________________
૪૧
તેર વરસ સુધી મારા પુત્રોએ આ ધરતીનું બિનહરીફ શાસન કર્યું તે પણ જોયું અને આજ એ બધા આ ધૂળમાં આળોટે છે, અને એમની સ્ત્રીઓ છાતી અને માથાં ફૂટે છે, તે પણ જોઈ રહી છું.”
| વિલાપ કરતી ઉત્તર અને પાંચાલની નારીઓ પણ ગાંધારીની નજર બહાર નથી રહેતી. તેમને ચીંધીને કૃષ્ણને એ કહે છે: “આમ જે, કૃષ્ણ, આ બધીની પણ એ જ દશા છે, આ બધી પણ એવી જ રીતે રડી રહી છે. (યુદ્ધને પરિણામે આવતા સર્વનાશને કોઈ પ્રત્યે પક્ષપાત નથી!) એ પછી કર્ણના શબ પર વિલાપ કરતી કર્ણ પત્ની, જયદ્રથના શબ ફરતી વિલાપ કરતી દુરશલા અને અન્ય સ્ત્રીઓ; શલ, ભગદત્ત, ભીમ, દ્રોણ, ભૂરિશ્રવા વગેરેની આસપાસ ચાલતા વિલાપને પણ ગાંધારી જુએ છે અને કૃષ્ણને બતાવે છે.
રણભૂમિનું આવું ભયાનક અને બીભત્સ દર્શન-સ્વજનેનાં શિયાળગીધ–સમડી-કાગડા કૂતરા આદિ વડે ચૂંથાતાં શોનું પ્રત્યક્ષ દર્શન – ગાંધારીને માટે આખરે અસહ્ય થઈ પડે છે. ભૂતકાળને સંભારી સંભારીને તે વધુ ને વધુ કલ્પાન્ત કરે છેઃ આ બધાની પાછળ અગર કોઈને દોષ હોય તે તે તેને પોતાને, તેના પતિ ધૃતરાષ્ટ્રને, તેના ભાઈ શકુનિને, દુર્યોધન અને દુઃશાસન આદિ તેના પુત્રોને અને તેના પુત્ર જેની ટચલી આંગળીએ નાચતા હતા તે કર્ણને જ છે એ જાણતા છતાં, માનસશાસ્ત્રની કોઈ ગૂઢ પ્રક્યિાથી પ્રેરાઈને, તે કૃષ્ણ પર ગુસ્સે થઈ જાય છે.
“આ બધા તો તે જ દિવસે મરી ગયા હતા,” શ્રીકૃષ્ણ તરફ જોઈને એ કહે છે, “જે દિવસે વિષ્ટિ અર્થે આવેલે તું ખાલી હાથે પાછો ફર્યો હતો. તે દિવસે શાન્તનુના પુત્ર વિદુરે પણ મને ચેતવી હતી, મા સ્નેહં ક્વ કામસુતેષુ – “પેટના દીકરાઓ ઉપર પ્રેમ ન રાખ.” (એટલે કે એ પ્રેમને ખાતર ધર્મને ન ભૂલ), પણ મેં તેમનું ન માન્યું, અને જે, આ મારા પુત્રો મળિ વ મીમૂત. ”
અહીં શોકના આવેશમાં એક હકીકત તરફ ગાંધારીનું દુર્લક્ષ થાય છે. કૃષ્ણ તે યુદ્ધને ટાળવાને, ખાળવાને, ઘણો જ પ્રયત્ન કર્યો હતો. દુર્યોધને પેટાવેલી આગને ઓલવવા તે મથ્યા હતા. છતાં ગાંધારી અત્યારે કૃષ્ણ ઉપર જ ચિડાય છે. આની પાછળ તેના આન્તરમનની પ્રક્રિયા કંઈક આવી હાઈ શકે કૃષ્ણ જે પાંડવોના પક્ષમાં ન હોત, તે પોતાના પુત્રોને પરાજય અને વિનાશ ન જ થાત, એવી ઊંડે ઊંડે ગાંધારીની માન્યતા છે. એટલે પિતાના આ સર્વનાશને માટે કૃષ્ણને જ દોષિત ઠરાવતાં તે બોલી ઊઠે છે:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com