SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ ધર્મરાજ યુધિષ્ઠિર પર આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ રહી હતી, ત્યાં આ આશ્ચર્યકારક ઘટના ઘડાઈ. એક નીલાક્ષ નકુલ યજ્ઞવાટમાં એકાએક દષ્ટિગોચર થયો. જાંબલી આંખવાળા એ નેળિયાનું એક પડખું સોનાનું હતું, એનું મસ્તક પણ સોનાનું હતું. મેઘગર્જના જેવા અવાજે તે દેવતાઈ નેળિયાએ માનવીની વાણીમાં આ પ્રમાણે કહ્યું : सक्तुप्रस्थेन वो नायम् यज्ञस्तुल्यो नराधिपाः! “હે નરાધિ, તમારો આ યજ્ઞ “સકતુપ્રસ્થ”ની સરખામણીમાં તુચ્છ છે.” યુધિષ્ઠિરના યજ્ઞને કાઈ બીજા યજ્ઞની સરખામણીમાં તુચ્છ ગણનાર, અને આમ આખી દુનિયા સાંભળે એવી રીતે તુચ્છ કહેનાર આ નાળિયો કોણ હશે? સૌના કુતૂહલને જ જાણે શમાવતો હોય એમ એ નેળિયાએ “સકતપ્રસ્થ એ શબ્દ ઉપર ભાષ્ય કરવા માંડયું. “કુરુક્ષેત્રમાં વસતા અને ઉંછવૃત્તિથી આજીવિકા ચલાવતા એક અકિંચન બ્રાહ્મણની આ વાત છે,” તેણે કહ્યું, “એ બ્રાહ્મણે જવની શેરભર હૅશ(સçપ્રથ)ને દાન વડે જે યજ્ઞ કર્યો હતો, તેની તુલનામાં તમારે આ દ્રવ્યસમૃદ્ધ યજ્ઞ કશી વિસાતમાં નથી.” નેળિયાના આ ઉદંડ ગર્જનતર્જનથી વિસ્મિત થઈને બ્રાહ્મણ તેને ઘેરી વળ્યા. સમગ્ર જનતાને ધનાધાન્યાદિન મબલખ દાનથી પરિતુષ્ટ કરનાર આ યજ્ઞની તું આમ માંફાટ નિન્દા કરે છે !” તેમણે ઠપકે આયે. “નિન્દા નથી કરતો; જે સત્ય છે, તેનું ઉચ્ચારણ જ માત્ર કરું છું.” સંપૂર્ણ સ્વસ્થપણે નેળિયાએ સંભળાવ્યું. “શું સત્ય છે ?” “આ જ ! આ યજ્ઞ પેલા અકિંચન બ્રાહ્મણે સતુ વડે કરેલ યજ્ઞની તોલે નથી આવી શકતે તે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy