SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ આ શતધૂપ કોને મહારાજા હતા. પુત્રને રાજ્ય સોંપીને તે અહીં કુરુક્ષેત્રમાં વચ્ચે હતો. નજીકમાં જ વ્યાસજીનો આશ્રમ હતો. ધૃતરાષ્ટ્રને જોતાંવેંત શતચૂપ તેને વ્યાસના આશ્રમમાં લઈ ગયો. વાનપ્રસ્થની દીક્ષા ધૃતરાષ્ટ્રને વ્યાસાશ્રમમાં મળી. વાનપ્રસ્થમાં દીક્ષિત થઈને ધૃતરાષ્ટ્ર શતચૂપની સાથે પાછા તેના આશ્રમમાં આવ્યું, અને દેહદમન તેમ જ તપશ્ચર્યા દ્વારા ભૂતકાળને કિષિનું પ્રક્ષાલન કરતાં કરતાં થોડા જ વખતમાં સ્થાસ્થિમૂતઃ વરિફુથમાં – હાડચામમય અને સુકાયેલા માંસવાળો થઈને મૃત્યુની પ્રતીક્ષા કરવા લાગે. - વિદુર અને સંજય એની પરિચર્યા કરતા હતા; –જેકે વિદુર જાતે ઘોરતા હોવાને કારણે ધૃતરાષ્ટ્રના જેવો જ કૃપા બની ગયું હતું. હવે ધૃતરાષ્ટ્ર શતત્પના આશ્રમમાં આવીને વસ્યો છે એવા સમાચાર ફેલાતાં આસપાસના ઋષિઓ તેને મળવા માટે આવ્યા. મહર્ષિ વ્યાસ અને દેવર્ષિ નારદ પણ એમાં હતા. કુન્તીએ એ સૌનું અત્યંત આદરપૂર્વક આતિથ્ય કર્યું; અને ચેડાક દિવસે સુધી તો શતચૂપને આશ્રમમાં કોઈ મહાન સાંસ્કારિક મેળો ભરાય હેય એવું વાતાવરણ સરજાઈ ગયું. ઋષિઓ ધૃતરાષ્ટ્રનું મન બહેલાવવા માટે શાસ્ત્રોમાંથી તેમ જ પિોતપોતાના અનુભવોમાંથી અનેક કથાઓ અને આખ્યાયિકાઓ રજૂ કરતા હતા. એક દિવસે નારદજીએ કથા માંડી. પાછળથી જાણવા મળ્યું તેમ એ કથા કહેવાની પાછળ એમને ખાસ ઉદ્દેશ હતો. “આ શતચૂપના પિતામહ પણ એક જબરા તપસ્વી હતા.” એમણે વાત શરૂ કરી, “સહસ્ત્રચિત્ય એવું એમનું નામ હતું. ઉત્તરાવસ્થામાં પુત્રને રાજ સેપીને તે અહીં-કુરુક્ષેત્રમાં આવીને વસ્યા હતા, અને તપના પ્રભાવે કરીને અંતે તે ઈન્દ્રલોકને પામ્યા હતા. મેં મારી આંખોએ જ એમને ઈન્દ્રલોકમાં જોયા છે. એવી જ રીતે ભગદત્તના પિતા શિલાલયને પણ મેં સ્વર્ગમાં દીઠા છે. એ ઉપરાંત, પુષધ, માન્યાતાને પુત્ર પુરુકત્સ, શશમા વગેરે પણ તપશ્ચર્યાના બળ વડે ઈન્દ્રલેકને પામ્યા છે; અને મને વિશ્વાસ છે, રાજન, કે તું પણ વ્યાસજીની કૃપાથી અને તારા તપના પ્રભાવથી કોઈ ઉત્તમ લેકને પામીશ. ઈન્દ્રલોકમાં વસતો તારે ભાઈ પાંડુ તને ખૂબ યાદ કરે છે. તેની પત્ની આ કુન્તી, જે ગાંધારીની અને તારી ખડેપગે સેવા કરી રહી છે, તે પણ સમય આવ્યે ઈન્દ્રલોકમાં જઈ પતિની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy