SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ "" "" એ દૃશ્ય ખરેખર ત્યાં હાજર રહેલ સૌને ‘સ્કોમર્શનમ્ '—વાં ઊભાં કરી દે એવુ' લાગ્યું ! કવિ લખે છે કે એ સમયે ધન્ય ! ધન્ય ! ” એવી આકાશવાણી પણ સંભળાઈ ! એવી જ રીતે બ્રાહ્મણેાની પ્રશંસાના ઉદ્ગારા પણ સત્ર સંભળાયા. r કૃષ્ણદ્વૈપાયન વ્યાસે, આ વખતે, ફરી યુધિષ્ઠિરને કહ્યું, “તમે આ પૃથ્વી દાનમાં આપી, તે અમને પહેાંચી. હવે હું તમને પાછી સાંપું છું. હવે આ બ્રાહ્મણાને તેના બદલામાં સુવર્ણ આપે. "" યુધિષ્ઠિર વિચારમાં પડી ગયો. દાનમાં આપેલી વસ્તુ પાછી લેવાય ? કૃષ્ણે તેની શંકા નિર્મૂલ કરી. cr ભગવાન વ્યાસ કહે છે તેમ કર, યુધિષ્ઠિર !” એટલે પછી કુરુશ્રેષ્ઠે ભાઈઓ સમેત પ્રસન્ન થઈને સૌને ત્રણત્રણગણી દક્ષિણા આપી. કથા કહે છે કે “ મરુત્તને પગલે ચાલીને કુરુરાજે જે કર્યું, તે આ લાકમાં ખીજા કાઈ રાજવીથી થઈ શકે એમ નથી.” હવે વ્યાસે પણ પેાતાને મળેલી મબલખ દક્ષિણા ઋત્વિો વચ્ચે વહેંચી આપી, અને એવી જ રીતે ઋત્વિોએ પાતાને મળેલ દ્રશ્ય અન્ય સૌ બ્રાહ્મણા વચ્ચે વહેંચી આપ્યું. આ ઉપરાંત, યજ્ઞસ્થળમાં જે સુવર્ણ હતું—પાત્રો, તારણા, ચૂપા આદિના રૂપમાં—તે બધું યુધિષ્ઠિરની અનુમતિથી બ્રાહ્મણા લઈ ગયા. બ્રાહ્મણેા પછી ક્ષત્રિયા તેમ જ વૈસ્યા અને શૂદ્રો, તથા અન્ય મ્લેચ્છ જાતિઓને પણ યુધિષ્ઠિરે પુષ્કળ દ્રવ્ય આપ્યું. અશ્વમેધમાં આવેલ સૌ, આમ તૃપ્ત અને પ્રસન્ન થઈને પોતપોતાને સ્થાને પાછા ફર્યા. બાકી રહ્યા વ્યાસ. પેાતાને ળે આવેલ સુવર્ણના સારા એવા ભાગ એમણે પાતાની પુત્રવધૂ કુન્તીને આપ્યા, અને કુન્તીએ તે શ્વસુર તરફથી મળેલ ‘ પ્રીતિદામ ’–પહેરામણી સમજીને લીધેા અને પછી અનેક પુણ્યકાર્યોમાં વાપરી નાખ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy