SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાની એક મહત્ત્વની વિશેષતા જગતના મહાન ધર્મગ્રન્થ વચ્ચે ગીતા પિતાની એક મહત્ત્વની વિશેષતા દ્વારા જુદી તરી આવે છે. એ કઈ એકાદ ક્રાઈસ્ટ કે મહમદ કે બુદ્ધ જેવી સર્જનાત્મક વ્યક્તિના આધ્યાત્મિક જીવનના પરિપાકરૂપ અથવા વેદ કે ઉપનિષદ પેઠે શુદ્ધ આધ્યાત્મિક ધની ફલશ્રુતિરૂપ, અનન્યસંકલિત અને સ્વતંત્ર ગ્રંથ નથી; પણ પ્રજાપ્રજાઓ વચ્ચેના સંઘર્ષોના, તેમના પુરુષોત્તમ અને પુરુષાર્થોના બૃહત્કાય ઇતિહાસમાં એક પ્રસંગ છે. અગ્રગણ્ય પુરુષમાંથી એકના આત્માએ અનુભવેલી કટોકટીની પળમાંથી એ પ્રગટ થઈ છે–એક એવી પળ, જ્યારે એ પુરુષ પોતાના જીવનની પરાકાષ્ઠા સમા એક એવા મહાકાર્યની સન્મુખે ઊભો હતે. જેની ભીષણતા જોતાં તેના મનમાં મન્થનનું ઘમસાણ ઊભું થયું હતું, કે આ મહાકાર્યને હવે સદંતર પડતું મૂકું કે એને ભયંકર ભાસતા એના પૂર્ણવિરામ સુધી પહોંચાડું ! શ્રી અરવિન્દ - ભાઈદાસ કરસનદાસ એન્ડ કંપની (૧૬, એપલ સ્ટ્રીટ, કેટ, મુંબઈ-૧)ના સૌજન્યથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy