SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭ ગુરુઓને અને વડીલેાના વધુ સાધીને આ રાજ્ય મેળવવું એના કરતાં મરવું બહેતર છે.'' બ્રાહ્મણા યુધિષ્ઠિર ઉપરના આ અણધાર્યા શબ્દ-આક્રમણથી ચોંકી ઊડવા અને સર્વત્ર એક ધાર સન્નાટા છવાઈ ગયા. પણ યુધિષ્ઠિર તા ક્ષમામૂર્તિ હતા. વળી ચાર્વાક ગમે તે ભાવથી ખેલ્યા હેાય, પેાતાને નિમિત્તે થયેલ યુદ્ધ અને જ્ઞાતિક્ષય ા તેને કઠતાં જ હતાં. એટલે બ્રાહ્મણાની સામે હાથ જોડીને (કારણ કે પોતે બધા બ્રાહ્મણાની વતી બાલી રહ્યો છે, એમ ચાર્વાકે કહ્યું હતું) તેણે આજીજી કરી ઃ “ હું આપ સૌને હાથ જોડીને વીનવું છું, મહાનુભાવા, મને દુ:ખીને વધુ દુ:ખી ન કરો.” * "C તમને દુઃખકર નીવડે એવાં વચને અમે નથી ખેાલા, મહારાજ,” બ્રાહ્મણીએ તેને આશ્વાસન આપ્યું, અમે તે તમારું કલ્યાણ વાંછીએ છીએ. તમને કડવાં વેણા કહેનાર તા આ દુર્યોધનના મિત્ર ચાર્વાક નામના રાક્ષસ છે. અત્યારે સંન્યાસીના વેષ ધારણ કરીને પેાતાના મૃત મિત્રનું વેર લેવા એ આવ્યા છે, તમને ક્ષુબ્ધ કરીને.” બ્રાહ્મણોએ આ પછી યુધિષ્ઠિરના દેખતાં જ એ દુષ્ટને મારી નાખ્યો, યુધિષ્ઠિર તા આ જોઈને ઊલટાના વધુ ગભરાયા, મૂંઝાયા. હિંસાના બાજો પેાતાને માથે જાણે વધતા જ જતા હતા એમ તેને લાગ્યું. આટલા બધા સ્વજના મરાયા એ શુ આછું હતું કે આ એક સંન્યાસીની વધુ હિંસા તેને કપાળે ચાંટી! કૃષ્ણે તેની મદદે આવે છે. "" શાકમાં મનને ન ડુબાડેા, મહારાજ,” યુધિષ્ઠિરને તે આશ્વાસન આપે છે, આની પૂર્વ કથા જે તમે પૂરેપૂરી જાણતા હેા, તે તમને એના પર જરાય યા ન આવે. આ ચાર્વાકને તમે એની વેષભૂષાથી ગમે તે કલ્પ્યા હાય, ખરેખર તે તે એક રાક્ષસ જ હતા. મહાબળવાન બનીને જગતને દબાવવા માટે તેણે તપ કર્યું". બ્રહ્માએ પ્રસન્ન થઈને વરદાન માગવાનું કહ્યું, ત્યારે તેણે (પાતે આખી દુનિયાને ડરાવી શકે, પણ ) પેાતાને કાઈ ડરાવી ન શકે એવું માગ્યું. બ્રહ્માએ એ વરદાન તેા તેને આપ્યું, પણ તેમાં એક અપવાદ રાખ્યો; “ બ્રાહ્મણાની અવજ્ઞા કરીશ તે મારું આ વરદાન કશા જ કામમાં નહિ આવે.” બ્રહ્મા પાસેથી આવું વરદાન મેળવ્યા પછી આ દુષ્ટ સૌને ડરાવતા ** Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy