન પાંડવોએ કબજે કર્યું ત્યારે ધૃતરાષ્ટ્રની સૌથી મોટી ચિન્તા તેના પિતાના સ્વમાન અને સુખસગવડ અંગે હતીઃ “એક વખતને હું રાજા, અથવા રાજાને પિતા, તે હવે પાંડવોને આશ્રિત શી રીતે બની શકીશ!” પરાજિત દુશ્મનોની સાથેના અત્યંત વૈરભર્યા, ક્રૂર અને નિષ્ફર વર્તાવથી ઇતિહાસ આખો ખીચોખીચ ભરેલો છે. વિજેતાઓએ પરાજિતને અપમાનિત કરવામાં તેમ જ તેમના ઉપર યાતનાઓ વરસાવવામાં કશી પણ મણું રાખી નથી. આમાં અપવાદ નહિવત છે.
પણુ યુધિષ્ઠિરનું ધૃતરાષ્ટ્ર પ્રત્યેનું વર્તન એ બધા અપવાદમાં પણ અપવાદ જેવું છે. યુધિષ્ઠિરનું લોકાત્તર સૌજન્ય અભિષિક્ત થયા પછીના ધૃતરાષ્ટ્ર સાથેના તેના વર્તનમાં ભારોભાર વરતાઈ આવે છે. આ પ્રસંગના વ્યાસજીના આલેખનમાંથી ફક્ત એક જ શ્લોક ટાંકીએ?
प्राप्य राज्यं महात्मानः पांडवा हतशत्रवः ।
धृतराष्ट्र पुरस्कृत्य पृथिवीं पर्यपालयन् ॥ “જેમના સવે શત્રુઓ હવે સંહારાઈ ગયા છે એવા મહાત્મા પાંડવોએ રાજ્ય પ્રાપ્ત કર્યા પછી ધૃતરાષ્ટ્રને આગળ કરીને, પ્રથમ સ્થાન આપીને, પૃથ્વીનું પાલન કરવા માંડયું.”
અગત્યના શબ્દો છે, ધૃતરાષ્ટ્ર પુછુય – ધૃતરાષ્ટ્રને આગળ કરીને !
ધૃતરાષ્ટ્રનું અપમાન કરવું તે એક બાજુએ રહ્યું, પણ જાહેર કે ખાનગી જીવનને લગતા કોઈ પણ કાર્યમાં પિતાને હવે કોઈ પૂછતું નથી, પિતાની અવગણના કરવામાં આવે છે, એવું પણ વડીલને ન લાગવું જોઈએ! ઉતરાષ્ટ્ર પુરસ્કૃશ્ય એ કોઈ ઔપચારિક શબ્દ નથી, નક્કર સત્ય છે, તે બતાવવા માટે એક આખો અધ્યાય વ્યાસજીએ લખ્યો છે.
વિદુર, સંજય અને યુયુત્સ-એ ત્રણને યુધિષ્ઠિરે ખાસ ધૃતરાષ્ટ્રની પરિચર્યા અર્થે જ્યા. એટલું યાદ રાખવું જોઈએ કે દુર્યોધનના શાસન
૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૪૬
કાળ દરમિયાન પણ ધૃતરાષ્ટ્રની પરિચર્યા આ ત્રણ જ કરતા હતા. ઉપરાંત પાંડવ પ્રત્યેક કાર્ય તેની સલાહ લીધા પછી જ કરતા. સવારમાં પાંચેય જણ ધૃતરાષ્ટ્રને પાયવંદન કરીને જ પોતપોતાની દિનચર્યાઓને આરંભ કરતા. આવી જ રીતે કુતી ગાંધારીને વડીલ ગણીને તેની સેવામાં નિમગ્ન રહેતી; અને દ્રૌપદી, સુભદ્રા, નાગકન્યા ઉલૂપી, ચિત્રાંગદા, ધૃષ્ટકેતુની બહેન, જરાસંધની પુત્રી આદિ અન્ય પાંડવકુલવધૂઓ બન્ને સાસુઓ – કુન્તી તેમ જ ગાંધારી – પ્રત્યે સમાન ભાવે વર્તતી.
આ ઉપરાંત કૃપાચાર્ય પણ ધૃતરાષ્ટ્રની સુખસગવડ બરાબર સચવાય તેનું ધ્યાન રાખતા અને વ્યાસજી પણ પિતાને આ અંધ પુત્રના એહિક તથા પારલૌકિક હિતને નજર સામે રાખીને હસ્તિનાપુરમાં આવજા કર્યા કરતા, અને ધૃતરાષ્ટ્ર તેમ જ ગાંધારીને પુરાણકથાઓ સંભળાવીને ઉચિત પુણ્યકાર્યો કરવા પ્રેરતા, જે વિદુર દ્વારા તે અમલમાં મુકાવતે.
ધૃતરાષ્ટ્રનું શાસનતંત્રમાં પહેલાંના જેટલું જ ઉપજયું હતું તે બતાવવા માંટે, મહાભારત લખે છે કે, પોતાના ભયાનક અપરાધે માટે ન્યાયાસન તરફથી દેહાંતદંડની સજા પામેલાઓને માફી આપવાની અગર એની મરજી થાય, તે તે વિના સંકોચે તેમ કરી શકતું હતુંઅને એ બાબત યુધિષ્ઠિર તેને કશીયે રોકટોક ન કરતો. વળી બહારથી હસ્તિનાપુર આવતા રાજવીઓને અને રાજપુરુષોને સૌથી પહેલાં ધૃતરાષ્ટ્રને વંદના અર્પવા તેના પ્રાસાદમાં લઈ જવામાં આવતા. ટૂંકામાં ધૃતરાષ્ટ્રનું સ્થાન અને માન આજની ભાષામાં કહીએ તો રાષ્ટ્રપ્રમુખ (Head of the Nation) જેવું હતું. પલટાયેલી સ્થિતિને કારણે ધૃતરાષ્ટ્રને કોઈ પણ રીતે માઠું ન લાગી જાય, કઈ પણ બાબતમાં તેનું મન ન દુભાય, તેની તકેદારી યુધિષ્ઠિર હંમેશાં રાખો.
અને તેના ભાઈઓ સર્વે પ્રકારે તેના અંતરની ઈચ્છાને અનુકૂળ થતા.
આવાં અપવાદ હોય તે એક માત્ર ભીમને હતો, જોકે ઉપર ઉપરથી તે તે પણ મોટાભાઈના આદેશને અનુસરતા હોય એવો દેખાવ કરતા!
પણ તેનું હદય પૂતરાષ્ટ્ર યુવૃદ્ધા થવૃત્ત – ધૃતરાષ્ટ્રની બુદ્ધિને પરિણામે જે કંઈ થયું તેના ડંખને કેમેય કરીને ભૂલી શકતું નહોતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૭
અને તેમાંય ખાસ કરીને ધૃતરાષ્ટ્ર જ્યારે દુર્યોધનને ઉલ્લેખ કરતે ત્યારે ભીમ અત્યંત ક્રોધે ભરાતે અને ધૃતરાષ્ટ્ર તથા ગાંધારી બન્ને સાંભળી શકે એટલે મોટે અવાજે, મિત્રોની વચ્ચે પિતાના બાહુઓને થાબડતે, કેવી રીતે એ બાહુઓ વડે દુર્યોધનાદિને પોતે મારી નાખ્યા હતા તેનું શેખીભર્યું વર્ણન કરતે!
આમ પંજ વરસો વીત્યાં !
એ પંદર વર્ષો દરમિયાન એક તરફ એવી સ્થિતિ હતી કે પૂર્વે દુર્યોધન દ્વારા પણ નહોતું સચવાતું એટલું સન્માન ધૃતરાષ્ટ્રનું પાંડવો દ્વારા સચવાતું હતું, જ્યારે બીજી તરફ ભીમનું પ્રચ્છન્ન અને પ્રગટ વલણ જોઈને ધૃતરાષ્ટ્રનું તથા ગાંધારીનું હદય અંદરખાનેથી ચિરાતું જ રહેતું.
એક રીતે જોઈએ તે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની સહનશીલતાની પણ હદ છે–અથવા કહો કે લાચારીની !—જેમણે પંદર વરસ સુધી આવે વ્યવહાર બરદાસ્ત કરે રાખ્યો.
પણ આખરે તે અંધનીયે આંખ ઊઘડી. એક દિવસે તેણે બધાં જ સ્વજનોને પોતાના સાન્નિધ્યમાં તેડાવ્યા. પછી પોતાની રોજની પ્રકૃતિ પ્રમાણે ડોક વખત પોતાની ભૂતકાળની ભૂલનું સ-શેક; સ-પશ્ચાત્તાપ પારાયણ કર્યું અને છેલ્લે એક ગુપ્ત વાત, જે એક ગાંધારી સિવાય બીજાં બધાંથી તેણે ગુપ્ત રાખી હતી, પ્રકટ કરી:
ઓ ગાન્ધારી જાણે છે,” તેણે કહ્યું, “કે ઘણા લાંબા સમયથી હું ભૂતકાળનાં મારાં પાપકર્મોનું છાનું છાનું પ્રાયશ્ચિત કરી રહ્યો છું. ચાર ચાર, ને કાઈ કોઈ વાર તે આઠ આઠ ટૂંક સુધી હું અન્ન-જળને ત્યાગ કરું છું. યુધિષ્ઠિર નારાજ ન થાય, અને મારા પ્રાણ ટકી રહે એટલા પૂરત જ, ઓછામાં ઓછો આહાર હું લઉં છું; અને મોંઘામૂલાં પર્ય કે મારા મહેલમાં હોવા છતાં અણુઢાંકી છે પર જ જપ કરતો કરતો પડી રહું છું; અને રાતે તે, હું અને આ ગાંધારી બન્ને દર્ભની પથારી પર જ વિતાવીએ છીએ.”
પણ અહીં પણ પિતાના પુત્રની “વીરતા” માટે ગર્વ કર્યા વગર એનાથી રહેવાતું નથીઃ “ગમે તેમ પણ મારા પુત્રો “ક્ષાત્રધર્મને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૪૮
સમજતા હતા. યુદ્ધમાં પારેઠનાં પગલાં તેમણે કદીયે નથી ભર્યા...પણ હવે જે થયું તે થયું. હવે અમારી ઈચ્છા રાજપ્રાસાદ અને નગર છેડીને વનમાં જવાની છે. આપણું કુલની તો એ પરંપરા જ છે. પુત્રપુ ઐશ્વર્ય आधाय वयसोऽन्ते वनम् ।
યુધિષ્ઠિરને તે આ સાંભળતાંવેંત જ દારુણ આઘાત લાગે છે : બે વાતને. એક તે, આટલા લાંબા સમય થયાં ધૃતરાષ્ટ્ર અને ગાંધારી ઉપવાસો તેમ જ ભૂમિશમ્યા કરી રહ્યાં છે છતાં પોતાને તેની ખબર જ ન પડી તેને; અને બીજે; વનમાં જવાને તેમના નિશ્ચયને.
યુધિષ્ઠિર ધૃતરાષ્ટ્રને તેને નિશ્ચય ફેરવવા માટે લળીલળીને સમજાવે છે. પિતાને રાજ્ય કરતાં વડીલોની સેવા અને તપ વધારે વહાલાં છે એમ કહીને, રાજ્ય યુયુત્સુને ઑપી જાતે વનમાં જવાની તૈયારી પણ બતાવે છે. પણ ધૃતરાષ્ટ્રને નિશ્ચય હવે દૃઢ અને અડગ છે. સંજય અને કૃપને તે વિનંતિ કરે છેઃ “યુધિષ્ઠિરને સમજાવો. મારામાં તે હવે બોલવાની પણ શક્તિ નથી. વાનું પણ મારા માટે હવે વ્યાયામ જેવી થઈ પડી છે; અને એવા વાયામથી હું હવે થાકી જઉં છું.”
અને સાચે જ, આટલું બોલતાં તે તે વૃદ્ધ અને દુર્બલ-ઉપવાસાદિ વ્રતને કારણે કુરાર બનેલ રાજાને મૂચ્છ જેવું આવી ગયું; અને ગાંધારીએ તેને ટેકવી ને લીધે હેત, તો તે ગડથોલિયું ખાઈને સીધા. જમીન પર જ પછડાત.
ધૃતરાષ્ટ્રની આ દશા જોઈને યુધિષ્ઠિરને સ્વાભાવિક રીતે જ ભૂતકાળ સાંભરી આવ્યો. ભીમની લેહમયી મૂતિને કચડી નાખવા જેટલી શારીરિક તાકાત ધરાવનારની આ દશા ! – તેને થયું. પણ ધૃતરાષ્ટ્રની આ દુર્દશાની પાછળ પણ તે, પોતાની પ્રકૃતિ પ્રમાણે, પોતાને જ દેષ જુએ છે, અને મનોમન નિશ્ચય કરે છે કે હવે એ ઉપવાસ ઉપર ઊતરશે, તે હું પણ ભોજનને ત્યાગ કરીશ!
પછી જલશીતલ હાથ વડે યુધિષ્ઠિરે ધૃતરાષ્ટ્રના મુખ અને ઉરપ્રદેશને સ્પર્શ કર્યો, અને મહાભારત લખે છે કે “નૌષિમત” એ “પુષ્ય વળ'ના સ્પર્શ વડે ધૃતરાષ્ટ્રને “સંજ્ઞા” આવી અને ભાનમાં આવતાંવેંત પહેલાં તે એણે યુધિષ્ઠિરને પિતાને તેના કર વડે સ્પર્શવાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૯
ચાલુ રાખવાની વિનંતિ કરી : “આજ આઠ દિવસથી મેં કશું ખાધું નથી, પણ તારો સ્પર્શ મારા માટે જીવનદાયી બન્યો છે, પણ આ જો; આટલું બોલતાં પણ મને થાક લાગવા માંડ્યો.”
વિદુર વગેરે સ્વજને અને ગાંધારી, કુન્તી વગેરે કુલનારીઓ-સૌ આ દશ્ય જોઈને રડવા લાગ્યાં; પણ ધૃતરાષ્ટ્ર તે વનમાં જવાને પોતાને આગ્રહ ચાલુ જ રાખે : અનુનાહિં માં રાજન તા–“હવે તપ કરવા માટે વનમાં જવાની મને અનુજ્ઞા આપ, રાજન !”
પહેલાં આપ જમી લે; પછી બીજી બધી વાત.” અશ્રુભીના વાયુમંડલ વચ્ચે “દીનમના” યુધિષ્ઠિરે પ્રત્યુત્તર આપ્યો.
“પહેલાં મને વનમાં જવાની રજા આપ, પછી હું જમું !”
આ હદયદ્રાવક રકઝક ચાલી રહી હતી, ત્યાં મહર્ષિ વ્યાસ આવી પહોંચ્યા.
૨૮૬. યુવાન પિતા અને વૃદ્ધ પુત્ર!
અહીં વૈશંપાયન વ્યાસને “મહાકવિ તરીકે ઓળખાવે છે. ધૃતરાષ્ટ્ર વ્યાસને પુત્ર પણ છે, અને મહાકવિ વ્યાસના મહાકાવ્યનું એક પાત્ર પણ છે, એ રીતે વ્યાસને ધૃતરાષ્ટ્ર પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ છે; પણ મમતા અથવા આસક્તિ એને જરા પણ નથી.
“ ધૃતરાષ્ટ્રને હવે, એ ઇચ્છે છે તે પ્રમાણે વનમાં જવા દે.” યુધિષ્ઠિરને એ કહે છે, “એ હવે વૃદ્ધ થયો છે. ( વ્યાસ પિતાના પુત્રને વૃદ્ધ કહે છે એ ખૂબ વિચારવા જેવું છે. પુત્રને વૃદ્ધ તરીકે ઓળખાવી શકે, એવા યુવાન પિતાઓની આજે પણ જગતમાં સાવ અછત નથી!) હવે આ દુઃખભરી સ્થિતિ એ ઝાઝો વખત બરદાસ્ત નહિ કરી શકે. વળી રાજાઓ-ક્ષત્રિયે–માટે બે જ પ્રકારનાં મૃત્યુએ પ્રશસ્ત ગણવામાં આવ્યા છેઃ કાં તે યુદ્ધમાં સામી છાતીએ લડતાં મરે, અથવા તે તપશ્ચર્યા કરતાં કરતાં વનમાં નિર્વાણ પામે. અને વળી ધૃતરાષ્ટ્ર શું નથી માર્યું ! ક લહાવો લેવાને હવે એને બાકી રહ્યો છે ! તારે પિતા પાંડુ જીવતે હતું, ત્યારે તે એને પિતા તુલ્ય ગણીને એની સાથે વર્તતે હતો. અનેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૫૦
યજ્ઞો એણે કર્યા છે. મબલખ દાન એણે બ્રાહ્મણને આપ્યું છે. તમારા. વનવાસનાં તેર વરસો દરમિયાન પૃથ્વીનું નિષ્કટક રાજ્ય પણ એણે ભોગવ્યું છે; અને છેવટે તારી સેવાચાકરી પણ માણું છે. હવે કઈ પણ જાતને વસવસો એને બાકી રહ્યા નથી. હવે ભલે જતો એ વનમાં !”
આપ સૌની જ્યારે આ જ આજ્ઞા છે,” વ્યાસ, વિદુર, સંજય, યુયુત્સુ-સૌને સંબોધીને યુધિષ્ઠિરે કહ્યું, “તે હું લાચાર છું. પણ હવે એમને કહે કે જમી લે.”
અને ધૃતરાષ્ટ્ર કઈ રીઃ નિવૃત્તિ ની પેઠે ધીમે ધીમે ગાંધારીને ટકે પિતાના રાજભવન તરફ ચાલ્ય અને વિદુર, કૃપ, સંજય વગેરે તેની પાછળ પાછળ ગયા.
આ પછી ભેજનાદિ પતાવી, યુધિષ્ઠિરને છેવટની શીખ આપી. વનમાં જવાની તેણે તૈયારી કરી.
પ્રજાજનેની વિદાય લેતી વખતે ધૃતરાષ્ટ્ર જે ઉદ્ગારો કાઢે છે તે નોંધપાત્ર છે.
अस्माकं भवतां चैव येयं प्रीतिर्हि शाश्वती न च साऽन्येषु देशेषु राज्ञामिति मतिर्मम ॥
તમારી અને અમારી વચ્ચે જે પારસ્પરિક પ્રીતિ છે, કાયમની, તેવી પ્રીતિ અન્ય દેશમાં રાજા અને પ્રજા વચ્ચે જોવામાં નથી આવતી.”
युधिष्ठिर-गते राज्ये प्राप्तश्चास्मि सुखं महत् । मन्ये दुर्योधनैश्वर्याद् विशिष्टमिति सत्तमाः ॥
“યુધિષ્ઠિરના શાસનકાળ દરમિયાન મને તો મહાસુખને જ અનુભવ થયો છે. દુર્યોધનના શાસનકાળ દરમિયાન પણ એવો અનુભવ મને નહોતો થયો ”
પણ હવે
मम चान्धस्य वृद्धस्य हतपुत्रस्य का गतिः । ऋते वनं महाभागास्तन्मामनुज्ञातुमर्हसि ॥
“અંધ, વૃદ્ધ અને હતપુત્ર એ હું–તેને વન સિવાય બીજો કયો. આશરો છે, અત્યારે !–માટે મને વનમાં જવાની રજા આપો.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૫૧
ધૃતરાષ્ટ્રના મનમાં અત્યારે અનેક પ્રકારની ગડમથલ ચાલી રહી છે તે એના આ અંતિમ સંભાષણમાં છતી થાય છે. એને વૈરાગ્ય હજુ જેટલે. નિરાશામૂલક છે, તેટલે જ્ઞાનમૂલક નથી. પુત્રો મરતાં પોતે ભત્રીજાઓને એશિયાળો થઈ ગયો છે એ હકીક્ત એ ભૂલી શકતું નથી, અને પ્રજાજનોને ભૂલવા દેતું નથી. એનામાં Self-pity – પિતાના પર દયા ખાવાની વૃત્તિની માત્રા ઘણી જ વધારે છે. જનતામાં એ પિતા પ્રત્યે દયાની લાગણી ઉશ્કેરવા માગે છે. સાથે સાથે જનતા હવે યુધિષ્ઠિરને જ વફાદાર રહે એવી શીખ પણ એ આપે છે (જે કે જનતા તે યુધિષ્ઠિરને વફાદાર જ છે!). વળી પિતાના પુત્રો અને પોતાના હાથે જાણે અજાણે જનતાનું કંઈ અહિત થઈ ગયું હોય તે તેને માટે એ ક્ષમા પણ માગે છે! “આ પુત્રશંકા ગાંધારી પણ આપ સૌની ક્ષમા યાચે છે” એ કહે છે, “તે તે, અમે બે વૃદ્ધ તપુત્રી સુવતી છીએ એ જોઈને આપે તે આપવી ઘટે છે.”
જતાં જતાં પંદર વરસ પહેલાં જે ઘેર કુલવિનાશક યુદ્ધ થયેલું તેને માટે બધા જ દોષ પોતાના પુત્રોને જ હતા, એવું નિવેદન પણ તે કરતો જાય છે.
ધૃતરાષ્ટ્રના આ ભાષણની અસર વર્ણવતાં મહાભારત લખે છે કે, એ સાંભળીને “સૌની આંખો ભીની થઈ અને સૌ મૂંગા મૂંગા એકબીજાની સામે જોવા લાગ્યા.”
૨૮૭. નખત્તા
ધૃતરાષ્ટ્રના અંતિમ સંભાષણે સરજેલ કરુણ અને વિષાદપૂર્ણ વાયુમંડલ ત્યાં આગળ ભેગી થયેલ જનમેદનીની આંખમાંથી અશ્રુઓને વરસાદ વરસાવી રહ્યું અને થોડોક વખત તે નિઃશબ્દ શાન્તિ સર્વત્ર પ્રસરી રહી. પછી, હંમેશને માટે વિદાય થઈ રહેલ અંધ અને વૃદ્ધ રાજવીને વિદાય બદલ કંઈક કહેવું તે જોઈએ જ, એવો વિચાર કરીને જનમેદનીએ સામ્બ નામના એક બ્રાહ્મણને સૌ વતી બેલવાની વિનંતિ કરી. લેકેનું પ્રતિનિધિત્વ કરી શકે એવો એ સાબ હતું. તે સદાચારી હત તેમ જ હજારે માણસ વચ્ચે મનની વાત એગ્ય શબ્દમાં રજૂ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૫ર
કરી શકે એવો “પ્રગભ” (હિંમતબાજ) અને “અર્થવિશારદ પણ હતો. ધૃતરાષ્ટ્રને સંબોધીને તેણે કહ્યું : “આપે જે કંઈ કહ્યું છે તે સાચું જ છે: આપની અને અમારી વચ્ચે પેઢાનપેઢીથી પ્રીતિ-સંબંધ રહ્યા કર્યો છે. હકીકતમાં શાન્તનુના વંશમાં એવો કોઈ રાજા કદી થયો જ નથી, જે પ્રજ્ઞાવાન અપ્રિયઃ હાય(દુર્યોધન સુદ્ધાં—પાંડને તે ધિક્કાર, પણ પ્રજાને સારી રીતે રાખતે !)... આપ, ખુશીથી વનમાં સિધાવીને આત્માનું કલ્યાણ કરે. પાંડ ઉપર અમને, જેટલી આપના પર શ્રદ્ધા હતી એટલી જ શ્રદ્ધા છે. તેઓ તે આ ત્રણેય લેકેનું રક્ષણ કરી શકે એટલા બળવાન છે, તે પૃથ્વીના આ રાજ્યની તે શી વાત !–માટે હે ધૃતરાષ્ટ્ર,
स राजन् मानसं दुःखमपनीय युधिष्ठिरात् ।
कुरु कार्याणि धाणि नमस्ते पुरुषर्षभ ॥ યુધિષ્ઠિર અંગેનું તમામ માનસદુઃખ દૂર કરીને ધર્મકાર્યોમાં નિઃશંક પ્રવૃત્ત થાઓ. નમસ્તે.”
૨૮૮. જતાં જતાં!
નાગરિકે તથા ગ્રામજનેની વિદાય લીધા પછી ધૃતરાષ્ટ્ર બારોબાર વનમાં ગયો એમ રખે કોઈ માને. હજુ થોડાંક સાંસારિક કામો એને પતાવવાના બાકી હતાં. જતા પહેલાં એ ભીષ્મ, દાણ આદિ વડીલોનું, દુર્યોધન આદિ પુત્રોનું, જયદ્રથ આદિ સ્વજનેનું અને કર્ણ આદિ સ્વપક્ષીય દ્ધાઓનું શ્રાદ્ધ કરવા માગતા હતે. એ સદ્ગતના આત્માની તૃપ્તિ અથેની શાસ્ત્રોક્ત વિધિ તેમ જ દાનદક્ષિણ માટે જોઈતાં નાણાંની જોગવાઈ કરવા માટે વિદુરને તેણે યુધિષ્ઠિર પાસે મોકલ્યો.
હવે યુધિષ્ઠિર તે પોતાની પ્રકૃતિ પ્રમાણે કાકાને પડ્યો બેલ ઝીલવા માટે તૈયાર જ હતું, પણ ભીમથી દ્રવ્યના આવા અપવ્યયની વાત સહન ન થઈ શકી. એ ધૂવાંપૂવાં થઈ ઊઠયો. દુષ્ટ દુર્યોધને જીવતાં તે અમને હેરાન કર્યા; પણ મૂઆ પછી પણ એ અમારો કેડો છોડતું નથી, એમ ભીમને થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૫૩
“કાળને ખેલ તે જુઓ, મેટાભાઈ” અને એને, એ સમજે એવી ભાષામાં સમજાવવા માંડ્યો, “જેમની પાસે પહેલાં આપણે યાચના કરતા હતા, તે આજે આપણી પાસે યાચના કરી રહ્યા છે. ધાર્મિક અનુષ્ઠાને માટે કાકા આપણુ પાસે દ્રવ્ય માગે અને આપણે ના પાડીએ, તે આપણી આબરૂના કાંકરા થઈ જાય. મૂએલાઓને પરલોક બગાડ્યો એવી આપણું વગેવણી થાય.”
પણું શ્રાદ્ધ કરવાની હું ક્યાં ના પાડું છું.” ભીમે દલીલ કરીઃ “ભીષ્માદિના શ્રાદ્ધ કરવાની અગત્ય હોય તે આપણે જાતે ક્યાં નથી કરી શકતા ! અને કર્ણનું શ્રાદ્ધ કરવાની વ્યવસ્થા તે આપણું માતા કુન્તીને હાથે થાય એ જ બરાબર છે. બાકી રહ્યા દુર્યોધન વગેરે! તે તેમને માટે તે હું એક કેડી પણ ખરચવા તૈયાર નથી.”
પણ આખરે અર્જુન ભીમને સમજાવી લે છે; અને ધૃતરાષ્ટ્રની ઈચ્છા પ્રમાણે શ્રાદ્ધવિધિ થાય એ માટે જોઈતું દ્રવ્ય યુધિષ્ઠિર પિતાના ખજાનામાંથી કઢાવી દે છે.
અને ધૃતરાષ્ટ્ર યુદ્ધમાં માર્યા ગયેલ પોતાના એકેએક પુત્ર તેમ જ સ્વજનને સંભારી સંભારીને બ્રાહ્મણોને મબલખ દ્રવ્ય દાનમાં આપે છે! (કાના બાપની દિવાળી !) જતાં જતાં પારકે પૈસે પોતાની વાહ વાહ કરાવવાની વૃત્તિ પણ આ માણસની જબરી છે! ખંધાઈ અને દગાઈ એના હૃદયમાં ધાર્મિક આસ્થા અને વૈરાગ્યની સાથે જ વસતાં હશે !
મહાભારત કહે છે કે “આ વખતે નૃપ (યુધિષ્ઠિર ? કે ધૃતરાષ્ટ્ર રૂપી અંબુદે (વાદળાએ) ધનની ધારાઓને વરસાવી વરસાવીને બ્રાહ્મણોને તૃપ્ત કર્યા. બ્રાહ્મણ સિવાયના વર્ણોને પણ ખાનપાનાદિથી ગળા સુધી ધરવ્યાં! વસ્ત્રો, ગાય, અશ્વો, રત્ન, વસ્તુઓને જાણે વરસાદ જ વરસ્ય, વસતી પર!
સાંસારિક જીવનનું આ છેલ્લું પુણ્યકાર્ય પતાવીને ધૃતરાષ્ટ્ર વનની વાટ પકડી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૫૪
૨૮૯, અંતિમ વિદાય!
પાંચેય પાંડવો કાકાને વિદાય આપવા માટે હાજર છે.
તેમને, તથા ધૃતરાષ્ટ્ર તથા તેના પુત્રોને સમગ્ર નારીસમાજ આન્દ અને આક્રેશ કરી રહ્યો છે.
પુષ્પો અને ધાણી વડે પિતાના આજન્મ નિવાસસ્થાનને છેવટની પૂજા સમપીને અને પરિચારકવર્ગને છેવટની બક્ષિસો વડે નવાજીને ધૃતરાષ્ટ્ર ચાલવા માંડે છે.
યુધિષ્ઠિર રડી પડે છે.
અમને મૂકીને કયાં ચાલ્યા ?” બોલતાં બોલતાં વડીલના પગમાં તે આળોટવા માંડે છે.
એવી જ સ્થિતિ અર્જુનની છે.
પ્રસંગ હવે એટલો બધો ગંભીર બની ગયો છે કે ભીમની આંખે. પણ હવે ભીની થવા માંડી છે.
નકુલ, અને સહદેવ, અને યુયુત્સુ, કુન્તી તેમ જ ગાંધારી, આંખે પાટા બાંધેલી,
અને પિતાના ખભા પર મુકાયેલા પતિના હાથને આદ્રભાવે આલબન આપતી,
દ્રોપદી અને સુભદ્રા, પંદર વરસના પરિક્ષિતની માતા ઉત્તરા, ચિત્રાંગદા,
તેમ જ નગરમાંથી ધૃતરાષ્ટ્ર-ગાંધારીને વિદાય આપવા આવેલી ચારેય વર્ણોની અસંખ્ય સ્ત્રીઓ,
સૌ ઊંચે સાદે રડી રહ્યાં છે.
સૂર્યના તાપને કે ચન્દ્રની ચાન્દનીને સીધે સ્પર્શ જેમણે કદી નથી અનુભવ્ય, એવી સ્ત્રીઓ પણ આજે શોકથી વ્યાકુળ બનીને રાજમાર્ગ પર ઊતરી આવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૫૫
વર્ષો પહેલાં, દાયકાઓ પહેલાં,
પાંડ આ જ હસ્તિનાપુરમાંથી વનવાસે જઈ રહ્યા હતા, તે સમયને યાદ કરાવે એવું જ શેકનું વાતાવરણ સરજાઈ રહ્યું છે.
રસ્તાઓ પર, મહાલયો અને હવેલીઓમાં રડી રહેલ સ્ત્રીઓ તેમ જ પુરુષોને આક્રોશ ધરતી અને આકાશને એક કરી રહ્યા છે.
રડતી જનમેદની વચ્ચેથી માંડ માંડ માર્ગ કાઢતે ધૃતરાષ્ટ્ર પોતાની સાથેનાં નર-નારીઓ સાથે બહુ જ ધીમી ગતિએ આગળ વધી શકે છે; અને આગળ વધતાં વધતાં હાથની અંજલિ બાંધીને ચારે બાજુ સૌને નમસ્કાર કરી રહ્યો છે.
૨૯૦. ધર્મ તે પીયતન સુદ્ધિ
નગરના વર્ધમાન-દ્વારથી બહાર નીકળતાંવેંત પિતાને વળાવવા આવેલ સૌને પાછા વળવાની ધૃતરાષ્ટ્ર આજીજી કરી.
પણ વિદુર અને સંજય તે નિશ્ચય કરીને જ આવ્યા હતા, ધૃતરાષ્ટ્રની સાથે જવાને !
અને કુન્તી પણ! યુધિષ્ઠિરને માટે આ વળી એક નવો જ આઘાત હતો. માને તેણે બહુ જ સમજાવીઃ
વડીલની સાથે હું વનમાં જઉં, મા તમે અહીં જ રહે.”
“મને સમજાવવાનો પ્રયત્ન વૃથા છે.” કુન્તીએ દઢતાપૂર્વક ઉત્તર આપ્યો, “મારું સ્થાન હવે મારા સસરા તુલ્ય જેઠ તથા દેવી ગાંધારી પાસે છે. પણ જતાં જતાં એક છેલ્લી શીખ તને આપતી જઉં છું: સહદેવનકુલનું ખાસ ધ્યાન રાખજે; અને..અને...કર્ણની સ્મૃતિને કરમાવા દઈશ મા !”
હું તને નહિ જવા દઉં, મા,” યુધિષ્ઠિરે વલોપાત કરવા માંડ્યો, “વિદુલાનું દૃષ્ટાન આપીને તેં જ તે અમને તન્દ્રામાંથી જગાડેલા, મા !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૫૬
મહાભયાનક યુદ્ધનદીને તરીને તારી પ્રેરણું અને તારા જ પ્રોત્સાહનથી અમે રાજ્યલક્ષ્મી પ્રાપ્ત કરી; અને હવે તું જ અમને છોડીને જતી રહે.મા, એ કેવું !”
ભીમ પણ માને અશુપૂર્ણ સ્વરે સમજાવે છે, “પિતાના મૃત્યુ પછી અમને બાળકને વનમાંથી તું જ હસ્તિનાપુર લાવી મા; લાક્ષાગૃહમાં અને તે પછીના કષ્ટમય વનભ્રમણમાં તું જ અમારી સાથે હતી ! અમારે ખાતર તેં શું શું નથી વેઠયું, મા ! અને હવે જ્યારે જંપીને બેસવાને વારો આવ્યો છે, ત્યારે...”
દ્રૌપદી પણ અશ્રુનીતરતાં તેણે સાસુ સામે જોઈ રહી છે; અને મૂંગી કાકલૂદીઓ વડે પતિના વીનવણીઓમાં સૂર પુરાવી રહી છે.
મારી એક જ અભિલાષા હતી.” કુન્તી છેવટને જવાબ આપે છે, “પાંડને વંશ ચિરકાળ ટકી રહે, અને પાંડુને યશ આ વસુધામાં વિસ્તરતો રહે. મારા પુત્રોને તમને-કઈ પરાયાના મેં સામે જોઈને બેસી ન રહેવું પડે (મા વેષાં મુavલાઃ ) એવું મારે કરવું હતું...અને તે મેં કર્યું ! તમને વખતોવખત પ્રેત્સાહનનાં વેણ મેં કહ્યું રાખ્યાં હોય, તે તેની પાછળ આ જ એક હેતુ હતું. બાકી રાજ્યશ્રી મેં ક્યાં ઓછી માણી છે તમારા પિતા પાંડુના જીવનકાળ દરમિયાન ! હવે પુત્રનિર્જિત રાજ્યની મને સ્પૃહા નથી. મને તે હવે તપશ્ચર્યા દ્વારા પુણ્ય પતિલોકમાં જવાની ઈરછા છે. મને રજા આપ, બેટા !” કુન્તીની છેલ્લી શીખ યુધિષ્ઠિરને એક જ છેઃ
धर्मे ते धीयताम् बुद्धिः मनस्तु महदस्तु ते । ધર્મે બુદ્ધિ રહે તારી
મન તારું અને મહાન કેઈ પણ મા કાઈ પણ દીકરાને આના કરતાં વધુ શું આપવાની હતી!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫૭
૨૯૧. પહેલી રાત
પહેલે દિવસે ધૃતરાષ્ટ્ર અને તેના સાથીએએ ભાગીરથીતીરે મુકામ કર્યા. વેદવેત્તા બ્રાહ્મણોએ વિધિપૂર્વક ચેતાવેલા અગ્નિએ તપાવનમાં ઠેર ઠેર ઝગમગી રહ્યા. ધૃતરાષ્ટ્રે અગ્નિમાં આહુતિ હેામી સંધ્યાપાસના કરી.
આ પછી વિદુરે અને સંજયે કુશ નામના ઘાસ વડે ધૃતરાષ્ટ્રની– અને તેનાથી થેાડેક દૂર ગાંધારીની શય્યા તૈયાર કરી. કુન્તીએ ગાંધારીની પડખે જ પેાતાની પથારી રચી; અને આ ત્રણના અવાજ પહેાંચે એટલે નજીક વિદુર અને સંજય વગેરેએ પેાતાતાને માટે સૂવાની સગવડ કરી. બાકીના બધા — યાજકા અને બ્રાહ્મણે – જેમને જ્યાં ડીક લાગ્યું ત્યાં લેટી પડચા.
-
વનવાસની આ પહેલી રાત સૌ માટે કાઈ બ્રાહ્મી રાતની પેઠે પ્રીતિષિની બની રહી.
પ્રભાત થતાં સૌ ઊચાં અને પાતપેાતાનાં નિત્યકમેર્મો પતાવી અગ્નિને ઉપાસી ઉત્તર દિશા તરફ આગળ વધ્યાં.
બધાં ઉપવાસી હતાં.
ભવિષ્યને અંગે સચિન્ત પણ હતાં.
આ તરફ તેમને વળાવીને હસ્તિનાપુર તરફ જઈ રહેલ નર-નારીસમાજ પણ એટલા જ સચિન્ત હતા; પણ તેમની ચિન્તા વન ગયેલાંને અંગે હતી.
ખરેખર, વનવાસના આ પહેલા દિવસ સૌને માટે અતિવુ લોડમૂત્ર-~~ અતિ દુ:ખદાયી હતા.
૨૯૨. દૈવની અલિહારી ! કે પુરુષાર્થની ?
ભાગીરથીતીરથી ઊપડીને સંઘ કુરુક્ષેત્રમાં આવ્યા. શયૂપ નામના એક પ્રસિદ્ધ રાષિના ત્યાં આશ્રમ હતા. ધૃતરાષ્ટ્રે એ આશ્રમમાં જવા માગતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૫૮
આ શતધૂપ કોને મહારાજા હતા. પુત્રને રાજ્ય સોંપીને તે અહીં કુરુક્ષેત્રમાં વચ્ચે હતો. નજીકમાં જ વ્યાસજીનો આશ્રમ હતો. ધૃતરાષ્ટ્રને જોતાંવેંત શતચૂપ તેને વ્યાસના આશ્રમમાં લઈ ગયો. વાનપ્રસ્થની દીક્ષા ધૃતરાષ્ટ્રને વ્યાસાશ્રમમાં મળી. વાનપ્રસ્થમાં દીક્ષિત થઈને ધૃતરાષ્ટ્ર શતચૂપની સાથે પાછા તેના આશ્રમમાં આવ્યું, અને દેહદમન તેમ જ તપશ્ચર્યા દ્વારા ભૂતકાળને કિષિનું પ્રક્ષાલન કરતાં કરતાં થોડા જ વખતમાં સ્થાસ્થિમૂતઃ વરિફુથમાં – હાડચામમય અને સુકાયેલા માંસવાળો થઈને મૃત્યુની પ્રતીક્ષા કરવા લાગે. - વિદુર અને સંજય એની પરિચર્યા કરતા હતા; –જેકે વિદુર જાતે ઘોરતા હોવાને કારણે ધૃતરાષ્ટ્રના જેવો જ કૃપા બની ગયું હતું.
હવે ધૃતરાષ્ટ્ર શતત્પના આશ્રમમાં આવીને વસ્યો છે એવા સમાચાર ફેલાતાં આસપાસના ઋષિઓ તેને મળવા માટે આવ્યા. મહર્ષિ વ્યાસ અને દેવર્ષિ નારદ પણ એમાં હતા. કુન્તીએ એ સૌનું અત્યંત આદરપૂર્વક આતિથ્ય કર્યું; અને ચેડાક દિવસે સુધી તો શતચૂપને આશ્રમમાં કોઈ મહાન સાંસ્કારિક મેળો ભરાય હેય એવું વાતાવરણ સરજાઈ ગયું. ઋષિઓ ધૃતરાષ્ટ્રનું મન બહેલાવવા માટે શાસ્ત્રોમાંથી તેમ જ પિોતપોતાના અનુભવોમાંથી અનેક કથાઓ અને આખ્યાયિકાઓ રજૂ કરતા હતા.
એક દિવસે નારદજીએ કથા માંડી. પાછળથી જાણવા મળ્યું તેમ એ કથા કહેવાની પાછળ એમને ખાસ ઉદ્દેશ હતો.
“આ શતચૂપના પિતામહ પણ એક જબરા તપસ્વી હતા.” એમણે વાત શરૂ કરી, “સહસ્ત્રચિત્ય એવું એમનું નામ હતું. ઉત્તરાવસ્થામાં પુત્રને રાજ સેપીને તે અહીં-કુરુક્ષેત્રમાં આવીને વસ્યા હતા, અને તપના પ્રભાવે કરીને અંતે તે ઈન્દ્રલોકને પામ્યા હતા. મેં મારી આંખોએ જ એમને ઈન્દ્રલોકમાં જોયા છે. એવી જ રીતે ભગદત્તના પિતા શિલાલયને પણ મેં સ્વર્ગમાં દીઠા છે. એ ઉપરાંત, પુષધ, માન્યાતાને પુત્ર પુરુકત્સ, શશમા વગેરે પણ તપશ્ચર્યાના બળ વડે ઈન્દ્રલેકને પામ્યા છે; અને મને વિશ્વાસ છે, રાજન, કે તું પણ વ્યાસજીની કૃપાથી અને તારા તપના પ્રભાવથી કોઈ ઉત્તમ લેકને પામીશ. ઈન્દ્રલોકમાં વસતો તારે ભાઈ પાંડુ તને ખૂબ યાદ કરે છે. તેની પત્ની આ કુન્તી, જે ગાંધારીની અને તારી ખડેપગે સેવા કરી રહી છે, તે પણ સમય આવ્યે ઈન્દ્રલોકમાં જઈ પતિની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૯
સાથે જ રહેશે. આ વિદુર યુધિષ્ઠિરની પેઠે ધર્મના જ અવતાર છે, એટલે ઘેાડા જ વખતમાં એ યુધિષ્ઠિરની સાથે એકરૂપ થઈ જશે, અને આ સંજય આ બધું જોઈ ને સ્વમાં જશે.’
“આપે આ વાત કહીને અમારી સૌની શ્રદ્દામાં ખૂબ જ અભિવૃદ્ધિ કરી છે, દેવિ`, ” શતયૂપે ધીમે રહીને પેાતાના મનમાં જે કુતૂહલ રમતું હતું તે વ્યક્ત કરવા માંડયુ, પણ એક મુદ્દા આપે મલમ રાખ્યા છે. અનુજ્ઞા હેાય તે પૂ છું. ”
..
નિઃસકાચ પૂછે.
"6
""
**
આ રાજિષ ધૃતરાષ્ટ્રને કાઈ દિવ્ય લાકની પ્રાપ્તિ થશે એમ આપે જણાવ્યું, પણ ચોક્કસ કયા દિવ્ય લાકની પ્રાપ્તિ થશે તે નથી કહ્યું ” “ એ કહેવા માટે તેા હું અહીં આવ્યો છુ, અને આ વાત છેડી છે.” નારદે જવાબ આપ્યા, “ સાંભળેા. આજથી ત્રીજે વર્ષે આ ધૃતરાષ્ટ્ર આ પૃથ્વીની યાત્રા પૂરી કરીને ગાંધારી સહિત કુબેરભવનમાં જઈને વસશે. આ વાત સાક્ષાત્ ઈન્દ્રને માંએથી જ મેં સાંભળી છે, પાંડુની હાજરીમાં.
""
દેવને મુખેથી આ વાત સાંભળીને સૌને—અને ખાસ કરીને ધૃતરાષ્ટ્રને—કેટલા બધા આનંદ થયા હશે, કલ્પના જ કરવી રહી. ધૃતરાષ્ટ્રે જીવનભર પુરુષાર્થ કરતાં દૈવ માટુ છે એમ કહ્યું રાખ્યું છે. દેવવિષે એ ભાખેલ પાતા અંગેના ભાવિમાં પણ તેણે દૈવની બલિહારી જ જોઈ હશે ? * પછી ત્રણ વરસના તપે તેનાં પાપાનુ પ્રક્ષાલન કરી નાખ્યું હશે, એને પરિણામે એને આ દિવ્ય લાકની પ્રાપ્તિ થવાની હશે એમ એણે માન્યું હશે ?
ગમે તેમ પણુ...
જે સ્થાન પાંડુને મળ્યું છે તે સ્થાનને લાયક તા પાતે નથી જ ગણાવાના, એટલે અંશે ન્યાય જેવું કાઈ તત્ત્વ વિશ્વના તંત્રમાં કામ કરી રહ્યું હાવું જોઈએ એટલી ખાતરી તે તેને થઈ જ હશે !
૨૯૩. ચાલા, કુરુક્ષેત્રમાં !
યુધિષ્ઠિર બેચેન છે.
એક રીતે જોઈએ તે પાંચેય ભાઈઓની એ જ સ્થિતિ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૬૦
વનમાં ગયેલાંઓ તેમનાથી વિસરાતાં નથી. તેમની શી સ્થિતિ છે તે જાણવાની ઉત્કંઠે તેમનાં કાળજાંને કરી રહી છે. બધાં શતચૂપના આશ્રમમાં છે એટલું તે તેઓ જાણે જ છે, પણ શતચૂપને આશ્રમ કુરુક્ષેત્રમાં છે, અને કુરુક્ષેત્રના નામની સાથે યુદ્ધની અનેક દુઃખદ સ્મૃતિઓ સળગી ઊઠે છે, અને તેમનું મન ખાટું ખાટું થઈ જાય છે. રાજલક્ષ્મીને ઉપભોગ, સ્ત્રીઓને સહવાસ, ધાર્મિક ક્રિયાકાંડ – કશામાં તેમનું મન પરેવાતું નથી. કશું જ તેમને ગોકતું નથી. રહી રહીને અભિમન્યુની અને દ્રૌપદીના પાંચ પુત્રોની-અને કર્ણની યાદ તેમના અંતરમાં ભડભડી ઊઠે છે.
જીવવા માટે હવે તેમને કશું જ કારણ નથી, તેમને થાય છે, પણ વૈશંપાયન કહે છે કે હે જનમેજય, તારા પિતા પરીક્ષિતના મેં સામું જોઈને તારા એ પિતામહે ધારયન્તિ મ પ્રાધાન્ - પ્રાણ ટકાવી રાખતા હતા.
કુન્તીનું શું થયું હશે ? અને ધૃતરાષ્ટ્ર-ગાંધારીનું ? અને વિદુર અને સંજયનું ?” એ પ્રશ્નો તેમના અંતરમાં નિરંતર ધૂંધવાયા કરતા હોય છે. આખરે..
ચાલે, એક વાર જોઈ ને આવીએ તેમને થાય છે. અને તેઓ નીકળી પડે છે.
પાંડવ કુરુક્ષેત્રમાં જઈ રહ્યા છે એવી ખબર પડતાં રાજ્યના નાગરિકે તેમ જ ગ્રામજને પણ પિતપતાનાં કામોને પડતાં મૂકીને યુધિષ્ઠિરના સંઘમાં સામેલ થાય છે; અને જોતજોતામાં હસ્તિનાપુરથી કુરુક્ષેત્ર ભણી જતા રસ્તો પાલખીઓ, રથ, અશ્વો આદિ વિવિધ વાહનોથી તેમ જ પગપાળા માણસોથી છલી ઊઠે છે.
આખું હસ્તિનાપુર જ જાણે કુરુક્ષેત્ર જવા ઊપડયું છે એમ લાગે છે રાજ્યના સંરક્ષણની જવાબદારી પુરોહિત ધૌમ્ય અને ધૃતરાષ્ટ્રપુત્ર યુયુત્સુને સપીને.
યમુનાને ઓળંગીને સૌએ કુરુક્ષેત્રમાં પ્રવેશ કર્યો. શતધૂપને આશ્રમ દૂરથી દેખાતાંવેંત સૌ હર્ષાવેશમાં આવી ગયાં; અને પોતપોતાનાં વાહનોને ત્યાં જ મૂકીને સૌએ પગપાળા આશ્રમ તરફ દોટ મૂકી.
પણ આશ્રમમાં ધૃતરાષ્ટ્ર, ગાંધારી, કુન્તી વગેરે કઈ જ ન હતાં.
પાંડવો પિતાની માતા તથા પિતાના કાકાને મળવા માટે ઠેઠ હસ્તિનાપુરથી આવ્યા છે એવા ખબર સાંભળીને ચારે કોરથી દોડી આવેલા ઋષિઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૬:૧
પૂછતાં જાણવા મળ્યું કે ધૃતરાષ્ટ્ર અને એની સાથેનાં સૌ યમુનામાં નહાવા ગયાં છે. એ નહાઈને પાછાં આવે ત્યાં સુધી તેમની વાટ જોવાની ધીરજને અભાવે સૌ યમુનાતટ ભણી દાડચાં!
દાડતાં દાડતાં સહદેવની નજર નહાઈને આવતી કુન્તી પર પડી, અને તે મા ભણી દાડચો માના પગમાં પડીને નાના બાળકની પેઠે તે રડવા લાગ્યા.
કુન્તી પણ આંસુભીની આંખાએ પેાતાના એ વહાલા પુત્રને—માદ્રીના એ નાનેા પુત્ર કુન્તીને પોતાના સગા દીકરાઓ કરતાં પણ વધારે વ્હાલા હતા !—પંપાળી રહી.
કંઈક અસામાન્ય બનાવ બની રહ્યો છે એટલું જ ફક્ત સમજી શકતી ગાંધારીને અત્યંત ધીમે અવાજે તેણે કહ્યું : “ સહદેવ છે. એ અને ખીજા પાંડવા તેમ જ હસ્તિનાપુરની જનતા વડીલના તેમ જ આપના દર્શનાર્થે આવ્યાં હેાય એમ લાગે છે.”
દરમિયાન યુધિષ્ઠિર, ભીમ આદિ પણ આવી પહેાંચ્યા હતા, અને ગાંધારી તેમ જ ધૃતરાષ્ટ્રને દારી રહેલી માને, અને પછી ધૃતરાષ્ટ્ર-ગાંધારીને પગે પડી રહ્યા હતા.
કંઈક ગાંધારીએ આપેલી ખબર પરથી, અને કંઈક સૌના અવાજો તેમ જ સ્પર્શી પરથી ધૃતરાષ્ટ્રે બધાયને ઓળખી ગયા.
અને પછી થાડાક વખત, હર્ષાશ્રુની ધારાએ યમુનાતટથી શતગ્રૂપના આશ્રય તરફ આવતી વનકેડી પર વરસી રહી.
આશ્રમમાં ઋષિઓની ડ જામી ગઈ હતી. ધર્મના અવતાર મનાતા યુધિષ્ઠિરને તથા તેના પ્રસિદ્ધ-પરાક્રમ ચાર ભાઈઓને જેવા સૌ ઉત્સુક હતા.
એમની વિન'તીથી સંજય એક એક કરીને સૌના પરિચય કરાવે છે, તેમાં અર્જુન માટે શ્યામા યુવા એવા શબ્દો વાપરે છે તે ખૂબ વિચારપ્રેરક છે. આજથી સાળેક વરસ પહેલાં પણ આ જ શબ્દો અર્જુન માટે વપરાયેલા છે—વિરાટનગરના અજ્ઞાતવાસની પૂર્ણાહુતિપ્રસંગે !
દ્રૌપદીને પરિચય આપતાં એવી જ રીતે, મળું ય: વિચિદ્ધિ æાન્તી એવા શબ્દ વપરાયા છે. (પાંડવાની ઉંમરની અટકળ કરવામાં આ વિધાના ઠીક ઠીક ઉપયાગી થઈ પડે એવાં છે.)
૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૬૨
દ્રૌપદી પછી સ*જય સુભદ્રાના પરિચય કરાવે છે; તે પછી ઉલૂપી અને ચિત્રાંગદાના, તે પછી શિશુપાલની બહેન, જે ભીમને પરણી હતી, તેને; તે પછી જરાસંધની પુત્રી, જે માદ્રીપુત્ર સહદેવને પરણી હતી તેના; તે પછી નકુલની પત્નીના; પછી ઉત્તરાના; અને છેલ્લે ધૃતરાષ્ટ્રની વિધવા પુત્રવધૂઓને.
પરિચયવિધિ પૂરા થતાં કુટુંબમેળાનુ` વહાલસેાયું વાતાવરણ શતયૂપના આશ્રમમાં સરજાઈ રહ્યું; અને ધૃતરાષ્ટ્ર-ગાંધારી-કુન્તી આદિ સૌને થોડાક વખત તે એમ જ લાગ્યું તે પોતે કુરુક્ષેત્રમાં નહિ, પણ હસ્તિનાપુરમાં જ છે!
૨૯૪. વિદુર !
કુરુક્ષેત્રના શતયૂપ–આશ્રમમાં કુટુંબમેળાનું વાતાવરણ સરજાયાનું વર્ણન વાંચતાં વાચકાએ એટલી માનિસક નોંધ જરૂર કરી હશે કે એમાં વિદુરના કષાંય ઉલ્લેખ નથી! યુવિષ્ઠિરને પણ એ જ પ્રશ્ન થાય છે. વિદુરની અને તેની વચ્ચેની પારસ્પરિક પ્રીતિ પણ જાણીતી છે, એટલે વિદુરને ન જોતાં, તેના મનમાં કંઈ કંઈ પ્રશ્નો સળવળી ઊઠયા હશે એ સહેજે સમજી શકાય છે.
""
નાના કાકા કેમ દેખાતા નથી ? અરસપરસ કુશળ પુછાયા પછી યુધિષ્ઠિર ધૃતરાષ્ટ્રને પૂછે છે.
<6
વિદુરે તેા તીક્ષ્ણ તપશ્ચર્યા આદરી છે, બેટા ! એ સાચા અર્થમાં અ-નિત બન્યા છે, કચાંય ઠરીઠામ થઈને બેસતા નથી. વનના નિર્જન પ્રદેશામાં સતત ઘૂમ્યા જ કરે છે. વસ્ત્રોનાયે પરિગ્રહ હવે એણે રાખ્યા નથી; અને આહારનું પણ એવું જ ! ”
r
એટલામાં તે યુધિષ્ઠિરની નજર દૂર દૂર વનનાં વૃક્ષ વચ્ચે સંક્રમણ કરતા અવધૂત જેવા વિદુર પર પડી...
અને તે ક્ષણે જ તે એમની તરફ દાડયો.
ઘેાડીક વારમાં તેા તે કાકાની લગાલગ થઈ ગયા અને તેમનાં ચરણા તેણે પકડી લીધાં. કાકાએ પેાતાને એળખ્યા નથી એમ લાગતાં તેણે પોતાના પરિચય આપવા માંડયો, પણ વિદુરે તે પાતે જે ધૂનમાં હતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૬૩
તે જ ધૂનમાં ચાલ્યા જ કર્યું`". ચાલતાં ચાલતાં વનના એક અત્યંત નિન પ્રદેશમાં તે આવ્યા : વિદુર આગળ અને યુધિષ્ઠિર પાછળ. એક વૃક્ષના આશ્રય લઈને, થડને અઢેલીને વિદુર ત્યાં ઊભા રહ્યા. પછી યુધિષ્ઠિર સામે તેણે મીટ માંડી,—જાણે કેમ પોતાના આતમપખીને એ પાતાની આંખની અટારીએથી ઉડાડીને, યુધિષ્ઠિરની આંખેા વાટે યુધિષ્ઠિરના શરીરમાં પ્રવેશ કરાવવા ન માગતા હાય !
થોડીક ક્ષણા બાદ યુધિષ્ઠિરે જોયું. તે વિદુરનુ શરીર સાવ અચેતન હતું. ઝાડના થડને અઢેલીને જાણે કાઈ ખીજું થડ ન ઊભું ાય એવા દેખાવ હતા.
યુધિષ્ઠિર તે દિગ્મૂઢ જેવા થઈને આ બધું જોઈ રહ્યા. પોતાની આંખે સામે બની ગયેલી આ ઘટનાનું રહસ્ય તેનાથી સમજાતું ન હતું. કાકાને શું થયુ ? એકાએક એમનું હૃદય બંધ થઈ ગયુ` કે શું? એકાએક તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું કે શું? જેમને મળવા માટે આટલા જોજનની મુસાફરી કરી, તેમની સાથે એક શબ્દની પણુ આપલે ન થઈ ! યુધિષ્ઠિરનું મન વિષાદગ્રસ્ત બનતું જતું હતું ત્યાં એકાએક પેાતાના અંતરની ગુહામાંથી આવતા હાય એવા એક અવાજ તેને કાને પડચો ઃ
""
* વિદુરના દેહાન્તના શેક કરવા ઉચિત નથી. અવધૂતા અને યતિની જે ગતિ થાય છે, તે ગતિ એમની થઈ છે. એ શેાકના વિષય નથી, આનના વિષય છે.
""
ભારે હૈયે યુધિષ્ઠિર શતઃપુના આશ્રમમાં પાછે .. વિદુરના સમાચાર તેણે ધૃતરાષ્ટ્રને આપ્યા. વિદુરની આવી લેાકેાત્તર ગતિનુ ં વૃત્તાન્ત યુધિષ્ઠિરને માંએ સાંભળીને સૌ વિસ્મિત થયા.
એટલામાં તા મહર્ષિ વ્યાસ શયૂપના આશ્રમમાં આવ્યા. વિદુર વિષે ખુલાસા કરતાં તેમણે કહ્યું : “ એ તે સાક્ષાત્ ધર્મના અવતાર હતા. ( માંડવ્ય મુનિના શાપથી ધર્મ પૃથ્વી પર વિદુર તરીકે અવતાર લીધા હતા એવી પૌરાણિક કથા છે.) દેવામાં બૃહસ્પતિ અને અસુરામાં શુક્ર વધુમાં વધુ બુદ્ધિવાન ગણાય છે; પણ વિદુર તેા એ બે કરતાં પણ આગળ હતા. પેાતાનું જીવનકાર્ય પૂરું થતાં એમણે, આપણે જેમ જૂનાં વસ્ત્રો ઉતારી નાખીએ છીએ તેમ, પેાતાના જરા-છ દેહ ઉતારી નાખ્યા.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૬૪
- “પણ છેલ્લી ક્ષણએ એ યુધિષ્ઠિરની આંખોમાં પોતાની આંખો પરેવીને ગયા એનું રહસ્ય?”
એનું રહસ્ય સ્પષ્ટ છે.” વ્યાસજીએ કહ્યું, “વિદુર ધર્મને અવતાર છે. આ યુધિષ્ઠિર પણ ધર્મને અવતાર છે. સાક્ષાત ધર્મને જ એ પુત્ર છે. વિદુર પોતાના આત્માને આ યુધિષ્ઠિરના આત્મા સાથે તદ્દરૂપ કરી ગયા. વિદુરનું શરીર એ વિદુર નહેતું. વિદુરના અમર આત્માએ હવે આ યુધિષ્ઠિરના દેહમાં નિવાસ કર્યો છે.”
આ બધું આપે શી રીતે જાણ્યું ?” ધૃતરાષ્ટ્ર પોતાના જનકપિતા વ્યાસજીને પૂછ્યું.
તપના પ્રભાવથી.” વ્યાસજીએ ખુલાસો કર્યો, “અને એ જ તપના પ્રભાવે કરીને હું આગાહી કરું છું, ધૃતરાષ્ટ્ર, કે જેમ વિદુરની જીવનલીલા આજે પૂરી થઈ તેમ તારી જીવનલીલા પણ હવે થોડા જ વખતમાં પૂરી થશે. ચેડા જ વખતમાં તું હવે આ ક્ષણભંગુર દેહનો ત્યાગ કરીને શ્રેય પળે પ્રયાણ કરીશ.”
પછી તપને પ્રભાવ કેટલો મોટો છે તે બતાવવા માટે વ્યાસજી ધૃતરાષ્ટ્રને એક વરદાન માગવાનું કહે છે અને ધૃતરાષ્ટ્ર કુરુક્ષેત્રમાં યુદ્ધ દરમિયાન મૃત્યુ પામેલ પોતાના પુત્રો અને સ્વજનેને એકવાર ફરીથી જોવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે. કુન્તી અને ગાંધારીની પણ આ જ ઈછા છે...
અને કથા કહે છે કે વ્યાસજીએ તેમને સૌને ગંગાતટ પર લઈ જઈને ગંગાના પ્રવાહમાંથી કોઈ જંગમ ચિત્રપટની પેઠે પ્રગટ થતા અને પૂર્વવત ચેષ્ટાઓ કરતા દુર્યોધનાદિનું દર્શન કરાવ્યું ! (એક રીતે જોઈએ તે વ્યાસજીએ આલેખેલી આ મહાભારતની કથા પણ એક જંગમ ચિત્રપટ જ છે ને !)
વાચકે જાણે જ છે કે આ મહાભારત-કથા આપણને વૈશંપાયન તથા જનમેજય વચ્ચેના એક સુદીર્ધ સંવાદરૂપે સાંપડેલી છે. વૈશંપાયનને મોંએથી વ્યાસજીએ ધૃતરાષ્ટ્રાદિને એના મરી ગયેલા પુત્રો તથા સ્વજનનું દર્શન કરાવ્યાની વાત સાંભળતાંવેંત જનમેજયના મોંમાં પાણી છૂટે છે ! ધૃતરાષ્ટ્રને મૃત સ્વજનેનાં દર્શન થયાં, વ્યાસજીના તપોબળને પ્રતાપે, તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫
મને કેમ ન થાય ! અને વૈશંપાયનને તે વિનતિ કરે છે; અને સૂત પૌરાણિક કહે છે (શૌનકના દ્વાદશવાર્ષિક સત્રમાં !) હે ઋષિઓ, વ્યાસજીએ વૈશપાયનની વિનતિથી તેનું એ કુતૂહલ પણ તૃપ્ત કર્યું અને સંપદંશને પરિણામે મૃત્યુ પામેલા તેના પિતા પરીક્ષિતનું તેને દર્શન કરાવ્યું !
અને છતાં જનમેજયે ધૃતરાષ્ટ્ર પિતાના મૃત પુત્રોને જોયા એ સાંભળ્યા પછી વ્યક્ત કરેલી શંકા તે ઊભી જ રહે છેઃ
कथं हि त्यक्तदेहानाम् पुनस्तद्रूपदर्शनम्
મહાભારતે આ ચમત્કારિક ઘટનાને ખુલાસો આપતાં “શરીરની કમ-આધીનતા અને કર્મોની અવિનાશિતા”ની મીમાંસા વિસ્તારીને રજૂ કરી છે. પણ તે વાંચ્યા પછી પણ પ્રશ્ન તે રહે જ છેઃ
મરી ગયેલાં ફરી પાછાં એ જ રૂપે દર્શન દે, એ શક્ય ખરું? પણ આપણે હવે પાછા આપણી કથાના તંતુ પર આવીએ.
૨૫. વિલક્ષણ લાક્ષાગૃહ !
એકાદ માસ શતચૂપના આશ્રમમાં ધૃતરાષ્ટ્ર, કુન્તી અને ગાંધારી આદિ સાથે ગાળ્યા પછી યુધિષ્ઠિર અને તેનો પરિવાર વ્યાસના સૂચનથી પાછા હસ્તિનાપુર આવે છે અને વળી પાછાં બે વરસ બીજાં વીતી જાય છે. એટલે કે કુરુક્ષેત્રના યુદ્ધ પછી અઢારમા વરસની આ વાત છે.
એકવાર દેવર્ષિ નારદ હસ્તિનાપુર આવ્યા.
મારા વડીલ ધૃતરાષ્ટ્ર તથા દેવી ગાંધારી તથા મારાં માતુશ્રી કુન્તીના શા સમાચાર છે, ભગવાન ?” તેમને આતિથ્ય-સત્કાર આપીને યુધિષ્ઠિરે મહિનાઓથી પોતાના હૃદયમાં ઘોળાઈ રહેલ પ્રશ્ન તેમની પાસે રજૂ કર્યો.
“એમના સમાચાર આપવા માટે જ હું આવ્યો છું,”નારદે જવાબ આ, “મને મજબૂત રાખીને સાંભળજે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૬૬
નારદની આ પ્રસ્તાવના પરથી જ યુધિષ્ઠિર સમજી ગયો કે કઈક અમોંગલ થયું હશે; અને થયું હતું પણ તેવું.
શતરૂપના આશ્રમમાં વ્યાસજીએ આગાહી કરી હતી તેવી રીતે ધૃતરાષ્ટ્ર હવે ધીરે ધીરે દેહાધ્યાસ છેાડતા જતા-વધુ ને વધુ પ્રમાણમાં વિરક્ત થતા જતા હતા.
કુરુક્ષેત્ર છેાડીને તે ગંગાદ્વાર આવ્યા હતા. પણ હકીકતમાં તેની સ્થિતિ હવે કાઈ જંગમ અવધૂત જેવી હતી. ગાંધારી અને કુન્તી અને સંજય તેની પાછળ પાછળ તેની શકચ તેટલી સેવા અર્થે ભટકતાં રહેતાં. પણ તે કયાંય સ્થિર ઠરીઠામ થઈને રહેતા નહિ.
હવે એક વખતે એ ગંગામાં સ્નાન કરીને વનને રસ્તે થઈને પેાતાના આશ્રમ ભણી જઈ રહ્યો હતેા, ત્યાં વનમાં દાવાનળ લાગ્યા. એ વખતે પવન જોરથી ફૂંકાતા હતા, એટલે અગ્નિની આંચ એક વૃક્ષથી ખીજે, અને ખીજેથી ત્રીજે, એમ ઝપાટાભેર આગળ ધસતી ધસતી ધૃતરાષ્ટ્ર અને તેની સાથેના માણસે ભણી આવી રહી હતી.
હવે છેલ્લા છ માસા દરમિયાનના ઉપવાસોની અતિશયતાને કારણે હાડચામના માળખા જેવું બની ગયેલ એ દૃનું કલેવર અત્યંત જીણું બની ગયુ` હતુ`. ગાંધારી પણ કેટલાય દિવસથી કેવળ જળપાન કરીને રહેતી હતી અને કુન્તી પણ એક મહિનાથી સતત ઉપવાસ કરતી હતી. સંજય પણ દર છઠ્ઠું દિવસે અનાજ લેતા હતા. ટૂંકામાં આખા પરિવાર કાળની એક હળવી સરખી ફૂંક લાગતાં મૃત્યુની ખીણમાં ગબડી પડે એવી સ્થિતિમાં આવી ગયા હતા, એવે ટાણે બરાબર આ દાવાનળ પ્રગટ થયે.
હવે ધૃતરાષ્ટ્રે આ દાવાનળને પોતા ભણી આવતા અનુભવ્યો કે તરત જ એણે સંજયને કહ્યું : “તું કેાઈ સલામત સ્થળે નીકળી જા, સંજયુ.”
સ ંજયે ધૃતરાષ્ટ્રને સમજાવવાના ઘણા પ્રયત્ન કર્યાં. પણ ધૃતરાષ્ટ્ર એકનો બે ન થયા. પાતાને અગ્નિસાત્ કરવાને અને સંજયને ત્યાંથી દૂર કરવાને તેના નિશ્ચય અડગ જ રહ્યો.
આખરે અગ્નિ અત્યંત નિકટ આવી પહેાંચ્યા અને સંજય ધૃતરાષ્ટ્રના વચનને માથે ચઢાવી, તેની પ્રદક્ષિા કરીને દૂર ચાલ્યે! ગયા અને ધૃતરાષ્ટ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૬૭ નિચ્છ જિયાનું માનીત પમ – સમીપ આવી પહોંચી દાવાનળને શરણે થયો, અને તેની સાથે તેની પતિવ્રતા પત્ની ગાંધારી તેમ જ પાંડવોની માતા કુન્તી પણ પંચત્વને પામી.
દાવાનળમાંથી બચી ગયેલ સંજય આ પછી નારદજી તથા અન્ય ઋષિઓને મળીને હિમાલય તરફ નીકળી ગયું હતું, અને દાવાનળ શાન્ત પડ્યા પછી ધૃતરાષ્ટ્ર તેમ જ ગાંધારી અને કુન્તીનાં બળી ગયેલાં કલેવરો નારદજીએ જાતે જ પોતાની આંખોએ જોયાં હતાં.
“પિતાની મેળે સામે ચાલીને મૃત્યુને ભેટનારને શોક ન હોય; યુધિષ્ઠિર,” પોતે આપેલ સમાચારથી શેકવ્યાકુળ બનેલ પાંડવોને ઉદ્દેશીને નારદે કહ્યું.
પણ એવાં બોધવચનોથી–નારદજી જેવાનાં બોધવચનોથી પણ એ શેક શમી જતું હોય તે પછી જોઈએ જ શું ?
કથા કહે છે કે ધૃતરાષ્ટ્ર-ગાંધારીના અને માતા કુન્તીના આવા નિધનના સમાચાર સાંભળતાંવેંત કર્થે દુ: પ્રોઃ યુધિષ્ઠિઃ પાંચે ભાઈએ તેમ જ અંતઃપુરને નારીસમાજ સૌ આર્ત સ્વરે આન્દ કરવા લાગ્યો.
અને નારદે, અને ડાક વખત પછી સ્વસ્થ બની યુધિષ્ઠિરે તેમને માંડ માંડ શાન્ત કર્યા.
યુદ્ધ પછી આમ અઢાર વર્ષે, સ્વેચ્છાપૂર્વક સ્વીકારેલ વનવાસના ત્રીજા વર્ષે આમ અગ્નિસાત થયેલ ધૃતરાષ્ટ્રને જીવનની છેલ્લી ક્ષણે કણ જાણે શા શા યે વિચારો આવ્યા હશે. તેના મનની સંકુલ સૃષ્ટિ જોતાં અનેક પરસ્પરવિરોધી વિચારોએ તેને ઘેરી લીધા હશે. અને તેમાં એક વિચાર કદાચ એ પણ હશે કે અહે મૃત્યુની ન્યાયપ્રિયતા! બીજાઓ માટે લાક્ષાગૃહ સરજનારાઓને જીવનને અંતે એ લાક્ષાગૃહમાં જ સળગાવે છે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #176
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #177
--------------------------------------------------------------------------
________________
મૌસલ પર્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #178
--------------------------------------------------------------------------
________________
रथस्य पुरतो याति यः स चक्रगदाधरः ॥ तव स्नेहात् पुराणर्षिर्वासुदेवश्चतुर्भुजः । कृत्वा भारावतरणं पृथिव्याः पृथुलोचनः । मोक्षयित्वा तनुं प्राप्तः कृष्णः स्वस्थानमुत्तमम् ।
ચક્ર અને ગદાને ધારણ કરનાર જે પુરાણુ ઋષિ ચતુર્ભુજ વાસુદેવ તારા પ્રત્યેના પ્રેમથી પ્રેરાઈને તારા રથની આગળ ચાલતા હતા (એટલે કે તને માર્ગદર્શન આપતા હતા), તે હવે પૃથ્વીના ભારને ઉતારવાનું પોતાનું જીવનકાર્ય સમાપ્ત થતાં, શરીરનો ત્યાગ કરીને સ્વસ્થાનમાં ચાલ્યા ગયા છે.
एवं बुद्धिश्च तेजश्च प्रतिपत्तिश्च भारत ॥ भवन्ति भवकालेषु विपद्यन्ते विपर्यये । कालमूलमिदं सर्व जगद्वीजं धनंजय ॥
બુદ્ધિ, તેજ અને જ્ઞાન-ઉદયકાળે એ ત્રણેય આપોઆપ જાણે વિકાસ પામે છે; વિનાશકાળે એ એવી જ રીતે નાશ પામે છે.
કાળ એ જ બધાનું મૂળ છે, કાળ એ જ આ જગતનું બીજ છે, ધનંજય!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #179
--------------------------------------------------------------------------
________________
૨૬. વિનાશ
મહાભારતના યુદ્ધને છત્રીસ વરસ વીતી ચૂક્યાં હતાં. દ્વારારકાના વિનાશની ઘડી આવી ચૂકી હતી.
જગતમાં કશું જ અકારણ કે અકસ્માત બનતું નથી. સારું-માઠું બધુંય, બધાને કૃતમ્ ભોગવવાનું છે, સ્વતમ્ ! મ–ત કેઈને ભેગવવું પડતું નથી.
કૃષ્ણની છત્રછાયા અને દૂરને સાગરકાંઠો-બેવડી સલામતીની શીળી છાયામાં જન્મેલી ને ઊછરેલી, પ્રગટેલી ને પાંગરેલી સંપત્તિએ યાદોમાં વિપરીત પરિણામે આપ્યાં હતાં. આજની ભાષામાં કહીએ તે દ્વારકાનું રાજ્ય એક “સમૃદ્ધ સમાજ” afflunt society જેવું હતું અને સંપન્ન, અતિસંપન્ન સમાજનાં બધાં જ દુર્ગણે અને દૂષણે તેનામાં ધીમે ધીમે ઘર કરી ગયાં હતાં. દારૂની-દૂધ-ઘીની સાથે દારૂની પણ!–નદીઓ ઠારકામાં વહેતી, અને દારૂની પ્યાલીઓમાંથી પ્રગટતાં બધાં પાપ દ્વારકાવાસીએના ચારિત્ર્યને શિથિલ કરી રહ્યાં હતાં. લૈંગિક વિકૃતિઓ પણ સારા પ્રમાણમાં ફૂલીફાલી હતી.
યુવકે ઉછુખ બન્યા હતા.
મથુરા અને વ્રજમંડળમાંથી છસો દાયકાઓ પહેલાં આવેલ pioneersઅગ્રણીઓની પેઢી હવે લગભગ નહિવત થઈ ચૂકી હતી. વ્યાસજીએ દુર્યોધનની વિકૃતિની પાછળ એક ખાસ વાત જણાવી છે–વાચકેને યાદ હશે. દુર્યોધનના પતનના મૂળમાં એ હતું કે એ અત્યન્ત-સુત-વૃદ્ધ હતે. યાદોની નવીનતમ પેઢી પણ અત્યન્ત-સુત-સંવૃદ્ધ હતી. વૌવન, મુત્વ અને ધનસંપત્તિ એ ત્રિદેષજનિત સન્નિપાત તેમને ઊપડ્યો હતો.
નહિતર આખા ભારતવર્ષે જેમને હવે “ગેશ્વર' તરીકે સન્માનવાની શરૂઆત કરી હતી, તે શ્રીકૃષ્ણના દર્શન અર્થે આવનાર વિશ્વામિત્ર, કણ્વ અને નારદ જેવા ઋષિઓની આવી જુગુપ્સિત અને કુત્સિત મશ્કરી કરવાનું દ્વારકાના તરુણોને સૂઝે જ શી રીતે ? (આશુ-રેષ દુર્વાસા હેત, તેય હજુ બીજી વાત હતી પણ આ તે વિશ્વામિત્ર, નારદ અને કર્વ જેવા ધીરગંભીર મુનિઓ! એમને શાપ આપવાની હદે ઉશ્કેરે તે દશ્ય કેટલું ધૃણાજનક હોવું જોઈએ !)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૭૨
અને એથીયે વધુ દુઃખદ તા એ ઘટના હતી કે એવા ઊખડેલ જુવાનિયાઓનું નેતૃત્વ ખુદ કૃષ્ણના પુત્ર સામ્બે લીધું હતું. એ સામ્ભને યુવતીના વેશ પહેરાવીને એ ગર્ભિણી છે, એવા દેખાવ કરવા માટે એના પેટે કદાચ સાંબેલું બાંધીને, નવયુવાની ટાળી દ્વારકામાં પ્રવેશ કરી રહેલ પેલા ત્રણ ઋષિઓને આંતરે છે.
((
· આપને કંઈક પૂછ્યું છે, મહિ!” નમ્રતાના અભિનય કરીને નવયુવકેાના અગ્રણીએ પૂછ્યું.
પૂર્ણ ! ’
""
k
rr
આપ તે! સર્વજ્ઞ છે, મહાનુભાવે !'' અત્યંત ગંભીર મુખમુદ્રાએએ જુવાનિયાઓએ મશ્કરી આગળ ચલાવી, “ અમારી સાથેની આ યુવતી, બભ્રુની આ પત્ની, આપ જોઈ રહ્યા છે તેમ ગર્ભિણી છે. એને શુ'' આવશે ? પુત્ર કે પુત્રી ?”
ઋષિએની વેધક દૃષ્ટિ યુવકાના પતનની પરાકાષ્ઠાને પામી ગઈ હતી. જે પ્રજાના નવયુવકે આટલા ઊતરેલ છે, ઊખડેલ છે, તે પ્રજાનું ભવિષ્ય શું? નવયુવકેાની આવી અધોગતિને માટે જવાબદારી કૈાની ? શ્રીકૃષ્ણ જેવા યોગેશ્વરની સલાહને અવગણીને દિરા અને માનિનીને ચાળે ચઢેલ સંપન્ન સમાજનીસ્તા !
<<
આ યુવતીને શું આવશે, એમ પૂછેા છે ને ? ” ખેદ અને વિષાદથી ઋષિઓએ પડધા પાડયો.
“ એ જ, મહાનુભાવા, એ જ !”
“ તા સાંભળે ! ’” તાકાને ચઢેલ મહાસાગરનાં મેાાં ધૂઘવતાં હાય એવા અવાજે મુનિવરેાએ કહ્યું: આ યુવતીને આવશે. વિનાશ ! તમારા વિનાશ! સમગ્ર યાદવકુળના વિનાશ ! ’
66
યુવાને ચેાંકી ઊઠવ્યા. ચિંતા વજ્રપાતથી તેઓ તપાવેલ લાખંડ પર પડેલ પાણીનાં ટીપાંની પેઠે તેએ અદૃશ્ય થઈ ગયા, પણ મુનિઓના શાપ તેમનાં પર ઘણુની પેઠે હજુ સ્રી કાયા કરતા હતા સમગ્ર યાદવકુળના વિનાશ ! ”
વિનાશ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સ્તબ્ધ થઈ ગયા. એક પલકમાં જ ગભરાયેલાં હૃદયા તમારા વિનાશ !
www.umaragyanbhandar.com
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૭૩
वासुदेवस्य दायादः साम्बोऽयं जनयिष्यति । वृष्णी-अन्धक-विनाशाय मुसलं घोरमायसम् ॥ येन यूयम् सुदुर्वृत्ता नृशंसा जातमन्यवः । उच्छेत्तारः कुलं कृत्स्नं कृते रामजनार्दनौ ॥ समुद्रं यास्यति श्रीमान् त्यक्त्वा देहं हलायुधः। जरा कृष्ण महात्मानं शयानं मुवि भेत्स्यति ||
“વાસુદેવને આ પુત્ર વૃષ્ણ તેમ જ અન્ધક કુલના વિનાશને માટે એક ભયાનક લોખંડનું સાંબેલું પ્રસવશે, જે સાંબેલા વડે તમે દુરાચારીઓ, અધમ, એકમેક પર ગુસ્સે થઈને એકમેકને સંહાર કરશે. એ મહાસંહારમાંથી બલદેવ અને કૃષ્ણ એ બે જ ઊગરશે. (પણ પછી) હલાયુધ બલદેવ શરીરને ત્યાગ કરીને સમુદ્રમાં સમાધિ લેશે અને ભૂમિ પર યોગસ્થ થઈને સૂતેલા મહાત્મા શ્રીકૃષ્ણને જરા (નામને પારધી) વીંધી નાખશે.”
૨૭. બે આદેશે!
આ દારુણ શાપના સમાચાર કૃષ્ણને મળ્યા (ઋષિઓએ જાતે જ તેમને આપ્યા હશે, દર્શન કરવા ગયા હશે ત્યારે) ત્યારે તેમણે મયિતવ્યમ્ તત તથા – “એમ જ થવું જોઈએ” એટલો જ ઉદ્ગાર કાઢો. કેઈ પણ જાતનું આશ્ચર્ય વ્યક્ત ન કર્યું. જાણે કેઈ સ્વાભાવિક વાત સાંભળતા હોય એવું વર્તન કર્યું. કાર્ય-કારણની સાંકળને કેાઈ તેડી શકતું નથી, એ યોગીને થયું. યાદવોએ છેલ્લા અનેક દાયકાઓથી આચરેલ ઉછંખલતા અંતે તેમને ખાઈ જ જવાની ! કંસના જમાનામાં, મથુરામાં વવાયેલાં વિષબીજો, દ્વારકામાં અંકુરવાના, ફૂલવાફાલવાનાં ! (ગોકુલે–વૃન્દાવનમાં વવાયેલાં સનાં બીજેનું શું થયું ?)
યાદવેએ શાપની વાત સાંભળી ત્યારે તેઓ ચોંકી ઊઠયા. આવી રહેલ વિનાશને અટકાવવાને પ્રયત્ન તે તેમણે ખૂબ કર્યો, પણ હવે ખૂબ મોડું થઈ ગયું હતું. વળી પ્રયત્નની પાછળ કઈ સાચી સમજ પણ નહોતી ! હતે. કેવળ ગભરાટ અને ભય! “શેરીઓમાં અને ઘરોમાં ઊંદર એટલા બધા વધી ગયા હતા, કે રાતને વખતે સૂતેલાં માણસેના કેશ અને નખ સુદ્ધાં તેઓ કેરી ખાતા!” અને...
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૭૪
અને પ્રકૃતિની પ્રકૃતિ જ જાણે સંચાડી બદલાઈ ગઈ હતી...
અને વૃષ્ણીઓએ નિર્લજ્જ થઈને પાપકર્મી કરવા માંડત્યાં. બ્રાહ્મણા, પિતૃ, દેવા, એટલે કે શાસ્ત્ર, પરંપરા કે ધર્માં – કશાની આમન્યા રહી નહિ. વડીલાની ઉપેક્ષાતા કચારનીયે થવા માંડી હતી! પતિએ અને પત્નીએ પરસ્પરને છેતરતાં હતાં. રસેાઈમાં હજારા કીડાએ દેખાવા લાગ્યા, ભયભીત યાદવાને !
અને કૃષ્ણને ગાંધારીએ આપેલ શાપ યાદ આવ્યા. સે। પુત્રોના નાશના શાક વ્યાકુળ બનેલી તે નારીએ કળકળતે કાળજે જે શબ્દા ઉચ્ચાર્યા હતા; તે આજે જાણે સાચા પડી રહ્યા હતા એમ તેમને લાગ્યું...
એક સાથે એ આદેશા દ્વારકાના રાજત ત્રે આ વખતે બહાર પાડયા— ફાટેલા આભને સાંધવા અર્થે ! એક, કાઈએ દારૂ ન ગાળવા; ન પીવેા; ગાળે કે પીએ તેને શૂળીની સજા ! ખીજું, અત્યાર લગીમાં કરેલ પાપના પ્રક્ષાલન–પશ્ચાત્તાપ અર્થે સૌએ સામુદાયિક યાત્રા કરવી—પ્રભાસતીર્થ સમુદ્રતટ પર જઈને સ્નાન કરવું,
પેલા મુસલના તેા (જે દ્વારા યાદવકુળના વિનાશની આગાહી ઋષિઓએ ભાખી હતી) રાજા આહુકના આદેશથી બારીક ભુક્કો કરી નાખવામાં આવ્યેા હતા, અને એ ભુક્કાને પણ સમુદ્રમાં ફેંકી દેવામાં આવ્યા હતા. નાસ્તિ મૂરું હુતઃ રાાલા—તેમની ગણતરી હતી. મુસલ તેમના નાશ કરશે એવા શાપ હતા ને? પણ મુસલનું જ કાસળ કાઢી નાખીએ તે ? કેમ જાણે શરીરના અણુએ અણુમાં પ્રસરેલ રાગને એમ ને એમ રહેવા દઈને, ફક્ત એનાં બાહ્ય ચિહ્નોને જ દાખી દીધાથી ખાવાયલું સ્વાસ્થ્ય પાછું ન આવી જવાનું હાય !
૨૯૮. તીર્થક્ષેત્રે તં પાપમ્
દ્વારકાવાસીએ બધા પોતપોતાના પરિવારેાને લઈને પ્રભાસના સાગરતટે ગયા. કૃષ્ણે તેા તીર્થયાત્રાની ભાવનાથી જવાનું કહ્યું હતું, પણ યાદવેા તા મેાજ કરવાની ભાવનાથી નીકળ્યા હતા ! • તીર્થ 'ને પણ ‘અ—તીર્થ' બનાવવાની કળા હવે તેમને આવડી ગઈ હતી. ‘ ભેાજ્ય’, ‘ભક્ષ્ય’ અને ‘પેય’–ખાનપાન અને નાચગાનનાં બધાં જ સાધના તેમણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૭૫
પુષ્કળ પ્રમાણમાં સાથે લીધાં હતાં. શહેરમાંથી સાગરકાંઠે આવ્યા પછી તા ઊલટાના તેમના ઉન્માદ વધ્યા. બ્રાહ્મણેાને માટે રાંધેલ અન્ન તેમણે સુરાની સાથે મિલાવીને વાનરેશને આપવા માંડયુ...! (વાંદરાને દારૂ પાવાની કહેવત આવા જ કાઈ પ્રસંગ પરથી ચાલુ થઈ હશે !) પછી સુરાપાનથી ઉન્મત્ત થઈને સૌએ ત્યાં આગળ સૂર્ય-રાતાજીને નટ—નર્ત—સંમ્ મહાપાનમ્ શરૂ કર્યું. સંગીત સાથે નટા અને ન કાએ એક જગ્યાએ જલસે જ જમાવી દીધા ( Carnival), આજના શબ્દો વાપરીએ તે પવિત્ર Pilrgimageને તેમણે એક wild Carnivalમાં પલટી નાખી. ‘યાત્રાળુ’ અને ‘ટૂરિસ્ટ' વચ્ચેની ભેદરેખા આદિકાળથી જ પાતળી હશે, કદાચ ! અને તેની સામે ચેતવણી ઉચ્ચારવા માટે જ તીર્થસ્થઢે તં પાપં વગ્રહેવું મવિષ્યતિ । જેવા શબ્દો લખાયા હશે. જે હેા તે; પણ એક કૃષ્ણ સિવાય સૌએ તે દિવસે દારૂ ઢીંચ્યા અને સૌ નાચગાનમાં ગુલતાન થયાઃ બલરામ, બ, સાત્યકિ, કૃતવર્મા સૌ...
યાદવાને ખાનપાનના ભાગાત્મક સરંજામ સાથે ( તીર્થયાત્રાના ઉદ્દેશથી નહિ !) પ્રભાસમાં ભેગા થયેલા જોઈને યોવિદ્ અને અર્થવિરત ઉદ્દવ તેમની રજા લઈને ત્યાંથી ચાલ્યા ગયા. જતા પહેલાં કૃષ્ણને એક છેલ્લી વાર મળી લેવા તે આવ્યે કૃષ્ણે એના મનાભાવને બરાબર જાણતા હતા; પણ વૃષ્ણીઓના આત્મનેાતă વિનાશ હવે હાથવેંતમાં જ છે, એમ સમજીને તેમણે એને રાકવાના પ્રયત્ન સરખા પણુ ન કર્યાં; અને યાદવાએ એ તેજસ્વી પુરુષને પાતા વચ્ચેથી નીકળીને દૂર દૂર જતા જોયા !
:
અને પછી તરત જ પારસ્પરિક સંહારની શરૂઆત થઈ, પણ તે કેવી રીતે ?
એનાં ખીજો પણ મહાભારતના યુદ્ધમાં જ હતાં, જાણે! જેમ મહાભારત–યુદ્ધનાં ખીજો હસ્તિનપુરની ઘનસભામાં હતાં... જેમ વ્રતસભાનાં ખીજો રાજસૂયમાં હતાં.
જેમ રાજયનાં ખીજો લાક્ષાગૃહમાં હતાં....
જેમ લાક્ષાગૃહનાં બીજો ધૃતરાષ્ટ્રની અંધતામાં હતાં...
અનાદિ-અનત લાગે છે, કાર્યકારણની આ સદસત્—શૃંખલા !
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
*
www.umaragyanbhandar.com
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૭૬
અહીં શરૂઆત સાત્યકિએ કરી.. કૃષ્ણના વહાલા સાત્યકિએ... કૃતવર્માને તેણે મહેણું માર્યું.
છત્રીસ વરસથી જે વાત તેને હૃદયમાં ઘોળાઈ રહી હતી, તે તેણે આજે આ પાનભૂમિ પર દારૂના ઘેનમાં એકી કાઢી :
“સુતેલા પર કયે સાચે ક્ષત્રિય ઘા કરે ?” પ્રદ્યુમ્ન સાત્યકિને કે આ
“તે રાતે અશ્વત્થામા અને કૃપાચાર્ય સાથે મળીને સૂતેલી પાંડવછાવણી પર તમે ઓચિંતું આક્રમણ કર્યું તે તમારું કૃત્ય ક્ષત્રિયોને શોભે એવું તે નહોતું જ !”
નહતું ?કૃતવર્માએ ગુસ્સાથી પડઘો પાડ્યો, “પણ તે પછી જેના હાથ કપાઈ ગયા હતા, અને જે રણભૂમિ પર છેલ્લી ઈશ્વરપાસનામાં બેઠો હતો, તે ભૂરિશ્રવાનું માથું કાપવું એ તે ક્ષત્રિચિત જ હશે, ખરું ને ?”
શરૂ થઈ રહેલ આ આન્તરવિગ્રહને દબાવવાના એક છેલ્લા પ્રયત્ન લેખે કૃષ્ણ સૌની સામે ક્રોધપૂર્વક જેવું.
પણ વાત હવે ઈનાયે હાથમાં રહે એમ નહતી..
સાત્યકિએ સત્રાજિતના સ્યમંતકમણિની પાછળનો ઈતિહાસ ઉલેચવા માંડ્યો....
અને સત્યભામા રડતી રડતી અને “કેશવને કુપિત ' કરતી તેમના અંકમાં આવીને બેઠી !
પણ ત્યાં તે સાત્યકિએ વળી પાછું સુકાન બદલ્યું! છલંગ મારીને એણે ગર્જના કરીઃ “દ્રૌપદીના પાંચ પુત્રો, શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન આદિ વિરને સુપ્તાવસ્થામાં મારવાનું પાપ તે પેલા અશ્વત્થામા સાથે મળીને કર્યું . તેની આ સજા !”
એમ કહીને ક્રોધમાં ભાન ભૂલેલા સાત્યકિ કૃતવર્માનું માથું ઉડાવી દીધું!-કૃષ્ણની આંખોની સામે જ !...
અને પછી તે હિંસાને તેને જાણે કેફ જ ચઢયો! હિંસાના આવેશમાં આવી જઈને તેણે, જેને તેને, બસ, મારવા જ માંડ્યા!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #185
--------------------------------------------------------------------------
________________
19૭.
કૃષ્ણ તેને વારવા દોડ્યા.
પણ એટલામાં તે ભોજ અને અન્ધક કુલ યાદવો એને ચોમેરથી ઘેરી વળ્યા હતા.
કૃષ્ણ આ બધું જોયું...
અને ઉત્પન્ન થયેલી પરિસ્થિતિમાં આમ જ થાય, આ સિવાય બીજું કશું જ ન થાય, એમ સમજીને તેમણે ક્રોધ પણ ન કર્યો!
પણ દારૂ પીને ભાન ભૂલેલા યાદવો સાત્યકિ પ્રાણ લેવા ઉદ્દત થયા છે એ જોઈને પ્રદ્યુમ્નને ગુસ્સો ચડ્યો. તે સાત્યકિની કુમકે દોડ્યો. બંને વીરોએ ડીક વાર સુધી તે આક્રમકાને પાછા હઠાવ્યા; પણ અંતે, અનેકની સામે પિતે ફક્ત બે જ હોવાને કારણે, ઠેકઠેકાણે જખ્ખી થઈને પૃથ્વી પર પડ્યા. અને મૃત્યુ પામ્યા..
- હવે કૃષ્ણ ક્રોધે ભરાયા. (તેમના વેગેશ્વરપણા સાથે આ વાતને મેળ કેવી રીતે ખવડાવ? – સાત્યકિ ઘેરાયલે જોઈને –“પરિસ્થિતિ જોતાં આમ જ થાય!'- એવું સમાધાન લઈને નિષ્ક્રિય રહ્યા. અને હવે પુત્ર મરાતાં ક્રોધે ભરાયા !)
પછી એરકે”ની મુઠ્ઠી તેમણે ભરી. તે “એરકે” વમય મુસલમાં પલટાઈ ગયાં. "
એ મુસલ વડે કૃષ્ણ જેઓ જેઓ તેમની સામે આવ્યા તેમને સૌને સંહારી નાખ્યા.
અને પછી તે અન્ધકો, ભોજો, શેને, વૃષ્ણીઓ, (યાદવોના છપ્પન કુલ હતાં – કહેવાય છે) જુદી જુદી શાખાઓના યાદવોએ પાગલ બનીને અ ન્યને સંહાર કર્યો. હિંસા અને સુરા – બેવડા કેફમાં ચકચૂર બનેલા એ યાદવેએ એકમેકને બસ મા જ રાખ્યા! પિતાએ પુત્રોને, પુત્રોએ પિતાને -કેઈને કેાઈની આંખની શરમ ન રહી! સંહારઅગ્નિમાં સૌ પતંગિયા બનીને જાણે કૂદી રહ્યા હતા. કેઈને ત્યાંથી ભાગી જવાનું પણ મન નહોતું થતું. પ્રદ્યુમ્ન તે સાત્યકિની જોડાજોડ. જ સોડ તાણીને સૂતો હતો; પણ હવે કૃષ્ણના બીજા પુત્રો અને પૌત્રો. પણ – સાબ, ચારુષ્ણ, ગદ, અનિરુદ્ધ, આદિ સૌ-ટપટપ પડવા માંડ્યા. ૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૭૮
.
હવે ઘણાખરાને નાશ થઈ ગયો છે”, ક્રોધથી મુસલ વીંઝી રહેલ કૃષ્ણને બલ્યુ અને દારુકે કહ્યું: “હવે આપ બલદેવ જ્યાં છે ત્યાં પધારે. આપણે બધાય ત્યાં જઈએ.”
અને કૃષ્ણ બલદેવની દિશામાં વધ્યા. દારુક અને બલ્ક તેમની પાછળ પાછળ ચાલ્યા.
૨૯. કૃષ્ણના જીવનની છેલ્લી ઘડી !
બલદેવ એકાન્તમાં એક વૃક્ષ નીચે વિચારમગ્ન અવસ્થામાં બેઠા હતા. તેમને જોતાંવેંત કૃષ્ણ દાસકને આજ્ઞા કરી: તું હસ્તિનાપુર જા; અને પાંડવોને યાદના આ પારસ્પરિક સંહારના સમાચાર પહોંચાડ; અને અર્જુનને દ્વારકા તેડી લાવ.”
કૃષ્ણની આજ્ઞાને માથે ચઢાવીને દારુક હસ્તિનાપુર જવા રવાના થયા. સૂનમૂન જે તે લાગતું હતું.
પછી કૃષ્ણ બલ્યુ તરફ વળ્યા.
તું દ્વારકા જા;” તેમણે કહ્યું, “યાદવસ્ત્રીઓ હવે એકલી છે, અરક્ષિત છે. આ લાગ જોઈને દસ્તુઓ એમના પર આક્રમણ ન કરે તેનું ધ્યાન રાખ.”
પણ બભુ કૃષ્ણની આજ્ઞાનું પાલન કરી શકે તે પહેલાં જ એના પર ક્યાંકથી કઈ મુસલને પ્રહાર થયો અને તેનું પ્રાણપંખેરું ઊડી ગયું.
આ જોઈને કૃષ્ણ બલદેવને કહ્યું :
“તમે હવે અહીં જ રહેજે. હું દ્વારકામાં જઈને સ્ત્રીઓની વ્યવસ્થા કરતે આવું.”
દ્વારકામાં જઈને કૃષ્ણ પિતા વસુદેવને મળ્યા.
હસ્તિનાપુરથી અર્જુનને તેડી લાવવા માટે મેં દાચકને મોકલ્યો છે,” પિતાને તેમણે કહ્યું, “એ આવે ત્યાં સુધી સ્ત્રીઓને સાચવજો એટલું આપને કહેવા માટે જ હું આવ્યો છું. બલદેવ વનમાં મારી વાટ જુએ છે. પૂર્વે કુરુઓને પારસ્પરિક વિનાશ મેં આ આંખોએ જોયેલો;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #187
--------------------------------------------------------------------------
________________
- ૧૭૮
તેવા જ આજે યાદવાના વિનાશ જોયા! હવે હુ ારકામાં નહિ રહી શકું! વનમાં જઈ બલદેવની સાથે તપશ્ચરણ કરીશ.”
પિતાને છેવટનાં વંદન કરીને કૃષ્ણે ઝડપભેર દ્વારકામાંથી નીકળી ગયા. થોડા વખત પછી દ્વારકામાંથી સ્ત્રી તથા બાળકાનું અત્યંત કરુણુ આન્ધ્ર સંભળાયું.
‘હવે તા હસ્તિનાપુરથી અર્જુન આવશે, ત્યારે જ આ લકા દુઃખમુક્ત થશે,” એવું સમાધાન મનેામન મેળવીને કૃષ્ણે વનની વાટ પકડી. અને થાડીક જ વારમાં એક અદ્ભુત દૃશ્ય તેમણે જોયું.
યોગયુક્ત બલરામના મુખમાંથી એક શ્વેત નાગ ધીરે ધીરે બહાર આવતા હતા.
બહાર આવીને તે સમુદ્ર તરફ પ્રયાણ કરતા હતા. સમુદ્રના જલમાં અદશ્ય થતા હતા. ( બલદેવ શેષનાગને અવતાર હતા, લક્ષ્મણની પેઠે, એવી લેાકવાયકાને વ્યાસજીએ અહી પાતાના કાવ્યમાં ગૂંથી લીધી છે, જમાનાના મિજાજ પ્રમાણે, )
હવે કૃષ્ણે એકલા જ રહ્યા.
નિર્જન એવા એ વનમાં થાડેાક વખત તો એમણે ચંક્રમણ કર્યું.
પછી જમીન પર બેસી ગયા.
ગાંધારીના શાપ તેમને સાંભરી આવ્યા.
દુર્વાસાનાં વચના પણ તેમને યાદ આવ્યાં.
જીવનજીલા સકેલી લેવાના સમય પાકી ગયા છે એમ તેમને લાગ્યું. ચિત્તવૃત્તિઓના નિરાધ કરીને તે યોગસ્થ થયા.
પણ દેહના વિસ`ન માટે કંઈક નિમિત્ત તેા જોઈએને?
જરા નામના પારધીએ તેમને એ નિમિત્ત પૂરું પાડયું.
જરા શિકારની શોધમાં વનમાં ફરતા હતા. યોગસ્થ કૃષ્ણને તેણે પશુ માન્યા.
તેમના પાતલને લક્ષ્ય બનાવીને તેણે બાણુ માર્યુ.
ખાણુ તેમના પગની આરપાર નીકળી ગયું.
પછી જરા પાતે માનેલા એ પશુને પકડવા માટે નજીક આવ્યા... અને પશુને બદલે તેણે ‘ પીતામ્બર ’ને દીઠા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૮૦
પિતાને હાથે ભયાનક ભૂલ થઈ ગઈ છે, એમ તેને લાગ્યું. કૃષ્ણના ચરણમાં પડીને તેણે તેમની ક્ષમા યાચી.
“અને અપરાધીને આશ્વાસન આપતાં આપતાં મહાત્મા શ્રીકૃષ્ણ આકાશ તથા પૃથ્વીને પોતાના તેજથી વ્યાપ્ત કરતાં કરતાં આ લોકને છોડી ગયા.”
સ્વર્ગમાં દેવોએ તેમને સત્કાર કર્યો. ઋષિઓએ ઋચાઓનાં ગાન વડે તેમને અભિના. ગન્ધર્વોએ નૃત્યગીત ગાઈને પિતાને આનંદ વ્યક્ત કર્યો. અને સ્વર્ગના અધિપતિ દેવેન્દ્રના હર્ષને પાર ન રહ્યો.
૩૦૦. “આવું કદી બને ખરું!”
દારુક પાસેથી યાદવોના પારસ્પરિક સંહારની વાત સાંભળીને પાંડવો “શેક-સંતપ્ત” અને “વિત્રસ્ત-મન' બની ગયા. પછી “કેશવને પ્રિય મિત્ર' અર્જુન ચારેય ભાઈઓની રજા લઈને “આવું હોય નહિ!” એમ બોલતે બોલતે મામાને (વસુદેવને) મળવા દારુકની સાથે દ્વારકા તરફ રવાના થયા. દ્વારકાને તેણે કોઈ વિધવા થયેલી સ્ત્રીના જેવી દશામાં આવી પડેલી દીઠી (મૃતનાથામ્ રૂવ સ્ત્રિયમ્), જે સ્ત્રીઓ એક વેળા લેકનાથ વડે નાથવતી હતી, તે હવે અનાથ અવસ્થામાં આવી પડી હતી. પાર્થને જોતાંવેંત તેઓ આક્રન્દ કરવા લાગી. અર્જુનની આંખો પણ અશ્રુઓ વડે ઊભરાઈ ગઈ. આખી દ્વારકા શિશિર ઋતુમાં સુકાઈ ગયેલી તળાવડી જેવી “નિરાનન્દ” અને “ગતશ્રી” લાગતી હતી. અર્જુનનું હૈયું હાથમાં ન રહ્યું. પિક મૂકીને રડતાં રડતાં તે જમીન પર પટકાઈ પડ્યો. સત્યભામા, રુકિમણી આદિ સ્ત્રીઓ પણ એવી જ રીતે રડતાં રડતાં તેની સાથે જ પૃથ્વી પર પડી ગઈ હતી. પણ આખરે તેમણે પોતાની જાતને સંભાળી અર્જુનને બેઠે કર્યો. પછી થોડોક વખત ગેવિન્દના ગુણને સંભારી સંભારીને સૌએ આંસુ સાર્યા; અને પછી અર્જુન વસુદેવના ભવનમાં ગયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૮૧ ૩૦૧. “અર્જુનમાં અને મારામાં કશું જ ભેદ નથી!”
આ વસુદેવે પણ કેટકેટલી દુનિયાઓ દીઠી છે! લગ્ન, કારાવાસ, સંતાનની હત્યા, જરાસંધ અને શિશુપાલનાં આક્રમણ, કાલયવન.. અને છેલ્લે મથુરાત્યાગ...
અને હવે તે દ્વારકામાં સ્થિર થયાને પણ બે પેઢીઓ જેટલો સમય વિતી ગયું હતું.
પણ આ સ્થિરતા પણ કેઈ બ્રામક વસ્તુ છે. તેમને થતું હતું ! સ્થિર થયા જેવું લાગે, તેની સાથે જ માણસ અસ્થિર થઈ જાય!
વસુદેવના ઓરડામાં પ્રવેશ કરતાં જ અર્જુને એમને પથારી પર લેટેલા જોયા. પુત્રશોકથી તે સંતપ્ત હતા.
પણ અર્જુન તે તેમના કરતાં પણ વધારે “આત' હતો ! વસુદેવની પેઠે તેનું પણ “સર્વસ્વ” છીનવાઈ ગયું હતું. આંખમાંથી છલકાતી અશ્રુધારા સાથે તે પર્યક પર સૂતેલ વસુદેવને પગે પડ્યો.
વસુદેવે એનું માથું સુંઘવાની કેશિશ કરી, પણ વૃદ્ધાવસ્થા તેમ જ માંદગીને કારણે એટલી બધી નબળાઈ તેમનામાં આવી ગઈ હતી, કે પિતાનું માથું પણ એ ઊંચું ન કરી શક્યા અને સૂતાં સૂતાં જ પિતાની બે ભુજાઓ વડે અર્જુનને તેમણે આલિંગન આપ્યું અને પછી કૃષ્ણ, બળદેવને તેમ જ ભાઈઓ, પુત્ર, પૌત્રો, સ્વજને અને મિત્રોને સંભારી સંભારીને તે રડવા લાગ્યા.
મને તે મોત પણ નથી આવતું, અર્જુન!” એ કણસવા માંડ્યા, “જેમણે સેંકડે રાજવીઓ તેમ જ દૈત્ય અને દાનવો પર વિજય મેળવ્યો તેઓ બધા ચાલ્યા ગયા, અને હું જીવું છું ! અને વિચિત્રતા તો એ છે, અર્જુન, વિધિની, કે કૃષ્ણને સૌથી વધુ વહાલા એવા પ્રદ્યુમ્ન અને સાત્યકિ જ કૃષ્ણના યાદવકુલના સર્વનાશનું કારણ બન્યા! પણ એમાં એમને પણ શે દેષ કાઢે! ખરું કારણ તે શાપ જ છે! એ શાપને કારણે જ મારે એ પુત્ર, જે આ સર્વનાશ ટાળવા સમર્થ હતા, તે નિષ્ક્રિય રહ્યો ! ગાંધારીના બેલને મિથ્યા કરવાની તેની ઈચ્છા જ નહોતી! અશ્વત્થામાના બ્રહ્માસ્ત્ર વડે મૃત જન્મેલ તારા પૌત્રને સૌની આંખેની સામે જીવતે કરનારને માટે શું અશક્ય હતું! પણ પિતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૮૨
બાન્ધવજનાને બચાવવાની એની ઈચ્છા જ નહેાતી ! એણે જાતે જ તે મને કહ્યું ને... હવે આ કુલના અંત આવી ગયા છે, પિતા ! અર્જુનને મે... તેડાવ્યેા છે, તે થાડા જ વખતમાં આવી પહેાંચશે. એને બધી વાત કરજો—મારામાં અને અર્જુનમાં લેશ પણ ભેદ નથી. હું અર્જુન છું અને અર્જુન કૃષ્ણ છે. યો ૢ તમ્ અર્જુન વિદ્ધિ યોડર્ડીનઃ સોહમેવ તુ । એ કહે એમ કરો. અર્જુન દ્વારકા છેાડીને જશે, તે જ પળે સમુદ્ર દ્વારકા પર ફરી વળશે.” આટલું કહી, સ્ત્રીઓ અને વૃદ્ધો-બાળકાની સાચવણી મને સોંપીને એ વિરા જાંષિ ્ કચાંક ચાલ્યા ગયા ! હવે તું આ બધું સંભાળી લે...હવે હું નિરાંતે મરીશ.’’
३०२. षडेकमनसो वयम् (છયે એક-મન અમે ! )
kr
""
મારી પણ એ જ સ્થિતિ છે, વડીલ, ” પેાતાનામાં ઊંડા ઊતરી ગયેલા વસુદેવને અર્જુને કહ્યું : “ કૃષ્ણ વગરની પૃથ્વીમાં મારાથી હવે જિવાશે જ નહિ; અને મને લાગે છે કે આ હૂં, અમે પાંચ ભાઈઓ તથા છઠ્ઠી દ્રૌપદી~એ છયેના આંતરમનના પડધા પાડી રહ્યો છું. અમે છયે એક-મન છીએ, એ તે! આપ જાણેા જ છે. અમારાં શરીરા છ છે, પણ આત્મા એક છે. એટલે કૃષ્ણે આ પૃથ્વીને છેડી ગયા, એના અર્થ એ જ કે યુધિષ્ઠિર પણ હવે સર્વસ્વનો ત્યાગ કરીને ચાલી નીકળશે...પણ એ પહેલાં કૃષ્ણના આદેશ પ્રમાણે સ્ત્રીઓ અને બાળકાને હું અહીંથી લઈ જઈને ઈન્દ્રપ્રસ્થમાં સ્થિર કરીશ.”
પછી દારુક તરફ વળીને એણે કહ્યુંઃ મળવા માગું છું.... '
‘ વૃષ્ણીવીરાના અમાત્યને
*
અર્જુનની સૂચના પ્રમાણે દારુકે બધી વ્યવસ્થા કરાવી અને અર્જુન ‘યાદવી સભા ’માં દાખલ થયા. અમાત્યા અને બ્રાહ્મણેા તેની ચારે બાજુએએ ઊભા રહી ગયા. એ બધા · દીનમન ’, ‘વિવશ ’ અને · ગતચેતસ' હતા, પણ અર્જુનની સ્થિતિ તેા તેમના કરતાં પણ વધુ દયામણી હતી ( ટીનતર ).
તેમને સખાધીને અર્જુને આ પ્રમાણે કહ્યું, “ વૃષ્ણીઓ અને
ઃઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૮૩ અન્ધકને ઈન્દ્રપ્રસ્થમાં લઈ જવા માટે હું આવ્યો છું; કારણ કે હવે થોડા જ વખતમાં આ દ્વારકાને સમુદ્ર ડુબાડી દેશે. માટે વાહને તૈયાર કરાવો અને તેમની સાથે જે કંઈ દ્રવ્ય લઈ જવાનું હોય તે પણ તૈયાર રખાવ. ઈન્દ્રપ્રસ્થની ગાદી પર હું આ વાને બેસાડીશ.
આજથી બરાબર સાતમે દિવસે, સાતમા દિવસના પ્રભાતે આપણે સ અહીંથી પ્રયાણ કરીશું; માટે નીમવત, મા વિરમ્ |
તે રાત્રિ અને કૃષ્ણના સદનમાં ગાળી. કેવાં કેવાં સંસ્મરણેની વચ્ચે એની એ રાત વીતી હશે! (કેવા યશસ્વી જીવનનો કે કરુણ અંજામ!).
સવાર પડી તેની સાથે જ વસુદેવે દેહ છોડ્યો અને વસુદેવનું સદન, અલંકાર ઉતારેલી, વીખરાયેલા વાળવાળી, હાથ વડે છાત ફૂટતી સ્ત્રીઓના આક્રંદથી કંપી ઊઠયું. દેવકી, ભદ્રા, રહિણું અને મદિરા-વસુદેવની ચાર પત્નીઓ તેમની સાથે સતી થવા તૈયાર થઈ. વડીલના પાંચભૌતિક દેહને પાલખીમાં પધરાવીને દ્વારકાના પાદરમાં આર્યો. તમામ દ્વારકાવાસીઓ તે પાલખીની પાછળ પાછળ ચાલ્યા. તેમનું આશ્વમેઘિક છત્ર અને તેમને ગાઈ થ્ય અગ્નિઓ અને તેમના યાજકે તેમની પાલખીની આગળ ચાલતા હતા. હજારે સ્ત્રીઓ એ સ્મશાનયાત્રામાં સામેલ થઈ હતી.
દ્વારકાના પાદરમાં વસુદેવનું એક પ્રિય સ્થળ હતું. એમની ચંદન– ચિતા ત્યાં આગળ રચવામાં આવી; અને અસંખ્ય સ્ત્રીપુરુષના વિલાપ અને સામગાન અને જ્વલંત અગ્નિના સુસવાટાની વચ્ચે તેમનું પાંચભૌતિક શરીર ભસ્માવશેષ થયું. વજીની આગેવાની નીચે વૃષ્ણીઓ તથા અન્ધકાએ અને સ્ત્રીઓએ તેમને ઉદકાંજલિ આપી.
આ રીતે વસુદેવને અંત્યેષ્ટિસંસ્કાર પતાવીને અર્જુન જ્યાં આગળ યાદવને પારસ્પરિક સંહાર થયો હતો ત્યાં ગયે. અનેક સ્વજનોનાં શબ જોઈને તેનું હૈયું અત્યંત દુઃખથી વિવલ થઈ ઊઠયું. પછી તેમની પણ ઉચિત અંત્યેષ્ટિક્રિયા તેણે કરાવી.
પછી તે કૃષ્ણ અને બલદેવનાં મૃત શરીરની તલાશમાં ઊપડ્યો. અહીં વ્યાસજીએ અવિષ્ય શબ્દ મૂકીને શાક અને કારુણ્યની અવધિ જ કરી છે! કૃષ્ણ જે યુગપુરુષ કયા સ્થળે પંચત્વને પામે તે પણ શેધવું પડે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૮૪
આખરે તે શરીરે! તેને જડવાં, અને એમની સુયાગ અત્યેષ્ટિ એણે પતાવી.
સાતમે દિવસે રથમાં આરૂઢ થઇને તેણે દ્વારકા છેડયું. વૃષ્ણીવીરાની વિધવા સ્ત્રીએ બળદ, ગધેડા, ઊંટોડેલા રથામાં રુદન કરતી કરતી તેની પાછળ ચાલી. અન્ધક અને વૃષ્ણીકુળાના નાકરચાકરે। કાઈ પગપાળા, કેાઈ રથમાં તેમ જ નગરવાસીઓ તથા ગ્રામવાસીઓ, વૃદ્ધો અને બાળા તેમ જ આ સ્ત્રીઓની રક્ષા અર્થે, પાર્થના આદેશથી તેમની આજુબાજુ ગાઠવાઈને ચાલ્યા. દ્વારકાના ત્યાગ કરીને, ઇન્દ્રપ્રસ્થ તરફ જતઃ એ (નિર્વાસિત = શરણાર્થી^) સંધમાં બ્રાહ્મણા, ક્ષત્રિયા, વૈશ્યા અને શૂદ્રો ચારે વર્ણના મહાધનાઃ ' લેટ્કા હતા. વજ્રને તેમ જ શ્રીકૃષ્ણના અંતઃપુરમાં વસતી સેાળ હજાર સતીએને આગળ કરીને સૌ ચાલતા હતા.
–
'
,
વૃષ્ણીએની આ સાગરથી વિશાળ વણજાર પાર્થની પાછળ પાછળ
ચાલતી જતી હતી.
જ્યારે બધા જ બહાર નીકળી ગયા, ત્યારે સાગર ‘રત્નસંપૂર્ણ ’ દ્વારકા પર ફરી વળ્યા. જે જે ભાગ અર્જુન ખાર્લી કરતા જાય તે તે ભાગ પર સાગર ફરી વળે! આ અદ્ભુત ઘટના જોતા દ્વારકાવાસી આગળ વધતાં માજાએથી પોતાની જાતને બચાવવા, અર્જુનની પાછળ પાછળ પોતાના પ્રારબ્ધને દાષ દેતા દેતા, પ્રતિપળે વધતા જતા વેગથી દાડતા હતા.
પછી અર્જુન રમ્ય પર્વતા અને સ્થળાએ વિશ્રાંતિ અર્થે પડાવ નાખતા પહેાંચ્યા અને ત્યાં તેણે મુકામ કર્યો.
નદીઓને પાર કરતા અને યોગ્ય નાખતા પોંચના પ્રદેશમાં આવી
<
ત્યાં આગળ · દસ્યુએ 'ને પતિ વગરની થઈ ગયેલી આટલી બધી યાદવ સ્ત્રીઓને એકલા અર્જુનના રક્ષણ નીચે જોઈને ‘લાભ’ લાગ્યા. તેઓ સ્ત્રીઓના એ સમુદાય પર લાકડીએ લઈને તૂટી પડ્યા.
અર્જુન વચ્ચે પડયો. “વતા રહેવા માગતા હે, તે આ પાપકાથી અળગા રહેા ! ” એમ તેણે ધમકી આપી.
""
પણ દસ્યુએ અને આભીરાને આજે અર્જુનની પણ ખીક નહેાતી લાગતી. સ્ત્રીઓને હરી જવા માટેનું પોતાનું આક્રમણ તેમણે ચાલુ જ રાખ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૮૫
અર્જુને ગાંડીવ સજ્જ કર્યું, પણ (વ્યાસજી લખે છે) છું - મહામહેનતે. યુદ્ધકળા જ જાણે અર્જુન અત્યારે ભૂલી ગયું હતું. પોતાની આ વિકૃતિ જોઈને અર્જુને મનોમન લાચારી અનુભવી. દ્વારકામાંથી સ્ત્રી–બાળક–વૃદ્ધોની રક્ષા અથે સાથે આવેલા વૃષ્ણીઓ પણ કંઈ ન કરી શક્યા. રક્ષકે થોડા અને સ્ત્રીઓ ઘણું એવી સ્થિતિ હતી..અને....
(આશ્ચર્યની વાત તે એ છે કે, કેટલીક સ્ત્રીઓ તે પિતાની મેળે જ દસ્તુઓ સાથે ચાલી ગઈ. (ામીચા પ્રવત્રy: !)
અર્જુને ઘણાય દસ્તુઓને પિતાનાં બાણ વડે વીંધી નાખ્યા, પણ આખરે બાણ પણ ખૂટી પડ્યાં. આ જોઈને અજુન ધનુષ્યને શસ્ત્ર તરીકે ઉપયોગ કરવા લાગે..દરમ્યાન પાર્થ પ્રેક્ષતાઃ “પાર્થની નજર સામે જ” વૃષ્ણી અને અલ્પક કુલની સ્ત્રીઓને સ્વેચ્છા ઉપાડી ગયા અને અર્જુન દેવની ગતિને વિમાસતો વિમાતા પિતાની અસહાયતાને પોતે જોઈ રહ્યો.
પછી કુરુક્ષેત્રની પાસે આવેલા માતિ કાવત નામના નગરમાં તેમ જ ઇન્દ્રપ્રસ્થમાં બાકીની સ્ત્રીઓને તેમ જ વૃદ્ધો તથા બાળકને તેણે વસાવ્યાં અને વજને તેમના રાજવી તરીકે સ્થા.
દરમ્યાન અકૂરની પત્ની, અર્જુને તેમને ખૂબ વાર્યા છતાં, તપશ્ચર્યા અર્થે વનમાં ચાલી ગઈ હતી; અને રુકિમણું, ગાંધારી, શવ્યા, હૈમવતી, જાબવતી આદિ સ્ત્રીઓએ અગ્નિપ્રવેશ કર્યો હતો.
૩૦૩. વ્યાસના આશ્રમમાં
ગયા પ્રકરણમાં વર્ણવેલી ઘટનાઓની સમાપ્તિ પછી અત્યંત વિષાદગ્રસ્ત બનેલ અર્જુન મહર્ષિ વ્યાસને આશ્રમમાં આવ્યો.
આશ્રમમાં પ્રવેશ કરતાં જ અર્જુને મુનિને એકાંતમાં બેઠેલા જોયા. હું અર્જુન તેમને વંદન કરીને અને પોતાની ઓળખાણ આપી. ભલે આવ્યો, બાપ!” કહીને મુનિએ તેને બેસવાની ઇશારત કરી.
વ્યાસ તે અર્જુનને જોઈને ખૂબ જ પ્રસન્ન થયા હતા; પણ અર્જુન બેબાકળા જે, ફરી ફરી નિસાસા નાખત, અને સંસારથી થાકી ગયેલા જે લાગતો હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૮૬
“કંઈ અજુગતું કામ તે તારે હાથે નથી થયું ને, બેટા ?” વ્યાસે તેને પૂછ્યું: “કેઈ બ્રાહ્મણની હત્યા તે તારા હાથે નથી થઈ ને ? કે પછી કેાઈ લડાઈમાં તું પરાજિત થયે છે ? આવો ભાંગી પડે તો તને કદી પણ નથી જે. છે શું ?”
કૃષ્ણ આ ભૂમિને તજીને ચાલ્યા ગયા !” અર્જુને પોતાના વિવાદનું મૂળ કારણ સમજાવતાં કહ્યું, “અને પાંચ લાખ યાદ પારસ્પરિક સંહારમાં કપાઈ મૂઆ, વડીલ, એનું દુઃખ વિસરવા માગું છું તોય વીસરાતું નથી. આ બધું મને તે સાગરના શેષણ જેવું, અથવા પર્વતના ચલન જેવું અથવા આકાશ તૂટી પડ્યા જેવું લાગે છે...... માન્યામાં જ નથી આવતું.
न चेह स्थातुमिच्छामि
__लोके कृष्णविनाकृतः કૃષ્ણ વગરને થઈ ગયેલો હું, આ ધરતી પર રહેવા જ નથી માગતો.” આ પછી થોડોક સમય શાંત રહીને વળી પાછે તે બોલ્યો :
“માત્ર આટલું જ નથી, વડીલ, એથી પણ વધુ દુઃખપ્રદ એક બીજી ઘટના બની છે. યાદવસ્ત્રીઓને લઈને હું ઇન્દ્રપ્રસ્થ આવતા હતા ત્યાં રસ્તામાં પંચનંદપ્રદેશમાં વસતા આભીરે યુદ્ધમાં મારે પરાજય કરીને સેંકડો સ્ત્રીઓને ઉપાડી ગયા. મેં ધનુષ્ય ઉઠાવ્યું, તે તેમાં બાણનું સંધાન જ ન થાય; મારી ભુજાઓની તાકાત પણ જાણે, ઓસરી ગઈ; શસ્ત્રાસ્ત્ર બધાં વીસરાઈ ગયાં; અને અધૂરામાં પૂરું, દર વખતે જે એક શંખચક્રગદાધર, ચતુર્ભ જ, પીતામ્બર, કમલલોચન અને અત્યંત તેજસ્વી પુરુષને હું મારા રથની આગળ આગળ, મારા શત્રુઓને બાળ બાળ ચાલતો જેતે હતું તે પણ આ વખતે ક્યાંય દેખાય નહિ! આ બધું શું હશે, વડીલ? આ પરિવર્તનનું રહસ્ય સમજાતું નથી.”
વ્યાસજી અર્જુનને જે જવાબ આપે છે તે અનેક દષ્ટિએ નેંધપાત્ર છે.
શ્રીકૃષ્ણએ વિષ્ણુના અવતાર હતા, અને પૃથ્વીને ભાર ઉતારવા માટે જન્મ્યા હતા, એવી વ્યાસજીની માન્યતા અહીં પ્રગટ થાય છે?
“એમણે ધાર્યું હોત તે ઋષિઓના અને ગાન્ધારીના શાપને પણ એ મિથ્યા કરી શકત;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૮૭
કારણ કે,
त्रैलोक्यमपि गोविन्दः कृत्स्नं स्थावरजंगमम् ।
प्रसहेत् अन्यथाकर्तुम् कुतः शापं महात्मनाम् ॥ અને સ્ત્રીઓને તું ન બચાવી શક્યો તેની પાછળ પણ તેમણે કરેલી મશ્કરીથી ગુસ્સે થઈને અષ્ટાવકે તેમને આપેલે શાપ જ હતો” વગેરે.
પણ સૌથી વધારે મહત્વની છે એ વાત છે કે તારા રથની આગળ આગળ તને વિજયી બનાવતા જે દિવ્ય પુરુષ ચાલતા હતા, તે સાક્ષાત નારાયણ હતા, જે હવે પૃથ્વીનો ભાર ઉતારી, પોતાના શરીરનું વિસર્જન કરીને સ્વસ્થાને ચાલ્યા ગયા છે!”
પછી અર્જુનને સલાહ આપતા કહે છે કે “તેં પણ ભીમ, સહદેવ અને નકુલની સહાયથી દેવાનું ઘણું જ મહત્વનું કાર્ય કર્યું છે. તમે પાંચે ભાઈઓ હવે કૃતકૃત્ય થયા છે; અને તમારે માટે હવે આ પૃથ્વીને ત્યાગ કરવાનો સમય આવી ગયો છે.”
પુરુષોત્તમની છેલ્લી અને વધુમાં વધુ મહત્વની વિશેષતા એ છે કે ક્યારે રંગમંચ પરથી વિદાય લેવી એની તેમને સૂઝ હોય છે. (They know when to retire.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #196
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #197
--------------------------------------------------------------------------
________________
મહાપ્રસ્થાનિક પર્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #198
--------------------------------------------------------------------------
________________
पक्षपातो महानस्या विशेषेण धनंजये।
तस्यैतत् फलमद्यैषा भुङ्क्ते पुरुषसत्तम ॥ દ્રૌપદીમાં પક્ષપાત જબરે હતો–ખાસ કરીને અજુન તરફ. એ પક્ષપાતનું ફળ આજે એ ભેગવી રહી છે.
आत्मनः सदृशं प्राशं नैषोऽमन्यत कंचन।
तेन दोषेण पतितस्तस्मादेष नृपात्मजः ॥ આ (સહદેવ) કોઈને પણ પોતાના જેવો બુદ્ધિમાન માનતું ન હતું. એ દેશને કારણે એનું પતન થયું.
रूपेण मत्समो नास्ति कश्चिद् इत्यस्य दर्शनम् । अधिकचाहमेवैक इत्यस्य मनसि स्थितम् ।। नकुलः पतितस्तस्माद् आगच्छ त्वम् वृकोदर ।
यस्य यद् विहितं वीर सोऽवश्यं तदुपाश्नुते ॥ એ (નકલ) એમ માનતો હતો કે મારા જેવો રૂપાળું કોઈ નથી. હું જ સૌથી વધુ દેખાવડો છું. આ કારણે એનું પતન થયું. તું ચાલ્યો આવ, ભીમ. જેના માટે જે (કર્મફળ તરીકે) નિશ્ચિત છે, તે તેણે ભોગવ્યે જ æકો.
एकाह्ना निर्दहेयं वै शनित्यर्जुनोऽब्रवीत् । न च तत् कृतवानेष शूरमानी ततोऽपतत् ।। अवमेने धनुर्गाहानेष सर्वाश्च फाल्गुनः।
तथा चैतत् न तु तथा कर्तव्यं भूतिमिच्छता ॥ શત્રુઓને હું એક દિવસમાં જ બાળીને ભસ્મ કરીશ એમ આ અજુન કહેતા હતો, પણ તે તેમ કરી શક્યો નહિ. પોતાના શરાતનનું એને ઘમંડ હતું, અન્ય સૌ ધનુધરાની એ અવહેલના કરતો હતો. માટે આમ થયું. કલ્યાણની કામનાવાળાએ એવું ન કરવું જોઈએ.
अतिभुक्तं च भवता प्राणेन च विकत्थसे ।
अनवेश्य परं पार्थ तेनासि पतितः क्षिती॥ તું વધારે પડતો આહાર કરતો. વળી તારામાં આગળપાછળનો વિચાર કર્યો વિના બડાશ મારવાની વૃત્તિ હતી. તારું પતન એ કારણે થયું.
मा मे श्रिया संगमनं तथास्तु ।
यस्याः कृते भक्तजनं त्यजेयम् ।। ભક્તજનોને, પ્રેમળ અને વફાદાર સાથીઓને ભેગ આપવો પડે એવી રીતે લક્ષ્મીની પ્રાપ્તિ મારે નથી જોઈતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #199
--------------------------------------------------------------------------
________________
૩૦૪. કાન્તિ અને સંક્રાતિ!
યદુઓને પારસ્પરિક સંહારના સમાચાર સાંભળતાંવેંત ૧૪: વાસ્ટ: એવા ઉદ્દગારો યુધિષ્ઠિર તેમ જ અજુન બન્નેના મુખમાંથી સરી પડ્યા. 18: એ એક જ શબ્દમાં ઘણું આવી જાય છે. જગતમાં અજેય મનાતા લકે પણ આખરે તે કેઈ નહિ ને કેાઈને હાથે–અથવા છેવટે આપસઆપસમાં લડીને પણ નાશ પામે છે. એમની એ દુઃસ્થિતિના કારણે તપાસવા જઈએ તે તે મોટે ભાગે સ્પષ્ટ જ હોય છે. પણ વરસે, દાયકાઓ, સૈકાઓ સુધી તેમના પ્રભાવ વડે પ્રભાવિત થયેલ જનસમાજ એ બધાં જ કારણોને વાક્ય એ એક જ શબ્દમાં સમાવી લે છે. “વિનાશકાળે વિપરીત બુદ્ધિ” એ આ જ પ્રકારની એક ઉક્તિ છે. એમાં શાસ્ત્રને જ વિનાશકર્ણી વિપરીત બુદ્ધિના કારણરૂપ માનવામાં આવ્યો છે, જ્યારે હકીકત તે એ છે કે “વિપરીત બુદ્ધિ આવે છે તેને કારણે જ વિનાશકાળ” આવે છે. આમ છતાં એક સવાલ તે રહે જ છે કે એ વિપરીત બુદ્ધિ” આટલો વખત ન આવી ને આજે જ શા માટે આવી ? જોકે આને પણ જવાબ તે છે જ, અને તે સયુક્તિક જ છે, કે વિપરીત બુદ્ધિ તે પહેલેથી જ હતી, પણ તેની અસર દેખાતી નહતી, કારણ કે પહેલાંના સત્કૃત્યોને પ્રતાપ એની અસરને ઢાંકી દેતે હતે ! પણ પછી જેમ જેમ એ પ્રતાપની અસર ઓછી થતી ગઈ, અને “વિપરીત બુદ્ધિ” વધતી ગઈ, તેમ તેમ એની અસર, ક્ષીણું શરીર પર રોગની અસરની પેઠે, સ્પષ્ટપણે વરતાવા લાગી.
ગમે તેમ પણ, કેઈ તોતિંગ ઈમારત જ્યારે એકાએક તૂટી પડે છે ત્યારે તેના પતન માટેનાં દીડ-અણદીઠ, જ્ઞાત-અજ્ઞાત બધાં જ કારણોને સમાવી દેવા માટે આ : શબ્દ ઘણે જ સગવડભર્યો થઈ પડે છે.
અને અંધક, વૃષ્ણી, ભોજ આદિ વિવિધ શાખાઓમાં વહેંચાયેલા અને શ્રીકૃષ્ણ અને સાગરદુર્ગ વડે રક્ષાયેલા હોવાથી અજેય મનાવા માંડેલા યાદવકુલને “મૌસલ આહવને કારણે–civil strikeને કારણે નાશ થઈ ગયો છે એવા વાવડ મળતાંવેંત યુધિષ્ઠિરે અર્જુનને (ચારેય ભાઈઓમાંથી આવી વાત કરવા માટે તેણે અર્જુનને પસંદ કર્યો એ નોંધપાત્ર છે ) કહ્યું : . . . . . . . . . . .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૯૨
कालः पचति भूतानि सर्वाण्येव महामते ।
कालपाशमहं मन्ये त्वमपि द्रष्टुमर्हसि ।। આમાં બીજી પંક્તિ ઘણી જ અર્થગર્ભ છે: “સર્વત્ર ફેલાયેલો આ “કાલપાશ” તારી નજરથી પણ બહાર નહિ જ હોય!” નજીક આવી રહેલ મૃત્યુની વાત કરતા હશે, યુધિષ્ઠિર ? કે પછી છત્રીસ વરસ એકધારું શાસન ચલાવ્યા પછી હવે આપણે જે નિવૃત્ત નહિ થઈએ –નવી પેઢીના હાથમાં શાસનભાર સોંપીને–તે આપણી પણ આવી જ કેઈ દશા થશે, એવું કંઈક એ સૂચવવા માગતો હશે ? દ્વારકામાં યાદવતરુણો ઉછુંખલ શા માટે બન્યા–આજના “હિમ્પી એને યાદ કરાવે એવા ? શા માટે મદ્યપાન અને લંપટતા એમનામાં આટલા મોટા પ્રમાણમાં ઘર કરી બેઠાં ? એનું એક કારણ એ તે નહિ હોય કે શાસનતંત્ર, મથુરાથી હિજરત કરીને અહીં આવ્યાને લગભગ છ-સાત દાયકાઓ વીતી ગયાં છતાં, એ જ વૃદ્ધો ના હાથમાં હતું ?
જે હે તે અર્જુન યુધિષ્ઠિરને ઈશારો સમજી ગયો. તેણે ભીમને અને માદ્વીપુત્રોને વાત કરી. તેઓ પણ સમજી ગયા. તેમણે સૌએ નિશ્ચય કર્યો. શાસનની જવાબદારી આપણું માથેથી ઉતારી નાખવી. આપણે નિવૃત્ત થઈ જવું. આપણે ચાલ્યા જવું.
એ વખતની ભાષામાં વાત કરીએ તે, “આપણી હવે ઢો પૂરતી જવાબદારી પૂરી થઈ, હવે રોલ માટે તૈયારી કરીએ. આપણી હયાતી દરમ્યાન જ, આપણે સશક્ત છીએ અને ધાયુ કરાવી શકીએ છીએ એ દરમ્યાન જ સત્તા અને જવાબદારીની સંક્રાન્તિ કરી નાખવી. એવી રીતે સંક્રાન્તિ (સખ્ય ક્રાન્તિ) કરીએ તો જાતિના ભયને અવકાશ જ ન રહે !
ગાદી કેને સોંપવી એ બાબત તે પ્રશ્ન જ નહોતે. અભિમન્યુ અને ઉત્તરાને પુત્ર પરિક્ષિત બિનહરીફ ગાદીવારસ હતો. અને પરિક્ષિતની ઉમર પણ કંઈ સાવ નાની નહોતી. તે ખાસ્સો છત્રીસ વરસનો હતે. પણ લાગે છે કે આજની પેઠે જ, તે જમાનામાં પણ રાજકાજની વિકટ ધુરાના વહન માટે એ ઉમર કાચી ગણતી હશે. બીજું, પરિક્ષિત આપણે માનીએ છીએ તેટલે બિનહરીફ કદાચ નયે હાય. વૈશ્યા સ્ત્રી વડે થયેલ ધૃતરાષ્ટ્રને એક પુત્ર-યુયુત્સુ, જેણે છેક છેલ્લી ઘડીએ, યુદ્ધારંભે, પક્ષપલટો કર્યો હતો, તે કદાચ, પ્રચ્છન્ન પ્રતિસ્પધી પણ હાય! ઓછામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૯૩
ઓછું, પાંડેને તેમ લાગ્યું હોય. Civil strikeનું બીજ પણ, વૃદ્ધ, અનુભવવૃદ્ધ અને પ્રજ્ઞાવૃદ્ધ પાંડવોને આ વાતમાં દેખાયું હોય, કદાચ.. વ્યાસજી લખે છેઃ
ततो युयुत्सुं आनाय्य प्रव्रजन् धर्मकाम्यया।
राज्यं परिंददौ सर्व वैश्यापुत्रे युधिष्ठिरः ।।
ધર્મની કામનાથી નીકળી પડનારા યુધિષ્ઠિરે પછી યુયુત્સુને તેડાવીને એ વૈશ્યા પુત્રને સમગ્ર રાજ્ય સોંપી દીધું.” પણ પછી તરત જ બીજા શ્લોકમાં ઉમેરે છેઃ
अभिषिच्य स्वराज्ये च राजानं च परिक्षितम् । दुःखार्तश्चात्रवीद् राजा सुभद्रां पाण्डवाग्रजः ॥
एष पुत्रस्य पुत्रस्ते कुरुराजो भविष्यति ।
પરિક્ષિત રાજાને સ્વરાજ્યમાં અભિષેક કરીને દુઃખાત યુધિષ્ઠિરે સુભદ્રાને કહ્યું? આ તારા પુત્રને પુત્ર (હવે) કુરુઓને રાજા બનશે.”
આને અર્થ શું સમજવો ? રાજયને અભિષિક્ત રાજા પરિક્ષિત, અને એ પરિક્ષિતને સંભાળવાની જવાબદારી યુયુત્સુ ઉપર, એટલો જ ને!
જતા પહેલાં કુટુંબની બને શાખાઓ વચ્ચે આ પ્રકારે સમન્વય સાધી લેવામાં યુધિષ્ઠિરે, ભીષ્મ શરશય્યા પરથી તેને શીખવાડેલ રાજધર્મનું બરાબર પાલન કર્યું છે, એમ દેખાય છે.
પછી ઇન્દ્રપ્રસ્થની ગાદી તેણે શ્રીકૃષ્ણના પૌત્ર વજને સોંપી-ચંદુઓમાંથી જે અવશિષ્ટ રહ્યા હતા, તેમને ઠેકાણે પાડીને કૃષ્ણ પ્રત્યેનું પિતાનું ઋણ યત્કિંચિત ચૂકવ્યું અને પછી....
કૃષ્ણ, પિતાના વૃદ્ધ માતુલ ( કુંતીભજ), અને બલરામ વગેરેનાં છેવટનાં શ્રાદ્ધ કરી, દ્વૈપાયન, નારદ, માર્કડેય, ભારદ્વાજ, યાજ્ઞવક્ય આદિ મુનિઓને છેવટનાં વંદન અપ કૃષ્ણપ્રીત્યર્થે બ્રાહ્મણત્તમોને રત્ન, વસ્ત્રો, ગાય, અશ્વો, રથ, દાસીઓ આદિનાં દાન આપી પરિસ્થિતિની દેખભાળ કૃપાચાર્યને સુપરત કરી નગરજનોના અગ્રણીઓને તેડાવી તેમની સમક્ષ તેમણે પોતાના અંતરની વાત (પ્રવજ્યા લેવાની) રજૂ કરી. નગરજને આ સાંભળી ખૂબ જ ઉઠેગ પામ્યા. પાંડવોને રોકવાની ૧૩ :
. . . . . . . '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૯૪
તેમણે ખૂબ કેાશિશ કરી. પણ યુધિષ્ઠિર અને તેના ભાઈએ અને દ્રૌપદી પેાતાના નિશ્ચયને વળગી રહ્યાં. આભૂષણેાને અળગાં કરીને વલ્કલા તેમણે સજ્યાં. અંતિમ ઇષ્ટિ કરીને પાતપેાતાના ગાસ્થ્ય અગ્નિનું પણ તેમણે વિસર્જન કર્યું... પૂર્વે ષિત બનીને જેવી રીતે આ છયે જણ વન ભણી ચાલી નીકળ્યાં હતાં, તેવી જ રીતે એમને આમ ચાલી નીકળતાં જોઈને પ્રવુઃ સર્વઃ બ્રિયઃ ।
અહીં વ્રતનિત' શબ્દને મૂકીને વ્યાસજીએ એવું કવિત્વમય સૂચન કર્યું' છે કે તે વખતે તે વ્રતમાં હારીને જતા હતા, જ્યારે આજે—તે પછી લગભગ છત્રીશ વરસે—તેએ દ્યૂત્તજ્ઞતા થઈને નહિ, પણ ાન્નિત થઈને જાય છે! સૂચનના સૂચનને જરા આગળ ખે'ચીએ તેા એમ કહેવાય કે અત્યારે તે વ્રતમાં હારીને નહિ, પણ ાનિત બનીને, જ્ગ ઉપર વિજય મેળવીને જાય છે! હા તેમને આક્રમે તેની વાટ જોઈને ઘેર ન બેસી રહેતાં ન્હાને સામે ચાલીને ભેટવા જાય છે ! વળી જીવનના વ્રતમાં પણ આખરે તા તેમની જીત જ થઈ છે ને !
(
પણ તે છ જ નથી. એક સાતમા પણ તેમની સાથે છે. હસ્તિનાપુરથી આ છેવટની વખતે વિદાય થતી વખતે એ છની સાથે શ્વા ધૈવ સપ્તમઃ—સાતમા એક કૂતરા પણ છે. નગરજના તેમ જ રૃપ અને યુયુત્સુ આદિ અંતઃપુરવાસીએ દૂર સુધી એમને વળાવવા ગયા; અને યુધિષ્ઠિરે તેમને આગ્રહ કરીને પાછા વાળ્યા ત્યારે જ તેએ પાછા વળ્યા. અર્જુનની એક પત્ની ઉલૂપીએ ગંગામાં પ્રવેશ કર્યો ( તેનું પિયર ગંગામાં જ હતું–એ અર્થમાં પણ હાય ! ) અને ચિત્રાંગદા મણિપુરમાં ગઈ. ખીજી માતાએ પરિક્ષિતની આસપાસ વીંટળાઈ વળીને હસ્તિનાપુર તરફ પાછી ફરી.
૩૦૫. અંતિમ ભારતદન
પાંડવાના આ છેલ્લા વનવાસ છે, અથવા કહા કે છેલ્લું. વનભ્રમણ અથવા ભારતદન છે. મૂળ તે! તેએ જન્મ્યા છે જ વનમાં—હિમાચલની ગેાદમાં આવેલા વનમાં. પછી લાક્ષાગૃહથી પાંચાલ સુધીનું પહેલું વનભ્રમણુ. તે પછી દ્યૂતષિત બની બાર વરસના વનવાસ અને તેરમા વરસના અજ્ઞાતવાસ સ્વીકારી હસ્તિનાપુરથી વલ્કલા ધારણ કરીને નીકળ્યા તે તેમનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૯૫
બીજુ વનભ્રમણ, અને ત્રીજું અને છેલ્લે આ. અર્જુનને માટે તે ચોથું. બ્રાહ્મણની ગાયોના ધણને છોડાવવા માટે યુધિષ્ઠિરના અંતઃપુરમાં પડેલ શસ્ત્રાસ્ત્રો લેવા પ્રવેશેલ, તેના નારદનિર્દિષ્ટ પ્રાયશ્ચિત્ત તરીકેનું એક વધારાનું વનભ્રમણ તેણે માણેલું છે.
પહેલા વનવાસમાં માતા કુન્તી સાથે હતાં. બીજા અને આ ત્રીજામાં દ્રૌપદી સાથે છે. ચાલવાને ક્રમ આ પ્રમાણે છેઃ આગળ યુધિષ્ઠિર ચાલે છે, પછી ભીમ, પછી અર્જુન, પછી નકુલ અને સહદેવ, પછી વહી શ્યામા પ ક્ષના વોષિતાં શ્રેષ્ઠ દ્રૌપદી અને છેલ્લે –કૂતરો.
( સંધને મોખરે ધર્મ છે. સંધને છેવાડે પણ ધર્મ જ છે!)
ઉપવાસ આદિ તે આચરતાં આચરતાં પૂર્વ દિશા ભણું ચાલ્યાં જાય છે. ત્યાગધર્મને વરેલા તે મહાત્માઓ યોગયુક્ત છે, સમત્વયુક્ત છે. અનેક દેશ', સરિતાઓ અને સાગરને પાર કરતાં કરતાં “લૌહિત્ય સલિલાર્ણવ” પાસે (red sea) પાસે આવી પહોંચ્યાં. દેખીતી જ વાત છે કે અત્યારે “રેડ સી”ને નામે પ્રસિદ્ધ એવા કેઈ સમુદ્રની આ વાત નથી. રતાશપડતાં પાણીને કેઈ સાગર હોવો જોઈએ – એ જમાનામાં સુપ્રસિદ્ધ.) ત્યાં આગળ પણ અર્જુને પિતાનાં દિવ્ય ગાંડિવનું અને બે અક્ષમ્ય ભાથાંનું વિસર્જન ન કર્યું. બીજા પાંડવોએ તે પિતપિતાનાં શસ્ત્રાસ્ત્રોનું વિસર્જન ક્યારનુંયે કર્યું હતું, એવું સૂચન છે. અર્જુનને પોતાનાં આ દિવ્ય રત્નસમાં આયુધોને કંઈક વિશેષ લાભ હત, વળગાડ હતો, આસક્તિ હતી.
એટલે અગ્નિ તેની અને તેના માર્ગની વચ્ચે એક ડુંગર જેવો બનીને (રીસ્ટમિવ મતઃ) ઊભા રહ્યા. (ખાંડવદાહ વખતે આ જ અગ્નિ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને આવેલે.)
હું અગ્નિ છું.” પાંડ પોતાનું કુતૂહલ વ્યક્ત કરે તે પહેલાં જ તેણે પોતાની ઓળખ આપીને આવવાનું પ્રયોજન કહ્યું, “અર્જુન અને નારાયણને નિમિત્ત બનાવીને ખાંડવને મેં બાળ્યું હતું. એ કાર્યને માટે સુદર્શન ચક્ર અને ગાંડિવ મેં જ આણું આપ્યાં હતાં, વરુણ કનેથી. હવે શ્રીકૃષ્ણ ગયા, તેની સાથે સુદર્શન પણ ગયું–જયાં હતું ત્યાં. હવે આ ગાંડિવને પણ એવી જ રીતે વરુણને સુપરત કરી દો. હવે તમારે એને કશે જ ખપ નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૯૬
“તેજીને ફક્ત આટલા ટારાની જ જરૂર હતી. અને અર્જુને ગાંડિવા તથા બને ભાથાને એ “લૌહિત્ય અર્ણવ”માં પધરાવી દીધાં.
અને અગ્નિ અંતર્ધાન થઈ ગય.
અને પાંડવો પછી લવણબ્ધિના ઉત્તર કિનારેથી દક્ષિણ તરફ, અને ત્યાંથી પછી પશ્ચિમ તરફ ચાલ્યા. માર્ગમાં તેમણે સાકરેન વરિષ્ણુતા દ્વારકાનાં દર્શન પણ કરી લીધાં. ત્યાંથી ફરી તેઓ ઉત્તર દિશા તરફ વળ્યાં. ભારતની એક છેલ્લી પ્રદક્ષિણા કરી લેવાની તેમની નેમ પૂરી થઈ.
૩૦૬. પતનનાં કારણે
ધરતીની વનશ્રી નિહાળતાં નિહાળતાં અંતે તેઓ–પહેલેથી જે તેમનું અંતિમ લક્ષ્ય હતું ત્યાં હિમાચલ પાસે આવી પહોંચ્યાં. ત્યાં પહેલાં તો તેમણે
વાલુકાવ”—રતીને સાગર જોયો. તે પાર કરતાંવેંત શિખરીઓમાં શ્રેષ્ઠ એવા મેરુ પર્વતનાં દર્શન થયાં. મેરુ પર્વત પર તેઓ સાતેય ઝપાટાભેર ચઢી રહ્યાં હતાં, ત્યાં યાજ્ઞસેની, દ્રૌપદી, “ભ્રષ્ટગ” થઈ, તેણે સમતુલન ગુમાવ્યું, તે લથડી પડી (collapsed).
આમાં કંઈ આશ્ચર્ય જેવું નથી. ચાળીસેક વર્ષો પહેલાં, દ્રૌપદી હિમાચલ પર ચઢી હતી, ત્યારે પણ યુધિષ્ઠિરે કહેલું કે યાજ્ઞસેનીને માટે હિમાચલ ચઢવાને પરિશ્રમ શક્ય જ નથી, માટે તેને તળેટીમાં જ રહેવા દઈએ ! પણ ભીમે તેને, તે જ્યારે થાકી જાય ત્યારે ઊંચકી લેવાની તૈયારી બતાવી હતી, અને વળી ઘટોત્કચને પણ ખાસ આ સેવા માટે જ તેડાવ્યો હતો.
આવી દ્રૌપદી આ ઉંમરે અને સમગ્ર ભારતના પગપાળા પ્રવાસ પછી મેરુ પર્વત પર ચઢવા જતાં શરીરની સમતુલા ગુમાવી બેસે અને એકાએક ફસડાઈ પડે એમાં નવાઈ શી ?
છતાં ભીમને એ વાતની નવાઈ લાગે છે અને તે યુધિષ્ઠિરને આ વિષે પ્રશ્ન કરે છેઃ
આ રાજપુત્રીએ અધર્મનું આચરણ કદી પણ કર્યું નથી; છતાં એ મેરુશિખર પર પહોંચતા પહેલાં જ ઢળી પડી એનું કારણ શું ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૯૭
પ્રત્યેક શારીરિક પ્રક્રિયાની પાછળ કઈ ને કઈ માનસિક અથવા આધ્યાત્મિક કારણ શોધવાને તે જમાનો હતો અને અત્યારના વિકસિત વિજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ છીએ ત્યારે પણ, એક સનાતન સત્ય એ જમાનાને એટલું બધું વહેલું સમજાઈ ગયેલું હતું તે જોઈને આશ્ચર્ય અનુભવીએ છીએ.
યુધિષ્ઠિરને જવાબ સંપૂર્ણ નથી, કેવળ સૂચક છેઃ exhaustive નથી, suggestive છે. . એ કહે છેઃ “ૌપદી આપણને પાંચેયને પરણી હતી, છતાં અર્જુન તરફ એને સવિશેષ પક્ષપાત હતો; તેને કારણે આમ થયું.” ટૂંકામાં માનસિક સંતુલનનેગને–જોઈતા પ્રમાણમાં અભાવ એ તેની શારીરિક · ક્ષીણતાનું કારણ હતું.
પણ હવે શું થાય ?
સાંસારિક સંસ્કારોને તે અહીં પ્રશ્ન જ નહોત; પ્રવજ્યા લઈને નીકળેલાઓ માટે. એટલે વ્યાસજી લખે છે કે –
“મનને સમધારણ અવસ્થામાં રાખી ધીમાન, ધર્માત્મા અને પુરુષષભ એવા યુધિષ્ઠિરે અનવેરા ઇનામ્ એની સામે જોયા વગર પોતાનું આરોહણ જારી રાખ્યું.
આ પછી ડી વારે સહદેવ ફસડાઈ પડ્યો; અને ભીમના પ્રશ્ન પરથી યુધિષ્ઠિરે ખુલાસો કર્યો કે “સહદેવ જગતમાં કોઈને પોતાના જેટલું પ્રાણ નહોતે માનત, તે અહંભાવનું આ ફળ છે.”
આગળ ચાલતાં નકુલની પણ આ જ દશા થઈ. આરોહણના થાક ઉપરાંત, કૃષ્ણ અને સહદેવના વિરહને સંતાપ પણ એને પીડતો હતો.
પણ “રૂપમાં મારા જેવો કોઈ જ નથી,-એ એને સૌન્દર્યમદ એના પતનનું કારણ બને” એવો ખુલાસે યુધિષ્ઠિરે આપે.
હવે, લાગે છે કે, ભીમ પણ સહેજસાજ વ્યગ્ર બનવા લાગ્યો હતો. યુધિષ્ઠિરે તેને ટપાર્યોઃ “જેને માટે એના કર્મના પરિપાકરૂપે) જે નિર્મિત થયું છે, તે તેને ભોગવવાનું જ છે,” એમ કહીને.
અને સૌ આગળ ચાલ્યા. .. - થોડીવાર પછી શિકસંતપ્ત અર્જુન પડ્યો. અર્જુન તે કૃષ્ણને સ, એનું આવું મૃત્યુ થાય, એમ ભીમને થયું હશે. (ખુદ કૃષ્ણ પણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૯૨
કાળધને પામ્યા હતા, એ ભીમને તે વખતે સ્મરણમાં નહિ આવ્યું હાય, કદાચ !)
“આ અર્જુન” યુધિષ્ઠિરને તેણે પૂછ્યું : “મશ્કરીમાં પણ એણે કદી અસત્યનું ઉચ્ચારણ નથી કર્યું, એની આ વિયિા શાને લઈને? ”
યુધિષ્ઠિર પાસે આને જવાબ પણ તૈયાર છેઃ “ અર્જુન સૂરમાની હતા. ‘શત્રુએને હું એક જ દિવસમાં ખતમ કરીશ ! ’ એમ એણે કહ્યું હતું: પણ એ કરી શકો નહિ; માટે એની આ ગતિ થઈ. વળી અર્જુન જગતના સર્વે ધનુર્ધારીઓના તિરસ્કાર કરતા હતા.”
છેલ્લે ભીમ પડયો.
પડતાં પડતાં મોટાભાઈને અને માટાભાઈએ પણ્ એવા જ જવાબ આપ્યો :
:
તેણે એ જ પ્રશ્ન પૂછ્યો.
ધર્મબુદ્ધિ 'થી કશા પુણ્ સ કાચ વગર
अतिभुक्तं च भवता प्राणेन च विकत्थसे । अनवेक्ष्य परं पार्थ तेनासि पतितः क्षितौ ॥
rr
“ તું વધારેપડતા ભાગી હતા; તેમ જ બીજાના માનઅપમાનના વિચાર કર્યા વગર તું તારી જાતની વડાઈ કર્યા કરતા......તેને કારણે તુ પૃથ્વી પર પટકાઈ પડયો છે.”
મહાભારત લખે છે કે,
:
:
,
“ આટલું કહ્યા પછી પાછું વળીને જોયા વગર ' યુધિષ્ઠિરે પોતાનું આરહણ ચાલુ રાખ્યું. એક પેલા કૂતરા જ તેની પાછળ પાછળ ચાલ્યા કરતા હતા.
૩૦૭, દેવાલયા દેવાને મુખરક
વાચકાને યાદ હશે કે દિવ્યાસ્ત્રાના શિક્ષણ માટે સ્વર્ગમાં જવા નીકળેલ અર્જુન હિમાલયના શિખર સુધી પહેાંચ્યા કે તરત જ તેને લેવા માટે ઈન્દ્રના સારથિ માલિ રથ લઈને આવ્યેા હતેા. હિમાલયના શિખર ઉપરથી સ્વર્ગ સુધીના રસ્તાના વીગતવાર વર્ણનમાંથી છટકી જવાની આ એક કવિયુક્તિ જ છે. અહીં પણુ રસ્તામાં પડેલાં દ્રૌપદી તેમ જ ચારેય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯૯
ભાઈઓની મમતા મૂકીને યુધિષ્ઠિર જે હિમાચલના શિખર ઉપર પહોંચે છે, તેવો જ – સારથિ માતલિ નહિ, પણ સાક્ષાત ઇન્દ્ર પોતે જ પિતાને રથ લઈને હાજર થઈ જાય છે.
બેસી જાઓ!”
મારી સાથે આપની પાસે આવવા નીકળેલા મારા ભાઈઓ તથા. પાંચાલી–જેઓ માર્ગમાં જ મૃત્યુ પામ્યાં છે – તેમના વિના સ્વર્ગમાં જવાની મારી ઈચ્છા નથી, દેવ.” યુધિષ્ઠિરે નમ્રતાપૂર્વક પણ દઢ જવાબ આપે, “આપ મને સ્વર્ગમાં લઈ જવા માગતા હે, તે તેમને પાંચેયને પણ સાથે લઈ લેવાને અનુગ્રહ કરો.”
તારા ભાઈઓ અને પાંચાલી તે ક્યારનાંયે સ્વર્ગમાં પહોંચી ગયાં છે, યુધિષ્ઠિર, દેવરાજે ખુલાસો કર્યો, “માનવશરીરને ફગાવી દઈ સ્વર્ગને લાયક નવાં શરીરે તેમણે ધારણ કર્યા છે, જ્યારે તું તે. તારા આ માનવશરીરે જ સ્વર્ગમાં પ્રવેશ કરવાને અધિકાર ધરાવે છે. ચઢી જા રથ પર.”
“ભલે દેવ, ચહું છું, પણ પહેલાં મારા આ કુતરાને ચઢવાની રજા આપે.” યુધિષ્ઠિરે વનતિ કરી, “એણે જવનભર સંપૂર્ણ વફાદારીપૂર્વક મારી સેવા બજાવી છે. એવા સેવકને હું આમ અંતની ઘડીએ ત્યાગ કરું તે મારા જે દુષ્ટ બીજે કઈ નહિ.”
પણ તું તે હવે અમર બને – મારા જેવો જ. સમગ્ર લક્ષ્મીમહાન સિદ્ધિઓ તને પ્રાપ્ત થઈ ગઈ. સ્વર્ગનાં બધાં જ સુખે તારી વાટ જોઈને જ ઊભાં છે હવે......આ સંગોમાં કૂતરાને સાથ છોડવામાં જરા પણ દુષ્ટતા નથી, યુધિષ્ઠિર.”
આ તમે શું બેલો છે, સહસાક્ષ”ઇન્દ્રને મીઠે ઠપકે આપતો. હેય એવા અવાજે યુધિષ્ઠિરે જવાબ આપે, “મને આને. અનાર્ય આચરણ કરવાની સલાહ આપે છે ! જેને માટે મારે મારા વફાદાર જીવનસાથીને ત્યાગ કરવો પડે એવી લક્ષ્મી મારે જોઈતી જ નથી.” :
પણ સ્વર્ગમાં કૂતરાને સ્થાન જ નથી. કૂતરાની દષ્ટિ માત્રથી પુણ્યને સમગ્ર સંચય બળીને ભસ્મ થઈ જાય એમ માન્યતા છે. આવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #208
--------------------------------------------------------------------------
________________
૨૦૦
સ્થિતિમાં કૂતરાને તું ત્યાગ કરે એમાં કશું જ અજુગતું નથી. પરાપૂર્વથી ચાલતી આવેલી માન્યતાઓને તેા માન આપવુ જોઈએ ને !’’
ઃઃ
,,
પણ સાચા જીવનસાથીના ત્યાગ કાઈ પણ સંજોગામાં ન કરવા એ પણ પરાપૂર્વથી ચાલતી આવેલી એક માન્યતા જ છે ને ? ” યુધિષ્ઠિરે દલીલ કરી, મારા પોતાના સુખને ખાતર મારા વફાદાર સેવાને હું રઝળતા મેલું એ કાઈ કાળે બનનાર નથી, દેવરાજ ! ”
66
tr
પણ ભાઈ જેવા ભાઈઓના અને પાંચાલી જેવી પત્નીના ત્યાગ તે। તું કરી જ આવ્યા છે! હવે એક કૂતરાના ત્યાગ કરવામાં આટલા બધા સકાચ શાને અનુભવે છે?” ઈન્દ્રે સામી દલીલ કરી.
ભાઈઓના અને પાંચાલીના મેં ત્યાગ કર્યો છે એમ કહેવું એ તદ્દન ગેરવાજખી છે, દેવ ! ” યુધિષ્ઠિરે જવાબ આપ્યા, “ તમે જાણે! જ છે, દેવ, કે મૃત્યુ પાસે મર્ત્ય માનવી લાચાર છે. મારા ભાઈએ અને પાંચાલી મૃત્યુ પામ્યાં, અને હું જાતે જ મર્ત્ય એટલે તેમને સજીવન ન કરી શકયો. આ સંજોગામાં મારે એમને—એમને નહિ, પણ એમનાં શાને તજવા સિવાય ખીજો કાઈ રસ્તા જ નહેાતા. એ જીવતાં હેાત, તા તેમના ત્યાગ હું કદી જ ન કરત ! તમે તે જાણા છે દેવ, કે ભક્તત્યાગ એ કેવડુ` માટુ પાપ છે! શરણાગતને રિબાવવેા, સ્ત્રીઓના વધ કરવા, બ્રાહ્મણનું ધન હરી લેવું અને મિત્રના દ્રોહ કરવા – એ ચારેય પાપ નિકૃષ્ટમાં નિકૃષ્ટ છે. ભક્તત્યાગ વફાદાર સેવકના ત્યાગ એ પાપ પણ એ જ કાર્ટિનુ છે. તે મારા હાથે કદી પણ થવાનુ નથી, દેવ’
(c
હવે એક ચમત્કાર થાય છે.
કૂતરાને જાણે વાચા આવે છે. એ કૂતરા કૂતરા નથી, પણ સાક્ષાત્ ધર્મ છે. જીવનભર યુધિષ્ઠરે ધર્મોનું અનુસરણ કર્યું છે. ‘ ધર્મો રક્ષતિ રક્ષિતઃ' એ સત્ય વ્યાસજીએ આ કૂતરાના રૂપક દ્વારા આપણી સમક્ષ રજૂ કર્યુ` છે.
સ્વર્ગનાં સુખા અને દિવ્ય સિદ્ધિઓને ખાતર પણ પેાતાના ત્યાગ કરવાના ઈન્કાર કરતા યુધિષ્ઠિરને એ કૂતરા, ધર્મ, શુ' કહે છે, તે સાંભળેા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #209
--------------------------------------------------------------------------
________________
૨૦૧
ભૂતમાત્ર ઉપરની તારી આ અનુકંપાથી હું પ્રસન્ન થયા છું, યુધિષ્ઠિર. આ પહેલાં પણ એક વખત મેં તારી ધર્મનિષ્ઠાની કસેાટી કરી હતી એ તને યાદ જ હશે, દ્વૈતવનમાં પેલા જળાશયનું પાણી પીવા જતાં મૃત્યુ પામેલા તારા ચારેય ભાઈઓમાંથી. કાઈ પણ એકને હુ સજીવન કરીશ, એમ મેં કહ્યું તેના પ્રત્યુત્તરમાં તે માદ્રીના બે પુત્રમાંથી એકને – નકુલને સજીવન કરવાની વિનંતિ કરી હતી; તારા સગા માજણ્યા ભાઈએ ભીમ અને અર્જુનમાંથી એકને નહિ ! આજે આ કૂતરાને ખાતર ‘દેવ-રથ’ના ત્યાગ કરવા પણ તું તત્પર થયે; સાચે જ સ્વર્ગમાં તારા જેવા કાઈ રાજવી નથી. તારા આ માનવશરીરે જતું અક્ષય લેાકને અને દિવ્ય ગતિને પ્રાપ્ત થયા છે.”
પછી ધર્મી, ઈન્દ્ર, મરુતા, અશ્વિનીકુમારેશ વગેરે દેવા અને અનેક દેવિ એ યુધિષ્ઠિરને રથમાં બેસાડીને પોતપેાતાનાં વિમાન દ્વારા તેની સાથે સ્વર્ગ ભણી રવાના થયા.
મા'માં દેવિ નારદે તેની પ્રશસ્તિ ઉચ્ચારી :
((
યશ, તેજ અને વૃત્ત ( શીલ = ચારિત્ર્ય ) ત્રણેયમાં તું અન્ય સર્વ રાજવીઓ કરતાં ચઢિયાતા ઠર્યાં છે. સ્વશરીરે હજુ સુધી કોઈ સ્વર્ગમાં ગયા નથી. તું પહેલા જ છે. તું જ્યારે પૃથ્વી પર હતા ત્યારે દેવાનાં જે તેજસ્વી મહાલયોની તે માત્ર કલ્પના જ કરી હતી, તે બધાં મહાલયાને હવે નજરેાનજર નિહાળ.”
પણ યુધિષ્ઠિરને તેા એક જ વાતમાં રસ છેઃ “ દેવાનાં તેજસ્વી મહાલયા દેવને મુબારક! મારે તા
शुभं वा यदि वा पापं भ्रातॄणाम् स्थानमद्य मे । तदेव प्राप्तुमिच्छामि लोकान् भन्यान् न कामये ॥
મારા ભાઈઓને જે સ્થાન મળ્યુ. હાય—શુભ વા અશુભ મને મળે એમ હું ઈચ્છું છું. ખીજા કાઈ ોની મને તમા નથી.”
પણ ઈન્દ્ર હજુ કસેટી કરવી છેડતા નથી :
--
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
તે જ
<<
તું સ્વ`માં આવ્યા, યુધિષ્ઠિર, તાપણ મનુષ્યને ભાવ તારા મનમાંથી ગયા નહિ! કારણ કે માનવસહજ સ્નેહને જી... હજુ છેાડી શકતા નથી ! ”
www.umaragyanbhandar.com
Page #210
--------------------------------------------------------------------------
________________
૨૦૨
કેટલો કાતિલ કટાક્ષ છે આ એક પંક્તિમાં!– કદાચ અસંપ્રજ્ઞાત રૂપે-અ-ભાન રૂપે વ્યક્ત થયેલો!– માનવહૃદયની દયામાયાને સ્વર્ગમાં
સ્થાન નથી! સ્વર્ગનાં સુખો જોઈતા હોય તે માનવભાવનાઓને ત્યાગ કરે – માનવતા અને સ્વર્ગ એ બે પરસ્પરવિરોધી વસ્તુઓ છે! પણ યુધિષ્ઠિરને જવાબ તે એક જ છે અને અફર છેઃ
तैर्विना नोत्सहे वस्तम् “તેમના વિના મારાથી રહેવાય એમ નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #211
--------------------------------------------------------------------------
________________
સ્વર્ગારોહણ પર્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #212
--------------------------------------------------------------------------
________________
स्वर्गोऽयं नेह वैराणि भवन्ति मनुजाधिप ॥ આ સ્વર્ગ છે, રાજન, અહીં વૈરભાવ બધા શમી જાય છે. (જ્યાં વૈરભાવ જેવું કશું હેય જ નહિ, એનું નામ સ્વગ!) यत्र ते मम स स्वर्गो नायं स्वर्गो मतो मम ॥ જ્યાં તેઓ તમારા ભાઈઓ) છે, તે જ સ્વર્ગ છે; આ સ્વગ નથી, મારે મન. न ह्यहं तत्र यास्यामि स्थितोऽस्मीति निवेद्यताम् । मत्संश्रयादिमे दूताः सुखिनो भ्रातरो हि मे ॥ હું ત્યાં (સ્વગમાં નહિ આવું: અહીં જ રહીશ, એમ ઈન્દ્રને જઈને કહે. અહીં મારા વસવાથી મારા ભાઈઓને સુખ થાય છે (એ જ મારે મન સ્વર્ગ છે).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #213
--------------------------------------------------------------------------
________________
૩૦૮. આ કઈ જાતની વ્યવસ્થા!
યુધિષ્ઠિરની એક વધુ કસેટી હજુ બાકી છે. સ્વ'માં પહેાંચતાંવેંત તેણે એક કૌતુક દીઠું, તદ્દન અણુધારેલુ, અનપેક્ષિત એ કૌતુક હતું. ત્યાં તેણે સ્વર્ગ –લક્ષ્મી વડે સેવાતા અને આદિત્યની પેઠે ઝગારા મારતા દુર્ગંધનને દેવાની વચ્ચે બેઠેલા દીઠા.
તે ચોંકી ઊઠ્યો.
આ સરજનહારના ન્યાય ! ” તેને થયું,
આ અધર્મ-જ્ઞ, પાપાત્મા, વસુંધરાના મિત્રોને દ્રોહી - આ જો સ્વર્ગમાં હાય, તેા પછી નરકમાં કાણ હશે! નથી રહેવું મારે આ દુષ્ટની સાથે. મને મારા ભાઈએ પાસે લઈ જા ! ’
અહીં,
,,
*
tr
(6
નારદજી હસતાં હસતાં તેને સમજાવવાની કાશિશ કરે છે, આ તા સ્વ છે, ભાઈ; પૃથ્વી ઉપરની વાતા અહીં ભૂલી જવાની. આમ જો, આ બધા રાજવીઓ–અને દેવે પણ!–એના (દુર્ગંધનના) સત્કાર કરી રહ્યા છે! હજાર અવગુણા હતા, પણ એક ગુણ તે હતા ને એનામાં ? મયે મહતિ . અમીતઃ — મહાભયાની વચ્ચે પણ એ નિર્ભયપણે વર્તતા હતા. યુદ્ધમાં સામી છાતીએ લડતાં એ મરાયા. ક્ષાત્રધર્મના લરૂપે આ સ્વ એને સાંપડયું છે. પૃથ્વીનાં વેરઝેરની વાતેાને વિસારે પાડીને તારે હવે એની સાથે રહેવાનું છે.”
યુધિષ્ઠિરના મનમાં હવે એક નવા વિચારના હુગા ફૂટી જાય છે! દુષ્ટ દુર્યોધનને તેના ફક્ત એક જ કહેવાતા સદ્ગુણને પ્રતાપે આવું સ્વર્ગ સાંપડયું છે તેા પછી જેમનામાં દુર્ગંધનના જેટલી જ બલ્કે તેનાથીયે વધારે નિર્ભયતા હતી, અને જેમનામાં દુર્યોધનના દુર્ગુણા નહેાતા, તેમને કેવા લાકની પ્રાપ્તિ થઈ હશે ? — પેાતાના ભાઈ, કર્ણ, ધૃષ્ટદ્યુમ્ન, સાત્યકિ, શિખ`ડી, દ્રૌપદીના પુત્રા, અભિમન્યુ વગેરેને ?
–
નારદને તે વિનંતિ કરે છેઃ
r¢
એ બધાની શી ગતિ થઈ છે તે મને બતાવેા. મારે મન તા તે જ સ્વર્ગ છે, જ્યાં તે લેા છેઃ આ સ્વર્ગ નથી.”
tr
ભલે, જેવી આપની ઇચ્છા.” દેવા બધા એકી અવાજે પુકારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #214
--------------------------------------------------------------------------
________________
૨૦૬
66
ઊઠે છે, અને એક દેવદૂતને આજ્ઞા આપે છે, આગળ છે, ત્યાં આમને લઈ જાઓ.’’
આમના સ્વજના જ્યાં
અને એ દેવદૂતની સાથે યુધિષ્ઠિર એક નવા પ્રવાસે ઊપડે છે. પાપકર્મો કરનારાએ વડે સેવાયેલા એ દુર્ગમ માનું વર્ણન કમકમાટી ઉપજાવે એવુ` છેઃ
“ અંધકારથી ઘેરાયલા, ધાર, કેશરૂપી શેવાળથી છવાયેલા, પાપાત્માએની દુર્ગંધથી ભરેલા, માંસ અને રુધિરના કીચડવાળા, તીણા દાંતવાળા રી છાવાળા, માખીએ અને મચ્છરેાથી ખદબદતા, ચારેબાજુ અહીં ત્યહી ‘કુણુપા’ વડે વી’ટળાયેલા, હાડકાં અને કેશ જ્યાં વેરાયલાં પડવાં છે તેવા,કૃમિ અને કીટાથી ખદબદતા, ફરતી અગ્નિની ઝાળ વડે વીટાયેલા, લાખ`ડની ચાંચાવાળાં કાગડા અને ગીધડાંઓથી ભરપૂર, વિધ્ય પર્વત જેટલાં ઊંચાં અને સેાય જેવાં મુખાવાળાં પ્રેતા વડે વસાયલા, મેદ અને રુધિરથી ખરડાયલા, કપાયલાં બાહુએ, ઉરુએ અને હાથ, ઉદરે અને પગ જ્યાં ત્યાં વેરાયલાં પડયાં છે તેવા,’–
આવા માર્ગે થઈને દેવદૂતની પાછળ પાછળ યુધિષ્ઠિર ચાલ્યા જાય છે. ચાલતાં ચાલતાં તેને અનેક વિચાર આવે છે. દેવદૂતને તે પૂછે છેઃ
“આવા રસ્તા હજુ કેટલા કાપવાના છે? મારા ભાઈએ કલ્યાં છે ? આ કયા દેશ છે?’
** બસ, અહી સુધી જ આપને આવવાનું હતું.'' દેવદૂત જવાબ આપે છે, આપ જ્યારે આ દૃશ્ય જોઈને થાકી જાએ, કટાળી જાઓ, ત્યારે આપને પાછા લઈ આવવા એવી મને દેવાની આજ્ઞા છે. ”
'
યુધિષ્ઠિર તેા એ રસ્તાની દુર્ગન્ધથી જ એટલા બધા અકળાઈ ગયા હતા કે એણે પાછા ફરવાના નિશ્ચય કર્યો; પણ ત્યાં તે તેણે ચામેરથી અવાજો સાંભળ્યા : હું ધર્મજ્ઞ, હું યુવિષ્ઠિર, હે રા,િ અમારા પર અનુગ્રહ કરે અને અહીં જ ઘેાડીક વાર ઊભા રહેા. આપના સાંનિધ્યથી
આ ભયાનક સ્થળે પણ અમને થાડીક શાતા વળે છે. આપના અંગમાંથી જે પુણ્ય અને શીતલ સુગંધ આવે છે, તેને લઈને અહીંની માથું ફાડી નાખે એવી દુર્ગંધ સહેજસાજ સુસહ્ય બને છે. આપ અહીંથી જતા નહિ! અમારે ખાતર, કૃપા કરીને અહીં જ રહેા !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #215
--------------------------------------------------------------------------
________________
૨૦૭
“તમે છે કાણું?” અત્યંત વેદનાભર્યા આ ઉદ્ગારોથી સંતપ્ત બનીને યુધિષ્ઠિરે પૂછયું.
જવાબો એકી સાથે અનેક દિશાઓમાંથી એના કાને પડ્યા, “હું કરું છું, અર્જુન છું, હું ભીમ, હું ધૃષ્ટદ્યુમ્ન, હું દ્રૌપદી...” વગેરે.
યુધિષ્ઠિરના આશ્ચર્યને પાર ન રહ્યો. દેવો ઉપર અને જગત-તંત્રની દુર્વ્યવસ્થા ઉપર તેને અત્યંત રોષ ઉત્પન્ન થયોઃ “આ કઈ જાતને ન્યાય ?” તેને થયું, “જ્યાં દુર્યોધન સ્વર્ગમાં લહેર કરે અને આ મારાં સ્વજને– દુર્યોધનના પ્રમાણમાં તે ઘણાં જ પુણ્યશાળીએ,-નરકની યાતનાઓ ભોગવે !”
તમે જેમના દૂત છો તેમની પાસે જાઓ.” દેવદૂતને તેણે અત્યંત કડવાશથી કહ્યું : “હું તો અહીંજ રહીશ. મારા સાંનિધ્યથી આ મારાં સ્વજનોને શાંતિ મળે છે, એ જ મારા માટે મોટામાં મોટું સ્વર્ગ છે.”
અને યુધિષ્ઠિરની આજ્ઞા માથે ચઢાવીને દેવદૂત તેને ત્યાં જ મૂકીને ચાલ્યા ગયે.
૩૦૭, ત્રીજી કસોટી
નરકમાં સબડતાં સ્વજનના ચિત્કાર સાંભળતાં તેમ જ પિતાના સાંનિધ્યથી તેમની યાતનામાં થોડોક પણ ઘટાડો થઈ રહ્યો છે એવો સંતોષ અનુભવતાં યુધિષ્ઠિર ત્યાં આગળ એક મુહૂર્ત જેટલે સમય ઊભો રહ્યો હશે, ત્યાં વળી એક બીજું કૌતુક તેણે દીઠું. ઈન્દ્રની આગેવાની નીચે બધા જ દે તેની પાસે આવી પહોંચ્યા. ધર્મદેવ પણ સાથે જ હતા, જેમને અનુભવ તેને મેરુપર્વત ઉપર પેલા કૂતરાવાળા પ્રસંગે થયો હતો.
યુધિષ્ઠિરે જોયું કે દેવોના આગમન માત્રથી અંધકાર દૂર થઈ ગયે, તેમ જ નરક, તેમાં પડેલાં સ્વજને, તેમની યાતનાના ચિત્કારો-બધું જ એક ક્ષણમાં અદશ્ય થઈ ગયું, “પુણ્યગન્ધને વહન કરનાર, પવિત્ર અને શિતળ વાયુ સુખસ્પર્શ વાવા લાગ્યા”
પછી મરુતે, વસુઓ, અશ્વિને, સાથો, સુકા, આદિત્ય તેમ જ અન્ય અનેક દેવોની હાજરીમાં દેવરાજ ઈન્દ્ર તેના ક્રોધને શમાવવાનો પ્રયત્ન કરતા હોય એવી રીતે સંબોધ્યો :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #216
--------------------------------------------------------------------------
________________
૨૦૮
“ચાલે ચાલે,–મહારાજ યુધિષ્ઠિર, (નરકને) આટલે અનુભવ આપના માટે પૂરતું છે. આપનાં પુણ્યકર્મોએ કરીને આપ અક્ષયલોકને તેમ જ તેની સાથે સંકળાયેલી બધી જ સિદ્ધિઓને પામ્યા છે. આપને આટલો અનુભવ કરાવ્યું તેથી રખે ક્રોધ કરતા. નરકનું દર્શન તે બધા જ રાજવીઓને એકવાર કરવું પડે છે. પ્રાણીમાત્ર પોતપોતાના જીવન દરમિયાન શુભ તેમ જ અશુભ બન્ને પ્રકારનાં કર્મો કરે છે, અને તે બન્ને પ્રકારનાં કર્મોના ફળરૂપે – સ્વર્ગ તેમ જ નરક બંનેને અનુભવ તેમને કરવો પડે છે.
શુભ કર્મના ફળરૂપે પ્રાપ્ત થયેલું સ્વર્ગ જેઓ પહેલાં ભોગવે છે, તેઓને નરક પછી ભોગવવાનું રહે છે, પણ અશુભને પરિપાક સમું નરક જે પહેલાં ભોગવી લે છે, તેને માટે સ્વર્ગ તે પછી ભોગવવાનું રહે છે. જેણે અત્યંત પાપકર્મો કર્યા હોય છે અને જેના જીવનના ચોપડામાં પુણ્યની તે ફક્ત એક આછીપાતળી કણી જ જમા હોય છે તેઓ પહેલાં સ્વર્ગ મણી લે છે. (દુર્યોધનના સ્વર્ગમાં હોવાને સંતોષકારક ખુલાસો યુધિષ્ઠિરને આ ઉપરથી મળી ગયો હશે.) હવે આપે અશુભનું આચરણ ફક્ત એક જ વખત કર્યું છે,–અશ્વત્થામા અંગે દ્રોણને છેતરીને, એના ફળરૂપે એક
મુહૂર્ત” જેટલો સમય જ નરકને અનુભવ આપને કરવાનો હતો, તે અમે આપને કરાવી દીધો. એવી જ રીતે આપના ભાઈઓને તેમ જ દ્રૌપદીને તેમ જ અન્ય સ્વજનેને–જેમને પુણ્યરાશિ પાપરાશિ કરતાં ઘણો જ મોટો છે, તેમને સૌને નરકને અનુભવ અમે પહેલાં જ કરાવી દીધું છે અને હવે એ સૌ સ્વર્ગને આસ્વાદ માણી રહ્યા છે, એ આપ નજરોનજર નિહાળશે. જુઓ આ કર્ણ, આ આપના બીજા ભાઈઓ, આ આપનાં અન્ય સ્વજને -સૌ પોતપોતાને ઉચિત સ્થાને બિરાજે છે તે માનસઃ ક્વર:-શેક અને સંતાપને તજી દે હવે. અને મારી સાથે જ આ સ્વર્ગને આનંદ માણે. તપ, દાન અને સત્કર્મોનું, રાજસૂયનું તેમ જ અશ્વમેધનું પુણ્યફળ હવે આપ નિઃસંકોચપણે ભોગવો. હરિશ્ચન્દ્ર, માન્ધાતા, ભગીરથ,
ભરત વગેરે રાજવીઓ જે લેકમાં વિહરે છે તે જ લોકમાં હવે આપ નિવાસ કરશે. જુઓ આ પવિત્ર દેવનદી....આકાશગંગા, તેમાં સ્નાન કરતાંવેંત આપને “માનુષ–ભાવ નષ્ટ થશે. આપ પતિ–રોવર, નિરીયા અને મુવૈર બનશે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦૯
દેવેન્દ્રના આ સંભાષણ પછી વિગ્રહવાન ધર્મ –શરીરધારી સાક્ષાત્ ધર્મદેવે યુધિષ્ઠિરને અભિન ંદન આપ્યાંઃ
..
આ તારી ત્રીજી કસોટી મેં કરી, વત્સ !” તેમણે કહ્યું, “ અને મેં જોયું કે ધર્મનિષ્ઠા, સત્ય, ક્ષમા અને દમ-તેમાંથી તને કશું જ ચળાવી શકે એમ નથી...પહેલી કસેટી દ્વૈતવનમાં પેલા જળાશય પાસે-જ્યારે તે તારા સગા માણ્યા ભાઈઓને બદલે માદ્રીપુત્રને સજીવન કરવાનું વરદાન મારી પાસે માગ્યું હતું. ખીજી મેરુશિખર ઉપર, જ્યારે શ્વાન વગર ઇન્દ્રના રથમાં પગ મૂકવાના તે ઈન્કાર કર્યા હતા; અને ત્રીજી આજે, જ્યારે મારા સાન્નિધ્યથી નરકવાસીઓને શાતા મળતી હાય તા હું એ નરકને જ સ્વર્ગ ગણીને ત્યાં રહીશ ” એવા નિશ્ચય તે દાખવ્યો.”
cc
આ પછી દેવનદી આકાશગંગામાં સ્નાન કરીને યુધિષ્ઠિરે પેાતાના પૃથ્વી ઉપરના શરીરતું–માનવશરીરનું વિસર્જન કર્યુ. અને નિવે^ર, નિઃસ ંતાપ બની, દેવા તેમ જ ધર્મ વડે વીંટળાઈને મહર્ષિ એની પ્રશ'સા સાંભળતા સાંભળતા તે એવા એક દિવ્ય લેાકમાં ગયા...
यत्र ते पुरुषव्याघ्राः शूरा विगतमन्यवः । पांडवा धार्तराष्ट्राश्च स्वानि स्थानानि भेजिरे |
જ્યાં મન્સુરહિત બનેલ પાંડવા તેમ જ ધાતુ રાષ્ટ્રા પોતપોતાનાં કર્મો અનુસાર પાતાને પ્રાપ્ત થયેલ સ્થાન પર બિરાજમાન હતા.
C
.
પોતપોતાને પોતપોતાનાં કર્માના પરિપાકરૂપે પ્રાપ્ત થયેલા શબ્દામાં મહાભારતે ઘણું જ કહી નાખ્યુ છે.
૩૧૦. પુનઃમિલન
દેવનદી — આકાશગંગામાં પેાતાના માનવશરીરનું વિસર્જન કરી દિવ્ય શરીર વડે દિવ્ય લાકમાં પ્રવેશ કરતાં પહેલુ દર્શન યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણનું કર્યું.”. “ બ્રહ્મશરીર ’તેમણે ધારણ કર્યું હતું; પણ એ શરીર અને પૃથ્વી પરનું તેમનું શરીર – તે બે વચ્ચે એટલું બધું સાદૃશ્ય હતુ' કે યુધિષ્ઠિરે તેમને તરત જ ઓળખી લીધા. અર્જુન તેમની સેવામાં
૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #218
--------------------------------------------------------------------------
________________
19
',
નિમગ્ન હતા. એ બન્નેએ યુધિષ્ઠિરને જોતાંવેંત ઊભા થઈને પૂર્વની પેઠે જ તેમનું સન્માન કર્યુ... એક ખીજા સ્થળે યુધિષ્ઠિરે દ્વાદશ આદિત્યાના સંગાથમાં કને દીઠા. અન્યત્ર મરુદ્ગણના સાથમાં, ભીમને પણ તેમણે જોયા – એ જ શરીરમાં તે હતા, એટલે તેને ઓળખવામાં કશી જ મુશ્કેલી નહેાતી. અશ્વિનીકુમારની સાથે નકુલ અને સહદેવને પણ તેણે બિરાજમાન દીઠા.
અને છેલ્લે પાંચાલીને પણ તેણે જોઈ.....
• સૂર્યસમા પેાતાના તેજ વડે આખા સ્વને ભરી દેતી તે મહોત્વમાહિની ત્યાં વિરાજમાન હતી.’
પાંચ પતિને એકી સાથે વરેલી મહાતેજસ્વી એ નારાયણી વિષેનું કુતૂહલ તેના જમાનામાં – અને આજે પણ – સૌને છે. 'એ કુતૂહલને થાડુ ઘણુ શમાવવાના પ્રયત્ન વ્યાસજીએ અહીં ફરી કર્યાં છે. ઈન્દ્રને મુખે યુધિષ્ઠિરને તે સંભળાવે
:
श्रीरेषा द्रौपदीरूपा त्वदर्थे मानुषं गता । अयोनिजा लोककान्ता पुण्यगंधा युधिष्ठिर ||
“તારે ખાતર આ શ્રી દ્રૌપદીનું રૂપ ધારણ કરીને મનુષ્યલેાકમાં અવતરેલી. સામાન્ય નારીની પેઠે એ યેકનિજ નહોતી. સમગ્ર વિશ્વને સૌ મય અને સમૃદ્ધ બનાવે એવી એ હતી. એ જ્યાં હાય ત્યાં વાયુમંડળ સદા પુણ્યથી સુવાસિત રહેતું. તમારા આનÈપભાગને અર્થે જ ખાસ શંકરે તેને—એ શ્રી। દ્રૌપદીરૂપે દ્રુપદના કુલમાં ઉતારી હતી.’” અને પછી નાટકના છેલ્લા દશ્યની જેમ બધાં જ પાત્રોને—અલબત્ત, પાતપેાતાનાં કર્માએ કરીને પેાતપાતાને પ્રાપ્ત થયેલ સ્થાનમાં પણુ–પરલેાકના પથ પર ભેગાં કરી દે છે : ગાન્ધરાજ ધૃતરાષ્ટ્ર, આદિત્યપુત્ર કર્ણ, વૃષ્ણી, અંધક અને ભાજકુલના સાત્યકિ, આદિ યાદવવીરા, સામ–સમક્ષ અપરાજિત અભિમન્યુ, કુન્તી અને માર્ગ સાથે પાંડુ, વસુની સાથે ભીષ્મ, ગુરુ બૃહસ્પતિની પાસે બિરાજમાન ક્રાણુ અને અન્ય અનેક મહીપાલા અને યેદ્દાએ કાઈ ગન્ધવે{ સાથે, કાઈ યક્ષા સાથે, કાઈ ગુલકા સાથે,
.....
પુષ્ય-વા-વ્રુદ્ધિ-ધર્મમિ:
જેમને સ્વર્ગમાં જુદું જુદું સ્થાન પ્રાપ્ત થયું છે, તેવા સૌ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #219
--------------------------------------------------------------------------
________________
૩૧૧. ભારત–સાવિત્રી
વાચકાને યાદ હશે કે પોતે રચેલ મહાભારતને વ્યાસજીએ ફતિહાસ તરીકે નહિ પણ હ્રાવ્ય તરીકે એળખાવેલ છે, અને બ્રહ્માએ પણ તેમના એ ાન્ય શબ્દ ઉપર સંમતિની મહેાર મારેલી છે. આના અર્થ એવા જરાય નથી કે મહાભારત જે ઘટનાઓનું આલેખન છે, તે બધી કલ્પિત છે. ફક્ત એટલા જ કે ઇતિહાસ તેમ જ પરાપૂર્વથી ચાલતી આવેલી કિંવદન્તીએ-બધાંને પેાતાના Raw Material બનાવીને-કથાવસ્તુ કલ્પીને–વ્યાસજીએ તેની આસપાસ પોતાના બૃહત્ કાવ્યનુ નિર્માણ કર્યું" છે, જેનો પ્રધાન ઉદ્દેશ માનવમનની લીલાનું ગાન હૈં, અને આનુષંગિક ઉદ્દેશ યુદ્ધની અનિષ્ટતાનું દર્શન
કરાવવાના છે.
-
-
વ્યાસજીએ એક કવિની – નાટચકારની – તટસ્થ બુદ્ધિથી પેાતાનાં બધાં જ પાત્રોને જોયાં છે, અને સૌને પોતપાતાની પ્રકૃતિ પ્રમાણે વવા દીધાં છે, અને એમ કરતાં જે ફળ આવે તે ફળને તેમની તથા આપણી સમક્ષ રજૂ કર્યુ છે.
એટલે નાટચાત્મક આ કાવ્યની પૂર્ણાહુતિ વેળાએ પેાતાના યુગની પ્રણાલિકા પ્રમાણે, પોતાની કૃતિમાં જુદી જુદી ભૂમિકા ભજવનાર પાત્રો મૂળ કાણુ હતાં તે પણ આપણને તેમણે કહ્યું છે. ખીજા શબ્દોમાં કહીએ તા પ્રત્યેક પાત્રની સામે આદર્શ રૂપે કાણું હતું, તેના નિર્દેશ કર્યા છે. જીવનનાટકમાં પોતપાતાની ભૂમિકા ભજવીને સૌ પાછા પેાતાના જે મૂળ સ્વરૂપ ઉપર આવી ગયા, તે મૂળ સ્વરૂપ કયું હતું તેના નિર્દેશ કર્યો છે.
આ રીતે ભીષ્મની ભૂમિકા વસુએ ભજવી હતી, એટલે એ ભૂમિકા પૂરી થતાં ભીષ્મ વસુરૂપ બની રહ્યા. એવી જ રીતે, દ્રોણુ બૃહસ્પતિરૂપ, કૃતવર્મા મરુતરૂપ, પ્રદ્યુમ્ન સનત્કુમારરૂપ બની રહ્યા. ધૃતરાષ્ટ્ર ગાંધારી સાથે કુબેરના લાકમાં જઈને રહ્યા. કુન્તી અને માદ્રી સાથે પાંડુને ઈંદ્રના ભવનમાં સ્થાન મળ્યું. વિરાટ, ક્રુપદ, ધૃષ્ટકેતુ, નિશ, અક્રૂર, સામ્બ, ભાનુ, કમ્પ, વિદુરથ, ઉત્તર, શંખ વગેરે ‘વિશ્વેદેવાના’ સ્થાનમાં ગયા. સેામના નાના પુત્ર જેણે અભિમન્યુની ભૂમિકા ભજવી હતી, તે ર્મને અંતે (નાટયકને અંતે ?) સેામમાં પ્રવિષ્ટ થયા. કવિમાં સમાઈ ગયા. શનિ દ્વાપરમાં, ધૃષ્ટદ્યુમ્ન અગ્નિમાં, ધૃતરાષ્ટ્રના પુત્રો-જેએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #220
--------------------------------------------------------------------------
________________
૨૧૨
હુધાના “રાક્ષસો” હતા તે બધા “શસ્ત્રપૂત” થઈને પિતાની બત્કટતાની સજા ભોગવીને પરલોકમાં પિતપોતાને ઉચિત સ્થાને પહોંચી ગયા.
વિદુર તેમ જ યુધિષ્ઠિર ધર્મરૂપ થઈ રહ્યા. બળદેવ રસાલમાં ચાલ્યા ગયા–અને ત્યાં બ્રહ્માના આદેશથી પૃથ્વીને ધારણ કરી રહેલ શેષ સાથે તદ્દરૂપ થઈને રહ્યા, અને દેવાધિદેવ નારાયણના અંશરૂપ વાસુદેવ શ્રી કૃષ્ણનારાયણમાં સમાઈ ગયા અને તેમની સેળ સહસ્ત્ર રાણુઓ સરસ્વતીમાં પિતાનાં મત્યે શરીરનું વિસર્જન કરીને અપ્સરાઓ રૂપે વાસુદેવની પરિચર્યામાં પ્રવૃત્ત થઈ રહી.
વૈશંપાયનને મુખેથી પોતાના પૂર્વજોની વ્યાસપણુત આ કથા સાંભળીને જનમેજય અત્યંત વિસ્મિત થે. વરની નિરર્થક્તાનું ભાન થતાં સર્પસત્ર તેણે બંધ કરાવ્યું. આસ્તીકને પણ એથી સંતોષ થયો. અને પછી દાન-દક્ષિણ વડે દિmત્તમોને પ્રસન્ન કરીને જનમેજય તક્ષશિલાથી પાછા પોતાની રાજધાની–હસ્તિનાપુરમાં આવ્યું. - સૂત પૌરાણિક કહે છે કે “હે મુનિઓ, આ રીતે વ્યાસજીની આજ્ઞાથી વૈશંપાયને જનમેજયના સર્પસત્રમાં કહી સંભળાવેલ ભારતની આખીયે કથા મેં તમને કહી..આ કથાના શ્રવણનું ફલ અપરંપાર છે. કૃષ્ણદ્વૈપાયનવ્યાસરચિત આ કથાને “વા વેઢ” પણ કહેવામાં આવે છે.
एतत् ते सर्वमाख्यातं वैशम्पायनकीर्तितम् । व्यासाज्ञया समाजातं सर्पसत्रे नृपस्य हि ॥
આ કાર્ણ વેદના શ્રવણથી દિવસ દરમ્યાન કરેલ પાપ સંધ્યા સમયે નષ્ટ થઈ જાય છે, અને રાત દરમ્યાન કરેલ પાપ પ્રાતઃ સંધ્યાનો ઉદય થતાંની સાથે નાશ પામે છે.”
अहना यदेनः कुरुते इन्द्रियैर्मनसापि वा । महाभारतमाख्याय पश्चात् संध्यां प्रमुच्यते ॥ यद् रात्रौ कुरुते पापं ब्राह्मणः स्त्रीगणैर्वृतः । महाभारतमाख्याय पूर्व संध्यां प्रमुच्यते ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૧૩
ભરતવંશની આ કથા છે, તેથી મત એવું નામ એને આપવામાં આવ્યું છે. (રચનાની) મહત્તાને કારણે, તથા તેની અર્થ ગર્ભતાને કારણે, મહાભારત એવું નામ તેને પ્રાપ્ત થયું છે.
भरतानां महज्जन्म तस्मात् भारतमुच्यते ।
महत्त्वाद् भारवत्त्वाच्च महाभारत उच्यते ॥ “એક તરફ અઢારેય પુરાણ તેમ જ બીજાં બધાંય ધર્મશાસ્ત્ર તેમ જ ઘડંગ વેદે, અને બીજી તરફ મહાભારત!
अष्टादशपुराणानि धर्मशास्त्राणि सर्वशः । ।
वेदाः साङ्गास्तथैकत्र भारतं चैकतः स्थितम् ॥ “કૃષ્ણ દ્વૈપાયનને એની રચના કરતાં ત્રણ વર્ષ લાગ્યાં છે.
_ त्रिभिर्वरिदं पूर्ण कृष्णद्वैपायनः प्रभुः ।
ભક્તિપૂર્વક એને અભ્યાસ કરવાથી માણસને શ્રી, કીતિ અને વિદ્યા ત્રણેય વસ્તુઓની સામટી પ્રાપ્તિ થાય છે. ધર્મ, અર્થ, કામ અને મેક્ષ–ચારે પુરુષાર્થોમાં
आकर्ण्य भक्त्या सततं जयाख्यं भारतं महत् ।
श्रीश्च कीर्तिस्तथा विद्या भवन्ति सहिताः सदा ॥ જે અહીં છે તે જ અન્યત્ર છે જે અહીં નથી તે ક્યાંય નથી.
यदिहास्ति तदन्यत्र यन्नेहास्ति न कुत्रचित् ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #222
--------------------------------------------------------------------------
________________
उद्धरेत् , आत्मना, आत्मानम् , न, आत्मानम् , अवसादयेत् , મામા, વિ, હિં, માત્મા, વધુ, મામા, ઈવ, રિપુ, કામના !
. (જી. . -૧) આત્મા જ આત્માને વિનાશ કરે છે અને આત્મા જ આત્માને ઉદ્ધાર કરે છે; આત્મા જ આત્માને મિત્ર છે અને આત્મા જ આત્માને દુશ્મન છે.
સંસારમાં દરેક વ્યક્તિ જે આટલું સમજે તે એને બીજા બેધની જરૂર નથી.
સૌજન્યઃ હન્સ એન્ડ ડ્રગ્સ (પ્રા) લિ. મોદી ચેમ્બર્સ, ફેન્સબ્રીજ, મુંબઈ-૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #223
--------------------------------------------------------------------------
________________
A wide searching mind, historian, Stateman, orator, a deep and keen looker into ethics and conduct, a subtle and high-aiming politician, theologian and philosopher, it is not for nothing that Hindu imagination makes the name of Vyas loom so large in the history of Aryan thought and attributes to him work so important and manyfold. The wideness of the man's intellectual empire is evident throughout the work; we feel the presencë of the great Rishi, the original thinker who has enlarged the boundaries of ethical and religious outlook.
Shree Ayrgbymagle
.....With Best. Compliments from ....---..
Shei L. N. Gandhi Royal Trading Co., Anand Bhuvan, Princess street, Bombay-2
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #224
--------------------------------------------------------------------------
________________
શ્રી કૃષ્ણ કહે છે :
तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकम् ।
ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते ।
.
આ વચનમાં સર્વ સાધાને માટે, સદા સર્વકાળ માટે અભયવચન દેવામાં આવેલું છે. ભગવાનના ક્રેાલ એ વચનમાં આવી જાય છે. ભગવાન ભક્તની સાથે એ વચનથી બંધાય છે. બુદ્ધિને સ્વચ્છ રાખા, ઇંદ્રિયનિગ્રહાર્થીિ, શ્રદ્ધાથી શુદ્ધ બનાવા, પછી ' બુદ્ધિયોગ આપવાનું એટલે કે બુદ્ધિને જ્ઞાનની સાથે જોડવાનુ કામ મારુ છે. પ્રીતિપૂર્વ ક ભક્તિ કરી જે ચિત્તશુદ્ધિ મેળવે છે, તેને જે યાગ વડે તે મને પામી શકે તેવા યોગ હું આપુ છું. ખીજી કશી તથામાં જ ન પડે; તપથી, નિગ્રહી, સતત કર્મ પરાયણતાથી, સ્વાધ્યાયથી અને સર્વોપરી સત્યથી અદ્દિને શુદ્ધ કર, એટલે તારી સાધના ફળશે અને મુક્તિ તારી દાસી થઈને ઊભી રહેશે. આ જ સાધકેાનું ઉપનિષદ છે.”
ગાંધીજી
શ્રી છગનલાલ લલ્લુભાઈ શાહ (૧૯૨, આર્ગાઈલ રેડ, લાખંડ બજાર, મુંબઈ-૯)ના સૌજન્યથી ..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #225
--------------------------------------------------------------------------
________________
જ્યાં રામાયણ અને મહાભારત હામ ભાગવત, ઉપનિષદ અને ગીતા હય, જ્યાં અગમનિગમની વાત હોય તે દેશ દીન, દરિદ્ર હોય એ કેવી શરમની વાત છે! ધર્મને આ નિધિ જે દેશમાં ભરેલો છે તે દેશને બીજું શું જોઈએ?
ગાંધીજી
- મહાલક્ષમી ગ્લાસ ટ્રેડર્સના સૌજન્યથી Mahalaxmi Glas Traders, Glass Merchants, Glazing Contractors & Commission agents. On Government List. Head Office: 2, Swadhin Sadan, C Road, Chyrchgate, Bombay-1. Branch Office : Praguti : Vallabhnagar, Gujarat. Sales Office : 21-23, Dhanji street,- Bombay-3. Telegrams : Yashiadho, Telephone :Office : 327229
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #226
--------------------------------------------------------------------------
________________
Not England
"For myself, Dilip, though I can be tolerant to all countries, 1 have only one, and that, strange to say, is not England but India. What I feel is that the wealth of tradition which is a nation is too precious a thing to be merged into
a
common hotch-potch from London to Yoko. hama. If we confine ourselves to Europe (at least western Europe) the case is somewhat different as the traditions are more or less common; but can England and India, say, be mixed so philanthrophically without doing vital injury to both? When the tradition of a nation dies, then the nation is dead, and even if it persists as a great power in the world, yet it is nothing but an aggregate of meaningless individuals determinedly pursuing their contemptible aims. History dyes a symbol, and what that symbol signifies is something infinitely more precious than a mere peddling adherence to so-called facts. There is only one root fact anywhere, and that is the Eternal One. Whatever helps to reveal Him is a fact, and whatever helps to hide Him is a lie, even if all the fools in the world affirm it."
Yogi Shri Krishna Prem
વોટર સપ્લાય કંપની લિમિટેડ (હમામ સ્ટ્રીટ, કાટ, મુંબઈ-૧)ના સૌજન્યથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #227
--------------------------------------------------------------------------
________________
I , મહાભારતનો આદેશ ઈશ્વરને આપણે સત્ય તરીકે ઓળખીએ છીએ. ઈશ્વર સત્યસ્વરૂપ, સત્યનારાયણ છે એમ આપણે કહીએ છીએ. પણ કેટલીયે વાર, કઈ નજીવા લાભને ખાતર સત્ય સાથે આપણે બાંધછોડ કરીએ છીએ અને સત્યને છોડીને અસત્યને આશરો લઈએ છીએ. આમ કરવામાં આપણે આપણે પિતાને વિનાશ જ સાધીએ છીએ. પરિણામે ગમે તે આવે, પ્રલેશને ગમે તેવાં હોય, કઈ પણ ભોગે સત્યને જ વળગી રહેવું જોઈએ. આ પ્રમાણે કરીશું તો દેશનું ભાવિ ઉજ્વળ છે. સત્ય સાથેની બાંધ છોડને અને અમૃતની ઉપાસનાને જડમૂળથી ઉખેડી નાખવી જોઈએ. આ છે મહાભારતને આદેશ.
સાવલી રાધાકૃષ્ણન
મેટલ શાઈન ઈન્ડસ્ટ્રીઝ
પેસ્લાઈડ ઈલેકટ્રોપ્લેટર્સ (મસરાણું એટ, રજ, હલવ બિજ, કુલ, મુંબઈ–૭૦)ના . .
સૌજન્યથી. . . '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #228
--------------------------------------------------------------------------
________________
ગીતાની એક મહત્ત્વની વિશેષતા જગતના મહાન ધર્મગ્રન્થ વચ્ચે ગીતા પિતાની એક મહત્ત્વની વિશેષતા દ્વારા જુદી તરી આવે છે. એ કઈ એકાદ ક્રાઈસ્ટ કે મહમદ કે બુદ્ધ જેવી સર્જનાત્મક વ્યક્તિના આધ્યાત્મિક જીવનના પરિપાકરૂપ અથવા વેદ કે ઉપનિષદ પેઠે શુદ્ધ આધ્યાત્મિક ધની ફલશ્રુતિરૂપ, અનન્યસંકલિત અને સ્વતંત્ર ગ્રંથ નથી; પણ પ્રજાપ્રજાઓ વચ્ચેના સંઘર્ષોના, તેમના પુરુષોત્તમ અને પુરુષાર્થોના બૃહત્કાય ઇતિહાસમાં એક પ્રસંગ છે. અગ્રગણ્ય પુરુષમાંથી એકના આત્માએ અનુભવેલી કટોકટીની પળમાંથી એ પ્રગટ થઈ છે–એક એવી પળ, જ્યારે એ પુરુષ પોતાના જીવનની પરાકાષ્ઠા સમા એક એવા મહાકાર્યની સન્મુખે ઊભો હતે. જેની ભીષણતા જોતાં તેના મનમાં મન્થનનું ઘમસાણ ઊભું થયું હતું, કે આ મહાકાર્યને હવે સદંતર પડતું મૂકું કે એને ભયંકર ભાસતા એના પૂર્ણવિરામ સુધી પહોંચાડું !
શ્રી અરવિન્દ
- ભાઈદાસ કરસનદાસ એન્ડ કંપની (૧૬, એપલ સ્ટ્રીટ, કેટ, મુંબઈ-૧)ના સૌજન્યથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #229
--------------------------------------------------------------------------
________________
મહાભારત જીવન અને જ્ઞાનને આકરગ્રંથ છે, અને જેઓ હિંદુઓ નથી, તેઓ પણ એનાથી પ્રભાવિત થયેલ છે. ભારતને સામુદાયિક વિરાટ આત્મા તેમ જ ભારતના વ્યક્તિગત આત્માઓ મહાભારતમાં જીવંત છે. આપણા દેશના “સામુદાયિક અ-સંપ્રજ્ઞાત માનસને એ ગ્રંથ પ્રતિનિધિ છે. આપણે આપણા આત્માને ટ્રેપ ન દેવો ઘટે. એમ કરવું એ તે રાષ્ટ્રીય આત્મઘાત જ કહેવાય. કેલિફોર્નિયા યુનિવર્સિટીના પ્રોફેસર રાઈડરે કહ્યું છે કે “જીવનભર એક જ પુસ્તકથી મારે સંતુષ્ટ રહેવું એમ મને કહેવામાં આવે, તે હું તે એક પુસ્તક તરીકે મહાભારતને જ પસંદ કરુ.”
સર્વપલ્લી રાધાકૃષ્ણન
With Best Compliments from Shri Kantilal Shah, Shri Laxmi Metal Works
Manufacturers of Machinery Parts & Auto Parts, Iron & Brass Founders
301-C, Cornet of Grant Road, Bombay-7
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #230
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ શબ્દ ધૃ–ધારણ કરવું, એ ધાતુ ઉપરથી નીકળેલ છે; ધર્મથી જ સર્વ પ્રજાનું ધારણું થઈ રહેલું છે. “જે (સર્વ પ્રજાનું) ધારયુક્ત હોય છે તે જ ધર્મ છે એવો નિશ્ચય છે” એટલે આ “ધર્મ ” છૂટયો એટલે સમાજનાં બંધને તૂટવાં એમ સમજવું. અને સમાજનાં બંધન તૂટયાં એટલે આકર્ષણશક્તિ સિવાય આકાશમાં સૂર્યાદિક ગ્રહમાલાની, અને સુકાન સિવાય સમુદ્રમાં વહણની જે સ્થિતિ થાય તેવી જ સ્થિતિ સમાજની પણ થઈ જાય છે. આ શોચનીય અવસ્થાએ પહોંચીને સમાજ નાશ ન થઈ જાય. માટે દ્રવ્ય મેળવવાનું હોય તે પણ
ધર્મથી” જ મેળવવું, એકલે કે સમાજની ઘડી ન બગડે એવી રીતે મેળવવું અને કામાદિ વાસના તૃપ્ત કરવાની હોય તો તે પણ ધર્મ થી જ કરવી.
મહાભારતને જે દૃષ્ટિથી પાંચમે વેદ અથવા ધર્મસંહિતા માનવામાં આવે છે તે ધર્મસંહિતા શબ્દમાં પણ ધર્મ એ શબ્દને મુખ્ય અર્થ શું છે તે આ ઉપરથી વાંચનારના ધ્યાનમાં આવશે. મહાભારત એ પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા એ બે પારલૌકિક અર્થનું પ્રતિપાદન કરનાર ગ્રંથોની બરોબરીને જ ધર્મગ્રંથ છે, એ જ “નારાયui નમસ્કૃત્યે” ઈત્યાદિ પ્રતીકરૂપ શબદોથી, મહાભારતને બ્રહ્મયજ્ઞમાં નિત્યપાઠમાં સમાવેશ કરવાનું કારણ છે.
લોકમાન્ય ટિળક
With Best Compliments from
Kohimcör Mills
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #231
--------------------------------------------------------------------------
________________
The Mahabharat is poetry, not history. The Poet tries to show that if a man resorts to violence, untruth too is sure to come in, and even people like Krishna cannot escapé it. A wrong is a wrong, no matter who the wrongdoer is.
Mahatma Gandhi
. : With Best Compliments from
V. N. Mehta Messrs. I. T. Associates (India) Bombay Messrs. I. T. Associates Shipping (India) Pvt. Ltd. Bombay Messrs. I. T. A. Pulverising Corporation Bombay (Factory
at Baroda) Telephone : 293713
297981 Telegram : ITASOCIATE & ITASHIP Bombay Telex - Bauxite 011 2090 ******* Address : 306, Niranjan, 3rd Floor, 99, N. Subhash Rd., Bombay-2...3-2
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #232
--------------------------------------------------------------------------
________________
પ્રથમ તે વ્યાસ કવિએ એતિહાસિક અથવા કાલ્પનિક વ્યક્તિઓના વ્યંજનકાળે તેમનામાં રૂપકગુણાનું પણ સાથે સાથે આવાહન કરેલું હોય એમાં શું કાંઈ અસંભવિતતા છે? બીજ, એક વાલ્મીકિના રામચંદ્રમાંથી કેટલા કવિજને કેટલા ભિન્ન ભિન્ન સ્વભાવવાળા રામ વર્ણવેલા છે! એ સ્વભાવવૈચિત્ર્યમાં શું એવા કેટલાક પરસ્પર વિઘટક ગુણે નથી કે સાથેલામાં એક જણમાં ન હોઈ શકે? ખરી વાત એ છે કે મહાકવિએ કરેલી એક કલ્પનાને કાળાંતર અન્ય કવિઓ દેશકાળની અનુકૂળતા પ્રમાણે અનેક રૂપ આપે છે તેથી જ મહાવિનું વીર્ય સફળ અને અમર થાય છે. એવા કવિઓનાં કાવ્યોને આત્મા આવી જ રીતે અનેક પુત્રોમાં અવતરે છે. એવા મહાકવિઓની કલ્પનાની વિભૂતિ તે આવી અનેક કલ્પનાઓના પ્રસવમાં જ છે.
गृहन्तु सर्वे यदि वा अथेच्छम् नास्ति क्षतिः कापि काश्विराणाम् । रत्नेषु लुप्तेषु बहुश्वमा अद्यापि रत्नाकर एव सिन्धुः ॥
મહાકવિનું રત્નાકરત્વ તેની પાસેથી રત્ન લેવાય અને તે રન્નેને અનેક નામરૂપ અપાય તેમાં જ છે. કાળમહાસાગરને તળિયે રત્ન શેધી વર્તમાન સૃષ્ટિમાં મૂકનાર વ્યાપારીઓ તે કવિઓ જ છે. એ રત્નોને નવા ગુણ આપનાર કવિજન પણ તેમ કરવામાં નિરંકુશ હેાય છે.
ગોવર્ધનરામ ત્રિપાઠી
ગુજરાત એસેન્સ માટે પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૨ ના સૌજન્યથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #233
--------------------------------------------------------------------------
________________
'પરમાત્માની અભિવ્યક્તિ આપણું શરીર એ ઈશ્વરનું મંદિર અને ધર્મનું સાધન છે. આધ્યાત્મિક સ્વાતંત્ર્ય અને ભૌતિક જીવનમાં પરસ્પર વિરોધ નથી. ભૌતિક જીવન પણ જે વિવેક–વૈરાગ્યપૂર્વક જિવાય તે એ આધ્યાત્મિક સ્વાતંત્ર્ય ઉત્તરોત્તર વિશેષ અનુભવ કરાવનાર થાય છે.
પ્રાચીન તત્વદર્શીઓએ બ્રહ્માંડની રચના, તેનું સંચાલન કરનાર પ્રકૃતિ, તેનું આધારભૂત તત્વ બ્રહ્મ, સત્ય અથવા પરમાત્મા અને આ બધાંની સાથે પ્રત્યેક જીવના અસ્તિત્વન-જીવનતત્વની અભિન્ન રૂપે ઓતપ્રેતતા – આ ઉપર ખૂબ ભાર મૂક્યો છે, અર્થાત્ આ સિદ્ધાંતને સૌથી વધુ વ્યાપક અને અંતિમ ગણેલો છે. પરમાત્મામાં આત્માનું સંપૂર્ણ સમર્પણ–આત્મા અને પરમાત્માની એકતા અનેક દૃષ્ટાંત દ્વારા પ્રતિપાદિત કરી છે. જેમ કે અગ્નિમાંથી ચિનગારીઓ નીકળે છે અને તે ફરી અગ્નિમાં એકરૂપ થઈ જાય છે; જેમ સમુદ્રમાંથી વાદળો થાય છે તે નદીઓ બની ફરીથી સમુદ્રમાં મળી જાય છે.
જ્યારે મનુષ્યોને સ્પષ્ટ જ્ઞાન થાય છે અને જ્યારે તેઓ બરાબર જાગ્રત બને છે, ત્યારે તેમને અનુભવ થાય છે કે તેઓ એક અનેરી રીતે (પતાની વિશિષ્ટ રીતે) આ જગતમાં પરમાત્માની અભિવ્યક્તિનું એક સાધન માત્ર છે, અર્થાત તેઓ પરમાત્માની ઈચ્છા અને ક્રિયાનાં વાહન છે.
સર્વપલ્લી રાધાકૃષ્ણન
વસંતરાય ગોરધનદાસ ઍન્ડ બ્રધર્સ ૭૫, મહંમદઅલી રોડ, મુંબઈ–૩ ના સૌજન્યથી
૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #234
--------------------------------------------------------------------------
________________
કારિયેલેનસ નામના એક શૂર રામન સરદારને રામ શહેરના લેાકાએ શહેર બહાર કાઢી મૂકેલા. તે રામન લેાકેાના શત્રુને જઈ મળ્યો અને હું કોઈ દિવસ તમારાથી અંતર રાખીશ નહિ એવું તેમને અભિવચન આપ્યું. પછી કેટલેક કાળે શત્રુની મદદથી રામનને મુલક જીતતા જ્તતા ખુદ રામ શહેરના દરવાજા આગળ એ આવી પહેાંચ્યા. તે વખતે રેશમ શહેરની સ્ત્રીએ તેની સ્ત્રી અને માતાને આગળ કરીને તેને મળી અને માતૃભૂમિ સબધે તેનું કવ્ય શું છે તેને તેને ઉપદેશ કર્યાં; અને રામ લકાના શત્રુને આપેલું અભિવચન તેાડવાની તેને જરૂર પાડી. કવ્ય અને અકર્તવ્યના મેાહમાં પડેલા મનુષ્યેાનાં એવાં જ ખીજા અનેક દૃષ્ટાંતા જગતના પ્રાચીન અને અર્વાચીન ઇતિહાસમાં પુષ્કળ છે. મહાભારત આવા પ્રકારના પ્રસંગેાની એક ખાણ જ છે એમ કહીએ તે ચાલે. સંસારમાં અનેક અડચણના પ્રસંગેામાં મેાટા મેાટા પ્રાચીન પુરુષોએ કેવાં વન ચલાવ્યાં હતાં તેની કથાએના સુલભ રીતે સામાન્ય લાકાતે ખાધ આપવા માટે જ ભારતનું મહાભારત બન્યું છે; નહિ તેા માત્ર ભારતી યુદ્ધ અથવા જય' નામના ઇતિહાસનું વર્ણન કરવામાં અઢાર પૂર્વ લખવાની જરૂર ન હતી.
'
લેક્માન્ય ટિળક
પિનાકિન પ્લાસ્ટિક પ્રોડકટ્સ ૯૧, મહમદઅલી રાડ, મુંબઈ-૩ (ફેકટરી : અટલાડરા, વડાદરા)ના સૌજન્યથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #235
--------------------------------------------------------------------------
________________
अनाश्चर्यो जयस्तेषाम्
येषाम् नाथोऽसि केशव। જેમણે તારું શરણ સ્વીકાર્યું છે, એમને આશ્ચર્ય નથી,
જય થાય એમાં
મહાભારત
ટોકરશી વીરશી ગાલા C/o બાન્દ્ર સ્પિરિટ ડે, કાલીના, સાન્તાક્રુઝના સૌજન્યથી
. ટે. નં. ૫૩૨૨૦૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #236
--------------------------------------------------------------------------
________________
શ્રીકૃષ્ણને પ્રભાવ
अयुध्यमानो मनसापि यस्य . जयं कृष्णः पुरुषस्याभिनन्देत् । एवं सर्वान् स व्यतीयादमित्रान् सेन्द्रान् देवान् मानुषे नास्ति चिन्ता ॥
જે પુરુષને જય શ્રીકૃષ્ણ મને મન અભિનંદે યુદ્ધથી દૂર રહ્યા રહ્યા પણ,–તે પુરુષ પોતાના સર્વે શત્રુઓને પરાજિત કરી શકશે, પછી ભલે તે શત્રુઓમાં ઈન્દ્ર સહિત બધા દેવતાઓ સામેલ હોય ! મનુષ્યની તો મગદૂર જ શી !
મહાભારત
| મી શિક્ષા અપાળ, અનાજ માળ, .
શ્રી હરિલાલ ડ્રેસવાળા, મગનલાલ ડ્રેસવાલા,
ભૂલેશ્વર, મુંબઈ, ના સૌજન્યથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #237
--------------------------------------------------------------------------
________________
These epics are therefore not a mere mass of untransmuted legend and folklore, as is ignorantly objected; but a highly artisitic representation of intimate significances of life, the living presentment of a strong and noble thinking, a developed ethical and aesthetic mind and a high social and political ideal. The ensouled image of a great culture, as rich in freshness as life but immeaasurably more profound and evolved in thought and substance than the Greek, as advanced in maturity of culture but more vigorous and vital and young in strength than the Latin epic poetry, the Indian epic poems were fashioned to serve a greater and completer national and cultural function and that they should have been received and absorbed by both the high and the low, the cultured and the masses and remained through twenty centuries an intimate and formative part of the life of the whole nation is of itself the strongest possible evidence of the greatness and fineness of this ancient Indian Culture.
Krishnaprem.
Extrusion Processes Private Ltd. -2/
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #238
--------------------------------------------------------------------------
________________ મહાભારત એ જીવનની-જીવનની પ્રણાલિકાઓની અને પરંપરાની, રીતભાતની અને રિવાજોની અને પલટાતા આદર્શોની મીમાંસા છે. એ સ્વતંત્ર, સુ-રૂપ અને નિર્ણયાત્મક છે; અને પ્રાચીન ભારતનું સમગ્ર જીવન એમાં, કેઈ દર્પણમાં પ્રતિબિબિત થાય એમ પ્રતિબિંબિત થયેલું છે. દાસગુપ્તા અને ડે એસ્પિટલ એરેમેટિકસ અનિલ ટ્રેડિંગ કંપની, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com