SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાં સુધી અંતઃકરણ જેવું કંઈક છે, ત્યાં સુધી પોતે જેને ધર્મ કે ન્યાય” માનતો હેય. તેને “આગાહ” તે રાખશે જ, તેને રાખવો જ પડશે; અને એ આગ્રહ કેવળ વાણુગ્રહ ન બની રહે, એટલા માટે, એ આગ્રહની પ્રતિષ્ઠાને અર્થે એણે “મરવું અથવા મારવું પણ પડશે! as a last resort, છેવટેના ઉપાય લેખે. ગીતામાં આ જ ભાવને શ્રીકૃષ્ણ તાકૂનતાજૂથ નાનુશોત્તિ વંદિતાઃ' જેવી પંક્તિઓમાં ગૂંથેલો છે. Consequences- પરિણામો” ગમે તેટલાં ભયંકર આવે–પિતા માટે પણ! છતાં સદાગ્રહી માણસે પોતાને સદાગ્રહ નભાવ્યે જ છૂટકે ! (ગાંધીજીએ સદાગ્રહને ખાતર “મરી છૂટવાની’ નવી ટેકનિક આપી છે-જે અલબત્ત, મહાભારતના. ઉકેલ કરતાં હજારે વર્ષ આગળ છે. કૃષ્ણ આપણા સમકાલીન હતા, તે. તે પણ, કદાચ, છેલ્લાં પાંચ હજાર વરસોના ઈતિહાસને અજવાળે અહિંસક સત્યાગ્રહ જેવું કંઈક જરૂર શોધી કાઢત.) - ભીષ્મ યુધિષ્ઠિરને ઉપરના જેવી દલીલો વડે પાપ-ભાર-મુક્ત કરવા માગે છે. “વધની પાછળ અંગત દૃષ્ટિની ભાવના હોય એ જુદી વાત છે; પણ એ જ વધની પાછળ કેવળ ધર્મસંસ્થાપનાની ભાવના હોય એ જુદી વાત છે. બીજી તરફ, માણસ મરે છે, તે કોઈને માર્યો નથી મરતો, ફક્ત પિતાના મેં કરીને જ મરે છે. પોતાના જ વર્મનું ફળ ન હોય એવું કશું માણસને વેઠવું પડતું નથી (વધ્યમાન વળા), આ બધું સમજાવવા માટે દાદા, યુધિષ્ઠિરને એક વાર્તા, એક દંતકથા, એક પૌરાણિક દંતકથા, fable અથવા Myth સંભળાવે છેઃ "ગૌતમી નામની એક વૃદ્ધ તપસ્વિનીના એકના એક પુત્રને સપ કર અને પુત્ર મરી ગયે. અર્જુનક નામના એક પારધીએ આ દૃશ્ય જોયું અને “ખૂની” સપને પકડીને તેણે ગૌતમી સમક્ષ હાજર કર્યો. “આ અધમ સર્પ તમારા પુત્રને વધકર્તા, મા.” તેણે કહ્યું, “એને દેહાંતદંડ મળવો જ જોઈએ. તમે કહો તે રીતે એના જીવનને અંત આણું! અગ્નિમાં ઝીંકું ? કે રાઈ રાઈ જેવડા ટુકડા કરું ? બોલે ! બાળકનું ખૂન કરનાર જીવતે રહેવા પામે છે તે સમાજને માટે) કોઈ પણ રીતે યંગ્ય નથી.” ગૌતમી તપશ્ચર્યા અને સંયમ વડે પરિશુદ્ધ બનેલી છે. અર્જુનકને, આ પ્રસ્તાવ સાંભળતાંવેંત તે ધ્રુજી ઊઠે છે. પહેલાં તે એ એને ઠપકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy