SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ કાળધને પામ્યા હતા, એ ભીમને તે વખતે સ્મરણમાં નહિ આવ્યું હાય, કદાચ !) “આ અર્જુન” યુધિષ્ઠિરને તેણે પૂછ્યું : “મશ્કરીમાં પણ એણે કદી અસત્યનું ઉચ્ચારણ નથી કર્યું, એની આ વિયિા શાને લઈને? ” યુધિષ્ઠિર પાસે આને જવાબ પણ તૈયાર છેઃ “ અર્જુન સૂરમાની હતા. ‘શત્રુએને હું એક જ દિવસમાં ખતમ કરીશ ! ’ એમ એણે કહ્યું હતું: પણ એ કરી શકો નહિ; માટે એની આ ગતિ થઈ. વળી અર્જુન જગતના સર્વે ધનુર્ધારીઓના તિરસ્કાર કરતા હતા.” છેલ્લે ભીમ પડયો. પડતાં પડતાં મોટાભાઈને અને માટાભાઈએ પણ્ એવા જ જવાબ આપ્યો : : તેણે એ જ પ્રશ્ન પૂછ્યો. ધર્મબુદ્ધિ 'થી કશા પુણ્ સ કાચ વગર अतिभुक्तं च भवता प्राणेन च विकत्थसे । अनवेक्ष्य परं पार्थ तेनासि पतितः क्षितौ ॥ rr “ તું વધારેપડતા ભાગી હતા; તેમ જ બીજાના માનઅપમાનના વિચાર કર્યા વગર તું તારી જાતની વડાઈ કર્યા કરતા......તેને કારણે તુ પૃથ્વી પર પટકાઈ પડયો છે.” મહાભારત લખે છે કે, : : , “ આટલું કહ્યા પછી પાછું વળીને જોયા વગર ' યુધિષ્ઠિરે પોતાનું આરહણ ચાલુ રાખ્યું. એક પેલા કૂતરા જ તેની પાછળ પાછળ ચાલ્યા કરતા હતા. ૩૦૭, દેવાલયા દેવાને મુખરક વાચકાને યાદ હશે કે દિવ્યાસ્ત્રાના શિક્ષણ માટે સ્વર્ગમાં જવા નીકળેલ અર્જુન હિમાલયના શિખર સુધી પહેાંચ્યા કે તરત જ તેને લેવા માટે ઈન્દ્રના સારથિ માલિ રથ લઈને આવ્યેા હતેા. હિમાલયના શિખર ઉપરથી સ્વર્ગ સુધીના રસ્તાના વીગતવાર વર્ણનમાંથી છટકી જવાની આ એક કવિયુક્તિ જ છે. અહીં પણુ રસ્તામાં પડેલાં દ્રૌપદી તેમ જ ચારેય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy