SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ અશ્વત્થામાં કૃષ્ણના આ વાકપ્રહારને જીરવવાની કોશિશ કરી રહ્યો હતો, એટલામાં તે કૃષ્ણ એક બીજો આંચકે પણ એને આપેઃ ઉત્તરાના ગર્ભમાં રહેલ પાંડવોનું બીજ જ ફક્ત દીર્ઘજીવી નહિ બને, અશ્વત્થામા ! તું પણ દીર્ધજીવી થઈશ.” પરીક્ષિત ફક્ત એંશી–પંચ્યાસી વર્ષ જ જીવશે. પણ તું તે ત્રણ હજાર વર્ષ જીવતો રહીશ, પણ તે કેવી રીતે ? ક્યાં ? નિર્જન દેશોમાં! સર્વથા અસહાય અવસ્થામાં! તેં કરેલ પાપકર્મોનું ફળ ભોગવતાં ભોગવતાં માનવોની વસતી વચ્ચે તને કઈ વાસ નહિ આપે. તું પરુ-પાચ-લોહીની દુધથી સબડતાં વન અને જંગલમાં આથડીશ.” અશ્વત્થામાને આ રીતે શ્રીકૃષ્ણે નારદ અને વ્યાસની દેખતાં, ઋષિમુનિઓની સાક્ષીમાં, માનવતાના પ્રદેશમાંથી બહિષ્કત કર્યો. પૌરાણિકેની ગણતરી પ્રમાણે આજે આ વાતને પણ ત્રણ હજાર વર્ષ તો ક્યારનાંયે થઈ ગયાં છે. છતાં લાગે છે કે અશ્વત્થામા મર્યો નથી, અને માનવવસતી વચ્ચે પણ રહ્યો નથી. . The evil spirit of violence and vengeance stalks the earth to-day also, poisoning human civilization. પણ આપણી કથાને નિસબત છે ત્યાં સુધી તે વ્યાસજી લખે છે કે મહાત્મા પાંડવોને મણિ સોંપીને અશ્વત્થામા “નામ વિમનાસ્તામ્ સર્વે પસ્થતાં વનમ્ !” ૨૫. દ્રૌપદીનું આશ્વાસન અશ્વત્થામાના ગયા પછી યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન, અને નકુલ. જે ભીમના સારથિ તરીકે આ પ્રસંગે હાજર છે. શ્રીકૃષ્ણની સાથે વ્યાસ અને નારદને વંદન કરીને પાછા કુરુક્ષેત્ર ભણી ઉપડ્યા. મણિ મેળવવામાં તેઓ સફળ થયા હતા. પણ તેમના મોં પર તેજ નહોતું. અશ્વત્થામા ભલે ત્રણ હજાર વર્ષ સુધી આ પૃથ્વી પર વગેવાય, તેમના પુત્રો અને સ્વજને, મહાસંહારને અંતે પ્રાપ્ત કરેલ વિજયની રાત્રિએ જ હણાયા, એ ઘોર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy