SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ “હું મારી જાતની આહુતિ આપું છું, આ અગ્નિમાં મારો સ્વીકાર કરે, ભગવદ્ !” અને ભગવાન શંકર ત્યાં આગળ પ્રગટ થાય છે અને હસતાં હસતાં તેને સંબોધે છેઃ મને કૃષ્ણ કરતાં કશું જ વધારે પ્રિય નથી,” શંકર અશ્વત્થામાને કહે છે, “સત્ય, શૌચ, આર્જવ, ત્યાગ, તપ, નિયમ, ક્ષમા, ભક્તિ, ઘુતિ, બુદ્ધિ, વાણી – પિતાના સર્વસ્વ વડે કૃષ્ણ મને (શિવતત્વને) રીઝવ્યો છે. કૃષ્ણ માટે મને આદર છે. કૃષ્ણના માનને ખાતર હું અહીં પાંચાલની રક્ષા કરવા ઊભો છું – તારા મનભાવને જાણીને. પણ હવે પાંચાલનું જીવન પૂરું થઈ ગયું છે.” આને અર્થ સમજવો? જેમને અભિભૂત કર્યા હોય, જેમનું જીવનકાર્ય પૂરું થઈ ગયું હોય, જેમને સ્વયમ્ તિહાસે જ મૃત્યુની સજા 23121814 (Those against whom History has pronounced its fatal verdict), તેમને સાક્ષાત્ શંકર પણ બચાવી શકતા નથી, એમ જ ને ? આટલા દિવસ તેઓ બચી રહ્યા, તે કૃષ્ણને લીધે જ, એમ ? શિવને પ્રિય એવા તત્વને તેમની સહાયની જરૂર હતી, માટે ? જે છે તે, પણ આટલા શબ્દો ઉચ્ચારીને શિવે અશ્વત્થામાના હાથમાં એક પગ મૂક્યું. અને પોતે અભિનતનું માવિવેરા પિતાનામાં સમાઈ ગયા. આવી રીતે સાક્ષાત્ શિવે જેના હાથમાં પગ મૂકયું હતું તે અશ્વત્થામા, વ્યાસજી લખે છે, સવિશેષ ઝગારા મારતે, પાંડવોની છાવણીમાં ધ – સાક્ષાદ્રિશ્વર:, અને અસંખ્ય રાક્ષસો અને ભૂત તેની સાથે સાથે છાવણમાં ધસી ગયાં. Verdict of History એ શબ્દોથી આપણે સુપરિચિત છીએ. ઈતિહાસ જ્યારે કોઈ સંસ્થા કે વ્યક્તિને વધપાત્ર ઠરાવે છે, ત્યારે પિતાના એ ચુકાદાને અમલમાં મૂકવા માટે આપણી કલ્પનામાં પણ ન આવે એવાં પાત્રો સરજે છે, આવા “અશ્વત્થામાઓ ” સરજે છે. અને એમના -ડ્રાથમાં શિવના ખડ્રગ સમી વિરાટ સંહારક શક્તિ પણ મૂકે છે. રશિયાના ઝારને અને તેના માનવતાભક્ષી તંત્રને ઈતિહાસે જયારે વધપાત્ર ઠરાવ્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy