SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫. પાંડવો તે સ્તબ્ધ જ થઈ ગયા. માતાનું આ અપ્રિય વચન સાંભળતાં તેમને બેવડે આઘાત થયે. અરેરે, મા.” સર્પની પેઠે નિઃશ્વાસ નાખતો યુધિષ્ઠિર કુન્તીને ઠપકે આપવા માંડ્યો, “આવું હતું તે તેં અમને પહેલાં કેમ ન કહ્યું? ધનંજય સિવાય બીજા કોઈની જેની સામે ઊભા રહેવાની તાકાત નહોતી એ એ દેવતાઈ વીર અમારો ભાઈ હતું, એમ ? તે તે અગ્નિને વસ્ત્ર વડે ઢાંકવા જેવું કર્યું, મા ! તમે આ વાત છૂપી રાખીને અમને કેટલી ઈજા પહોંચાડી છે, મા, તેની તમને કલ્પના જ નહિ આવે. હું સાચું જ કહું છું, મા, કે જેટલો શેક, અભિમન્યુના, તેમ જ દ્રૌપદીના પુત્રોના વધથી મને નથી થયું, એટલો, એના કરતાં સો ગણે શોક મને કર્ણના મૃત્યુથી થાય છે.” પછી ડૂસકાં ભરતાં ભરતાં યુધિષ્ઠિરે કર્ણને, પોતાના મેટાભાઈને જલાંજલિ આપી. સ્ત્રીઓના પેટમાં કશી જ વાત ટકતી નથી એમ કહેવાય છે, તેને થતું હતું, છતાં કુન્તીએ આવી મહત્ત્વની વાત આટલાં વરસો સુધી છુપાવી રાખી !. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy