SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ “અ સર્વનાશ થતો અટકાવવાને તું સમર્થ હતા, છતાં તે આંખ આડા કાન કર્યા, માટે હું તને શાપ આપું છું, કે તારી યાદોને પણ આવી જ રીતે સર્વનાશ થશે, અને તું પણ આજથી છત્રીસમે વરસે હત-જ્ઞાતિ”, “હત-પુત્ર” થઈને કઈ તને ઓળખી પણ ન શકે એવી અવસ્થામાં જંગલમાં રઝળીશ, અને ભૂંડે હાલે મરીશ, અને તારું નારીવૃન્દ પણ અમારી આ ભરતસ્ત્રીઓની પેઠે (શેકથી અને દુઃખથી) પછડાટ ખાશે.” કુરુક્ષેત્રના યુદ્ધમાં એક અથવા બીજા પક્ષે, બધા જ રાજાઓ સામેલ થયા હતા, એક માત્ર યાદવકુલ અને રુકિમ સિવાય, એ આપણે જોઈ ગયા છીએ. આ ઉપરથી ગાંધારીને ઊંડે ઊંડે એ વહેમ પણ હોય, કે કૃષ્ણ બીજા સૌને અરસપરસ લડાવીને મારી નાખ્યા, તે એટલા જ માટે કે તેનું યાદવકુલ ભારતની ધરામાં સર્વોપરી થાય. જે હો તે; કૃષ્ણ ગાંધારીના આ શાપનો જવાબ જે રીતે આપે છે, તે જ એની લોકોત્તરતા પુરવાર કરે છેઃ હું જાણું છું, દેવી, મારા યાદવો (જે રીતે અત્યારે જીવન જીવી રહ્યા છે તે જોતાં) એક દિવસે તમે કહો છે તેવી રીતે જ નાશ પામવાના છે.” શ્રીકૃષ્ણનાં આ વચન સાંભળીને પાંડવો =હતનનર: બન્યા. પોતાના જીવિતને અંગે પણ તેઓ એ માનસિક ત્રાસને પરિણામે નિરાશ બની ગયા. પણ ગાંધારીના મનનું સમાધાન શ્રીકૃષ્ણની આ શાન્ત અને ઉદાસ વાણીથી પણ ન થયું. તેના શેક અને રોષ હજુ શમ્યા ન હતા; અને લાગે છે કે તે હજુ કંઈક વધારે બેલવા જતી હતી, ઊભરો ઠાલવવા જતી હતી, પણ કૃષ્ણ તેને વારી અને થોડાક જલદ શબ્દોમાં તેની આંખો ઉઘાડવાનો પ્રયત્ન કર્યો? તમારા જ વાંકે તમારું કુળ નાશ પામ્યું છે,” તેમણે કહ્યું, “તમારો પુત્ર દુષ્ટ, નિષ્ફર અને વૈરમૂર્તિ હતો, એનું જ આ બધું પરિણામ છે. પોતાને દોષ તમે મારા માથે શીદ ને ઓઢાડો છો ? અને વળી આ ગઈ ગુજરી ઉખેળવાનો હવે અર્થ પણ શું છે ? એથી તે ઊલટાનું તમારું દુઃખ બમણું થશે. અતીતને શેક જ ન કર.” ગાંધારી હવે ચૂપ થઈ ગઈ. સામાન્ય રીતે મૃદુભાષી એવા કૃષ્ણના મુખમાંથી આવું કઠેર સત્ય સાંભળીને તે ઠરી જ ગઈ હશે. પણ ધૃતરાષ્ટ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy