SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ पक्षपातो महानस्या विशेषेण धनंजये। तस्यैतत् फलमद्यैषा भुङ्क्ते पुरुषसत्तम ॥ દ્રૌપદીમાં પક્ષપાત જબરે હતો–ખાસ કરીને અજુન તરફ. એ પક્ષપાતનું ફળ આજે એ ભેગવી રહી છે. आत्मनः सदृशं प्राशं नैषोऽमन्यत कंचन। तेन दोषेण पतितस्तस्मादेष नृपात्मजः ॥ આ (સહદેવ) કોઈને પણ પોતાના જેવો બુદ્ધિમાન માનતું ન હતું. એ દેશને કારણે એનું પતન થયું. रूपेण मत्समो नास्ति कश्चिद् इत्यस्य दर्शनम् । अधिकचाहमेवैक इत्यस्य मनसि स्थितम् ।। नकुलः पतितस्तस्माद् आगच्छ त्वम् वृकोदर । यस्य यद् विहितं वीर सोऽवश्यं तदुपाश्नुते ॥ એ (નકલ) એમ માનતો હતો કે મારા જેવો રૂપાળું કોઈ નથી. હું જ સૌથી વધુ દેખાવડો છું. આ કારણે એનું પતન થયું. તું ચાલ્યો આવ, ભીમ. જેના માટે જે (કર્મફળ તરીકે) નિશ્ચિત છે, તે તેણે ભોગવ્યે જ æકો. एकाह्ना निर्दहेयं वै शनित्यर्जुनोऽब्रवीत् । न च तत् कृतवानेष शूरमानी ततोऽपतत् ।। अवमेने धनुर्गाहानेष सर्वाश्च फाल्गुनः। तथा चैतत् न तु तथा कर्तव्यं भूतिमिच्छता ॥ શત્રુઓને હું એક દિવસમાં જ બાળીને ભસ્મ કરીશ એમ આ અજુન કહેતા હતો, પણ તે તેમ કરી શક્યો નહિ. પોતાના શરાતનનું એને ઘમંડ હતું, અન્ય સૌ ધનુધરાની એ અવહેલના કરતો હતો. માટે આમ થયું. કલ્યાણની કામનાવાળાએ એવું ન કરવું જોઈએ. अतिभुक्तं च भवता प्राणेन च विकत्थसे । अनवेश्य परं पार्थ तेनासि पतितः क्षिती॥ તું વધારે પડતો આહાર કરતો. વળી તારામાં આગળપાછળનો વિચાર કર્યો વિના બડાશ મારવાની વૃત્તિ હતી. તારું પતન એ કારણે થયું. मा मे श्रिया संगमनं तथास्तु । यस्याः कृते भक्तजनं त्यजेयम् ।। ભક્તજનોને, પ્રેમળ અને વફાદાર સાથીઓને ભેગ આપવો પડે એવી રીતે લક્ષ્મીની પ્રાપ્તિ મારે નથી જોઈતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy