SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર કરી શકે એવો “પ્રગભ” (હિંમતબાજ) અને “અર્થવિશારદ પણ હતો. ધૃતરાષ્ટ્રને સંબોધીને તેણે કહ્યું : “આપે જે કંઈ કહ્યું છે તે સાચું જ છે: આપની અને અમારી વચ્ચે પેઢાનપેઢીથી પ્રીતિ-સંબંધ રહ્યા કર્યો છે. હકીકતમાં શાન્તનુના વંશમાં એવો કોઈ રાજા કદી થયો જ નથી, જે પ્રજ્ઞાવાન અપ્રિયઃ હાય(દુર્યોધન સુદ્ધાં—પાંડને તે ધિક્કાર, પણ પ્રજાને સારી રીતે રાખતે !)... આપ, ખુશીથી વનમાં સિધાવીને આત્માનું કલ્યાણ કરે. પાંડ ઉપર અમને, જેટલી આપના પર શ્રદ્ધા હતી એટલી જ શ્રદ્ધા છે. તેઓ તે આ ત્રણેય લેકેનું રક્ષણ કરી શકે એટલા બળવાન છે, તે પૃથ્વીના આ રાજ્યની તે શી વાત !–માટે હે ધૃતરાષ્ટ્ર, स राजन् मानसं दुःखमपनीय युधिष्ठिरात् । कुरु कार्याणि धाणि नमस्ते पुरुषर्षभ ॥ યુધિષ્ઠિર અંગેનું તમામ માનસદુઃખ દૂર કરીને ધર્મકાર્યોમાં નિઃશંક પ્રવૃત્ત થાઓ. નમસ્તે.” ૨૮૮. જતાં જતાં! નાગરિકે તથા ગ્રામજનેની વિદાય લીધા પછી ધૃતરાષ્ટ્ર બારોબાર વનમાં ગયો એમ રખે કોઈ માને. હજુ થોડાંક સાંસારિક કામો એને પતાવવાના બાકી હતાં. જતા પહેલાં એ ભીષ્મ, દાણ આદિ વડીલોનું, દુર્યોધન આદિ પુત્રોનું, જયદ્રથ આદિ સ્વજનેનું અને કર્ણ આદિ સ્વપક્ષીય દ્ધાઓનું શ્રાદ્ધ કરવા માગતા હતે. એ સદ્ગતના આત્માની તૃપ્તિ અથેની શાસ્ત્રોક્ત વિધિ તેમ જ દાનદક્ષિણ માટે જોઈતાં નાણાંની જોગવાઈ કરવા માટે વિદુરને તેણે યુધિષ્ઠિર પાસે મોકલ્યો. હવે યુધિષ્ઠિર તે પોતાની પ્રકૃતિ પ્રમાણે કાકાને પડ્યો બેલ ઝીલવા માટે તૈયાર જ હતું, પણ ભીમથી દ્રવ્યના આવા અપવ્યયની વાત સહન ન થઈ શકી. એ ધૂવાંપૂવાં થઈ ઊઠયો. દુષ્ટ દુર્યોધને જીવતાં તે અમને હેરાન કર્યા; પણ મૂઆ પછી પણ એ અમારો કેડો છોડતું નથી, એમ ભીમને થયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy