________________
૧૩
આ પછી બભ્રુવાહનને તથા દુઃશલાના પેલા પૌત્રને પુષ્કળ ધના આપીને પોતપોતાના રાજ્યમાં વિદાય કર્યા.
છેલ્લે શ્રીકૃષ્ણ, બલદેવ આદિ વૃષ્ણવીરોને પણ યુધિષ્ઠિરે અને અન્ય પાંડવોએ તથા દ્રૌપદીએ અનેક પ્રકારની પ્રીતિ-ભેટ આપીને દ્વારકા ભણ વિદાય કર્યા.
“આ હતિ એ અશ્વમેધ, મહારાજ,” વૈશંપાયન જનમેજયને કહે છે, “જ્યાં કરડે હીરામોતીઓ દાનમાં અપાયાં, અન્નના ડુંગરના ડુંગર ઊભા થયા, ઘી-દૂધ-દહીંની નદીઓ વહી, અને જ્યાં રાતદહાડે, “ખાઓ, પીઓ, આપ, માણે!” જેવા શબ્દો જ સંભળાયા કર્યા, જ્યાં નાચગાનના સમારંભો અખંડપણે ચાલ્યા કર્યા, અને જ્યાં સમગ્ર જંબુદ્વીપમાંથી આવેલ સ્ત્રીપુરુષે થોડા દિવસ એ યજ્ઞસ્થળને જ જબુદ્દીપની એક નાની આવૃત્તિ બનાવીને આનંદભેર રહ્યાં.” - ' ધનની ધારાઓ વરસાવીને, સૌની મનોકામનાઓને તૃપ્ત કરી, યજ્ઞ દ્વારા નિષ્પાપ બની યુધિષ્ઠિર પોતાની રાજધાનીના નગરમાં પાછો ફર્યો.
૨૮૩. ક્યાં એ યજ્ઞ અને કયાં આ યજ્ઞ!
અશ્વમેધ પર્વ” એવું જેનું નામ છે, તે પર્વને સ્વાભાવિક અંત તે છેલ્લા પ્રકરણ સાથે આવવો જોઈતો હતો, પણ મહાભારત, ગાંધીજીએ કહ્યું છે તેમ, ફક્ત “હીરાની ખાણ નથી, સાથે સાથે આશ્ચર્યોની પણ ખાણ છે. યુધિષ્ઠિરના અશ્વમેધનાં ભારેભાર વખાણ કર્યા પછી, “અંતે તે. આટલી હિંસા પર જેને દારોમદાર છે, એવા યજ્ઞો બધા મિથ્યા જ છે!” એવો નિર્ણય ઉચ્ચારીને યુધિષ્ઠિરના અશ્વમેધને પણ એનું સાચું સ્થાન ન બતાવી દે તે એ વ્યાસજી જ નહીં !
પણ તે બતાવ્યું છે, એમની લાક્ષણિક, કાવ્યમય, ચિત્રાત્મક, નાટ્યાત્મક અને પૌરાણિક ઢબે.
અશ્વમેધની ગયા પ્રકરણમાં વર્ણવાયેલી યશસ્વી સમાપ્તિ પછી એક કૌતુક થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com