SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ આ તરફ પેલા ભોળિયા ઉરંક પાસેથી નીકળીને કૃષ્ણ દ્વારકા પહોંચ્યા. યુદ્ધના સમાચાર યાદવની એ સુવર્ણનગરીમાં હજુ પણ પહોંચ્યા ન હતા. કૃષ્ણ જ્યારે તેમને અઢાર દિવસના એ ઘર માનવસંહારની વાત કરી ત્યારે તેઓ કંપી ઊઠ્યા. તેમાં પણ સોળ વરસને સુભદ્રાજયો અભિમન્યુ એકી સાથે અનેક મહારથીઓ સામે લડતાં યુદ્ધભૂમિ પર વીરગતિ પામ્યાની વાતે તે તેમનાં સૌનાં કાળજા પર કરવત મૂકી! ગૌરવ, ગર્વ, શેક, કરુણા, રોષ, આશ્ચર્ય, વ્રણ એકી સાથે અનેક ભાવોની મિશ્ર આંધી વચ્ચે સૌનાં હદયે વલોવાવા અને વેરાવા લાગ્યાં. સંતાનોની બાબત જનમદુખિયારા જેવાં વસુદેવ-દેવકીની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસી રહ્યો અને સુભદ્રા પણ પિતાને લાડકવા લાલ આજે જાણે ફરી મૃત્યુ પામ્યો હોય એમ હીબકાં ભરીભરીને મેટેથી રડવા લાગી. આ બધાને સુયોગ્ય શબ્દોમાં આશ્વાસન આપી કૃષ્ણ છાનાં રાખ્યાં; અને શકના આવેગને શ્રાદ્ધક્રિયાને માર્ગે વાળીને કંઈક સુસહ્ય બનાવ્યો. આખરે પાંડવોને અશ્વમેધ માટે નિયત થયેલ સમય આવી પહોંચ્યો અને શ્રીકૃષ્ણ ફરી પાછા સુભદ્રા, સાત્યકિ, પ્રદ્યુમ્ન, રુકિમણી આદિ સ્વજનોને તથા યજ્ઞપ્રસંગે યુધિષ્ઠિરને ભેટ ધરવા માટે અનેક મહામેલાં રત્ન તથા કીમતી વસ્ત્રાભૂષણે લઈને હસ્તિનાપુર આવી પહોંચ્યા. દરમિયાન હસ્તિનાપુરમાં ઉત્તરાને પ્રસુતિ સમય નજીક આવી ગયો. હતે. પૃથ્વીને નિષ્પાંડવી કરવાની પ્રતિજ્ઞા સાથે અશ્વત્થામાએ છોડેલ બ્રહ્માસ્ત્રની અસર ઉત્તરાના ગર્ભ પર કેવી થશે તેની ચિંતા કુન્તી, સુભદ્રા તેમ જ દ્રોપદીનાં કાળાંને કરી રહી હતી; અને ઉત્તરાને તે આવી રહેલી એક એક ક્ષણ, પિતાના જીવન સામેના કાળના આક્રમણ સમાણું જ લાગતી હતી. હકીકત એ છે કે બીક, અજ્ઞાતની બીક એ સૌથી મોટું બ્રહ્માસ્ત્ર છે, અને તેમાંય વળી પહેલી વાર માતા બનતી નારીની પિતાના અંગેની અને પિતા કરતાં પણ લાખ ગણા પ્યારા પિતાના ભાવિ સંતાન અંગેની બીક તે બ્રહ્માસ્ત્ર કરતાં પણ વધારે ભયાનક છે. મહાસંહારનાં ભયાનક વાદ્યો ગડગડતાં હતાં એવે વખતે પરણેલી, પરણ્યા પછી તરત જ એ સંહારની આગમાં પતિને ખોઈ બેઠેલી, અને ઝનૂની અશ્વત્થામાના સુકભૈરવ સંકલ્પની વાતને સંભારીસંભારીને ફડફડતી એ છોકરીને ક્ષણે ક્ષણે નજીક આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy