SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩ ઓછું, પાંડેને તેમ લાગ્યું હોય. Civil strikeનું બીજ પણ, વૃદ્ધ, અનુભવવૃદ્ધ અને પ્રજ્ઞાવૃદ્ધ પાંડવોને આ વાતમાં દેખાયું હોય, કદાચ.. વ્યાસજી લખે છેઃ ततो युयुत्सुं आनाय्य प्रव्रजन् धर्मकाम्यया। राज्यं परिंददौ सर्व वैश्यापुत्रे युधिष्ठिरः ।। ધર્મની કામનાથી નીકળી પડનારા યુધિષ્ઠિરે પછી યુયુત્સુને તેડાવીને એ વૈશ્યા પુત્રને સમગ્ર રાજ્ય સોંપી દીધું.” પણ પછી તરત જ બીજા શ્લોકમાં ઉમેરે છેઃ अभिषिच्य स्वराज्ये च राजानं च परिक्षितम् । दुःखार्तश्चात्रवीद् राजा सुभद्रां पाण्डवाग्रजः ॥ एष पुत्रस्य पुत्रस्ते कुरुराजो भविष्यति । પરિક્ષિત રાજાને સ્વરાજ્યમાં અભિષેક કરીને દુઃખાત યુધિષ્ઠિરે સુભદ્રાને કહ્યું? આ તારા પુત્રને પુત્ર (હવે) કુરુઓને રાજા બનશે.” આને અર્થ શું સમજવો ? રાજયને અભિષિક્ત રાજા પરિક્ષિત, અને એ પરિક્ષિતને સંભાળવાની જવાબદારી યુયુત્સુ ઉપર, એટલો જ ને! જતા પહેલાં કુટુંબની બને શાખાઓ વચ્ચે આ પ્રકારે સમન્વય સાધી લેવામાં યુધિષ્ઠિરે, ભીષ્મ શરશય્યા પરથી તેને શીખવાડેલ રાજધર્મનું બરાબર પાલન કર્યું છે, એમ દેખાય છે. પછી ઇન્દ્રપ્રસ્થની ગાદી તેણે શ્રીકૃષ્ણના પૌત્ર વજને સોંપી-ચંદુઓમાંથી જે અવશિષ્ટ રહ્યા હતા, તેમને ઠેકાણે પાડીને કૃષ્ણ પ્રત્યેનું પિતાનું ઋણ યત્કિંચિત ચૂકવ્યું અને પછી.... કૃષ્ણ, પિતાના વૃદ્ધ માતુલ ( કુંતીભજ), અને બલરામ વગેરેનાં છેવટનાં શ્રાદ્ધ કરી, દ્વૈપાયન, નારદ, માર્કડેય, ભારદ્વાજ, યાજ્ઞવક્ય આદિ મુનિઓને છેવટનાં વંદન અપ કૃષ્ણપ્રીત્યર્થે બ્રાહ્મણત્તમોને રત્ન, વસ્ત્રો, ગાય, અશ્વો, રથ, દાસીઓ આદિનાં દાન આપી પરિસ્થિતિની દેખભાળ કૃપાચાર્યને સુપરત કરી નગરજનોના અગ્રણીઓને તેડાવી તેમની સમક્ષ તેમણે પોતાના અંતરની વાત (પ્રવજ્યા લેવાની) રજૂ કરી. નગરજને આ સાંભળી ખૂબ જ ઉઠેગ પામ્યા. પાંડવોને રોકવાની ૧૩ : . . . . . . . ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy