SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ (८) अहो विनिकृतो लोको लोभेन च वशीकृतः। ___ लोमक्रोधभयोन्मत्तो नात्मानमवबुध्यते ॥ (९) कुलीनत्वे च रमते दुष्कुलीनान् विकुत्सन् । धनदर्पण दृप्तश्च दारिद्रान् परिकुत्सयन् ॥ (१०) मूर्खानिति परान् आह नात्मानम् समवेक्षते । दोषान् क्षिपति चान्येषां नात्मानं शास्तुमिच्छति ॥ પણ જેનું સર્વસ્વ નષ્ટ થયું છે, અને તે પણ પોતાનાં જ ખલનને કારણે, એવી જેને આંતરપ્રતીતિ છે, એવાઓને શોક આવાં જ્ઞાનવીને દ્વારા પણ શાન્ત શી રીતે થાય ? અહીં તે ઊલટાને એ વધે છે. ધૃતરાષ્ટ્ર પાછો મૂર્ષિત થઈને ધરતી પર પછડાય છે. અને પુત્રની આ દશા જોઈને વ્યાસ પણ દોડી આવે છે; અને વિદુર અને સંજયની સાથે તેને ભાનમાં લાવવાની કેશિશ કરે છે. પરિચાર શીતલ જલ તેનાં અંગો પર છાંટે છે; અને તાલ-વૃન્ત વડે તેને વીંઝણો કરે છે અને આમ લાંબે ગાળે ધૃતરાષ્ટ્ર પાછો ભાનમાં આવે છે. અહીં એક વસ્તુ નેધપાત્ર છે, ધૃતરાષ્ટ્ર વખતોવખત પ્રાણ ત્યાગવાની, આપઘાત કરવાની વાતો કરે છે; પણ એ ખરેખર પ્રાણ તજશે એવી આશંકા કેઈને પણ નથી થતીઃ આપઘાત કરે એવી કાચી (કે પાકી ૨) માટીને ધૃતરાષ્ટ્ર છે જ નહિ. તેનો આવડો ઘોર શેક પણ સાવ પુત્રનાશમૂલક નથી. ઊંડે ઊંડે એને ચિંતા છેઃ “હવે મારું શું ? હું શી રીતે જીવીશ ?” વ્યાસ તેની આ ગડમથલ સમજી જાય છે અને તેને હૈયાધારણ આપે છે: યુધિષ્ઠિર પ્રકૃતિથી કરુણામય છે. પશુપંખીઓ પ્રત્યે પણ તેને કરુણા છે. તે તારા પ્રત્યે તે એ દુષ્ટ થાય જ શી રીતે ?” વગેરે. પછી ધૃતરાષ્ટ્ર, સંજયની સૂચનાથી મરેલાઓની અંતિમક્ષિા કરવા માટે સજ્જ થાય છે. ગાંધારીને તે સંદેશ મોકલાવે છે: “વધુ કુન્તીને, અને અન્ય નારીવન્દને લઈને તું અહીં આવ.” અને સેંકડો સ્ત્રીઓથી વીંટળાયેલી ગાંધારી કુન્તીને લઈને ઉપસ્થિત થાય છે. ધૃતરાષ્ટ્રને મહેલ નારીઓના હૈયાફાટ રુદનથી ધ્રુજી ઊઠે છે. અને આ બધી સ્ત્રીઓથી વીંટળાઈ ધૃતરાષ્ટ્ર વિદુર, સંજય આદિ અનેકની સાથે હસ્તિનાપુરના રાજમાર્ગો પર થઈને નગરની બહાર જવા ઊપડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy