________________
૧૫
મને કેમ ન થાય ! અને વૈશંપાયનને તે વિનતિ કરે છે; અને સૂત પૌરાણિક કહે છે (શૌનકના દ્વાદશવાર્ષિક સત્રમાં !) હે ઋષિઓ, વ્યાસજીએ વૈશપાયનની વિનતિથી તેનું એ કુતૂહલ પણ તૃપ્ત કર્યું અને સંપદંશને પરિણામે મૃત્યુ પામેલા તેના પિતા પરીક્ષિતનું તેને દર્શન કરાવ્યું !
અને છતાં જનમેજયે ધૃતરાષ્ટ્ર પિતાના મૃત પુત્રોને જોયા એ સાંભળ્યા પછી વ્યક્ત કરેલી શંકા તે ઊભી જ રહે છેઃ
कथं हि त्यक्तदेहानाम् पुनस्तद्रूपदर्शनम्
મહાભારતે આ ચમત્કારિક ઘટનાને ખુલાસો આપતાં “શરીરની કમ-આધીનતા અને કર્મોની અવિનાશિતા”ની મીમાંસા વિસ્તારીને રજૂ કરી છે. પણ તે વાંચ્યા પછી પણ પ્રશ્ન તે રહે જ છેઃ
મરી ગયેલાં ફરી પાછાં એ જ રૂપે દર્શન દે, એ શક્ય ખરું? પણ આપણે હવે પાછા આપણી કથાના તંતુ પર આવીએ.
૨૫. વિલક્ષણ લાક્ષાગૃહ !
એકાદ માસ શતચૂપના આશ્રમમાં ધૃતરાષ્ટ્ર, કુન્તી અને ગાંધારી આદિ સાથે ગાળ્યા પછી યુધિષ્ઠિર અને તેનો પરિવાર વ્યાસના સૂચનથી પાછા હસ્તિનાપુર આવે છે અને વળી પાછાં બે વરસ બીજાં વીતી જાય છે. એટલે કે કુરુક્ષેત્રના યુદ્ધ પછી અઢારમા વરસની આ વાત છે.
એકવાર દેવર્ષિ નારદ હસ્તિનાપુર આવ્યા.
મારા વડીલ ધૃતરાષ્ટ્ર તથા દેવી ગાંધારી તથા મારાં માતુશ્રી કુન્તીના શા સમાચાર છે, ભગવાન ?” તેમને આતિથ્ય-સત્કાર આપીને યુધિષ્ઠિરે મહિનાઓથી પોતાના હૃદયમાં ઘોળાઈ રહેલ પ્રશ્ન તેમની પાસે રજૂ કર્યો.
“એમના સમાચાર આપવા માટે જ હું આવ્યો છું,”નારદે જવાબ આ, “મને મજબૂત રાખીને સાંભળજે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com