________________
૧૬૪
- “પણ છેલ્લી ક્ષણએ એ યુધિષ્ઠિરની આંખોમાં પોતાની આંખો પરેવીને ગયા એનું રહસ્ય?”
એનું રહસ્ય સ્પષ્ટ છે.” વ્યાસજીએ કહ્યું, “વિદુર ધર્મને અવતાર છે. આ યુધિષ્ઠિર પણ ધર્મને અવતાર છે. સાક્ષાત ધર્મને જ એ પુત્ર છે. વિદુર પોતાના આત્માને આ યુધિષ્ઠિરના આત્મા સાથે તદ્દરૂપ કરી ગયા. વિદુરનું શરીર એ વિદુર નહેતું. વિદુરના અમર આત્માએ હવે આ યુધિષ્ઠિરના દેહમાં નિવાસ કર્યો છે.”
આ બધું આપે શી રીતે જાણ્યું ?” ધૃતરાષ્ટ્ર પોતાના જનકપિતા વ્યાસજીને પૂછ્યું.
તપના પ્રભાવથી.” વ્યાસજીએ ખુલાસો કર્યો, “અને એ જ તપના પ્રભાવે કરીને હું આગાહી કરું છું, ધૃતરાષ્ટ્ર, કે જેમ વિદુરની જીવનલીલા આજે પૂરી થઈ તેમ તારી જીવનલીલા પણ હવે થોડા જ વખતમાં પૂરી થશે. ચેડા જ વખતમાં તું હવે આ ક્ષણભંગુર દેહનો ત્યાગ કરીને શ્રેય પળે પ્રયાણ કરીશ.”
પછી તપને પ્રભાવ કેટલો મોટો છે તે બતાવવા માટે વ્યાસજી ધૃતરાષ્ટ્રને એક વરદાન માગવાનું કહે છે અને ધૃતરાષ્ટ્ર કુરુક્ષેત્રમાં યુદ્ધ દરમિયાન મૃત્યુ પામેલ પોતાના પુત્રો અને સ્વજનેને એકવાર ફરીથી જોવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે. કુન્તી અને ગાંધારીની પણ આ જ ઈછા છે...
અને કથા કહે છે કે વ્યાસજીએ તેમને સૌને ગંગાતટ પર લઈ જઈને ગંગાના પ્રવાહમાંથી કોઈ જંગમ ચિત્રપટની પેઠે પ્રગટ થતા અને પૂર્વવત ચેષ્ટાઓ કરતા દુર્યોધનાદિનું દર્શન કરાવ્યું ! (એક રીતે જોઈએ તે વ્યાસજીએ આલેખેલી આ મહાભારતની કથા પણ એક જંગમ ચિત્રપટ જ છે ને !)
વાચકે જાણે જ છે કે આ મહાભારત-કથા આપણને વૈશંપાયન તથા જનમેજય વચ્ચેના એક સુદીર્ધ સંવાદરૂપે સાંપડેલી છે. વૈશંપાયનને મોંએથી વ્યાસજીએ ધૃતરાષ્ટ્રાદિને એના મરી ગયેલા પુત્રો તથા સ્વજનનું દર્શન કરાવ્યાની વાત સાંભળતાંવેંત જનમેજયના મોંમાં પાણી છૂટે છે ! ધૃતરાષ્ટ્રને મૃત સ્વજનેનાં દર્શન થયાં, વ્યાસજીના તપોબળને પ્રતાપે, તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com