SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩ તે જ ધૂનમાં ચાલ્યા જ કર્યું`". ચાલતાં ચાલતાં વનના એક અત્યંત નિન પ્રદેશમાં તે આવ્યા : વિદુર આગળ અને યુધિષ્ઠિર પાછળ. એક વૃક્ષના આશ્રય લઈને, થડને અઢેલીને વિદુર ત્યાં ઊભા રહ્યા. પછી યુધિષ્ઠિર સામે તેણે મીટ માંડી,—જાણે કેમ પોતાના આતમપખીને એ પાતાની આંખની અટારીએથી ઉડાડીને, યુધિષ્ઠિરની આંખેા વાટે યુધિષ્ઠિરના શરીરમાં પ્રવેશ કરાવવા ન માગતા હાય ! થોડીક ક્ષણા બાદ યુધિષ્ઠિરે જોયું. તે વિદુરનુ શરીર સાવ અચેતન હતું. ઝાડના થડને અઢેલીને જાણે કાઈ ખીજું થડ ન ઊભું ાય એવા દેખાવ હતા. યુધિષ્ઠિર તે દિગ્મૂઢ જેવા થઈને આ બધું જોઈ રહ્યા. પોતાની આંખે સામે બની ગયેલી આ ઘટનાનું રહસ્ય તેનાથી સમજાતું ન હતું. કાકાને શું થયુ ? એકાએક એમનું હૃદય બંધ થઈ ગયુ` કે શું? એકાએક તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું કે શું? જેમને મળવા માટે આટલા જોજનની મુસાફરી કરી, તેમની સાથે એક શબ્દની પણુ આપલે ન થઈ ! યુધિષ્ઠિરનું મન વિષાદગ્રસ્ત બનતું જતું હતું ત્યાં એકાએક પેાતાના અંતરની ગુહામાંથી આવતા હાય એવા એક અવાજ તેને કાને પડચો ઃ "" * વિદુરના દેહાન્તના શેક કરવા ઉચિત નથી. અવધૂતા અને યતિની જે ગતિ થાય છે, તે ગતિ એમની થઈ છે. એ શેાકના વિષય નથી, આનના વિષય છે. "" ભારે હૈયે યુધિષ્ઠિર શતઃપુના આશ્રમમાં પાછે .. વિદુરના સમાચાર તેણે ધૃતરાષ્ટ્રને આપ્યા. વિદુરની આવી લેાકેાત્તર ગતિનુ ં વૃત્તાન્ત યુધિષ્ઠિરને માંએ સાંભળીને સૌ વિસ્મિત થયા. એટલામાં તા મહર્ષિ વ્યાસ શયૂપના આશ્રમમાં આવ્યા. વિદુર વિષે ખુલાસા કરતાં તેમણે કહ્યું : “ એ તે સાક્ષાત્ ધર્મના અવતાર હતા. ( માંડવ્ય મુનિના શાપથી ધર્મ પૃથ્વી પર વિદુર તરીકે અવતાર લીધા હતા એવી પૌરાણિક કથા છે.) દેવામાં બૃહસ્પતિ અને અસુરામાં શુક્ર વધુમાં વધુ બુદ્ધિવાન ગણાય છે; પણ વિદુર તેા એ બે કરતાં પણ આગળ હતા. પેાતાનું જીવનકાર્ય પૂરું થતાં એમણે, આપણે જેમ જૂનાં વસ્ત્રો ઉતારી નાખીએ છીએ તેમ, પેાતાના જરા-છ દેહ ઉતારી નાખ્યા.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy