SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ એ શબ્દ ધૃ–ધારણ કરવું, એ ધાતુ ઉપરથી નીકળેલ છે; ધર્મથી જ સર્વ પ્રજાનું ધારણું થઈ રહેલું છે. “જે (સર્વ પ્રજાનું) ધારયુક્ત હોય છે તે જ ધર્મ છે એવો નિશ્ચય છે” એટલે આ “ધર્મ ” છૂટયો એટલે સમાજનાં બંધને તૂટવાં એમ સમજવું. અને સમાજનાં બંધન તૂટયાં એટલે આકર્ષણશક્તિ સિવાય આકાશમાં સૂર્યાદિક ગ્રહમાલાની, અને સુકાન સિવાય સમુદ્રમાં વહણની જે સ્થિતિ થાય તેવી જ સ્થિતિ સમાજની પણ થઈ જાય છે. આ શોચનીય અવસ્થાએ પહોંચીને સમાજ નાશ ન થઈ જાય. માટે દ્રવ્ય મેળવવાનું હોય તે પણ ધર્મથી” જ મેળવવું, એકલે કે સમાજની ઘડી ન બગડે એવી રીતે મેળવવું અને કામાદિ વાસના તૃપ્ત કરવાની હોય તો તે પણ ધર્મ થી જ કરવી. મહાભારતને જે દૃષ્ટિથી પાંચમે વેદ અથવા ધર્મસંહિતા માનવામાં આવે છે તે ધર્મસંહિતા શબ્દમાં પણ ધર્મ એ શબ્દને મુખ્ય અર્થ શું છે તે આ ઉપરથી વાંચનારના ધ્યાનમાં આવશે. મહાભારત એ પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા એ બે પારલૌકિક અર્થનું પ્રતિપાદન કરનાર ગ્રંથોની બરોબરીને જ ધર્મગ્રંથ છે, એ જ “નારાયui નમસ્કૃત્યે” ઈત્યાદિ પ્રતીકરૂપ શબદોથી, મહાભારતને બ્રહ્મયજ્ઞમાં નિત્યપાઠમાં સમાવેશ કરવાનું કારણ છે. લોકમાન્ય ટિળક With Best Compliments from Kohimcör Mills Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy