________________
૧૮૦
પિતાને હાથે ભયાનક ભૂલ થઈ ગઈ છે, એમ તેને લાગ્યું. કૃષ્ણના ચરણમાં પડીને તેણે તેમની ક્ષમા યાચી.
“અને અપરાધીને આશ્વાસન આપતાં આપતાં મહાત્મા શ્રીકૃષ્ણ આકાશ તથા પૃથ્વીને પોતાના તેજથી વ્યાપ્ત કરતાં કરતાં આ લોકને છોડી ગયા.”
સ્વર્ગમાં દેવોએ તેમને સત્કાર કર્યો. ઋષિઓએ ઋચાઓનાં ગાન વડે તેમને અભિના. ગન્ધર્વોએ નૃત્યગીત ગાઈને પિતાને આનંદ વ્યક્ત કર્યો. અને સ્વર્ગના અધિપતિ દેવેન્દ્રના હર્ષને પાર ન રહ્યો.
૩૦૦. “આવું કદી બને ખરું!”
દારુક પાસેથી યાદવોના પારસ્પરિક સંહારની વાત સાંભળીને પાંડવો “શેક-સંતપ્ત” અને “વિત્રસ્ત-મન' બની ગયા. પછી “કેશવને પ્રિય મિત્ર' અર્જુન ચારેય ભાઈઓની રજા લઈને “આવું હોય નહિ!” એમ બોલતે બોલતે મામાને (વસુદેવને) મળવા દારુકની સાથે દ્વારકા તરફ રવાના થયા. દ્વારકાને તેણે કોઈ વિધવા થયેલી સ્ત્રીના જેવી દશામાં આવી પડેલી દીઠી (મૃતનાથામ્ રૂવ સ્ત્રિયમ્), જે સ્ત્રીઓ એક વેળા લેકનાથ વડે નાથવતી હતી, તે હવે અનાથ અવસ્થામાં આવી પડી હતી. પાર્થને જોતાંવેંત તેઓ આક્રન્દ કરવા લાગી. અર્જુનની આંખો પણ અશ્રુઓ વડે ઊભરાઈ ગઈ. આખી દ્વારકા શિશિર ઋતુમાં સુકાઈ ગયેલી તળાવડી જેવી “નિરાનન્દ” અને “ગતશ્રી” લાગતી હતી. અર્જુનનું હૈયું હાથમાં ન રહ્યું. પિક મૂકીને રડતાં રડતાં તે જમીન પર પટકાઈ પડ્યો. સત્યભામા, રુકિમણી આદિ સ્ત્રીઓ પણ એવી જ રીતે રડતાં રડતાં તેની સાથે જ પૃથ્વી પર પડી ગઈ હતી. પણ આખરે તેમણે પોતાની જાતને સંભાળી અર્જુનને બેઠે કર્યો. પછી થોડોક વખત ગેવિન્દના ગુણને સંભારી સંભારીને સૌએ આંસુ સાર્યા; અને પછી અર્જુન વસુદેવના ભવનમાં ગયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com