SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ 19૭. કૃષ્ણ તેને વારવા દોડ્યા. પણ એટલામાં તે ભોજ અને અન્ધક કુલ યાદવો એને ચોમેરથી ઘેરી વળ્યા હતા. કૃષ્ણ આ બધું જોયું... અને ઉત્પન્ન થયેલી પરિસ્થિતિમાં આમ જ થાય, આ સિવાય બીજું કશું જ ન થાય, એમ સમજીને તેમણે ક્રોધ પણ ન કર્યો! પણ દારૂ પીને ભાન ભૂલેલા યાદવો સાત્યકિ પ્રાણ લેવા ઉદ્દત થયા છે એ જોઈને પ્રદ્યુમ્નને ગુસ્સો ચડ્યો. તે સાત્યકિની કુમકે દોડ્યો. બંને વીરોએ ડીક વાર સુધી તે આક્રમકાને પાછા હઠાવ્યા; પણ અંતે, અનેકની સામે પિતે ફક્ત બે જ હોવાને કારણે, ઠેકઠેકાણે જખ્ખી થઈને પૃથ્વી પર પડ્યા. અને મૃત્યુ પામ્યા.. - હવે કૃષ્ણ ક્રોધે ભરાયા. (તેમના વેગેશ્વરપણા સાથે આ વાતને મેળ કેવી રીતે ખવડાવ? – સાત્યકિ ઘેરાયલે જોઈને –“પરિસ્થિતિ જોતાં આમ જ થાય!'- એવું સમાધાન લઈને નિષ્ક્રિય રહ્યા. અને હવે પુત્ર મરાતાં ક્રોધે ભરાયા !) પછી એરકે”ની મુઠ્ઠી તેમણે ભરી. તે “એરકે” વમય મુસલમાં પલટાઈ ગયાં. " એ મુસલ વડે કૃષ્ણ જેઓ જેઓ તેમની સામે આવ્યા તેમને સૌને સંહારી નાખ્યા. અને પછી તે અન્ધકો, ભોજો, શેને, વૃષ્ણીઓ, (યાદવોના છપ્પન કુલ હતાં – કહેવાય છે) જુદી જુદી શાખાઓના યાદવોએ પાગલ બનીને અ ન્યને સંહાર કર્યો. હિંસા અને સુરા – બેવડા કેફમાં ચકચૂર બનેલા એ યાદવેએ એકમેકને બસ મા જ રાખ્યા! પિતાએ પુત્રોને, પુત્રોએ પિતાને -કેઈને કેાઈની આંખની શરમ ન રહી! સંહારઅગ્નિમાં સૌ પતંગિયા બનીને જાણે કૂદી રહ્યા હતા. કેઈને ત્યાંથી ભાગી જવાનું પણ મન નહોતું થતું. પ્રદ્યુમ્ન તે સાત્યકિની જોડાજોડ. જ સોડ તાણીને સૂતો હતો; પણ હવે કૃષ્ણના બીજા પુત્રો અને પૌત્રો. પણ – સાબ, ચારુષ્ણ, ગદ, અનિરુદ્ધ, આદિ સૌ-ટપટપ પડવા માંડ્યા. ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy