SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ सर्वे क्षयान्ता निचयाः पतनान्ताः समुच्छ्रयाः । संयोगा विप्रयोगान्ता मरणान्तं च जीवितम् ।। બધા જ ભંડાર અંતે ખૂટી જાય છે; બધાં જ ઊંચે ચઢેલાંઓને અંત અંતે પતનમાં આવે છે; મિલનમાત્રને અંજામ વિરહ છે; અને મરણ એ જ જીવનને છેલ્લો વિસામે છે. मधु यः केवलं दृष्ट्वा प्रपातं नानुपश्यति । स भ्रष्टो मधुलोभेन शोचत्येयं यथा भवान् ॥ જે માત્ર મધને જ જુએ છે, મધની નીચે પથરાયેલી ખીણુને નથી તો,-તે મધની લાલચે મેતના જડબામાં હડસેલાય છે, અને આખરે તમારી પેઠે (ધૃતરાષ્ટ્રની પેઠે) દુઃખી થાય છે. शोकस्थानसहस्राणि भयस्थानशतानि च । दिवसे दिवसे मूढमाविशन्ति न पंडितम् ॥ હજાર શેકસ્થાને છે, સેંકડે ભયસ્થાને છે, પણ તે મૂઢને માટે છે પંડિતને માટે (ડાહ્યાને માટે) નથી. प्रज्ञया मानसं दुःखं हन्यात् शारीरमौषधैः । एतत् विज्ञानसामर्थ्यम् न बालैः समतामियात् ॥ માણસે બાળક જેવા (અજ્ઞાની જેવા) ન બનવું; પણ વિજ્ઞાનના સામર્થ્યને પિછાણીને તેણે પ્રજ્ઞા વડે માનસિક દુઃખને અને ઔષધે વડે શારીરિક દુઃખને દૂર કરવું. कृतं भवति सर्वत्र नाकृतं विद्यते क्वचित् । બધે કરેલું જ જોવા મળે છે–એટલે જે કંઈ આપણને આવીને મળે છે, તે આપણું જ કર્મનું ફળ છે; આપણું જ કમનું ફળ ન હોય તેવું કશું આપણને મળતું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy