SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ વિદાય લેતાં - આ પ્રકાશન સાથે સાદ્યન્ત મહાભારત-કથા ગુજરાતીમાં ઉતારવાનો મારો સંકલ્પ પૂરો થાય છે. એ પ્રસંગે સૌથી પહેલે આભાર, એક વાર ફરીથી, અગાઉથી ગ્રાહક નોંધાઈને મારા આ સાહસને સરળ બનાવનારાએને માનવો ઘટે છે. મારી ગણતરી દોઢ-બે વર્ષમાં તેમના હાથમાં આ ત્રણેય ભાગ મૂકવાની હતી; તેને બદલે બમણો ગાળો વીતી ગયો છતાં, ધનબાદ–ઝરિયા-કલકત્તાથી ખંભાળિયા-રાજકોટ-પોરબંદર સુધી, મોટે ભાગે મારા કોઈ પણ જાતના પ્રયાસ વગર, કેવળ કર્ણોપકર્ણ વરતી થયેલ અનુકૂળ હવાને કારણે જ જેમણે મનીઓર્ડરે તથા ચેકે મોકલ્યા હતા, તેમાંના એક પણ તરફથી કડવી કે સીડી ફરિયાદ આવી નથી એ હકીકત સાનંદાભાર નોંધનીય લેખાવી જોઈએ. હા, કાગળો જરૂર આવ્યા છે, . અનેક, ઠેકઠેકાણેથી – કેટલાક પદ્યમાં પણ! – પણ તે બધા કથાની મારી આગવી રજૂઆત બદલ આનંદની લાગણી વ્યક્ત કરતાઅને મને અભિનન્દન આપતા. ગુજરાત-બૃહદ્ ગુજરાત પિતાના.. કવિઓ અને લેખકેને કેવી અમીભરી નજરે જુએ છે તેના દાખલા આ પહેલાં પણ મને અનેક વખત જોવા મળ્યા છે. આ મહાભારત-કથાએ એનું એક વધુ અને વધુમાં વધુ મધુર-દષ્ટાંત પૂરું પાડયું છે. આ કથા ગુજરાત સરકારના માહિતી ખાતા તરફથી પ્રગટ થતા પંચાયતરાજ” તેમ જ “ગુજરાતમાં ક્રમશઃ પ્રગટ થવી શરૂ થઈ ત્યારથી જ તેના વાચકોના ઉમળકાભર્યો પત્ર મારા પર આવતા થયા હતા. પહેલો અને બીજો ભાગ પ્રસિદ્ધ થતાં, વહાલપની એ વર્ષો મુક્ત હદયે વરસવા માંડી. લબ્ધપ્રતિષ્ઠ વિવેચકેથી માંડીને સામાન્ય શિક્ષિત સંસ્કારી વાચકે સુધી સૌને આ કથા ગમી છે એને હું મારું પરમ સદ્ભાગ્ય સમજું છું. પણ એમાં આશ્ચર્ય હું કશું જ નથી જેતે. વ્યાસજીની કથા જ રમ્યાતિરમ્ય છે કે જીવનનાં મર્માળાં રહસ્યો પર અવન પ્રકાશ પાથરનારી છે; ટૂંકામાં સાચું સાહિત્ય જેને કહી શકાય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy