SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ સમયે કઈ મહાન તિપુંજ સૂર્યની સાથે અફળાઈનેટકરાઈને ખંડખંડ થઈ આકાશમાંથી ખરી પડે, એમ ટુકડેટુકડા થઈને ધરતી પર ખરી ગઈ. (અબજોના અબજો વરસો પહેલાં કોઈ મહાકાય તારે આપણું સૂર્ય સાથે અફળાયે હશે –અને આપણું સૂર્યમંડળીના બધા જ ગ્રહો –આપણી ધરતી સુધ્ધાં-એ અથડામણને પરિણામે સરજાયા હશે, એવી અત્યારના કેટલાક ખગોળવૈજ્ઞાનિકોની કલ્પના, વ્યાસજીની આ ઉપમા વાંચતાં સ્મૃતિપ્રદેશમાં નથી ઝબકી જતી ?) આ પછી પોતાની પાસેનાં અનેક આયુધો અશ્વત્થામાએ એ અદ્ભુત પુરુષ પર પ્રયાજી જોયાં, પણ વ્યર્થ. એના પર એની કશી જ અસર ન થઈ, બલ્ક ઊલટી અસર થઈ.-અદ્ભુત પુરુષનાં અંગ-ઉપાંગોમાંથી આ ઘર્ષણને પરિણામે પ્રગટ થયા હોય એવા અસંખ્ય “જનાર્દને” વડે “મારે મારા” થઈ ગયું. હવે અશ્વત્થામાને એકાએક એક વિચાર ફુરી આવ્યો. હોય ન હોય, આ કોઈ દૈવદંડ તે નથી ? વડીલે અને શાસ્ત્રોની સલાહને ઠેકર મારીને અધર્મને માર્ગે જઈ રહેલા મને રોકવા માટે ખુદ વિધાતાએ જ તે આ વ્યવસ્થા નહિ કરી હોય? (એટલે કે પોતે જે કરવા જઈ રહ્યો છે તે અધર્મ જ છે એ વાત અશ્વત્થામાનું હૃદય બરાબર સમજે છે – એની બુદ્ધિવાદી દલીલની ઉપરવટ જઈને!) પણ અશ્વત્થામાની કરુણતા એ છે કે વિધાતાએ ખાસ તેના માટે સજેલ એ દેવદંડને પણ એ મચક આપવા નથી માગતો. પોતાના પાપ-સંકલ્પને જ કરવાને બદલે તે તેને વધુ દઢ બનાવે છે; અને (મોટામાં મેટું આશ્ચર્ય !) પોતે નિરધારેલ અત્યંત અશિવ કાર્યની સિદ્ધિ અર્થે શિવને સંભારે છે. રથમાંથી નીચે ઊતરીને તે શિવની સ્તુતિ કરે છે. અને એક વધુ આશ્ચર્ય સરજાય છે. શિવે જાણે એની પ્રાર્થના સાંભળી હોય એવું એક દશ્ય ત્યાં આગળ ખડું થાય છે. એક સુવર્ણરંગી વેદી તેની સન્મુખ સરજાય છે. વેદીમાં અગ્નિ પ્રગટ થાય છે. અગ્નિમાંથી અસંખ્ય ભયાનક સો પ્રાદુર્ભત થાય છે, જેમને જોતાં જ કઈ કાચોપોચો તે પ્રાણ જ ગુમાવી બેસે! પણ અશ્વત્થામાને તે આ દશ્યમાંથી પણ એક અનોખી પ્રેરણું સાંપડે છે. મહાદેવ મારું, મારી જાતનું બલિદાન ઈચ્છે છે, તેને થાય છે. અને હવનૌ ગુહોનિ મકવન્ પ્રતિષ્યિ માં વસ્ત્રિમ્ . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy