SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ સરજાઈ ગયું. રીડિયારમણથી જાગી પડેલ ણાખરાઓએ તે એમ જ માની લીધું હતું, એ જમાનાની તાસીર પ્રમાણે, કે આ તે કેાઈ ભૂતપ્રેતની લીલા છે. અને સૌ મનમાં આવે તેમ નાસવા માંડયા. અને કશે! પણ. સામના ન થતાં અત્યંત બેફામ બનેલ અશ્વત્થામા સૌને આડે હાથે પીટવા માંડ્યો. અને હાથમાં આવ્યા તેને પૂરા કરતા કરતા એ થોડીક જ વારમાં દ્રોપદીના પાંચ પુત્રો જ્યાં સૂતા હતા ત્યાં આવી પહેાંચ્યા. અશ્વત્થામાને તેમણે તરત જ ઓળખી લીધા. પણ રક્તપાતે રઘવાયા કરેલ અને શિવના ખડ્ગ અજેય બનાવેલ અશ્વત્થામા પાસે તેમનું કશું જ ન ચાલ્યું અને થોડાક જ વખતમાં પ્રતિવિન્ધ્ય, સુતસેામ, શતાનીક, શ્રુતકર્મા અને શ્રુતકીર્તિ, દ્રૌપદીના પાંચેય પુત્રા તેમજ શિંખડીનાં ઢીમ ઢળી ગયાં. અને પછી તે. यच्च शिष्टं विराटस्य बलं तु भृशम् आद्रवन् । द्रुपदस्य च पुत्राणाम् पौत्राणाम् सुहृदामपि चकार कदनं घोरं दृष्ट्वा दृष्ट्वा महाबलः ॥ "" વિરાટનું જે બાકીનું સૈન્ય હતું તેનું, તેમ જ દ્રુપદના પુત્રો અને મિત્રો સુધ્ધાં સૌનું એણે ધાર નિકંદન કાઢયું.” : હવે આપણા વિજય થઈ ગયા. એમ માનીને નાચગાનમાં મશગૂલ થયેલા, અને પછી મેાડી રાતે નિદ્રાવશ થયેલા એ સૌને તે આ વખતે એમ જ લાગ્યું કે ( નિદ્રા તા હજુ, એમની આંખા અને એમનાં અંગામાં ભારાભાર ભરી હશે ! ) અશ્વત્થામા એકલા જ તેમના સંહાર નથી કરી રહ્યો, એની મદદે સાક્ષાત્ ના ઊતરી આવી છે, જાળ ત્ર ઊતરી આવી છે. ખરેખર તેા એ બધા ાહીના ભયથી જ મરી ગયા હતા. અશ્વત્થામાનુ' કામ આમ સાવ સહેલુ' થઈ પડયુ` હતુ`—મરેલાને મારવાનું ! નિદ્રાન્ત અને નષ્ટસજ્ઞ લેાકેાને મારતાં કેટલી વાર! કેટલાક તા અન્યાન્યને પણ માર્ચ નાખતા હતા, ઊંધના ધેનમાં અને ગભરાટના આવેશમાં; કેટલાક છલંગ મારવા જતાં પડી જતા હતા, ભય અને થાકને કારણે; કેટલાક ભાગવા જતાં ફક્ત ગાળ ગાળ જ ફર્યા કરતા હતા; કેટલાક પુરીષમ્ અલગન અને મૂત્રન પ્રભુવઃ. આ રીડિયારમણમાં પાતપાતાને ખીલે બાંધેલ અા અને હાથી બંધ તેાડીને છાવણીમાં દેડાદેાડી કરવા લાગ્યા અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy