________________
૧૧૫
એટલે?” ક્યાંક કશીક ભૂલ થઈ ગઈ, એટલું સમજાતાં ઉત્તકે પૂછયું.
“એટલે એમ, મહર્ષિ, કે મેં તમારા માટે ખાસ ઈન્દ્રને અહીં મોકલ્યો હતે, “ઉત્તય અમૃતં –જા, ઉત્તકને અમૃતપાન કરાવ-એમ કહીને. ઈન્ડે ઘણી જ આનાકાની કરી,–“મર્ય માનવીને અમૃતપાન કરાવીને અમર કરે યોગ્ય નથી.” વગેરે કહીને; પણ પછી ઉત્તકને તારે અમૃતપાન કરાવવું જ પડશે.” એવો આગ્રહ જ્યારે મેં જારી જ રાખ્યો, ત્યારે તેણે એક વિનતિ મને કરી: “હુ માતંગરૂપે ઉત્તકની સામે અમૃતસ્ત્રોત વહાવીને પ્રગટ થઈશ. એ રીતે એ અમૃત પીશે તો ઠીક છે, નહિતર હું પાછે આવીશ! ”
ઉત્તકે હાથ ઘસ્યા. માતંગને અસપૃશ્ય ગણતાં, અમૃત તેના હાથમાંથી છટકી ગયું હતું !
તેને પસ્તાવો તે ખૂબ થયે, પણ હવે શું થાય! આશ્વાસન ફક્ત એટલું જ હતું કે કૃપાળુ કૃષ્ણ મભૂમિમાં તેને તરસ લાગે કે સાદું પાણું તેની સામે પ્રગટ થશે, એ વરદાન એના સ્થૂલ રૂપમાં કાયમ રાખ્યું હતું.
ર૭૪. પરિક્ષિતને જન્મ
કૃષ્ણને વિદાય કર્યા પછી પાંડવો હિમાલય તરફ ગયા. હિમાલયનું આકર્ષણ તે એમને, આપણે હવે જાણીએ છીએ તે પ્રમાણે, જન્મથી જ છે. પણ આ પ્રસંગે “પૃથ્વીના માનદંડ” જેવા આ નગાધિરાજ કને જવાનું કારણ આગળનાં પ્રકરણમાં કહેવાઈ ગયું છે તે પ્રમાણે, સાવ જુદું હતું. વ્યાસ અને કૃષ્ણ અને નારદ-પોતાના સૌ હિતેચ્છુઓની સલાહથી તેમણે અશ્વમેધ યજ્ઞ કરવાનો નિશ્ચય કર્યો હતો, અને અશ્વમેધ માટે જોઈતું દ્રવ્ય તેમને શિવના તેમ જ કુબેરના એ નિવાસસ્થાનમાંથી જ જડે એમ હતું. મરુત્તના યજ્ઞની વાત તેમના મનમાં વસી ગઈ હતી.
પણ આવું કાઈ સ્કૂલ કારણ ન હોત તોપણ, યુદ્ધના સંહારને પરિણામે શેકસંતપ્ત બનેલ તેમના હૃદયને અત્યારે હિમાલયની શીતલ અને શાતિપ્રેરક હવાની અત્યંત અગત્ય હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com