SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ભીષ્મ જોયું તે ભસ્તગ્રેષ્ઠો તેને વીંટળાઈને ઊભા હતા. યુધિષ્ઠિરને ઠેઠ ગોઠણ સુધી પહોંચતે હાથ ઝાલીને બેઠા થતાં તેમણે કહ્યું, બહુ સારું થયું, યુધિષ્ઠિર, આ સૌને લઈને તું ચશ્વાસમાં આવી ગયો. આજે પૂરી અઠ્ઠાવન સતે વીતી, આ તીણું અણુઓવાળાં બાણેની પથારી પર સૂતાને! એ અઠ્ઠાવન રાત સે વરસ જેટલી લાંબી હતી (બધીયે રીતે ! સો વરસમાં જેટલી અંતર્મુખતા સધાય, એટલી ભીષ્મ આ અઠ્ઠાવન રાતેમાં સાધી હતી, તે રીતે પણ!) હવે આ “સૌમ્ય માઘ માસ આવ્યો છે. શુકલ પક્ષ હજુ પણ ભાગનો બાકી છે.” (વસંતપંચમીને દિવસે પિતામહનું નિધન થયું એમ માનવું) પછી ધૃતરાષ્ટ્રને સંબોધીને તેમણે કહ્યું, “ધર્માધર્મના સ્વરૂપને તું જાણે છે, બેટા ! બ્રાહ્મણોને તેં સાંભળ્યા છે, સેવ્યા પણ છે. ચારેય વેદનું તને જ્ઞાન છે. હવે શાક મૂકી દેજે. જે થયું તે થવાનું જ હતું. આ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસે પણ તને આ જ વાત કરી છે. આ પાંડુના પુત્ર એ તારા જ પુત્રો છે. વડીલેની સેવામાં તેઓ પ્રીતિવાળા છે. તું હવે એમનું ધ્યાન રાખજે; એમને જાળવજે–સાચવજે. આ ધર્મરાજ યુધિષ્ઠિર તારી આમન્યામાં રહેશે. એની વડીલો પ્રત્યેની આદરભરી પ્રીતિથી હું પરિચિત છું..” અને છેલ્લે... તારા પુત્રો દુરાત્માઓ, કેધ-લોભ-પરાપણુ, ઈર્ષોથી અભિભૂત અને દુત્ત હતા. એમને શેક કરવો ઉચિત નથી. (આ છેલ્લો ફટકે ધૃતરાષ્ટ્રને મારો દાદાને ઉચિત લાગ્યો હશે ? પોતે જીવનભર એ દુતોની સાથે રહ્યા અને એમને ખાતર મર્યા એ વાતનું દુઃખ પોતાના જીવનની આ છેલ્લી ઘડીએ પણ તેમનાથી વિસરાતું નથી, એનું તે આ પરિણામ નહિ હોય ?) પછી કૃષ્ણ તરફ વળીને “મવિન, રેવેરા સુરાસુરનામત ! त्रिविक्रम नमस्तुभ्यं शंखचक्रगदाधर ।। वासुदेवो हिरण्यात्मा पुरुषः सविता विराट जीवभूतोऽनुरूपस्त्वं परमात्मा सनातनः ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy