Book Title: Bhagavatno Sandesh
Author(s): Bhanuvijay
Publisher: Sarvamangalam Ashram Sagodiya
Catalog link: https://jainqq.org/explore/004651/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ભાશાળીની શા : પ્રવક્તા : પ.પૂ. ગુરુજી મુનિશ્રી ભાનવિજયજી મહારાજ : સંકલન : મધુસૂદન કૃ. સોની Page #2 -------------------------------------------------------------------------- ________________ હ . amon૦૦૦૦૦ announ, . in૦૦૦૦૦૦૦૦૦omoso, ક woo o કા ભાગવતનો સંદેશ છે - પ્રવક્તા - પપૂ ગુરુજી મુનિશ્રી ભાનવિજયજી મહારાજ - - - ૦ અધિષ્ઠાતા ૦ योग 1. Eાજિકલ समसामा * *de ममंगला સર્વમંગલમ્ આશ્રમ-સાગોડિયા સ્થાપના : ૧૯૬૬ सर्वमंअसम् परियार अायाम.] પાટણ - ww) સર્વમંગલમ્ પરિવાર આશ્રમ-પાટણ સ્થાપના : ૧૯૬૮ • સંકલન : મધુસૂદન કુ. સોની “ગોકુલ' સોનીવાડો, પાટણ (ઉ.ગુ.) - ૩૮૪ ૨૫ ફોનઃ (૦૨૦૦૬) ૨૨૦૫૫૮ મો. ૯૫૧૦૧૯૮૬૦૧, Page #3 -------------------------------------------------------------------------- ________________ : ‘ભાગવતનો સંદેશ' પ.પૂ. ગુરુજી મુનિશ્રી ભાનવિજયજી મહારાજનાં પ્રવચનો પ્રકાશક : સર્વમંગલમ આશ્રમ-સાગોડિયા, સમ્યગ જ્ઞાન પ્રસારણ યોજના વતી • મધુસૂદન કૃ. સોની ગોકુલ' સોનીવાડો, પાટણ. (ઉ.ગુ.) ફોનઃ (૦૨૮૬) ૨૨૦૫૫૮ • રાઈબહેન ઈ. પટેલ પંચમુખી સોસા., ડીસા રોડ, પાટણ. (ઉ.ગુ.) ફોનઃ (૦૨૮૬) ૨૨૦૮૨૦ • શરદભાઈ પી. શાહ (એડવોક્ટ) પ/૬, અણમોલ વીલા-૨, સેન્ટ ઝેવીયર્સ સ્કૂલ પાસે, સત્યમ બંગ્લોઝ નજીક, ! રામોસણ રોડ, મહેસાણા - ૩૮૪ ૦૦૨. પ્રકાશત સ્થળઃ સર્વમંગલમ્ પસ્વિાર આશ્રમ સાગોડિયા, તા. જિ. પાટણ (ઉ.ગુ.) ૩૮૪૨૬૫. : ૪ પહેલી આવૃતિ : ૨૧, ડીસેમ્બર ૨૦૦૯ (વીતરાગ વિજ્ઞાન કેન્દ્ર ઉદ્ઘાટન દિન) : પ્રત : ૫૦૦૦ I: ક મૂલ્ય : ૧૦૦ રૂપિયા 1 . પ્રાપ્તિસ્થાત : • પ્રકાશકો • સર્વમંગલમ પરિવાર આશ્રમ બટુક ભૈરવની વાડી, વેરાઈ ચકલા, પાટણ (ઉ.ગુ.) ૩૮૪૨૬૫. ફોન : (૦૨૮૬) ૨૨૦૨૩ • સર્વમંગલમ્ આશ્રમ રાગોડિયા, તા. જિ. પાટણ (ઉ.ગુ.) ૩૮૪૨૬૫. ફોનઃ (૦૨૭૪૯) ૨૦૦૫૯૪ હર્ષદભાઈ પી. ખમાર વિનોદ પ્રિન્ટરી' (ઓફસેટ) ત્રણ દરવાજા પાસે, પાટણ (ઉ.ગુ.) ફોનઃ (૦૨૭૬૬) ૨૩૦૧૧૧/૨૩૦૧૧૨ (મો.) ૯૮૨૫૩ ૯૦૦૦૪/૯૮૯૮૫ ૦૬૦૧૧! - - - - - - - 1 Page #4 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. ગુરુજી મુનિશ્રી ભાનુવિજયજી મહારાજની જીવન ઝરમર જન્મ; દીક્ષા અને અભ્યાસ આ મહાપુરુષનો જન્મ તા. ૬ – ૭–૧૯૩૧ના રોજ મહારાષ્ટ્ર રાજ્યના પુણે (પુના) શહેરમાં એક મહારાષ્ટ્રીયન જેન કુટુંબમાં થયો હતો. મરાઠી છે ધોરણનો અભ્યાસ કર્યા પછી માત્ર ૧૨ વર્ષની નાની વયે તેમણે માતા-પિતાની સાથે પ.પૂ. પ્રભવચંદ્રસૂરીજી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરી હતી. જેન સમાજ ધણા પ્રેમ અને શ્રદ્ધાથી પોતાના સાધુ સમાજને જ્ઞાનોપાસનાની સગવડ આપે છે એવી સગવડ પૂજ્ય મુનિશ્રીને પણ મળી હતી. તેમણે માગધી અને સંસ્કૃત ભાષાના અભ્યાસ સાથે ન્યાયશાસ્ત્ર, જૈન ધર્મશાસ્ત્રો અને વિવિધ દર્શનશાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો અને તેમાં પારંગત થયા. અનોખું દર્શન માત્ર ૧૭ વર્ષની નાની ઉંમરથી તેમણે ધર્મશાસ્ત્રો ઉપર જાહેર પ્રવચનો આપવા માંડ્યાં અને જોતજોતામાં બાલમુનિ તરીકે તે વખતના મુંબઈ રાજ્યમાં પ્રસિદ્ધ થયા અને મહારાષ્ટ્રમાં જન્મેલ આ સંતે ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી. જેને પરંપરામાં ઉછેર અને જૈન તત્ત્વ-દર્શન પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા હોવા છતાં, અન્ય દર્શનશાસ્ત્રો પ્રત્યેનો તેમનો દષ્ટિકોણ અનેકાન્તવાદના પાયા પર હોવાથી તેઓશ્રી સાંપ્રદાયિક સંકુચિતતાથી મુક્ત રહ્યા. પૂ. મુનિશ્રીની દષ્ટિએ પરિભાષાના ભેદ સિવાય કોઈ પણ ભારતીય દર્શનમાં ઝાઝો ભેદ નથી. પરંતુ ‘ધર્મ અને સંપ્રદાય વચ્ચે ઝાઝું અંતર છે. ધર્મ સ્વયંભૂ છે, જ્યારે સંપ્રદાય વ્યક્તિ નિર્મિત છે. તેથી સંપ્રદાય વિના ચાલે, પણ ધર્મ વિના ન ચાલે. માનવ જીવનમાં નીતિ અને શીલનાં મૂલ્યોની પૂરેપૂરી જાળવણી સાથે આધ્યાત્મિક્તાનો રંગ લાગે તે માટે તેમનો સઘળો પુરુષાર્થ છે. કર્મક્ષેત્રઃ સર્વમંગલમ્ આશ્રમઃ સાગોડિયા આજથી ૪૩ વર્ષ પહેલાં મુનિશ્રીના અંતરમાં મંથન નિરંતર ચાલતું હતું કે પોતાને લાધેલ જ્ઞાનનો ઉપયોગ બહુજન હિતાય કેવી રીતે કરવો? આ વખતે ઉત્તર ગુજરાતના કેટલાક અગ્રણીઓએ પૂ. મુનિશ્રીને વિનંતી કરી કે તેઓ શિક્ષણકાર્યમાં રસ લે. આમાંથી જૂન-૧૯૬૬માં સર્વમંગમ આશ્રમ . Page #5 -------------------------------------------------------------------------- ________________ ભાગવતનો સંદેશ સાગોડિયાનો ઉદ્દભવ થયો. પાટણ-ડીસા રોડ ઉપર પાટણથી સાત કિલોમીટર દૂર સાગોડિયા ગામ આવેલું છે. ત્યાંની ગ્રામ પંચાયતે આશ્રમની પ્રવૃત્તિ માટે ૬૮ એકર જમીન આપી. આ જમીન ક્ષારયુક્ત, સૂકી, વૃક્ષ વિનાની હતી. પરમાત્મકૃપાથી, આશ્રમના કાર્યકરો અને શુભેચ્છકોના સહકારથી, દૂધ સાગર ડેરી અને ગુજરાત યુનિવર્સિટીના પ્રયોગોના કારણે તથા ઘણા ભાઈ-બહેનોની આર્થિક સહાયને લીધે લગભગ આ બધી જમીન ફળદ્રુપ બની છે, તેમાંથી ક્ષાર દૂર થયો છે અને જમીન અત્યારે નંદનવન સમી બની છે. સર્વમંગલમ્ આશ્રમ, ગૌશાળા જે આજે અદ્યતન સ્વરૂપે નવીન બની છે તે તથા બુનિયાદી શાળા અને છાત્રાલય ચલાવે છે. મહારાજશ્રી માને છે કે વિદ્યાર્થી ફક્ત ડીગ્રી મેળવે તે પૂરતું નથી. પરંતુ શિક્ષણની સાથે સાથે તેને એવા સંસ્કાર મળવા જોઇએ કે જેનાથી તે સાચો માનવ બને. આ ધ્યેય પૂર્ણ કરવા માટે અહીં જે પ્રવૃત્તિઓ આરંભી તે ખરેખર કર્મયોગની ધારા બની ગઈ. અહીં સાધના કુટીરો બાંધવામાં આવી. મહારાજશ્રીની સાધના માટે વીતરાગ આરાધના કેન્દ્ર-ધ્યાન મંદિર-બનાવ્યું. ૧૬ રૂમોનું “વાનપ્રસ્થ આરાધના કેન્દ્ર” તૈયાર કર્યું. આ કેન્દ્રમાં રહેનાર ભાઈ-બહેનોને પૂ. ગુરુજીના સાંનિધ્યનો અને સ્વાધ્યાયનો લાભ મળવા માંડ્યો. આ કેન્દ્રમાં ઉપરમાળ બનાવી ધ્યાન સાધકો માટે ૮ રૂમોનું સંકુલ બનાવ્યું. અહીં વર્ષમાં છ વાર સઘન ધ્યાન સાધના શિબિરનું આયોજન પણ થાય છે, તેનો લાભ અનેક મુમુક્ષુ ભાઈ-બહેનો લઈ રહ્યા છે. એ જ રીતે ઉજજૈન, ઈન્દોર, શાજાપુર અને ભોપાલમાં પણ ધ્યાન શિબિરનું આયોજન થાય છે. અહીં શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક ધ્યાન કેન્દ્રતૈિયાર ક્યું છે. ત્યાં દરરોજ સ્વાધ્યાય થાય છે. અને દર રવિવારે સવારે ૭-૦૦ થી ૧૧-૦૦ વાગ્યા સુધી ધ્યાન શિબિર થાય છે, તેનો લાભ અનેક મુમુક્ષુ ભાઈ-બહેનો નિયમિત લઈ રહ્યા છે. તેમ જ અહીં વીતરાગ વિજ્ઞાન કેન્દ્ર અને શ્રીમદ્ રાજચંદ્ર જીવનદર્શન મ્યુઝીયમ તથા ઓડીટરીયમ પણ બન્યું છે. આ ઉપરાંત સર્વમંગલમ્ આશ્રમ, સાગોડિયા દ્વારા અનેક ગામોમાં દુષ્કાળ રાહતનાં, પૂર રાહતનાં અને વરસાદ તથા પૂરમાં પડી ગયેલાં હજારો મકાનો રાહતથી બાંધી આપવાના કામો મહારાજશ્રીના માર્ગદર્શન નીચે થયાં હતાં. આ રીતે સાગોડિયા આશ્રમમાં અવિરતપણે કર્મયોગ ચાલી રહ્યો છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ ભાગવતતો સદેશ - - - જ્ઞાનક્ષેત્રઃ સર્વમંગલમ્ પરિવાર આશ્રમ, પાટણ | સર્વમંગલમ્ આશ્રમની સ્થાપના થઈ ત્યારથી પ.પૂ. ગુરુજીની દષ્ટિમાં એક ધ્યેય તર્ત સ્પષ્ટ હતું કે બહુજન સમાજને આધ્યાત્મિક્તાના માર્ગે વાળવો અને તે માટે સહેલાઇથી અધ્યાત્મ જ્ઞાન મળે તેવી વ્યવસ્થા ગોઠવવી. આ હેતુથી સને ૧૯૬૮ના ચાતુર્માસમાં ધાર્મિક પ્રવચનો કર્યા તે સર્વ કોમોમાં ખૂબ જ લોકપ્રિય થયાં. આ ચાતુર્માસની પૂર્ણાહુતિ પ્રસંગે બધાએ ભેગા મળીને પાટણમાં વેરાઈ ચકલામાં આવેલી બટુકભૈરવની વાડીમાં સર્વમંગલમ્ પરિવાર આશ્રમની સ્થાપના કરી. આમ, પાટણમાં આ રીતે જ્ઞાનયજ્ઞોની શરૂઆત થઈ. છેલ્લા ૪૦ વર્ષથી હજારો માણસો સતત ૪૦થી ૬૫ દિવસ વિવિધ વિષયો ઉપર ચાલતી આ વ્યાખ્યાન માળાઓનો લાભ લે છે. આજ સુધીમાં ચાતુર્માસના આવા ૩૩ જ્ઞાનયજ્ઞો થયા છે, અને ૪૦ ગ્રંથો ઉપર સ્વાધ્યાય થયો છે. આ ઉપરાંત પાટણ તાલુકાના ગામડાંઓમાં જ્યારે પણ દુષ્કાળ પડ્યો છે કે નદીમાં પૂર આવ્યાં છે ત્યારે મહારાજશ્રીએ સર્વમંગલમ્ પરિવાર આશ્રમ પાટણના કાર્યકરો મારફત અનાજ, વાસણ, દવા, પાવડરનું દૂધ, કપડાં, ભોજન અને અન્ય જીવન જરૂરિયાતની ચીજોની વહેંચણી કરાવી હતી. ઈ.સ. ૧૯૭૩ની અતિવૃષ્ટિ વખતે પાટણ તાલુકાનું રૂગનાથપુરા ગામ આખું નષ્ટ થઈ ગયું હતું, ત્યારે મહારાજશ્રીએ તે ગામને દત્તક લઈને લાયન્સ કલબ ઓફ મુંબઈ તેમ જ પાટણ આશ્રમ દ્વારા નવેસરથી બંધાવી આપ્યું હતું. ચાતુર્માસની સળંગ-પ્રવચનમાળા ઉપરાંત દર શુક્રવારે સાંજે પાટણ આશ્રમમાં પુસ્તક વાંચન-વિવેચન તથા ધાર્મિક ગ્રંથ ઉપરાંત સ્વાધ્યાય ચાલે છે, તેમ જ દર રવિવારે સાંજે મહારાજશ્રી જાહેર પ્રવચન આપે છે. પાટણ ઉપરાંત મહેસાણા, ડીસા, પાલનપુર, જોટાણા, ખેરવા, કોબા, અમદાવાદ, રાજકોટ, મોરબી, સાયલા, વડવા, વવાણીયા, મુંબઇ, બેંગ્લોર, ધરમપુર, ઉજજૈન, શાહજાપુર, ઈન્દર અને ભોપાલમાં પણ તેઓશ્રીનાં પ્રવચનો યોજાય છે. આજે ૭૯ વર્ષની ઉંમરે પણ મહારાજશ્રીનું આ જ્ઞાન-કાર્ય સતત ચાલુ છે. આ જ્ઞાન, ભક્તિ અને કર્મના ત્રિવેણી સંગમમાં અનેક મુમુક્ષુ ભાઈ-બહેનો સ્નાન કરીને પવિત્ર બને છે અને પોતાના જીવનને ધન્ય બનાવે છે. પૂ. ગુરુજીના આ યજ્ઞકાર્યનો લાભ અનેક વર્ષો સુધી જનતાને મળતો રહે તે માટે પરમાત્મા તેમને નિરામય, દીર્ધાષ્ય અર્પે તેવી અમારી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના છે. ૨૧/૧૨/૨૦૦૯ - - - -- -- - -- -- - Page #7 -------------------------------------------------------------------------- ________________ ભાગવતતો સદેશ આવનાર - પરમ કૃપાળુ પરમાત્માનો- જેમના અનુગ્રહના કારણે આ. ગ્રંથ લખવાની શક્તિ મળી. * પ. પૂ. ગુરુજીનો – જે મની અમૃત વાણી અને અત્યંત કૃપાના કારણે જ આ ગ્રંથ લખી શકાયો. - પ.પૂ. સાધ્વીજી પ્રિયદર્શનાથીજી મહારાજ સાહેબનો જેમણે આ ગ્રંથની મૂળ પ્રત સુધારી પરિíજન કરી આપ્યું, ગ્રંથના સારરૂપ મુખ પૃષ્ઠનું છેલ્લું પાનું લખી આપ્યું, પ્રફ સુધારી આપ્યું અને જરૂરી માર્ગદર્શન આપ્યું. શ્રી કનુભાઈ રાવલ અને શ્રી વિપુલભાઇ પ્રજાપતિનો જેમણે, કેટલાક સુધારા કરી આપ્યા, ઉપયોગી સૂચનો કર્યા અને પ્રક સુધારી આપ્યું. * એ દાતાઓનો જેમણે આ પુસ્તક માટે દાન આપ્યું. - + શ્રી હર્ષદભાઈ ખમારનો જે મણે આ ગ્રંથ સુંદર રીતે, સુઘડતાથી છાપીને તમામ પુસ્તકો આશ્રમમાં પહોંચાડવાની ચીવટ ભરી કાળજી રાખી. શ્રી મનીષભાઇ ખમારનો જેમણે પોતાના દૈનિક પત્ર 'હમલોગ માં આ ગ્રંથના તમામ ૫૬ પ્રકરણો તા.૨-૮૦ ૭ થી તા.૫-૨ - ૦૯ સુધીમાં કાળજીપૂર્વક છાપ્યા. દ મધુસૂદન કૃ. સોની - Page #8 -------------------------------------------------------------------------- ________________ ભાગવતનો સંદેશ - પ૦૦૦-૦૦ પ૦૦૧-૦૦ ૫૦૦૧-૦૦ ૫૦૦૧-૦૦ ૫૦૦૧-૦૦ ૦૦૧-૦૦ ૧૦૦૦૦-૦૦ . આપુસ્તકના દાતાશ્રીઓ ૧ શ્રી પૂજાભાઈ અંબાલાલ પટેલ (અમેચ્છિાવાળા) પટેલવાસ, ઈસન્ડ. તા. કલોલ, જિ. ગાંધીનગર ૨ શ્રી વેલજીભાઈ નરસંગભાઈ ચૌધરી હ. શ્રી લવજીભાઈ નરસંગભાઈ ચૌધરી બ્રાહ્મણવાડા, તા. ચાણસ્મા, જિ. પાટણ- ૩૮૪૨૨૦ ૩ શ્રીમતી લક્ષ્મીબેન શંકરલાલ સોલંકી આંબેડકર ભવન પાસે, જળચોક, પાટણ- ૩૮૪૨૬૫ ૪ શ્રીમતી મોતીબહેન કાનજીભાઈ પ્રજાપતિ ૯૨-બી, શ્રીનગર સોસાયટી, ગાયત્રી મંદિર પાસે, પાટણ- ૩૮૪૨૬૫ ૫ શ્રીમતી મીતાબહેન હરિભાઈ પટેલ કોલેજ ટીચર્સ સોસાયટી, રાજમહેલ રોડ, પાટણ- ૩૮૪૨૬૫ ૬ શ્રીમતી શારદાબહેન પ્રહલાદભાઈ સોની અંબિકા સોસાયટી, ગુંગડી તળાવ પાસે, પાટણ- ૩૮૪૨૬૫ શ્રી નિરંજનભાઈ કે. વ્યાસ - વ્યાસ સભાગૃહ, વેરાઈ ચકલા, પાટણ-૩૮૪૨૫ ૮ મે. અમૃતલાલ અશોકકુમાર એન્ડ કંપની ૪૩૮, એમ. જે. માર્કેટ, ગોપાલ ગલી, મુંબઈ- ૪૦૦૦૦૨ ૯ શ્રીમતી વીણાબહેન વિપીનચંદ્ર શાહ નવા વાડજ, અમદાવાદ, ૩૮૦૦૧૩ ૧૦ શ્રી અવનીશરાય મધુસૂદનરાય મજમુદાર દવેનો પાડો, નાગરવાડા રોડ, પાટણ-૩૮૪૨૬૫ ૧૧ શ્રી અરુણભાઈ ન્યાલચંદભાઈ વોરા “અમી’, પ્રાણનગર, રવાપર રોડ, મોરબી, જિ. રાજકોટ-૩૬૩૬૪૧ ૧૨ શ્રી મૂળચંદભાઈ નાગરદાસ પટેલ (અઘારવાળા) ૫, સરદારનગર, ડીસા-ચાણસ્મા રોડ, પાટણ- ૩૮૪૨૬૫ ૧૩ ગં. સ્વ. રૂક્ષ્મણીબહેન ભાણાભાઈ પટેલ ગામઃ મછાડ તા. કરાડી, જિ. નવસારી- ૩૬૪૪૦ ૧૪ ભાગવત સપ્તાહ ટ્રસ્ટ C/o શ્રી માણેકલાલ વિ. શાહ (બાલીસાણાવાળા) ૧૦- ડીલક્ષ સોસાયટી, નિઝામપુરા, વડોદરા- ૩૯૦૦૦૨ ૫૦૦૦-૦૦ ૫૦૦૦-૦૦ ૫૦૦૧-૦૦ ૫૦૦૦-૦૦ ૫૦૦૦-૦૦ ૫૦૦૦-૦૦ પo૦૦-૦૦ નવાગત માસમ આ સોદાના અતકરણપૂવક આભાર માને છે -- -- - - Page #9 -------------------------------------------------------------------------- ________________ ભાગવતનો સંદેશ ૫૦૦૦-૦૦ ૫૦૦૦-૦૦ - આ પુસ્તકના દાતાશ્રીઓ ઓ ૧૫ શ્રીમતી મેનાબહેન કાનજીભાઈ મેમોરીયલ ટ્રસ્ટ ૫૦૦૦-૦૦ - ૧૬-સમર્પણ માર્કેટ, કેતુલ ચેમ્બર્સ પાસે, હાઈવે, મહેસાણા-૩૮૪૦૦૨ ૧૬ શ્રી અમૃતલાલ એમ. શાહ ૫૦૦૦-૦૦ હેરિસ બર્ગ, અમેરિકા ૧૦ શ્રી ર્ડો. વિપુલકુમાર પોપટલાલ પ્રજાપતિ ૫૦૦૧-૦૦ ૩૮, શ્રી કુમારપાળ સોસાયટી, પાટણ- ૩૮૪૨૫ ૧૮ શ્રી ઈશ્વરલાલ શિવરામદાસ પટેલ પ૦૦૦-૦૦ - મધુ કુંજ સોસાયટીં રેલ્વે સ્ટેશન સામે, પાટણ- ૩૮૪૨૫ ૧૯ શ્રીમતી ઇન્દિરાબેન રમેશચંદ્ર ઠાકર સ્વ. રમેશચંદ્ર ચુનીલાલ ઠાકરના સ્મર્ણાર્થે, ૧૩- વિરનગર સોસાયટી, ભીમજીપુરા, અમદાવાદ ૨૦ ગં. સ્વ. ગંગાબહેન હીરાભાઈ પટેલ દ-એ, રળિયાતનગર, પાટણ. C/o લક્ષ્મી મેડિકલ સ્ટોર્સ, શ્રી શંકરભાઈ હી. પટેલ હિંગળાચાચર, પાટણ- ૩૮૪૨૬૫ ૨૧ શ્રી ગોવિંદભાઈ રામભાઈ ઠકકર ૩૦, જશ બંગલોઝ, ટેલિફોન એક્ષચેન્જ રોડ, પાટણ- ૩૮૪૨૬૫ હ. શ્રી પ્રશાંત ગોવિંદભાઈ ઠકકર પ્રસાદ સીકયુરીટીઝ, ૩૫- દેવદર્શન કોમ્પલેકસ, પાટણ- ૩૮૪૨૬૫ ૨૨ શ્રીમતી શારદાબહેન અમૃતલાલ ઠક્કર જીવંતીકા ભુવન', શકિત પાર્ક સોસાયટી, રાજમહેલ રોડ, - પાટણ- ૩૮૪૨૫ ૨૩ શ્રી હસમુખભાઈ બબલદાસ પટેલ ૧૪/બી, મધુકુંજ સોસાયટી, રેલ્વે સ્ટેશન સામે, પાટણ - ૩૮૪૨૫ ૨૪ શ્રી શાંતિલાલ વાલજીભાઈ દેસાઈ ૫૦૦૦-૦૦ બી/૪, સદગુરુ ટાવર્સ- ચોથો માળ, કાલાવડ રોડ, વીકહાર્ડર હોસ્પિટલ સામે, રાજકોટ- ૩૬૦૦૦૫ ૨૫ શ્રીમતી દમયંતિબેન પ્રવિણચંદ્ર ગાંધી બહુચરાજી માતાનો પાડો, મદારસા, પાટણ- ૩૮૪૨૬૫ એક લાખ એકત્રીસ હજાર પુરા ૧૩૧ooo-oo ૫૦૦૦-૦૦ ૫૦૦૦-૦૦ ૫૦૦૦-૦૦ ૫૦૦૦-૦૦ આ સોદાતાઓનો આતકરણપૂર્વક વાર તમામ Page #10 -------------------------------------------------------------------------- ________________ છે છે કે શકે જેમતી શુભેચ્છાથી આ પુસ્તક છપાઈ રહ્યું છે... શ્રીમદ્ ભાગવત સપ્તાહ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ (સ્થાપના : ૧૯૯૫) કરી છે આ કામ | નિકુંજ પી. શાહ ડૉ. પી. એમ. શાહ 0 માણેકલાલ વી. શાહ 0 ડૉ. નવીન આર શાહ મીનાબહેન એન. શાહ અને સમગ્ર પરિવારના ‘ભાગવતનો સંદેશ' પુસ્તકના સૌ વાચકોને પ્રેમપૂર્વક જ્ય શ્રી કૃષ્ણ , ' • Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ ભાગવત સપ્તાહ દ્રનો હેતુ અને પ્રવૃત્તિ છાત્રાલયમાં રહેલો વિદ્યાર્થી તેનો અભ્યાસ પૂરો થતાં સ્વગૃહે જવાની તૈયારીમાં જે આનંદ અનુભવે છે તે ખોલીને, લખીને વર્ણવી શકાતો નથી, તેવી જ રીતે ભવાટવીના મુસાફરે તેની જીવનયાત્રા પૂરી થવાના સમયે, જીવનને સાર્થક બનાવવાની તૈયારી કરવામાં, તેના હૃદયમાં આનંદની છોળો ઊછળતી રહે તે માટે ભગવદ્ નામ સ્મરણ, આધ્યાત્મિક, ધાર્મિક વાંચન, સત્સંગ, કથાશ્રવણ વગેરે સાધનોનો આશ્રય કરવો આવશ્યક છે. આ માટે ‘ભાગવત કથા શ્રવણ’ અતિ ઉત્તમ સાધન જણાયું છે. આ હેતુને સિધ્ધ કરવા માટે અમોએ તીર્થ સ્થળમાં દર વર્ષે એક વાર આઠથી દસ દિવસ રહી ત્યાં ‘ભાગવત’ કે ‘રામાયણ’ની કથા શ્રવણ કરવી અને કરાવવી એવું પંદર વર્ષ પહેલાં નક્કી કર્યું. અને સને ૧૯૯૫થી આ સપ્રવૃત્તિ ક્યારેય રોકાયા વિના સતત ચાલુ રહી છે. તેને અમે અમારા ઉપર વરસી રહેલી ઇશ્વર કૃપા સમજીએ છીએ. આ પ્રવૃત્તિમાં અધિક્તમ વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશેલી, સિનિયર સિટીઝન વ્યક્તિઓ જોડાય છે. આમ દર વર્ષે ૨૫૦થી ૩૦૦ વૈષ્ણવજનો આનો લાભ લે છે. અને સૌનો સાથ-સહકાર મળવાથી આ પ્રવૃત્તિમાં વેગ મળતો રહે છે. આ ધ્યેયને ભાગવતના શ્લોકના એક સૂત્રનું સમર્થન મળે છે, જે આ પ્રમાણે છે : ‘સ્મરન્તઃ સ્મારયન્તશ્ર મિથોડઘોઘહર હરિસ્’ (૧૧-૩૩૧નો અર્ધોશ્લોક)તેનો અર્થ છે કે ઃ ‘પરમાત્મા પાપોના સમૂહને એક ક્ષણમાં ભસ્મ કરી દે છે. તેથી તેમનું સ્મરણ સતત કરવું અને અન્યને કરાવવું.’ વળી ભાગવત મહાત્મ્યઃ૪ – ૮/૯માં લખ્યું છે કે ‘‘કળિયુગ રૂપી ગ્રાહ (મગર)થી ગ્રસ્ત જીવના ઉદ્ધાર માટે શ્રીમદ્ ભાગવતનું રસાસ્વાદન કરવું એ એક માત્ર આધાર છે.’’ : એટલે જ ભાગવત સપ્તાહ, કથા આયોજન પ્રત્યેક મુમુક્ષુ શ્રોતાઓને શાંતિનો તેમ જ ભગવદ્ પ્રાપ્તિનો અનુભવ કરાવવા પર્યાસ છે, સક્ષમ છે. સંપર્ક : ડૉ. નવીનભાઈ આર. શાહ ૧૯૩, શ્રીપાદનગર, વી.આઇ.પી. રોડ, કારેલી બાગ, વડોદરા- ૩૯૦૦૧૮ श्रीमह् लागवत सप्ताह ट्रस्टे या पुस्तङ भाटे श. ५,०००/- नो સહયોગ આપ્યો છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ ભાગવતનો સંદેશ - આ પુસ્તક વિષે) સન ૨૦૦૬ના જુન માસમાં એક દિવસ પ.પૂ. ગુરુજીએ કહ્યું: ‘આ વર્ષે ચાતુર્માસ જ્ઞાનયજ્ઞમાં ‘ભાગવતનો સંદેશ’ એ વિષય ઉપર પ્રવચનો થશે.” એ સાંભળી સૌ મુમુક્ષુ ભાઈ-બહેનોના હૃદય આનંદથી ઝૂમી ઊઠયા. કેમ કે પૂ. ગુરુજીએ સન ૧૯૯૬ના ચાતુર્માસમાં દરરોજ અને એ પછી દર રવિવારે સાંજે ૬-૦૦ થી ૭-૦૦ વાગ્યા સુધી રામાયણને ૧૦૦ કલાકના પ્રવચનમાં કહીને શ્રોતાઓને ડોલાવી દીધા હતા. એ પ્રવચનોમાંથી એ નામનું પુસ્તક (ભાગ૧) પણ જુલાઈ ૧૯૯૮માં પ્રગટ થયેલું. તેનો લાભ ઘણા મુમુક્ષુ ભાઈબહેનોએ ખૂબ આનંદથી લીધો હતો. એ સ્મૃતિ સૌની તાજી થઇ. પરિણામે ‘ભાગવતનો સંદેશ’ એ વિષય ઉપર ૫.પૂ. ગુરજીએ તા. ૭ – ૭-૦૬થી તા.૬-૮-૦૬ સુધી ચાતુર્માસ જ્ઞાનયજ્ઞમાં રોજ સાંજે અને ત્યાર પછી તા.૧૩-૮-૦ થી તા. ૨૧-૭-૦૭ સુધી દર રવિવારે તેમની રસાળ શૈલીમાં ભક્તિ રસ અને તત્ત્વજ્ઞાનથી મુમુક્ષુઓનાં મન ડોલી ઊઠયા હતા. આ પ્રવચનો પુસ્તક સ્વરૂપે પ્રગટ થવું જોઇએ તેવો તેમનો પ્રેમાગ્રહ પણ હતો. પૂ. ગુરુજી બોલતા ગયા હું લખતો ગયો અને એ દરેક પ્રકરણ પાટણના અગ્રગણ્યદૈનિક હમલોગમાં તા. ૨-૮-૧૭ થી તા.૫- ૨ -૦૯ સુધી ૫૬ પ્રકરણોમાં દર ગુરુવારે છપાયું. જેનો લાભ અનેક મુમુક્ષુઓએ લીધો હતો. તેના સુંદર પ્રતિભાવો પણ સાંપડયા હતા. આ લખાયું તેના શ્રેયનો મોટો ફાળો મારા બે યુવાન મિત્રો શ્રી નટુભાઇ. પ્રજાપતિ જેમણે મને સતત પ્રોત્સાહિત કર્યો હતો અને શ્રી વિનોદભાઈ પરડવા જેઓએ જરૂર પડી ત્યારે કેસેટમાંથી આ પ્રવચન લખી આપ્યાં હતાં. એ બન્નેનો હું અહીં આભાર માનું છું. પ.પૂ. સાધ્વીજી પ્રિયદર્શના શ્રીજી મ.સા.એ આ પુસ્તકની પ્રતને ઝીણવટથી વાંચીને તેનું પરિમાર્જન કરી, સુધારી આપી ભૂલ વગરનું બનાવી આપ્યું તેમનો ઉપકાર માનું તેટલો ઓછો છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ (૧૦) ભાગવતો સંદેશ હું મુમુક્ષુ વાંચકોને વિનંતી કરું છું કે આ પુસ્તક વાંચતા પહેલાં મારા મિત્ર શ્રી કનુભાઈ રાવલે લખેલ આચમન’ જે આ પુસ્તકમાં જ સામેલ છે તે જરૂર વાંચે એમાં આ આખા પુસ્તકનો સાર છે. તેમણે આ પુસ્તક વાંચી જે સુધારા સૂચવ્યા તે કરવાથી પુસ્તક સુંદર બન્યું છે. | મારા મુરબ્બી મિત્ર શ્રી ગજેન્દ્રપ્રસાદ વ્યાસનો સહકાર મને સર્વમંગલમ્ પરિવાર આશ્રમ પાટણના સંચાલનમાં મળ્યો તેથી હું આ પુસ્તકમાં વધુ સમય આપી શક્યો છું. એ માટે તેમનો હું આભાર માનું છું. આ પુસ્તક વાંચીને તેનો પ્રતિભાવ મોકલી આપવા હું સૌને વિનંતી કરું છું. છેલ્લે પ.પૂ. ગુરુજીના અનંત ઉપકારો માથે ચડાવી તેમને શત-શતકોટિ પ્રણામ કરીને વિરમું છું. મધુસૂદન સોની ગોકુલ વરખડીપોળ સામે, સોનીવાડો, પાટણ (ઉ.ગુ.) ફોનઃ (૦૨૭૬૬) ૨૨૦૫૫૮ Page #14 -------------------------------------------------------------------------- ________________ ભાગવતનો સંદેશ (૧૧ 'આચમન સુખ મળે અને દુઃખટળે એ માટે માણસ ધર્મ તરફ વળે છે. પણ જેને એ ધર્મ સમજે છે એ ધર્મનહીં પણ સંપ્રદાય છે એની એને ખબર નથી. વળી પૂજાપાઠ કરીને ધર્મનું આચરણ કર્યાનું માની લેવામાં આવે છે, પણ તે ધર્મ નહીં માત્ર કર્મકાંડ જ છે. ઇચ્છિત વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિની પ્રાપ્તિમાં સુખ માની લેવામાં આવે છે. આવી પ્રાપ્તિનો આનંદ પાછો લાંબો ટકતો નથી, એટલે ફરી પાછી બીજી પ્રાપ્તિની તાલાવેલી કે ગડમથલ શરૂ થઈ જાય છે. સુખનું કેન્દ્ર બહાર નહીં પણ એની પોતાની અંદર છે એની એને ખબર નથી, એટલે એ કસ્તુરી મૃગની માફક ભટકયા કરે છે, આથડ્યા કરે છે. “સુખનું કેન્દ્ર અંદર રહેલા આત્મામાં છે. આત્માના કેન્દ્રમાં કેવી રીતે જવું એની ખબર પડતી નથી. એ માટે જેને આત્માનુભૂતિ થઈ છે એવા સત્પષ, જ્ઞાની પુરુષ કે સદ્ગુરુ પાસે જવું પડે. પણ એમને શોધવા કયાં અને કેવી રીતે એની સમજ નથી પડતી એટલે ગમે એનો હાથ પકડી લે છે. પરિણામે જે જાણવાનું છે તે તો જાણવા મળતું નથી અને અંધારામાં અટવાયા કરે છે. પ.પૂ. ગુરુજી મુનિશ્રી ભાનુવિજયજી મહારાજ દર વર્ષે અષાઢ-શ્રાવણ માસ દરમિયાન કોઇ એક ધાર્મિક ગ્રંથનો આધાર લઇને પ્રવચનો આપે છે. અનેક ધર્મો-ગ્રંથોના સંદર્ભે ટાંકીને, વ્યાવહારિક દષ્ટાંતો આપીને ધર્મની કઠિન વાતોને સરળ કરી સમજાવે છે. કરુણાથી પ્રેરાઈને અપાતા આ પ્રવચનોની શ્રોતાઓના મન પર ભારે અસર પડે છે. ૭મી જુલાઈ ૦ ૭થી ૬ ઠી ઓગસ્ટ ૦૭ દરમિયાન પૂ. ગુરુજીએ ‘ભાગવતનો સંદેશ” ઉપર પ્રવચનો આપેલાં. આ પ્રવચનોની સીડી/ કેસેટ બને છે એનો અને પોતાની નોંધોનો આધાર લઇને શ્રી મધુસૂદનભાઇ કૃષ્ણાલાલ સોનીએ સાર-સંકલન કરીને આ પુસ્તક તૈયાર કર્યું છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ (૧૨) ભાગવતનો સંદેશ - - - - - આ પુસ્તક વિષે કંઈ કહેવું એ મોરના ઇંડાને ચીતરવાનો મિથ્યા પ્રયાસ ગણાય. પુસ્તક પોતે જ બોલે એ પર્યાપ્ત છે. છતાં થોડુંક આચમન, પૂ.ગુરુજીના પોતાના શબ્દોમાં જ કરીએ. ભાગવત છે તો ભક્તિનો ગ્રંથ, પણ એમાં તત્ત્વની વાતોય છે. માનવ શરીર ચેતન-તત્ત્વ દ્વારા જ ઝળકે છે. ચેતન તત્ત્વ એ મૂળભૂત તત્ત્વ છે. જેની ચેતના પૂર્ણ પણે ખીલે તે “તીર્થકર’, ‘અવતાર કહેવાય. પ્રત્યેક વ્યક્તિમાં “તીર્થંકર’, ‘અવતાર' બનવાની ક્ષમતા પડી છે.” “ પૂજા, પાઠ, માળા, જપ, તપ એ ચેતન તત્ત્વને ખીલવવા માટે જ કરવાનાં છે. માટે માણસે પોતાના અસ્તિત્વને-ચેતન તત્ત્વને એ રીતે અખિલાઈમાં જોવાનું છે. ભગવાન કૃષ્ણ ગીતામાં એ જ કાન્તિકારી વાત કરી છે, “તારા આત્માનો ઉધ્ધાર તું જ કર.” ભગવાન મહાવીરે પણ કહ્યું છે, “આત્મા જ કર્મનો કર્તા છે અને તે જ કર્મ-મુક્ત બની શકે છે. ભાગવતે પણ કહ્યું છે. આત્મા જ આત્માનો મિત્ર છે, તેમ દુમન પણ છે, તેથી સુખ કે દુઃખ માટે તમે પોતે જ જવાબદાર છો.” ‘ભાગવતે એમ પણ કહ્યું છે કે “માણસ જ્યાં ઊભો છે ત્યાં જ સંવાદિતા ઊભી કરે. ચાર આશ્રમ-બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ પ્રમાણે જીવે અને છેલ્લે વનમાં જઇ ધ્યાનવસ્થામાં જ દેહનો ત્યાગ કરે.” આ ચાર આશ્રમોની વાત માત્ર ભારતના જ ધર્મગ્રંથોએ કરી છે, બીજા કોઈ ધર્મશાસ્ત્રોએ કરી નથી.” “વળી કહ્યું છે, “માણસ પોતાને જરૂરી એટલા જ અન્ન, વસ્ત્ર, રહેઠાણ, ઓસડની વ્યવસ્થા કરે. ધરતી અનાજ આપે, વર્ષ પાણી આપે, સૂર્ય પ્રકાશ આપે પણ માણસ પોતાની આવશ્યક્તા જેટલું જ લે. સંન્યાસી તો આમ જ જીવે છે. ગૃહસ્થ પણ આમ જ જીવવું હોય તો વિરક્ત બનવું પડે.” “અન્યની તુલનાએ તમે ગમે એટલા ઊંચા સ્થાને હો પણ સામાન્ય માણસ સાથેના વર્તાવમાં અહને વચ્ચેલાવશો નહીં, પણ પ્રેમ અને સ્નેહનેજ વચ્ચે લાવજો. એમની સાથે મધુરતાથી વર્તજો અને એમના જેવા નાના બની જજો.” ભાગવત કહે છે, ‘તમારી પાસે અઢળક ધન ભલે હોય, પણ ક્યારેય તોછડાઈ, અવિનય કે રુક્ષતા ન બતાવશો. નમ્રતા, વિનય, વિવકે અને પ્રેમથી Page #16 -------------------------------------------------------------------------- ________________ ભાગવતતો સદેશ (૧૩) વર્તજો.’ તમારામાં મમત્વકે મારા પણાનો ભાવ હશે તો બીજા સાથેના પ્રેમમાં અવરોધ આવશે. આ ભાવ સામાન્ય વ્યવહારમાં જેટલો નડે છે એના કરતાં સાધના કરવામાં વિશેષ નડે છે.” પૃથ્વી પર તમને જે કંઈ મળે છે તે તમારી આવડતથી નહીં, પણ ભગવત કૃપાથી મળે છે તેમ માનજો. તમે જે કંઇ પ્રાપ્ત ક્યું છે તે મેળવવા માટે પરમાત્માએ તમને નિમિત્ત બનાવ્યા છે. એમ માનજો. તમારી જરૂરિયાત કરતાં વધુ રાખવું એ ચોરી છે. ઘણું વાંચીને-સાંભળીને પણ માણસમાં પરિવર્તન આવતું નથી, કારણકે વિચાર સાથે શુધ્ધાચાર, જ્ઞાન સાથે વિચાર અને તત્ત્વજ્ઞાન સાથે અધ્યાત્મ આ કમ પ્રમાણે એ ચાલતો નથી. વિચાર વગરનો આચાર અને આચાર વગરનો વિચાર-બને અધૂરાં છે. વિચાર એબીજ છે અને આચાર એ ખાતર અને પરિશ્રમ છે. શુધ્ધ જમીન શોધી, સમતળ કરી, તેના ઉપર ઊનનું આસન બિછાવી તેના પર સ્થિર બનો. એવા સ્થિર બનો કે જેવા વાલ્મિકી તપ કરવા બેઠા હતા. સ્થિર બેસી શાંત થઈ જવું. શરીરને અંદરથી જરા પણ તંગ ન કરવું. એ રીતે બેસીને શાંતિપૂર્વક ૩ કારનો જપ કરવો. ૐ કાર શબ્દ પરમાત્માને સંબોધી કરવાનો, બોલવાનો, પોકારવાનો છે. ૩૪માં લીન બનો. સાધનાની અનેક પ્રક્રિયાઓ છે. દરેકે પોતાની પ્રકૃતિ પ્રમાણે એમાંથી પસંદગી કરવાની. સાધનાની પૂર્વ શરત અહંકાર કાઢવાની છે. જગત પાસેથી ઘણું લીધું છે. જન્મથી લેતા જ આવ્યા છીએ. કુટુંબ, સમાજ, શિક્ષક, શાળા, કૉલેજ, ધરતી, આકાશ, સૂર્ય, ચંદ્ર, વૃક્ષ, નદી, સાગર, બધા પાસેથી ઘણું લીધું છે. રોટલી ઉપર ઘી ચોપડીને ખાઇએ છીએ એ ઘઉં બનાવવા ખેડૂતે તનતોડ મહેનત કરી છે. દૂધમાંથી અનેક પ્રક્યિા કર્યા પછી ધી બને છે. આ જગતમાં આવીને આપણે બસ લીધા જ કર્યું છે. હવે સમાજનું એ ઋણ ચૂક્વવા બસ આપ્યા જ કરો, જે રીતે આપી શકાય એ રીતે આપ્યા જ કરો. કનુભાઈ મૂળશંકર રાવલ ૧૯/ ૨૦, રાધાકૃષ્ણ સોસાયટી, ી.બી. હોસ્પિટલ પાસે ડીસારોડ, પાટણ (ઉ.ગુ) Page #17 -------------------------------------------------------------------------- ________________ (૧૪) ભાગવતતો સદેશ સખ્યમ્ જ્ઞાન પ્રસારણ યોજના છેલ્લા ૪૦ વર્ષથી પૂ. ગુરુજીએ વિવિધ વિષયો પર પ્રવચનો આપ્યાં છે. તેના આધારે ૨૦જેટલા પુસ્તકો પ્રકાશિત થયા છે અને તેમાંના કેટલાક અપ્રાપ્ય છે. આ પુસ્તકોની યાદી જોઇએ તો વિષયોનું વૈવિધ્ય નજરે ચડે છે. દરેકે દરેક પુસ્તક મનનીય છે અને પૂ. ગુરુજીની સરળ વાણી અને વિષયના ઉંડાણને કારણે વારંવાર વાંચવા ગમે તેવાં છે. છતાં દરકેની રુચિ પ્રમાણે દરેકને જુદા જુદા પુસ્તકો વધારે ગમી જાય છે. ઘણાને ઇશાવાસ્ય ઉપનિષદ' શ્રેષ્ઠ લાગે છે તો ઘણાને “નારદ ભકિત સૂત્ર’ ઘણા “ગીતાનો ભકિતયોગ'ના ચાહક છે તો ઘણા ‘સ્થિતપ્રજ્ઞ'ના, ઘણાને “ધર્મબિંદુ ગમે છે, તો ઘણાને મીરાંની વાણી'. પરંતુ દરેકે દરેક પુસ્તક ઊંચી કોટીનાં બન્યાં છે. પૂ. ગુરુજીની અમૃતવાણીનો લાભ વધુને વધુ વ્યક્તિઓને મળે તે માટે સમ્યમ્ જ્ઞાન પ્રસારણ યોજના ઘડવામાં આવી છે. યોજનાનું નામ જ સૂચક છે. સમ અને જ્ઞાન બન્ને શબ્દોને ધ્યાનમાં રાખીને જ પુસ્તકનું પ્રકાશન થાય છે. આ યોજનાનો લાભ બે રીતે પ્રાપ્ત થાય છે. આ યોજનામાં રૂા. ૧૦૦૦/જેટલી રકમ આપી સભ્ય બની શકાય છે. આ સભ્યને આજીવન સભ્ય તરીકે ગણી આ યોજના નીચે પ્રકાશિત થતા તમામ પુસ્તકો ભેટ આપવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ સભ્ય બને ત્યારે અત્યારે પ્રાપ્ત હોય તે પૈકી બે પુસ્તકો ભેટ આપવામાં આવે છે. ત્યાર બાદ જે જે પુસ્તકો પ્રકાશિત થાય તે ભેટ આપવામાં આવે છે. આપના હાથમાં આવેલું આ સુંદર પુસ્તક પણ ૨૦૦૯ની સાલમાં પ્રકાશિત થયેલું નવીન પુસ્તક છે. એવો સંકલ્પ કર્યો છે કે દર વર્ષે એક પુસ્તક પ્રકાશિત કરવું. આ યોજનામાં જોડાનાર સમાજના અન્ય લોકોને મદદરૂપ થાય છે. આ યોજનાના ફંડને કારણે પુસ્તકની કિંમત નજીવી રાખવામાં આવે છે અને સમાજમાં વધુને વધુ લોકોને તેનો લાભ પ્રાપ્ત થાય છે. પૂ.ગુરુજીના પ્રવચનો દરમિયાન આ પુસ્તકો ૫૦% ના દરે આપવામાં આવે છે. તે રીતે પણ આ યોજનાનો લાભ લઇ શકાય છે. આ પુસ્તક આપને જરૂર ગમ્યું હશે. આપ આપના મિત્રવર્તુળમાં જરૂરથી આ યોજનાની વાત કરી એક સમાજ ઉપયોગી પ્રવૃત્તિમાં સહભાગી થવા વિનંતી કરશો. શરદભાઈ શાહ Page #18 -------------------------------------------------------------------------- ________________ ભાગવતતો સદેશ (૧૫ અર્પણ :: :: : : : પ.પૂ. ગુરુજી મુનિશ્રી ભાનુવિજયજી મહારાજના વચનામૃતોનું પાન કરી જીવન વ્યવહાર સમ્યગુ બનાવી, પરબ્રહ્મને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરનારા, સર્વમંગલમ્ આશ્રમ-સાગોડિયા તથા સર્વમંગલમ્ પરિવાર આશ્રમ-પાટણનાં મુમુક્ષુ ભાઈ/બહેનોને અત્યંત પ્રેમપૂર્વક અર્પણ.. * પ્રકાશકો એ * ટ્રસ્ટીમંડળ સર્વમંગલમ આશ્રમ મુ, સાગોડિયા, તા. જિ. પાટણ (ઉ.ગુ.) - ૩૮૪૨૬૫. Page #19 -------------------------------------------------------------------------- ________________ (૧૬) ૧ ૨ 3 ४ ૫ to ૯ ૧૭ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૦ ૨૦ ભાગવતનો સંદેશ ઃ અનુક્રમ : ત્રણ ગ્રંથોનું શિક્ષણ ભક્તિમાર્ગ સૌથી શ્રેષ્ઠ જીવનનો સમગ્રપણે સ્વીકાર કરો ઉત્તમ છે પરમાત્મ ગુણ શ્રવણ ધૃતરાષ્ટ્રનો પુત્ર મોહ પરીક્ષિતનો પશ્ચાતાપ પરીક્ષિતના પ્રશ્નો ભક્તિયોગની પ્રાપ્તિ મનને પ્રભુમાં લીન કરો નિરપેક્ષ મન સાચું સુખ પામે પરમચેતના કરુણાવશ થઈ અવતરણ કરે છે પ્રકૃતિનો ક્ષય કરવાની રીત શ્રદ્ધા અને ચિંતન બ્રહ્મ પામવા વિકારો છોડો કપિલ મુનિનું પ્રાગટ્ય દેવહુતિની જિજ્ઞાસા મન બંધન અને મોક્ષનું કારણ સત્સંગ કરો જો હુવા સો ઠીક હુવા તો સદ્ગુરુ મળશે જ પરહિત સમ ધર્મ નહિ ભાઈ ઓલ લાઈફ ઈઝ યોગ મનને નિર્મળ બનાવો જાકુ જ્ઞાન કળા ઘટ ભાસી અવેરનેસ પ્રાપ્ત કરો જાગૃત રહીને જ જીવો આસક્તિ છોડો અસંગના સંગથી આસક્તિ કાપો ૧૮ ૨૨ ૨૬ 30 33 39 ४० x x ૪૪ ૪૮ પર ૫૬ ૫૯ કર ૫ Fe ૦૨ of toe ૮૨ ૬ ૯ ૯૩ CG ૧૦૩ १०५ ૧૧૦ ૧૧૩ Page #20 -------------------------------------------------------------------------- ________________ ભાગવતનો સંદેશ (૧૦) [:: અનુકમ :: ૨૯ ૧૧૬ ૧૨૦ ૧૨૩ ૧૦. ૧૨૯ ૩૪ ૧૩૩ ૧૩૬ ૩૬ ૧૩૯ ૧૪૩ ૩૦ ૩૮ ૧૪૬ 3 ૧૫૦ ૧૫૩ ૧૫૦ ૧૬૦. સમતાવાન ભરતજી જડ ભરતજીનો મોક્ષ જડ ભરતજીની અવસ્થા રાજાનો પશ્ચાતાપ મન ઉપર કાબુ મેળવો મન શુદ્ધિની પ્રક્રિયા સમત્વ કેળવો માનવતા માણસનો ધમી યુધિષ્ઠિર નારદજી સંવાદ સર્વ ભૂત હિતે રતઃ ભગવદ્ પરાયણ જ રહો પ્રાપ્ય કર્મ પ્રભુને અર્પણ કરો ઘણું લીધું, હવે આપો ભાગવત કહે છે... કોણ ભગવદ્ ભક્તિ કરી શકે? ઓમકારની સાધના-(૧) ઓમકારની સાધના-(૨) મરતાં પહેલાં મરો મૂકે તે જ્ઞાન પામે સકળ સુખ હરિ શરણમાં આ વિશ્વ પ્રભુની કાયા આત્માને આત્મા વડે જાણો ગુરુ” શરણ માયાનું હરણ એવો માણસ બ્રહ્મ તરફ જ જાય સરળને પરમાત્મા મળે આજ્ઞા પાળે તે કૃપા પામે મન શાંત કરો. સકળ સુખ શ્રી હરિના ચરણે ૧૬૩ ૧૬૦ ૧૦૧ ૧૦૪ ૧૦૭ ૧૮૦ ૧૮૩ ૧૮e ૧૧ પર ૧૯૫ ૫૩ ૧૯૮ ૨૦૧ ૫૪ પપ પદ ૨૦૫ ૨૦૯ - Page #21 -------------------------------------------------------------------------- ________________ (૧) ત્રણ ગ્રંથોનું શિક્ષણ ત્રણ અદ્ભુત ગ્રંથો હિંદુસ્તાનની ધરતી ઉપર કેટલાક અલૌક્કિ ગ્રંથો છે, તેમાં કેટલાક દાર્શનિક છે, કેટલાક તાર્કિક અને કેટલાક ધાર્મિક છે. એમાં ત્રણ ગ્રંથો એવા છે કે જેમાં સમગ્ર જીવનની પૂરેપૂરી વિગતો આપી છે. એટલે કે માણસ કેવી રીતે જીવન જીવે ? અને જીવન જીવવા માટે તેની પાસે કઇ અને કેવી સામગ્રી હોવી જોઇએ ? જીવન એટલે માત્ર ‘ખાના, પીના, રોના, ધોના, કચ્ચા-બચ્ચા પૈદા કરના ઔર ફીર મર જાના’ એવું નહિ, પણ વિચારાત્મક, ભાવનાત્મક, ક્રિયાત્મક અને કર્માત્મક જીવન જીવવું એને ચીલા ચાલુ નહિ જીવવું. આ ત્રણ ગ્રંથો છે, રામાયણ, મહાભારત અને ભાગવત. આ જગતમાં માણસ પોતાની શક્તિનો ઉપયોગ ‘કામ’ માટે કરે છે. કામ એટલે માત્ર કામવાસના-સેક્સ-નહિ, પણ ‘કામના’ એટલે કે ઇન્દ્રિયોના અનુકૂળ વિષયોની પ્રાપ્તિ માટેની મથામણ. એ વિષયોમાં જ સુખ છે એવી ભ્રાંતિ માણસને દઢ થઇ છે. તકલીફ એ છે કે એ ભ્રાંતિ, એ ભ્રમણાને માણસ જાણતો નથી એટલે એને સત્ય માને છે અને ભ્રમણા તરીકે તેને સ્વીકારતો નથી. એ સુખ છે રણમાં દેખાતા ઝાંઝવાના જળ જેવું. રણમાં દૂર-દૂર મોટી નદી વહેતી દેખાય, ધસમસતું પાણી વહી જતું દેખાય ખરું. પણ તરસ્યો માણસ એ પાણી પીવા આગળ ડગલા માંડતો જાય તેમ તેમ એ નદી, એ પાણી આગળ જતાં જાય. કારણ ત્યાં પાણી જ નથી. છે માત્ર આભાસ, માટે જ તેને ઝાંઝવા-મૃગજળ-ભ્રમણા કહેવાય છે. એવી જ રીતે સંસારમાં સુખ દેખાય છે અને માણસ એને ભરોસે બેઠો છે છતાં એ સુખ નથી પણ ભ્રાંતિ છે. ભ્રાંતિ થવાનું મૂળ કારણ છે અસ્તિત્વ (આત્મા) વિષેની અજ્ઞાનતા ખરેખરતો સુખનું મૂળ કેન્દ્ર છે આત્મા, જે અંદર છે. છતાં માણસ બહાર વસ્તુમાં, વ્યક્તિમાં સુખ શોધે છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ ભાગવતનો સંદેશ પરિવર્તનનો પ્રારંભ વસ્તુ એટલે પદાર્થ. જૈન પરંપરા તેને પુદ્ગલ દ્રવ્ય કહે છે. જગતમાં જે કાંઈ આંખથી દેખાય છે, જીભથી સ્વાદ લેવાય છે, કાનથી સંભળાય છે, નાકથી સુંધાય છે, શરીરથી સ્પર્શ કરી શકાય છે તે પદાર્થ છે, પુગલ છે. તેને રંગ છે, રૂપ છે, કદ છે, વજન છે. તેની રચના થાય છે અને વિખેરાય છે. સાંખ્ય દર્શન પુલને ‘પ્રકૃતિ’ કહે છે, વેદાંત તેને “માયા કહે છે, અંગ્રેજીમાં તેને મેટર’ કહેવાય છે. માણસ આમાં સુખ શોધે છે. સુખ મેળવવાનું દબાણ માણસને પોતાની અંદરથી આવે છે. પણ સુખ ક્યાકેન્દ્રમાંથી મળે છે તે વિષે માણસ કશું જાણતો નથી. એટલે તો એ કેન્દ્ર પોતાની અંદર હોવા છતાં તે બહાર શોધે છે, પદાર્થમાં શોધે છે. આ ભ્રમણા છે. તેને વેદાંત ભ્રાંતિ કહે છે. એ ભ્રાંતિ દૂર ન થાય ત્યાં (કાયમી) સુખ મેળવવાની અંતરયાત્રાનો પ્રારંભ થઈ શકતો નથી. જ્યારે તેને પુરુષ મળશે, તેમની સાથે યોગ થશે, ઓળખાણ અને ભક્તિ થશે, વિનમ્રતા આવશે ત્યારે તેમના ચરણે બેસીને એમની અનુભૂતિની વાતો ધ્યાનપૂર્વક સાંભળશે તે પછી તેને પ્રતીતિ થશે કે સુખનું કેન્દ્ર તેની માન્યતા પ્રમાણે પદાર્થ કે વ્યક્તિ જે બહાર છે તે નથી પણ પોતાની ભીતર રહેલો આત્મા છે. માટે આત્માના કેન્દ્ર ઉપર જવું જોઇએ તેવો નિર્ણય તે કરે છે. એ માણસનું પરિવર્તન બિંદુ છે, ત્યાંથી એનામાં સાચો ફેરફાર થવાની શરૂઆત થાય છે. સગુરુની જરૂર જ્ઞાની પુરુષો પાસે ભૌતિક પદાર્થો જરૂર પૂરતાં જ હોય છે કે નથી હોતાં, છતાં તેઓ સામાન્ય સુખાનુભવ નહિ પણ પરમ સુખાનુભવ કરે છે. સામાન્ય માણસને આની નવાઈ લાગે તેવું છે. તે માને છે કે વધુ પદાર્થો પાસે હોય તો વધુ સુખ મળે. એટલે જ આજે લગ્નોના જમણવારમાં બે ચાર વાનગી નહિ પણ અનેક વાનગી હોય છે. કોઈ-કોઈ અમીરને ત્યાંના લગ્નમાં સો-દોઢ સો વાનગી હોવી તે નવાઈ જેવું નથી. સુખની આ ભ્રમણા ભાંગે તેવું પરિવર્તન બિંદુ આવ્યા પછી માણસને એક અનુભવી સદ્ગુરુની, સત્ શાસ્ત્રની અને સધર્મની જરૂર જણાય છે. આ તત્ત્વો સાથે પહેલાં તેને લેવા-દેવા નહોતી. Page #23 -------------------------------------------------------------------------- ________________ (૨૦) ભાગવતતો સદેશ - - અંતયાત્રાનું મુખ્ય સાધન છે “ધર્મ માણસ આજે ધર્મના નામે જે કાંઈ કરે છે તે સારું છે છતાં એ છે તો કર્મકાંડ જ. માણસ મંદિરમાં જાય, સેવા-પૂજા કરે એ કર્મકાંડ જ છે. ધર્મ તો ચેતનાની એક આંતરિક અવસ્થા છે. પણ એની સાચી ખબર તો ત્યારે જ પડે જ્યારે આત્મજ્ઞાની સદ્ગુરુ પ્રાપ્ત થાય અને સત્ શાસ્ત્રો તેના માધ્યમ બને. આમ થાય ત્યારે જ ખ્યાલ આવે કે આ ધર્મ નથી અને પદાર્થમાં કાયમી સુખ નથી, કેમકે સુખનું કેન્દ્ર તો અંદર છે. એ કેન્દ્ર મારે શોધવું છે. પ્રાપ્ત કરવું છે અને કાયમી સુખ માણવું છે. એ શાનાથી મળશે? એવી જીજ્ઞાસા સાધકને થાય છે ત્યારે સરુ કહે છે, એ સધર્મથી જડશે. આપણને અહીં આશ્ચર્ય થાય છે કે કેટલાક માણસો બૂમો પાડે છે કે ધર્મ કી યે હો, અધર્મકા નાશ હો.’ પણ ધર્મ અને અધર્મ કોને કહેવાયતેની એમને ખબર નથી હોતી. ધર્મ એ અંતરયાત્રાનું મુખ્ય સાધન છે. જુદી જુદી ભૂમિકાએથી ધર્મ માણસમાં કામ કરે છે. વિચારચિંતન પ્રધાન માણસને અંતર્યાત્રા કરવા સદ્ગુરુ “જ્ઞાન”નો માર્ગ આપે છે કર્મ પ્રધાન જીવને સેવાનું સાધન આપે છે અને ભાવ પ્રધાન, પ્રેમ પ્રધાન વ્યક્તિને ભક્તિનો માર્ગ આપે છે. આ તમામ યાત્રાઓ તો અંદરનું કેન્દ્રશોધવા જ કરવાની છે. આને કબીરજી ખોજ કહે છે. અને “ખોજ પીંડ તો બ્રહ્માંડકા પતા લગ જાય એમ કહે છે. આ ખોજ માટે જ આધ્યાત્મિક શાસ્ત્રો, ઉપનિષદો, વેદો, આગમો અને ત્રિપીટકો રચાયાં. એ સાધનોઉપયોગમાં લેતાં પહેલાં. તેની પ્રાથમિકતૈયારી કરવાની છે તેની જાણ આપણા ભારતીય ઋષિ-મુનિઓએ રચેલાં રામાયણ, મહાભારત અને ભાગવતમાં આપણને મળી શકશે. રામાયણ અને તેના પાત્રો તેમાં પણ રામાયણ ગ્રંથ માટે તો મારી દઢ માન્યતા છે કે લગ્ન કરનાર છોકરી અને છોકરો લગ્ન કરતાં પહેલાં આખું રામાયણ રસપૂર્વક વાંચી જાય તોં એને ખબર પડે કે જીવન કેવી રીતે જીવાય? જરા વિચારો કે પરણ્યાને ચાર મહિના પણ થયા નથી ત્યાં સીતાજીને વનમાં જવું પડે છે. લગ્ન પછી એ આજના રીવાજ પ્રમાણે હનીમુન ઉજવવા ગયા નહોતા. કોઈ જાતનો ઝઘડો નહોતો થયો, છતાં કોઈ વાંધો વચકો પાડયા વિના હસતે મુખે પતિ સાથે Page #24 -------------------------------------------------------------------------- ________________ ભાગવતતો સદેશ (૨૧) વનમાં ગયાં. એક કવિએ એટલે જ ગાયું કે કોણે રે લખ્યા તારા લેખ રાધવની રાણી, કોણે રે લખ્યા તારા લેખ?’ આની સામે આજે ફેંકી દેવા જેવા કારણમાં છૂટા-છેડા લેવાય છે તેને સરખાવો. ભરત જેવો ભાઈ મોટાભાઈ માટે રાજગાદી ચૌદ વર્ષ સુધી રાજ્યનો ટ્રસ્ટી થઈને સાચવે. રામ જેવો મોટોભાઇ નાના ભાઈ ભરતી માટે ક્ષણની પણ ઢીલ વિના ગાદી ત્યાગ કરે. લક્ષ્મણ જેવા નાના ભાઇએ મોટાભાઈ રામ અને ભાભી સીતાની ચૌદ વર્ષ સુધી સેવા કરી. એટલા સમય સુધી તેની પત્ની પણ પતિ વિરહની કોઈ ફરિયાદ નથી કરતી. એટલે જ મૈથીલી શરણ ગુપ્ત જેવા મહાન લેખકે કહ્યું છે કે “ઊર્મિલા (લક્ષ્મણની પત્ની) રામાયણનું શ્રેષ્ઠ પાત્ર છે. કેમકે સીતા પાસે તો વનમાં પણ રામ હતા. આ બાઈ ચૌદ વર્ષ સુધી પતિ વિના એકલી રહે છે. આવું છે અદ્ભુત રામાયણ અને તેના અદ્ભુત પાત્રો. આ ત્રણે ગ્રંથો શું શીખવે છે? મહાભારતના રચયિતા વેદ વ્યાસજી કહે છે કે: ‘જ્યારે લોભ વકરી જાય, સ્થૂળ પદાર્થો ઉપર મમત્વ જાગી ઊઠે ત્યારે કુટુંબમાં ફલેશ પેસી જાય છે. કૌરવો-પાંડવોને લડવાની જરૂર જ ક્યાં હતી? આજે આપણને મહાભારત યુદ્ધ અર્થ વગરનું લાગે. આજે નથી દુર્યોધન કે કોઈ કૌરવ. નથી કોઈ પાંડવ કે તેમની વિરાટ સેના. રહી છે માત્ર ધરતી. મહાભારતનો સંદેશ છે કે લોભ અને અહંકાર હોય તો કુટુંબમાં ફલેશ પેસી જાય છે. મહાભારત ફલેશ ટાળવાનો ઉપાય બતાવે છે, સંપ શીખવે છે. રામાયણ જીવન જીવવાની કળા શીખવે છે. અને ભાગવત પરમાત્મા પ્રત્યે પ્રેમ પ્રગટાવવાની રીત શીખવે છે. ભગવત્ એટલે પરમાત્મા અને તેમના માટે જે ઝંખી રહ્યો છે તે છે ભાગવત. મને લાગે છે કે પ્રેમ, સંપ અને ભક્તિના આ ત્રણેય તત્ત્વો જો માણસના જીવનમાં આવી જાય તો એ વંદન કરવા લાયક બની જાય. ભાગવતમાં ૧૨ સ્કંધો છે, ઘણા પાઠ છે, હજારો શ્લોકો છે, સંવાદો છે. તેમાંથી મહત્ત્વના કેટલાક સંવાદોની વાતો જે જીવનમાં અપનાવવા જેવી છે તે કરવી છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ () ભકિતમાર્ગ સૌથી શ્રેષ્ઠ વ્યાસજીનો વિષાદ ભાગવતમાં રાજા પરીક્ષિતની વાત સમજવા જેવી છે. રાજાએ આવકાર નહિ મળવાની લાગણીથી સમાધિસ્થ ઋષિના ગળામાં મરેલો સાપ પહેરાવ્યો. ષિ પુત્રે આ જોઈ રાજાને શાપ આપ્યો કે આજથી સાતમા દિવસે આ કૃત્ય કરનારનું તક્ષક નાગના દંશ આપવાથી મૃત્યુ થશે. હવે રાજાને માટે એ પ્રશ્ન ઊભો થયો કે સાત દિવસમાં તેનો ઉદ્ધાર થાય એવું શું કરવું? શુકદેવજીના મુખેથી ભાગવત’ બોધ સાંભળવાની સલાહ મળી. રાજા શુકદેવજીને મળ્યા. શુકદેવજીએ સાત દિવસ સુધી ભાગવતની તત્ત્વ વાર્તા રાજાને કહી. રાજાએ પણ એવી સાંભળી કે એમનો મોક્ષ થયો. શુકદેવજી મહાજ્ઞાની, શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હતા. અને જ્ઞાનની અભિવ્યક્તિ બહુ સુંદર રીતે કરી શકે તેવા ઉત્તમ પ્રકારના વકતા હતા. તેઓ મહાભારત, ભાગવત જેવા પુરાણો તથા અનેક ઉપનિષદોના રચયિતા મહર્ષિ વેદવ્યાસના પુત્ર હતા. સંસારની અસારતા જણાતાં જ શુકદેવજી સંસાર છોડીને ચાલી નીકળ્યા. ત્યારે પુત્ર મોહથી ગ્રસ્ત વ્યાસજી તેમની પાછળ હે પુત્ર, હે પુત્ર’ એમ બોલતા દોડ્યા. રસ્તામાં એક સરોવર આવ્યું તેમાં સ્ત્રીઓ નિર્વસ્ત્ર નહાતી હતી. તેમને કામમુક્ત શુકદેવજીથી સંકોચન થયો. પણ પાછળ દોડતા આવતા વ્યાસજીને જોઈ સંકોચ થયો. અને કપડાં પહેરી લીધાં. કારણ વ્યાસજી કામ યુક્ત હતા. વ્યાસજીને પોતાની આવી અવસ્થાને કારણે દુઃખ હતું. શોકવશ વ્યાસજીને જ્ઞાની નારદજી મળ્યા. વ્યાસજીની સ્થિતિ જોઇનારદજીએ કહ્યું બ્રહ્મ સૂત્રો અને મહાભારતની રચના કરી છતાં તમને કૃતાર્થ થયાનો આનંદ થયો હોય તેવું જણાતું નથી, કેમ કે તમે વિષાદગ્રસ્ત છો. વ્યાસજી બોલ્યા :” મહારાજ, આપે સાવ સાચું જ કહ્યું છે. મારું હૃદય આજે સંતુષ્ટ નથી. તમારું જ્ઞાન અગાધ છે, માટે તમે મારી આ સ્થિતિ બદલાય અને મને પ્રસન્નતા પ્રાપ્ત થાય તેવો ઉપાય બતાવો.” - - Page #26 -------------------------------------------------------------------------- ________________ ભાગવતનો સંદેશ નારદજીનું તપ નારદજીએ કહ્યું : ‘ શરીર નહિ પણ આત્માને લક્ષમાં લેતાં તમે અજન્મા છો. માટે નિરારા થયા વિના, પ્રસન્નતા મેળવવા તમે ભગવદ્ લીલાનું વર્ણન લખો. પણ એ પહેલાં તમે મારા પૂર્વ-જન્મની વાત સાંભળો. મારી મા બ્રાહ્મણના ઘરે ઠાસી તરીકે કામ કરતી હતી. બ્રાહ્મણના ઘરે સંતો, સાધુઓ, યોગીઓ આવતા. હું તેમની સેવા કરતો હતો. આ મહાપુરુષોની સતત સેવા કરવાના પરિણામે મારામાં ચંચળતા ન રહી. તેમના વચનો સિવાય બીજું હું કાંઇ સાંભળતો ન હતો તેથી હું જીતેન્દ્રિય બન્યો. મારી ઇન્દ્રિયો કાંઇ પણ માગતી બંધ થઇ ગઇ. હું સંતોની અનુમતિ લઇને તેમના જમ્યા પછી તેમના પાત્રમાંનું વધેલું અન્ન આરોગતો. એનાથી મારામાં જ્ઞાન ઊતરતું ગયું. સતત સંત સેવા કરવાથી મારી વૃત્તિઓ શાંત થતી ગઇ. સંતો પરમાત્મ કથા કહેતા, તે સાંભળી મારું રોમે રોમ નાચી ઊઠતું. પરમાત્મા પ્રત્યે મને અગાધ પ્રેમ થવા માંડયો. એનાથી મારી બુદ્ધિ સંશય વગરની, વિકલ્પ વિનાની થતી ગઇ. સંતોના માર્ગદર્શન પ્રમાણે હું નિત્ય ધ્યાન કરતો હતો. એક દિવસ ધ્યાન કરતાં કરતાં ધ્યાનના ઊંડાણમાં જવાયું. અને ત્યાં સ્થિર થવાયું, તેનાથી મને પ્રજ્ઞા પ્રાપ્ત થઇ. તેને પરિણામે મારામાંથી રહ્યું સહ્યું અસત્ય, અંશ માત્ર વિકાર પણ ચાલ્યો ગયો. મને સર્વત્ર, દસે દિશામાં પરમાત્મા જ દેખાવા લાગ્યા. તેમ જ મારામાંથી તમો ગુણ તથા રજો ગુણનો નારા થઇ ગયો અને હું સત્ત્વ ગુણથી ભરાઇ ગયો, ભક્તિથી છલકાઇ ગયો. એ સ્થિતિમાં હું જંગલમાં ગયો. ત્યાં એક ચિત્તે પરમાત્મ સાધના શરૂ કરી. સાધના કરતાં કરતાં જ મારો દેહ છૂટયો. પછી પરમાત્માએ મારા ઉપર પરમ કૃપા કરી ત્રણે લોકમાં ફરવાની મને રજા આપી. આવી મારી વાત છે માટે તમે જરા પણ નિરાશ થયા વિના ભગવાનના ગુણાનુવાદ જેમાં હોય એવા ભાગવતની રચના કરો. ભાગવતની ખૂબી (૨૩) વ્યાસજીએ ભાગવત રચ્યું અને ભારમુક્ત થઇ ગયા, પ્રસન્ન બની ગયા. એમણે પુત્ર શુકદેવજીને ભાગવત સંભળાવ્યું. ભગવાનના ગુણો એવા તો મધુર Page #27 -------------------------------------------------------------------------- ________________ (૨૪) ભાગવતનો સંદેશ છે કે તેને ગાયા વિના રહી શકાતું નથી. શુકદેવજીએ પણ અત્યંત ભક્તિથી પિતા વ્યાસજીના ચરણે બેસીને ભાગવતનું શ્રવણ કર્યું. પછી એમણે રાજા પરીક્ષિતને સંભળાવ્યું. રાજાનું સાત જ દિવસમાં મૃત્યુ નિશ્ચિત હતું. ભાગવત સાંભળવાથી તેમનામાં રહેલો બોજો ચાલ્યો ગયો. એ ભારમુક્ત થઇ ગયા. હવે શું થશે એવો ઉચાટ તેમનામાં રહ્યો નહિ. ભાગવતમાં રહેલી ખૂબીઓના કારણે જ આમ બની શક્યું. ભક્તિમાર્ગ સૌથી કઠિન ભાગવત કહે છે કે ઃ ‘થોડાંક પૂજા, પાઠ, જપ, સ્મરણ કે ધ્યાન કરવાથી સાધના થતી નથી. પરમાત્માને પામવાની સાધનામાં જ્ઞાન માર્ગ સૌથી અધરો અને કર્મમાર્ગ થોડોક ઓછો અધરો તથા ભક્તિમાર્ગને સુગમ ગણ્યો છે. પરંતુ ભાગવત કહે છે કે : ભક્તિ માર્ગ સૌથી કઠિન છે કારણ તેમાં કર્તાપણાનો અહંકાર છોડવાનો છે. ભાગવતની મૂળ સાધના પૂર્ણ પણે ભક્તિ યોગની છે. આ ભક્તિ યોગ કહે છે કે : ‘ વ્યક્તિગત માલિકીપણું છોડી પરમાત્માની માલિકીનો સ્વીકાર કરવો જોઇએ. અહમ્ છોડીને પરમાત્માનું શરણ લઇ કહેવું જોઇએ કે : ‘નાથ જેવો તેવો હું તારો છું. આ વાત ભારે કઠિન છે. પરમાત્મામાં લીન બનો ભાગવતની ઉપાસના નિર્ગુણની નથી પણ સગુણની છે, શુકદેવજી નિર્ગુણના ઉપાસક છે છતાં એમને સાકાર ભગવાન શ્રીકૃષ્ણના જીવનની મધુર ઘટનાઓ બહુ પ્રિય લાગે છે. શ્રી કૃષ્ણના ગુણાનુવાદ કરતાં અને સાંભળતાં એમને ઘણો આનંદ થાય છે. એટલે જ તેમને ભાગવત સંભળાવવાનું બહુ ગમે છે. તેઓ રાજા પરીક્ષિતને કહે છે કે : ‘માત્ર બે ઘડી એટલે ૪૮ મિનિટનું જ આયુષ્ય’ હતું એવા પણ અંદરથી આસક્તિ છોડીને, પરમાત્મામાં લીન બનીને જગત તરી ગયા છે. ત્યારે તમારી પાસે તો સાત દિવસ છે. એ તમારા કલ્યાણ માટે પૂરતો સમય છે. તેમ કરશો તો જેમ સાપ શરીર ઉપરથી કાંચળી ઉતારે છે તેમ તમે શરીર છોડી શકશો અને તમે જન્મ- મરણના ચક્રમાંથી છૂટશો. પણ એમને એમ મરવાથી ‘પુનરિપ જનનમ્ પુનઃરિપ મરણમ્’ ચાલુ રહેશે.’ Page #28 -------------------------------------------------------------------------- ________________ (૨૫) ભાગવતતો સદેશ સાકાર પરમાત્મામાં મન જોડો મરણનો ભય ત્યજીને મન શુદ્ધ કરો. શુદ્ધ થયેલા મનને તમે પરમાત્મામાં એવું તો લીન કરો કે સંસાર તરફ પાછું ન આવે. જેમ આકાશમાંથી વરસાદનું પાણી પડતું આપણને દેખાય છે. પણ એ સમુદ્રમાં પડતાં જ એવું તો વિલીન થઈ જાય છે કે એ દેખાતું જ નથી, માત્ર સમુદ્ર જ દેખાય છે. એ જ રીતે તમે પરમાત્મામાં ડૂબી જાવ.” મનમાં સંગ્રહ, મમત્વ અને આસક્તિ આવીને અવરોધ કરે છે. રજો ગુણ-તમોગુણ જાગીને મનને વિક્ષુબ્ધ કરે છે. માટે શૈર્ય ધારણ કરીને અંદરની શક્તિનો ઉપયોગ કરીને, પરમાત્માની ધારણા કરીને તેમનામાં સ્થિર બનવું. આ રીતે પરમાત્માના સાકાર સ્વરૂપમાં મનને જોડવાનું છે. - અનામી અરૂપી ચૈતન્યદેવને ઓળખવા અનેક નામો જગમાં પ્રસિધ્ધ છે, તેમાં હું સર્વદર્શનને માન્ય સોહામણું નામ છે. “સચ્ચિદાનંદ’ છે. સચ્ચિદાનંદસ્વરૂપની પ્રાપ્તિ 'NI]"" માટે, અનુભૂતિ માટે સંતોનો યોગ થવો જરૂરી છે. સૂરિપુરંદર ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા હરિભદ્રસૂરિ મહારાજયોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં જણાવે છે કે ફળની પ્રાપ્તિ માટે બીજ અનિવાર્ય છે તેમજ પરમાત્માની પ્રાપ્તિ માટે યોગ બીજો અનિવાર્ય છે. યોગીઓના નાથ પરમાત્મા તથા ભાવયોગી ગુરુદેવો પ્રત્યે પ્રીતિવાળું ચિત્ત, છચનથી નમસ્કાર તથા કાયાથી પ્રણામ એ યોગના ઉત્તમ બીજો છે, રાગદ્વેષરૂપ માળ જેમનો ઘસ્યો હોય તેવા જીવોને ચરમાવર્તકાળમાં આ બીજોની પ્રાપ્તિ થાય છે. દુઃખી પ્રત્યે અત્યંત દયા, વિઘાદિગુણયુક્ત ગુણીપુરુષો પ્રત્યે અદ્વેષ-અમત્સરને સર્વત્ર ઔચિત્યનું પાલન કરનાર ભદ્રમૂર્તિ મહાત્માઓને સદ્યોગાદિની પ્રાપ્તિ થાય છે. મુનિ શ્રી ભાનુવિજયજી Page #29 -------------------------------------------------------------------------- ________________ (3) જીવનનો સમગ્ર પણે સ્વીકાર કરો જીવનને પૂર્ણપણે સ્વીકારો અનેક પુરાણો અને શાસ્ત્રો જેમણે રચ્યાં છે તેવા વ્યાસજીને વિષાદ થયો છે. તેમનો વિષાદ દૂર કરવાનારદજી આવ્યા છે. નારદજી વ્યાસજીને કહે છે: “ જીવન પરમાત્માની કૃપા હોય ત્યારે જ મળે છે. તેમાં જે આવે તે નિરર્થક નથી હોતું, ભલે તે મુશ્કેલ હોય. માટે જીવનનો સમગ્રપણે સ્વીકાર કરો.’ જેમના જીવનમાં દુઃખોના પહાડ તૂટી પડ્યા છતાં જેઓ હસતાં હસતાં આવ્યા છે તેવા પાંડવોના તેર વર્ષના વનવાસ તથા શ્રી રામચંદ્રજીના ચૌદ વર્ષના વનવાસને યાદ કરો. જીવનમાં સામે આવતા બનાવોનો ગમો કે અણગમો ન કરવો. તેમાં આવતા મૃત્યુનો ભય કે મૂંઝવણ નહીં. પણ બસસંપૂર્ણપણે હકારાત્મક વલણ રાખવું. જો આમ થશે તો જીવન પ્રેમમય અને જીવવા જેવું લાગશે. અહીં પ્રેમ એટલે કામવાસના નહિ પણ નિરપેક્ષ પ્રેમ, નિહેતુક પ્રેમ જેનું કેન્દ્ર આત્મા છે. કામનું કેન્દ્ર છે શરીર. અનિવાર્ય કામ નહીં, પણ પ્રેમ છે. પ્રેમ હોય ત્યાં અણગમો કે અભાવ આવતાં નથી. ઇશાવાસ્ય ઉપનિષદના ઋષિએ કહ્યું છે કે: આત્મજ્ઞાન થયું છે તેવો માણસ, ઇશ્વર દર્શન થયું છે તેવો માણસ કોઇ પ્રત્યે ધૃણા કરતો નથી.’ રમણ મહર્ષિ કહે છે : “આત્મદર્શન થતાં જ અંદરથી પ્રેમ પ્રગટે છે. અથવા તો અંદરથી પ્રેમ પ્રગટે છે તે આત્મદર્શનનું લક્ષણ છે.” પરમાત્માને કર્મ અર્પણ કરો જે આત્મજ્ઞાન પામે તેના જન્મ-મરણનું ચક્કર બંધ થાય છે. એ કરવાનો ઉપાય એ છે કે જે કર્મ કરો તેનું બંધન નહિ થવું જોઇએ. એમ કરવાની રીત એક જ છે. તે છે ‘જીવનનું પ્રત્યેક કર્મભગવાન શ્રીકૃષ્ણના ચરણમાં અર્પણ કરવું. પરમાત્માના ચરણમાં અર્પણ કરવું. આમ કરવાથી બે બાબતો- એક Page #30 -------------------------------------------------------------------------- ________________ ભાગવતનો સંદેશ (૨૦) પરમાત્મા અને બીજો પરમાત્મા પ્રત્યેના પરમ પ્રેમનો સ્વીકાર થાય છે. હવે કહો આ જેનામાં હોય તે બૂરું કરવાનો વિચાર તો કરે જ નહિ ને. એ સત્કર્મનો જ, પરોપકારનો જ વિચાર કરે અને એવાં કાર્ય કરે. અને જે કર્મ કરાય તે પરમાત્માને જ અર્પણ કરવાનું. માટે એ કાર્ય શ્રેષ્ઠ થાય અને પૂરી શક્તિથી થાય છતાં કર્મની માલિકી જાય. કરનારની સહેજ પણ માલિકી ન રહે. પરમાત્મ ઈચ્છાનુસાર જીવો પોતાની ઇચ્છાથી, પોતાના માટે, પોતાને ગમે તે માટે નહિ જીવવાનું પણ ભગવાનની આજ્ઞાનુસાર, ભગવાન માટે, ભગવાનને ગમે તેવી રીતે ભગવાનના પ્રતિનિધિ તરીકે જ જીવવાનું. જેમ પત્ની પતિને રાજી રાખવા ઘણાં કામ કરે છે, તેમ ભગવદ્ભક્ત ભગવાનને રાજી રાખવા જ પ્રત્યેક કાર્ય કરે. જો એમ જ કરવું હોય તો પછી તેનાથી કટુ વચન, ખોટું કે અસત્ય વચન ન બોલાય. મીઠું અને સત્ય વચન જ બોલાય. ભગવાન માટે જ જીવાય એટલે એ જે જુએ તેમાં ભગવાનને જ જુએ. સતત તેમનું કીર્તન-ભજન કરે, ગુણાનુવાદ કરે, સ્મરણ કરે છે વ્યાસજી, મેં આવું અવિરતપણે કર્યું. ભગવાન નારાયણનેકૃષ્ણને-ખાતર જ જીવ્યો અને તેમની જ આજ્ઞાનું પાલન કર્યું, તેથી ભગવાને મારા ઉપર કૃપા કરીને મને પોતાના હાથે ભક્તિ આપી. પછી આત્માને ઓળખાવ્યો અને આત્મજ્ઞાન આપ્યું. ભગવાન મોક્ષ સહેલાઇથી આપે તેવો ઉદાર છે, પણ ભક્તિ આપવામાં કૃપણ છે. ભક્તને બરાબર તાવી લીધા પછી જ ભક્તિ આપે છે. મને ભક્તિ મળી એટલે હું ભિખારી મટી ગયો. બહુ મોટું ધન મેં પ્રાપ્ત કર્યું. મારી તમામ પ્રકારની જિજ્ઞાસા શાંત થઈ ગઈ. હે વ્યાસજી, તમારું જ્ઞાન વિપુલ છે. તેનો ઉપયોગ કરીને તમે ભગવાનની જુદીજુદી લીલાઓનું વર્ણન લખો. જે વાંચીને ભક્તની જિજ્ઞાસા શાંત થાય.” વ્યાસજીના પ્રશ્નો વ્યાસજી કહે છે : હે નારદજી, મને અહીં કેટલાક પ્રશ્નો ઉઠ્યા છે તેનો જવાબ આપો. (૧) તમને જ્ઞાન આપનારા મહાત્માઓ ગયા પછી તમે એ Page #31 -------------------------------------------------------------------------- ________________ (૨૮) ભાગવતનો સંદેશ જ્ઞાનનો અનુભવ પ્રાપ્ત કરવા શું કર્યું? (૨) પરમાત્મ જ્ઞાન મળ્યાની સમજ તમને શી રીતે પડી? (૩) તમે જ્ઞાન મળ્યા પછી શી રીતે જીવ્યા? (૪) કઇ રીતે તમે મૃત્યુ પામ્યા? (૫) મૃત્યુ પછી પણ તમને આગળના જન્મનું જ્ઞાન કેવી રીતે રહ્યું?” સંસાર માયાની કઠપૂતળી છે નારદજી કહે છે: “હે વ્યાસજી, તે વખતે મારી ઉંમર ફક્ત પાંચ વર્ષની જ હતી. હું મારી માતાનો એકનો એક દીકરો હતો. મા દાસી હતી. તેના સિવાય મારે બીજો કશો આધાર નહોતો. મને પ્રેમ કરવા તે અનેક વિચારો કરતી પણ તેનો અમલ કરવામાં વિક્ષેપ આવતો. મને હેત કરે ત્યાં માલિક આવીને તેને બીજું કામ બતાવતો. મા માલિકની કઠ પૂતળી જ હતી. જેમ સંસાર માયાની કઠપૂતળી છે.” ભક્તને દુઃખમાં પ્રભુ યાદ આવે છે એક દિવસ માને સાપે ડંખ આપ્યો. તે તત્ક્ષણ મૃત્યુ પામી. મને થયું આમાં સર્પનો શો દોષ? કાળનું વિધાન આવું હતું. આમાં પણ પરમાત્માનો અનુગ્રહ માનવો. કેમ કે ભક્તને જ દુઃખ પડે છે. દુઃખમાં પ્રભુ સારી રીતે યાદ આવે છે માટે કુંતા માતા દુઃખ માગતા હતા. કબીરજીને કાંટો વાગતો ત્યારે રામ’ બોલાઇ જતું તેથી તે કહેતા પ્રભુ કૃપા કરીને વારંવાર કાંટા વગાડે.” નારદજી ઉપર પ્રભુકૃપા હે વ્યાસજી, હવે મને પ્રભુ મેળવવાની રઢ લાગી. ઘર ત્યાગ કરીને હું વનમાં ચાલ્યો. થાક્યો-ભૂખ પણ લાગી હતી. પણ ખાવું શું? પાસે જ નદી હતી. તેમાંથી જળ-પાન કર્યું પછી એક વિશાળ પીપળાના વૃક્ષ નીચે આસન જમાવીને બેઠો. મેં જે વર્ણન સાંભળ્યું હતું તેવાતેજોમય પરમાત્માની આકૃતિના ધ્યાનમાં હું ગયો. ધ્યાનમાં લીન થતાં મારું મન ધીરે ધીરે શાંત થતું ગયું. ધીરે ધીરે હું એવો તો ડૂબી ગયો કે મારી જાતનું અને જે પરમાત્માનું ધ્યાન કરતો Page #32 -------------------------------------------------------------------------- ________________ ભાગવતતો સંદેશ (૨૯) હતો તે ભૂલાઈ ગયું. મને કશું જ ભાન ન રહ્યું. અને ત્યાં જ પરમાત્માનું અનિર્વચનીય સ્વરૂપ પ્રગટયું. તે જોઇ મારું મન સાવ શાંત થઈ ગયું. ત્યાં જ એક અવાજ આવ્યોઃ હે બાળક, તું આ જન્મમાં મારું દર્શન કરી શકીશ નહિ. તું તેનો ખેદ પણ કરીશ નહિ. તારી ઝંખના જગાડવા જ મેં તને મારી ઝાંખી આપી હતી. તું ધીરે ધીરે તારા હૃદયમાં રહેલી વાસનાઓ કાઢતો રહે. સંતોની સેવા કરતો રહે. એમ કરતાં કરતાં, તું તારો આ દેહ છોડી બીજો દેહ પ્રાપ્ત કરીશ. તે દેહમાં તું મને પ્રાપ્ત કરીશ.’ પછી પરમાત્માએ તેમના ગુણ ગાવાભક્તિ કરવા-મને વીણા આપી. ત્રણે લોકમાં ફરવાની શક્તિ અને અધિકાર આપ્યો. વીણા લઈ પ્રભુગુણ ગાતો હું ત્રણે લોકમાં ફરવા લાગ્યો. તે અવસ્થામાં મૃત્યુ થયું. દેહ છૂટ્યો. હે વ્યાસજી, આટલી વાતમાં તમારા બધા પ્રશ્નોના જવાબ છે.'' “સદિભિઃ કલ્યાણસંપને દર્શનાદપિપાવને તથા દર્શન તો યોગ યોગાવંશ્વક ઉચ્યતા'' સતની પ્રાપ્તિ માટે કલ્યાણ સ્વરૂપ, દર્શન માત્રથી પાવન કરનારા સંતો સાથે સાધકનું અંતરંગ જોડાણ થવું, યોગ થવો તે પહેલો અવંચક (સફળ) યોગ છે. સંતોને પ્રણામ વગેરે કરવાનો નિયમ તે ક્રિયાવંચક યોગ મહાપાપનો ક્ષય કરે છે. સંતો પાસેથી સદુપદેશાદિ પ્રાપ્ત કરી, તેમની આજ્ઞા પ્રમાણે સાધનો કરતો સાધક સચ્ચિદાનંદ પદની પ્રાપ્તિદરૂપ ફળ ન પામે તે ફલાવંચક યોગ છે. શ્રી રાજચંદ્રજી પત્ર નં. ૭૬માં લખે છે કે “બીજું કંઈક શોધ મા માત્ર એક સપુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્યો જા પછી મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.” મુનિ શ્રી ભાનવિજયજી | Page #33 -------------------------------------------------------------------------- ________________ (૪) ઉત્તમ છે પરમાત્મ ગુણશ્રવણ ભાગવત કથા નહિ ચેતનાની અવસ્થા છે ભાગવતમાં ઠેક ઠેકાણે લખ્યું છે કે પરમહંસ એ સંન્યાસીની ઊંચામાં ઊંચી અવસ્થા છે. પરમહંસને સિદ્ધાંત કે શાસ્ત્રની જરૂર નથી. એ તર્ક, વિચાર, વાદ, પરંપરા, શાસ્ત્ર અને શ્રવણ એ તમામનો પાર પામી ગયા છે. આપણે એ અવસ્થાને સમજીએ. હંસ વિચક્ષણ પક્ષી છે. તે દૂધમાંથી પાણી અને દૂધને છૂટાં પાડી શકે છે. એવી જ રીતે શરીર-ચેતન, પ્રકૃતિ-પુરુષ, જડ-ચેતન ભેગાં હોવા છતાં જુદાં છે. આત્માને તમે માનો કે ન માનો પણ એ છે જ. અજ્ઞાનના કારણે અવિદ્યા-મિથ્યાત્વથી આત્માને દેહાદિ સાથે એકતા બુદ્ધિ થઇ છે તેથી તે બન્નેને જુદાં જોઇ શક્તો નથી. પરંતુ જે વ્યક્તિની એકતા બુદ્ધિ તૂટી છે એને જુદાં દેખાયા છે. જ્ઞાનીની આ અવસ્થાને હંસ અવસ્થા કહેવાય છે. આવી વ્યક્તિ આત્મામાં રમમાણ રહે તો તે “પરમહંસકહેવાય છે. એ પરમજ્ઞાનીની અવસ્થા છે. આ અવસ્થા પ્રાપ્ત સંતને શાસ્ત્રની જરૂર નથી. આ અર્થમાં ‘ભાગવત’ એ કથા નથી પણ ચેતનાની અવસ્થા છે, તેમાં બનતી ઘટના છે. પરમહંસની અવસ્થા નારદજીએ વ્યાસજીને કહ્યું: દેહ અને આત્માને છૂટાં જોવાં તેને ભેદ જ્ઞાન કહેવાય છે. એ જ્ઞાન મળ્યું છે તેવો માણસ માયામાં મૂંઝાયેલો હોઇ શક્તો નથી. કારણ એણે ભેદ જ્ઞાનથી જ એ બે તત્ત્વોને છૂટાં પાડ્યાં હોય છે. આ માણસના રાગ-દ્વેષ મોળા પડયા હોય છે. તે સતત જાગૃતિમાં જ રહે છે. એ મૃત્યુ વખતે પણ જાગૃત રહે છે. શરીરને જ્યારે સખત પીડા થાય છે ત્યારે કુદરતે બેહોશીની વ્યવસ્થા કરી છે. માણસ બેહોશીમાં હોય છે ત્યારે પણ જાગૃત હોય છે. અને જાગૃત હોય ત્યારે શરીરને સખત પીડા થતી હોય તો પણ શરીર ને આત્મા જુદાં છે તેવો અનુભવ એને સતત રહેતો હોય છે. આ અખંડ સ્મૃતિ છે. આવી છે પરમહંસની અવસ્થા.” Page #34 -------------------------------------------------------------------------- ________________ ભાગવતનો સંદેશ નારદજીની અખંડ સ્મૃતિ માણસને અનંત જન્મો મળ્યા છે. એ દરેક જન્મોમાં તેને શરીર સાથે તાદામ્યબુદ્ધિ થઈ છે. આજે પણ એની એવી જ હાલત છે. પરમહંસે શરીર, આત્મા અને પરમાત્મા એ ત્રણે તત્ત્વોને છૂટાં પાડ્યાં છે. એથી એને મૃત્યુ આવે તો પણ કંપન થતું નથી. નારદજી આગળના જન્મમાં એવી અવસ્થામાં હતા તેથી પૂર્વના કોઇ પણ જન્મની તેમની સ્મૃતિ ક્ષીણ નહોતી થઈ. કપડાં પહેરતાં ઘણો સમય જાય તો પણ તેને ઉતારતા એટલો સમય જતો નથી. કપડાં શરીર ઉપરથી ઉતારવાની જેમ જ શરીરને આત્માથી જુદું પડતું તેઓ જોતા હતા. એમણે મૃત્યુને એ નિમિત્તથી જોયું. આ સાક્ષી ભાવ છે, તટસ્થતા ભાવ છે. મૃત્યુ એનું કામ કરે છે ત્યારે પોતે એને એવી રીતે જોઈ રહ્યા છે, જાણે એક માણસ કામ કરતો હોય તેને બીજો માણસ જોઈ રહ્યો હોય. મૃત્યુને તેનું કામ કરવા દેવું એવી અદ્ભુત સ્થિતિમાં સ્મૃતિ તાજી રહે છે. એવો માણસ એ સ્મૃતિની મૂડી લઈને બીજા જન્મમાં (બીજા દેહમાં) જાય છે. આવી હતી નારદજીની અવસ્થા. સંતોની સેવાની મૂડીના કારણે પરમાત્માની કૃપાથી તેઓ વગર તકલીફે ત્રણે લોકમાં ફરી શકતા હતા. આવા જ્ઞાની નારદજીએ વ્યાસજીના મનનું સમાધાન કર્યું છે. વ્યાસજીનો પરમાત્મ અનુભવ નારદજીનો ઉપદેશ પામેલાવ્યાસજી સરસ્વતી નદીના પશ્ચિમ કાંઠા ઉપર જ્યાં ઋષિઓ ભેગા થઇ જ્ઞાન ચર્ચા કરતા હતા ત્યાં ગયા. ત્યાં એકાંતમાં પોતાના મનને સમાધિસ્થ કરીને ભક્તિયોગ વડે પોતાના મનને નિર્મળ કરીને પરમાત્માનું ધ્યાન કરવા લાગ્યા. તેમને કાળનું પણ ધ્યાન ન રહ્યું. અને તેમને પરમાત્મ સ્વરૂપનાં દર્શન થયાં. આ અનુભવ આંખ, મન અને બુદ્ધિથી તો થાય જ. પણ જો એ આત્માથી પણ અનુભવાય તો એ પરાકાષ્ટાની અવસ્થા છે, નિર્વિકલ્પ અવસ્થા છે. વ્યાસજીને આ અનુભવ પણ થયો, ઉપરાંત એમણે પરમાત્માના આશરે રહેલી માયાને પણ જોઈ. એમણે એ પણ અનુભવ્યું કે માણસમાયાથી જુદો છે, અતીત છે છતાં તેનાથી મોહિત થઈને તેનામાં પોતાને અટવાયેલો માને છે. જો માણસને આ ભાન થાય તો એમાંથી જ એને ત્રણે Page #35 -------------------------------------------------------------------------- ________________ (૩૨) ભાગવતતો સદેશ ગુણોનું શમન કરવાનો ઉપાય દેખાય. જન્મ-મરણ ટાળવાનો ઉપાય જણાય. એકંદરે તો નારદજીએ જ વ્યાસજીને આ અનુભવ કરાવ્યો ગણાય. કારણ વ્યાસજી નારદજીએ આપેલા બોધ પ્રમાણે જ આગળ વધ્યા હતા. નારદજીએ સુતજીને એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે : “ મનની શુદ્ધતા થયા પછી પરમાત્મ ભક્તિ કરવાથી ત્રિગુણાતીત થવાય છે, જન્મ-મરણ ટળે છે. શ્રવણથી ત્રણ દોષો જાય જૈન પરંપરામાં કહ્યું છે કે : ‘શ્રાવક એટલે જ્ઞાની પુરુષોના મુખેથી વિધિપૂર્વક જે શ્રવણ કરે છે તે.' સાંભળવું અને શ્રવણ એ બન્ને જુદાં છે. શ્રવણથી પરમાત્મા પ્રત્યે પ્રેમ ઉપજે છે. અને પ્રેમથી શ્રવણ કરનાર જીવના શોક, ભય અને મોહ નષ્ટ થઈ જાય છે. જે માણસ આવી રીતે ભાગવત સાંભળે છે તેનામાંથી આ ત્રણ દોષો જાય છે. આત્મરમણતા માટે શ્રવણ ઉત્તમ સાધન વ્યાસજીએ ભાગવતની રચના કર્યા પછી સૌ પ્રથમ પોતાના પુત્ર શુકદેવજીને તેની કથા કહી. એક જ વકતા અને એક જ શ્રોતા. નિરપેક્ષ શુકદેવજી પરમાત્મ પરાયણ છે. એમને ભાગવત સાંભળવાની શી જરૂર? આપણને આવો પ્રશ્ન થાય જ. એનો જવાબ એ છે કે આવી સાધક વ્યક્તિઓ નિરંતર આત્મામાં જ રમણ કરતી હોય છે. જ્યારે એ રમણતા ન હોય ત્યારે અંદરની વૃત્તિઓ જાગી ઊઠે તે વખતે તેને વિષયો તરફ નહિ જવા દઈ તેઓ પરમાત્માનું ચિંતન-મનન કરે છે. અને એમ કરતાં કરતાં ફેર પાછા આત્મામાં રમણતા કરવા માંડે છે. પરમાત્માના ગુણો ગાયા વિના નથી રહેવાતું આ જ્ઞાનીઓ પરમાત્માની નિહેતુક ભક્તિ કરે છે. એમને કશું પણ પામવાની ઈચ્છા નથી હોતી છતાં. તેનું કારણ એ છે કે પરમાત્માના ગુણો એવા તો મધુર છે કે એને ગાયા સિવાય તેમનાથી રહી શકાતું જ નથી. પરમાત્માનું અતિ પ્રિય પાત્ર એવા શુકદેવજી પિતા વ્યાસજીના ચરણમાં બેસીને ભાગવતનું શ્રવણ કેવળ આજ કારણે કરે છે." Page #36 -------------------------------------------------------------------------- ________________ (પ) ( ધૃતરાષ્ટ્રનો પુત્રમોહ ) પૂર્ણાવતાર શ્રીકૃષ્ણ એકલા જ હતા જમીનના એક ટૂકડા માટે મહાભારત યુદ્ધ થયું. જો કૌરવોએ ન્યાયને સમજીને પાંડવોને અર્ધ રાજ્ય અથવા થોડાક પણ ગામડાં આપ્યા હોત તો આ ભયાનક સંહાર ન થયો હોત. પાંડવોનો આગ્રહ હકનું અધું રાજ્ય લેવાનો નહતો. એમને તો ફક્ત ન્યાય જ જોઇતો હતો. અન્યાયનો સામનો કરવો હતો. વેદ વ્યાસજી બોલેલાકે “ જે રાષ્ટ્રમાં ન્યાયને સન્માન ન હોય તે રાષ્ટ્ર મરેલું છે.” આ મહાભારત યુદ્ધમાં ૧૮ અક્ષૌહિણી સેનાનો ઘાણ વળી ગયો, નંદનવન જેવી ધરતી સ્મશાન થઈ ગઈ હતી. કેટલાક લોકોનું એવું કહેવું છે કે અર્જુન યુદ્ધ કરવા તૈયાર ન હતો. તે ઇચ્છતો નહતો પણ શ્રીકૃષ્ણ તેને ઉશ્કેરીને યુદ્ધકરાવ્યું. પણ એ વાત સાવ ખોટી છે. કેમકે ભગવાન શ્રીકૃષ્ણ યુદ્ધન થાય તે માટે ભારે પ્રયાસ કર્યો હતો. સમાધાનનો જે નિર્ણય આવે તે સ્વીકારવા એમણે પાંડવોને તૈયારર્યા હતા. પાંડવોએ કહ્યું હતું કેઃ “અમને જીવનનિર્વાહ માટે પૂરતી થઇ પડે એટલી જમીન-એટલાં ગામડાં આપો.’ આ મુદ્દો લઈને જ ભગવાન શ્રીકૃષ્ણ કૌરવો પાસે ગયા હતા. સુલેહની આ વાત ચાલતી હતી ત્યારે ભગવાને દુર્યોધનને ત્યાં ભોજન એટલા માટે નહોતું લીધું કે એ ભોજનન્યાયમાં આવું ન આવે. પણ દુર્યોધન નહોતો માન્યો. તેથી મહાભારત યુદ્ધ થયું. તેમાં શ્રેષ્ઠ યોદ્ધાઓ ખતમ થઈ ગયા. ૧૪ ભુવનના ઘણી, પૂર્ણાવતાર ભગવાન શ્રીકૃષ્ણ આ દુઃખદ ઘટના ટાળી નહોતા શક્યા. એ એકલા જ હતા, એમને સમજ નાર કોઈ જ નહોતું. જ્યારે યાદવો મદિરા પાનની લતે ચડી, ભાન ગુમાવી, અંદરોઅંદર લડીને કપાઈ મૂઆ તે વખતે પણ ભગવાન શ્રીકૃષ્ણની વાત યાદવોએ નહોતી માની. યાદવો જે તેમના કુટુંબીઓ પણ હતા તેમને ભગવાન સમજાવી નહોતા શક્યા. તેમના જીવનમાં આવું અનેક વાર બન્યું હોવા છતાં તેઓ પ્રત્યેક પળે પ્રસન્ન હતા. એમને કોઇની પ્રત્યે રોષ ન હતો. તેઓ ક્યારે પણ વિષાદ ગ્રસ્ત થયા નહોતા. પણ પ્રત્યેક પળે પરમ પ્રસન્ન હતા. અને ખૂબી તો જુઓ આ પરમ પુરુષે જ્યારે દેહ છોડ્યો ત્યારે પણ તે એકલા જ હતા, છતાં તેઓ . .. : - - - - Page #37 -------------------------------------------------------------------------- ________________ (૩૪) ભાગવતનો સંદેશ શાંત અને પ્રસન્ન હતા. પાંડવોની વિરહ વ્યથા યુદ્ધ પછી પરીક્ષિતનો રાજયાભિષેક કરીને પાંડવો હિમાલયમાં હાડ ગાળી દેહ વિસર્જન માટે નીકળવાના હતા. તેથી તેમને ભગવાન શ્રી કૃષ્ણનો વિરહ થવાનો હતો. ભગવાનની આંખોથી અળગા થવાની દરેક પાંડવને વ્યથા હતી. પાણી વિના તડપતી માછલીની જેમ તેઓ તડપતા હતા. પ્રભુના વિરહની એમને બહુ જ વેદના હતી. અર્જુનનો રથ હાંકતી વખતે, તેની સાથે ફરતી વખતે, સાથે કોઈ પણ કામ કરતી વખતે ભગવાન નજીક હોવાં છતાં તેમને અર્જુન પૂરે પૂરા ઓળખી શક્યો ન હતો. છતાં ભગવાને તેની સાથે અભિન્ન હૃદય રાખીને અત્યંત પ્રેમ ભર્યો વ્યવહાર રાખ્યો હતો. રક્ષણ કરવાવાળા શક્તિમાન રક્ષક પણ હતા. આવા શ્રીકૃષ્ણનો વિરહ થવાનો હતો તેની વ્યથા પાંચે પાંડવોને હતી. આવા દયે તેઓએ પરીક્ષિતનો રાજ્યાભિષેક કરીને હાડ ગાળવા જવાનું હતું. ધૃતરાષ્ટ્રનો દંભ પ્રકૃતિને અધીન થવું તે પરતંત્રતા છે. અને પ્રકૃતિ જેને સ્વાધીન છે તે તેની સ્વતંત્રતા છે. મહાભારત કાળમાં ભૌતિક વિકાસ હતો પણ પરિણામ યુદ્ધનું આવ્યું તેથી ભારે નિરાશા આવેલી હતી. વિદુરજી અને ઉદ્ધવજીએ આ ચિત્ર સ્પષ્ટ જોયેલું. એમણે ધૃતરાષ્ટ્રને, દુર્યોધનને કહેલું પણ ખરું. પરંતુ એમની વાત દુર્યોધને તોનમાની, અને ધૃતરાષ્ટ્ર પુત્રમોહમાં અંધ-બધીર બનીને નહોતી માની. જો એણે માની હોત. તો મહાભારત જુદું જ હોત. આ ભયંકર માણસ જબરજસ્ત હિંસા માટે, મહા અન્યાય માટે સૌથી મોટો ગુનેગાર હતો. એ મોહગ્રસ્ત હતો ને અભિનેતા પણ હતો. એ પલાયનવાદી હતો ને દંભી પણ હતો. જેમ મુંબઇમાં સંખ્યા બંધ વિસ્ફોટો કરીને ઘણા માનવીઓની હત્યા કરીને આતંકવાદીઓ છટકી ગયા તે પલાયનવાદ હતો તેમ પાંડવોનું દુઃખ જોઈને ધૃતરાષ્ટ્રનું રડવું એ તેનો પલાયનવાદ હતો, દંભ હતો. કારણ એ પાંડવોને સોય જેટલી જમીન પણ આપવાના મતનો ન હતો. એક બાજુ, પોતાના દુષ્ટ પુત્રોનું, અન્યાયથી પચાવી પાડેલા પાંડવોના રાજ્યના ધનથી રાજવી રીતથી પાલનપોષણ કરતો હતો તો, બીજી બાજુ પાંડવોના પક્ષે ન્યાય હતો ને કાતિલ Page #38 -------------------------------------------------------------------------- ________________ ભાગવતનો સંદેશ (૩૫) ગરીબી હતી. પાંડવોને લાક્ષાગૃહમાં બાળી મૂકવાનું કાવતરું પણ તેણે કરેલું. સત્ય પરાયણ યુધિષ્ઠિરનું રાજ્ય તેમને ઘૃતમાં ઠગીને, છેતરીને તેના પુત્રોએ લઇ લીધું ત્યારે તે રાજી થયો હતો. વિદુરજીનો બોધ પાંડવોએ જ્યારે પોતાની સંપત્તિનો ભાગ કૌરવો પાસે માગ્યો અને એમણે ઇન્કાર કર્યો ત્યારે ધૃતરાષ્ટ્રે પુત્રોને અન્યાયમાં સાથ આપ્યો. ભરી સભામાં ભગવાન શ્રીકૃષ્ણે દુર્યોધનને સમાધાન કરવા ન્યાયી સલાહ આપી તે સભામાં સૌ સાંભળતા અને જોતા હતા પણ દુર્યોધન માન્યો ન હતો, ત્યારે વિદુરજી એ રાજભવનમાં જઇ ધૃતરાષ્ટ્રને સદ્બોધ આપ્યો અને તેના પુત્રોને કોઇ પણ રીતે વારવા કહેલું. એ પણ કહેલું કે : ‘ પાંડવોને તેમનો ભાગ આપો અને જશ તમે મેળવો. તમે ભીમ- અર્જુનને જગાડો નહિ. એ ફૂંફાડો મારવા તૈયાર બેઠા છે. વળી ભગવાન શ્રીકૃષ્ણે પાંડવોને અપનાવી લીધા છે. અને તમે જેને પુત્ર માનીને પોષો છો તે દુર્યોધનના નામે નર્ક છે, ભગવાનનો ઇન્કાર કરનારો છે. તમે તમારું અને કુટુંબનું ભલું કરવા ઇચ્છતા હોતો દુર્યોધનનો ત્યાગ કરો.’ પણ ધૃતરાષ્ટ્ર ન માન્યો. અસહિષ્ણુ દુર્યો ધન સાચી વાત કહેવાની હિંમત કોઇકમાં જ હોય છે. અને તે વાત સાંભળવાની તૈયારી પણ કો’કની જ હોય છે. ધૃતરાષ્ટ્ર ન માન્યો છતાં વિદુરજી રાજસભામાં દુર્યોધનને સમજાવવા આવ્યા. પાંડવોને ન્યાય આપવા એમણે કહ્યું. ત્યાં જ દુર્યોધન ક્રોધથી બોલ્યો ઃ ‘આ દાસી પુત્રને અહીં કોણે બોલાવ્યો ? એ હસ્તિનાપુર નગરમાં ન જોઇએ.’ વિદુરજી આ શબ્દો સાંભળી ક્રોધથી બોલી શકયા હોત પણ એ સમભાવી માણસ શાંત રહ્યા. અને પોતાનાં શસ્ત્રો, ધનુષ-બાણ, રાજસભાના દરવાજે મૂકીને હસ્તિનાપુર છોડી ચાલી નીકળ્યા. જ્ઞાની વિદુરજીને અહંકારી કૌરવો જીરવી ન શક્યા, એટલે તેમને કાઢયા. અને પરિણામે વાંસનું વન જેમ અંદરો અંદર ધસાઇ, અગ્નિ ઉત્પન્ન કરી જાતને બાળી નાખે છે, તેમ તેઓ માંહોમાંહે લડીને નાશ પામ્યા. Page #39 -------------------------------------------------------------------------- ________________ પરીક્ષિતનો પશ્ચાતાપ સંતનું સમાધિ સ્વરૂપ પરીક્ષિતનો રાજયાભિષેક કરીને પાંડવો હિમાલયમાં હાડગાળવા (દેહનો ત્યાગ કરવા) ચાલી નીકળ્યા. રાજા બન્યા પછી પરીક્ષિતને રાજ્ય વધારવાનો મોહ થયો. અહમ્, મમત્વ, મૂછ અને આસક્તિનો વિસ્તાર છે મોહ. એક દિવસ રાજા શિકાર કરવા નીકળ્યા. જે રાજા દુરાચાર, મદિરાપાનથી બચ્યા તે શિકારથી ન બચ્યા. આ પ્રવૃત્તિકૂર છે, દુષ્ટ છે. તેમાંથી આનંદ લેવાને બદલે જીવ રક્ષણના કાર્યમાં પડવા જેવું છે. સુખ મેળવવું પણ બીજાને પીડાન આપવીતેવો સિદ્ધાંત અપનાવવા જેવો છે. કારણ તુલસી હાય ગરીબકી કભીન ખાલી જાય’ ગરીબ એટલે કે નબળાને પીડા આપવી એટલે એની હાય લેવી. “હાય” પીડા આપનારનું મોટું નુકસાન કરે છે. જો આટલો જ ખ્યાલ માણસ કાયમ રાખે તો બળવાન માણસ નબળાને, સાસુ વહુને ત્રાસ નહિ આપે. રાજા જંગલમાં ઘણે દૂર પહોંચ્યા ત્યાં તેમને તરસ લાગી. આજુ બાજુ નજર નાખતાં થોડે દૂર એક કુટીર દેખાઈ. ત્યાં જઈ જોયું તો આંગણામાં જ એક મુનિ આસન લગાવી, એકાગ્ર બનીને ધ્યાનમાં એવા સ્થિર થઇ ગયા હતા કે ત્યારે જો કોઇ હરણ ત્યાં આવે તો એમને ઝાડનું દૂઠું સમજીને પોતાની પીઠ તેમના શરીર સાથે ઘસે. ઋષિ ઇંદ્રિયો, પ્રાણ, મન અને બુદ્ધિનો નિરોધ કરીને નિદ્રા, સ્વપ્ન અને જાગૃત અવસ્થાથી પર થઈને પરમાત્મામાં સ્થિર થયા હતા. પરમાત્મા સાથે એમનો તાર એવો તો જોડાઈ ગયો કે એ સ્થિતિમાં દિવસો પસાર થઈ ગયેલા - અને તેમનું શરીર પણ પોષણ વિના કૃશ થઈ ગયું હતું. એવા મુનિ પાસે રાજાએ પાણી માંગ્યું. પોતાના સ્વરૂપમાં લીન મુનિએ રાજાનો અવાજ ન સાંભળ્યો, ન તેમણે આંખો ખોલી, ન તેમણે રાજાનો સત્કાર કર્યો કે ન રાજાને આસન આપ્યું. રાજા મુનિની અવસ્થાને ન સમજી શક્યા. ખરેખર તો સાધુ ધ્યાનમાં ન હોય તો આવનારને આવકાર આપે, પણ તેમની પાસે જનાર એવી અપેક્ષા ન રાખે, કેમ કે સાધુ પોતાનામાં લીન હોય છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ ભાગવતનો સંદેશ રાજાનું અવિવેકી કૃત્ય રૂપ, સત્તા, જ્ઞાન, બુદ્ધિ, ધન જેટલાં વધારે હોય તેટલો માણસ વધુ આળો બને છે. એ માણસ ગેર સમજણમાં જીવે છે. તેથી સતત વાંધા પાડીને જીવે છે. સહજ સ્થિતિમાં એ નથી હોતો માટે દરેક બનાવને એ રાઇનો પર્વત બનાવી દે છે. બીજાની નાની ભૂલ તેને ડુંગર જેવડી મોટી દેખાય છે. પોતાની પહાડ જેવડી ભૂલ તેને નથી દેખાતી. આ સ્થિતિમાં કેટલાક માણસો અબોલા લે છે, કેટલાક લડે છે તો કેટલાક મનોમન સળગે છે. રાજાને ક્રોધ પ્રગટચો આવકાર ન મળ્યો તે માટે સાથે મુનિની શાંત અવસ્થા જોઇ ઇર્ષા પણ થઇ. ક્રોધમાંથી સંમોહ પ્રગટો. તેમાંથી ઊભો થયો અવિવેક. શું કરવું અને શું ન કરવું તેનું ભાન ગયું. એણે રસ્તામાં એક મરેલો સાપ જોયો તેને લઇ મુનિના ગળામાં નાખી વીંટાળ્યો. નાના બાળક જેવી રીસ રાજાએ કરી. તેણે વિચાર્યું કે શું આ ઋષિએ મનનો નિરોધ કર્યો છે કે મને બતાવી દેવા ઢોંગ કર્યો છે? ઋષિતો શાંત જ હતા, તેમની આંખો બંધ જ હતી. પણ તેમનો પુત્ર જલદ હતો. એણે આવીને જોયું કે પિતાને રાજાએ પીડા આપી છે, તેથી ક્રોધ ચડયો. તેને એ વિચાર આવ્યો કે ‘શું રાજા પાસે સત્તા છે તેથી તે ફાવે તેમ કરી શકે ?’ સંતલક્ષણ (૩૦) ત્રાસ આપનાર પ્રત્યે પ્રેમ ઓછો ન થાય, બદલો લેવાની ઇચ્છા ન થાય એ સંત લક્ષણ છે. વૈરનો અગ્નિ ઓલવવા પ્રેમનું જળ છાંટવું પડે. પ્રેમ કરે તેને જ પ્રેમ કરવો, પ્રેમ ન કરે તેનું નામ હૃદયમાંથી રદ કરવું તે અંદર વૈરભાવ પડયો છે તેનું લક્ષણ છે. અપરાધીનું પણ અહિત ન થાય તેવું ચિંતવવું એ સમ્યક્ ભાવ છે. ‘‘શઠં પ્રતિ શાઠયં’’ નહિ પણ દરેક પરિસ્થિતિમાં જેનામાં પ્રેમ રહે છે તે મારો ભક્ત છે. અને જેનામાંથી વૈરભાવ જાય એ મારો ભક્ત છે.’’ તેવું ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં અર્જુનને કહ્યું છે. ઋષિપુત્રનો શાપ પ્રતિક્રમણ કરનારે એક ગાથા ખોલવી જ પડે છે જેનો અર્થએ થાય છે Page #41 -------------------------------------------------------------------------- ________________ (૩૮) ભાગવતો સંદેશ કે “ જગતના જીવો પાસે ક્ષમા માગું છું અને મન, બુદ્ધિ, દય, શુદ્ધ કરીને સર્વ જીવોને ક્ષમા આપું છું. મારો મૈત્રી ભાવ સર્વ પ્રત્યે રહે.” ઋષિ પુત્ર સમત્વવાન નહોતા. એ તો ગુસ્સે થઈ ગયા અને હાથમાં જળ લઈને બોલ્યાઃ “ મારા પિતાને પીડા આપનાર રાજા પરીક્ષિતને હું શાપ આપું છું કે આજથી સાતમે દિવસે તક્ષક નાગ આવીને તેને કરડે, તેથી તે મરે.’ ઋષિની મહાનતા ઋષિએ ધ્યાનમાંથી ધીરે ધીરે આંખો ખોલી પોતાના ગળામાં મરેલો સાપ જોયો. એ ઊઠયા અને સાપને દૂર મૂકી આવ્યા. ઋષિ પુત્ર સામ્યક રડતો હતો. ઋષિએ પૂછયું. “શા માટે રડે છે ?” પુત્રે પિતાને બધી વાત કરી. તે સાંભળીઋષિએ તેના વખાણ કર્યા પણ ઠપકો આપ્યો. એમણે કહ્યું: ‘પુત્ર તે બહુ મોટું પાપ ક્યું છે. નાનકડી ભૂલ માટે બહુ મોટો દંડ કર્યો છે. ખરેખર તો તારે અક્રોધમાં રહેવું જોઇતું હતું. રાજા પરીક્ષિતને તારે સામાન્ય માણસ સમજવો જોઇતો નહોતો. આ રાજાએ પ્રજાનું પુત્રવત્ પાલન કર્યું છે. આવો રાજા જશે પછી બીજો રાજા કેવો આવશે તે કોને ખબર? ભલે તેણે મારા ગળામાં સાપ મૂક્યો. પણ એ આપણા આશ્રમમાં આવેલા હતા માટે આપણા એ આશ્રિત હતા. અને ભગવદ્ ભક્તો શક્તિમાન હોવા છતાં બદલો લેતા નથી પણ ક્ષમા આપે છે. અહીં એક અદ્ભુત વાત એ હતી કે ઋષિ પિતાને પુત્રે રાજાનું કરેલું અપમાન ખેંચ્યું પણ રાજાએ પોતાનું કરેલું ધોર અપમાન રાજાનું અધમ કૃત્ય ક્ષમા કરવા જેવું લાગ્યું. રાજાનો પશ્ચાતાપ રાજમહેલમાં ગયા પછી રાજાને ભાન થયું કે : 'પોતે મુનિનો મોટો અપરાધ કર્યો છે. મુનિએ પાણી ન આપ્યું તે તેમનો અપરાધ નહતો પણ મેં ધ્યાની મુનિ પાસે પાણી માંગ્યું તે મારો અપરાધ હતો.” અને એમના ગળામાં સાપનાખ્યો તે બહુ મોટો અપરાધ હતો.' રાજા મૂળમાં ઉચ્ચ પ્રકૃતિના માણસ હતા તેથી આવું વિચારતા હતા. એમણે વિચાર્યું: ‘આવા મહાન ઋષિ સાથે મેં દાનવ જેવું કૃત્ય કર્યું. છે, તેથી મારા ઉપર કોઈ વિષત્તિ આવશે જ, માટે હું - - --------- ----- -------- - ---- - Page #42 -------------------------------------------------------------------------- ________________ ભાગવતો સદેશ (૩૯) -- - --- કરેલા કૃત્યનું પ્રાયશ્ચિત કરીશ અને આવું દુષ્ટ કાર્ય ક્યારે પણ નહિ કરું? અભુત બનાવ પછી રાજાને ખબર પડી કે ઋષિ પુત્રે તેમને તક્ષક નાગ કરડે તેવો શાપ આપ્યો છે. રાજાએ વિચાર્યું. મને તક્ષક કરડે કે મૃત્યુ કરડે એ સારું છે. કારણ અત્યાર સુધી હું સંસારમાં જ આસક્ત રહ્યો છું. હવે વિરકત થવા મને આ શ્રેષ્ઠ નિમિત્તે મળ્યું છે. માટે મારે સંસારના સુખો ત્યાગવા છે. હું અનશન વ્રત લઈ ભગવાન શ્રીકૃષ્ણના ચરણ કમળની સુગંધ ધારણ કરી તેના ધ્યાનમાં લીન થાઉં પછી તેઓ અનન્ય ભાવથી શ્રીકૃષ્ણ શરણં મમ” જપવા લાગ્યા. પછી સમગ્ર રાજ્ય પુત્રને સોંપી ગંગા કિનારે ભક્તિ કરવા ગયા. ત્યાં એક અદ્ભુત ઘટના એ ઘટી કે કશા પણ આયોજન વિના ચારે બાજુથી ઋષિ-મુનિઓ આવવા લાગ્યા. આ પ્રભુકૃપા જોઈ રાજા આનંદ વિભોર થઈ ગયા. ત્રષિઓના ચરણે પડી આશીર્વાદ માંગ્યા કે : “મને પરમાત્મામાં અનુરાગ થાય તેવું કરો.” ત્યાં જ દેવો આવ્યા. એમણે કહ્યું : “રાજા તમારો દેહ છૂટવાનો છે માટે તમારા કલ્યાણ માટે અમે ભગવસ્મરણ કરીશું અને એટલામાં જ વ્યાસ પુત્રદિગંબર શુકદેવજી ત્યાં પધાર્યા.. હું કોણ છું? સ્વરૂપ સ્મૃતિમંત્ર - પરમ ગુરુઃ સર્વના ગુરુ પરમગુરુ પરમાત્મા છે, જે રાગ, દ્વેષ, મોહથી મુક્ત છે. : પૂજ્ય જેઓ સ્વયં મોહ મુકત બન્યાને સાથે જગતના જીવોને ? જેવા પરમગુરુ પરમાત્મા છે તેવો જ મારો આત્મા છે. આ ભાવપૂર્વક સ્વરૂપની સ્મૃતિ એ કર્તવ્ય છે. મુનિ શ્રી ભાનુવિજયજી અહં સોડહં Page #43 -------------------------------------------------------------------------- ________________ (૭) - પરીક્ષિતના પ્રશ્નો ભારતીય શાસ્ત્રોની અભિવ્યક્તિ ત્રણ રીતે ભાગવતે મૂળ સિદ્ધાંતોની વાત કથા સ્વરૂપે કહી છે. ભારતીય શાસ્ત્રોની રીત એવી રહી છે કે તત્ત્વનો પરામર્શ કથામાંથી થઈ શકે. તાત્ત્વિક જીવન કેવી રીતે જીવવું તેનો આધાર કથા બતાવે છે. કેટલાક મહાપુરુષોએ ભાગવતમાંથી માત્ર તત્ત્વની જ વાતો કરી છે, તો કેટલાકે માત્ર કથા જ કહી છે. પણ ત્રીજા પ્રકારના મહાપુરુષોએ કથા અને તત્ત્વને વણીને, સાથે રાખીને જગતને કહ્યું છે. માણસ પોતાના જીવન માટે જે વ્યવસ્થા કરે છે, તેમાં અહમ્, અજ્ઞાન, માન્યતા, લાલસા, ઇચ્છા વગેરે ભળતાં હોય છે. આ વ્યવસ્થાને માણસ જાણી શકે છે, પણ એ જાણીનશકે છતાં તેના જીવનમાં અનુભવી શકે એવી વ્યવસ્થા પણ હોય છે. જેમકે રાજાએ અહને વશ થઈ ઋષિના ગળામાં સાપ વીંટાળ્યો, તે જોઇ ઋષિ પુત્રે રાજાને શાપ આપ્યો. અહીં રાજા અને ઋષિપુત્ર બંને વિકારવશ છે તેથી આવેશમાં આવી ગયા. પણ ઋષિ વિકારવશ નથી માટે શાંત છે. રાજાનું આધ્યાત્મિક પરિવર્તન માણસમાં નિર્ણય શક્તિનો અભાવ હોય છે. જો માણસ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા દાખવે તો શ્રેષ્ઠ પરિણામ લઈ શકે છે. ઋષિના ગળામાં સાપ વીટાળવો એ અયોગ્ય નિર્ણય હતો, આવેશમય નિર્ણય હતો. પણ એમ ક્ય પછી રાજાને પોતાના એ કાર્યનો પસ્તાવો થયો તેથી તેમનું ચિત્ત સાંસારિક પદાર્થો, વ્યક્તિઓ અને ભોગોમાંથી ઊઠવા લાગ્યું માટે બધું છોડીને વિરકત બનવાનો એમણે નિર્ણય કર્યો, તે શ્રેષ્ઠ હતો. પરિણામે એ સંત ચરણે જવાને પાત્ર બની શક્યા. વિશાળ ભૌતિક સામ્રાજ્ય છોડી, અતિ વિશાળ આધ્યાત્મિક ક્ષેત્ર પ્રાપ્ત કરવા તરફ વળી શકયા. મહત્ત્વની વાત તો Page #44 -------------------------------------------------------------------------- ________________ ભાગવતતો સદેશ (૪૧) એ બની કે એ એવા સદ્દભાગી હતા કે મહાન સદ્ગુરુ એવા શુકદેવજી એમને સામેથી મળ્યા. શુકદેવજી આવ્યાની જાણ થતાં રાજા તેમને મળવા ગયા. શ્રેષ્ઠ ઋષિ-મુનિઓ બેઠા છે ત્યાં સોળ વર્ષના દિગંબર શુકદેવજી પધાર્યા છે. ધીમે ધીમે ચાલીને આવતા શુકદેવજીના મુખ ઉપર અપાર પ્રસન્નતા છવાઈ છે. પુનમના ચંદ્ર જેવા એ શોભી રહ્યા છે. તેમની આજુબાજુ તારલા જેવા ઋષિમુનિઓ ઊભા છે. રાજા પરીક્ષિત ઊભા થયા, આગળ વધ્યા અને શુકદેવજી પાસે આવી તેમના ચરણમાં માથું મૂક્યું. પછી બોલ્યા : 'હે બ્રહ્મ સ્વરૂપ ભગવાન”-ખૂબી જુઓ શુકદેવજીને જોતાં જ રાજાએ તેમને ઓળખી લીધા, ‘ગુનેગાર છું. એક ઋષિને મેં દુઃખ આપ્યું છે. હું એવો અધમ હોવા છતાં આપે અહીં પધારીને મારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે.” જ્ઞાની સંતને રાજાના પ્રશ્નો ‘હું જાણું છું કે મારા ઉપર ભગવાન શ્રીકૃષ્ણની અનન્ય કૃપા છે. તેનો સૌથી મોટો પૂરાવો એ છે કે મને આપે પોતાનો ગણી આપના ચરણોમાં સ્થાન આપવા આપ જાતે જ પધાર્યા છો. પરમાત્મ-કૃપા વિના સંત મળતા નથી. અને આપને જોયા પછી મને હવે સંસાર કડવો ઝેર લાગે છે. એકાંતમાં રહેનારા હે સિદ્ધ પ્રભુ, જેમના જીવનમાં કશું જ કરવાપણું નથી એવા આપ મારા મૃત્યુ ટાણે, મારા જેવા નબળા માણસ પાસે પધાર્યા તે મારાં પરમ સદ્ભાગ્ય છે. હે પ્રભુ, આપ આજ્ઞા આપો તો મારી મૂંઝવણ કહું.’ મુનિએ આજ્ઞા આપી રાજાએ પૂછ્યું: “મારા ઉપર કૃપા કરીને એ કહો કે મરણાસન્ન માણસે શું કરવું જોઇએ? એણે કોનું તપ, કોનું સ્મરણ, ભજન કરવું અને કોનો ત્યાગ કરવો? ઉત્તમ પુરુષોના હૃદયમાં જાગતા પ્રશ્નો ‘કાયા કાચ જેવી છે, કોઈ પણ ક્ષણે તૂટ-નાશ પામે તેવી છે. જેમ માટલાને જરાક ટકકર વાગે તો એ તૂટી જાય છે. એવી માનવ કાયા પરમાત્માએ કૃપા કરીને આપી છે તો માનવે શું કરવું જોઇએ? એ કાયાના કલ્યાણ માટે કોના મુખેથી શ્રવણ કરવું જોઇએ? રાજાબધું છોડીને બેઠા હોવા છતાં છોડવાની Page #45 -------------------------------------------------------------------------- ________________ (૪૨) ભાગવતો સદેશ વાત કરે છે. ‘વળી એ પ્રશ્ન છે કે હે મહાત્મન, આપ વધુ સમય તો રોકાવાના નહિ કેમ કે પરમહંસ મુનિઓ ગાય દોહવા જેટલા જ સમય સુધી એક જગ્યાએ રોકાય છે. માટે મને એ કહો કે મારે શું કરવું જોઇએ?” - શુકદેવજીએ કહ્યું હે રાજા, તે જે જે પ્રશ્નો પૂછયા છે તે કેવળ તારા જ નહિ પણ સર્વલોકના કલ્યાણ માટે પૂછયા છે. અને તે રાજા, આવા પ્રશ્નો તો ઉત્તમ પુરુષોના હૃદયમાં જ ઉદ્ભવે છે. તે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વાતો કરી છે. માણસ ઝાંઝવાને સત્ય માની જીવન વેડફે છે ગૃહસ્થો કામ ધંધામાં અટવાયેલા છે. એમને બિન જરૂરી વાતો સાંભળવાનો અને એવી ક્રિયાઓ જોવાનો રસ છે. એમનો દિવસ બીજાને રાજી રાખવામાં અને રાત વ્યસન, ભોગ, બળાપા કરવા, પડખાં ફેરવવામાં અને નિદ્રામાં જાય છે. એમને ભજન-ધ્યાન કરવાનો સમય નથી મળતો. આવા માણસોનાધનિષ્ટ સંબંધમાં સૌથી પ્રથમ એમનું શરીર છે, પછી પત્ની, સંતાનો, માતા-પિતા, ઘર અને ધંધો હોય છે. ખરેખરતો જે દેખાય છે છતાં નથી એવા અસતુ, ઝાંઝવાના જળ જેવો આ સંસાર છે, એવું જોવા અને જાણવા છતાં ગૃહસ્થ એમાં અટવાયો છે. ઓછું અજવાળું હોય અને માણસ રસ્તા ઉપર જતો હોય ત્યારે ઝાડનું ઠું કે જાહેરાતના બોર્ડ માટેનું લાકડું જમીનમાં ખોડેલું હોય તેને જોતાં તેને કોઈ માણસ ઊભેલો દેખાય છે તેથી એ પડકાર કરે છે, “આધો ખસ.’ પણ એ રસ્તે ચાલતો બીજો માણસ એને કહે છે : ભાઈ, આતો લાકડાનું ઠુંઠું છેજાહેરાતના પડદા માટેનો થાંભલો છે, કોઈ માણસ નથી.’ આના જેવું જ બધા પદાર્થોનું છે. પદાર્થ દેખાય છે ખરા, પણ વપરાશે ખતમ થનારા, કે સ્વયં નાશ પામનારા. પદાર્થોના મોહમાં માણસ એટલો બધો ઘાંઘો થાય છે કે તે આવા કામમાં પોતાનાં અમૂલ્ય આયુષ્યનાં વર્ષો ઓછાં કરે છે, તેનું ભાન રહેતું નથી. Page #46 -------------------------------------------------------------------------- ________________ ભાગવતનો સંદેશ (૪૩) અમૃત સમ ભાગવત માણસ એવા જીવન-વૃક્ષની ડાળ ઉપર બેઠો છે જેની ઉપરની ડાળ ઉપર મધપૂડો છે તેમાંથી મધ ટપકે છે. માણસ આ ટીપું ચાટવાના મોહમાં ડાળ છોડતો નથી. વળી તે બેઠો છે તે ડાળને ઉંદર કોતરે છે તેથી ડાળ ક્ષીણ થઈ ક્યારેક તૂટી પડશે અને નીચે ફરતાં હિંસક પ્રાણીઓ તેને મારી ખાશે. આવું તે જોતો હોવા છતાં ડાળ છોડી બીજી સલામત જગ્યાએ જતો નથી. (આવી- આવી અનેક વાતો ભાગવત ગ્રંથમાં ભરેલી છે તે અમૃત જેવી છે. ૧૬ વર્ષના દિગંબર શુકદેવજી સૌને કહી રહ્યા છે આ ભાગવતના અમૃત વચનો) કરી લીધી છે. અધિકારી હું એક અખંડ, અદ્રેત, અવિનાશી, - અવિકારી, અનાદિ, અજન્મા, અકર્તા, = અભોક્તા, અપરિર્વનશીલ, એકરૂપ, એકરસ, - અજર, અમર, પરબ્રહ્મ, નિર્મળ, નિર્ભય, - નિર્ગુણ, નિર્લેપ, નિરંજન, નિરાકાર, નિર્વિકાર, નિર્વિકલ્પ, સર્વજ્ઞ, સર્વત્ર, સર્વરૂપ, સર્વવ્યાપક, સર્વ શક્તિમાન, સર્વસત્તાધિશ, સર્વેશ્વર, સર્વાત્મા, વિશ્વાત્મા, સત્ય, શુદ્ધ, નિત્ય, મુકત, તેજસ્વી, ચૈતન્ય, કાર સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, બ્રહ્મ સ્વરૂપ, જ્યોતિ સ્વરૂપ, શક્તિ સ્વરૂપ, શાંત સ્વરૂપ, સ્વયં પ્રકાર, સચ્ચિદાનંદ આત્મા જ છું. એ સિવાય હું બીજું કંઇ જ નથી. સહજાત્મ સ્વરૂપ પરમગુરુ. આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવળ જ્ઞાન રે. પરમ ગુરુ નિગ્રંથ સર્વલદેવ મુનિ શ્રી ભાનવિજયજી Page #47 -------------------------------------------------------------------------- ________________ (૮) ભક્તિ યોગની પ્રાપ્તિ પ્રકૃતિ માણસને નડે છે પ્રત્યેક વ્યક્તિની અલગ અલગ પ્રકૃતિ હોય છે. જે વ્યક્તિને સંસાર તરવાને ભગવદ કૃપા જોઇએ છે તેણે પ્રકૃતિની પેલી પાર જવું પડે છે. પતંજલિ એ યોગ સૂત્રમાં લખ્યું છે કે “યોગઃ ચિત વૃત્તિ નિરોધ:' એટલે કે યોગ ચિત્તમાંથી વૃત્તિને દૂર કરે છે, કાઢે છે. વૃત્તિઓ ચિત્તમાંથી નીકળી ગયા પછી જ પરમાત્મ મિલન થાય છે, ચેતનાનો, આત્માનો સાક્ષાત્કાર થાય છે. પ્રકૃતિ કાઢવી એટલે અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર કાઢવા. પ્રકૃતિ માણસને સંસારમાં સરખો રહેવા દેતી નથી. એ ભાઇ-ભાઇ, પિતા-પુત્ર, મિત્ર-મિત્ર, પતિ-પત્ની વચ્ચે નડે છે. લગ્નને ૩૦ વર્ષ થયાં છતાં પ્રકૃતિના કારણે સંવાદ થતો નથી. બહાર નિમિત્ત મળતાં અંદર પ્રકૃતિ જાગી ઊઠે છે, કેમ કે ચૈતન્ય હોશમાં નહિ હોવાથી વૃત્તિને વશ થાય છે. ભાગવત પૂર્ણ યોગની વાત કરે છે ભાગવત કહે છે, “થોડાં અનુષ્ઠાન, પૂજા-પાઠ-ભજન કરવાથી પ્રકૃતિ જીતી શકાતી નથી. તેને જીતવા પ્રથમ તો તેનાથી પર થવાનું છે, તેની સાથે જરા પણ લડવાનું નથી. તેમ તેને આધીન પણ થવાનું નથી.’ મહર્ષિ પતંજલિ કહે છે. ‘તદા દૂઠું સ્વરૂપે અવસ્થાનમ્ પ્રકૃતિથી પર થવાથી જ સ્વરૂપમાં ચૈતન્યમાં સ્થિર થવાય છે, ઠરી જવાય છે. ભાગવત પણ આવી પૂર્ણ યોગની જ વાત કરે છે. કર્તાભાવ છોડવાનો છે ભાગવત કહે છે કે જ્ઞાન, ભક્તિ અને કર્મ એ ત્રણ માર્ગે પરમાત્મા પાસે જવાય છે. જ્ઞાનમાર્ગથી સિદ્ધિને પામેલા જ્ઞાનીઓનો અનુભવ છે કે જ્ઞાન માર્ગ સૌથી કઠિન છે. પરંતુ ભાગવત કહે છે ભક્તિ માર્ગ સરળ, સુલભ દેખાતો Page #48 -------------------------------------------------------------------------- ________________ ભાગવતતો સદેશ' (૪૫) હોવા છતાં અત્યંત કઠિન છે, કેમકે કર્તાપણાનો અહંકાર સૌ પ્રથમ છોડવાનો છે. માણસે સાધારણ કામ કર્યું હોય તો પણ મેં કર્યું એવું કહ્યા વિના રહી શક્તો નથી. ખૂબી જુઓ સૂર્ય-ચંદ્ર સમયસર ઊગે અને આથમે છે. જગતને લાભ આપે છે, વૃક્ષ ફળ ફૂલ આપે છે, નદી પાણી આપે છે, વાયુ ઠંડક અને જીવન આપે છે, છતાં તેમનામાં કર્તા ભાવ નથી. આમ સૌથી પ્રથમíભાવ છોડવાનો છે, સાથે માલિકી ભાવ પણ છોડવાનો છે. અને પરમાત્માનું માલિકી પણું સ્વીકારવાનું છે. એટલે કે આસક્તિનો પૂર્ણ ત્યાગ કરવાનો છે. પછી કેવળ એક જ વાર કહેવાનું છે કે “નાથ જેવો તેવો પણ તારો.’ હું પાપી છું, ગમાર છું અજ્ઞાની છું પણ તારો છું. આમ ભાગવતની ઉપાસના નિર્ગુણ બ્રહ્મની નહિ પણ સગુણ બ્રહ્મની છે. નિર્ગુણ છે નિરાકાર, નિર્વિચાર. તેનામાં પ્રકૃતિનો કોઈ ગુણ નથી, દેહ, પ્રાણ, મન પણ નથી છતાં એ છે. એવા દશ્ય નથી તે નિર્ગુણ જોઈ શકાતા નથી, તો સગુણ જોઈ શકાય છે. એવા નિર્ગુણ જ્યારે દેહમાં આવે છે ત્યારે સગુણ-સાકાર-બ્રહ્મ બને છે. શ્રદ્ધાવાન જીવન ટૂંકુ હોય તો પણ ઉત્તમ - નિર્ગુણના ઉપાસકો ઓછા છે, સગુણના ઘણા છે. શુકદેવજી નિર્ગુણના ઉપાસક છે. પણ ભગવાન શ્રીકૃષ્ણના જીવનની મધુર ઘટનાઓના ગુણાનુવાદ એમને બહુ જ ગમે છે. એટલે જ એમને ભાગવત ગમે છે. તેથી તેઓ રાજા પરીક્ષિતને ભાગવત કહેવાના છે. સાંભળનાર પાત્ર પરમાત્મા પ્રત્યે મંગળશ્રદ્ધાવાન હોય, શુદ્ધ હોય તો જ ભાગવતનો સાચો લાભ જે સગુણ દર્શનનો છે, મોક્ષનો છે તે પામી શકે છે. એવું જીવન ટૂંકુ હોય તો પણ મહત્ત્વનું છે, યથાર્થ છે. જીવન લાંબુ પણ અજ્ઞાન, વાસના, અર્થોપાર્જન માટે જ હોય તો એ શા કામનું? માનવ જીવનમાં સતત જાગૃતિ હોવી જોઇએ. એ હોય તો જ સચેત રહીને સાધના કરી શકાય. સાવધાનીપૂર્વકની બે ઘડી ઉત્તમ છે અને અસાવધાનીથી વર્ષો વિતાવ્યાં હોય તો પણ તે વ્યર્થ છે. વૈરાગ્યથી શરીરનો મોહકાઢો શુકદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે : હે રાજા માત્ર બે ઘડી (૪૮ Page #49 -------------------------------------------------------------------------- ________________ (૪૬) ભાગવતતો સદેશ મિનિટ)નું જ આયુષ્ય બાકી હતું તેવા અંદરથી આસક્તિ-મારાપણું છોડી પરમાત્મામાં લીન બની શક્યા, તરી ગયા, મોક્ષ પ્રાપ્ત કરી શક્યા તો તમારી પાસે તો પૂરા સાત દિવસ છે. એ સમયે તમારી સાધના માટે પૂરતો છે. તમે મને પૂછેલું કે “મૃત્યુ સમયે માણસે કેવી રીતે વર્તવું? તો સાંભળો સૌથી પહેલાં તો મરણનો ભય ન રાખવો. એ ભાવ દઢ હોય કે “જગત મરણ સે ડરત હૈ, મો મન બડો આનંદ. મૃત્યુથી ભયભીત થવાનું નહિ પણ એને વેલકમ કહો. જે ઘટના બનવાની જ છે તેનો વળી ડર શો? વિચારો કે તમે સતત આ જગતમાં દર્શનીય રહી શકશો ખરા? ના જો રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ નથી દેખાતા તો તમે કેવી રીતે દેખાશો ? માટે મૃત્યુથી ગભરાવા જેવું નથી. શરીરની આસક્તિ, સંબંધ રાખનારા પ્રત્યે મમતા ગમે તેટલી હોય છતાં શરીર તો જવાનું જ. શરીર પ્રત્યેનો મોહ વૈરાગ્યથી કાઢો. અને વિચારો કે : વહાલારે વહાલાશ્કરો, વહાલા વોળાવીવળશે વહાલા તે વનના લાકડાં તે તો સાથે જ બળશે. ભોગમાં જન્મો પણ યોગમાં મરો હે રાજા, પછી ધીરજ પણ જોઇએ. કેમ કે આટલું ર્યા પછી તરત જ મરી જવાશે તેવું પણ બને. કવિ કાલિદાસે કહ્યું છે કે ભારતીય પરંપરા એવી છે કે જન્મવું ઘરમાં પણ મરવાનું વનમાં એટલે કે યોગમાં મરવાનું. માટે મરણ સમયે ઘર ત્યજવાનું ‘ભોગમાં જન્મો, પણ યોગમાં મરો.’ વનમાં કોઈ સંતના ચરણમાં જઈ બેસો. પછી અ.ઉ.મ અક્ષરોના સંયોજનથી થતા પ્રણવનું ધ્યાન કરો, ૐ જપો. એનાથી પ્રાણ શાંત થશે. સદ્ગુરુએ આપેલો મંત્ર પણ જપી શકાય. પછી બુદ્ધિને વિષયોમાંથી પાછી ખેંચો અને મનને ધ્યાનથી શાંત કરો. આમ કરવા માટે પરમાત્માના સાકાર સ્વરૂપનું ધ્યાન કરો. ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૂપનું ધ્યાન એકાગ્રતાથી કરો. મંદિરમાં પ્રભુમાં ડૂબો મંદિરમાં જાવ ત્યારે મૌન રહો. આજે મંદિરે જનારો જોરશોરથી ઘંટ વગાડે છે, જાણે ભગવાનને જગાડતો હોય. ભગવાનના મધુર સ્વરૂપમાં આંખ, નાક, Page #50 -------------------------------------------------------------------------- ________________ ભાગવતો સંદેશ (૪૦) ઓઠ, કાન, સમગ્ર મુખારવિંદનું નિરીક્ષણ કરી ધ્યાન કરો. અને વિચારો કે કેવાં સુંદર આ અંગો. પ્રભુ તમે નિર્વિકારી અને હું વિકારી. તમે શાંત અને હું ઉગ્ર. તમે સુંદર, તમારા અંગો મધુર. બસ આ રીતે સતત એના સ્મરણમાં ડૂબેલા જ રહો. ધીમે ધીમે તમારું મન શાંત થઈ જશે. અંદરથી આનંદ પ્રગટતો જશે. આનંદ ભક્તિમાંથી પ્રગટે છે તેથી એ આનંદ તમને ભક્તિમાં લઇ જશે. પરમ ભક્તિયોગની પ્રાપ્તિ કદાચ કોઈ વાર રજો ગુણ પ્રગટે, તમો ગુણ પ્રગટે ને મન ખળભળી ઊઠે તો પણ ગભરાવું નહિ. તેને કહો કે તને ફાવે તે કર, હું તો મારા વહાલાને સ્મરું છું. એ એવો શક્તિશાળી છે કે તું મારું કશું બગાડી નહિ શકે. આમ કરતાંકરતાં મન ભક્તિમાં ડૂબે છે, પરમાત્મામાં ડૂબે છે. એના પરિણામે ‘પરમ ભક્તિયોગ’ની પ્રાપ્તિ થાય છે. બુદ્ધિનું પરિપક્ત સ્વરૂપ પ્રજ્ઞા છે. તે વિચાર દ્વારા પ્રાપ્ય થાય. પણ તે પહેલાં - પુરુષનો યોગ થવો જોઇએ, એમની છે ઓળખાણ થવી જોઇએ, મત, માન્યતા અને આગ્રહથી બહાર નીકળી ગયેલા હોવા જોઈએ, પદાર્થોને વિષયોની આસક્તિ ઓછી થવી જોઇએ, વૈરાગ્ય જોઇએ તે શાંત અવસ્થા જોઇએ. તે હોય તો જ વિચાર કરી શકાય. જેમ નિષ્ણાત ડૉક્ટર ઓપરેશન કરતાં પહેલાં જ બધી તૈયારી કરી રાખે છે. ઓપરેશન કરતાં કરતાં બીજા સાધનો લેવા જાય તો ઓપરેશન નિષ્ફળ જાય તેમસપુરુષ મળતાં પહેલાં જ સાધકે મુમુક્ષુતા, માર્ગાનુસારીપણું, સરળતા, જિજ્ઞાસા અને નમ્રતા આદિ તૈયારી કરેલી હોવી જોઈએ. આગ્રહો, મતોને કુળધર્મમાંથી મુક્ત થવું જોઈએ. એથી પણ વધારે નડે છે અભિમાન, વિષયોની પ્રગાઢ આસકિત, આ બધામાંથી પણ મુક્ત બનવું જોઇએ. મુનિ શ્રી ભાનવિજયજી Page #51 -------------------------------------------------------------------------- ________________ (૯) (૯૦ મનને પ્રભુમાં લીન કરો) સમજ્યા વિના માણસ અનંતવાર મર્યો છે ઊંચું આઈ ક્યુ લેવલ ધરાવનાર માણસની આંતરિક શુદ્ધિ થયેલી ન હોય તો તે અધ્યાત્મ જ્ઞાન પામી શકતો નથી. આંતરિક શુદ્ધિ પામેલ વ્યક્તિ સૂક્ષ્મ બુદ્ધિ ધરાવતો હોય તો જ અધ્યાત્મ જ્ઞાન પામી શકે છે. આ બે વાનાં હોય તે જ વ્યક્તિનું અંદરથી પરિવર્તન થઇ શકે છે. ભાગવત કથા કહેતાં કહેતાં શુકદેવજી રાજા પરીક્ષિતને સાધનાની, અંતઃકરણ શુદ્ધિની વાત કરે છે. વળી કહે છે : “રાજા, તમે મૃત્યુનો ભય છોડી, શ્રવણ કરીને એ જ્ઞાન પામો અને મૃત્યુને આવકારો. પછી જેમ શરીર ઉપરથી સાપ કાંચળી છોડે છે, અને છોડ્યા પછી પાછું વળીને જોતો નથી તેમ તમે તમારા શરીરને છોડજો અને શરીર તરફ, સંસાર તરફ જોશો નહિ.' આનંદધનજી કહે છે: “આપણે અનંતવાર મર્યા છીએ. એ પણ સમજ્યા વિના, શરીર અને આત્માને છૂટા પાડ્યા વિના, પ્રકૃતિ અને પુરુષને અલગ કર્યા સિવાય મર્યા છીએ.’ એટલે જ પુનરપિ જન્મમ્ પુનરપિ મરણમ્ થયા જ કર્યું છે. એ ચકમાંથી છૂટવું જ હોય તો જ્ઞાનની પ્રાપ્તિ કરવી પડે. પ્રભુમાં લીન થયેલું મન રહેતું જ નથી શુદ્ધ થયેલા મનને પરમાત્મામાં એવું તો તલ્લીન કરો કે તે સંસાર તરફ સહેજ પણ પાછું ન આવે, ન વળીને જુવે બસ એ અખંડ પણે તેમાં જ રહે. જ્ઞાન વાર્તા સાંભળતાં-સાંભળતાં, સાધના કરતાં-કરતાં ક્યારેક તેનો દોર તૂટે છે, અને વિષયોનું ચિંતન થાય છે ત્યારે ભગવાન ભૂલાય છે. આમ ન થાય તે માટે સતત જાગૃત રહેવું જોઇએ. જેમ આકાશમાંથી વર્ષાનું પાણી નદી કે સાગરમાં પડતાં જ વિલીન થઈ જાય છે, તેમ તમારા મનને પરમાત્મામાં લીન કરશો તો તે પાછું નહિ આવે. કારણ પછી તો મન જ નથી રહેતું. Page #52 -------------------------------------------------------------------------- ________________ ભાગવતનો સંદેશ સાધકે પ્રયાસ કરવો જોઈએ શુકદેવજી કહે છે : “રાજા, તમે મોટું સાહસ કર્યું છે. રાજ્ય અને તમામ ભૌતિક વસ્તુઓ છોડી કેવળ તમે એકલા જ ગંગા કિનારે આવ્યા છો. સાથે અહીં સંતોનો મેળો થયો છે. આ રીતે પ્રકૃતિએ તમને અનુકૂળતા કરી આપી છે. હવે તમારે પ્રયાસ કરવો જોઇએ.” પરમાત્મામાં તલ્લીનતા થાય છે તેને બે અનુભવ થાય છે. (૧) પરમાત્મા તરફ પરમ પ્રેમ જાગે. (૨) વિષયોથી પર એવા પરમાત્માનો તે વ્યક્તિ તરફ પ્રેમ થાય છે. આ પૂર્ણ અવસ્થાની વાત છે. પણ જ્યારે સાધક સાધનાની શરૂઆત કરે છે ત્યારે એણે સંચિત કરેલા પૂર્વ સંસ્કારો, પોતાનું તમામ બળ વાપરીને સાધકને સાધનામાંથી પાછો લઈ જવા માગે છે. સંગ્રહ, મમત્વ, આસક્તિ આડા આવે છે, અવરોધ ઉત્પન્ન કરે છે. પ્રથમ તો રજોગુણ વચ્ચે આવીને ચિત્તને વિક્ષુબ્ધ કરે છે, ચંચળ કરે છે, ઈતર પ્રવૃત્તિમાં નાખે છે, લોભ-મોહમાં ડૂબાડવા પ્રયાસ કરે છે. મન આ પ્રયાસમાં ડહોળાય નહિ તે માટે પૂર્ણ તાકાતથી પ્રયાસ કરવો જોઇએ. કાળજી લેવાવી જોઈએ.’ સંસ્કારોને હટાવો અનેક વર્ષો સુધી સાધના કરી હતી છતાં સંસ્કારો વિશ્વામિત્રને, દુર્વાસાને તાણી ગયા હતા, લોભ કહેશે મૂડી સંઘરો, તે કામમાં આવશે. ઘડપણમાં છોકરાં કહ્યામાં ન રહ્યાં તો એ ધન ઉત્તમ નીવડશે. શુકદેવજી વળી કહે છે કે : આવો પ્રવેગ આવે તો પણ તમે હિંમત હારશો નહિ. સાધના છોડશો નહિ, પણ કાળજીપૂર્વક પૂરી શક્તિથી એ સંસ્કારોને હટાવજો.’ સંસ્કારો મજબૂત હોય તો પણ જઈ શકે છે - તમોગુણ નિંદ્રા લાવે છે. સાધના કરતાં કરતાં વધુ આહાર કરાવે છે. પછી સાધના આજે નહિ કાલે કરીશું એવું થાય છે. આળસ, તંદ્રા એ તમો ગુણનું લક્ષણ છે. ક્ષુબ્ધ અવસ્થા છે. એવું થાય ત્યારે ગભરાવું નહિ. પણ ધીરજથી યોગ ધારણા બળપૂર્વક કરવી. તમારામાં વિશેષ શક્તિ પડી છે તેનો ઉપયોગ કરવો. તમે મથ્યા જ રહેશો તો તે સામર્થ્ય બહાર આવી ને તમને મદદ Page #53 -------------------------------------------------------------------------- ________________ (૫૦) ભાગવતતો સંદેશ કરશે જ. એ સંસ્કારો ગમે તેટલા મજબૂત હોય તો પણ તમે મજબૂત ધારણા કરી શકશો. વારંવારના આવા પ્રયત્નો પછી એ થઇ શકશે. પોતાના ચિત્તને શુભ કેન્દ્રમાં સ્થિર કરવું તેને ધારણા કહેવાય છે. ધ્યાનમાં લેવાની ચાર બાબતો તમે ચાર બાબતો ધ્યાનમાં લેશો. (૧) સ્થિર આસન (૨) સમ શ્વાસોછવાસ (૩) આસક્તિ છોડવી (૪) પાંચે ઇંદ્રિયો ઉપર કાબૂ રાખવો. ધ્યાનમાં જતાં જ શરીરે ખંજવાળ આવશે, ખાલી ચડશે. માટે આસનમાં સ્થિરતા જોઇએ. ધ્યાનમાં ડૂબાશે એટલી સ્થિરતા આવશે. હાલતા ઘડામાં પાણી સ્થિર નથી રહેતું તેમ હાલતું શરીર મનને ધ્યાનમાં જવા નથી દેતું. ઓછામાં ઓછું ૪૮ મિનિટ શરીરને સ્થિર રાખવું. શ્વાસ સમ બનાવો શ્વાસોચ્છવાસ ‘સમ’ એટલે સ્થિર હોવો જોઇએ. ભય લાગ્યો હોય તો હાંફ ચડે છે, ગુસ્સો આવે તો મોં ઉધાડું રહી જાય છે, કામ જાગે છે ત્યારે હાંફળા થવાય છે. આના પરિણામે શ્વાસ અસમતોલ થઇ જાય છે, તેથી આસન અસ્થિર થાય છે. તેવું મન ધ્યાનમાં જાય નહિ. આંખ નાકના ટેરવા પર સ્થિર કરવી. આમ આસન અને શ્વાસ એક જ કેન્દ્ર ઉપર ત્યારે હોય. વ્યક્તિ અને પદાર્થો છોડો વિચારો, વિકારો આસક્તિના કારણે આવે છે. પદાર્થો આધા- પાછા નથી કરવાના, પણ મનને એક કેન્દ્રમાં સ્થિર કરવાનું છે. એ કેન્દ્ર છે પ્રભુનું એમાં સ્થિર થતાં આસક્તિ જશે. એ જશે એટલે વિચારો જશે અને ધ્યાનમાં ડૂબારો. આસક્તિ હશે તો વિકલ્પો આવ્યા જ કરશે. ઘડામાં રહેલી વસ્તુ લેવા હાથ તેમાં નાખ્યો, વસ્તુ મુઠ્ઠીમાં પકડી, હાથ બહાર કાઢવા પ્રયાસ કર્યો પણ વળેલી મુકી સાંકડા મોંના ઘડામાંથી બહાર નથી નીકળતી. મુઠ્ઠી છોડો, વસ્તુ છોડો તો હાથ ઘડામાંથી બહાર નીકળે. એ જ રીતે વ્યક્તિ અને પદાર્થો તમને પડતા નથી તમે તેમને પકડયા છે. માટે તમે તેને છોડો. આ છે આસક્તિ છોડવાનો ઉપાય. Page #54 -------------------------------------------------------------------------- ________________ (૫૧) - - ભાગવતતો સદેશ ઇંદ્રિયો પર કાબૂ મેળવો પાંચ ઇંદ્રિયો ઉપર વિવેકપૂર્વકનો તમારો કાબૂ હોવો જોઇએ. જો બ્રેક વગરની સાયકલ ઉપર તમે પ્રવાસ કરો તો અકસ્માત કરી બેસો. કારણ એ તમારા કાબૂમાં ન રહે. લગામ વિનાનો ઘોડો વશ ન રહે. અંકુશ વગરનો હાથી મોટી તોડફોડ કરી બેસે, તેમ ઇંદ્રિય કાબૂ વગરનો માણસ મોટું નુકસાન કરી બેસે. તમે તમારા મનમાં જેટલુંનાખશો તેટલું આડું આવશે. માટે આંખ, નાક, કાન, જીભ, સ્પર્શથી તમે અંદર નાખવું બંધ કરો તો ઇંદ્રિયો ઉપર કાબૂ આવશે. સ્થિર આસન, શ્વાસ, આસક્તિ છોડવી, ઇંદ્રિયો ઉપર કાબૂ મેળવવો એ ભગવાનના સાકાર સ્વરૂપમાં મનને જોડવા માટેનું ઉત્તમ સાધન છે. / સપુરુષના યોગ પછી જે શ્રવણ થાય તે જાગૃત થઇને સાંભળવું. વચ્ચે મત, માન્યતા, - ન આવવા જોઇએ. શ્રવણમાં બુદ્ધિની બહુ જરૂર છે. જ્ઞાની પુરુષો કહે છે કે અતીન્દ્રિય સૃષ્ટિમાં જવાનું છે તેથી માત્ર હાઇલી આઇ ક્યુ લેવલ જ નહિ પણ તત્ત્વનું વિવેચન કરી શકે તેવી સૂક્ષ્મબુદ્ધિ જોઇશે, કારણ શ્રવણ પછી ચિંતન, મનન, વિશ્લેષણ, પરિશીલન, મંથન તો જ કરી શકાય. ચિંતન કરતા જાવ ને આત્માથી શરીરને જુદા પાડતા જાવ. શરીરને આમ એક નથી પણ બુદ્ધિમાં એકતા થઇ છે. બન્ને છે પણ બન્ને જુદા છે. એ બન્નેને જુદા ન માનો, આત્માને ન માનો, બન્નેનું તાદાત્મ છે માનો. એમ માનવાથી એકમેક થતા નથી. બન્ને જુદા છે તેમ નથી માનતા તે વખતે પણ બન્ને જુદા છે. પણ જુદા નથી માનતા તે અભિગમ તે અધર્મ છે. બન્ને જુદા છે તેવું માનો છો, સમજો છો તે વખતે જે અભિગમ છે તે ધર્મ છે. પ્રવાસમાં મારી બેગ તમારી પાસે આવી ગઇ, તમે તમારી છે એમ માનીને સાચવો છો. પણ મેં કહ્યું. આ બેગ મારી છે અને તમે બેગ તરત મને આપી દો છો એ વ્યવહાર ધર્મ છે. મુનિ શ્રી ભાનુવિજયજી Page #55 -------------------------------------------------------------------------- ________________ (10) (૧૦) નિરપેક્ષ મન સાચું સુખ પામે) સંત અને ભગવાનના હૃદયમાં ભક્ત જ હોય છે માનવજાતના કલ્યાણ માટે અવતારોએ, તીર્થકરોએ, પરમાત્મા પ્રાપ્ત થયા છે તેવા સંતોએ ઘણું કહ્યું છે. એમણે એમના પ્રિય શિષ્યો- સખાઓને પોતાના હૃદયમાં રાખ્યા. ભગવાન મહાવીરની નિટ રાજા, રાણી, શેઠીયાઓ ન હતા પણ ભક્ત સુલસા હતી. ભગવાન કૃષ્ણના હૃદયમાં ઉદ્ધવજી હતા. માત્ર પાંચ વર્ષની વયે ઉદ્ધવજી (ઓધવજી)એ ભગવાન સાથે જીવન જીવવાની શરૂઆત કરી. તેની સુખ સ્મૃતિ ઉદ્ધવજીના મનમાં હતી. પણ પરમધામમાં સાથે લઈ જવા ના કહી તેનું દુઃખ પણ તેમના હૃદયમાં હતું. ભક્ત ભગવાનને યાદ કરે તે કરતાં પણ ભગવાન ભકતને યાદ કરે તે અવસ્થા ભક્ત માટે ઘણી ઊંચી છે. આ છે ભગવાનના હૃદયમાં હોવું તે. આવા ભક્તના હૃદયમાં બે ધારાઓ સાથે ચાલે છે એક ભગવાને તેમને યાદ ર્યા છે અને બીજી ભગવાનના વિરહની. નમ્રતાથી પ્રશ્નો પુછાય વિદુરજી, ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિથી શુદ્ધ થયેલા પરમભક્ત હતાં. ભગવાન શ્રીકૃષ્ણ દેહ છોડ્યો ત્યારે આ ધરતી ઉપર પોતાનું કોઇ ન રહ્યું તેવી વ્યથા લઈને તેઓ ગંગા નદીના કાંઠે હરિદ્વાર ક્ષેત્રમાં મૈત્રેયીજીના આશ્રમમાં આવ્યા. તેમને જોઈ મૈત્રેયી ઊભા થયાં. વિદુરજી તેમના ચરણમાં પ્રણામ કરે છે, પછી હાથ જોડે છે અને પૂછે છેઃ ‘આપને કેટલાક પ્રશ્નો પૂછવાની ઇચ્છા વર્ષોથી આ હૃદયમાં પડી છે, જો આપ આજ્ઞા આપો તો પ્રશ્નો પૂછું.” ગુરુ મહારાજ પાસે આવી શિષ્ય નમ્રતાથી વંદન કરવાની આજ્ઞા માગે, એ નમ્રતા છે, વિવેક છે, પ્રેમની અભિવ્યક્તિ છે. દીલ ખોલીને વાત સંત પાસે કરી શકાય છે. તે મોટો લ્હાવો પણ છે. મૈત્રેયીજીએ રજા આપી, આસન આપ્યું. વિદુરજી Page #56 -------------------------------------------------------------------------- ________________ (૫૩) ભાગવતતો સંદેશ નીચે બેઠા. માણસ સુખ મેળવવા કર્મ કરે છે વિદુરજી પૂછે છે : “માણસ મરણ પામે ત્યાં સુધી જાત જાતના કર્મો કરતો જ રહે છે. એ કર્મો તે સુખ મેળવવા માટે, અર્થ અને કામ મેળવવા માટે કરે છે. તેને એવી કલ્પના છે કે તે ઢગલો સુખ મેળવશે અને તેને તે ભોગવ્યા જ કરશે. એ માને છે કે સુખના સાધનો અને પોતે શાશ્વત રહેશે. પણ એવું નથી બનતું. આ સાધનો અને માણસ બન્ને નશ્વર છે માટે ચાલ્યા જાય છે. શું આનો ઉપાય નથી?’ સુખ છે દુઃખની દવા મૈત્રેયીજી કહે છે : “ જગતના પદાર્થો પાસેથી સુખ મેળવવું હોય તો વચ્ચે વ્યક્તિ અને તેની પ્રકૃતિ આવશે. તેમાં ગોઠવણી પણ હશે. આ તમામ નશ્વર છે. ક્ષણિક સુખને દુઃખનું ઔષધ માને છે, પણ તે બહારનું છે, નશ્વર છે. આથી એ મેળવવાથી પણ, સાચું સુખ માણસને મળતું નથી. સાચું સુખ અંદર છે વિદુરજી, સાચું સુખ ભીતરમાં છે. તેનું માણસને વિસ્મરણ થયું છે. આ સ્મરણ પાછું થાય અને સાચા સુખ તરફ જવાય તેની એક માત્ર પધ્ધતિ ધર્મ છે. ધર્મથી છવાય તો ધ્યાન તરફ જવાય. ધ્યાન આત્મા તરફ લઈ જાય, તેની સાથે મિલન કરાવે, તેમાં લીન કરાવે પછી તેમાંથી જ સાચું સુખ મળે છે. સુખ, દુઃખ સાથે જ હોય છે સુખ-દુઃખ સાથે જ હોય છે. બન્ને અનુભવો સાથે જ થાય છે. તેથી જ સુખીદેખાતો માણસ પણ દુઃખી હોય છે. જેમકે પત્ની અનુકૂળ નથી, પરવાળી કહેશે પતિ અનુકૂળ નથી. ગાડી, બંગલો, નોકર-ચાકર, ધન એ માણસને અનુકૂળતા આપે છે. પણ અનુકૂળતાની સાથે જ પ્રતિકૂળતા છે. જેના ઉપર Page #57 -------------------------------------------------------------------------- ________________ (૫૪) ભાગવતનો સંદેશ વ્યક્તિનો કાબૂ નથી. તેથી જ “ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે.' આવડા મોટા પુરુષ રામના રાજયાભિષેકના મૂહૂર્ત ઉપર તેમનો કાબૂ નહિ એ કેવું છે? રાજ્યના બદલે વનવાસ મળે છે, એ રધુનાથ પણ ટાળી શકતા નથી. સુખ-દુઃખ માણસ સાથે જડાયાં છે સંયોગો ઉપર કર્યતંત્રની સત્તા છે. એ તંત્ર ઉપર માણસની સત્તા નથી ચાલતી. નરસિંહ મહેતા કહે છે: “સુખ દુઃખ મનમાં ન આણીએ રે ઘટ સાથે રે ઘડીયાં, ટાળ્યા તે કોઈનાં નવ ટળે રધુનાથના જડીયાં.’ તો કબીરજી કહે છે : ગર્ભમાં માણસના શરીરની રચના થતાં નવ-નવ માસ લાગે છે. તેની સાથે જ સુખ-દુઃખ જડાઈને આવે છે. એ સત્તા રધુનાથની કહો કે કર્મની કહો પણ એ ટળે તેવી નથી. કર્મ જીવને શોધી સુખ-દુઃખ આપે છે અત્યારે, ભારતના ભૂતકાલીન રાજાઓએ વિધિ આધીન હવે હોટેલનો ધંધો શરૂ કર્યો છે. મહાભારતમાં મહર્ષિ વેદ વ્યાસે કહ્યું છે કે હજાર ગાયોમાંથી પોતાની માને વાછરડું શોધી કાઢે છે, તેમ કર્મ જીવને શોધી કાઢી તેની કરણી પ્રમાણે તેને સુખ-દુઃખ આપે છે. જ્ઞાની ચંદ બારોટ કહે છેઃ ‘ચંચલ નારી કા નન છૂપે નહિ, કર્મ છૂપે નહિ ભભૂત લગાયો.’ આમ સંયોગો ઉપર, માણસ ઉપર કર્મની સત્તા ચાલે છે. હકીકત આવી હોવા છતાં માણસ સંયોગો બદલ વાની કોશિશ કરે છે. અને કદાચ સંયોગો બદલાય તો એ માણસ વેત ઊંચો ચાલે છે, સંયોગો વાંકા ચાલ્યા તો તે દીન બની વાંકો વળી જાય છે. અનુકૂળતા સુખ નથી અનુકૂળજીવન એ સુખ છે તેવું માનવું એ ભ્રમણા છે. કમ્ફર્ટેબલ લાઇફને સુખીનમાનશો. એરકંડીશન્ડ રૂમમાં બેઠેલો માણસ પોતાના હૈયાની બળતરાને દૂર નથી કરી શક્તો, શાંતિ નથી મેળવી શકતો, કારણ તેનું મન શાંત નથી. આવું ચારે તરફ જોવા છતાં માણસની મથામણ અનુકૂળ સંયોગો રાખવાની Page #58 -------------------------------------------------------------------------- ________________ ભાગવતતો સદેશ - - - અને પ્રતિકૂળ સંયોગો કાઢવાની છે. સ્વાધીનતા એ ખરું સુખ વિદુરજી પૂછે કેઃ “હે મૈત્રેયીજી જો આવું જ જગતમાં છે તો તેનો ઉપાય શું છે તે બતાવો.” મેગેયીજી કહે છે: “સાચું સુખ, ખરેખરું સુખ તો સ્વાધીનતાનું છે. સ્વવથી સુખ જાણો અને પરવશથી દુઃખ માનો. સુખ-દુઃખ ઉપર માણસનો કાબૂ નથી.” સંપૂર્ણ સ્વાધીનતા એટલે સ્વતંત્રતા. જે નિરપેક્ષ છે, તેમાં જ સાચું સુખ છે. અને એથી જ એક અનુભવી સંત કહે છે કે નિરપક્ષ વિરલા કોઇ.” શ્રાવસ્તી નગરીનો રાજા વનમાંથી પસાર થતો હતો. એક વૃક્ષ નીચે ભગવાન બુદ્ધ ધ્યાનમાં બેઠા હતા. તેમના મુખ ઉપર અદ્દભુત પ્રસન્નતા હતી, સુખ હતું. તે જોઈ રાજા પોતાના મંત્રીને પૂછે છે: ‘આ ક્યા દેશના રાજા છે?” મંત્રી કહે છે: “મહારાજ, રાજપાટ, મહેલ, સ્ત્રી-કુટુંબ બધું જ જેઓએ છોડયું છે એવા આ ભગવાન બુદ્ધ છે. નિરપેક્ષ મન સાચું સુખ પામે છે અપેક્ષા હોય તેની પૂર્તિ કરવાનું મન થાય છે. પરંતુ જો અપેક્ષા નથી હોતી તો તેવું મને ભગવાન શ્રીકૃષ્ણના ચરણમાં સ્થિર થાય છે. એ માણસ સંપૂર્ણ સુખ, શાશ્વત સુખ મેળવે છે. એટલે કે જેઓ પરમાત્માની સન્મુખ છે તે ખરું સુખ, શાશ્વત સુખ, પરમાત્મા સુખ મેળવે છે. અને જે પરમાત્માથી વિમુખ છે તેઓ દુઃખી જ રહે છે. આવા દુઃખી માણસો ઉપર કૃપા કરી આ ધરતી ઉપર સંતો આવે છે. એ સંતોનું કોઈ કર્તવ્ય કર્મ બાકી નથી રહ્યું, છતાં કરુણાવશ થઈ સકળ જીવોને પરત્માભિમુખ કરવા, હરિ ચરણમાં વાળવા તેઓ આવે છે. આ સંતોની આજ્ઞાનુસાર ઉપાસના જે જીવ કરે છે તે પરમાત્માના હૃદયમાં બિરાજમાન થઈ શાશ્વત સુખને પામે છે. પછી તે ક્યારે પણ દુઃખી થતો નથી. Page #59 -------------------------------------------------------------------------- ________________ (૧૧) (પરમ ચેતના કરુણાવશ થઈ અવતરણ કરે છે) સાચી સમજ નથી તેથી જીવદુઃખી છે મિત્રેયીજી અને વિદુરજીનો જ્ઞાનમય વાર્તાલાપ ચાલી રહ્યો છે. ગંભીર અને આધ્યાત્મિક વાતો એમણે કરી છે. એમણે આ વિશ્વમાં મોટા પ્રમાણમાં જીવોને દુખી જ જોયા છે. માણસો તો ઠીક પણ કલ્પવૃક્ષ જેમની પાસે છે તે દેવો પણ સુખી નથી. રાજા-મહારાજઓ અને મોટા સંપત્તિવાનો પણ સુખી નથી. તેનું મુખ્ય કારણ એ જણાયું છે કે સુખ-દુઃખ વિષેની તેમની સમજણ કાચી છે. જો તેમને સાચી સમજ મળે તો તેમના દુઃખનાં કારણો દૂર થાય અને સુખનાં કારણો મળે જગતના જીવોનું અજ્ઞાન દૂર કરવા તેઓ આવ્યા છે - ૧૬ વર્ષના રામજી-વિશિષ્ટજી સાથે ગહનતત્ત્વ ચર્ચા કરે છે. તેના ઉપરથી ‘યોગવાશિષ્ઠ’ એ નામનો અમૂલ્ય ગ્રંથ તૈયાર થયો. એમાં સુખ-દુઃખની વાતો પણ છે. રામજી અવતારી પુરુષ છે અને વશિષ્ઠજી પરમાત્માનુભવી જ્ઞાની પુરુષ છે. એમણે કરવાનું કશું બાકી નથી રહ્યું. વાસનાઓ માટે, માયા, આસક્તિ, મોહ માટે તેમનો જન્મ નથી થયો. પણ કરુણાનો એક પ્રવાહ તેમના હૃદયમાં વહી રહ્યો છે, જે જીવ માત્રના કલ્યાણ માટે, તેમના ઉપર કોઇ દબાણ નહીં હોવા છતાં જગતમાં સ્વેચ્છાએ આવ્યા છે. તેમનામાં મોહ નથી અને અજ્ઞાન પણ નથી. જગતના પ્રાણીઓનું અજ્ઞાન-દુઃખ-દૂર કરવા તે આવ્યા છે. જીવ માત્રનું કલ્યાણ તેઓ ઈચ્છે છે ‘પરમાર્થ વ્યસન તેમને છે. વ્યસન માટે માણસ બધું જ કરી છૂટે છે. એ અર્થમાં તેઓ પ્રાણી માત્રના કલ્યાણ-હિત માટે બધી જ રીતનો પ્રયાસ કરે છે. પરહિત કરવાનો પરમ ઉત્કૃષ્ટ રસતેમનામાં છે. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું: ‘સર્વ ભૂત હિતે રતા પ્રમાણે સર્વનું હિત તેઓ ઇચ્છે છે અને તે માટે પ્રયત્ન કરે છે. માટે જ “પરમ ચેતનામાં ‘પરમ વીતરાગતા સર્વ કાળે છે. જ્યાં સંપૂર્ણ વીતરાગતા હોય છે ત્યાં ‘સર્વજ્ઞતા આવે છે. તેમને જ્ઞાન Page #60 -------------------------------------------------------------------------- ________________ (૫૦) ભાગવતતો સદેશ મેળવવાનું કશું બાકી નથી રહેતું, જાણવાનું બાકી નથી રહેતું. તેઓ બધું જ જાણે છે. તેમનામાંથી મોહ અને અજ્ઞાન સંપૂર્ણપણે ચાલ્યાં ગયાં છે. પરિણામે કશું જ તેમનાથી ગુપ્ત નથી રહેતું. આવી તેમની ચેતના છે. કરોડો વ્યક્તિઓમાંથી આ પરમચેતના ચોવીસી થઈ. અનેક યુગો સુધી જંગલના વૃક્ષો જે જમીનમાં દટાયાં. તેમાંથી ખનીજ કોલસો થયો. વળી એ કોલસો પૃથ્વીના ભારથી દટાયો અને અનેક પ્રક્રિયા થઈ તેથી તેનો હીરો બન્યો. એ જ રીતે આ પરમચેતના” ઘડાઈને પરમ દિવ્ય શરીર લઈને આ પૃથ્વી ઉપર માનવ કલ્યાણ માટે આવી. પરમ આનંદમાં જ સતત રહેતી આ ચેતનાઓ માનવ માત્રને એમાં લઈ જવાના ભાવમાં રહે છે. એ છે કરુણાનો પ્રકર્ષ ભાવકરુણા.” મૂળ રોગ જન્મ છે માણસ માને છે કે દુઃખ દૂર કરવા માટે ભોજન, કપડાં અને ઔષધ મળવાં જોઇએ. એ માન્યતાના કારણે “દાન” અપાય છે. કરોડો માણસો ભૂખ્યાં અને કપડાં વિનાના છે. એમને આ બે સાધનો મળવાથી સુખી નથી થઈ જતાં. એમ કરવાથી આ વિષમ સમસ્યા હલ નથી થઈ જતી. કારણ કે, એ મળ્યા પછી પણ એમને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર પડે છે. કહેવાતું સુખ પણ તેમને પીડા આપે છે. પરમ ચેતનાને એવો વિચાર આવે છે કે જગતના જીવોનો મૂળ રોગ જન્મ છે. તેને કાપવાથી આ દુઃખ દૂર થઇ અમને મળ્યો છે તેવો આનંદ તેઓ મેળવશે. મૃત્યુ દૂર નહિ થાય, કારણ તે આપણા વશમાં નથી. જન્મ ટાળો તો મૃત્યુ જશે માટે તો જ્ઞાની પુરુષો મૃત્યુ પહેલાં મમત્વ છોડવાની વાત કરે છે. સંત તુકારામ મૃત્યુની પળે કહે છે: “આમી જાતો આમચા ગાવા, માઝા, રામ, રામ, રામ રામ.’ એટલે કે અમે અમારા મૂળ સ્થાનમાં જઇએ છીએ અને રામ-રામ કહી રામ પામવાનું તમને આમંત્રણ આપીએ છીએ. અમેત્રેયીજી કહે છે કે એ મૃત્યુન હોય તેવું જીવન છે ત્યાં કેવળ અસ્તિત્વ જ છે, જન્મ નથી માટે ત્યાં મૃત્યુ નથી, સુખ કે દુઃખ નથી, છે કેવળ “પરમ આનંદ,’ આવું જીવન પણ છે તે શંકા ક્ય વગર સ્વીકારો. મૈત્રેયીજી કહે છે કે “મરવું કોને પડે? જેને જન્મ હોય તેને. જો જન્મ જ ન હોય તો મૃત્યુકોને આવે? માટે જન્મટાળો તો મૃત્યુનું દુઃખ જશે.” Page #61 -------------------------------------------------------------------------- ________________ (૫૮) જન્મનું કારણ કર્મબંધ જન્માવનાર પરિબળને કર્મ કહેવાય છે. કર્મ એમ ને એમ થતાં નથી પણ ક્રિયા સહજ રીતે- સહજભાવે- નહિ થતાં મોહ વશ થઇ રાગ-દ્વેષ થાય તો તે કરતાં જ તેની નોંધ થઇ કરનારને વળગે છે. પછી એ કર્મ એટલે વિધિના લેખ લખાઇ જાય છે. સમજવા જેવું એ છે કે મનમાં મોહ પડયો હોય તો જ રાગ-દ્વેષ થાય છે. એ ન હોય તો રાગ-દ્વેષ નથી થતાં. મોહના બે ભાગ છે ( ૧ ) હું આ શરીર છું અને ( ૨ ) શરીરને વળગેલું બધું જ મારું છે એ માન્યતા. ઘણા લોકો કહેતા હોય છે કે ‘અમને મોહ નથી- પણ- પછી કહે છે : ‘જીવ્યા કરતાં જોયું- માણ્યું સારું.’ વળી કહે છે : ‘ મારો છોકરો સારો છે પણ વહુ જબરી છે એણે છોકરાને વશ કરી લીધો છે.’ મોહ આવું બોલાવે છે. વંદન એકને, થાય બધાને : ભાગવતનો સંદેશ અજ્ઞાનમાંથી ઉત્પન્ન થાય છે ‘મોહ.’ તેમાંથી પ્રગટે છે રાગ-દ્વેષ. અને તેમાં ઉત્પન્ન થાય છે કર્મ. એ જન્મ આપે છે. શરીર છે ત્યાં મૃત્યુ અવશ્ય આવે જ. આ સાંકળ છે. માટે જ પરમ ચેતના કહે છે કે જગતના જીવો પ્રથમ તો અજ્ઞાનમાંથી મુક્ત થવા જોઇએ. તેઓ જીવોને અજ્ઞાનમાંથી દૂર કરી શકે છે માટે ધરતી ઉપર અવતરણ કરે છે. એમને અર્જુન્, અવતાર, તીર્થંકર, બુદ્ધ કે પયગંબર કહે છે. એ ‘પૂર્ણાવતાર’ હોય છે. જેમ બધી નદીઓ સાગરને મળે છે તેમ આમાંથી કોઇપણ એકને નમસ્કાર, વંદન, કે તેમની ઉપાસના કરવાથી આ સર્વને થાય છે. આવી કરુણાવાન પરમ ચેતના સ્થૂળ દેહમાં આવે છે માટે જ ભારતીય સંસ્કૃતિ એમની પૂજા કરે છે. પરમચેતના માયાપતિ છે આજે રોજે રોજ ભગવાનો પેદા થાય છે તેમની આ વાત નથી. દેહ માયાના કારણે મળે છે. માણસ માયાને વા છે. આ પરમચેતના માયાની મદદ લઇ દેહમાં આવે છે ખરી પણ એ માયા વશ નથી રહેતી, પણ માયાપતિ હોય છે, માયાની માલિક હોય છે. એમનું મીશન એક જ અને તે ‘તમસો મા જયોતિર્ગમય’, જગતને અજ્ઞાનના અંધકારમાંથી પ્રકારામાં લઇ જવાનું. વિદુરજી કહે છે ઃ ‘હે મૈત્રેયી આજે અમે આપના દ્વારા પરમ ચેતનાનાં દર્શન કરી સદ્ભાગી બન્યા. Page #62 -------------------------------------------------------------------------- ________________ (૧૨) પ્રકૃતિનો ક્ષય કરવાની રીત પ્રકૃતિના કારણે પરમાત્મા મળતા નથી ભાગવતે અલગ અલગ દૃષ્ટિકોણથી સંદેશ આપ્યો છે. ચિંતન, ધ્યાન, ભક્તિ, કર્મ એવા અસંખ્ય પ્રકારોથી સંદેશ આપ્યો છે. એમ કરવાનું એ કારણ હતું કે પ્રત્યેક વ્યક્તિની પ્રકૃતિ જુદી જુદી છે. આ પ્રકૃતિ એટલે કુદરત નહિ, સ્વભાવ પણ નહિ પણ સત્ત્વ, રજ અને તમ એ પ્રકૃતિ છે. તમસના વશમાં રહી, મન વચન અને કાયાથી માણસ જે જે કિયાઓ કરે તે અશુભ હોય છે. મેલા વિચારો ત્યારે હોય છે. એ વિચારો સાથે અસંખ્ય ક્રિયાઓ કરી તે ટેવ બની અંતરમાં જામી ગઈ, સંસ્કાર બની ગઈ છે. જેમકે બ્રહ્મની વાત કરતાં કરતાં સીગરેટ, ચલમ, બીડી પીવાય છે. આ ટેવનું જામી પડેલું સ્વરૂપ છે. નાના બાળકને હાથ-પગ હલાવતાં, ખાતાં-પીતાં કોઈ શીખવતું નથી પરંતુ વારંવાર એકની એક યિા કરવાના કારણે તે કરે છે. એવી જ રીતે માણસે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, રાગ-દ્વેષ કરીને પોતાના મન ઉપર તેના સંસ્કાર પાડ્યા છે. માણસે પ્રકૃતિને એવી તો દઢ કરી છે કે તે આત્માનું એક અંગ બની ગઈ છે. અને આ પ્રકૃતિ મૃત્યુ પછી પણ માણસ સાથે લઈ જાય છે. પછી બીજું શરીર તેને મળે છે તેમાં પણ તેની સાથે જ રહે છે. અને પરમાત્મ પ્રાપ્તિમાં સતત અવરોધ કરતી રહે છે. ખરેખર તો પરમાત્મા મળવામાં કોઈ અવરોધ નથી. એ એટલો નજીક છે કે સરળતાથી મળી શકે છે. પણ પ્રકૃતિ આડે આવે છે તેથી તે મેળવી શકાતા નથી. પ્રકૃતિ આત્મા ઉપર છવાઈ જાય છે ભાગવત કહે છે તમારું તમામ બળ વાપરીને તમે પ્રકૃતિની ઉપર ઊઠો. માણસ થોડીક સાધના કરીને પ્રકૃતિની ઉપર તો ઊઠે છે પણ જેમ ગુરુત્વાકર્ષણ તમામ વસ્તુઓને પૃથ્વી તરફ ખેંચે છે તેમ પ્રકૃતિ માણસને પોતાના તરફ ખેંચે છે. માણસ અઢળક કર્મકાંડ તો કરે છે, તેનાથી તેને પુણ્ય મળે છે પણ પ્રકૃતિ બદલાતી નથી. પ્રકૃતિ બદલવા એ કશું નથી કરતો. જેમ વેલ વૃક્ષનો સહારો Page #63 -------------------------------------------------------------------------- ________________ (૦) ભાગવતનો સંદેશ લઇ, તેનામાંથી પોષણ મેળવી, વૃક્ષ ઉપર ચડી છવાઈ જાય છે. જમ્બર ખીલે છે ત્યારે વેલ જ દેખાય છે વૃક્ષમાં. પણ વૃક્ષના ટેકા વગર તે ટકી શકતી નથી. એવી જ રીતે પ્રકૃતિ આત્માનો ટેકો લે છે પછી તેના ઉપર છવાઈ જાય છે, આત્માને ઢાંકી દે છે. જેમ વાદળ સૂર્યને ઢાંકી દે છે તેથી પ્રકાશ-તડકો નથી મળતો, લાઈટના બલ્બ ઉપર આવરણ ચઢાવો તો તેનો પ્રકાશ નથી મળતો એવી જ રીતે પ્રકૃતિનું આવરણ હોવાથી આત્મા નથી દેખાતો. તેનો પ્રકાશ-પ્રભાવ નથી જણાતો. પ્રકૃતિનું જોર ચિદાનંદજી મહારાજે એક સરસ વાત કરી છે કે : “બકરી વાઘને ધમકાવે અને વાઘ થર થર ધ્રુજે.’ આ બકરી એટલે પ્રકૃતિ અને વાઘ એટલે આત્મા. પ્રકૃતિનું જોર આત્મા ઉપર જબરું ચાલે છે. જેમ કે શહેરમાં જવા તમારે સવારે ચાર વાગ્યે ઊઠી ટ્રેનમાં જવું છે. તમે એલાર્મ મૂક્યું. એલાર્મ વાગ્યું પણ ખરું, પણ તમે તો ઊંઘતા જ રહ્યા, તમને ધ્યાન જ ન રહ્યું. આ છે પ્રકૃતિનું જોર સાધના પ્રકૃતિનો ક્ષય કરવા માટે છે ખરેખર તો ચૈતન્ય- આત્માની સત્તા તળે પ્રકૃતિ હોવી જોઇએ, પણ છે ઊલટું. પ્રકૃતિના તાબે આત્મા છે. માટે જ સમગ્ર સાધના પ્રકૃતિનો ક્ષય કરવા માટે છે. સાધના મોક્ષ, આત્મા, પરમાત્મા મેળવવા માટે નથી. માણસે આ નોંધ કરી લેવાની છે. નરસિંહ મહેતા કહે છે : “અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ’ આ વાત એમણે અનુભવીને કરી. પછી એમણે આપણા માટે કહ્યું : “મેં તો હરિને ન નિરખ્યા નયણાની આળસ.’ આ આળસ એટલે પ્રકૃતિનો ક્ષય કરવાની આળસ. પ્રકૃતિ આત્મા ઉપર રોફ કરે છે માણસ ગમે તેટલી કથાઓ સાંભળે, એનાથી પ્રકૃતિ ઢીલી નહિ પડે. એ નબળી પડે તેવી પ્રક્રિયા જો એણે થોડી થોડી પણ કરી હોત તો, તે આજે સ્વતંત્ર હોત. પુરુષ એટલે આત્મા, ચૈતન્ય અને પ્રકૃતિ એટલે અવિદ્યા, માયા, મેટર. આ બંનેના સંયોજનથી જગતની રચના થાય છે. જેમ ગામમાં કોઈ Page #64 -------------------------------------------------------------------------- ________________ ભાગવતતો સંદેશ (૧) જબરો માણસ દાદાગીરી કરી રોફ જમાવે છે તેમ પ્રકૃતિ આત્મા ઉપર રોફ કરે છે. વિકારો હટાવી આત્મદેવને પામો આત્મ-દેવ પૂર્ણ શક્તિ સાથે અંદર તૈયાર જ બેઠો છે. માણસે પ્રકૃતિદત્ત વિકારોને દૂર કરી એની પાસે જવાનું છે. તળાવમાં પુષ્કળ પાણી હોય પણ તે વપરાતું ન હોય તો તેના ઉપર લીલ (શેવાળ) જામે છે. ખૂબી એ છે કે શેવાળની નીચે ચોકખું પાણી છે. જો શેવાળ હટાવો તો નિર્મળ પાણી પીવા મળે. એવી જ રીતે વિભાવો-વિકારોની નીચે આત્મા ઢંકાયેલો રહેલો છે. જો વિભાવોને દૂર કરો તો નિર્મળ અને પૂર્ણ શક્તિવાન આત્મા જેવો છે તેવો તમને મળે. પ્રકૃતિ આડી આવે છે ૭૫ વર્ષની ડોસી યાત્રા કરીને ગામ પાછી આવી. સ્ટેશને તે ઊતરી ત્યારે તેની ચાર વહુઓમાંની એક વહુ માંડી હતી એટલે સ્ટેશને તેને લેવા ન આવી તેથી ડોસીને માઠું લાગ્યું. જુઓ યાત્રા પ્રભુના ધામોની કરી પણ પ્રકૃતિને નકાઢી એટલે એ આડી આવી. પ્રકૃતિ ક્ષયનો ઉપાય સંત શરણ આવી પ્રકૃતિનો ક્ષય કરવાના અનેક સાધનો છે. તેમાં સપુરુષોના ચરણે બેસી તેમની વાણીનું શ્રવણ કરવું તે પહેલું સાધન છે. સપુરુષ કહે તેમ સાધના, કરવાથી પ્રકૃતિનું રૂપાંતર થાય છે. જ્ઞાની મૈત્રેયી કહે છે : “ સદ્ગુરુની સેવા, તેમના મુખેથી સત્ શાસ્ત્રોનું શ્રવણ, તેમણે આપેલા મંત્રનું સતત રટણ કરવાથી પ્રકૃતિનું રૂપાંતર થાય છે. અનેક પુણ્ય કરવાથી માનવદેહ મળે છે, ઉત્તમ કુળમાં જન્મ મળે છે. અનેક જન્મોના પુણ્ય ભેગાં થવાથી સત્પરુષનો સંગ મળે છે. ભાગવત કથામાં રુચિ થાય છે. અંદરથી ગમો થાય છે. જો રુચિ થાય તો શ્રવણ કરતી વખતે મનના વિકલ્પોનો કોલાહલ શાંત થાય છે. પરિણામે શ્રવણ અસર કરે છે અને પછી પુરુષ બતાવે તે રીતે સાધના કરવાથી પ્રકૃતિનો ક્ષય થાય છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ (13) શ્રદ્ધા અને ચિંતન અધ્યાત્મલક્ષી બનો આધ્યાત્મિક વિકાસ થયા વગર ભૌતિક વિકાસ થાય એ માણસ માટે મંગળમય તત્ત્વ નથી પણ વિનાશી છે. એવો વિકાસ પામેલા માણસના વ્યવહારમાં કરુણા નથી હોતી, આંખમાં અમી નથી હોતું. માટે જ જ્ઞાની પુરુષો અધ્યાત્મ તરફ વળવા કહે છે. માણસો અધ્યાત્મ તરફ ન થાય ત્યાં સુધી જ્ઞાની પુરુષોને તેની વેદના રહેતી હોય છે. સત્યને અનુકૂળ મન એટલે ધર્મ ભગવદ્ કથામાં રુચિ થાય એ અધ્યાત્મ વિકાસની શરૂઆત છે. ભગવાનની કથા સાંભળવી ગમે, કથા થતી હોય ત્યાં બેસવું ગમે, કથા સાંભળી તે પ્રમાણે કરવાની ઇચ્છા થાય, સાંભળીને ધન્ય થયા તેવું લાગે એ રુચિ છે. રુચિ આધ્યાત્મિક વિકાસ કરે છે અને ભગવાન પ્રત્યે પ્રેમ છે તે દર્શાવે છે. શુકદેવજીમાં એ પ્રેમ મુખ્ય હતો. પણ વ્યાસજીમાં એવું નહોતું તેથી તેમને ભગવદ્ કથામાં, ભગવાનમાં રુચિ નહોતી. પ્રેમથી પ્રભુગુણ ગાવા એ રસના (જીભ)નો લ્હાવો છે. રુચિ થાય તો જ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. શ્રદ્ધા એ આંતરિક અવસ્થા છે. માણસને શામાં રસ છે, તેની શું માન્યતા છે, તેની સમજ શું છે તે મહત્ત્વનું નથી પણ સત્ય શું છે તે જાણવું મહત્ત્વનું છે. સંપ્રદાય મનને અનુકૂળ સત્ય બનાવે છે, તેથી સત્ય મટી જાય છે. સત્યને અનુકૂળ મન એ જ ધર્મ છે. સત્યને જ્યારે અલંકાર પહેરાવવામાં આવે છે ત્યારે તે અસત્ય થઈ જાય છે. શ્રદ્ધાનું બળ મીરાને ઝેર ભરેલો પ્યાલો રાણાએ દાસ સાથે મોકલાવ્યો. દાસે મીરાને કહ્યું: ‘ભગવાનના અભિષેકનું જળરાણાજીએ મોકલ્યું છે. પરમાત્મા ઉપરના અટલ વિશ્વાસથી મીરા એ ઝેર પી ગઈ. તેના ગળાની નીચે એ ઝેર ઊતરતાં જ અમૃત બની ગયું. આ કોઇ કલ્પના નથી પણ પ્રભુ ઉપરની શ્રદ્ધાના કારણે ઝેર ખરેખર અભિષેક જળ-અમૃત-બની ગયું. Page #66 -------------------------------------------------------------------------- ________________ ભાગવતનો સંદેશ (૬૩) ભીનેવાન (શામળી) સ્ત્રી પતિને (રાજાને) ગમતી ન હતી. રાજાએ ઘડામાં ઝેરી નાગ મૂકાવ્યો અને રાણીને બોલાવીને કહ્યું : ‘ મને મારી ભૂલ સમજાઇ છે. તને નહિ બોલાવ્યાનો મને પસ્તાવો છે. એ ઘડામાં હાર મૂક્યો છે તે તને ભેટ આપું છું. તું એ હાર લઇ આવ, હું તને પહેરાવું.’ રાણી ગઇ ઘડો ઉઘાડયો અને ગુલાબના ફૂલની મહેંક ફેલાઇ ગઇ. રાણીએ ઘડામાં હાથ નાખી ગુલાબ લેતાં જ મોટો હાર જણાયો. તે લઇ પતિ પાસે ગઇ. આ જોઇ રાજા ભારે આશ્ચર્યમાં પડી ગયો. તેનું મોં પડી ગયું. તે જોઇ રાણીએ કહ્યું : “આનંદના પ્રસંગે તમે ઉદાસ કેમ છો? ’ રાજાને જણાયું કે દેવી જેવી સ્ત્રીને મેં દુભવી છે. એ રડી પડયો. ઊઠીને પત્નીને પગે પડયો. અને કહ્યું કેઃ ‘દેવી મને ક્ષમા કર’ આને તમે ગપ્પાં ન માનશો. શ્રદ્ધાનું મહાન બળ આ કરાવે છે. શ્રદ્ધા અંદરથી જાગે છે જૂઠી જુબાની અપાવીને વકીલ ગુનેગારને છોડાવી શકે છે અને નાણા કમાઇ શકે છે. ડૉકટર પાણીનાં ઇંજેક્શનો દરદીને આપી નાણાં પેદા કરી શકે, પણ તેઓ શ્રદ્ધા ઉત્પન્ન ન કરી શકે. શ્રદ્ધા અંદરથી જાગે છે એ પ્રભુ પ્રત્યે પ્રેમ ઉત્પન્ન કરે છે. પ્રેમ બજારની કોઇ દુકાનમાંથી નથી મળતો. જો ક્યાંક મળતો હોય તો ચેતજો. એ પ્રેમ નહિ. પણ બીજું કાંઇક હરશે. શ્રદ્ધામાંથી પ્રગટેલ પ્રેમ આસક્તિ કાઢે છે શ્રદ્ધામાંથી પ્રગટેલો પ્રેમ પ્રભુ પ્રત્યે થાય તો અન્ય તમામમાંથી આસક્તિ છૂટી જાય છે. કોઇ વિદ્વાને કહ્યું છે કે જ્ઞાનથી આસક્તિ છૂટે છે. પણ એમ કરવામાં થોડીક આસક્તિ અંદર રહી જાય છે, જે પાછળથી વધી જાય છે. પરંતુ જો પ્રેમ પ્રગટે તો આસક્તિ સમૂળગી જાય છે. પ્રેમ આપો આપ થાય છે પ્રેમ બીજા પ્રત્યે થાય ત્યારે તેમાં ભેદ હોય છે. પણ જો બંને વચ્ચે પ્રેમ હોય તો અંતરનો, સંજોગોનો ભેદ મટી જાય છે. બન્ને વચ્ચે જો પ્રેમ હોય અને બંને પાત્ર એક બીજાથી હજારો માઇલ દૂર હોય તો પણ એમને એક બીજાનું ધ્યાન લાગતાં વાર નથી લાગતી. પ્રેમ થઇ જાય છે, કરવો પડતો નથી. ચક્રવાકને Page #67 -------------------------------------------------------------------------- ________________ (૬૪) ભાગવતનો સંદેશ ચકવાડી માટે, મોરને માટે, સારસને સારસી માટે પ્રેમ કરવાનું કોઇએ કહ્યું નથી. યોગ ક્ષેમં વહામ્યહમ્ - જ્યારે પ્રભુ પ્રત્યે પ્રેમ થાય, પછી તેનું ધ્યાન થાય ત્યારે વિક્ષેપ થયા વિના પ્રભુ ચિંતન થાય છે. જો આવી અવસ્થા પ્રાપ્ત થાય તો જીવનનિર્વાહની ચિંતા કરશો નહિ. કારણ કે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે યોગ ક્ષેમ વાચન તારા યોગ ક્ષેમની જવાબદારી મારી છે. ચિંતન અને ચિંતા બંને જુદા છે. રુચિમાંથી પ્રેમ પ્રગટે છે, પ્રેમમાંથી ધ્યાન પ્રગટે છે અને ધ્યાનમાં જ મિલન થાય છે. એ જાણતી ગોપી કહે છે: “જળ જમનામાં પાણી રે જાતાં શિર પર મટકી ધરી, અંતરમાંથી નહિ રે વિસારું હરિ.” સતત ચિંતનથી પરમાનંદમાં ડૂબાય ભક્ત ભગવાનને કહે છે : હે પ્રિયતમ! હું મારું કોઈ પણ કામ કરતાં ખાતાં, પીતાં, હરતાં-ફરતાં પણ તને નથી ભૂલવાનો. આ નિરંતર ચિંતન ધ્યાનમાંથી આવે છે. પ્રેમીએ પ્રેમિકાને કે પ્રેમિકાએ પ્રેમીને યાદ કરવા નથી પડતા, કેમ કે એ ભૂલાતાં જ નથી. નિરંતર ચિંતનથી આત્મા પરમાત્મામાં, પરમ આનંદમાં ડૂબી જાય છે. એક વખત આવા આનંદમાં નિમગ્ન થનારને ક્યારે ય દુઃખ નહિ જણાય. આનંદ હોય ત્યાં દુઃખની ગેર હાજરી આપો આપ થઇ જાય. ત્યાં સુખ પણ ન હોય. સુખ એ લાગણી છે. ક્ષણિક ઉત્તેજના છે. પણ આનંદ તો ચૈતન્યનો મૂળ સ્વભાવ છે, સ્થિર છે. ભાગવતનો સંદેશ પુણ્ય માનવદેહ આપે છે. પણ તેની સાથે અજ્ઞાન તો હોય છે તે અધોગમન કરાવે છે. અજ્ઞાન જ્ઞાન વડે જાય. જ્ઞાન સપુરુષ દ્વારા જ મળે. સપુરુષ ભક્તિથી મળે. માટે સૌ પ્રથમ ભક્તિથી પુરુષ પાસે જઈ અજ્ઞાનને કાઢો. અજ્ઞાન એટલે સ્વરૂપનું ભાન ન હોય તે અને શાન એટલે સ્વરૂપનું ભાન હોય તે અવસ્થા. અજ્ઞાન દૂર કરવું અને જ્ઞાન પ્રાપ્ત કરવું એ ભાગવતનો મૂળ સંદેશ છે. અજ્ઞાન ભોગ પાસે લઈ જાય, પરમાત્મવિમુખ કરે. માટે અજ્ઞાન વધે તેવું વ્યર્થ ચિંતન ન કરો. જ્ઞાન વધે તેવું પરમાત્મ ચિંતન સતત કરો. Page #68 -------------------------------------------------------------------------- ________________ (૧૪) બ્રહ્મ પામવા વિકારો છોડો માત્ર વાંચન-શ્રવણથી નિર્ણય નથી થઈ શકતો તત્ત્વજ્ઞાનના અનેક શાસ્ત્રો છે. વિવિધ રીતે તેમાં લખેલું છે. તેના અર્થ પણ અનેક નીકળે છે. બધું સાંભળો, વાંચો તો ચોક્કસ નિર્ણય-એક નિર્ણય ઉપરના અવાય. પરિણામે જે કરવા જેવું છે તેન થાય. વેદો, પુરાણો, આગમો, ત્રિપિટકો બધા જ જુદી જુદી વાતો કરે છે. તેને વાંચનારા, શ્રવણ કરનારામાંથી જેઓ વાંચન-શ્રવણમાં જ રહ્યા તેઓ નિર્ણય ન કરી શક્યા. પ્રશ્ન અહીં આપણને એ થાય કે જેને આત્મ તત્ત્વને જાણવું છે તે શું કરે? સપુરુષ શિષ્યને ઘડે છે જો કુશળ શિલ્પકારની પાસે ટાંકણું, હથોડી અને પથ્થર આવી જાય તો સુંદર શિલ્પનું, નયન મનોહર પ્રતિમાનું નિર્માણ થઇ જાય છે. તેમ ઋષિ પાસે ગયેલો શિષ્ય ઘડાય છે. પંડિત પાસે શબ્દો છે, પાંડિત્ય છે તે શિષ્યને એ જ આપે છે. શબ્દનું મંથન કરીને, તેનું સત્ત્વ કાઢીને પીવાનું અને પછી પાવાનું કામતો અનુભવી વિરલા સંત-મુનિ-ઋષિ-પુરુષ જ કરી શકે છે. આ સત્ત્વ અગમ્ય અને અગોચર છે, તેથી શબ્દની, મનની પેલી પાર જવાથી જ આ કાર્ય થઈ શકે છે. બ્રહ્મ પુરુષ દ્વારા જ મળે ખરેખર તો પરમાત્માને જાણવા માટે જ શાસ્ત્રો અનુભવીના શબ્દો ઉપરથી રચાયાં છે. શબ્દો માત્ર સંકેત આપે છે. તેથી વધુ તાકાત તેનામાં નથી. જેમકે શિષ્ય પૂછે છે: ‘ગુરુદેવ, આ બ્રહ્મ છે?” અનુભવી ગુરુ કહે છેઃ નેતિઆ નહિ.”- બ્રહ્મ આ નથી. બ્રહ્મ તો ઇન્દ્રિય, મન, પ્રાણ અને શરીરથી પર છે. એ નિરાકાર છે એટલે અન્નમય, વિજ્ઞાન મય, પ્રાણમય કોષ એ પણ બ્રહ્મ નથી. માટે વૃત્તિ, વિચાર અને વિકલ્પ બ્રહ્મને જાણી શકે નહિ. એ તો બ્રહ્મ અને તમારા વચ્ચે એક ધૂંધળાશ ઊભી કરે છે. જેમ ધૂળના ગોટા ઊડતા હોય ત્યારે Page #69 -------------------------------------------------------------------------- ________________ (૬૬) ભાગવતનો સંદેશ ત્યાં જે વસ્તુ વ્યક્તિ હોય તે સ્પષ્ટ દેખાતાં નથી, તેમ જ વિકલ્પના ગોટાની આરપાર બ્રહ્મ નથી દેખાતો. બ્રહ્મ તો અનુભવી સત્પુરુષની આજ્ઞાનુસાર સાધના કરવાથી મળે છે, તેનો અનુભવ થાય છે. સત્પુરુષ પાસે ત્યારે જ જવાય છે જ્યારે સંસાર બ્રહ્મ કરતાં ફીકો લાગે બ્રહ્મ પ્રાપ્ત કરવાની ઝંખના-તાલાવેલી-જાગે. મુમુક્ષુના વિચારો મોક્ષને પામવાની, બ્રહ્મને પ્રાપ્ત કરવાની તાલાવેલી જાગે છે તેને મુમુક્ષુ કહેવાય છે. એમને સંસાર અકારો લાગે છે. સુરદાસજી કહે છે : ‘અબ મૈં નાચ્યો બહુત ગોપાલ-લાખ ચોરાસી પહેર્યા ચોલના’ સંસારમાં ૮૪ લાખ પાત્રો ભજવ્યાં. હવે નવો વેશ નથી ભજવવો. બ્રહ્મને પામી જન્મ ટળે તેવી સ્થિતિ પામવી છે. મુમુક્ષુના મનમાં આવા વિચારો સતત આવે છે. મુમુક્ષુ જ બ્રહ્મને પામી શકે પરમાત્મ કૃપા બધે જ સરખી વરસે છે. અનુભવી– જ્ઞાની સંત બધા જ શિષ્યોને એક સરખું જ કહે છે. પણ જે મુમુક્ષુ શિષ્ય છે, જેને બ્રહ્મને પામવાની ઝંખના છે એ જ સદ્ગુરુના શબ્દો ઝીલી, સાધનામાં ઊતરી બ્રહ્મને પ્રાપ્ત કરે છે. જેમ ઓવર-હેડ ટાંકીમાંથી નળ તો બધે જ આપ્યા હોય પણ પાણી મેળવવું છે તેણે નળ ખોલવો પડે, ઊંધી ડોલને સીધી કરીને નળ નીચે મૂકવી પડે, વળી ડોલ કાણી હોય તો રીપેર કરાવવી પડે, આમ કરાય તો જ પાણી મળે છે. મુમુક્ષુ જ્ઞાન પ્રાપ્તિ માટે આવું મથે છે. મુમુક્ષુ સાર પામી સાધના કરે ‘જેમ ભમરો ફૂલમાંથી રસ કાઢી મધ બનાવે છે, જેમ ગાય ઘાસ ખાઇ દૂધ આપે છે, જેમ અનેક ફૂલોમાંથી અર્ક કાઢી તેમાંથી અત્તર બનાવાય છે, તેમ મુમુક્ષુ પણ જ્ઞાની ત પાસે જઇ અર્ક રૂપ સાધનાના શબ્દો સાંભળી એ પ્રમાણે સાધના કરી બ્રહ્મને પામે છે. અનેક થાઓમાંથી માત્ર સાર રૂપ, પરમ ક્લ્યાણકારી હોય એટલું જ હે મૈત્રેયી! અમને આપો.’ આમ વિદુરજીએ જ્ઞાની મૈત્રેયીને કહ્યું. મૈત્રેયીજીનાં વચનો મૈત્રેયીજી એ કહ્યું : ‘હે વિદુરજી, તમે અમને અત્યંત પ્રિય છો. કારણ Page #70 -------------------------------------------------------------------------- ________________ ભાગવતનો સંદેશ (૬૦) તમે તમારા નયનોથી પરમાત્મા શ્રીકૃષ્ણને નીરખ્યા છે. તેમની સેવા તમારા શરીરથી કરી છે. શ્રીકૃષ્ણ જ્યારે નિજ ધામમાં પધાર્યા તે પહેલાં મને એમણે કહેલું કે થોડીવાત તમે સાંભળો અને તે વિદુરજીને કહેજો. એ વાત મારા અંતરમાં મેં છૂપાવીને આજ સુધી રાખી છે, તે હવે તમને કહું છું તે કૃપા કરીને સાંભળો; • ‘તમારી બુદ્ધિ, મન, પ્રાણ, હૃદય, શરીરથી પરમાત્માને પામવાનો પુરુષાર્થ કરો. તમારી તમામ અસ્મિતાને આ કામમાં જોડો. સંગ-આસક્તિથી તમે વિરામ પામો. વ્યક્તિ, વસ્તુ, સંયોગ પ્રત્યેની આસક્તિ છોડવાની છે. પાંચ ઇન્દ્રિયોના વિષયો- પ્રપંચ છોડો. જેમ કાચબો પોતાનાં અંગો સંકોચી લે છે, તે રીતે વિષયોમાંથી મનને ખેંચી લો. મોહ છોડો. સર્પના ડંશ કરતાં પણ મોહ ખરાબ છે. તમારી વૃત્તિ પદાર્થ, વ્યક્તિ, સંયોગ તરફ જાય છે તેને ત્યાંથી વાળીને તમારા આત્મા-પરમાત્મા તરફ વાળો, ત્યાં તમારા મૂળ સ્વરૂપને જોઈ તેમાં વિરામ પામો.” આ સાંભળીને વિદુરજી નાચી ઉઠ્યા. જન્મટાળવા દોષ છોડો જ્ઞાનીઓ-આત્માનુભવી સંતો-જે અગાઉ થઈ ગયા, જે આજે છે અને ભવિષ્યમાં થશે તે તમામે આ જ વાત કરી છે, કરે છે અને કરવાના છે. માણસ માત્ર આજ કરવાનું છે. અને ભવબંધનમાંથી છૂટવાનું છે. પદાર્થો નાશ પામીને જશે, વ્યક્તિ આયુષ્ય પૂરું થયેથી જશે, સંયોગો બદલાતા રહેશે, એ એમના પક્ષે બનશે પણ સાધકે આ તમામ પોતાના પક્ષે સમજપૂર્વક, પરમાત્મા પ્રાપ્તિ અર્થે, જન્મ ટાળવા માટે છોડવાના છે. અનંત જન્મોમાં અનેક કોઠારો ભરાય એટલું માણસે છોડ્યું છે અને આ નવા ભવમાં એ આવ્યો છે. આ ભવમાં પણ તે છોડીને ભવ ભ્રમણ દૂર કરવાનું છે. . Page #71 -------------------------------------------------------------------------- ________________ (૧૫) કપિલ મુનિનું પ્રાગટ્ય આત્માનો સ્વભાવ છે જ્ઞાન દર્શન એટલે જોવું. જ્ઞાનીને જેટલા જ્ઞાનનો ઉઘાડ (અનુભવ) થાય તેટલું જોયું કહેવાય છે. એ ઉઘાડ થયેલું જ્ઞાન એમણે જગતને કહ્યું. કોઇ પણ જ્ઞાની પુરુષ પૂરું કહી શક્યા નથી. મોટાભાગના જ્ઞાની પુરુષોએ જાણ્યું તેથી થોડું જ કહ્યું. જેમ ખટાશ લીંબુનો, ઉષ્ણતા અગ્નિનો, શીતળતા પાણીનો અને ગળપણ શેરડીનો સ્વભાવ છે. તેમ જ્ઞાન આત્માનો સ્વભાવ છે. ગોળને ગળ્યો કરવા અન્ય પદાર્થનાખવો પડે. એ જ રીતે આત્માનો સ્વભાવ જ્ઞાન છે તેને બહારથી લાવવો ન પડે. એનો ઉધાડ થવો જોઇએ. એ થવાથી જ્ઞાન અંદરથી જ પ્રગટ છે. આત્માના સ્વભાવરૂપ છે ચેતન્ય. સત્, ચિત્ અને આનંદ એ ત્રણે આત્મામાં છે. સત્ એટલે જે ત્રણે કાળ છે તે, ચિત્ એટલે જ્ઞાન અને આનંદ એટલે જે કશી પણ અપેક્ષા વિના, સાધન કે સંયોગ વિના પ્રગટતી ઊંડી અને કાયમ રહેતી પ્રસન્નતા છે. મૂળ વાત આવી હોવા છતાં, માણસ જડ પદાર્થો અને વ્યક્તિઓ પાસે આનંદ મેળવવા જાય છે. એ સગવડ અને અનુકૂળતા જરૂર આપે પણ આનંદ આપી શક્તાં નથી. જ્ઞાનનું જેટલું દર્શન થાય છે એટલો તેનો ઉઘાડ થાય છે. ચાર્વાક નાસ્તિક દર્શન છે જૈન, બૌદ્ધ, નૈયાયિક, વૈશેષિક, સાંખ્ય, વેદાંત, ચાર્વાક એ વિવિધ દર્શનો છે. ચાર્વાક દર્શન ભોગવાદી છે. તેની વાણી લોકોને ગમે તેવી છે તેથી ચાકના કોઈ પ્રચારક નથી છતાં પ્રસાર ઘણો છે. ચાર્વાક કહે છે કે : “અરે માનવો! માત્મા, પરલોક, સ્વર્ગ, નર્ક કે મોક્ષ છે જ નહિ. એ જોઈને કોણ, તમને કહેવા પાછું આવ્યું? અરે ભમી ભૂસ્યદેહસ્ય પુનરાગમન કતઃ ભસ્મી ભૂત થયેલું શરીર તેને થયેલા અનુભવો કહેવા પાછું કેવી રીતે આવી શકે? માટે તમે ખાવ, પીઓ, ભોગ ભોગવો અને મજા કરો. ‘ત્રણ કૃત્વા ધૃતં પિબેત’= દેવું કરીને પણ ઘી પીઓ. તમારા હાથમાં કામ, ભોગો અને પદાર્થો આવ્યા છે - -- - Page #72 -------------------------------------------------------------------------- ________________ ભાગવતતો સંદેશ (૬૯) એ કાલે રહેશે કે નહિ તેની શંકા છે. વળી પરલોકની કોઇને પણ ખબર નથી માટે આવી માથાકૂટ મૂકીને ભોગ ભોગવો.’’ કાર્લ માર્કસે કહ્યુંઃ ‘ધર્મ ઝેર છે. કપિલજીએ સાંખ્યદર્શનની રચના કરી છે સાંખ્ય દર્શનના રચયિતા કપિલ મુનિ છે. સાંખ્ય એટલે સંખ્યા. પ્રકૃતિનાં ચોવીસ તત્ત્વો અને એક પુરુષ (આત્મા) મળી ૨૫ ( પચીસ) તત્ત્વોથી જગત ચાલી રહ્યું છે. ભાગવત મહાસાગર છે, તેને સમજવા માટે ઘણા ઊંડાણમાં ડૂબકી મારવી પડશે. કપિલજીએ ભાગવત કથા સૌ પ્રથમ તેમના માતાજી દેવહુતિને કહી. પ્રકૃતિ અને પુરુષ જુદાં છે તે કહ્યું. પ્રકૃતિ તરફ જતા ચિત્તને પુરુષ (આત્મા) તરફ વાળવાની વાત પણ કરી. માતા દેવહુતિએ કહ્યું : ‘આ વાત મને બરાબર સમજાતી નથી.’ તે સાંભળી મુનિકપિલજીએ ભાગવતમાંના ભક્તિયોગની વાત કરી. શુકદેવજી મહારાજ સમાધિમાં ઘણું રહેતા હતા. એમણે સમાધિ ભાષામાં ભાગવત્ કથા કહી છે. મોહનો અંશ હોય ત્યાં સુધી જન્મ ચાલુ રહે છે કર્દમ ઋષિ કપિલમુનિના પિતા હતા. એમણે ઘોર તપ વર્ષો સુધી કર્યું. આવું તપ થયા પછી મોક્ષ મળવો જોઇએ, જન્મ મરણમાંથી મુક્તિ મળવી જોઇએ, રાગ-દ્વેષ વિગેરે તમામ વિકારો જવા જોઇએ પરંતુ થોડોક મોહનો વિકાર અંદર વળગી રહ્યો હતો. તેમાંથી એક ઇચ્છા બહાર આવી છે. જો વૃક્ષ જમીનમાંથી કાપતાં થોડું પણ તેનું મૂળ રહી ગયું હોય તો તેમાંથી નવું વૃક્ષ પ્રગટ થાય છે. ખીલ થયો હોય તેને કાઢી નાખો છતાં અંદર બીયું (દાણો) રહી ગયો હોય તો ખીલ વકરીને મોટું ગૂમડું થાય છે. એજ રીતે અંદરથી મોહ સમૂળગો ગયો ન હોય, અંશ પણ તેનો રહ્યો હોય તો જીવન ફેર આવે છે. જન્મ – મરણનું ચક્કર ચાલુ જ રહે છે. કર્દમ ઋષિએ ગૃહસ્થાશ્રમનો સ્વાદ એક વખત લીધો છે હવે, સંતતિનો મોહ એમને થયો છે. તપ કરવાં છતાં આસક્તિ થાય તો નર્ક મળે કર્દમ ઋષિના તપના કારણે પરમાત્માનું સાકાર સ્વરૂપ પ્રગટ થયું. ઋષિએ Page #73 -------------------------------------------------------------------------- ________________ (૭૦) ભાગવતનો સંદેશ પ્રણામ કર્યા અને કહ્યું : હે પ્રભુ, આપના ચરણ સમસ્ત મનોરથોને પૂર્ણ કરનારા છે. મારું હૃદય કામ-વાસનાથી યુક્ત છે, તે પણ આટલું બધું તપ ક્ય છતાં, હું મારી પ્રકૃતિને જાણું છું, મારી ઇચ્છા કોઇ કન્યા સાથે લગ્ન કરવાની છે. મોહના કારણે આવી વિષયાસક્ત અવસ્થા તેમની છે તો હે પ્રભુ મારું મૃત્યુ થાય તે પહેલાં મારી આ વાસના પૂરી થાય અને મને બ્રહ્મનાં દર્શન થાય.” ભગવાને કહ્યું: “સ્વયંભૂ મનુ પોતાની પુત્રીદેવહુતિને લઈ તમારી પાસે આવવા નીકળ્યા છે. તમને એ તેમની પુત્રી પરણાવશે.’ કહેવત છે. તપેશ્વરી સો રાજેશ્વરી અને રાજેશ્વરી સો નરકેશ્વરી બને છે. તપ કરીને પુણ્યથી વૈભવ મેળવો ત્યાં સુધી બરાબર, પણ જો તેમાં આસક્તિ જન્મતો નરકેશ્વરી બનાય છે. માતા-પિતાના ઉદ્ધારક કપિલમુનિ બેત્રણ દિવસ પછી મનુ મહારાજા પુત્રી દેવહુતિને લઈને આવ્યા. એમણે કર્દમ ઋષિ પાસે કોઈ પણ શરત વિના વિનંતી કરી કે : “આ મારી કન્યા દેવહુતિને લગ્ન કરીને તમે તેને સ્વીકારો. અહીં કર્યતંત્રની ખૂબી જુઓ કઈમ ઋષિ બિંદુ સરોવરના કિનારે (સિદ્ધપુરમાં) છે મનુ અને દેવહુતિ ત્યાંથી હજારો માઇલ દૂર હોવા છતાં ભેગાં થયાં. પ્રબળ ઝંખનાએ કર્દમ ઋષિને તપ કરાવ્યું અને દેવહુતિને પામ્યા. તેમના દ્વારા તેઓ કપિલમુનિને પ્રાપ્ત કરી શક્યા. જે તેમના ઉદ્ધારક બન્યા. સંસારમાં અટવાશો નહિ ભક્તિવાન કર્દમજીએ અને શીલવાન દેવહુતિએ પોતાનો ગૃહસ્થાશ્રમ બહુ જ ઉચ્ચ રીતે, ધર્મ સિદ્ધાંત પ્રમાણે ભોગવ્યો. પુત્ર કપિલજીને પ્રાપ્ત કરીને તેમના મનમાં એવો ઉચ્ચ ભાવ જમ્યો કે: ‘હવે માયામાં, ઇચ્છામાં, મોહમાં, ભોગમાં અટવાવું નથી.” સંયમથી જીવન જીવતા, પુત્ર કપિલ યોગ્ય ઉમરનો થતાં, એ જ્ઞાની જીવ પિતા-માતાની મનસ્થિતિ પારખી ગયો અને કહ્યું: ‘તમારું દેવું મારા ઉપર છે. તમે મારી ચિંતા છોડી દઢ મન કરીને વનમાં જાવ. સંન્યાસ સ્વીકારીને ત્યાં આત્મ કલ્યાણની સાધના કરો. હવે તમે સંસારમાં અટવાશો નહિ.” આવો પુત્ર પામી કઈમજીએ ધન્યતા અનુભવી. Page #74 -------------------------------------------------------------------------- ________________ ભાગવતનો સંદેશ કપિલજીનું પિતાને વચન કર્દમજી સંન્યાસ પત્ની અને રાજપાટ, વૈભવ તથા ધન છોડી વનમાં ચાલી નીકળ્યા. ત્યારે કપિલજીએ કહ્યું હતું કે : “ વનમાં તપ કરીને તમારું શરીર તો છોડી શકશો પણ ફરી જન્મ જ ન લેવો હોય તો તમારી અંદરના કારણ શરીર અને લિંગ શરીરથી પણ તમે મુક્તિ પામો. આત્માના કલ્યાણ માટે અત્યંત પુરુષાર્થ કરી, જ્ઞાનાગ્નિ ઉત્પન્ન કરી, તેનાથી તમારા તમામ કર્મો બળી જાય તેવી શ્રદ્ધા હું વ્યક્ત કરું છું. મારી માતાની તમે ચિંતા કરશો નહિ. સધળા કર્મોથી મુક્તિ અપાવનાર આત્મજ્ઞાન હું તેમને આપીશ. જેથી તેઓ સંસારને પાર કરશે જ. સંસાર અસર છે એમ બૂમો પાડીને બોલવાથી જીવનમાં પરિવર્તન આવતું નથી.' પણ પદાર્થ, વ્યક્તિને સંયોગ યથાર્થ સમજાયા તે પછી અભિગમ બદલાય છે, એ વૈરાગ્ય છે. માટે એને યથાર્થ સમજવાની તૈયારી બુદ્ધિ કરે. બુધ્ધિ સાથે જે તાદાત્મ છે તેને મિથ્યાત્વ કહેવાય છે. એ તાદાત્મ તોડવાનું કામ પ્રજ્ઞા કરે છે. પ્રજ્ઞાના બળથી તાદાત્મ તૂટવાથી પ્રક્રિયા પૂરી થયા પછી, એટલે કે ભેદ વિજ્ઞાન થવા છતાં પણ કામ પૂરું થતું નથી. સ્વાનુભૂતિ કરવા ધ્યાન કરવું પડે. જ્ઞાન બુદ્ધિની ધારા બદલાવે. અને ધ્યાન સ્વાનુભવ કરાવે. સ્વાનુભવની પ્રક્રિયામાં જ્ઞાન વિના જવાથી અનુભવ ખોટો થાય છે. જે બુદ્ધિ હશે પણ અભ્યાસ નહિ હોય, સ્વાનુભવ નહિ હોય તો શુષ્કતા આવશે. બુદ્ધિનું પરિપક્તવ સ્વરૂપ પ્રજ્ઞા છે. ધ્યાનનું પરિપક્વ સ્વરૂપ સ્વાનુભવ છે. પ્રજ્ઞા અને સ્વાનુભવનો સરવાળો છે સાક્ષાત્કાર, એનું નામ કલ્યાણ, શિવ, મોક્ષ. એવો જ્ઞાની દેહમાં હોય કે ન હોય તે મહત્વનું નથી. જ્ઞાની પુરુષોમાં દેહ છૂટી જાય એવો વિકલ્પ પણ હોતો નથી, તેઓ દેહમાં છે છતાં મુકત છે. મુનિ શ્રી ભાનવિજયજી Page #75 -------------------------------------------------------------------------- ________________ (૧૬) દેવહુતિની જિજ્ઞાસા આત્મજ્ઞાનને પાત્ર દેવહુતિ” જેમણે ધોર તપસ્યા કરી છે તેવા કર્દમજીનાં પત્ની છે દેવહુતિ. તેમનામાં તત્ત્વને જાણવાની અદ્ભુત તાલાવેલી પ્રગટી છે અને લેશમાત્ર પણ અહમ્ તેમનામાં રહ્યો નથી. તેથી જ સામે ગુરુસ્થાને તેમનો પુત્ર હોવા છતાં તેમના મનમાં કોઈ વિકલ્પ ઊઠતો નથી. શિષ્યમાં મત-મતાંતર, માન્યતા, ખ્યાલો, શ્રવણ કરેલાનો સંગ્રહ પડેલો હોય, ત્યાં સુધી તેનો અહંકાર તેને જ્ઞાન પ્રાપ્તિ કરવામાં અવરોધ કરે છે. અહંકાર ગુરુ-શિષ્ય વચ્ચે તાલમેલ (ટ્યુનીંગ) થવા દેતો નથી. અહીં માતા દેવહુતિમાં સહેજે પણ અહંકાર રહ્યો નથી. એમણે જ્ઞાની પુત્ર આગળ પોતાની જાત જેવી છે તેવી ખુલ્લી કરી દીધી છે. એ અત્યાર સુધી ભલે આત્મજ્ઞાન પામ્યાં ન હતા. પણ સંતકર્દમ ઋષિ (તેમના પતિ) પાસે તેઓ રહ્યાં હતાં તેથી જ્ઞાન પ્રાપ્તિ માટેની અગાઉની ભૂમિકા પસાર કરી ગયા હતાં. સદ્ગુરુ પાસે આત્મનિવેદન કરો - “હે પ્રભુ, મારાથી મન, વચન અને શરીરથી પાપો-થયાં હોય તેમાંથી હું પાછો ફરું છું અને સદ્ગુરુ પાસે એ તમામનું આત્મનિવેદન કરું છું.'' પ્રતિક્રમણ કરતાં પહેલાં જૈન પરંપરામાં શ્રાવક ઉપર પ્રમાણે બોલે છે, પછી તેને અનુસરે છે અને શુદ્ધ થાય છે. ને તે જ્ઞાન પામે છે. શિષ્ય-સાધકને જેવું બોલતાં આવડે તેવી ભાષામાં સદ્ગુરુ પાસે આત્મનિવેદન કરે તો સાધનામાં પ્રગતિ સાધી શકે. પછી સદ્ગુરુ પણ શિષ્યની વર્તમાન અવસ્થા જાણીને તેના માટે જે ઉપયોગી હોય તે જ કહે છે. પરિણામે શિષ્યને માટે ગુરુવચન હિતકર્તા બને છે. કપિલજીએ માતાની અવસ્થા જાણી તેમને યોગ્ય બોધ આપ્યો હતો. Page #76 -------------------------------------------------------------------------- ________________ ભાગવતનો સદેશ. (63) દેવહુતુિં આત્મનિવેદન માદેવહુતિનું કલ્યાણ કરવાની કપિલજીનીવૃત્તિ હતી. એક દિવસ તત્ત્વને પ્રગટપણે જોનારા ભગવાન કપિલ પોતાના આસન ઉપર બેઠા હતા ત્યારે એમણે માને પોતાની પાસે બોલાવ્યાં. પુત્ર ભગવાન હોય કે રાષ્ટ્રપતિ, મા માટે તો એ દીકરો છે અને દીકરા માટે મા તે મા જ છે. આજે અહીં વાત્સલ્ય અને અધ્યાત્મટોચની કક્ષાએ ભેગાં થયાં છે. માદેવહુતિ જ્ઞાની પુત્રકપિલમુનિને કહે છે: ‘મને હવે મારી ઇંદ્રિયોની અતૃપ્તલાલસાથી કંટાળો આવે છે. ઇંદ્રિયોનો વિષયો સાથે સંબંધ થયા પછી તેનો પ્રત્યાઘાત મનમાં થતાં સંકલ્પ-વિકલ્પ પ્રગટે, તેને ભોગવવાની ઇચ્છા થાય, મેળવવાની ઇચ્છા થાય એવું સતત થયા જ કર્યું છે તેથી તે પુનરાવૃત્તિએ કંટાળો ઉત્પન્ન ર્યો છે. અધ્યાત્મ પ્રતિ જવાનો વળાંક છે “કંટાળો અર્જુનને વિષાદનો કંટાળો આવ્યો હતો. તેણે ભગવાન શ્રીકૃષ્ણ આગળ પ્રગટ કર્યો તેને પરિણામે જગતને ભગવદ્ગીતા મળી. આમ કંટાળાને અધ્યાત્મ તરફ વળવાનો ટર્નીંગ પોઈન્ટ સમજવો. માણસને જ્યારે કંટાળો આવે છે ત્યારે તે ડીપ્રેશનમાં ડૂબે છે. તેણે આ વાત સમજવા જેવી છે. અધ્યાત્મની અનુકૂળતા માતા દેવહુતિ કહે છે: “મારામાંથી લાલસા નથી ગઈ પણ હું કંટાળી ગઈ છું. વિષયોને પૂરા કરવામાં હું ઘનઘોર અંધારામાં ડૂબી ગઇ છું. અવિદ્યાના આ ખાડામાંથી મારે બહાર નીકળવું છે. હવે તમે મને તેમાંથી બહાર કાઢો. હે પુત્ર, મને એવા સંયોગો મળ્યા છે જે અનુકૂળ છે. આધ્યાત્મિક સાધના થઇ શકે તેવું શરીર મળ્યું છે, આવી સાધના થઇ શકે તેવું અનુકૂળસ્થળ બિંદુસરોવર (આજનું સિદ્ધપુર) મળ્યું છે. સાધનાને અનુકૂળ થાય તેવા પતિ મળ્યા છે. અને જેના વડે સાધના અને તેની સિદ્ધિ મળે તેવો જ્ઞાની પુત્ર મળ્યો છે. માટે મારે હવે અજ્ઞાનના અંધારા કાઢવા છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ (૦૪) ભાગવતકો સદેશ ગુરુકૃપાએ જ્ઞાન મળે સૂર્યનો ઉજાસ આવતાં. અંધકાર દૂર થાય તેમ હે પુત્ર! તમારી કૃપા થાય તો મારો અંધકાર જાય. વિષયોના કારણે આ શરીર તે જ હું એમ અનુભવી રહી છું. શરીરથી હું એક જુદું જ તત્ત્વ છું તે મને નથી પકડાયું. જેમ તલવાર મ્યાન, ફૂલ-સુગંધ જુદાં છે તેમ શરીર-આત્મા પણ જુદાં છે એ મેં જાણ્યું છે, પણ શરીર સાથે મારું તાદાભ્ય થયું છે તેથી શરીર એ જ હું એમ માનું છું. એ કારણે શરીરથી હું એટલેકે આત્મા જુદો છે તે અનુભવાયું નથી. દેહને વળગીને જે રહ્યાં છે તે મારાં છે તેવું મમત્વ મને બંધાયું છે. તેથી મને તેનો દુરાગ્રહ થયો છે. ઝાડ ગમે તેટલું મોટું, જૂનું હોય તો પણ કુહાડાથી એને કાપીને દૂર કરી શકાય છે, એમ તમારા જ્ઞાનના ધારદાર કુહાડાથી મારા અજ્ઞાનરૂપી અંધકારને છેદીને તમે દૂર કરી શકો છો. ચિત જડ ગ્રંથિ તમારા રચેલા “સખ્ય દર્શન’માં તમે કહ્યું છે કે પુરુષ (આત્મા) અને પ્રકૃતિ (દેહ) એ બન્ને જુદાં છે. જો તે જુદાં જ છે તો છૂટાં પડે જ ને. અંદરનો આત્મા અને શરીર એક જ છે એવી ભ્રમણા મને થઈ છે. તેથી હે પુત્ર! મારાથી ધર્મ-ધ્યાન થતાં નથી. આત્મા અને શરીર એક જ છે એવું માનનારી બુદ્ધિને હે કપિલજી! તમે ચિત-જડ-ગ્રંથિ કહો છો. આવું માનનારો માણસ મરવાની ક્ષણ સુધી પોતાનું વેર છોડી શક્તો નથી.’ ધરતી ઉપરનું આશ્ચર્ય ધર્મરાજને યક્ષે પૂછ્યું: ‘આ ધરતી ઉપરનું આશ્ચર્ય કર્યું? ધર્મરાજે કહ્યું ‘કાળ જીવોને સતત મારી રહ્યો છે તેવું જોવા છતાં હું નથી મરવાનો એવું માણસ માને છે એ મોટું આશ્ચર્ય છે.” હે જ્ઞાની પુત્રી શરીર-આત્મા બન્ને જુદાં છે તેવું જ્ઞાન શ્રવણ કરવાથી, વાંચન કે રટણ કરવાથી નથી થતું. પરંતુ હે કપિલ મુનિ!મને તમેકૃપા કરીને એ જ્ઞાન આપો.’ આમદેવહુતિએ પોતાનો શરણાગત ભાવ કપિલજી આગળ વ્યક્ત કર્યો. જ્ઞાની કપિલજી માની અવસ્થા જોઇ મનો Page #78 -------------------------------------------------------------------------- ________________ ભાગવતનો સંદેશ (૦૫) મન રાજી થયા. જેનામાં આત્મજ્ઞાન પામવાની રોમે રોમમાં ઇચ્છા પ્રગટી છે. તેવું પાત્ર મળે ત્યારે જ્ઞાની પુરુષ રાજી થાય છે. વળી આતો માતા છે. જગતમાં કપિલજીને એમણે જ પ્રગટ કર્યા છે તે ઉપકારને વાળવાનો અવસર કપિલજીને મળ્યો છે અધ્યાત્મ કપિલજી કહે છે: “અધ્યાત્મ મનુષ્યનું કલ્યાણ કરે છે. અધ્યાત્મ દ્વારા જ આત્માનો સ્વાનુભવ થાય છે. તે માટેની પ્રક્રિયાને અધ્યાત્મ કહેવાય છે. આત્મામાં રુચિ થવી, પછી તેનો અનુભવ કરવા ધ્યાનમાં જવું, તેમાં કરવું અને તેનો અનુભવ કરવો એ પ્રક્યિાને અધ્યાત્મ કહેવાય છે. સુખ-દુઃખમાંથી મુક્ત થવાનું આવા અધ્યાત્મ-યોગની સાધના કરવાથી આત્મા સુખ અને દુઃખમાંથી મુક્ત થાય છે. દુઃખમાંથી મુક્તિ મેળવવાની વાત બરાબર પણ સુખમાંથી ય મુક્ત જ થવાનું છે, કારણ કે સુખ અને દુઃખ બન્ને જોડિયા ભાઇઓ છે. એ સતત જોડાએલા જ રહે છે. તેને કોઇ છૂટા પાડી શકતું નથી. આને કંઠ કહેવાય છે. સાધના દ્વારા આ કંઠ દૂર કરવાથી મોક્ષ (મુક્તિ) રૂપી પરમાનંદ પ્રાપ્ત થાય છે. જ્ઞાન પીરસવાનો આનંદ હે મા આત્માને સુખ-દુઃખમાંથી મુક્ત કરવો પડશે અને ભાગવતને જીવનમાં જીવવું પડશે. હે માતાજી ! નારદ જેવા ઋષિઓને પણ સતત સાંભળવાની ઈચ્છા થઈ ત્યારે આ આધ્યાત્મિક વર્ણન મેં તેમને કહ્યું હતું. એ જ્ઞાનમેં આજે તમને પીરસ્યું છે. જેમ તમને ભૂખ્યામાણસને ભોજન પીરસવાનો આનંદ આવે છે તેમ હે મા ! મને પણ જેનામાં જિજ્ઞાસા જાગી ઊઠી છે તેમને જ્ઞાન પીરસવાનો આનંદ આવે છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ (૧૭) મન બંધન અને મોક્ષનું કારણ પરમાત્મશરણ મોક્ષનું કારણ કપિલજી માતા દેવહુતિને કહે છે: બંધન અને મોક્ષનું કારણ મન છે. ઇંદ્રિયોના વિષયોમાં આસક્ત થયેલ મન બંધન ઊભું કરે છે, જયારે ભગવદ્ પ્રત્યે પરમ અનુરાગ કરતું મન મોક્ષનું કારણ બને છે. આમ મન બે તરફ કામ કરે છે. શરીર અને ઇંદ્રિયો ઉપર મનની સત્તા ચાલે છે. મન ઉપર આત્માની સત્તા ચાલે છે અને આત્મા ઉપર પરમાત્માની સત્તા ચાલે છે. એ સર્વશ્રેષ્ઠ સત્તા છે. તેમનું શરણ લેવાથી નીચેની તમામ સત્તાઓ સાધન થઈ પડે છે. એ શરણ મોક્ષનું કારણ છે. મન ઈન્દ્રિયોનું સર્વોપરી છે માણસને નેગેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય અને શ્રવણેન્દ્રિય એમ પાંચ ઇન્દ્રિયો મળી છે. તેના પાંચ વિષયો રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શ્રવણ છે. કેટલાક માણસોને કાન નથી હોતા તો કેટલાકને જીભ નથી હોતી. આ ઇન્દ્રિયો સંપૂર્ણ કામ નથી કરતી. તેનામાં વિચાર, ભાવ, પૃથકકરણ કે નિર્ણય કરવાની ક્ષમતા નથી. તેથી આંખને રૂપનું ક્ષેત્ર મળ્યું, કાનને શ્રવણનું, જીભને રસનું-સ્વાદનું, નાકને ગંધનું, ચામડીને સ્પર્શનું કામ મળ્યું. એક ઇન્દ્રિય બીજી ઇન્દ્રિયને પોતાનું કામ સોંપી ન શકે કે બીજાનું કામ લઇ ન શકે. ઇન્દ્રિયને માત્ર નિજ વિષયનું જ ભાન હોય છે. પણ મન આ પાંચે ઇન્દ્રિયોનું સર્વોપરી છે, ચાલક છે. એને પાંચે ઇન્દ્રિયોનું ભાન છે. એ પાંચેનું સંકલનકાર છે. મન આંખથી જુવે છે, કાનથી સાંભળે છે,નાકથી સુંધે છે, ચામડીથી સ્પર્શ અનુભવે છે, જીભથી સ્વાદ લે છે. તેથી જ મીઠાઇ, ફરસાણ જોઇ મોંમાંથી લાળ ટપકે છે અને એ ખાવું કે ન ખાવું તે મન નક્કી કરે છે. મન અને ઈન્દ્રિયો વચ્ચે તાલમેલ હોવો જોઈએ ભૌતિક, વૈજ્ઞાનિક કે આધ્યાત્મિક વિકાસ મન દ્વારા જ થઇ શકે. ધર્મનો - - . ... - Page #80 -------------------------------------------------------------------------- ________________ ભાગવતતો સદેશ માર્મિક, આધ્યાત્મિક વિકાસ મનથી જ થઈ શકે. મન ન હોય તો આ ન થાય, ધ્યાન અને યોગ પણ ન થાય. મન આવું મહત્ત્વનું ઉપકરણ છે. વેદાન્ત કહે છે કે મન અંતઃકરણ છે એ અંદરનું છે. અને ઇન્દ્રિયો બહિષ્કરણ છે, એ બહારની છે. ઇન્દ્રિયો અને મન વચ્ચે તાલમેલ હોય તોજ કોઈ પણ કામ થઈ શકે છે. આત્મા અને દેહને જોડનાર બળ મન છે સાધના ઇન્દ્રિય પ્રધાન હોય કે શરીર પ્રધાન પણ જો તેને મનનો સહારો ન હોય તો સાધના થઇ શકતી નથી. પણ માત્ર મનની સત્તાથી કામ થતું હોય, જ એમાં આત્મા ભળતો ન હોય તો સાધના અજ્ઞાન દશામાં જ થાય છે. માણસે અનંત જન્મોમાં અનેક સાધનાઓ કરી છે, પરંતુ તેનું પરિણામ શૂન્યજ આવ્યું છે કારણકે મનની આત્મા ઉપર સત્તા થઈ ગઈ છે. આમ તો આત્મા અને દેહને જોડી આપનાર બળ મન છે. મન આત્માનીવાત દેહને અને દેહની વાત આત્માને કરે છે. જો મન અજ્ઞાન વશ થઈ આત્માને મીસ ગાઈડ-ખોટી દોરવણી-કરે તો મોટો ગોટાળો થઈ જાય. જેમકે સંસાર જ સુખનું મૂળ છે તેવું ઠસાવે તો સાધનાના કામમાં એ ન આવે. પણ મન સહકાર આપે તો આત્મિક સાધના થઈ શકે. ધ્યાનથી જ આત્માની સત્તા આવે જગતની તમામ પ્રકારની સાધનાઓ મનથી થાય છે. વિશ્વામિત્રે ૬૦ હજાર વર્ષ તપ ક્યું પણ મેનકા આવી પછી તપ નિષ્ફળ ગયું. જો તે વખતે મન જાગૃત હોત અને આત્માને સહકાર આપ્યો હોત તો એમ ન થાત. પહેલાં લોકો કાશીએ જઈ કરવત મુકાવી પ્રાણ ત્યાગ કરતા આમ કરવાથી મોક્ષ મળશે તેવી માન્યતા હતી. પણ એમ કરવાથી મોક્ષ નથી મળતો. નદીમાં સ્નાન કરવાથી પણ મોક્ષ નથી મળતો. એ રીતે મોક્ષ મળતો હોત તો માછલાં અને જળચર પ્રાણીઓ મોક્ષ પામ્યાં હોત. મન અને આત્માનો તાલમેલ મળે તો જ મોક્ષ મળે અને જન્મ-મરણ ટળે. આત્માની સત્તા આવે તો જ આ થાય. એ સ્થિતિ ધ્યાનથી જ મળી શકે છે. - - Page #81 -------------------------------------------------------------------------- ________________ - - (૭૮) ભાગવતતો સદેશ મનમાં વૃત્તિઓનું પૂર મોટું છે મનનો નિરોધ કરવાથી આત્મજ્ઞાન થાય છે. પણ મન પ્રમાદી હોવાથી ઝટ વશમાં આવતું નથી. મનમાં વારંવાર વૃત્તિ અને વાસના ઊડ્યા જ કરે છે તેથી અંદર પ્રત્યક્ષ આત્મા હોવા છતાં દેખાતો નથી, અનુભવતો નથી. નદીમાં પૂર આવે તો અનેક ગામોનો નાશ કરી નાખે છે, વૃક્ષોનું નિકંદન કરી નાખે છે. પણ નદીના પૂર કરતાં પણ મનની વૃત્તિઓનું પૂર મોટું છે. જેમ કે ક્રોધનું પૂર આવે તો બોલવાનું ભાન નથી રહેતું. કામનું પૂર આવે તો સારા નરસાનું ભાન નથી રહેતું. એવું જ અહંકાર, લોભ, કદાગ્રહનાવેગનું છે. આ પૂર-વેગને રોકવાનું કામ કેવળ ધ્યાન કરી શકે છે. મોક્ષ અને બંધનનું કારણ છે મન આમ મોક્ષ અને બંધનનું કારણ મન છે. વિષયોમાં આસક્તમનબંધનનું કારણ, પરમાત્મામાં અનુરક્ત મન મોક્ષનું કારણ. આત્માનો-બ્રહ્મનો સાક્ષાત્કાર કરવો છે પણ મન વિષયોમાં છે માટે પહેલાં મનને વિષયોની બહાર લાવવું પડે. જેટલા પ્રમાણમાં મન વિષયોની બહાર હોય તેટલા પ્રમાણમાં ધ્યાન, યોગ, મોક્ષ પ્રાપ્ત થાય. વિષયોથી મુક્ત નહિ થનાર મન બંધનનું કારણ કહે છે. ખૂબી એ છે કે મનને તેનું કારણ પૂછો તો એ કહેશે કે તમે મને જ્યાં મોકલો છો ત્યાં હું જાઉં છું. પ્રશ્ન એ છે કે કોણ તેને મોકલે છે? અને બંધન તોડી મોક્ષ પ્રાપ્ત કરવા શું કરવાનું? અનુરાગી તરે અને તારે રાગ એટલે આસક્તિ. વિષયો તરફ ખેંચાણ છે માટે તે મૂકી પરમાત્મા તરફ મનને વાળો, ભગવાનને પ્રેમ કરો એ અનુરાગ છે. એમ કરવાથી મન વિષયો તરફ જશે નહિ. અને મોક્ષ તરફ વળશે. જેમ રેલ્વેનો સાંધાવાળો એક હેન્ડલફેરવીને ટ્રેઇનને બીજા પાટા તરફ વાળે છે તેમ અજ્ઞાનના-વિષયોના પાટા ઉપરથી મનને જ્ઞાનના એટલે કે પરમાત્માના પાટા ઉપર ફેરવો. એ છે ભગવદ્ પ્રેમ. એ કરતાં જેને આવડે તે મોક્ષ મેળવે. તેતરે અનેતારે. આવો છે ‘અનુરાગ.' Page #82 -------------------------------------------------------------------------- ________________ (૧૮) સત્સંગ કરો અનુભવને વાણીમાં વર્ણવી શકાતો નથી કપિલજી અને માતા દેવહુતિના સંવાદમાં કપિલજી કહે છે કે ઃ “હું જે તમને કહું છું એ સાવ શુદ્ધ છે. એ શાસ્ત્રાધારથી નહિ પણ અનુભવ-ગમ્ય વાતો છે. જે ઇન્દ્રિયોના અનુભવ બહારની છે. તે અગમ અને અગોચર છે. મેં એ ત્રીજી આંખથી જોયું છે, અનુભવ્યું છે છતાં હું શબ્દોમાં પૂરે પૂરું કહી શકતો નથી. એ શબ્દની ન્યૂનતા છે છતાં એના સિવાય બીજો કોઇ શ્રેષ્ઠ રસ્તો નથી. બંધન આસક્તિનું છે ‘વિવેકી માણસો પદાર્થ કે વ્યક્તિને બંધન નથી માનતા. બંધન તો આસક્તિનું છે. એને દૂર કર્યા સિવાય વ્યક્તિ કે પદાર્થ છોડવા છતાં કશું મળરો નહિ.” માણસ જાણતો હોય છે કે સંસાર બંધનનું કારણ છે છતાં તે પરણીને નવો સંસાર ઊભો કરે છે. છોકરીને ખબર છે કે પરણીને સાસરે જ જવાનું છે છતાં એ સાસરે જતાં રડે છે. ત્યારે જમાઇ નથી રડતો. પણ સગાં કહે છે કે એ પછી રડશે. આમ બંધન અંદર છે તેથી જ બહાર બંધન ઊભું થાય છે. માણસ પહેલાં ધન ભેગું કરે છે પછી તેનું રક્ષણ કેવી રીતે કરવું તેની ચિંતા કરે છે. આવી માણસને ટેવ પડી છે, જેમ નાનકડા વાછરડાને ખીલે બંધાવું ગમતું નથી. ચાર-પાંચ માણસો મથીને તેને ખીલે બાંધે છે. પણ એ જ વાછરડો મોટો થાય, બળદ થાય ત્યારે ખીલે બંધાવાથી એવો ટેવાઇ જાય છે કે એની મેળે જ ખીલા આગળ આવી જાય છે. સંગ એટલે પરિચય કરવો વિવેકી માણસો કહે છે કે સંગ એટલે પરિચય કરવો, સાથે જીવવું. તેથી કોની સાથે જીવવું-બેસવું તે સૂક્ષ્મ વિચાર કરીને જ નક્કી કરવા જેવું છે. એક Page #83 -------------------------------------------------------------------------- ________________ (૮૦) ભાગવતતો સદેશ સંતે કહ્યું છે કે “કિંચિત્ સંગે રે બોધ બગડે ઘણો જીરે અજ્ઞાનીના સંગથી ઘણી ખોટી ટેવો ઘૂસી જાય છે. કુસંગ, સત્સંગ અને અસંગ એવીત્રણ અવસ્થાઓ છે. અસંગનો અનુભવ જે કરે છે તે પરમતત્ત્વનો અનુભવ કરી શકે છે. અસંગનો અનુભવ ન થાય ત્યાં સુધી સત્સંગ કરવો જરૂરી હે મા ! તમને તો મારા પિતા જે મહાન યોગી છે તેમનો સંગ થયો છે, કુસંગ નથી થયો, તમે સુગમતાથી અસંગમાં જઈ શકશો. મુમુક્ષુતા સંત શ્રવણ કરાવે પરમાત્માના ચરણમાં દઢ વિશ્વાસ ન જાગે ત્યાં સુધી મોહ જતો નથી. ભાગવતમાં ભગવાનના ગુણાનુવાદ છે, તેમની ભક્તિની વાતો છે અને તેનું શ્રવણ મહાપુરુષોના દ્વારા થાય છે. તેથી તેમાં આવતી હરિ કથા, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ જેવી તાત્ત્વિક વાતો માણસ ઉપર સુંદર અસર કરે છે. જ્યારે માણસમાં અંદરથી મુમુક્ષુતા જાગે છે ત્યારે આવું શ્રવણ કરવાની ઇચ્છા થાય છે. આસક્તિ બાંધી રાખે છે આસક્તિ એ ચિકાશ છે. આસક્તિ અને પદાર્થ જુદા હોવા છતાં સૂક્ષ્મ તાંતણો બંને વચ્ચે બંધાયેલો હોય છે. માણસ પોતાના ઘરને ચોવિસ કલાક પોતાની સાથે બાંધીને નથી ફરતો, છતાં મન ઘરમાં હોય છે. દીકરો ભલે ૨૦૦૦ માઇલ દૂર હોય પણ તેની સાથે સૂક્ષ્મતાંતણો બંધાયો છે. તેથી ઘર અને સંતાન તરફ લગાવ રહે છે અને માણસનું મન તેની તરફ ખેંચાય છે. સત્સંગ કરો અહીં પ્રશ્ન એ છે કે જ્યાં જાવ ત્યાં માણસ અને પદાર્થ તો હોવાના જ, તો આસક્તિ છોડવા શું કરવાનું? તમારે મુસાફરી બે-ચાર કલાકની કરવાની હોય તો પણ ત્યાં માણસો, ટ્રેન કે બસમાં સાથે હોય છે. સ્ટેશન આવે ત્યારે જ તે છૂટે છે. સંત, જ્ઞાની, મહંત, ચિંતક એવા પુરૂષોના સંગમાં રહો. એ સત્સંગ છે. જેમ કાંટો વાગ્યો હોય તેને બીજા કાંટાથી દૂર કરી શકાય છે તેમ સત્સંગથી કુસંગ નીકળશે. સત્સંગમાં સંતના આંદોલનો મદદ કરે છે. તેમના જીવનમાં વહેતી ધારા મદદ કરે છે. એથવાથી સંગટળશે. કુસંગથી ઉત્પન્ન થયેલ ઝેર ઓછું થશે અને જશે. - - - - - Page #84 -------------------------------------------------------------------------- ________________ ભાગવતતો સદેશ સત્સંગથી કુસંગ જશે સાપ અને નોળિયો દુશ્મન છે. એ બન્ને લડે છે. લડતાં લડતાં સાપ કરડે ત્યારે નોળિયો-નોળવેલ- સૂધે છે. પછી પાછો આવીને સાપ જોડે લડે છે અને જીત મેળવે છે. એજ રીતે તમે સત્સંગ રૂપી નોળવેલની મદદ લ્યો. કરશો તો સંગ રહેશે અને કુસંગ જશે. વળી એ સત્સંગ તમને અસંગમાં જવા મદદ કરશે. માટેજ્ઞાનીનું હસતું મોંજુઓ, તેમની મધુરવાણી સાંભળો, તેમના જીવનનું નિરીક્ષણ કરો. આમ કરશો તેમાં સંગ છોડવાની વાત નથી પણ સંગ બદલવાની વાત છે. સંત કલ્પવૃક્ષ જેવા છે સંતને તમારી સાથે કોઈ લેવાદેવા નથી. તેમનામાં સમાજનું ભલું થાય, પ્રાણી માત્રનું ભલું થાય તે સિવાયની કોઈ ઈચ્છા નથી. જેમ કલ્પવૃક્ષની નીચે બેસીને જે ઇચ્છો તે તમે માણી શકો છો અને એ મળે છે તેમ સંત પુરુષ કલ્પવૃક્ષ જેવા છે. એ તમને ભક્તિ આપશે, જ્ઞાન આવશે, મોક્ષ પામવા મદદ કરશે, પરમાત્માનો ભેટો કરાવશે-આવા સંપુરુષ પ્રત્યક્ષ અને જીવંત કલ્પવૃક્ષ છે. પરમાત્મા તરફની આસક્તિ કરો વળી આસક્તિ પણ કાઢવાની નથી પણ તેની દિશા બદલવાની છે. હે મા ! તમે ખૂબ આસક્તિ કરો. પણ એ પરમાત્મા તરફની હોવી જોઇએ. જેમ નારદજી ભગવાન પ્રત્યે ખૂબ આસક્ત છે. આસક્તિ એક ઝાટકે નથી તૂટતી માટે આ રસ્તો ઉત્તમ છે. પરમાત્મા તરફ રહેતી આસક્તિ પરાભક્તિ બને છે. મોક્ષ પામવાનો એ મંગલમય ઉપાય છે. એટલે તો આવી અવસ્થા પામેલો. ભક્ત ગાય છે કે કાગા સબ તન ખાઈયો, ચૂન ચૂન ખાઈઓ માંસ દોનયનામત ખાઈયો, મો હે પિયુ મિલનકી આસ.” મારા પ્રભુ મારી પાસે આવશે ત્યારે હું તેમને ધરાઈને જોઇશ.” જો આવી તીવ્ર પ્રતિક્ષા હશે તો મોક્ષનો દરવાજો ખુલી જશે. Page #85 -------------------------------------------------------------------------- ________________ (૧૯) જે દુવાસોઠીકઠુવા ( ) પરમાત્માને ધારણ કરવા જેવો છે દૈહિક સંબંધે દેવહુતિ અને કપિલજી માતા-પુત્ર છે. આધ્યાત્મિક સંબંધ તેઓ શિષ્યા-ગુરુ છે. માણસ દૈહિક સંબંધોમાં જ ડૂબી ગયો છે તેથી આધ્યાત્મિક સંબંધને વિચારી શક્તો નથી. દેહિક સંબંધ છાશ જેવો અને આધ્યાત્મિક માખણ જેવો છે, ધી જેવો છે. હવે કહો તમે કોને વધુ મહત્ત્વ આપશો? છાશને કે ધીને?ધીને જ મહત્ત્વ આપવાના. એજ રીતે અધ્યાત્મને મહત્ત્વ આપવા જેવું છે. ભગવાન મહાવીરે કહ્યું: ‘માણસ પાસે સાત માળનો મહેલ હોય તેમાં દરેક દિશાએથી આગ લાગી જાય તો અંદરનો માણસ મહેલમાંથી બહાર આવતાં મહેલમાંથી શું લાવે ?” શું ફરનીચર, ગાદલાંગોદડાં, વાસણ-કુસણ લાવે? ના, ત્યારે તો એ ઝવેરાત જ લાવે. વજનમાં હલકું, ઓછી જગ્યા રોકે અને ભારે કીમતી એ છે. એવી જ રીતે જ આ સંસારમાં આધિ, વ્યાધિ અને ઉપાધિની આગ સર્વત્ર લાગી છે. એમાંથી જો બચાવવા જેવું હોય તો તે કેવળ એક જ છે, અને તે આત્મા છે. અને આત્માને બચાવવો હોય તો હૃદયમાંથી બધું કાઢીને કેવળ એક જ પરમાત્માને ધારણ કરવા જેવો છે. માણસે ચોખા થવાનું છે જેમ માણસ શરીરને સ્વચ્છ રાખે છે તેમ તેણે આત્માને ચોકખો કરવો પડશે. ખૂબીજુઓ માણસ ઘરની પૂજામાં રાખેલા ભગવાનની મૂર્તિને, મંદિરમાં ગર્ભગૃહની ભગવાનની મૂર્તિને નિયમિત નવરાવે છે. ત્યારે ભગવાન કહેતા હોય છે કે ‘ભાઈ, ક્યાં મેલો છું કે તું મને નવરાવે છે ! મેલો તો તું છો, માટે તું ચોખ્ખો થા. પછી હું તો તને ભેટવા આતુર એવો ઊભો છું. પરમાત્મા પ્રત્યે પ્રેમ થવો, અને તેમને પામવા સુગમ છે પણ એ પહેલાં માણસે ચોખ્ખા થવું, પડે.” દેવહુતિ પૂછે છે : ભગવન્! આત્માને શુદ્ધ કરવા શું કરવાનું? કપિલજી Page #86 -------------------------------------------------------------------------- ________________ ભાગવતતો સદેશ (૮૩) કહે છે: “માતાજી, એ વાત પ્રત્યેક મનુષ્ય જાણવા જેવી છે. આજે હું તમને જે વાત કરીશ તે પ્રક્રિયા કરવાથી આત્મા શુદ્ધ થઈ પરમાત્માને પ્રાપ્ત કરશે જ.” ભક્તિ શુદ્ધિ માટેની શ્રેષ્ઠ પ્રક્રિયા અહીં શિષ્ય પાસે શ્રદ્ધા અને સદ્ગુરુ પાસે પ્રેમની મૂડી છે. કપિલજી કહે છે: “માતાજી, જેમવનમાં પ્રગટ થયેલો દાવાગ્નિ જેમ સમગ્ર વનને ભસ્મીભૂત કરી નાખે છે તેમ જે માણસ પોતાનામાં ભક્તિરૂપી અગ્નિ પ્રગટાવે છે તે અગ્નિ તેના અનંત જન્મોના કર્મો બાળી નાખે છે, પરિણામે તેનો આત્મા પરિપૂર્ણ શુદ્ધ થઈ જાય છે. જ્ઞાન, ભક્તિ, કર્મ, ધ્યાન અને યોગ એમ પાંચ પ્રકારે પરમાત્મ પ્રાપ્તિની સાધના થાય છે. જે માણસ ચિંતન, વિચાર અને જ્ઞાન પ્રધાન છે તે જ્ઞાન અને તે વાટે યોગમાર્ગની સાધના કરે. પણ જે માણસ ભાવના પ્રધાન છે તેના માટે ભક્તિમાર્ગ ઉત્તમ છે. રોકે જીવ સ્વછંદત પામે અવશ્ય મોક્ષ એવું પણ નથી કે વિચાર પ્રધાન માણસ ભક્તિ ન કરે. પણ ભક્તિ મુખ્ય માર્ગ અને બાકીના તમામ તેનામાં ગૌણ સ્વરૂપે હોય જ. પ્રેમમાંથી વાસના, આસક્તિ, મમત્વ, મારાપણું જતાં તેનામાં કેવળ શુદ્ધ પ્રેમ જ બાકી રહે છે. શુદ્ધ પ્રેમથી ભક્તિ પ્રગટે છે. અને આ ભક્તિ પરમાત્માના મહેલમાં પ્રવેશ કરવાનું પાવન દ્વાર છે. મીરા, નરસિંહ, કબીર ભાવના પ્રધાન હતાં સાથે ઊંડા વિચાર-ચિંતક-પણ હતા. સાધનાના બીજા માર્ગ તેમને સાધ્ય હતા. જો સાધકને પોતાની પ્રકૃતિની અનુસાર સાધના માર્ગ લેવાની સમજણ ન પડે તો તે સદ્ગુરુને, કોઈ આત્મજ્ઞાની પુરુષને પૂછે. પણ મતગુરુ કે કુલ ગુરુને નહિ. શ્રીમદ્ રાજચંદ્રજી કહેતા કે ‘રોકે જીવ સ્વચ્છેદ તો પામે અવશ્ય મોક્ષ.” સિદ્ધિમાં જે નથી અટવાતો એ આત્મોન્નતિ પામે છે ખરેખર તો “યોગ’ શબ્દમાં જ જ્ઞાન, ધ્યાન, સમાધિ અને અનુભવ સમાવિષ્ટ છે. તો ભક્તિમાં નિષ્કામ કર્મ, પૂજા, નામ-જપ અને પરાભક્તિ સમાયેલા છે. કપિલજી કહે છે : “મા, યોગથી ચિત્તની શુદ્ધિ થાય છે. મનનો Page #87 -------------------------------------------------------------------------- ________________ (૮૪) ભાગવતતો સંદેશ તમામ પ્રકારનો મેલ નીકળી જાય છે. રાગ, દ્વેષ, મોહ, લોભ, મદ અને મત્સર એ બધા વિકારો દૂર થાય છે. પછી ભગવાન કૃષ્ણે ગીતામાં ગાયેલી ‘‘વીતરાગ ભયક્રોધઃ સ્થિતધીર્મુનિરુચ્યતે’’ની સ્થિતિ પ્રાપ્ત થાય છે. ગાઢ તત્ત્વ- ચિંતન અને ધ્યાન, શુદ્ધ મન સિવાય થઇ ન શકે. યોગ કરવાથી મન પૂર્ણપણે ચોખ્ખું થઇ શકે છે. વળી યોગ કરતાં કરતાં કેટલીક સિદ્ધિઓ પણ પ્રાપ્ત થાય છે. સિદ્ધિઓની માયામાં કેટલાક સાધકો ફસાય છે. એ સિદ્ધિઓ માયા આપે છે. સાધકને સાધનામાંથી અટકાવવાનું એ માયાનું પ્રબળ સાધન છે. સિદ્ધિમાં સાધક અટવાય તો લોકેષણામાં ફસાઇ જાય છે. એવો સાધક-યોગી આત્માપરમાત્મા ખોઇ બેસે છે. જે સાધક સિદ્ધિમાં નથી ફસાતો તે સંસાર ચક્રમાં અટવાતો નથી, ભોગમાં નથી ભેરવાતો. એ જ ‘માણસ પરમાર્થ માર્ગને પ્રાપ્ત કરીને આત્મોન્નતિ સાધે છે. આત્માને પામે છે. સદ્ગુરુ છે પરમાત્મા સ્વરૂપ યોગના આઠ અંગો છે. તેમાં ધ્યાન એ સાતમું અંગ છે ને સમાધિ એ આઠમું અંગ છે. તે સમાધિના બે ભેદ છે. ( ૧ ) સબીજ સમાધિ. ( ૨ ) નિર્બીજ સમાધિ. સબીજ સમાધિમાં અંદર અજ્ઞાનનું બીજ રહી જાય છે ને નિર્બીજ સમાધિમાં અજ્ઞાનનું બીજ બળી ગયું છે. સાધક કોઇને કોઇ આધાર લઇ ધ્યાન કરે તેને સાલંબન ધ્યાન કહેવાય છે, તે સાકાર ધ્યાન છે. પરમાત્મા તો નિરાકાર છે તેથી આ આધાર કેવી રીતે કામમાં આવે? જો સદેહે સાક્ષાત પરમાત્મા હાજર છે તો એ મોટું સાધન અને એ જ આધાર. પણ તે નથી તો સદ્ગુરુ છે આધાર. કબીરજી કહે છેઃ ‘આત્મજ્ઞાની સદ્દગુરુ એ સાહીબ (પરમાત્મા)નું સાકાર સ્વરૂપ છે. સહજાનંદ સ્વામી કહેતા હતા કે સ અને પરમાત્મામાં ભેદ માને એ મારો ઉપાસક નથી. છતાં એ સાધન પણ ન મળે તો સાધક પોતાના કેન્દ્રો ઉપર ધ્યાન કરે. અને કદાચ એ પણ ન ફાવે તો કોઇ મંત્રનો જપ કરે પ્રણવઓમકાર- એ બીજ મંત્ર છે. પણ એમ કરીને મનને અનેકમાંથી એકમાં લાવે. એક કેન્દ્રમાં આવેલું મન જ શુદ્ધ થઇ શકે છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ ભાગવતતો સદેશ (૮૫) સ્નાનમ્ મનોમલભ્ય ત્યાગમ્ મહાભારતમાં વ્યાસજીએ કહ્યું છે : સ્નાનમ્ મનોમલસ્ય ત્યાગ.... મનના મેલનો ત્યાગ કરવો એ મોટામાં મોટું સ્નાન છે. જેમ ખેડૂત વાવેતર કરતાં પહેલાં જમીનને ખેડીને, પોચી કરે છે તેથી જમીન બીજને સહકાર આપી ખીલવે છે, તે જ રીતે મનને નિર્મળ કરીને સાધના યોગ્ય બનાવવાનું છે. આવી તૈયારી ક્ય વિના ભક્તિ કે યોગ કળતો નથી. ધર્મશાસ્ત્રો પૂર્વ તૈયારી માટે સેવા, પૂજા, દાન, તીર્થયાત્રા, માતા-પિતાની સેવા અને કર્તવ્ય કર્મમાં આવતું ફરજનું કર્મ જેનો ધર્મશાસ્ત્રોએ નિષેધ નથી કર્યો તે કરવાનાં છે. દારુ, જુગાર, માંસાહાર, પરસ્ત્રીગમન, ચોરીનો નિષેધ છે એનકરી શકાય. સત્કર્મો કરવાથી મન શુદ્ધ અને પ્રસન્ન થાય છે, હળવું થાય છે. નિષિદ્ધ કર્મ કરવાથી મનમાં વ્યગ્રતા, વ્યાકુળતા, મૂંઝવણ અનુભવાય છે તે સાધનામાં આડું આવે છે. ટેન્શન-ચિંતા ધ્યાનને કાપે મનમાં માત્ર ધ્યાન જોઇએ. ટેન્શન ન જોઇએ, ટેન્શન (તણાવ) અને ચિંતા ધ્યાનને કાપનારા છે. શ્રીમદ્ વલ્લભાચાર્યજી કહે છે કે: વિષ્ણવ ક્યારે પણ અન્ન, વસ્ત્ર અને ઔષધની ચિંતા ન કરે, એ તો પ્રભુ પૂરાં પાડશે જ. પ્રભુએ કહ્યું છે કે યોગક્ષેમં વહામ્યહમ્ પરમાત્મા ઉપર શ્રદ્ધા હશે તો આમ થશે જ.” મનમાં આવતા વિકલ્પ, વાસના અને વિકારોથી ધ્યાન તૂટે છે. પ્રારબ્ધવશાત્ માણસને જે મળે છે તેમાં તે સંતુષ્ટ રહે. માણસ વિવેકથી જે શ્રમ કરે તેના પરિણામે ભાગ્યથી વધારે નહિ, પણ પૂરતું તો મળે જ છે. જો હુવા સો ઠીક હુવા આળસ, નિરાશા, પલાયનવાદ-ભાગી છૂટવું નહિ, જે મળે તેમાં આનંદ માનવો. એમ કરવાથી મૂંઝવણ નહિ થાય, વિકલ્પ નહિ સતાવે અને ધ્યાન થશે જ. ધ્યાન ધારા જે જે કારણોથી મળે છે તે સાચવો અને જે જે કારણોથી તૂટે છે તેને બંધ કરો. ફરિયાદ ક્યારે પણ ન કરો અને જો હુવા સો ઠીક હુવાનો સ્વીકાર કરો. પ્રારબ્ધ અનુસાર જેટલું અને જે મળે છે તેમાં સંતોષ માનવાથી જીવનમાં એક મઝા આવે છે, પ્રસન્નતા મળે છે. - Page #89 -------------------------------------------------------------------------- ________________ તો (૨૦) સદ્ગુરુ મળશે જ મનનો લય કરો માણસ ઘણા વર્ષોથી સાધના કરતો હોય છતાં તેનું મન સ્થિર ન થયું હોય તેવું થયું છે. કારણ માણસે વિષયો, વિકારો, મનુષ્યો, પદાર્થો અને સંયોગોનું ધ્યાન કર્યું છે. મન એમાં ટેવાયું હોવાથી પરમાત્માં સ્થિર થતું નથી. પણ જે માણસની પૂર્વ તૈયારી સારી હોય, વ્યવસ્થિત હોય તેનું કામ સારી રીતે પાર પડે છે. વીજળી ગમે ત્યારે જાય પણ ફાનસ તૈયાર હોય તેને અંધારામાં અટવાવું પડતું નથી. પિલજી કહે છે : “ધ્યાન પ્રક્રિયાથી મન શુદ્ધ થાય છે, પછી મન પરમાત્મામાં એકાગ્ર થાય છે અને ત્યાં તેનો લય થાય છે. ‘જેમ મીઠાની પૂતળી દરિયો માપવા ગઇ તે પછી ન દેખાઇ તેવું થાય છે. સ્વસ્થ મન સદા પ્રસન્ન કબીરજી કહે છે : ‘મન છે તો માયા છે અને મન મયું તો માયા ગઇ. મન ગયું એટલે તેમાંથી વાસના, વિકાર, મેલ ગયો.’ કબીરજી, સંત તુકારામજી, એકનાથજી અને નરસિંહજી બધા જ સંસારી હતા. છતાં સસારનો લય કરી શકયા હતા. તેઓ જીવનમાં હરહાલતમાં ખુરા રહી શકતા હતા, જેમ ફૂલ સુગંધ આપતું રહે છે, નદી વહેતી રહે છે, વૃક્ષ છાંયો આપતું રહે છે, કોયલ ટહુકો કરતી રહે છે.વ્યક્તિ અને સંયોગ બદલાતા રહેશે, ગમતું- અણગમતું થતું રહેશે તો પણ જેનું મન સ્વસ્થ છે, મટી ગયું છે તે પરમાત્મામાં ઓગળી શકે છે. સ્વસ્થ મન કોઇ પણ હેતુ વગર સદા પ્રસન્ન રહી શકે છે. રાષ્ટ્ર મન તેની બુદ્ધિ સ્થિર સીતાજીને વનમાં જવાનું નહોતું પણ એ પતિને પગલે વનમાં ચાલ્યા. તો આજની કરાટે શીખનારી પત્ની પતિને પાઠ શીખવવાની વાત કરે છે. જંગલમાં કાંટા, ઝાંખરા, ખાડા અને ટેકરા ભલે હોય સાથે પતિ શ્રી રામ છેને એવી સીતાજીની સમજ હતી. સીતાજીના લગ્ન થયે ફક્ત છ જ મહિના થયા Page #90 -------------------------------------------------------------------------- ________________ ભાગવતનો સંદેશ (૮૦) હતા. છતાં વૈભવ છોડવાનું દુઃ ખ નહોતું. રડયા નહોતાં, અપ્રસન્ન થયા નહોતાં. આવી મૂડી માણસ પાસે હશે તો વિપરીત સંજોગોમાં પણ સરસ, સુંદર, સ્વસ્થ જીવન તે જીવી શકશે. મન શુદ્ધ થાય તો પ્રસન્નતા આપો આપ આવે છે અને તેવા મનવાળાની બુદ્ધિ સ્થિર થાય છે. અને એ યોગ માર્ગની સૌથી પહેલી રારત પણ છે. અંતરમાં નહિરે વિસારું હરિ : ગોપી યમુનામાંથી પાણી ભરી મટકી મસ્તક ઉપર મૂકે છે, ઝડપથી, ચાલે છે છતાં તેના અંતરમાં તો શ્રી હરિ-શ્રીકૃષ્ણ એવા સ્થિર છે કે એ ક્ષણ માટે તેમને વિસારી શકતી નથી, તો કબીરજી કહે છે ઃ ‘એક દિવસ એવો હતો જ્યારે કબીર ‘હરિ’ ‘હરિ’ કરતો હતો. હવે હરિ ‘કબીર’, ‘કબીર' કરે છે. કબીરજીના શુદ્ધ મનનું જ આ કારણ છે. આવું શુદ્ધ મન ધ્યાનના ઉંડાણમાં જઇ શકે છે. હવે કહો આવું મન જેમાં વિકાર ન હોય, ચોખ્ખું જ હોય તે અપ્રસન્ન કેવી રીતે હોય ? અને તેથી જ રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ કે કોઇ પણ આત્મજ્ઞાની સંતનો ચહેરો ક્યારેય, ચઢેલો નથી હોતો. ગોપી તો કહે છે : ‘અંતરમાં નહિ રે વિસારું હરિ.’ શું હોય તો ધ્યાન લાગે ? ધ્યાનમાં જવું છે તો પ્રસન્ન રહો. જો પરમાત્મનામમાં લીન રહેશો તો તમારું મન અવશ્ય એનામાં લીન થઇ જશે. અને તમારામાંથી માયા ચાલી જશે. શુદ્ધમન, લય પામેલા મન પછી આવે છે. તે મનના સમાઇ જવાની છેલ્લી અવસ્થા. એ થયા પછી મન રહેતું જ નથી. એ પછી તો તેને માયા લાગવાનો સંભવ જ કયાં રહે છે ? જે મળે તેમાં સંતોષ પામો. આ છે પૂર્વ તૈયારી. એ હશે તો પરમાત્મ ધ્યાન જરૂર લાગશે. વિષયોમાં લુબ્ધતા આત્મજ્ઞાની સંતના ચરણોની નિરંતર ભક્તિ કરો. આ ધરતી ઉપર શિષ્ય જન્મે છે ત્યારે અને તેની પહેલાં સદ્ગુરુ જન્મ લેતા જ હોય છે. એવા સદ્ગુરુ Page #91 -------------------------------------------------------------------------- ________________ (૮૮) ભાગવતનો સંદેશ મળે તો તેમને સર્વ સમર્પણ કરજો. એમની સેવા, શુશ્રુષા કરજો. વિષયો, વાસના વધે તેવા સાધનોથી દૂર રહેજો. વાસનાઓને માણસે ખૂબ પોષી છે તેથી તે એમને એમ છૂટતી નથી. સૂર્ય વિકાસી કમળરસનો રસીયો ભ્રમર કમળ ઉપર બેસી તેનો રસ ચૂસે છે. સૂર્યાસ્ત થયેથી કમળ ખીડારો, સાથે ભ્રમર પણ બીડારો. એ વાત જાણતો છતાં ભ્રમર કમળને છોડતો નથી. કમળ બીડાય છે, છતાં તેમાં લપટાયેલો ભ્રમર તેને કોરીને બહાર આવતો નથી. આવું જ વાસનામાં લપેટાયેલા માનવીનું થાય છે. વિષયો દીપક જેવા છે અને તેમાં લુબ્ધ માણસ પતંગિયા જેવો છે. તો સદ્ગુરુ અવશ્ય મળશે જ જ્ઞાની પુરુષો એટલા માટે જ કહે છે કે વાસના વધે તેવી, તેમાં લપટાઇ જવાય તેવી વાતચીત, પ્રસંગથી દૂર રહો. આઘરશંકરાચાર્યજી કહે છે ઃ ‘માણસના દાંત પડી જાય, વાળધોળા થાય, ચાલવામાં તેને તકલીફ થાય, ખોરાક પચે નહિ, ઓછું દેખાય, ઓછું સંભળાય તે પહેલાં ચેતી જઇને તે પ્રભુ મય બને, ધ્યાન કરે, વિષયોથી દૂર રહેવાય તેવા સાધનોનો ઉપયોગ કરે, સેવા, પૂજા, કીર્તન, જપ, ધ્યાન, મંદિર, તીર્થયાત્રા કરતો રહે અને સાથે સાથે સદ્ગુરુ, સત્પુરુષની શોધ કરતો રહે.’ આટલું કરશે તો તેને સદ્ગુરુ, આત્મજ્ઞાની સત્પુરુષ અવશ્ય મળશે જ. . દેહ ઉપર સત્તા પ્રારબ્ધની છે. પ્રારબ્ધના નિયમ પ્રમાણે દેહ મળે છે. જ્ઞાની પુરુષો જ્યારે પ્રારબ્ધની વાત કરે છે ત્યારે તેઓ સાક્ષી હોય છે. અજ્ઞાની પુરુષો પ્રારબ્ધની વાત કરે છે ત્યારે તેઓમાં આસક્તિ હોય છે. મુનિ શ્રી ભાનુવિજયજી Page #92 -------------------------------------------------------------------------- ________________ (૨૧) પરહિત સમ ધર્મ નહિ ભાઈ કર્તાભાવથી સંસાર ઉત્પન્ન થાય છે મહર્ષિ કપિલે સાંખ્યદર્શનની રચના કરી હતી. સંખ્યા એટલે સમ્યગ્ જ્ઞાન (સં=સમ્યગ્, ખ્યા=જ્ઞાન), પ્રકૃતિ અને પુરુષના વિવેક જ્ઞાનને સંખ્યા કહે છે. સંખ્યા જેમાં પ્રધાન છે તે દર્શન એટલે સાંખ્ય દર્શન તેમાં મુખ્ય બે તત્ત્વો છે. ૧. પુરુષ અને ૨. પ્રકૃતિ પ્રકૃતિના ૩. ગુણો છે. ૧. સત્વ ૨. રજ અને ૩. તમ પ્રકૃતિમાંથી ૨૩ તત્ત્વો ઉત્પન્ન થાય છે. પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. તેને મહત્ તત્ત્વ કહે છે. મહાનમાંથી અહંકાર જન્મે છે. અહંકારમાંથી પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય (મલસ્થાન, જનનેન્દ્રિય મુખ, હાથ, પગ) શબ્દ, સ્પર્શ, રૂપ રસ, ગંધ આ પાંચ તન્માત્ર અને મન આમ સોળ તત્ત્વો ઉપન્ન થાય છે. રૂપ તન્માત્રથી તેજ (અગ્નિ), રસ તન્માત્રથી જલ, ગંધ તન્માત્રથી પૃથ્વી, શબ્દ તન્માત્રથી આકારા અને સ્પર્શ તન્માત્રથી વાયુ આમ્ પાંચ તન્માત્રો પાંચ ભૂતોને ઉત્પન્ન કરે છે. આમ સાંખ્ય દર્શનમાં કુલ ૨૫ તત્ત્વો છે. પ્રકૃતિ એકલી હોય તો કામ કરી શકતી નથી. સાથે પુરુષ (આત્મા) હોય તો જ એ કામ કરી શકે. પુરુષ એટલે શરીર રૂપી નગરમાં રહેનારો આત્મા. એ કશું કરતો નથી પણ હું કરું છું તેમ માને છે તેથી સંસાર ઉત્પન્ન થાય છે. એ કર્તા ભાવ છે. હું કરું હું કરું એ જ અજ્ઞાનતા હું કર્તા છું એવું માનવું વાસ્તવિક નથી. પાગલ ખાનામાં એક પાગલ પોતે જવાહરલાલ નહેરુ છે તેવું માનતો હતો. કોઇ એ વાતનો વિરોધ કરે તો એ ઉશ્કેરાતો હતો. એવી જ રીતે માણસ પુરુષ, સ્ત્રી, વેપારી, વકીલ કે ઓફિસર નથી પણ, તે તેજ છે એમ માને છે. જેમ ‘ગાય-ગાય’ બોલો તો ગાય અને ‘તુ-તુ’ ખોલો તો કૂતરું તમારી પાસે આવે છે. હોવું અને માનવું બંને જુદાં છે. નરસિંહ મહેતાએ કહ્યું છે કે ઃ Page #93 -------------------------------------------------------------------------- ________________ (૯૦) ભાગવતતો સદેશ “હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે.” ગાડા નીચે શ્વાન ચાલી રહ્યો છે તે માને છે કે ગાડાનો ભાર તે તાણે છે. એવી જ રીતે માણસ માને છે કે એ જ બધું કરી રહ્યો છે. એમ કરીને એ પ્રકૃતિને વશ થાય છે અને પોતાને ભૂલે છે. પોતે મટતો નથી પણ ભૂલ્યો છે કે પોતે આત્મા છે અને આત્મા મરતો નથી, મટવાનો નથી, એ નિત્ય છે, ત્રણે કાળ છે. અસ્તિત્વનું ભાન પ્રકૃતિથી સ્વતંત્ર કરે આત્માને અગ્નિ બાળી શકતો નથી, શસ્ત્ર છેઠી શક્યું નથી, પાણી ડૂબાડી શકતું નથી, વાયુ ઉડાડી નથી શકતો. આમજ હોવા છતાં આત્મા-પુરુષ-પોતાને ભૂલીને પ્રકૃતિ સાથે ભળી ગયો છે, એકમેકથઇ ગયો છે. પ્રકૃતિ સાથે તેનું તાદાભ્ય થયું છે. આ અવસ્થાને ચિત્ત-જડ-ગ્રંથિ કહેવાય છે. માણસે તપ, વ્રત, જપ, પૂજા અને અનુષ્ઠાન તો ઘણાં કર્યા પણ આ ગ્રંથિ તેનામાંથી નથી ગઈ. “સાંખ્ય દર્શન'માં કપિલ મુનિ કહે છે: “પુરુષ અને પ્રકૃતિ એ બન્ને ભિન્ન તત્ત્વો છે. પુરુષ તો બ્રહ્મ છે, એ બ્રહ્મમાં પરબ્રહ્મ છે, માટે જ્ઞાનમય છે. તેની અનુભૂતિ કરવી એ તેનું મુખ્ય કામ છે. પરંતુ પુરુષ અત્યારે કોમામાં (બેભાન) છે તેથી પ્રકૃતિને વશ છે. આ દિશામાં પુરુષે (આત્માએ) અનંતકાળ કાઢયો છે. સાંખ્ય દર્શન કહે છે માણસે અસ્તિત્વનું ભાન થાય તેવો માર્ગ લેવો જ પડશે. એક વાર અસ્તિત્વનું ભાન થશે તો પછી તે ક્યારે પણ પ્રકૃતિને વશનહિ થાય. જેમ પારસમણિ એક વાર લોખંડને સ્પર્શે તો લોઢાનું રૂપાંતર થઈ સોનું બની જાય છે, પછી તે સોનાનું લોઢું ક્યારે પણ બનતું નથી. સદ્ગુરુ શિષ્યની ક્ષમતા પ્રમાણે માર્ગ બતાવે છે પ્રકૃતિના ત્રણ ગુણોમય થયેલા પુરુષને પોતાનું ભાન થાય એ સાંખ્યદર્શનનો હેતુ છે. કપિલ મુનિએ માતા દેવહુતિને તેમની ક્ષમતા જાણીને જ યોગ, કર્મ અને ભક્તિની સાધનાની વાત કરી છે. પાત્રની ક્ષમતા જોઈને જ તે પ્રમાણે તેને સાધનાનો માર્ગ બતાવાય. એમ થાય તો જ તેનો વિકાસ થાય. યોગ માર્ગી ભક્તિ અને કર્મમાર્ગની ઉપાસના ન કરી શકે. તેમ ભક્તિ માર્ગી યોગ, ધ્યાન, કર્મની સંધના ન કરી શકે. આત્મજ્ઞાની સંત તો હિત થાય એવો Page #94 -------------------------------------------------------------------------- ________________ ભાગવતતો સંદેશ (૧) ઉપદેશ જ આપે છે. જેમ મા પોતાના તમામ સંતાનો પચાવી શકે તેવો જ ખોરાક આપે છે. એ પક્ષપાત નથી કરતી. એવી જ રીતે સદ્ગુરુ શિષ્યને વિપરીત ઉપદેશ ક્યારે પણ નથી આપતા. ઘરમાં વ્યવહાર સારો રાખો જેમ વાંદરાના હાથમાં તલવાર ન અપાય તેમ બ્રહ્મ તો સૌ છે. છતાંય વાસના અને વિકારોથી છવાયેલાને એ બ્રહ્મ છે તેમ નહિ, પણ તે ભ્રમમાં છે તેમ કહી તેને પહેલાં તપ, વ્રત, કરવાનું કહેવાય. પાત્ર જીવને બ્રહ્મની વાત કહેવાય. અષ્ટાંગ યોગની વાત કરતા પહેલાં. ધ્યાન-યોગની પૂર્વ તૈયારીની વાત કરવી પડે. પોતાના ઘરમાં માણસો પ્રત્યેનો વ્યવહાર સુધારવો પડે. ગીતાઉપનિષદ વાંચ્યા હોય છતાં ઘરમાં સૌ પ્રત્યે વ્યવહાર સારો ન હોય તો વાંચેલું વ્યર્થ ગણાય. કોઈને દુઃખ આપીએ, પછી ધ્યાન કરવા બેસે તો ધ્યાન લાગે નહિ. સર્વદા સૌ સુખ થાઓ જેને આત્મ સાધના કરવી છે એ સૌ પ્રથમ સર્વ જીવોની ક્ષમા માંગે. તેની વાણીમાં કડવાશ ન હોય, ચાલવાથી કોઈ સૂક્ષ્મ જીવ ન મરે, વર્તનથી કોઇ જીવ દુભાય નહિ તેવું ધ્યાન રાખે. ધ્યાન એને કહેવાય કે જેમાં સતત ધ્યાન રાખવાનું હોય. સંયોગોથી બીજાને સુખ આપી ન શકાય તે હજુ ઠીક પણ બીજાનું સુખ જોઈ રાજી તો થવાયને ! મન, વાણી અને શરીરથી બીજાને દુઃખ ન અપાય તેવું કરો. દુઃખ વાવીને ધર્મનું ફળ મેળવી જ ન શકાય. ઘરમાં સૌની આંખમાં પ્રેમ હોય પણ ક્રોધની લાલાશ ક્યારેય ન હોય તે મહત્ત્વનું છે. જે ઘરમાં ફલેશ છે તે ઘરમાં સંપત્તિ નથી રહેતી. જ્ઞાની સંતોએ કહ્યું : “સર્વત્ર સુખિનઃ સંતુ’ એટલે કે સર્વદા સૌ સુખી થાઓ.” કોઇ બાકી ન રહ્યું. સૌ કોઈ એટલે કે પ્રાણી માત્ર આવી ગયા. આમનાથી ધ્યાન થઈ શકે નહિ માણસની જીભ તલવારની ધાર જેવી છે, એ કડવું, કઠોર અને ઝેરીલું બોલે છે. એવું નહિ પણ સાંભળનારનું પ્રિય અને હિત થાય તેવું સત્ય બોલો. Page #95 -------------------------------------------------------------------------- ________________ (૯૨) ભાગવતનો સંદેશ એક સરસ કહેવત છેઃ ‘કાણાને કાણો નવ કહીએ, કહીએ મીઠા વેણ ધીરે રહીને પૂછીએ શીદ ગુમાવ્યા નેણ.’ એ પણ વિચારો કે કોયલ કોને આપે છે અને કાગડો કોનું લે છે મીઠા બોલી કોયલ કોઈને કાંઈ આપતી નથી છતાં પ્રિય છે. કર્કશ વાણી બોલતો કાગડો કોઈનું લેતો નથી છતાં અપ્રિય છે. શરીરથી પણ કોઈને ત્રાસ ન આપો. ચાવી ટાઇટ કરવી એટલે બીજાને ઉશ્કેરવાનું કામ એ ઘણું થાય છે. કૈકેયીને ઉશ્કેરનારી મંથરા માત્ર રામાયણ કાળમાં જ હતી તેવું નથી. એ આજે પણ ઘર ઘરમાં છે. પત્ની પતિને સાસુ વિરુદ્ધ, પડોશી પડોશીની અને મિત્ર મિત્રની વિરુદ્ધ ચડાવે છે. આને લોકભાષામાં સળગાવવાનું કામ કહેવાય છે. આવું કરનાર માણસો ધ્યાન કરે તે નાટક છે. તેમનાથી ધ્યાન થઈ શકે જ નહિ. પરહિત સમ ધર્મ નહિ ભાઈ શું હિંદુ, મુસ્લીમ, જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી એ ધર્મ છે?ના એ ધર્મ નથી. ધર્મ તો એક અવસ્થા છે. સંત તુલસીદાસે કહ્યું : “ પરહિત સમ ધર્મ નહિ ભાઈ.’ બીજાનું ભલું કરવું, શાતા આપવી એ ધર્મ છે. વળી એ એમણે કહ્યું: ‘પર પીડન સમ નહિ અધમાઈ.’ પારકાને પીડા આપવી એના જેવો બીજો કોઈ અધર્મ નથી. જે માણસ ઉત્તમ જીવન જીવવા ઇચ્છે છે, આત્મ સાધના જેને કરવી છે એ બીજાને પીડા આપવાનો વિચાર પણ ન કરે આત્મા સાક્ષાત્કાર પ્રાપ્ત કરવા આપણી આજુ બાજુની પ્રાણીસૃષ્ટિ, જીવસૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ પ્રત્યે તાલમેલ કરો. એટલે કે તેમના પ્રત્યે અહિંસા, પ્રેમ, કરુણા, દયા, સેવા, પરોપકાર, સહકાર અને સહાનુભૂતિ હોય. મુનિ શ્રી ભાનવિજયજી Page #96 -------------------------------------------------------------------------- ________________ ( ૨) ઓલ લાઈફ ઈઝ યોગ જાણવા અને જીવવા વચ્ચે અંતર ન રાખો જાણવું પછી તે પ્રમાણે જીવવું એ છે અનુભવ. જેમ કે નમ્રતાને, પ્રેમને પ્રથમ જાણો પછી તે પ્રમાણે જીવો. આમ જાણવા પછીનું પગથિયું આત્મસાત્ કરવું તે પ્રમાણે જીવવું) તે છે. એમ કરવાથી જીવનમાં તેનો સમાવેશ પ્રાકૃતિકનૈસર્ગિકપણે થઇ જાય. સાચી રીત આ છે, પણ આજે જ્યાં જોઇએ છે ત્યાં જાણવું (જ્ઞાન) અને જીવવું (અનુભવ) વચ્ચે ઘણું મોટું અંતર પડેલું દેખાય છે. જેમ કે સમડી આકાશમાં ઊંચે ઊંચે ઊડે છે ખરી, પણ તેની નજર ધરતી ઉપરના શિકાર તરફ છે. એજ રીતે માણસ સેવા, પૂજા, મંદિર, તીર્થયાત્રા કરે છે, શાસ્ત્રો વાંચે છે, મોક્ષની વાતો જાણે છે છતાં તેની નજર તો વાસના, ભોગ તરફ જ છે. માત્ર જાણવું અને કર્મકાંડરૂપી ધર્મ કરવાથી મોક્ષ તરફ પ્રયાણ થઈ શકતું નથી તો મોક્ષ શાનો મળે? ઓલ લાઈફ ઈઝ યોગ કર્મકાંડ ક્યાં વિના પણ મોક્ષ મળી શકે છે. મહર્ષિ અરવિદે એક સરસ વાક્ય કહ્યું મોક્ષ માટે : “ઓલ લાઇફ ઇઝ યોગ.” એટલે કે સમગ્ર જીવનને યોગમય બનાવવું જોઇએ. જીવન જીવવાની એક શૈલી ભોગની છે તેને માટે ઇન્દ્રિયો, વિષયો અને ભોગ છે. તો બીજી શૈલી છે યોગની તેને માટે યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ છે. આ યોગની વ્યાખ્યામહર્ષિ પતંજલિએ આપી. યોગ એટલે સમગ્ર જીવનના જુદાજુદા વિભાગોનું સંવાદિત રીતે મિલન થવું તે. શરીર સ્થળ અને સાકાર છે. સામે વસ્તુ છે, વ્યક્તિ છે તે જોવા માટે આંખ જોઇએ સાંભળવા માટે કાન જોઇએ સુંધવા માટે નાક જોઇએ, સ્પર્શવા ચામડી જોઇએ. પણ એ સૌનો ઉપયોગ કરવા શક્તિ જોઇએ, એ છે પ્રાણ. જેમ વીજળીના ઉપકરણો તમારી પાસે ઢગલા બંધ હોય પણ વીજળીનો પ્રવાહ જ ચાલુ ન હોય તો એ ઉપકરણોનો ઉપયોગ નથી કરી શક્તા, તેમ પ્રાણ ન - - Page #97 -------------------------------------------------------------------------- ________________ (૯૪) ભાગવતનો સંદેશ હોય તો કોઈ પણ ઇંદ્રિય કામ કરી શકે નહિ. પણ આનું સંચાલન કરનાર પણ જોઇએ, એ છે આત્મા. એ અંદરના ઉપકરણ મન વડે સંચાલન કરે છે. આ તમામનું સંયોજન થવું જોઈએ, તેમનામાં સંવાદિતા સધાવી જોઇએ, તાલમેલ મળવો જોઇએ. એમ થાય તો આત્માનું સંચાલન રહે. ન થાય તો આત્માના પ્રતિનિધિ, આત્માના અનુચર એવા મનનું સંચાલન રહે મન માલિક થઈ જાય અને તેને પરિણામે દેહ, મન, પ્રાણ જુદું જુદું કામ કરે જે વ્યવસ્થિત હોઈ શકે નહિ. આજે માનવ જીવન આ રીતે વ્યતીત થઈ રહ્યું છે. યોગ-સંવાદિતા-જીવનમાં લાવવી પડશે કપિલજી મા દેવહુતિજીને કહે છે : “મા, યોગની પદ્ધતિ માણસે અખત્યાર કરવી જોઇએ, તો સંવાદિતા સધાય અને આત્મ કલ્યાણના માર્ગ તરફ પ્રયાણ થાય. માણસની સામે વસ્તુ, વ્યક્તિ, સંયોગ અને વિકલ્પ હોય છે. જેટલી વસ્તુ તેટલા વિચારો આવે છે. પડોશીના ઘરમાં જે જોશો તે મેળવવાના વિચારો આવશે. ધ્યાન કરવા બેસીએ ત્યારે આ વિચારો આડા આવે છે. આ બહારના આધાત અને પ્રત્યાઘાતોને ટાળવા સંવાદિતા સાધવી પડશે. પરપીડન યોગ ઉપર માઠી અસર કરે છે બીજાને પીડા આપવીતે, જ્યાં જાવ ત્યાં આડું આવીને અવરોધ ઉત્પન્ન કરે છે. બગીચામાં જ્યારે માળી કુહાડો કે ધારીયું લઈને આવે છે ત્યારે છોડવૃક્ષ પૂજે છે, દુઃખી થાય છે. પણ જ્યારે તે ખાતર અને પાણી લઈને આવે છે ત્યારે છોડ-વૃક્ષરાજીપો અનુભવે છે. એવી જ રીતે માણસ પોતાના જીવનમાં જે કાંઈ કરશે તેની અસર પડતી હોય છે. અને તેથી જ કોઈને કટુ વચન કહ્યાં, પીડા આપી તેની અસર ધ્યાન કરતી વખતે આડી આવે છે. માટે મન, વચન, શરીરથી કોઈને દુઃખ ન આપશો, કટુવચન કોઈને કહેશો નહિ, કોઈને છેતરશો નહિ. જેને દુઃખ થાય છે, છેતરાય છે તેના તરફથી વિરોધના આંદોલનો વહેતા થાય છે, તે કરનારને અવરોધ કરે છે. અને પીડા ભોગવનાર, છેતરાઈ જનાર તે કરનારને તેવી જ રીતે સતત યાદ કરતો રહે છે. તેની અસર કરનારના મન ઉપર પડે છે અને મનની અસર ઇન્દ્રિયો તથા શરીર ઉપર ઊતરે છે. આ પ્રત્યાઘાત જીવન ઉપર, ધ્યાન-યોગ ઉપર માઠી અસર કરે છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ ભાગવતનો સંદેશ વિસંવાદ બીજાનું સારું જોઈ ન શકે મનમાં પણ કોઇ ઉપર ગુસ્સો કર્યો હોય તે વ્યક્ત ન કરી શકો પણ તેની બળતરા થાય છે. આવો મોટો વર્ગ છે. આવા માણસો બીજાનું સારું થતું જોઈ શકતા નથી. જો રાવણે કરેલી ભૂલ સ્વીકારી સીતાજીને રામજીને પાછાં સોંપ્યા હોત તો મોટો નરસંહાર બચી ગયો હોત. વિસંવાદ આવું કરે છે. સીતાજીમાં સંવાદિતા હતી તેથી તેઓ તેમને લેવા આવનાર હનુમાનજીને કહે છેઃ 'હનુમંત તું મારા પુત્રવતું હોવા છતાં પર પુરુષ હોવાથી હું તારો સ્પર્શ ન કરી શકું.’ જ્યારે આજે કૉલેજોમાં રેગીંગ થાય છે ત્યારે કોઈ મર્યાદા રહેતી નથી. આવશ્યકતાથી વધુ સંગ્રહ ન કરવો કપિલજી કહે છે : “માતાજી, યોગ સાધવો છે તેણે આવશ્યક્તાથી વધુ સંગ્રહ ન કરવો. વધુ સગવડ, વધુ પદાર્થો, વધુ સેવકો વધુ ચિંતા ઊભી કરે છે. જો આવશ્યકતા જેટલું જ આ હોય તો મને ચિંતા મુક્ત રહે છે. મન એવું છે જેમાં સતત ઇચ્છાઓ ઊગતી જ રહે છે. એમાણસને સમ્યગૃજીવન જીવવામાં, યોગમાં અવરોધ રૂપ થાય છે. વળી ઇચ્છા એવી છે કે ધરતી ઉપરનો કોઈ માણસ એવું કહી શકે તેમ નથી કે તેની બધી ઇચ્છાઓ પૂરી થઈ છે. કાર્નેગીનો બહુ મોટો વ્યવસાય, હજારો માણસો એને ત્યાં કામ કરે. એમાણસો તો એમની નોકરીના સમયે આવે અને સમયે ત્યાંથી પાછા જાય છે. પણ કાર્નેગી તો વહેલી સવારે આવે છે અને મોડી રાત્રે ઘેર જાય છે. એ સતત કામમાં જ રોકાયેલા રહે છે. જ્ઞાન સાધન વડે ઈચ્છાઓ કાઢો જેમ ખેતરમાં ઊગેલું નિંદામણ-નકામું ઘાસ-ખેડૂત કાઢી નાખે છે તેથી તેનું વાવેલું અનાજ, પાક સારો ઊગે છે, તેમ મનમાં ઉઠેલી ઇચ્છાઓ, વિકલ્પો કાઢી નખાશે તો ધ્યાન-યોગનો છોડ બહુ સારી રીતે ઊગશે જીવનમાં તેથી સમાધાન, શાંતિ, પ્રસન્નતા, આનંદ અને નૃત્ય આવશે. ભગવાન મહાવીર કહે છે : “ઇચ્છાઓ આકાશ જેટલી અનંત છે. જેમ આકાશ માપી શકાતું નથી તેમ ઇચ્છાઓ પૂરી કરી શકાતી નથી, માટે જ્ઞાનના સાધન વડે ઇચ્છાઓની કાપણી કરીને કાઢો. Page #99 -------------------------------------------------------------------------- ________________ (23) મનને નિર્મળ બનાવો હાલ્યા વિના બેસવું એ સ્થિરતા છે બહુજ વિવેકપૂર્વક વાણીનો સંયમ કેળવો. આ કામ મન વડે થશે. ધ્યાન કરવા શરીરને સ્થિર કરવું પડે. ધ્યાન બેઠા-બેઠા કરી શકાય તેમ ઊભા ઊભા પણ કરી શકાય. બેસીને ધ્યાન કરવું વધુ અનુકૂળ રહે, પણ સ્થિર બેસવું પડે. ધ્યાનમાં બેઠા પછી શરીરને જરા પણ હલાવાય નહિ. પણ ત્યારે મચ્છર કરડે કે ખંજવાળ આવે તો શરીર હાલી જાય છે. શરીરનહાલે તે માટે ‘આસન જયે કરવો પડે, આસન જય કરવા માટે આહાર જય’ કરવો પડે અને આહાર જય કરવા માટે ઇચ્છા જય’ કરવો પડે. આ જય ર્યા પછી જ મન ઉપર કામ થઈ શકે, મનની સાધના થઈ શકે. એક ગ્લાસમાં પાણી ભરી ટેબલ ઉપર મૂકો તો ગ્લાસમાં પાણી સ્થિર થઈ જાય છે. અહીં શરીર વાસણ છે અને મને પાણી છે. તેથી શરીર સ્થિર થશે તો મન સ્થિર થશે જ. સુખપૂર્વક જરા પણ હાલ્યા વિના બેસવું તે જ છે સ્થિરતા. વિકારથી શરીરની, મનની રીધમ તૂટે છે શાંત અને સ્થિર બેઠા પછી ધીરે ધીરે શ્વાસ લેવો અને ધીરે ધીરે શ્વાસ મૂક્યો. જો અંદર મનમાં ભય, ક્રોધ, ગભરામણ કે કોઇ પણ વિકાર હોય તો શ્વાસ તેજ ચાલે છે અને જો મન સમતોલ હોય- વિકાર ન હોય તો શ્વાસ પણ સમતોલ હોય છે. વિકારથી, અતિ આહારથી શ્વાસની ઝડપ વધે છે. પરિણામે શરીરની, મનની રીધમ-લય-તૂટે છે. જ્યાં મન હોય છે ત્યાં પવન હોય છે અને પવન હોય છે ત્યાં મન હોય છે. મન જીતાય તો પવન (પ્રાણ) જીતાય અને પ્રાણ (પવન) જીતો તો મન જીતાય. ઈન્દ્રિયોને આત્મા તરફ વાળવી એ છે “પ્રત્યાહાર” ઇન્દ્રિયો વારે વારે વિષયો તરફ જવા ટેવાયેલી છે. જેમ જયાં ગળ્યો ખોરાક- હોય ત્યાં કીડીઓ હારબંધ જતી હોય છે. તેમ જ્યાં વિષયો હોય છે Page #100 -------------------------------------------------------------------------- ________________ ભાગવતનો સંદેશ (૯૦) ત્યાં ઇન્દ્રિયો જાય છે. ઇન્દ્રિયોને રોકવી હોય તો મનને વિષયો તરફથી વાળવું પડે. માણસ મંદિરે જાય ત્યારે ભગવાનના દર્શન માટે દસ-વીસ સેકંડ આપે છે અને ડાફોળીઆ પંદર-વીસ મિનિટ માટે છે. આ આદતને દૂર કરવાની સાધના ‘પ્રત્યાહારી છે. વિષયો તરફ જતી ઇન્દ્રિયોને રોકી આત્મા તરફ વાળવાની પ્રક્રિયાને પ્રત્યાહાર કહેવાય છે. આ પ્રયાસ વારંવાર કરવો પડે. અભ્યાસથી એ થઈ શકે છે. જ્યારે એ થાય છે ત્યારે શરીર અને મન બંનેમાં શાંતિ ફેલાઈ જાય છે. પછી મનને સગુરુએ આપેલ મંત્રમાં, ઓમાં, નવકારમાં, પરમાત્માના કોઈ પણ નામમાં કે ભગવાનના ફોટા કે મૂર્તિમાં સ્થિર કરો. અથવા તો મનને કપાળ વચ્ચે-બે આંખો વચ્ચે, નાકના ટેરવે અથવા હૃદયમાં સ્થિર કરો.થોડાક અભ્યાસથી આ થશે. આ સ્થિરતા મળ્યા પછી મન શાંત થઈ જશે પછી એ મનમાં વિકલ્પો ઊઠશે નહિ. અને મન શાંત થતાની સાથે જ શરીર પણ સ્થિર થઇ જશે. ધ્યાનાગ્નિ વિકારોને બાળે આત્મા ઉપર જન્મો જન્મથી માણસે મેલ ચઢાવ્યો છે. તેને ધ્યાન વડે દૂર કરવાનો છે. તે માટે સાધકે ધ્યાનાગ્નિ ઉત્પન્ન કરવાનો છે. જેમ અગ્નિમાં સોનું નાખો તો તેમાં રહેલી બીજી ધાતુ બળી જાય છે અને પછી શુદ્ધ કુંદન સ્વરૂપે સોનું રહે છે તેમ મનમાંથી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માયા, મત્સર બળી જઈ ખતમ થઈ જઈ મન શુદ્ધ થઈ જાય છે. એથી આત્મા પણ શુદ્ધ થઈ જાય છે. પછી મન આત્મામાં લીન થઇ જાય છે, પરમાત્મામાં તેનો લય થઇ જાય છે. આને સમાધિ અવસ્થા કહેવાય છે. આવો છે કમ સ્વરૂપાનુભૂતિનો વિકલ્પ ન કરો તો મન નિર્મળ નદી કે તળાવનું પાણી છે તો નિર્મળ પણ તેમાં ઢોર પડ્યા તેથી તે ડહોળું થયું છે. જો નદી-તળાવમાં એક પણ પશુન ઊતરે તો પાણીમાં રહેલો કચરો ધીમે ધીમે નીચે બેસી જાય છે અને ઉપર નીતર્યું પાણી-નિર્મળ પાણી રહે છે. જેમ ખાણમાંથી નીકળેલ સોનું અશુદ્ધ હોય છે તેના ઉપર પ્રક્યિા થયા પછી તે શુદ્ધ થાય છે, તેવું જ મનનું છે: Page #101 -------------------------------------------------------------------------- ________________ (૯૮) જ્ઞાનદષ્ટિ સંતકૃપાથી મળે જ્ઞાનદષ્ટિ લુપ્ત થવાથી દેહાભિમાન થાય છે. તે બુદ્ધિને પણ અસર કરે છે. બુદ્ધિ કર્મ કરવા તરફ હોય છે અને કર્મમાં આસક્તિ હોય છે. તેથી તેમાં વ્યગ્રતા ઉત્પન્ન થાય છે. કપિલજી માતાને કહે છે ઃ મા, જીવાત્માને જ્ઞાનદિષ્ટ સંતકૃપાથી જ મળે છે. પણ એનો કોઇ પુરાવો દેખાતો નથી, જેમ કેરીમાં રસ અને ફૂલમાં સુગંધ કેવી રીતે પ્રવેશે છે તેનો કોઇ જવાબ નથી. હે મા, પરમાત્મા તરફ પરમભક્તિ થવાથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. એ જ્ઞાનની અંદર અનુભૂમિ થાય છે. વાંચીને, સાંભળીને થતું જ્ઞાન ઉછીનું-ઉધારનું- ગણાય, તે તમારી પોતાની સંપત્તિ નથી. તે જ્ઞાનથી વાસના-વિકલ્પો જતાં નથી, ભય- મૂંઝવણ ઓગળતાં નથી, પરંતુ સંતકૃપા કે ભક્તિથી પ્રગટેલા જ્ઞાનની હાજરીમાં વાસના, વિકલ્પો, ભય, મૂંઝવણ રહી શકતાં નથી. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ અહીં કપિલજી કોઇ ચોક્કસ અવતાર કે તીર્થંકરનું નામ નથી કહેતા પણ પરમાત્માનું કોઇ પણ નામ લેવાનું કહે છે, ઓમ્નો જપ કરવા કહે છે. જેમ નરસિંહ મહેતા કહે છે કે : ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે.’ એટલે કે પરમાત્માના અનંત રૂપો છે તેમાંથી કોઇ પણ એકને ભજે છે તે હરિને પરમાત્માને જ ભજે છે અને એ ભક્તિથી જ્ઞાન પ્રગટે છે. ભાગવતનો સંદેશ અંતે તો હેમનું હેમ હોયે લાઓત્સે કહે છે, ‘અનામ છે તેનું નામ, અરૂપ છે તેનું રૂપ આવો તે પરમાત્મા વિચિત્ર છે. જેમ ‘ઘાટ ઘડીયા પછી નામ રૂપ જૂજવાં અંતે તો હેમનું હેમ હોય.’ એમ નરસિંહ મહેતા કહે છે. પિતા બાળકોને લઇ મેળામા ગયાં. ત્યાં સાકરના બનાવેલાં હાથી, ઘોડો, કૂકડો, પોપટ, વાંદરો, વગેરે પ્રાણીઓનાં રમકડાં હતાં. બધું ઘરે તો લાવ્યા પણ છોકરાં તો મારે આ જોઇએ તે જોઇએ કહી ઝઘડવા માંડયા. પિતાએ બધા જ રમકડાં એક તપેલામાં નાખી તેમાં પાણી નાખી ઓગાળી નાખ્યાં, પછી બધાં જ બાળકોને પ્યાલામાં તે શરબત પાયું. એ જ રીતે ‘હરિ તારાં નામ છે હજાર ક્યા નામે લખવી કંકોતરી’ જેવું થાય ત્યારે તેનું કોઇ પણ નામ લેવાથી તે હરિને- પરમાત્માને જ મળે છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ (ર ) ( જાકુ જ્ઞાન કળા ઘ૮ ભાસી પ્રભુ પ્રત્યે સતત વહેતો પ્રેમ એ પરાભક્તિ છે શંકરાચાર્યજીએ કહ્યું: ‘જુદા-જુદા ડુંગરો પરથી નીકળી અલગ અલગ માર્ગે નદીઓ સાગરને મળે છે. સાગરને મળવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ નદીઓને હોતો નથી. એવી જ રીતે જ માણસની પ્રેમની ધારા પ્રભુ પ્રત્યે સતત વહે છે, ક્યારેય ખંડિત થતી નથી તેને પરમભક્તિ કહેવાય છે. એ ભક્તિમાં કામના નથી હોતી. એવી જેની ભક્તિ છે તેવી ગોપી કહે છે : 'વ્રજ વહાલું રે વૈકુંઠ નથી જાવું.' તો મીરા કહે છે : “મને ચાકર રાખોજી.’ આવી ભક્તિ જેને મળે છે તેને એ સિવાય બીજું કશું જોઇતું નથી. દુઃખને પ્રભુ પ્રસાદ ગણી સ્વીકારો સદા પરમાત્મ પ્રેમમાં રત રહેતા નરસિંહ મહેતા પાસે અનેક સિદ્ધિઓ હોવા છતાં તેનો ઉપયોગ એમણે નથી કર્યો. એ માટે એમણે કહ્યું કે : “ પ્રભુકૃપાએ જે સ્થિતિ મને મળી તેમાં કષ્ટ હોય તો પણ તે પ્રભુ પ્રસાદ છે, માટે મને તે સ્વીકાર્ય છે. પરાભક્તિની અવસ્થા આવી હોય છે. માણસ થોડીક ભક્તિ કરે, સંકિર્તન કે પૂજા-પાઠ કરે અને માનીલે કે એણે ખૂબ ભક્તિ કરી નાખી. એ ભ્રમ છે, ભક્તિ નથી. ભક્તિના આંદોલનો વિકારોને કાઢે કૂલમાં સુગંધ છે, વાયુના સહારે પ્રસરીને એ સુગંધ નાક સુધી પહોંચે છે. એવી જ રીતે ભક્તિમાં તન્મય બનવાથી એ યોગ બને છે, પ્રેમ બને છે. એ ભક્તિની–પ્રેમની-સુગંધ (એના આંદોલનો) આત્મામાં પ્રસરી જાય છે. ત્યારે એ આંદોલનો રાગ-દ્વેષ વગેરે જે વિકારો આત્મા ઉપર છવાઈ ગયા છે તેને સમાવી દે છે, દૂર કરે છે. આ વાત કબીર, રામકૃષ્ણ પરમહંસ, મા આનંદમયી જેવા સંતો હજારો વર્ષથી કરી રહ્યા છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) ભાગવતનો સંદેશ પ્રાણીમાત્રમાં પરમાત્મા જુઓ પરમાત્મા કહે છે : ‘તમે મને મંદિર, તીર્થમાં શોધવા નીકળો છો પણ હું ત્યાં નથી. હું તો આત્મા સ્વરૂપે પ્રત્યેક પ્રાણીમાં વસું છું. મારી મૂર્તિ બનાવી મને પૂજે પણ બીજામાં મને નથી જોતો, તે માણસ ભક્ત નથી પણ દંભી છે, એ દંભ કરે છે. પહેલાં તો જેઓ ઘરમાં છે તેમનામાં પરમાત્માને-મને જુઓ પછી પ્રાણી માત્રમાં જુઓ. પ્રાણીઓને પોતાનાથી જુદાં જે જુવે છે અને પોતે તેમનાથી શ્રેષ્ઠ છે તેમ જે માને છે, તેમની ભક્તિ ફળતી નથી, તેમને હું (પરમાત્મા) મળતો નથી. નિષ્કામ પ્રેમ જ, ભક્તિમય પ્રેમ જ પ્રત્યેક જીવમાં પરમાત્મ દર્શન-માસ્દર્શન કરાવે છે. આ ભક્તિ નથી પણ દંભ છે દર્શનાર્થીઓ મંદિરમાં પ્રભુદર્શને આવ્યા. પણ પૂજારી કહે છે : “હાલ દર્શનનહિ થાય, ભગવાન શયન કરે છે. ઘણાં દર્શનાર્થીઓ નિરાશ થઈને પાછા ગયા. પણ જે દર્શનાર્થીઓએ પૂજારીને ૧૦૦ રૂપિયાની નોટ આપી તેમને પૂજારીએ ભગવાનને ઉઠાડીને બીજા દ્વારેથી દર્શન કરાવ્યાં. આ ભક્તિ નથી, દંભ છે. આવું અનંતવાર કરવાથી પણ ધર્મ થતો નથી. એક સંતે કહ્યું: “અનેક યુગ વીત્યારે તેને પંથે ચાલતાં રે, તો યુનાવ્યો મારગડાનો અંતરે. શ્રીમદ્જીએ કહ્યું: “આ સાધન વારંવાર કર્યું છે.’ તો એક કવિએ કહ્યું છે કે : અડસઠ તીરથ ફરી આવે પણ શ્વાનપણું નવ જાય, મૂરખને જ્ઞાન કદી નવ થાય.’ જાકુ જ્ઞાન કળા ઘટ ભાસી અનેક સંતોએ પોતાની અલગ-અલગ ભાષામાં સંસ્કૃત, પાલી, માગધી અને અન્ય પ્રાદેશિક ભાષામાં અનેક-અનેક વાર કહ્યું છે કેઃ તાંબુરસસિદ્ધિથી સોનું બને છે. પણ સોનું બનેલું તાંબુ ફેર તાંબુ બનતું નથી. એવી જ રીતે સાધનાના પરિણામે શુદ્ધ થઈ જે ઉચ્ચ પ્રકારનો માનવી બને છે તે માણસ ફરીને નિમ્ન કક્ષાનો, અશુદ્ધ બનતો નથી. મોહનો પડદો એક વાર ઊઠી જઈ મોહ ક્ષય થાય છે તે એવોને એવો જ રહે છે. મોહ જેનામાંથી જાય છે તેની દષ્ટિ Page #104 -------------------------------------------------------------------------- ________________ ભાગવતનો સંદેશ (૧૦૧) સમ્યગુ થાય છે, યથાર્થ થાય છે. એ આખો ને આખો પરિવર્તિત થઈ જાય છે, બદલાઇ જાય છે. તેનામાંથી રાગ-દ્વેષ વગેરે વિકારો ચાલ્યા જાય છે. હવે આને વસ્તુ જેવી છે તેવી દેખાય છે. લક્ષ્મી અનિત્ય જણાવે છે તેથી તે તેની પાછળ પડતો નથી. તેનામાં જ્ઞાન પ્રવેશ કર્યો છે પણ ત્યારે જગત તો એનું એ જ રહ્યું છે. ધોબીએ ભૂલથી બીજાની ચાદર તમને આપી. તમે ઘરે લઈ ગયા જોયું તો તમારી જુની ચાદર હતી અને આ નવી છે. છેડે ભરેલું નામ વાંચ્યું તો તે બીજાનું હતું. તમે ચાદર ધોબીને પરત આપી આવ્યા. નવી ચાદર હતી છતાં દુઃખ ન થયું. કારણ એ કયાં તમારી હતી? દષ્ટિ બદલાઇ તેથી આમ બન્યું. પછી તો અપને ખાતર મહેલ બનાયા, આપ હિ જંગલ જાકર સોયા!' આ ઘરમાં મારે આ જીવન પૂરતું જ રહેવાનું છે પછી બીજો રહેશે. આ છે યથાર્થ જ્ઞાન-રાઇટ નોલેજ-સંત આનંદધનજી આને જ કહે છે : ‘જાદુ જ્ઞાન કલા ઘટ ભાસી, મતિ મેરી આતમ સમરણ લાગી.' ‘દષ્ટિ બદલાઈ એને સમજાયું કે પદાર્થો તરફ મોહ હતો તેથી નજર તેની તરફ જતી હતી. હવે દષ્ટિ અંદર ગઇ, આત્મા તરફ ગઇ તો પદાર્થ શાનો પોતાનો લાગે? એ પદાર્થમાંથી વિરામ પામ્યો. એને કંટાળો કશાથી આવતો નથી, પણ હવે તેને ક્ષુલ્લકમાં રસ નથી. ધીરજ અને બુદ્ધિપૂર્વક વૃત્તિને તે અંદરવાળીને આત્મામાં ઠેરવે છે. આત્મા સિવાય કશાનું ચિંતન એ કરતો નથી. પુરુષ અને પ્રકૃતિ તદાકાર હતાં ત્યારે તેને પદાર્થનું ચિંતન થતું હતું. તાદામ્ય બુદ્ધિ તૂટી અને ભેદ બુદ્ધિ પ્રાપ્ત થઇ. શરીર અને આત્મા જુદા છે એમ સ્પષ્ટ જણાયું. એ માત્ર બોલવાની વાત ન રહી પણ સ્પષ્ટ દેખાયું. વિકારોથી આત્માને સાચવવાનો છે દીકરાએ ખેતરેથી જીરું ભરેલો કોથળો ઘરે મોકલ્યો. બપોર હતી. ઘરમાં જમવાનું ચાલતું હતું તેથી જીરાનો કોથળોબહાર મૂક્યો. રાત પડી ડોસી ડોસાને કહે છે કોથળો અંદર મૂકો. અને બંનેએ મળીને એ કોથળો ઘરમાં મૂક્યો. બીજે દિવસે સવારે જીરું વેચાણું એટલે કોથળો ખાલી થયો. હવે એને અંદર મૂકવાની જરૂર નથી ભલે એ બહાર જ રહ્યો. Page #105 -------------------------------------------------------------------------- ________________ (૧૨) ભાગવતો સંદેશ ત્રિજોરી બનાવનારના કારખાનામાં તો બહાર જ હતી. તે ખરીદી લેનારે ઘરના ઓરડામાં મૂકી તેમાં સોનું-ચાંદી, દાગીના અને ઝવેરાત મૂક્યા. ત્રિજોરી બંધ કરી ચાવીથી કળો વાસી, એ રૂમને પણ તાળું માર્યું. આમ એટલે કર્યું કે અંદર જે માલ છે તેને સાચવવાનો છે. એ જ રીતે દેહ અને આત્માનો ફરક સમજીને પડોશી સાથે રહેતા હોવ તે રીતે તમે તમારા શરીરમાં રહો. હવે નવો જન્મ ન લેવો પડે એ રીતે આજીવશે - તલવાર અને મ્યાન જુદાં છે, તેમ શરીર અને આત્મા જુદાં છે તેવું સ્પષ્ટ દેખાયા પછી શરીરમાં ભાગ્ય પ્રમાણે જેટલો સમય રહેવાનું હશે એટલો સમય રહેવાશે પણ મોહ વગર, આસક્તિ વગર. હવે આ માણસ સદાચારથી જ જીવશે. નારિયેળની કાચલીથી ગોળો જુદો તેમ શરીરથી પોતે (આત્મા) જુદો છે એ રીતે આ જીવશે. તેને હવે નવો જન્મ ન લેવો પડે એ રીતે જીવશે. ભગવાન મહાવીરે સાડાબાર વર્ષ સાધના જી કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. આવી ક્ષણ આપવા માટે વર્ષોની સાધના જોઇએ. એવી ઘટના ઘટે તો છે. જીવન પ્રશ્નાતીતી બને, સારું જીવન પરિવર્તન થઇ જાય. આ વાસ્તવિક સમાધિ છે. હઠયોગ જ્ઞાનયોગની સમાધિ એ બન્નેને ભેગાં કરો તો પણ આની તોલે ન આવે. એવી આ પરમસમાધિ છે. જ્યાં પ્રશ્ન નથી, દુઃખ કે આનંદ નથી તેવી છે એ. પ્રજ્ઞાને સ્વાનુભૂતિ થાય તે આત્મા સાક્ષાત્કાર કહેવાય. તે પ્રાપ્રત કરવાના વિવિધ ઉપાયોગ છે. “પ્રાણીઓની રક્ષા” - “પ્રાણીઓની રક્ષા નથી કરી માટે જીવનમાં વિસંવાદ છે, વિખવાદ અને વેર ઝેર છે. કલેશને કંકાસ છે. હે પ્રભુ, અમારી આ માગણી છે કે જીવસૃષ્ટિ સાથે અમને તાલમેલ થાય. અનુભવનો એ પ્રેમ મળે અને આનંદ અનુભવાય.’ તીર્થકરોમાં અવતારી પુરુષોમાં આ સંગીત ગૂંજી ઉઠયું. મુનિ શ્રી ભાનુવિજયજી Page #106 -------------------------------------------------------------------------- ________________ (૫) અવેરનેસ પ્રાપ્ત કરો બોધથી મોહ જાય મોહ જાય તો દષ્ટિ બદલાય, પ્રકૃતિ અને પુરુષ, શરીર અને આત્મા જુદા દેખાય. તેથી આસક્તિ-મમત્વ જાય અને જેમ નારિયેળની કાચલીથી ગોળો જુદો તેમ શરીરથી આત્મા જુદો દેખાય. જ્ઞાન પ્રાપ્તિ બાદ દેવહુતિનો મોહ ગયો છે. તે કારણે દેવહુતિને કપિલજી દીકરો નહિ ઉદ્ધારક પુરુષ દેખાય છે. તેઓ કહે છે: કપિલજી, તમારી કૃપાથી મને મહામૂલ્યવાન સિદ્ધિ મળી છે, મોહ શૂન્ય અવસ્થા મળી છે. મારું સ્થૂળ શરીર જશે અને અંદરનું કારણ શરીર પણ જશે, હવે મારે ફેર નવો જન્મ નથી લેવો.’ મોહનથી તો જન્મ નથી કપિલજી કહે છે: 'મા, મેં તમને જે સુગમ, સરળ બોધ આપ્યો છે તેનું અવલંબન કરવાથી તમને અવશ્ય મોક્ષ મળવાનો. મેં તમને કહેલા પ્રત્યેક શબ્દમાં તમે પરમ વિશ્વાસ રાખ્યો છે. તેથી તમારે હવે કોઇની મા નહિ બનવું પડે. તમારે કોઇના દીકરા બનવું નહિ પડે. તમે જન્મ, જરા, મૃત્યુ નહિ એવી અવસ્થા પ્રાપ્ત કરી છે. હે, મા! નારદજીને અને અનેક સંતોને મેં આ જ વાતો કહી છે. તમે એકાગ્રતા, સમતા, પ્રસન્નતા, કરુણા, ધ્યાન અને ભક્તિને લૂંટ્યા છે. ધોર તપ કર્યા પછી જ પિતા કર્દમજીનું કલ્યાણ થયું પણ, તમને તો સુગમ બોધથી જ એ મળ્યું.' આટલું કહી કપિલજી મૌન થઈ ગયા. જ્ઞાન અને જ્ઞાની પાસે મોહ રહી શકતો નથી કપિલજી ઊભા થયા, મા દેવહુતિને વંદન કરીને બોલ્યા: “મા, મને હવે રજા આપો. મારા પિતા કર્દમજી જ્યાં ગયા છે ત્યાં જઈ હું તપ કરવા ઇચ્છું છું.” ભગવદ્ગીતા પૂરી થતાં અર્જુનનો મોહ ગયો. અને મોહના સાથીદારો Page #107 -------------------------------------------------------------------------- ________________ (૧૦૪) ભાગવતનો સંદેશ તત્ત્વજ્ઞાન તરંગિણી - - પણ ગયા. મોહ જ્ઞાન અને જીવંત જ્ઞાની પુરુષ સાથે જીવી શકતો નથી, તેથી તે આ બેમાંથી એક આવતાં જ ચાલ્યો જાય છે. લોકો કહે છે : ‘ગંગા સ્નાન કરવાથી મોહ જાય છે, પાપો જાય છે. ખરી વાત તો એ છે કે ગંગામાં સ્નાન કરવા માણસ ઊતરે તે વખતે મોહ અને પાપ કિનારે ઊભો રહે છે. સ્નાન કરીને બહાર નીકળતાં માણસમાં મોહ પાપ પાછાં પ્રવેશ કરે છે. કારણ એ છે કે તમે શ્રાવણ માસમાં એક વાર જમો, બારે માસ અગિયારસ કરો પછી જરા જોજો તો ખરા મનમાં કે મોહ ગયો છે ખરો? નથી ગયો તો વિચારો કે તમે કરેલું અનુષ્ઠાન શા કામનું? ક્ષણનો વિષાદ કપિલજી માની આજ્ઞા લઇ વનમાં તપ કરવા ગયા. મા દેવહુતિ વિચારે છે. પ્રથમ તો પતિ ઋષિ કર્દમજી ગયા, તેમનો વિયોગ થયો હતો. હવે પુત્ર કપિલજી ગયા તેમનો વિયોગ થયો તેથી થોડીક વ્યાકુળતા થઈ. આત્મજ્ઞાન સમ્પન્ન થયા હોવા છતાં દેવહુતિજીને આવું થયું, જેમ વાછરડું છૂટું પડયા પછી ગાયને થાય છે. પરંતુ બીજી જ ક્ષણે આ આત્મજ્ઞાની માતાને વિચાર આવ્યો કે પ્રત્યેકને જવાનું છે, આમ જ છૂટા પડવાનું જ છે તો વિષાદ શા માટે? અને એ સ્વસ્થ બની ગયાં. પછી બિંદુ સરોવરના કાંઠે બેસીને એમણે અંતિમ સાધના એવી કરી કે એમને સિદ્ધ પદ મળ્યું. આને પરિણામે બિંદુ સરોવરનું મહામ્ય એવું વધ્યું કે “સંસારમાંથી મુક્ત થવા માટે માણસોએ બિંદુ સરોવર (સિદ્ધપુર) ઉપર જવા માંડ્યું છે. નો કમીંગ પર્સનાલીટી શ્રેષ્ઠ કોટીના, પરમ અવસ્થા પ્રાપ્ત થયેલા પુરુષોમાં પણ ઉત્કર્ષપતન, આરોહણ-અવરોહણ હોય છે. પરંતુ એ પછી એક ભૂમિકા એવી આવે છે ત્યાંથી હવે આગળ જવાનું નથી, ત્યાં સ્થિરતા છે, આરોહણ- અવરોહણ ત્યાં નથી. ત્યાં જરા પણ પુનરાવૃત્તિ નથી. એ જગતમાં પાછા નથી આવવાના. એમને સંતો નો કમીંગ પર્સનાલીટી’ ‘પરિપૂર્ણ સિદ્ધ અવસ્થા કહે છે. એ ૧૦૦ ટકા સંપૂર્ણ એમને મળી છે. જો તેમને ૯૯.૯૯ ટકા એ સિદ્ધિ મળી હોત Page #108 -------------------------------------------------------------------------- ________________ ભાગવતતો સદેશ (૧૦૫) તો જગતમાં પાછા આવવાનો સંભવ રહ્યો હોત. જ્યાંથી પાછા વળવાનું નથી દરેક સંપ્રદાયમાં દર્શનમાં, અલગ-અલગ રીતે આવી ભૂમિકાઓનું વર્ણન કરેલું છે. પાતંજલ યોગ સૂત્રમાં આઠ ભૂમિકાઓ છે, પાશુપતમાં સાત છે, જૈન દર્શનમાં ચૌદ ભૂમિકાઓ છે. તેમાં અગિયારની ભૂમિકા સુધી જનારને પાછા ફરવાનું જોખમ છે. જો સાધક બારમી ભૂમિકામાં પ્રવેશ કરી જાય તો એ જોખમ નથી રહેતું. જે. કૃષ્ણમૂર્તિ કહે છે કે : “જો જીવનની પ્રત્યેક ક્રિયામાં ટોટલ અવેરનેસ આવી જાય, એકશન-રિએકશનમાં પણ જાગૃત રહેવાય તો એ જાગૃત પુરુષ એ યાત્રા પાર કરી શકે છે જ્યાંથી પાછા વળવાનું નથી. સાધકે પોતાની સાધનાની તુલના આ અવસ્થા પ્રાપ્ત કરેલાં સાથે કરવાની છે. જીવનની પ્રત્યેક ક્રિયાઓ જાગૃતિથી કરો ભગવાન મહાવીરને એમના શિષ્ય પૂછયું : “ભગવન્! અમે કેવી રીતે કર્મ કરીએ, ચાલીએ, બેસીએ, ઊઠીએ, ખાઇએ, પીએ, ઊંધીએ કે જેથી પાપકર્મ ન બંધાય તે કહો.” ભગવાને કહ્યું : જીવનની હરેક ક્રિયાઓ તમે જાગૃતિથી કરો, જયણાપૂર્વક-યતનાપૂર્વક કરો અને જાગીને જ જીવો. માણસને સંપૂર્ણ મુક્ત અવસ્થાન મળે ત્યાં સુધી તેમણે જાગૃત જ રહેવું જોઇએ. પ્રથમ તો તેનામાંથી રાગ, દ્વેષ, મોહ, લોભ, કામ, ક્રોધ સંપૂર્ણપણે જાય ત્યાં સુધી તે જાગૃત રહે. સર્વ દોષોનો સર્વથા ક્ષય થાય. એ તેણે ધ્યાનમાં રાખવાનું છે. પ્રભુને પ્રાર્થના મોહ રૂપી મદિરા માનવે તૃષ્ણાના પાત્રમાં પીધી છે તેથી તેને છાક ચઢયો છે. માટે પ્રભુને એવી પ્રાર્થના કરો કે : માત્રને માત્ર મને તું જાગૃત કર, સદા હોશમાં જ રાખ, તેમાં જ જીવાડ. જો એ રીતે જીવાશે તો ગુસ્સો નહિ થાય, વિકારો નહિ પજવે. માણસ સતત એ યાદ રાખે કે ટોટલ અવેરનેસર મળે ત્યારે જ પતન થવાની શક્યતા નથી રહેતી તેથી જરાક ઓછી અવસ્થામાં પતનની શક્યતા છે જ, Page #109 -------------------------------------------------------------------------- ________________ (૨૬) જાગૃત રહીને જ જીવો જાગૃત રહો અંધારું ધોર હતું, વગડાની વાત હતી. રસ્તો દેખાતો ન હતો. સામેથી ફાનસ લઇ એક ભાઈ આવ્યા. તેમને રસ્તો પૂછ્યો. એ કહે : “આગળ જતાં આ ટેકરીની બંને બાજુ ખીણ આવેલી છે, વચ્ચે છે એક માઈલ (દોઢ કિલો મીટર) લાંબી સાંકડી પગથી. તેના ઉપરથી તમારે પસાર થવાનું છે. જરાક ચૂકો, પગ આડી-અવળો પડશે તો ઊંડી ખીણમાં પડશો અને મરશો. અને નહિ ચૂકો તો આગળ મોટો પહોળો રસ્તો આવશે. અને જોડે ગામ આવશે. હવે કહો રાત્રિના આ અંધકારમાં એ પગથી ઉપર કેવી રીતે ચાલવું જોઈએ? પૂર્ણ જાગૃતિથી ચલાયતોજ બચી શકાય. એવી જ રીતે ઘણા જન્મોના પુણ્યના કારણે માનવ શરીર મળે ત્યારે જાગૃતિપૂર્વક જીવન જીવી, વિષયોપભોગવિનાનું સંયમી જીવન જીવી, આત્મજ્ઞાની સંતના શરણે જઈ, તેમના માર્ગદર્શન પ્રમાણે સાધના કરીને બ્રહ્માનંદ પ્રાપ્ત કરી મોક્ષ મેળવવાનો પુરુષાર્થ જ કરવાનો હોય. વાસના સાથે રમતો માણસ ગળામાં પહેરેલો હાર કરોડો રૂપિયાનો હોઈ શકે પણ જેણે એ હાર પહેર્યો છે તે માનવ દેહની કિંમત આંકી શકાય તેવી નથી. આ માનવ દેહથી જ આત્મોપાસના થઈ શકે, બ્રહ્મ દર્શન થઈ શકે, ફેર જન્મ ન લેવો પડે તેવી મોક્ષ સ્થિતિ પ્રાપ્ત થઈ શકે. ઝાષભદેવ જેમને ભગવાન આદિનાથ પણ કહેવાય છે તેમને સો પુત્રો હતા. સો પુત્રોને જુદા જુદા રાજ્યો આપી તેઓ સંયમ માર્ગ ગ્રહણ કર્યો. મોટા પુત્ર ભરતને આયુદ્ધ શાળામાં ચકરત્ન ઉત્પન્ન થયું. તેના બળે તેણે ભરત ક્ષેત્રના છ ખંડ જીત્યા, છતાં ચકરત્ન આયુધ શાળામાં પ્રવેશ ન કર્યો. સેનાપતિએ કહ્યું કે તમારા નવાણુ ભાઇઓ ઉપર તમે વિજ્ય નથી મેળવ્યો. Page #110 -------------------------------------------------------------------------- ________________ ભાગવતતો સદેશ (૧૦૦) ભરતે બાહુબલિ સિવાયના ૯૮ ભાઇઓને સમાચાર મોકલ્યા કે તમે મારી આજ્ઞામાં રહો અથવા યુદ્ધ કરવા તૈયાર થાવ. ૯૮ ભાઇઓને થયું કે અમને રાજ્ય તો પિતાશ્રીએ આપ્યું છે, અમારે શું કરવું? ભરત સાથે યુદ્ધ કરવું કે એમની આજ્ઞામાં રહેવું. તેઓ આદિનાથ ભગવાન પાસે ગયા. ને પૂછ્યું કે અમારે શું કરવું? ભગવાને કહ્યું કે જો તમારે યુદ્ધ કરવું હોય તો અંતરંગ કામ, ક્રોધ આદિ શત્રુઓ સાથે યુદ્ધ કરી તેના ઉપર વિજય મેળવીને તમારી અંતરંગ રાજ્ય લક્ષ્મીને ભોગવો. આવા ઉપદેશના પરિણામે અઠ્ઠાણું પુત્રો જે યુદ્ધના વિચારમાં રમતા હતા તેઓ ત્યાંથી વળીને સાધનાના પંથે વળ્યા. ભગવાનની આજ્ઞા પ્રમાણે સાધના કરી મોક્ષ મેળવ્યો. અજ્ઞાનને કારણે અટવાતો માણસ માણસમાં આત્માને જાણવાની જિજ્ઞાસા જાગતી નથી ત્યાં સુધી તેનામાં અજ્ઞાન જ રહે છે. તેથી તે પોતાના મૂળ સ્વરૂપ વિશે કાંઈ જાણી શક્તો નથી. એ તેના દુઃખનું મૂળ કારણ છે. કેમ કે અજ્ઞાનના કારણે તે વિકારો, અશુભ વિચારો અને દુષ્કર્મથી ધેરાયેલો રહે છે. તેના ઉપર કષાયો સવાર થયેલા જ રહે છે તેથી તે ભોગ-વિલાસ કરવા જ આ જગતમાં આવ્યો છે તેવું માને છે. અવિદ્યા આત્મ સ્વરૂપને ઢાંકે છે રમણ મહર્ષિએ જીવ્યા ત્યાં સુધી એક જ વાત કહ્યા કરી કે: ‘હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું એનો વિચાર કરીને એ વાત જાણો.’ માણસ જયાં સુધી આત્મકર્મનથી જાણતો ત્યાં સુધી લૌકિક કર્મમાં અટવાયેલો રહે છે. એ કર્મ છે આહાર, નિદ્રા, ભય, મૈથુન વગેરે. તે ઉપરાંત ધર્મના નામે કર્મકાંડ જે કાંઇ કરે છે તેનાથી તેનામાં રહેલી વાસનામાં ઉમેરો થાય છે, કર્મનું નવું બંધન ઊભું થાય છે. કર્મ સાંકળથી એ જકડાતો જાય છે. આ છે અવિદ્યા, જેનાથી આત્મ સ્વરૂપ ઢંકાઇ જાય છે. આત્મા હાજર છે જેમ વીજળીના ગોળા ઉપર કપડું લપેટો તો પ્રકાશ બહાર રેલાતો નથી, Page #111 -------------------------------------------------------------------------- ________________ (૧૦૮) ભાગવતનો સંદેશ -- સૂર્ય આગળ ધન ધોર વાદળાં આવી જવાથી સૂર્ય ઢંકાય છે, તેથી પૃથ્વીને સૂર્ય પ્રકાશ મળતો નથી પણ જો વાદળાં હટે તો સૂર્ય પ્રકાશ મળે છે. એવી જ રીતે આત્મા ઉપર છવાયેલું કર્મનું, કષાયોનું, ફ્લેશ-કંકાસનું આવરણ હટે તો જેવો છે તેવો આત્મા પ્રકાશિત થાય છે. આમ આત્મા એટલે તમે પોતે હાજર જ છો. પણ વિકારોથી વ્યાકુળ બનેલું ચિત્ત વાસના પૂર્તિ કરવા જ્યાં ત્યાં ઝાવાં નાખતું જ રહે છે તેથી તેને પરમાર્થ કાર્ય માટે-સાધના માટે સમય નથી મળતો. માણસ સદાય આમ જ કરતો રહેશે તો તેના દેહના બંધન ક્યારે ય તૂટશે નહિ. હું આત્મા છું એ ભાવ આપો ઋષભદેવજી પુત્રોને કહે છે : હે પુત્રો, સૌના દેહમાં આત્મા રહેલો છે. એ આત્મામાં પરમાત્મા છૂપાયેલો છે. તેને તમારે -માણસે-જોવાનો છે. માણસને તો શરીર જ દેખાય છે, અંદર રહેલો આત્મા નથી દેખાતો. જો માણસ શરીરથી પર જાય તો જ તેને આત્મા દેખાય. ‘નહિ હમ પુરુષા, નહિ હમ નારી.' મારી આવી જાતિ નથી પણ હું તો આત્મા છું. આવું ભાન થતાં સદ્ગુરુનું શરણ લેવાય તો જ સમજ પડશે કે દેહમાં આત્મા છે અને એ આત્મામાં પરમાત્મા છે. આમ થતાં પરમાત્મા પ્રત્યે ભક્તિ પ્રગટે છે, પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ પ્રગટ છે. એવું ન થાય ત્યાં સુધી માણસ ભ્રમણામાં જ ઘેરાયેલો રહે છે. ખૂબી એ છે કે આ પ્રેમામૃત, ભક્તામૃતમાં ફલેશ, ઝેર, નિરાશા કે હતાશા નથી તેમાં તો છે ફકત પ્રેમ, પ્રેમ નો પ્રેમ જ. તૃષ્ણા એટલે સતત જોઈએ તે જીવનની આ મોટામાં મોટી અનુભૂતિ છે. આ અવસ્થા તૃષ્ણાનો ત્યાગ ર્યા પછી જ મળે છે. તૃષ્ણા એટલે સતત કાંઈક ને કાંઇક જોઇએ છે એવી વૃત્તિ. ગરીબ એવા ભિક્ષુકે તપ કર્યું દેવ પ્રસન્ન થયા કહ્યું: “માગે તે આપું! પેલો કહે : 'મને ધન આપીને ગરીબી કાઢો. દેવ કહે તારી ઝોળી પહોળી કર, હું એમાં સોનામહોરોનાખીશ. જેટલી તેમાં સમાય એટલી તારી. પણ મહોરોના વજનથી ઝોળી ફાટી જઇને જમીન ઉપર પડશે તો બધી મહોરો ગાયબ Page #112 -------------------------------------------------------------------------- ________________ ભાગવતતો સદેશ (૧૦૯) અદશ્ય થઈ જશે તો તને કશું નહિ મળે. દેવે પેલાની ઝોળીમાં મહોરો નાખી. પેલો કહે હજુ નાખો. દેવે તો નાખી પણ તેના વજનથી ઝોળી ફાટી અને મહોરો જમીન ઉપર પડતાં જ અદશ્ય થઈ ગઈ. દેવ પણ ગયા. તૃષ્ણાને કારણે ભિક્ષુકે સોનામહોરો ખોઈ. એવી જ રીતે માણસ પણ આત્મા અને પરમાત્મા રૂપી ધન તૃષ્ણામાં ડૂબીને ગુમાવે છે. સમત્વથી આત્મ રસ્તે જવાય જે ઘર નોબત વાગતી થાતાં છત્રીસ રાગ, ખંડેર થઈ ખાલી પડ્યાં બેઠન લાગા છે કાગ. જીવનમાં સુખ અને દુઃખ આવ્યા જ કરશે. સુખમાં ડૂબે નહિ દુઃખમાં વિષાદ ન પામે તો આત્માના રસ્તે જવાય. સુખ વખતે અહંકાર નહિ, દુઃખ વખતે ઉદ્વેગ નહિ, પણ એ બંનેમાંથી સમત્વપૂર્વક પસાર થવાથી આત્માનુભવના રસ્તે જવાય. જેઓએ સમગ્ર જીવસૃષ્ટિ સાથે તાલમેલ સાધ્યો છે, જેમના જીવનમાં સંવાદિતા પ્રાપ્ત થઇ છે તેમને જીનેશ કહો, પ્રભુ કહો, વીતરાગ 'કહો, પરમાત્મા કરો એમની પૂજા ભકિત કરવી. બહુમાન કરવું. જ્યાં લાલમેલ હોય છે ત્યાં પરમશાંતિ હોય છે. તેમના કોઇ વિરોધી હોય પણ તેમને કોઇનો પણ વિરોધ હોતો નથી. ભગવાન મહાવીરને ગોવાળે ખીલા ઠોક્યા, ભગવાન બુદ્ધને દેવદત્તે ઝેર આપ્યું છતાં તેઓ ઉગ ન પામ્યા. ઉદ્વેગ ન પામવો એ જીવનની અભૂત અવસ્થા છે. એમના માટે “અહ” પૂજ્ય શબ્દ વાપર્યો. આવી પરિસ્થિતિમાં તેઓ સ્થિત હતા તેથી તેમને પરમકી કહ્યા. આવા જિનેશ્વર દેવજી પૂજા-ભક્તિ કરવી. મુનિ શ્રી ભાનુવિજ્યજી Page #113 -------------------------------------------------------------------------- ________________ ( 9) આસક્તિ છોડો આત્મતત્ત્વ કેવી રીતે જણાય જો આત્મતત્ત્વજાણવાની પ્રબળ જિજ્ઞાસા જાગી ઊઠી હોય તેવા મનથી તત્ત્વ વિચાર કરાય તો આત્મ-તત્ત્વ જાણી શકાય છે. વળી ઇચ્છા નિરોધ કરી પરમતત્ત્વનું તપ કરવું એ પણ એને પ્રાપ્ત કરવાનો ઉપાય છે. સત્કર્મ પણ કામના વિના થતું રહે તો તેનાથી ચિત્ત શુદ્ધિ થાય છે અને તેવી અવસ્થામાં આત્મ તત્ત્વ જાણી શકાય. ભગવાન શ્રીકૃષ્ણ ભગદ્ગીતામાં કહ્યું છે કે મારો ભક્ત કે ભક્તો જે મારામાં ડૂબેલા છે, મારામય બનેલા છે તે ભક્તોનો સંગ કરવાથી આત્મ તત્ત્વ મળે છે. વેરભાવ ત્યજી સૌની સાથે શાંતિથી જીવાય તો પરમ તત્ત્વની પ્રાપ્તિ થઈ શકે. એકાંતમાં બેસી અધ્યાત્મ શાસ્ત્રોનું વાંચન વારંવાર કરી, અનુશીલન કરવાથી પણ આત્મ તત્ત્વ જણાય છે. ઇન્દ્રિયો અને મનનો સંયમ કરવાથી આત્મ તત્ત્વનો સંયોગ થાય છે. આત્મજ્ઞાની સદ્ગુરુ ઉપર પરમ શ્રદ્ધા રાખી, તેમની આજ્ઞાનું પાલન કરવાથી પણ એ તત્વ પ્રાપ્ત થાય છે. અવિદ્યાના કારણે જે જે ગ્રંથિઓ ઉત્પન્ન થઈ, બંધન કરી રહી છે તેને દૂર કરવાના ઉપાયો શાસ્ત્રોમાં લખેલા છે તે ઉપાયોથી ગ્રંથિઓને છેદીનાખવાથી પણ આ તત્ત્વ મળે છે. નિરાલંબન અવસ્થા પ્રાપ્ત કરો ઉપરનો કોઈ પણ ઉપાય કર્યા પછી પ્રત્યેક સાધનનો ત્યાગ કરીને નિરાલંબન (અકર્મ) અવસ્થામાં જીવન જીવવાથી પણ આ તત્ત્વની પ્રાપ્તિ થાય છે. માણસે આ અવસ્થામાં જવું જ પડે. કેમ કે નાનું બાળક ચૂસણીયું મોઢામાં લે છે તેનાથી રમે છે પણ એજ બાળક મોટું થતાં ચૂસણીયું છોડે છે. એને એ હવે ગમતું નથી. એ છે નિરાલંબન અવસ્થા. જેમ વરસાદ પડતો હોય અને બહાર જવું હોય તો છત્રી ઓઢવી પડે પણ ઘરમાં છત્રી ન ઓઢાય, ત્યાં તો ખીંટીએ જ વળગાડવાની હોય. Page #114 -------------------------------------------------------------------------- ________________ ભાગવતનો સંદેશ (૧૧૧) માતા-પિતાએ સંતાનને તત્ત્વની વાત કરવી પોતાનું સાચું કલ્યાણ શામાં છે તે માણસ નથી જાણતો. વળી પોતાની પ્રકૃતિને પણ નથી ઓળખતો. તેને દૂર કરવાના ઉપાયની પણ તેને ખબર નથી. પણ સદ્ગુરુને તેની ખબર છે. માટે સદ્ગુરુ પાસે રહી, તત્ત્વનો નિર્ણય કરી, સદ્ગુરુની સૂચના પ્રમાણે સાધના કરવી. જે માણસ પોતાના પ્રિયાને તત્ત્વની વાત નથી કરતો એ પતિ, પિતા, બંધુ, ભગિની કે માતા એ પોતાના ધર્મનું ફરજનું બરાબર પાલન કરતા નથી. એવો ગુરુ પણ ગુરુનું લક્ષણ ધરાવતો નથી. ગુરુ તો એ છે જે પોતાના શિષ્યને પરમાત્મ તત્ત્વની, ભક્તિની સમજ જરૂરથી આપે. સાથે સુખ-દુઃખમાં ભગવાનને નહિ ભૂલવાની શીખ પણ અવશ્ય આપે. માતા-પિતાએ સંતાનને દુર્ગુણોથી બચાવવા હોય, સણો મેળવવા જેવા છે તેવી સમજણ આપવી. અનેક માણસો સર્વસ્વ ત્યાગી તપ માર્ગે ગયા છે - ભરત રાજાએ અનેક વર્ષો સુધી રાજ્ય ચલાવ્યું પછી તેમનામાં વૈરાગ્ય આવ્યો. એને પરિણામે તેઓ ત્યાગના, વીતરાગના રસ્તે ગયા. આ પ્રમાણે ઘણા રાજાઓ રાજ્ય છોડી, પંડિતો- વિદ્વાનો વિદ્યાનો અહમ્ છોડી, ધનવંતો ધન અને પરિવાર છોડી, સંસાર છોડી, તપના મારગે ગયા છે. ભરતજીની આસક્તિ ભરતજી ભરપૂર સાહ્યબી છોડી વનમાં ગયા. દુર્ગમ તપસ્યા, સાધના એમણે કરી. દિગંબર અવસ્થામાં રહ્યા. મળ્યો તે જ આહાર તેમણે લીધો. રાત-દિવસ સતત બ્રહ્મચિંતનમાં ડૂબેલા રહ્યા. સતત ધ્યાનમાં રહેવાથી તેમની ગ્રંથિઓ છેદાતી રહી, રાગ-દ્વેષ-માયા-મોહ તેમનામાંથી ઓગળતા ગયા અને અંદરથી આનંદનો સાગર ઉમટતો રહ્યો. પણ હજુ છેલ્લી અવસ્થા આવી નહોતી. તેઓ ગંડકી નદીના કિનારે ગયા. ત્યાં તાજું જ જન્મેલું હરણનું એક બચ્ચું જોયું. તેની મા મરણ પામી હતી. જો આની સંભાળતત્કાળનલેવાય તો તે મરી જશે તેવું લાગ્યું. એ બચ્ચાને એમણે લીધું અને ઉછેરવા માંડયું. ધીરે ધીરે તેનામાં ભરતજીને આસક્તિ થતી ગઈ. રાજપાટ, કુટુંબ પરિવાર છોડ્યાં Page #115 -------------------------------------------------------------------------- ________________ (૧૧૨) ભાગવતનો સંદેશ તે સાધના માટે ઉત્તમ હતું પણ હરણના બચ્ચા ઉપરની આસક્તિ થવી તે ་ નિમ્ન દશા હતી. આ બચ્ચા પ્રત્યે કરુણા ભાવ થયો, સાથે ખેંચાણ પણ થયું. એ જ્યાં જાય ત્યાં બચ્ચાને સાથે રાખવા માંડયા. તપ, સ્વાધ્યાય, ધ્યાન કરે ત્યારે પણ સાથે બચ્ચું તો હોય જ. જેમ વૃક્ષને વેલ વિંટળાઇ વળે છે તેમ ભરતજીને બચ્ચાની માયા વિંટળાઇ વળી. ત્યાગ વિના આસક્તિ જતી નથી ઘણા માણસો એવું કહે છે કે અમે સંસારમાં છીએ ખરા પણ અમને સંસાર પ્રત્યે આસક્તિ નથી. એવા માણસો ઘરમાં રહી બાળકો રમાડે છે, ઘરકામ કરે છે, સંસારની ક્રિયાઓ કરે છે માયાને કારણે તેમનાં પૂજા, જપ, મંદિર, ધ્યાન વિશેષ ફળદાયી થતા નથી. આવું ભરતજીનું થયું. એ હરણમાં ડૂબી ગયા. એક દિવસ એ હરણ બાળ મૃત્યુ પામ્યું, તેનો તેમને ભારે વિષાદ થયો તેથી તેઓ બિમાર પડયા. મૃત્યુની સ્થિતિ આવી પડી. મૃત્યુ વખતે હરણની જ સ્મૃતિ સતત રહેવાથી એમને બીજો જન્મ હરણનો મળ્યો. વિશાળ રાજય, અનર્ગળ સંપત્તિ અને ભર્યું કુટુંબ છોડનાર રાજા હરણની આસક્તિ ન છોડી શક્યા. પરિણામે અંત વખતે જેવો ભાવ હોય છે તેવું સ્વરૂપ-તેવી ગતિ-મળે છે તેવા નિયમથી તે હરણ રૂપે જન્મ્યા. એક સુખદ વાત : ભગવાન વેદ વ્યાસજી કહે છે ઃ ‘આવી સ્થિતિમાં પણ એક સુખદ વાત એ બની કે તેમને ( હરણને) જાતિ સ્મરણ જ્ઞાન, પોતાના પૂર્વ જન્મોની સ્મૃતિ થઇ તેથી પોતે મૂળ કોણ હતા, કયાં હતા, શું શું બન્યું હતું તેની સ્મૃતિ જાગવાથી તે હરણોના ટોળાં વચ્ચે પણ એકલા હતા. તેમને એ વિચાર આવતો હતો કે ઃ ‘આસક્તિના કારણે માનવ દેહ છૂટી મને પશુ- હરણનો–દેહ મળ્યો છે’ આ ચિંતનથી આસક્તિ છૂટી ગઇ, જાગૃતિ આવી અને ધીરે ધીરે કયારેય પણ આસક્તિ ફેર ન ચોંટે તેવી અવસ્થા પણ મળી.. Page #116 -------------------------------------------------------------------------- ________________ (૨૮) અસંગના શસ્ત્રથી આસક્તિ કાપો વિવેક આસક્તિ ન થવા ભરતજીની આવી અવસ્થાનું કારણ હરણના બચ્ચા ઉપરની તેમની આસક્તિ હતી. મોહ અને અજ્ઞાન અહીં કામ કરતાં હતાં. શરીર પંચમહાભૂત, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશનું બનેલું છે. તેની સાથે મન, પ્રાણ અને બુદ્ધિ છે એટલે એને પંચમહાભૂતના જ સાધનો જોઇએ. અન્નને બ્રહ્મ માન્યું. તે દ્વારા પરબ્રહ્મની પૂજા થાય. સામાન્ય માણસ હોય કે મોટો યોગી હોય માનવ માત્રનો સંબંધ પદાર્થો અને વ્યક્તિઓ સાથે જ છે. તેનો સંયોગ થાય ત્યાં સુધી બરાબર છે પણ ઉપયોગ થતાં થતાં તેની સાથે આસક્તિ થઈ જાય તે બરાબર નથી. જો વિવેક જાગૃત હોય તો આસક્તિ ન થાય. સંસારનું મૂળ આસક્તિ છે - ભોજનમાં રોટલો-કઢી અને દૂધ પાક-પુરી હોય તે બંને સાથેનો અભિગમ જુદો હોય તે આસક્તિ છે. પદાર્થોને વ્યક્તિ તરફ આસક્તિ ન હોય, વ્યક્તિને પદાર્થ તરફ આસક્તિ હોય છે. માણસ પોતાના ઘોડાને અલંકારથી સજાવે તેથી ઘોડો ખુશ નથી થતો અને અલંકાર ન પહેરાવે તો તે નાખુશ પણ થતો નથી. ખુશ-નાખુશ તો માણસ થાય છે. આસક્તિ વિષમ ભાવ છે. જો સંન્યાસીને પણ વિષમ ભાવ આવે તો તેનું પણ પતન થાય છે. વિકલ્પો જેટલા વધારે હોય છે તેટલી આસક્તિ વધુ હોય છે. સંસારનું મૂળ પદાર્થ, વ્યક્તિ અને સંયોગ તરફની આસક્તિ છે. આસક્તિ એટલે મમત્વ, મારાપણું. અસંગના શસ્ત્રથી આસક્તિને કાપો આસક્તિ થવા માટેનું નિમિત્ત મોટું રાજ્ય, સત્તા, ખૂબ ધન જ હોય તેવું નથી. મામુલી ચીંથરા માટે પણ થાય. સુંદર વ્યક્તિ તરફ જ આસક્તિ થાય તેવું નહિ. કુબડા પ્રત્યે પણ થાય. પદાર્થ સ્થિર છે વ્યક્તિ આસક્તિના કારણે સ્થિર રહી શકતી નથી. ભગવાન શ્રીકૃષ્ણ ભગવદ્ગીતામાં એટલે જ કહ્યું છે કે : Page #117 -------------------------------------------------------------------------- ________________ (૧૧૪) ભાગવતનો સંદેશ ‘અસંગના ધારદાર શસ્ત્રથી આસક્તિના તાંતણાને કાપી નાખો. પણ તેવું કરવામાં મોટું સાહસ જોઇએ. જે આ તાંતણાને કાપી શક્યા તે પાર પામી ગયા. આસક્તિની જાળમાં માણસ મરે છે. રાવણ દુઃખી હતો સીતાજી તરફની તેની આસક્તિના કારણે પણ સીતાજી દુઃખી નહોતા કેમ કે તેમને રાવણ તરફ આસક્તિ નહોતી. વસ્તુ માણસને નથી બોલાવતી, માણસ વસ્તુ તરફ જાય છે. ધરેણાં જોવા બહેનો જાય છે. ધરેણાં સામાં બહેનો પાસે નથી આવતો. બહેનો ધરેણાં, નવાં કપડાં પહેરીને સુખમાં રાચે છે. કોઈ તેને એ ધરેણાં-કપડાં માટે પૂછે તેવું ઈચ્છે છે. જો કોઇ એ વિષે પૂછે તો તે કૂલાય છે. નપૂછે તો તે મનમાંબળે છે. આસક્તિ આવું કરાવે છે. કરોળીયાની જાળ બનાવવાની ફેકટરી તેના મોંમાં જ હોય છે. તેને કોઇ બહારની ધેરીની જરૂર નથી પડતી. જાળ એ જ બનાવે અને એ જ જાળમાં છેવટે એ જ મરે છે. એવી જ રીતે આસક્તિની જાળ માણસ ઊભી કરે છે અને એમાં ફસાઈને એમાં મરે છે. આસક્તિમાંથી ભવપીડા જન્મે છે ભરતજીને હરણ તરફની આસક્તિ ખૂબ હતી તેથી એ નિત્ય-નિયમ ચૂક્યા. ધ્યાનમાં બેસતાં જ પેલું હરણનું બચ્ચું યાદ આવે. અને ધ્યાન તૂટે. ખૂબીજુઓ એમણે વિશાળ રાજ્ય, મહેલો, વૈભવ પત્નીઓ, સંતાનોને છોડ્યાં પણ હરણનું એક નાનું બચ્ચું એ ન છોડી શક્યા. આમ થવાનું કારણ શુકદેવજી રાજા પરિક્ષીતને કહે છે કે : “ભરતજી શાસ્ત્રજ્ઞાની હતા, તપસ્વી હતા પણ તેમની આત્મ શુદ્ધિ નહોતી થઈ, આત્મજ્ઞાન એમને પ્રાપ્ત થયું નહોતું. એટલે જ તેઓ આસક્તિમાં ફસાયા. પરિણામે જ્યારે હરણના બચ્ચાનો દેહ છૂટ્યો ત્યારે ભરતજીને તેની અસહ્ય પીડા થઇ. આસક્તિમાંથી માયા, તેમાંથી મોહ જમ્યો. માંથી થઈ જન્મ મરણની પીડા-ભવપીડા.' જીવનની પ્રત્યેક પળે પરમાત્મ ચિંતન કરો સમુદ્રનાં જોરદાર મોજામાં લાખો ટનની સ્ટીમર તણાઈ જાય છે, તૂટી જાય છે, ડૂબી જાય છે. એવી જ રીતે આસક્તિનું જમ્બર મોજું આવે છે ત્યારે મોટામોટા તપસ્વીઓ, શાસ્ત્રોતણાઈ જાય છે. અને તેથી જ ભગવાન શ્રીકૃષ્ણ Page #118 -------------------------------------------------------------------------- ________________ ભાગવતનો સંદેશ (૧૧૫) આસક્તિ કાઢવાનું બળવાન સાધન અર્જુનને બતાવતાં કહે છે : ‘અર્જુન પ્રત્યેક કર્મ કરતાં કરતાં મારું સ્મરણ કર.' કેવી અદ્દભુત વાત થઇ. જીવનની પ્રત્યેક પળે જો પરમાત્મ ચિંતન થાય તો આસક્તિ ન સતાવી શકે. આસક્તિમાં જ દેહ છૂટવાથી ભરતજીને હરણનું શરીર મળ્યું. જીવનભર પરમાત્માનું સ્મરણ કર્યું હોય પણ મરતી વખતે એ ચૂકાઇ જવાય તો દુર્ગતિમાં જવાય. એક નાનકડી ભૂલનું આવું ગંભીર પરિણામ આવે છે. પુણ્યના કારણે જાતિ સ્મરણ રહ્યું પણ જો આજ આસક્તિ પરમાત્મા પ્રત્યે થાય, આત્મજ્ઞાની પુરુષ સાથે થાય તો ભવ પાર થવાય. કેમ કે પરમાત્મા તરફની આસક્તિ એ ભક્તિનો, અનુરાગનો કાચો માલ છે. માણસને કર્યતંત્રના નિયમ પ્રમાણે જ શરીર મળે છે. અંતિમ ક્ષણે જેવું વિચારાયું હશે, જેવું જીવાયું હશે તેવો દેહ મળે છે. આ નિયમ પ્રમાણે ભરત રાજાને હરણનું શરીર મળ્યું. આમ આસક્તિમાં એમણે ઘણું ખોયું પણ તેમને જાતિ સ્મરણ જ્ઞાન રહ્યું. ભરતજીને સમજાયેલી ભૂલ એ હરણ એકાંતમાં બેસીને વિચારે છે કેવું આશ્ચર્ય છે કે ભારે ધીરજથી, બધા પ્રકારની આસક્તિ છોડી, મારું મન મેવાસુદેવમાં જોયું હતું. પણ ઓચિંતુ જ આ હરણ બચ્ચું સામે આવ્યું અને તેની તરફ મારી આસક્તિ થઈ ગઈ. આ વિચાર દઢ થતાં જ તેઓ હરણના ટોળામાંથી દૂર ગયા અને પૂલક ઋષિના આશ્રમ તરફ ગયા. ત્યાં ઋષિઓ ધ્યાન, સ્વાધ્યાય કરતા તે જોતા અને શ્રવણ કરતા. પોતાની ભૂલ પોતાને સમજાય તે જ્ઞાન છે અને ન સમજાય એ અજ્ઞાન છે. ભરતજીનો-હરણનો-પશ્ચાતાપ જીવહિંસા ન થાય તે માટે એ હરણ સૂકા પાંદડાં, સૂકું ઘાસ જ ખાય છે. ઋષિ મુનિઓના વચનો સાંભળી તલ્લીન થઈ જાય છે. એમને એ પણ વિચાર આવે છે કે પૂર્વે મોટો ત્યાગ કર્યો હતો તે એક નાનકડી ભૂલને કારણે એળે ગયો. એમને પશ્ચાતાપ, વ્યથા, વેદના થાય છે. પરંતુ આ શરીર તો કર્યતંત્રના નિયમ પ્રમાણે જેટલો કાળ રહેવાનું હશે તેટલો કાળ રહેશે જ. . Page #119 -------------------------------------------------------------------------- ________________ (૨૯) સમતાવાન ભરતજી દુઃખ સમતાથી ભોગવી લેવા જેવું છે ગમે તેટલું દુઃખ પડે તે ભોગવી લેવા જેવું છે. કારણ જે કર્મો ક્ય છે. એટલું સુખ-દુઃખ આ શરીરથી ભોગવવું જ પડશે, તેમાં કશો ફેરફાર નહિ થાય. જે ક્ષણે નક્કી કરેલ સુખ-દુઃખ પૂરાં થશે, લેણ દેણ પૂરી થશે, તે જ ક્ષણે માણસે એનું શરીર છોડવાનું છે. સમય મર્યાદા પૂરી થતાં કર્મ-તંત્ર એક ક્ષણ પણ વધુ અહીં રહેવા દેતું નથી. અને ત્યારે કોઈ પણ કાળ હોય- સવાર, બપોર કે સાંજ હોય, કોઈ પણ ઋતુ હોય-શિયાળો, ઉનાળો કે ચોમાસુ હોય મૃત્યુ કિશાની રાહ નહિ જુએ. એ તો એ જ ક્ષણે લઇ જશે. ખરી વાત આવી છે માટે માણસે સુખ છકી ગયા વિના ભોગવવું અને દુઃખ સમતાથી ભોગવવું. આપઘાત કરવાથી પણ દુઃખથી છૂટાતું નથી. વળી તેમ કરવાથી નવો દેહ અને જૂનાં કર્મો, એવું જ થશે. એ દેહથી બાકી રહેલાં કર્મો ભોગવવાં જ પડશે એમાં કોઈ પણ રીતે છૂટકારો થવાનો નથી. માટે તો કુદરત કહે છે કે સંયોગો સામે, દુઃખો સામે લડવા જેવું નથી. પૂરું લડી શકાશે નહિ અને લડતાં, લડતાં મરી જવાશે તો કૂતરાનો અવતાર મળવા સંભવ છે. અંદરથી મહાજ્ઞાની ભરતજી ભરતજી ગંડકી નદીના પાણીમાં શરીર ડૂબાડી પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં વિચારે છે કે હવે આ દેહને જવું હોય તો જાય, અને જીવાય તો ભલે . જે થવાનું હોય તે ભલે થાય. તેઓ મરણ પામીને બીજા જન્મમાં બ્રાહ્મણનત્યાં જન્મ્યા. બ્રાહ્મણ શરીરમાં પણ જાતિસ્મરણ તો રહ્યું જ. હરક્ષણે તેમને હરણના બચ્ચા ઉપરની આસક્તિ યાદ આવતી. તેથી તેઓ મૌન થઈ જઈ પરમાત્મ સ્મરણમાં ડૂબી જતા. એ બોલતા નહિ તેથી લોકોએ તેમનું નામ ‘જડભરત’ પાડ્યું. ઉપરથી તે જડ જેવા, પાગલ જેવા, બહેરા જેવા દેખાતા હતા પણ અંદરથી મહાજ્ઞાની હતા. તેમના પિતાએ એમને ભણાવવાનો Page #120 -------------------------------------------------------------------------- ________________ ભાગવતનો સંદેશ (૧૧૦) પ્રયાસ કર્યો, પણ એ વ્યર્થ નીવડ્યો કેમકે એમને તો આગળના જન્મોમાં ભણેલું જાણેલું બધું જ યાદ હતું. આસક્તિ ક્યાંકથી હુમલો કરી પોતાની મોક્ષ તરફની યાત્રા બગાડી ન નાખે તે માટે તે મૌન હતા, જડ દેખાતા હતા, પાગલ જણાતા હતા, સૌથી અતડા રહેતા હતા. આવી સ્થિતિ હતી ભરતજીની. ભરતજી અકળાતા નહોતા મીરા કહેતી કે : બાઈ અમે ઘેલા થયા, પેલામાં સુખ માન્યું, કોઈ ઘેલું બન્યું તનને ઘેનમાં, કોઇ રૂપ ગર્વમાં બન્યું ઘેલું. અમે ઘેલા બન્યા એક ગોવિંદમાં એમાં અમે સુખ માન્યું. મા પણ ભરતજીને ટાળે, બીજી છોકરાને વહાલા ગણે. તેમને ખાવા ઠંડુ ઓસામણ-દાળ, બળી ગયેલો ભાત, લોઢી ઉપરથી પરાણે ઉખાડેલી રોટલી એવું ખાવા આપે, છતાં ભરતજી બોલતા નથી પણ ચૂપચાપ ખાઈ લે છે. છતાં ઘરનાં બધાં તેમને કહે છે કે ખાઈ-પીને શરીર વધાર્યું છે. પિતાને ખેતી હતી, શિયાળાની રાતે ખેતરમાં પાણી પાવાનું હોય તો ભરતજીને મોકલતા. એમ માનતા કે આમને કયાં ઠંડી લાગે છે? આવું બનતું છતાં ભરતજી ક્યારે પણ અકળાયા નહોતા. ભરતજી પ્રભુસ્મરણ કરતા રહે છે ભરતજીને જરાક આસક્તિના કારણે સંસારમાં ફરીથી આવવું પડ્યું. તત્ત્વ ચિંતકોએ આસક્તિની નિંદા નથી કરી પણ તેનું પરિવર્તન કરવાનું કહ્યું છે. સંસાર તરફની આસક્તિને પ્રભુમાં વાળવાની કહી છે. આવી આસક્તિ મોક્ષનું કારણ છે. આ સમજણ ભરતજીમાં આવી ગઈ હતી અને ત્યારથી જ તેમની સાધનાની શરૂઆત થઈ ગઈ હતી. કુટુંબીજનો ઘરમાં તેમનો અનાદર, તિરસ્કાર કરે છે. એક ભિખારીને આપે એ રીતે તેમને ખાવા આપે છે. છતાં ભરતજી વિચલિત થતા નથી, અકળાતા નથી. પણ સતત ભક્તિ કરતા રહે છે. પ્રભુ સ્મરણ કરતા રહે છે. . Page #121 -------------------------------------------------------------------------- ________________ (૧૧૮) ભરતજીને બલિદાન માટે લઇ ગયા એક દિવસ ખેતરમાં પદ્માસન વાળીને બેઠા, ઊંડા ધ્યાનમાં ડૂબી ગયા. ખેતરથી થોડેક દૂર કોળી લોકો રહેતા હતા, તેમનો ધંધો ચોરી કરવાનો હતો. ચોરીના સ્થળો વધુ મળે તે માટે કુળદેવીને દર વર્ષે એક માણસનું બલિદાન આપતા. તેઓ અજ્ઞાનતાને કારણે આવી ખોટી માન્યતા ધરાવતા હતા. મા તો વાત્સલ્યની મૂર્તિ હોય, પ્રેમ પ્રતિમા હોય એ કાંઇ બીજાની બિલ ન માંગે બીજાનું લોહી ના પીવે. એ તો જાતે ભૂખી રહીને બીજાને ખવરાવે. પણ આ કોળી લોકોને આવી ઘેલછા હતી. તેઓ બલિ શોધવા આવ્યા. ત્યાં જડ ભરતજીને જોયા. તેમને લાગ્યું કે આ હૃષ્ટ પુષ્ટ માણસ બલિ માટે સારો છે. તેમને દોરડાથી બાંધીને ખેંચી ગયા. છતાં ભરતજી કશું જ બોલતા નથી. ખલિને-જડ ભરતજીને પૂજન કરીને, જમાડીને પછી વરઘોડો કાઢયો. છતાં તેમણે પ્રતિકાર ન કર્યો. ભાગવતનો સંદેશ સમતાવાન ભરતજી ભરતજી તો જે પરિસ્થિતિ આવે તેમાંથી હસતા-હસતા પસાર થતા હતા. ન અણગમો, ન દ્વેષ. શરીર- મનનું જે થવાનું હોય તે થાય. એક જન્મની આસક્તિએ મને પીડયો છે, હવે કોઇ વિકાર નથી કરવો એવો તેમનો નિર્ણય હતો. વાજતે-ગાજતે તેમને બલિદાન સ્થળે લાવ્યા. પેલા ચોરો કહે : ‘બલિ આપવો કાવે માટે ડોક નીચી કર.’ ભરતજી તો ઘરમાં જેમ બધાનું વચન માનતા તેમ આમનું માની ડોક નીચી કરી. એમનું મન મટી ગયું હતું, વિલીન થઇ ગયું હતું. હમણાં જ ધા પડશે અને ડોકું જુદું થઇ જશે તે સ્પષ્ટ હોવા છતાં આમના એક પણ રુંવાડે ભય ન હતો, કંપ ન હતો. મનમાં કશો બોજો ન હતો. હતી માત્ર સ્વસ્થતા, સમતા, શાંત મન હતું. પલાયન થવાનો લેશ માત્ર વિચાર ન હતો. મા પ્રગટયાં મંત્રોચ્ચાર થતા હતા. તેમની પૂજા કરી આ તે કેવું કર્મકાંડ દેવીને તૃપ્ત કરવા, હત્યા કરવા માટેનું ! એ માટે મંત્રોચ્ચાર ! આમાં ધર્મ નામની ચીજ ક્યાં છે ? ભરતજી બચાવવા માટે માને વિનવણી નથી કરતા, કોઇ પ્રાર્થના નથી કરતા, એતો શાંત બેઠા છે. અને ત્યાં તો એક ભારે આશ્ચર્યકારક વાત Page #122 -------------------------------------------------------------------------- ________________ ભાગવતનો સંદેશ (૧૧૯) બની. માતા ભદ્રકાળીની મૂર્તિમાંથી સાક્ષાત દેવી પ્રગટ થયાં. આને ચમત્કાર કે જે કહેવું હોય તે કહો પણ આ વાત કહેનાર શુકદેવજી છે અને આ ભાગવતનું શાસ્ત્ર રચનાર મહર્ષિ વ્યાસજી છે. મા કહે છે : “મને રાજી કરવા આવું અધમ કૃત્ય કરો છો, જીવતી વ્યક્તિને કાપી તેના લોહીથી મને નવડાવો છો તો શું હું એનાથી રાજી થાઉં છું? શું આ ધર્મ છે? ‘ કોઇએ ધાર્યું ન હતું. મૂર્તિ સૌમ્ય સ્વરૂપની હતી અને માં વિકરાળ સ્વરૂપે પ્રગટ થયાં હતાં. યજ્ઞ-કર્તાઓએ, બ્રાહ્મણોએ ભરતજીની ક્ષમા માંગી. પણ ભરતજીતો દરેક અવસ્થામાં સમ દશામાં હતા. તેમનામાંથી દેહગ્રંથિ ચાલી ગઈ છે. પ્રાણી માત્ર પ્રત્યે તેમને મિત્રતા છે. એ જરા પણ વ્યાકુળ થયા નથી. એવી અદ્દભુત અવસ્થા તેમની હતી. તેઓ ઊભા થયા અને ત્યાંથી ચાલીને ખેતરમાં ગયા. આ વીતરાગ પરમાત્માઓને જે અનુભવ થયો તે માટે તેઓ જે બોલ્યા તે વાણીને ઝીલનારાને ગણધર ભગવંત કહેવાય છે. એમણે સાંભળીને શબ્દબદ્ધ કર્યું. એ સાંભળેલા શાસ્ત્રની રચના - - ગણધરોએ નથી કરી. વીતરાગ ભગવાન પાસેથી શક્તિ મેળવીને આમને જે શાસ્ત્રો રચ્યાં. તેને ‘આગમો' કહેવાય છે. આ આગમોનું, ધર્મશાસ્ત્રોનું શ્રવણ કરવું. આગમો એ મોક્ષનું સરનામું છે. તેનાથી મોક્ષ માર્ગની પ્રાપ્તિ થઈ શકે છે. જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે માત્ર શાસ્ત્રો મોક્ષ માટે કામમાં નથી આવતા કારણ માણસની બુદ્ધિ વચ્ચે આવે છે. માટે જીવંત જ્ઞાની પુરુષ જોઇએ. તેમની ભક્તિ, નમસ્કાર, સેવા, સુશ્રુષા અત્યંત જરૂરી છે. પણ આમ કરવું હોય તો વચ્ચે એક મુશ્કેલી છે તેને દૂર કરવી પડે. તે છે અમારી અહંકાર, આસક્તિ, લાલસા છે. તેમાં એ અહંકાર સૌથી મોટો છે. તેથી અમારે અહંકારનો, મદનો ત્યાગ કરવામાં આવની કૃપા જોઇએ. પ્રભુને, જ્ઞાની પુરુષને નમસ્કાર કરીને આ વિનંતી કરવાની છે. મુનિ શ્રી ભાનુવિજયજી Page #123 -------------------------------------------------------------------------- ________________ (30) જડ ભરતજીનો મોક્ષ જીવો અને જીવવા દો સિંધુ સવિરનો રાજા ત્યાંથી પસાર થતો હતો. એની પાલખી. ઉચકનારા ચાર મજૂરોમાંથી એક નાસી ગયો હતો. એથી રાજ સેવકો કોઈ મજૂરને શોધવા નીકળ્યા હતા. એમણે જડભરતને જોયા. એમનામાં સેવકોને મજૂર દેખાયો. એમણે ભરતજીને કહ્યું: ‘ઉભો થા, અને અમારી સાથે ચાલ.’ ભરતજી કામકારણ કશું પૂછતા નથી અને સેવકો સાથે ચાલવા માંડ્યા. સેવકોએ રાજાની પાલખી ઉપાડવાનું કહ્યું તો એમણે પાલખી ઉપાડીને બીજા મજૂરો સાથે ચાલવા માંડ્યું. પણ ત્યારે તેઓ પોતાના પગ નીચે કોઇ જંતુ દબાઇ ન મરે તેની કાળજી રાખતા હતા. જીવવું અને જીવવા દેવું તેમ જ બીજાને પીડા નથી આપવી, એવો સિદ્ધાંત એમનો હતો. તેથી જમીન ઉપર જંતુ દેખાતા ત્યારે કૂદીને ચાલતા. એથી પાલખીમાં બેઠેલા રાજાને આંચકો આવતો. દેખાય છે તે હું નથી હું છું તે દેખાતો નથી વારંવાર આવું બનવાથી રાજાને ગુસ્સો આવ્યો. એ બોલ્યો : “અરે, તમે ચાર છો છતાં તને એકલાને મારો ભાર લાગે છે?” ભરતજી કહે છે : રાજા, નીચે પૃથ્વી છે તેના ઉપર હું છું. મારા ઉપર પાલખીમાં પંચમહાભૂતનું પૂતળું છે, તેનામાં જે અહંકાર ભરેલો છે તેનો મને ભાર લાગે છે.' જ્ઞાનના આવા વચનો સાંભળી રાજાને અચરજ થયું. પાલખી થોભાવી. નીચે ઊતરીને જડ ભરતજીને જોયા. રાજા સુપાત્ર હતો. એને ખ્યાલ આવી ગયો કે આતો કોઈ જ્ઞાની પુરુષ છે. તેણે ભરતજીના ચરણોમાં માથું નમાવ્યું અને કહ્યું : ‘મહાત્મનું! મને આપની ઓળખ આપો.’ ભરતજી કહે છે: “કોની ઓળખ આપું? જે દેખાય છે તે હું નથી અને હું છું તે દેખાતો નથી. અજ્ઞાનને જ્ઞાનથી કાપો “હે રાજન, શુભ કર્મ કરવાથી પુણ્ય મળે છે. તે ભોગવવા દેવલોકમાં જવું પડે છે. એ પુણ્ય પૂરું થયેથી ફરી પાછા મૃત્યુ લોકમાં આવવું પડે છે. મારે Page #124 -------------------------------------------------------------------------- ________________ ભાગવતનો સંદેશ (૧૨૧) હવે જન્મ-મરણના ચક્રમાં પડવું નથી. આ છેલ્લો જન્મ છે. તેથી કોઈ પણ અશુભ કર્મ તો કરવું જ નથી, પણ શુભકર્મ પણ નથી કરવું. રાજાને ભરતજીની મહાજ્ઞાનીની અવસ્થા જણાઇ આવી. માત્ર ગ્રંથ વાંચનથી જ્ઞાન નથી આવતું. જ્ઞાન તો અંદરથી પ્રગટે છે. આવું જ્ઞાન થવાથી મનમાં રહેલી તમામ ગ્રંથિઓ નષ્ટ થાય છે. પ્રકૃતિથી બનેલા આ અજ્ઞાનના ઝૂમખાને જ્ઞાનથી કાપીને ફેંકી દેવાથી એ નષ્ટ થાય છે. ગ્રંથિઓ ગયા પછી મોક્ષના રસ્તે જવાશે. અને માયા જશે ત્યારે ગ્રંથિઓ જશે. માટે મનને માયામાંથી મુક્ત કર. રાજા રહૂગણે જડભરતજીને પ્રણામ કરીને વિદાય લીધી. પછી તમામ કર્મો, વળગણોમાંથી જડ ભરતજી મુક્ત થયા અને મોક્ષને પામ્યા. તમે બ્રહ્મ છો બીજું કાંઈ નથી અનેક પ્રકારના દુઃખોથી સળગતા આ સંસારમાં સતત, સધળા સમયે, પરમાત્મકૃપા વરસતી રહે છે. પાત્ર જીવ તેને પામી શકે છે. માણસે પશુ જેવી દષ્ટિમાંથી મુક્ત બનીને, ભોગેચ્છામાંથી છૂટીને, એ જ વિચારવા જેવું છે, ચિંતન કરવા જેવું છે કે પોતે એટલે કે આત્મા જન્મતો નથી, મરતો નથી. એતો હતો, છે અને હશે. એતો ફક્ત જોનારો જ છે, દ્રષ્ટી જ છે. સૌથી જુદો છે. મૃત્યુ તો દેહ-શરીરનું થાય છે, આત્માનું નથી થતું. અને તમે (માણસ) દેહ, મન, વિચાર, ઇન્દ્રિય, સ્ત્રી, પુરુષ કે માયા નથી પણ એક માત્ર “બ્રહ્મ’ છો. આ ધારણા દઢ કરીને તેમાં ડૂબજો. એ સ્થિતિમાં શરીર છોડજો. આવા વચનો શુકદેવજી રાજા પરીક્ષિતને કહે છે. એ સાંભળી રાજા પરીક્ષિત કહે છે : મહારાજ, હું આપના જ કારણે બચ્યો છું. હવે તક્ષક (નાગ) ભલે આવે અને મને સે. હું તેનું સ્વાગત કરું છું. હું આપની (શુકદેવજીની) કૃપાથી કૃતકૃત્ય બન્યો છું. આપની આકૃપાનો બદલો હું અનંત જન્મોમાં પણ વાળી શક્વાનો નથી. ભૌતિક વસ્તુઓ ઉપર માણસનો કાબૂ નથી ભાગવતના પાત્રો અલૌક્કિ છે. તેમાં સારા અને નબળા બન્ને પ્રકારના પાત્રો છે. નબળા પાત્રોનો ભાગવતે કે કોઈ પણ અધ્યાત્મ શાસ્ત્ર તિરસ્કાર નથી ર્યો. કેમકે નબળું પાત્ર નબળાઈ ખંખેરી, બદલાઈ, સારું પાત્ર બની શકે તેની પૂરી શક્યતા છે. માણસ મોટો અધિકારી, દેશનો રાજા કે વહીવટદાર Page #125 -------------------------------------------------------------------------- ________________ (૧૨૨) ભાગવતનો સંદેશ બની શકે કે ન પણ બની શકે, એ ચોક્કસ નથી. પણ એ ધારે તો ‘સ્થિત પ્રજ્ઞ’ જરૂર થઇ શકે. સંત તુલસીદાસજીએ કહ્યું છે કે : ‘સકલ પદારથ હૈ જગ માંહિ, ભાગ્ય બિના નર પાવત નાઁહિ. ’ ચાર ચોપડી ભણેલો માણસ લાખો કમાતો હોય અને મોટી ડીગ્રી પામેલો, ભણેલો માણસ બેકાર હોય, નિર્ધન હોય. આમ થવાનું કારણ એ છે કે ભૌતિક ચીજ-વસ્તુઓ, ધન કે વ્યક્તિ ઉપર તમારો કાબૂ નથી. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે માટે તમને જે શરીર મળ્યું છે તે ગમે કે ન ગમે, સંયોગો, ઓછી વસ્તુ કે ઓછું ધન મળવું તે તમને ન પણ અનુકૂળ હોય, ન ગમતું હોય પણ તમને એ જ મળ્યું છે જે મળવાનું હતું, જે તમારા નસીબમાં હતું. તમારી શક્તિ, બુદ્ધિ અને તમારો પરિવાર સાથે હોવા છતાં એક અજ્ઞાત અણજાણીતું પરિબળ પણ છે જેના ઉપર તમારો કાબૂ નથી. તેથી તો સંત તુલસીદાસજીએ કહ્યું છે કે : ‘ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે.’ ભવિષ્ય તમારા હાથમાં છે આમ હોવા છતાં, ભવિષ્ય તમારા હાથમાં છે. તમારું ભવિષ્ય તમે ઘડી શકો છો. ભૂતકાળમાં તમે જે કાંઇ કર્યું તેનું ફળ તમારે વર્તમાનમાં ભોગવવાનું છે. અને તેની સાથે ભવિષ્યનું ઘડતર પણ તમે વર્તમાનમાં કરીને એક ચોક્કસ નકશો તમે બનાવી શકો છો. ઘૂંટેલો ભાવ આગળ આવે : હરણીના બચ્ચા ઉપર મોહ થવો તે ભરતજીની ભૂલ હતી. જે તરફ તમારી આસક્તિ હોય તેવું શરીર તમને મળે તે કર્મતંત્રનો અફર નિયમ છે. ભગવદ્ગીતા કહે છે કે ‘તમારા હૈયામાં જે ભાવો ઊઠયા હોય તેવું કલેવર તમને મળે છે.’ પણ મરણ વખતે, જીવનના છેલ્લા દિવસોમાં એકાએક સારો ભાવ એમને એમ ન આવે, પણ તમે એ ભાવ સતત, અવિરત ઘૂંટ્યા જ કર્યો હોય તો જ આવે. જેમ ભરતજીને ગત જીવનનું જ્ઞાન પ્રગટયું હતું તેવી જ રીતે તમને પણ, માણસ માત્રને પણ, તેવું જ્ઞાન પ્રગટી શકે છે. પરંતુ તેના ઉપર આજે વિકારોનું આવરણ છે તેને કાઢવું પડે. એ કાઢો તો જ અંદરથી જ્ઞાન પ્રગટ થશે. Page #126 -------------------------------------------------------------------------- ________________ (31) જડ ભરજીની અવસ્થા માટીના કોરા ગોળા જેવા બનો મહાપુરુષોને કોઈપણ વાત સમજતાં વાર નહિ, સમજયા પછી સ્વીકારતાં વાર નહિ, સ્વીકાર્યા પછી આચરણમાં મૂકતાં વાર નહિ. આપણને આમનાથી ઊલટું છે, દરેક બાબતમાં વાર લાગે છે. ભગવાન મહાવીર માટીના બે ગોળાનો દાખલો આપતા. એક ગોળો ભીની માટીનો અને બીજો તન પાણી વગરનો કોરો. આ ગોળા દિવાલ ઉપર પછાડો તો જે ભીનો છે તે ચોંટી જશે અને કોરો છે તે ભાંગીને ભૂકો થશે પણ ચોંટશે નહિ. માણસે કોરા ગોળા જેવા અનાસક્ત બનવાનું છે નહિ કે ભીના ગોળા જેવા આસક્ત-ચોંટી પડે તેવા. માણસ કારણ શરીર લઈને આવે છે શરીરમાં રહેલું ચૈતન્ય, શરીર ગયા પછી પણ એનું એ જ રહે છે. શરીર બદલાય છે. માણસ જ્યાંથી આવ્યો ત્યાં જૂનું શરીર મૂકીને આવ્યો. નિયમ પ્રમાણે તેને નવું શરીર મળ્યું. સુખ-દુઃખ જે આવશે તે આત્માએ ભોગવવાના છે. આત્મા યાત્રા કરે છે ત્યારે સ્થૂળ શરીર મૂકીને જાય છે પરંતુ સાથે કારણકાર્મણ શરીર લઈને જાય છે. એ શરીરમાં તેણે કરેલાં કર્મ, સંસ્કારો ભરેલા છે. તે નવા શરીરમાં ભોગવવાના છે. માણસ કર્મતંત્રનો વિરોધ ન કરે ફેકટરીમાં એક સરખો માલ બને છે તેમ માણસ એક સરખા નથી બનતા. પ્રત્યેક માનવમાં કંઇકને કંઇક ફરક છે જ. શરીરમાં તોફરક છે જ, પણ પ્રકૃતિમાં યે ફરક છે. અરે ખૂબી તો જુઓ. એક વૃક્ષ ઉપર લાખો-કરોડો પાંદડા હોય પણ કોઇ બે પાંદડા એક સરખાં રૂપે રંગે, ગુણે નથી હોતાં. એ જ પ્રમાણે માણસની ડીઝાઈન પણ સરખી નથી હોતી. કોઈ પણ અંગમાં ફરક હોય જ છે. આ હકીક્ત સમજીને સ્વીકારીને માણસે જીવન જીવવાનું છે. અને એટલે જ જીવનમાં કંટાળો આવે એવું સતત બનતું જ હોય, ત્યારે કંટાળવાનું નથી. એ Page #127 -------------------------------------------------------------------------- ________________ (૧૨૪) ભાગવતો સંદેશ ધીરજથી ભોગવવાનું છે. જે ભોગવવાનું છે, જ્યારે ભોગવવાનું છે જે સંયોગોમાં ભોગવવાનું છે. તેમાં કશો જ ફેરફાર થતો નથી. તેની પસંદગી માણસ કરી શક્તો નથી. એટલે કે જેની સાથે જીવન જીવવાનું છે તેની સાથે જ જીવવું પડે. તેમાં માણસની આનાકાની ચાલે નહિ. માણસ કહે કે આની સાથે મેળ નહિ પડે એ વાત ચાલે નહિ ખરી વાત આવી છે. માટે માણસ ધારે તે કરી શકે તેવું વિચારી તાનમાં આવવું નહિ, પણ તેમાં મેળ પાડે, કર્મ તંત્રનો વિરોધ ન કરે. સમત્વથી જીવે. આસક્તિ ચોંટે નહિ તેમ ભરતજી જીવતા હતા ભરતજીને હરણનું શરીર છોડી બીજો જન્મ, માનવ દેહ મળ્યો. બહુ ઊંચી સમજ, બુદ્ધિ હતી, આગળના જન્મોનું જ્ઞાન હતું પરંતુ સહેજે પણ, અંશ માત્ર પણ આસક્તિ ચોટે નહિ તેવી જાગૃતિથી જીવવા તે જડની જેમ જીવતા હતા. કુટુંબ, ઘર, ગામ, ખાવું, પીવું એ તમામથી એ અલિપ્ત રહીને જીવતા હતા. ઘરની સ્ત્રીઓ તેમને ઢગલો કામ સોંપતી, તેમના પતિઓને પણ આમને કામ આપવા કહેતી. આ જડને કામ સોંપો એમ કહેતી. અરે, રાત્રે પણ, કડકડતી ઠંડીમાં પણ ખેતરમાં કામે ભરતજીને જવું પડતું. સ્વીકાર ત્યાં સમાધાન છે રાજા રહૂગણને સત્તાનો, બળનો, ધનનો અહમ્ થયો હતો. એ મદમાં એને ભરતજી જેવા જ્ઞાની પુરુષની ઓળખન થઈ અને પોતાની પાલખી એમની પાસે ઉપડાવી, ત્યારે ભરતજી જે સહજ અવસ્થામાં જીવતા હતા તે પ્રમાણે પ્રતિકાર કર્યા વિના પાલખી ઉપાડી. નદીના પાણીની જેમ વહેતા હતા-વર્તતા હતા. થોડીવાર પછી મસ્તક કપાવાનું છે તે જાણીને પણ તેઓડરતા નથી, થર થરતા નથી પણ તેનો સ્વીકાર કરે છે. સ્વીકાર છે ત્યાં સમાધાન છે અને સમાધાન છે ત્યાં શાંતિ છે. પરંતુ પ્રતિકાર છે ત્યાં વિરોધ છે, સંઘર્ષ છે, અસમાધાન છે, અશાંતિ છે. ભાવતંત્રફેરવી શકાય છે ચૈતન્યમાં શુભ અને અશુભ ભાવો છે. બેમાંથી એક સતત વહેતો રહે - - - Page #128 -------------------------------------------------------------------------- ________________ ભાગવતતો સદેશ (૧૨૫) છે. કર્મતંત્રને કામ કરે છે તેમાં માણસફેરફાર કરી શક્તો નથી. પણ ભાવતંત્રમાં ફેરફાર થવો શકય છે. માટે માણસે તેના ઉપર કામ કરવા જેવું છે. શુભ ભાવ શુભ પરિણામ લાવે છે અને અશુભ ભાવ અશુભ પરિણામ લાવે છે. અશુભ ભાવ નહિ આવવા દઈ શુભ ભાવ આવતા રહે તેવું માણસે કરવા જેવું છે. ત્રીજી એક અવસ્થાને ભાવ રહિત થવાની છે. તેને જ ગીતા ત્રિગુણાતીત અવસ્થા કહે છે. તમોગુણ, રજોગુણ અને સત્વગુણથી રહિત એ અવસ્થા છે. એ અવસ્થા પામ્યા પછી જ ચૈતન્યનો અનુભવ થાય છે. કારણ એ અવસ્થામાં અકર્મ છે, કોઈ કર્મ જ ત્યાં નથી. જેમ પેટ્રોલ નથી તો કાર ન ચાલે, તેમ ભાવતંત્ર કામ ન કરે તો કર્મબંધ ન થાય. એટલે કે કર્મ થતું હોવા છતાં તેમાં રાગ-દ્વેષ ન હોય. તેથી તેવી વ્યક્તિ માત્ર જૂનાં કર્મ ખપાવે, નવાં કર્મ બાંધે નહિ. જડ ભરતજીની આવી ઉચ્ચ અવસ્થા છે. સંપૂર્ણ ગેરહાજર છે જ્ઞાની જ્યારે ભોગ આપવા માટે દેવીની પ્રતિમા પાસે તેમને લઈ ગયા. દેવીએ પ્રગટ થઈ ભોગ લેવા ના કહી ત્યારે પણ જડ ભરતજી “સારું થયું એટલું પણ નથી કહેતા કે મનમાં એવો ભાવ નથી લાવતા. કારણ તેઓ કોઈ પણ સ્થિતિથી પર થઈ ગયા છે. દેવીએ વધ કરવાવાળાને શિક્ષા આપી, વધ કરવાવાળા નરમ થઇ ગયા અને ભરતજીની ક્ષમા માગી તો પણ ભરતજીતો શાંત જ છે. તેમના મનમાં કશો પણ ભાવ નથી. જડ ભરતજી ‘ટોટલ એબસન્ટ –‘સંપૂર્ણ ગેરહાજર’ – છે. તેઓ માત્ર તીવ્ર બુદ્ધિશાળી જ નહોતા, એ ‘પ્રાજ્ઞ’ પણ હતા. જ્ઞાની ભારમુક્ત છે જ્યારે પાલખી ઉપાડેલી હતી ત્યારે મજૂરોને કોઈ સમસ્યા નહોતી પણ જડ ભરતજીતો જીવ જાળવીને બચાવીને ચાલતા હતા. તેથી ચાલતા ચાલતાં જ્યારે કોઈ જીવ વચ્ચે આવી જતો તો તેઓ કૂદીને તેને બચાવતા. તેથી રાજા રહૂગણને તકલીફ પડતી માટે તે ક્રોધાવિષ્ટ બન્યા. રાજા હોવાના Page #129 -------------------------------------------------------------------------- ________________ (૧૨) ભાગવતનો સંદેશ અભિમાનને કારણે તેની પાસે અધિકાર અને દંડની ભાષા હતી, અવિવેક હતો. એ પરમજ્ઞાની એવા જડ ભરતજીને ઓળખી નહોતો શક્યો. એના અપશબ્દોથી, તિરસ્કારથી પણ ભરતજી ગુસે નથી થતા. એ તો મંદ-મંદ હાસ્ય કરીને કહે છે : “રાજા, તમે મને ઠપકો આપો છો કહો છો કે તું ભાર નથી સહન કરતો પણ ભાર તો એ વહન કરે છે જે ઊંચકે છે. ભાર તમારા માથે છે. મારા માથે નથી. હું તો ભારમુક્ત છું. જ્ઞાની અવિરતપણે આત્મામાં છે ‘તમે ક્ષેત્રની વાત કરી પણ હું તો ક્ષેત્ર હીન છું. રાજા આ શરીર એ હું નથી. માટે હું ચાલનારો નથી, ભાર ઊંચકનારો નથી. જે માણસ દેહ એ હું તેમ માને છે, દેહ અને આત્મા એક છે તેમ માને છે તેને કામનાના, ભાવનાના, દેહના ધર્મો ખાય છે. મારામાં તે નથી તેથી મને તે મારી શકતા નથી. “જગતના તમામ પદાર્થો વિકારવાળા છે. તે ભેગા થાય છે અને વિખરાય છે. વળી આદિ અને અંતવાળા છે. તમે પણ આદિ-અંતને વશ છો. એ હું જાણું છું, પણ તમે નથી જાણતા. કારણ કે તમારી રાજા અને સેવકો એવી ભેદ બુદ્ધિના કારણે સ્વામી અને નોકર તેવો ભેદ આવ્યો.” પણ તો મારા બ્રહ્મ સ્વરૂપમાં, આત્મામાં, જ્ઞાનમાં સ્થિત છું. પરમાત્માનો ભક્ત છું. તમે મને શિક્ષા કરશો તેમ કહો છો. કદાચ એ ન્યાય હશે પણ શિક્ષા કરવી એ નકામી પણ છે કારણ હું જડ છું.” એટલું બોલીને એ મૌન થઈ ગયા. તમામ સાધનાનું પરિણામ આ છે વિજ્ઞાન સગવડો આપી શકે પણ તે માણસમાંથી ગુસ્સો દૂર ન કરી શકે. એટલે કે વિજ્ઞાન અજ્ઞાનને દૂર ન કરી શકે. અજ્ઞાન દૂર થાય તેની પરમ શાંત અવસ્થા હોય છે. કારણ કે એ બ્રહ્મમાં સ્થિર હોય છે. જે પરમ શાંત અવસ્થા છે. તમામ સાધનાઓનું એ પરિણામ છે. આવા ભરતજીએ રાજાને વિચાર કરતો કરી મૂક્યો. Page #130 -------------------------------------------------------------------------- ________________ (૩૨) રાજાનો પશ્ચાતાપ બ્રાહ્ની સ્થિતિમાં જડભરતજી જડભરતજીની દેહાત્મબુદ્ધિ છૂટી ગઇ હતી. અજ્ઞાન ગયું હતું. એ બ્રાહ્મી સ્થિતિમાં સતત રહેતા હતા. અનુભૂતિમાં જ એજીવતા હતા. ભગવાન શ્રીકૃષ્ણભગવદ્ ગીતાના બીજા અધ્યાયની સમાપ્તિમાં અર્જુનને કહે છે કે ઃ ‘ અર્જુન, બ્રાહ્મી સ્થિતિમાં ગયા પછી બીજા કશામાં રહેવાપણું રહેતું નથી.’ આવી ઊંચી સ્થિતિમાં રહેતા ભરતજીને પ્રારબ્ધ ખપાવવા માટે રાજાની પાલખી ઉપાડવી પડી છે. તેઓ કર્મ કરતાં કરતાં પ્રારબ્ધનો ક્ષય કરે છે. રાજાનો પશ્ચાતાપ રાજાને ભરતજીનું જ્ઞાન જાણીને ભારે આશ્ચર્ય થયું. તેને એમ પણ થયું કેઃ ‘આ મહાપુરુષને હું એલ-ફેલ બોલ્યો. મેં એમનો અપરાધ કર્યો છે.’ પાલખી નીચે મુકાવી. રાજાએ પાલખીમાંથી ઊતરી જડ ભરતજીના ચરણોમાં મસ્તક મૂકી પોતાના અપરાધની ક્ષમા માગી. અને એ બોલ્યો ઃ હે મહાત્મન, બ્રાહ્મણો પહેરે છે તેવું યજ્ઞોપવિત તમે પહેર્યું નથી. બીજાને તમારી અવસ્થાની ખબર ન પડે એમ વિચરવાવાળા તમે કોણ છો? શું તમે મારું કલ્યાણ કરવા આવ્યા છો? હું તમારા શરણે આવ્યો છું. કૃપા કરીને મને તમે તમારું મૂળ સ્વરૂપ જણાવો. મેં તમને ઘણો ત્રાસ આપ્યો છે. મારો દેહ તમારી પાસે ઉંચકાવ્યો છે. આ અપરાધના કારણે મારું મન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. મારા અપરાધની તમે ક્ષમા આપો અને તમારી સેવા આપો. સંતની અવજ્ઞા ન કરો કોઇ પણ સાધુ, સંત, જ્ઞાનીની અવજ્ઞા કરવા જેવી નથી. જો અવજ્ઞા કરશો તો તમારો અધ્યાત્મ યાત્રાનો માર્ગ બંધ થઇ જશે. નાનક સાહેબની પરંપરામાં મૂર્તિ પૂજા નથી. પણ ‘ગ્રંથ સાહેબ’ની પૂજાવિધિ મૂર્તિપૂજાની જેમ જ છે. ગ્રંથ ગુરુ પાસેથી મળ્યો, જ્ઞાન પણ ગુરુ મારફતે મળવાનું એથી Page #131 -------------------------------------------------------------------------- ________________ (૧૨૮) ભાગવતનો સંદેશ ગુરુનાનકજીનું અમૃતસરનું સુવર્ણ મંદિર અને ગ્રંથસાહેબ જયાંરખાય તેનું વાંચન થાય એ સ્થળને ‘ગુરુદ્વારા કહે છે. શાસ્ત્રો કહે છે: “સદ્ગુરુ પાસે જાવ ત્યારે એ ન બોલે તો પણ શાંતિથી એમની નજર સામે બેસજો. તેમની ઝળકતી મૂર્તિને શાંતિથી જોયા કરજો. આટલું કરશો તો પણ તમને આંદોલનો મળ્યા કરશે. જાગી ઊઠેલો રાજા રાજા હવે જાગી ઊઠયો છે. ભલે તેને તત્ત્વજ્ઞાન પચ્યું ન હોય પણ તેને તે જાણે છે ખરો. એ ભરતજીને ઓળખી ગયો છે. એ કહે છે: “મહારાજ, મને એ પ્રતીતિ થઈ ગઈ છે કે આપ દેહાભિમાનથી પર થઈ ગયા છો. શરીર એ હું છું. એવો સૂક્ષ્મ ભાવ પણ આપનામાં રહ્યો નથી. મને એક બીજો અનુભવ એ પણ થયો કે આપ શ્રી હરિ પરમાત્માના અનન્ય ભક્ત છો. ભક્તના તમામ લક્ષણો તમારામાં દઢ થયેલા છે. મારું ઉદ્ધત વર્તન હોવા છતાં આપને મારા પ્રત્યે દ્વેષન થયો. નિંદા કે સ્તુતિ તમને સ્પર્યા નથી. હર્ષ-શોક વચ્ચે તમે ડોલાયમાન થયા નથી. તમને અનુકૂળ-પ્રતિકૂળ થતું નથી અને માન-અપમાન પણ નથી સ્પર્શતાં. વિકાર વગરની શાંત સમત્વવાળી તમારી અવસ્થા છે.' કર્મકાંડથી મોક્ષ ન મળે જડ ભરતજી કહે છે : હે રાજા, તમારી આંતરિક અવસ્થા જાણીને હું કહું છું કે તમે અજ્ઞાની હોવા છતાં પંડિતોની જેમ તર્ક-વિતર્ક કરતા નથી અને શાંત રહી શકો છો. આને લીધે તમે જ્ઞાન (આત્મજ્ઞાન) મેળવી મહાજ્ઞાની, શ્રેષ્ઠ જ્ઞાનીની ગણનામાં આવી શકો છો. અને પરમાત્મ જ્ઞાન મેળવી શકો છો. એ જ્ઞાન સદ્ગુરુ દ્વારા મળે છે. આમતો ગૃહસ્થો, રાજવીઓ મોટા યજ્ઞો કરે છે. પણ તેમાં બાહ્ય કર્મકાંડો જ છે. કોઈ તત્ત્વ જ્ઞાનની વાત, રાગ-દ્વેષ વગરની વાત, રાગ-દ્વેષ અને વિકારો જીતવાની વાત તેમાં હોતી નથી તેથી એવા યજ્ઞોથી, કર્મકાંડોથી સ્વર્ગ પ્રાપ્તિ થાય પણ મોક્ષ ન મળે. એ શુભ કર્મ જરૂર છે પણ શુદ્ધ કર્મ નથી, તેનાથી અંતરની શુદ્ધિ થતી નથી. તોછડો અને અવિવેકી રાજા હવે નમ્ર અને વિવેકી બનીને ભરતજીની વાતો શાંતિથી સાંભળી રહ્યો અને હૃદયમાં ઉતારતો રહ્યો. Page #132 -------------------------------------------------------------------------- ________________ (33) મન ઉપર કાબૂ મેળવો જ્ઞાન નમ્રતા લાવે રાજા રહુગણ અને ભરતજીનો સંવાદ ચાલે છે. ભરતજીએ રાજાને બહુ ઊંડાણથી જ્ઞાનની વાતો કરી. રહુગણ એવી તત્ત્વ વાર્તા સાંભળવા માટે યોગ્ય આત્મા હતો. પહેલાં તેનામાં સત્તાનો ગર્વ હતો તેથી એ તોછડો અને અવિનયી હતો. પણ ભરતજી સાથેના વાર્તાલાપથી એ અવગુણ એનામાંથી ગયો અને તે નમ્ર અને વિવેકી બન્યો. એક જ માણસમાં આવા ઘણા સ્વરૂપો હોય છે. સંત સમાગમ અને વ્યક્તિના પુરુષાર્થથી સાચું સ્વરૂપ ખીલે છે. રાજામાં એ બન્યું છે. મને સૂક્ષ્મ સાધન છે - ભરતજી કહે છે: “રાજન, મનની શક્તિનો ખ્યાલ માણસને આવ્યો નથી. વિચાર કરવાનું સાધન મન છે. એમ કહેવાય છે કે વિચાર કરવાની ક્ષમતા જેનામાં છે તે મન છે. મન માણસનું સૂક્ષ્મ સાધન છે. પાંચ ઇંદ્રિયો સ્થળબહારનાં-સાધનો છે. આંખ રૂપ જોઈ શકે છે, જીભ સ્વાદ માણી શકે છે, કાન સાંભળી શકે છે, નાક સૂધી શકે છે, ચામડી સ્પર્શ કરી શકે છે, એમ મન વિચાર કરી શકે છે. માણસમાં પ્રકૃતિના ત્રણ ગુણો હોય છે. તમોગુણ, રજોગુણ અને સત્ત્વગુણ. આ ત્રણે તેનામાં વ્યાપ્ત હોય છે. તમોગુણનું કાર્યક્ષેત્ર તમો ગુણ-જડતા, અતિ આહાર, અતિ નિદ્રા, આળસ, પ્રમાદ અતિ કામના લક્ષણો ધરાવે છે. સાધકે આ ગુણ સર્વ પ્રથમ જીતવો જ પડશે. ભક્તિ, તપ અને ધ્યાન શરીર દ્વારા થાય છે, માટે સારી રીતે કરી શકાય તેવી સ્થિતિમાં શરીર હોવું જોઇએ. જો આસનની સ્થિરતા ન કેળવી હોય તો ધ્યાન થઈ શકે નહિ. માણસનું સો વર્ષનું આયુષ્ય હોય તેમાંથી તે પચાસ વર્ષ ઊંઘમાં ગાળે છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ - - (૧૩૦) ભાગવતતો સદેશ બાર વર્ષ બાળપણમાં ગાળી પછીના બાર વર્ષ કુમારાવસ્થામાં ગાળે છે. પછી આવે છે તેનામાં યુવાવસ્થાનું માદકપણું. એ અવસ્થામાં પણ તેને ધર્મ યાદ નથી આવતો. એ પછી આવે વૃદ્ધાવસ્થા, ત્યારે એના બધાં જ અંગો શિથિલ થઈ ગયા હોય ત્યારે તેને ધર્મ કરવાનો વિચાર આવે છે. હવે કહો એ ત્યારે કેવો ધર્મ કરે? ત્યારે એનામાં આસનની સ્થિરતા ન હોય તેથી સૂતા સૂતા ધ્યાન કરે તો ઊંધે જ ને. ત્યારે ચાલવાની શક્તિ ન હોય તેથી મંદિર, તીર્થ, આશ્રમમાં પણ જઈ ન શકે એટલે ઘરમાં જ પડ્યો રહે ને! રજોગુણનાં લક્ષણો રજોગુણી માણસ કળકરીને બેસે જ નહિ. એ કંઇકને કંઇક પ્રવૃત્તિ ક્ય જ કરતો હોય. એ અમસ્તો પણ પોતાનું શરીર હલાવ્યા જ કરતો હોય છે. કશુંક કરવું તેવો તેનામાં ભાવ હોય છે. આવો ચંચળ માણસ ધ્યાનમાં સ્થિર બેસી શકતો નથી. અડતાલીસ મિનિટનું ધ્યાન એને અડતાલીસ દિવસ જેવડું લાંબુ લાગે છે. હિંસા, લોભ એ તેનાં લક્ષણો છે. સત્ત્વગુણથી ધ્યાનમાં જવાય સત્ત્વગુણ પહેલાં બે ગુણ કરતાં ઉત્તમ છે. અહીં જ્ઞાન છે, દાન, ક્ષમા અને ઉદારતા પણ તેમાં છે. આ ગુણથી ધ્યાનમાં જઈ શકે. અને ધ્યાનમાં ગયા પછી આ ગુણ પણ જાય ત્યારે પ્રકૃતિની સત્તા ચાલી જાય અને આત્માની (તમારી) સત્તા આવી જાય. ખરી વાત આવી છે માટે જ મન ઉપર કાબૂ હોવો જોઇએ. જેના ઉપર અંકુશ હોય એ જ સાધન બરાબર સારી રીતે વાપરી શકાય. જેમકે કાર ચલાવતા હોતો સ્ટીયરીંગ, એકસી લેટર, બ્રેક ઉપર તમારો કાબૂ હોવો તો જ કાર સારી રીતે ચલાવી શકાય. મન એક શક્તિશાળી સાધન મન પ્રચંડ શક્તિવાળું સાધન છે. આત્મા કરતાં ઓછી પણ બીજા ક્રમે તેનામાં શક્તિ છે. મન બંધન અને મોક્ષનું કારણ છે. નરક, સ્વર્ગ કે મોક્ષમાં લઈ જવાની તેનામાં ક્ષમતા છે. આત્મા, મન, પ્રાણ, ઇન્દ્રિયો, શરીર એકમે તેમનામાં ઘટતી શક્તિ હોય છે. મન ઉપર કાબૂ આવતાં એ શક્તિ ઉત્તરોત્તર Page #134 -------------------------------------------------------------------------- ________________ (૧૩૧) -- - ભાગવતતો સદેશ વધતી જતી હોય છે. મન વગર ધ્યાન, ભક્તિ, ચિંતન થઈ શકે નહિ. એટલા માટે જ સાધકનો મન ઉપર કાબૂ હોય તો તેનો એ યથાયોગ્ય ઉપયોગ કરી શકે. મન જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયની પાછળ છે. આંખથી રૂપ તો દેખાય પણ સુરૂપ છે કે કુરૂપતે આંખ નહિ પણ મન જાણી શકે છે. કાનથી શબ્દ સંભળાય નાકથી ગંધનું ભાન થાય, જીભ દ્વારા રસનું જ્ઞાન મળે. જગતના ભૌતિક સુખદુઃખનું જ્ઞાન પણ મળે. એ જ રીતે કર્મેન્દ્રિયો ન હોય તો પણ ન ચાલે. જેમકે પગ ન હોય તો ચાલી ન શકાય. હાથ ન હોય તો કામ ન થઈ શકે. મળ-મૂત્ર કાઢવા માટેની કર્મેન્દ્રિયોન હોય તો શરીરનો કચરો કોણ કાઢે? પણ આ ઇન્દ્રિયો ઉપર મનનો કાબૂ છે. છે તો આત્મા સૌથી પ્રબળ પણ મનવચ્ચે ઊભું છે તેથી તેની સત્તા ચાલે છે. તેની સત્તા ઊઠીને, ચાલી જઈને આત્મા પાસે જાય તો સાધના સુપેરે થાય અને મન પણ સુધરે. સુધરેલું મન સારાં કામ કરે, અને બગડેલું મન ખરાબ કામ કરે. એટલે કે અશુભ તરફ માણસ જાય તો તે અશુભ કર્મો કરવાનો અને શુભ તરફ જાય તો શુભ કર્મો કરવાનો. અગ્રિમ સત્તા આત્માની છે ઇન્દ્રિયો, શરીર, પ્રાણ એક બાજુ છે, બીજી બાજુ છે. આત્મા અને વચ્ચે છે મન ખૂબી એ છે કે મન આત્માની શક્તિથી જ કામ કરે છે, તેની જ શક્તિ મન વાપરે છે. આ વાત સાધકે જાણી લેવી જરૂરી છે. પછી મન ઉપર અંકુશ કરવો તે છે. મન કાબૂમાં આવતું નથી, આવે તો રહેતું નથી તેવું તો નથી જ. ખરી વાત એ છે કે માણસ મનને કાબૂમાં રાખતો નથી. અને જેમ છોકરો બેફામ થતો હોય ત્યારે મા-બાપ તેનું ધ્યાન ન રાખે તો એ છોકરો માબાપને પણ પડે છે. એવી જ રીતે આત્મા મનને કાબૂમાં ન લે તો મન આત્માને પણ પીડે છે. માટે મનને કાબૂમાં લેવું એ સર્વ પ્રથમ કાર્ય છે. મન અગ્રિમ સત્તાસુપ્રીમ સત્તા નથી. સુપ્રીમ તો આત્મા જ છે એ વાત સાધક સતત યાદ રાખે. મન વાસનામય છે - મન વાસનામય છે, બધી જ વાસનાઓ તેનામાં છે અને પ્રસંગે-પ્રસંગે એ વાસનાઓ મનમાં પ્રગટ થાય છે. મન વિષયોમાં આસક્ત છે. એ વિષયો ભોગવે છે અને તેનું માઠું પરિણામ પણ ભોગવે છે. આ મનમાં ગુણોનો પ્રવાહ Page #135 -------------------------------------------------------------------------- ________________ (૧૩૨) ભાગવતનો સંદેશ ચાલતો જ રહે છે. ક્યારેક ક્યારેક ‘સત્ત્વગુણ તો તેનાથી વધુ રજોગુણ’નો પ્રવાહ વહે છે. તેથી પણ વધુ ‘તમોગુણ વહે છે. આ ગુણો સતત વહ્યા જ કરે છે, બદલાયા કરે છે. તેમાંથી રાગ-દ્વેષનો પ્રવાહ વહે છે, તે અત્યંત અગત્યની બાબત છે. મન ઉપર કાબૂ મેળવો માલિકની ગેરહાજરીમાં અને નોકરોના ભરોસે થતાં કામમાં કાંઈ ભલીવાર નથી આવતો. નોકરો સ્વછંદ બની જાય છે. તેમ આત્મારૂપી માલિકની હાજરીમાં જ મન, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો અને અન્ય તમામ અંગો યોગ્ય રીતે કાર્ય કરે છે. આથી મન ઉપર કાબૂ મેળવવા માટે સાધકે સઘન પ્રયાસ કરવો જોઇએ. સદ્ગુરુને પ્રાપ્ત કરી એવી શરણાગતિ સ્વીકારી એમની આજ્ઞાએ તમે ચાલ્યા જાવ તો તમારી | અહંકાર ટળી જશે તે તેમને મોક્ષ મળશે. આ માટે II હું તમારો જમીન છું.” એમ શ્રીમદજી કહે છે. વળી કહે છે: “સદ્ગુરુ પાસે જાવ છો ત્યારે ખુલ્લું હૃદય નથી કરી શકતા. પણ એક્ષરે મશીનની જેમ સદ્ગુરુ આ જોઇ શકે છે. છતાં બોલતા નથી પણ સામી વ્યક્તિને બોલવા દે છે, ખુલ્લી થવા દે છે. આમ છે માટે માયાનો ત્યાગ કરીને જ્ઞાની સદ્ગુરુ પાસે હૃદય પ્રગટ કરવું અત્યંત આવશ્યક છે.” વળી શાંત અવસ્થા રહે તે સાધક માટે જરૂરી છે, કોઇપણ નિમિત્ત મળતાં ઉત્તેજિત થવાય છે. તે ન થવા દેવું અને ગુસ્સાનું શમન કરવું. પરંતુ ગુસ્સો થાય છે તેથી જડ થઇ, મૂળ કયું? વૃક્ષની ડાળાં, પાંદડા, ફૂલ, ફળ દેખાય છે પણ વૃક્ષને ટકાવનાર જડ દેખાતી નથી. એ છે મૂળ જે જમીનમાં છે તેથી દેખાતી નથી. એજ રીતે ગુસ્સાની જડ છે લોભ બહારમાં જ તમારું સૌદર્ય, સંપત્તિ, સત્તા, વૈભવ, માન અને મોટાઇ છે એમ માનીને તેને મેળવવાની ઇચ્છા રાખવી તે લોભ છે. આ લોભરૂપી વૃક્ષનું ઉમૂલન કરવા પ્રભુને, સદ્ગુરુને પ્રાર્થના કરો. | મુનિ શ્રી ભાનુવિજયજી Page #136 -------------------------------------------------------------------------- ________________ (3) મન શુદ્ધિની પ્રક્રિયા અહંકાર જાય તો જ્ઞાન કામ કરે રાજા રહૂગણમાં અભિમાન અને અહંકાર હતાં તો બીજા સદ્દગુણો પણ હતાં. ધન, સત્તા અને રૂપના કારણે આવતો અહંકાર જ્ઞાનથી નિર્મળ થાય છે, પણ જ્ઞાનના કારણે આવતો અહંકાર વધુ ચીકણો હોઈ એને કાઢવો અતિ કઠિન હોય છે. અહંકાર માણસમાં ઉન્મતતા લાવે છે, એ જ્ઞાની પાસે જવા દેતો નથી તેમનો મેળાપ થવા દેતો નથી. મેળાપ થાય તો શાની સાથે વિવેકથી રહેવા દેતો નથી. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જ્ઞાની પાસે જ જવું પડે. અહવાળી વ્યક્તિને જ્ઞાની પાસેથી લીધેલું જ્ઞાન પચતું નથી. જ્ઞાન જ જ્ઞાનને પચાવે છે માટે જ્ઞાની પાસે જનાર માણસ મુમુક્ષુ હોવો જોઇએ. મુમુક્ષુ એટલે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સદ્ગુરુની આજ્ઞા અને માર્ગદર્શન પ્રમાણે વર્તવાનો જેનો નિશ્ચય છે તેવો. જ્ઞાની પાસે જનાર માણસને જ્ઞાની પ્રત્યે આદર હોવો જોઇએ. આદર હશે તો જ્ઞાની કહેશે તે વાતનો સ્વીકાર થશે, તે નમ્રતા લાવશે અને તેને પરિણામે તેનામાં રહેલો સૂક્ષ્મ અહંકાર પણ જશે, તેથી તેને જ્ઞાન પચશે. સત્પષ પાસે જનાર માણસે આ વાત અવશ્ય જાણવી જોઇએ. મન શુદ્ધ થાય તો જ્ઞાન પચે શાસ્ત્રો વંદન-નમન ને સાધનાની પ્રથમ ભૂમિકા કહે છે. કારણ વંદન અહમેને ગાળે છે. અને એટલે જ નમસ્કાર મહામંત્રને અહમ્ ગાળવા માટે ઉત્તમ ગણ્યો છે. એ મંત્રમાં પરમાત્માને, સિદ્ધોને, જ્ઞાનીને, સાધુને નમસ્કાર કરવામાં આવ્યા છે. આત્માની સાથે મન તો છે જ. આત્મા છે માટે સાથે જ્ઞાન પણ આવે છે અને નવા જ્ઞાનની પ્રાપ્તિ પણ થાય છે. પરંતુ એ જ્ઞાન અશુદ્ધ છે કારણ કે મનને અહમ્ વળગે છે, જે જ્ઞાનને શુદ્ધ થવા દેતું નથી. મન શુદ્ધ થાય, અહમ્ જાય તો જ જ્ઞાન પચે. ખરેખર તો મનની એકાગ્રતા થાય, મન શુદ્ધ થાય તો પણ મન Page #137 -------------------------------------------------------------------------- ________________ (૧૩૪) ભાગવતો સદેશ તો રહે જ છે. મૂળ વાત તો મન મટે, મનનો લય થાય એમ થવું જોઇએ. કેમ કે મનનો માયા સાથે સંબંધ છે. એ સંબંધ જાય આત્મા સાથે એ સો ટકા જોડાય તો અમન (ઉન્મની) અવસ્થા આવે. એટલે કે વૃત્તિ અને વિકલ્પ વિનાની અવસ્થા મળે. મનમાંની વૃત્તિઓ શાંત થવી જોઈએ વૃત્તિઓને આપણે શાંત કરતા નથી તેને કારણે મન રહે છે. મનનું મટી જવું એટલે વૃત્તિઓનું શાંત થવું, વૃત્તિઓ જવી. જ્યાં સુધી મન રહે છે ત્યાં સુધી તેનો પ્રારંચિક વ્યવહાર નિર્મળ થતો નથી. માણસ સંસાર છોડી સાધુ થાય, વસ્ત્રો બદલે, શહેર છોડી વનમાં જાય તો ત્યાં પણ સાથે (વૃત્તિ સાથેનું) મન હશે તો આખો સંસાર ત્યાં આવશે. શાની ભરતજી કહે છે : 'રાજા, તમે પ્રપંચથી ભાગશો તો પણ સાથે મન હશે તો માયા એ પ્રપંચને પાછો લાવશે. વર્ષો સુધી સાધના કરનારના મનમાં અંદરથી નવા નવા પ્રપંચ આવે છે. જેમ કરોળિયો પોતાની જ લાળમાંથી જાળું ગૂંથે છે, તેમ મન પ્રપંચનો માળો ગૂંથે છે. આખર અવસ્થા આવી હોય, મૃત્યુનજીક હોય, સુરતમાં જ આ સંસારમાંથી વિદાય થવાનું હોય છતાં માણસથી માયાનો સથવારો છૂટતો નથી. મન જંજાળ ઊભી કરે છે માણસે જન્મ પછી બાલ્યાવસ્થા, પછી કુમારાવસ્થા, પછી યુવાવસ્થા, પછી વૃદ્ધાવસ્થામાં મનવડે જાત-જાતની ઇમારતો રચી હોય છે. એને પરિણામે માયાને માણસમાં કામ કરવાનું મોટું ક્ષેત્ર મળી રહે છે. માણસને કોના તરફ માયા થશે એ નક્કી નહિ. એ જડ પદાર્થ હોય, પશુ હોય કે માણસ હોય. માયા થયા પછી મન જંજાળ ઊભી કરે છે. જાગૃત અને સ્વપ્ન અવસ્થામાં મન પૂરી શક્તિથી કામ કરે છે. અહીં પ્રશ્ન એ થાય છે કે આ ચક્રમાંથી છૂટવા શું કરવું જોઇએ? અહમ્ રહિત જ્ઞાન થવું જોઈએ દશ્ય સાથે દૃષ્ટા એક્તાનો અનુભવ માયાના કારણે કરે છે. દશ્યથી છૂટી અદશ્ય એવા ક્ષેત્રજ્ઞ (ચૈતન્ય-આત્મા) જે અંદર બેઠો છે, જે જાણનારો છે તેનો અનુભવ થાય તો મન મટે અને પ્રપંચથી છૂટાય. એ અનુભવ ધ્યાનથી થાય છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ ભાગવતનો સંદેશ (૧૩૫) પણ ધ્યાનમાં માણસ એક લો પડે છે, તેથી તેને ત્યાં ડર લાગે છે. અને મંદિરમાં તેની સાથે ઘણા માણસો છે તેથી ત્યાં તેને બીક લાગતી નથી પણ એમ ટોળામાં રહીને પણ મન સાથે હોય તો ક્ષેત્રજ્ઞનો અનભવ થતો નથી. વળી જે મનમાં ફ્લેશ હોય તે વળી પાછો – સંસાર- પ્રપંચ-માયા-ઊભાં કરે છે. તો સૌ પ્રથમ તો ફ્લેશ જાય તો સાધના થાય. માણસમાં જ્ઞાન હોય તો જાણકારીનો અને અજ્ઞાન હોય તો વાસનાનો ફ્લેશ થાય છે. માટે અહમ્ રહિત જ્ઞાન થવું જોઇએ. મનનો વ્યાપાર શરીર દ્વારા કર્મ થાય છે. તેમાં મન ભળે છે તેથી વૃત્તિઓ પ્રગટે છે. માટે મન વૃત્તિથી દૂર થવું જોઇએ. પાંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો અને અહમ્આ અગિયાર સાધનો વડે મન પોતાનો વ્યાપાર કરે છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ એ પાંચ વિષયો કર્મેન્દ્રિયો દ્વારા વિષય ભોગવવા વૃત્તિને ઊભી કરે છે. આ વૃત્તિઓ વિષય તરફ જઇ સંસ્કારો ઊભા કરે છે. તેમાંથી થતું કર્મ નવો સંસાર ઊભો કરે છે. આ ચક્રમાંથી છૂટવા માટે જ માણસે સાધના વડે ધ્યાનમાં જઇને ક્ષેત્રમાં ડૂબવાનું છે. ॐ માણસને સાધકને એ વિમાસણ છે કે તેને મોક્ષનો માર્ગ જડતો નથી. પણ એમ નથી માર્ગ તો જડચો છે, મળ્યો છે. તમે માંસ નથી ખાતા, મદિરા નથી પીતા, દુરાચાર નથી કરતા, સ્ત્રી હોતો પુરુષ સામે નથી જોતા, પુરુષ હોતો પરસ્ત્રી સામે નથી જોતા આ બધા જ વિધેયાત્મક મુદ્દા છે એને જ નજર સમક્ષ રાખો નિષેધાત્મકને ન જુઓ. અને કોઇપણ જાતના કલેશ, કંકાશ, સંતપ અને કષાયો ઉગ્ર ન થાય તેની કાળજી રાખો. અપેક્ષા વિરુધ્ધ બની ગયેલા પ્રસંગે ઊભી થયેલી અકળામણ ઘણા સમય સુધી મન ઉપર કબજો જમાવી રાખે છે. તેથી સમતા પ્રાપ્ત કરવાની છે. કોઇના પણ દોશો ન જોઇ દ્વેષ ન કરવો. જગતમાં જે જે દેખાય છે તેનો સ્વીકાર કરવો. કંઇક બનવું છે તેથી દુઃખ થાવ છો. પણ જે છો તે જ રહો. મુનિ શ્રી ભાનુવિજયજી Page #139 -------------------------------------------------------------------------- ________________ (૩૫) સમત્વ કેળવો માર્ગદર્શન આપનાર પાસે જ સાચો માર્ગ નથી સંસારના વિષયો, ભોગ અને પરિગ્રહમાં સંસારના માણસો આસક્ત છે. એમાં એક ટકો એવા માણસો છે જેઓ સંસારમાં હોવા છતાં, ભોગમાં હોવા છતાં, સાચા માર્ગની, સંસારમાંથી અને જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિની ખોજમાં છે. મુક્તિનો માર્ગ અને એનું માર્ગદર્શન આપનાર એમને મળ્યાનથી એ એમની મુશ્કેલી છે. વળી એ જગતમાં જુએ છે કે કેટલાક માણસો માર્ગદર્શન આપવાનો દાવો કરે છે. અને ઝનૂનથી કહે છે કે અમારી પાસે જ આવો કેમ કે અમારી પાસે જ સાચો માર્ગ છે.’ પણ આ લોકો સાચો માર્ગ જાણતા નથી, છતાં તેમની જાળમાં ઘણા માણસો ફસાતા હોય છે. સુખ મુક્તિમાર્ગનો અવરોધક છે ભરતજી જ્ઞાની છે, સાચા માર્ગદર્શક છે. તેઓ રાજા રહૂગણને કહે છે : મુક્તિના માર્ગમાં ઘણા અવરોધો છે, વિઘ્નો છે. તેમાંથી પસાર થવાનું છે. તેમાં સૌથી પહેલું વિન સુખ છે. માણસ સુખ મેળવવા દોડે છે. એને સુખ જ જોઇએ છે. દુઃખ નથી જોઇતું તેથી એ સુખ માટે મથે છે. ખરેખર તો સુખ પરમાર્થ માર્ગમાં મુખ્ય અંતરાય છે, કેમ કે મોટા ભાગના માણસોમાં વિવેક નથી હોતો તેથી સુખના સમયે આસક્તિ, મમત્વ, રાગ, પ્રમાદ, દર્પ અને અહંકાર વધે છે. માણસને દુઃખમાં પરમાત્મા યાદ આવે છે પણ સુખમાં તો એને સોની જ યાદ આવે છે. પૈસા પાત્ર માણસો ધરેણાં શોધે છે. ધરેણું મેળવે છે, મળ્યથી તેના તરફની તેની આસક્તિ વધે છે. એ સાધનામાં બાધક છે. ધરેણાંમાં તકલીફ નથી પણ તેને સુખનું સાધન બનાવ્યું તેમાં તકલીફ છે. જેમ રસ્તે ચાલતાં કાદવ આવે તો તેમાં પગલું મૂકીને ચાલવું તકલીફવાળું બને છે. ઊંડે સુધી કાદવ હોય તો તેમાં ખૂંપી જવાય છે. એવી જ રીતે માણસ સુખમાં ઊંડો ખૂંપી જાય છે, તેથી તેનું મન સુખમાં જ રોકાય છે. અને મન તો કોઈ Page #140 -------------------------------------------------------------------------- ________________ ભાગવતનો સંદેશ (૧૩) એકમાં ખૂંચી શકે, કાંતો પરમાત્મામાં કાંતો સાંસારિક વિષયોના સુખમાં. તેથી માણસ પરમાત્માને ભૂલે છે. બીજાનું સુખ જોવાતું નથી સુખી માણસ, ધનવાન માણસ બીજાનું સુખ પ્રેમથી જોઇ શકતો નથી. એ માને છે કે બીજો કોઇ પણ માણસ પોતાનાથી વધુ સુખ મેળવી જાય નહિ. મોટા ભાગનો વર્ગ એવો છે કે પોતાનાથી બીજો આગળ વધવો ન જોઇએ અને વધે તો તેને કેમ કરીને અટકાવવો. આવી વૃત્તિને લીધે થાય છે એવું કે માણસ બીજાને સુખી કરી શક્તો નથી કે બીજાના સુખને જોઇ રાજી પણ થતો નથી, તેથી તેનામાં દ્વેષ ઉત્પન્ન થાય છે. દ્વેષયુક્ત મન ધ્યાન કરી શકતું નથી, પરમાત્મ ભજન તેને ગમતું નથી, તેથી તે પરમાર્થ માર્ગમાં જઇ શકતો નથી. દુઃખમાં ડૂબે તે હર્ષ ન પામે માણસ નાનકડા દુઃખથી શોકમાં ડૂબી જાય છે. તેથી હર્ષનો પ્રસંગ તેને સુખ આપી શકતો નથી. મહર્ષિ વ્યાસજી મહાભારતમાં કહે છે કે : ‘હર્ષના પ્રસંગો સો હોય તો શોક ના પ્રસંગો હજારો હોય છે.’ ડગલેને પગલે એ પ્રસંગો આવે છે. સંસારની વ્યવસ્થા એવી છે કે પ્રિય વ્યક્તિ ચાલી જાય છે અને અપ્રિય વ્યક્તિ જીવનમાંથી ખસતી નથી. આ બન્ને કારણો જીવનમાં શોક ઉત્પન્ન કરે છે. તે ચિત્તને વ્યાકૂળ કરે છે. જેટલું પ્રાપ્ત હોય તેટલામાં મનને સમાધાન થતું નથી અને અપ્રાપ્ય માટે વ્યક્તિ જ્યાં ત્યાં ઝાંવા નાખે છે. આ વ્યાકુળ થવાનું મોટામાં મોટું કારણ છે. તમે નવું ઘર બનાવ્યું તેમાં સુંદર લેટેસ્ટ ડીઝાઇનની ટાઇલ્સ નંખાવી પણ પછી પડોશીનું ઘર બન્યું તેમાં એનાથી નવી ડીઝાઇનની ટાઇલ્સ નંખાવી એમાં તમને ઇર્ષા થવાનું કારણ કયાં બન્યું? છતાં ઇર્ષા થાય છે, વાંધો આવે છે અને એ દુઃખ ઊભું કરે છે. માણસની માનસિક ભૂમિકા એક બીજી વાત એ છે કે તમે કોઇનું અપમાન ન કરો એ તમારા હાથની વાત છે પણ કોઇ તમારું અપમાન કરે તેમાં તમારું મન શા માટે ડહોળાઇ જાય છે ? ખરેખર તો કોઇ અપમાન કરે ત્યારે તમે દુઃ ખી ન થવું એ તમારા હાથની Page #141 -------------------------------------------------------------------------- ________________ (૧૩૮) ભાગવતતો સંદેશ વાત છે. તમે કોઇને મળવા ગયા પણ યજમાન તમને આવકાર ન આપે તો તમને દુઃખ થાય છે. એ વાત તમે બીજાને કરો છો ત્યારે એ દુઃખ વધે છે. અને કોઇક બીજો તમારી એ વાત તમને જ કરે છે ત્યારે તમારું દુઃખ ઓર વધે છે. આ છે માણસની માનસિક ભૂમિકા. ભૂખે ભજન ન હોઈ ગોપાલા શારીરિક ભૂમિકામાં છે ભૂખ અને તૃષા શરીર છે એટલે એ આવવાનાં જ. પણ ભૂખ લાગે છે ત્યારે વ્યાકુળતા આવે છે. તેને વશ થયા તો મનડહોળાશે, પણ તમે શાંત રહ્યા તો તે તપ’ બની જાય છે. આમ માણસ હાથે કરીને પીડા ઊભી કરે છે. ઉત્તર પ્રદેશમાં ખાસ કહેવાય છે કે : ભૂખે ભજન ન હોઈ ગોપાલા, લે લો અપની કંઠી માલા. આમ શરીર પ્રત્યે જેટલી વધારે આસક્તિ હોય છે તેટલી વધારે પીડા થાય છે. એ જ પ્રમાણે તૃષાની પીડા પણ છે. એથી જ વ્રતોમાં ભૂખ-તરંસની પીડા પુરુષો કરતા બહેનો વધુ સહન કરે છે. સમત્વ કેળવો આધિ’ એટલે માનસિક પીડા અને ‘વ્યાધિ’ એટલે શારીરિક રોગ. વ્યાધિ હોય તેનો ઇલાજ કરવો, સારવાર કરવી, ઔષધ લેવાં પણ રહેવું તો સમત્વમાં જ. આધિ અને વ્યાધિ ફ્લેશ ઊભો કરે છે. તે ન થવા દેવો તે જ સમત્વ છે. તે ન થવા દેવો હોય તો સહનશીલ બનો. પરમાત્મામાં મન લગાડો પુરુષ સ્ત્રીમાં કે સ્ત્રી પુરુષમાં આસક્ત બને તો સાધનામાં હરકત આવે છે. માટે સાવધ રહીને, જાગૃત રહીને મનને પરમાત્મ સાધનામાં લગાડવું. તે પણ કાળ કોળિયો કરી જાય તે પહેલાં જ, એટલે કે અત્યારે જ. કેમકે ક્યારે મૃત્યુ આવશે તેની માણસને ખબર નથી. મૃત્યુ માણસને ગણતું નથી, ગણકારતું નથી કેતે આવે છે તેની જાણ કરતું નથી. અને આવે છે ત્યારે તેને કોઈ પણ રોકી શક્યું નથી. - Page #142 -------------------------------------------------------------------------- ________________ (૩૬) માનવતા માણસનો ધર્મ મૃત્યુનો ભય ન રાખો મૃત્યુ નિશ્ચિત સમયે જ આવે છે. તેનો ભય રાખવાથી તેનાથી બચી શકાતું નથી. માટે હે રાજા રહુગણ ! મૃત્યુનો વિચાર કર્યા વિના, તેને સ્વીકારીને ઇશ્વરાભિમુખ બનવું એ મનુષ્ય માત્ર માટે મોક્ષ પામવાનો એક માત્ર રસ્તો છે. આટલું કહી જડ ભરતજી મૌન થઈ ગયા. પાખંડીઓ છેતરે છે પાખંડી માણસો જાતે જ છેતરાયા છે. આથી અપ્રમાણિક શાસ્ત્રો જ સાચા છે તેમ સમજાવીને બીજાઓને છેતરે છે. માણસ છેતરાય છે તેનું કારણ તેને કોઈ પણ તકલીફ વિના, રોકટોક વિના સાધના કરવી છે. અને તેથી જ તેને સદ્ગુરુ કહે તે ગમતું નથી. સદ્ગુરુ કહે તેમ તે કરતો નથી પરિણામે સંસારમાં વધુને વધુ ફસાતો જાય છે, અને મોક્ષથી તે દૂર થતો જાય છે. આત્મજ્ઞાનીને અનુસરો કર્મકાંડ કરવાથી પુણ્ય મળે છે, પરમાત્મા નહિ. મોટા મોટા રાજાઓ, ધનિકોએ મોટા મોટા યજ્ઞો ક્ય છતાં તેમનો આ સંસારમાંથી છૂટકારો થયો નથી. એમને માર્ગદર્શન આપનાર પંડિત હોય છે, કોઈ આત્મજ્ઞાની નહિ. જગતમાં પંડિતો ઘણા છે, જ્ઞાની ઓછા છે. મોક્ષ પ્રાપ્તિ ઇચ્છુક મુમુક્ષુ આત્માનુભવી જ્ઞાનીને ઓળખી, તેમનું શરણ લઈ, તેમના માર્ગદર્શન પ્રમાણે અનુસરે તો મોક્ષ માર્ગે જઈ શકાય. અહીં રાજા રહુગણ અને ભરતજીનો સંવાદ પૂરો થયો. માનવતા જ માણસનો ધર્મ જો માણસ પોતપોતાના ધર્મોનું આચરણ કરે તો ક્યારેય વિષમતા ઊભી ન થાય. માણસને જન્મતાં જ શરીરમળે છે, માતા-પિતા અને તેમના સંસ્કારો મળે છે, શિક્ષણ મળે છે. આ તમામ બીજાઓ પાસેથી તેને મળે છે. કોઈ તેને Page #143 -------------------------------------------------------------------------- ________________ (૧૪૦) ભાગવતનો સંદેશ : પૂછે કે તમે ક્યા ધર્મના છો? તો તે હિંદુ, મુસ્લિમ, જૈન, બૌઘ, ખ્રિસ્તી એવું કહે છે. પણ એ ક્યારેય એવું નથી કહેતો કે ઃ ‘માનવતા’ એ જ અમારો પ્રથમ ધર્મ છે. માણસ આ વાત નથી સમજતો તેથી તે સ્વધર્મ ભૂલે છે, માટે જ પ્રશ્નો ઊભા થાય છે. જેમ કે છોકરો પરણાવ્યો, વહુ ઘરે આવી. પણ દહેજ ઓછું લાવી તેની તકરાર ઘરનાં કરે, તેને પરિણામે ક્યારેક વહુ સળગી મરે. તો કહો આમાં ધર્મ કયાં આવ્યો ? માણસ જે કાંઇ ધર્મના નામે કરે છે તેમાં માનવ ધર્મ જ નથી, પછી મોક્ષના વાત દૂર રહી? માણસ પરમાત્મા થઇ શકે આ જ શરીરમાં ઇશ્વરની પ્રાપ્તિ-બ્રહ્મદર્શન-મોક્ષ થઇ શકે છે. પણ આ સ્થૂળ દેહમાં પ્રગટતી વૃત્તિઓને પોષવામાં જ માણસનું જીવન પૂરું થઇ જાય છે. માનવતા આચરવાની રહી જાય છે. માણસને વકીલ, ડોકટર, વ્યાપારી, નેતા, પ્રધાન બનવું છે, પણ મોક્ષ પામવો નથી. એ નથી વિચારતો કે પોતે કેટલી મોટી હેસિયત લઇને જ જન્મ્યો છે. તે પરમાત્મા થવાની ક્ષમતા ધરાવે છે. હવે કહો આની આગળ જગતનું કોઇ પણ પદ બરાબરી કરી શકે ખરું? ધર્મનું કોઇ પ્રતીક નથી જગતમાં જે કાંઇ મળે છે તે અનિત્ય જ છે. વળી એ તમામ અહીં મૂકીને માણસે જવાનું છે. અઢળક મિલક્ત ભેગી કરનારે પોતાને એ પૂછવા જેવું છે કેઃ ‘શું તેણે સદ્ગુણો મેળવ્યા છે ખરા ? અધ્યાત્મમાં તે આગળ વધ્યો છે ખરો ? એણે ભક્તિ કરી છે ખરી ?’ જો આ કર્યું હશે તો તેને એ સાથે લઇ જઇ શકશે. આ ધર્મનું બીજ છે. પછી તેને જે માનવ શરીર મળશે, તેમાં આ બીજ વડે પોતાની સાધના આગળ વધારી શકશે. જેમ ખેડૂત બીજ ખરીદીને ઘરમાં જ રહેવા દે તો એ બીજ સડી જાય. એ શા કામમાં આવે નહિ. અથવા ખેડૂત બીજને ખાઇ જાય તો તેની ક્ષુધા ટળે. તેથી વધુ તેને મળે નહિ. પરંતુ ખેડ, ખાતર, પાણી અને ખેડૂતની મહેનત સાથે મળે તો એ બીજમાંથી અનેકગણું ઉત્પન્ન તે કરી શકે. પણ તે માટે મહેનત કરવી પડે. આ સમજણ કેળવવા ઉપયોગી એવા ધર્મના ૩૦ લક્ષણોનું વર્ણન શુકદેવજી રાજા પરીક્ષિતને કરે છે. આ વર્ણનમાં તેઓ કોઇ ચિહ્ન કે પ્રતીકની વાત ધર્મ માટે નથી કરતા એ ખૂબ Page #144 -------------------------------------------------------------------------- ________________ ભાગવતો સંદેશ (૧૪૧) સમજવા જેવું છે. સંતશ્રેષ્ઠ યુધિષ્ઠિર યુધિષ્ઠિર અને નારદજીનો સંવાદ ભાગવતના સાતમા સ્કંધમાં છે. યુધિષ્ઠિરે વિશાળ વાંચન અને શ્રવણ કરેલું છે. એમણે ઘણાં દુઃખ અને સુખ અનુભવ્યાં છે. તેમનું કર્મ ધર્મમય હતું તેથી તે ધર્મરાજ કહેવાયા. આ ધર્મરાજે અધર્મનું પહેલું કામ જુગાર રમવાનું કર્યું. તેમાંયે જયારે પત્ની દ્રૌપદીને હોડમાં મૂકી એ નિમ્ન પગલું હતું. તેમના આ પગલાંથી ચાર ભાઇઓ અને પત્ની દ્રૌપદીને ખૂબ સહન કરવું પડ્યું. પણ સાથે સાથે એમને ભગવાન શ્રીકૃષ્ણનું સાનિધ્ય પણ મળ્યું. આવા અનેક અનુભવો તેમને થયા હતા. એમને સંસાર, નીતિ, ધર્મ અને વ્યાકરણનો પણ અનુભવ હતો. આવું વિવિધતા ભરેલું જીવન હોવા છતાં તેઓ કરુણા અને દયાને પાત્ર રહ્યા. એમના જીવનમાં અગણિત દુઃખો એક સાથે આવી પડ્યા. છતાં એ ખૂબી રહી હતી કે એ દુઃખોમાં તેઓ નિરાશ થવાને બદલે વિશેષ પ્રોત્સાહિત થયા હતા. તેમાંથી સારી વાત શીખીને પોતાના જીવનમાં તેનો અમલ કર્યો. તેથી જ શુકદેવજીએ યુધિષ્ઠિરને સંત શ્રેષ્ઠ કહ્યા હતા. આવા સંત શ્રેષ્ઠ યુધિષ્ઠિર અને મુનિ નારદજીનો સંવાદ જાણીએ. ધર્મ માણસને અજવાળે છે યુધિષ્ઠિર નારદજીને પૂછે છે : “મહારાજ, હું ધર્મ વિષે આપની પાસેથી સાંભળવા ઇચ્છું . સાથે માનવનું આચરણ કેવું હોવું જોઇએ તે પણ જાણવા માગું છું.નારદજી કહે છે : “ધર્મથી માણસને સમ્યફ જ્ઞાન પ્રાપ્ત થાય છે. ધર્મ કાંઈ કર્મકાંડ નથી. ધર્મ તો માણસને અજવાળે છે. તેનું પહેલું કામ પરમ તત્ત્વને યથાર્થપણે જાણવું તે છે. માણસની સમજ એવી છે કે સ્વર્ગ પ્રાપ્તિ સુખ મેળવી આપે છે. પણ સમ્યફ જ્ઞાન માણસને જ્ઞાન અને બોધ આપે છે, સુંદર જીવન જીવવાની સમજણ આપે છે. અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના અજવાળામાં લઇ જાય છે. તમસો જયોતિર્ગમય’ અવસ્થા મળે છે. જો અંધારું હોય તો પગ નીચે શું છે તેની ખબર નથી પડતી. પ્રકાશ થાય તો જ વસ્તુ દેખાય છે. એવી જ રીતે સમ્યફ જ્ઞાન મળે તો સારું ખોટું, પાપ-પુણ્ય, માનવતા-દુષ્ટતા, સ્વર્ગ-મોક્ષ વચ્ચેના ભેદ સમજ પડે છે. વળી જ્ઞાન પ્રાપ્ત Page #145 -------------------------------------------------------------------------- ________________ (૧૪૨) ભાગવતકો સદેશ થવાથી પરમાત્મા પ્રત્યે પરમ પ્રેમ પ્રગટે છે. જેમ વર્ષો પહેલાં ખોવાયેલો દીકરો નજર સામે જ ઊભો હોય તો પણ મા-બાપ તેને ઓળખી શકતા નથી. પણ ઓળખ પડે તો પરસ્પર પ્રેમ જાગ્યા વિના રહેતો નથી તેમ જીવ-માણસ જ્યારે જાણે કે પરમાત્મા જ તેના માબાપ છે, તેનું સર્વસ્વ છે. ત્યારે તેમના પ્રત્યે માણસને પ્રેમ જાગે કે નહિ? એમને મળવાની ઇચ્છા થાય કે નહિ? અને હે યુધિષ્ઠિર, પરમાત્મા પ્રાપ્ત થયા પછી ઇચ્છાને આકાંક્ષા નથી રહેતી. ભગવાન મળતાં એ સધળું પ્રાપ્ત કરી લે છે. અને તેથી જ ગોપીઓએ ગાયું છે કે “પ્રેમનો પંથ છે ન્યારો-પ્રેમ અને કૃષ્ણ પર્યાય છે. તેમના પંથે અમે ઘણું માર્યું.’ યુધિષ્ઠિર કહે છે : હે નારદજી! તમે મહાન ભક્ત છો, પરમજ્ઞાની છો, તમે જ વ્યાસજીને સૂચવેલું કે અઢાર પુરાણો રચ્યા પછી પણ તમારા મોં ઉપર જે વિષાદ છે, તે દૂર કરવા ભક્તિનું શાસ્ત્ર રચો. બીજાનું ભલું થાય તે માટે પ્રયાસ કરવો તે દયા છે તેમ બીજાનું કષ્ટ દૂર કરવું એ પણ દયા છે. તમે એ કરો છો. હે મુનિ! તમે ગુપ્તમાં પણ ગુપ્ત રહસ્ય જાણો છો, તેથી જ અમે તમારી પાસે આવ્યા છીએ. અમારે ધર્મ વિષે જાણવું છે.' કર્તવ્ય જાણવું અને વર્તવું તે ધર્મ નારદજી કહે છે : ‘તમે મારા માટે જે કહ્યું તે મને મળે તો મને ઘણો આનંદ થશે. સમસ્ત ધર્મનું મૂળ કારણ અજન્મા એવા પરમાત્મા છે. તમામ ધર્મની ઉત્પતિ પરમાત્માના ચરણોમાં છે. તેમના ચરણોમાં વંદન કરીને તમારા પ્રશ્નોનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરીશ. હવે ધર્મ વિષે સાંભળો. જેનાથી તમારું અંતઃકરણ પ્રસન્ન થાય તે ધર્મનું મૂળ છે. ક્રોધ કરવાથી પ્રસન્નતા જાય છે. પણ ક્રોધ શાંત કરવાથી પ્રસન્નતા મળે છે. જો માણસનું મન પ્રસન્ન થશે તો બીજાનું સુખ જોઈ તેને આનંદ થશે. પત્ની પતિ પરાયણ ઉપરાંત, સ્નેહ પરાયણ બહેન અને વહાલસોઈ મા બને. પતિ પત્ની પ્રત્યે સ્નેહ રાખે. પિતા પુત્ર-પુત્રીઓ ઉપર પ્રેમ રાખે. આમ પ્રત્યેક માણસ પોત-પોતાનું કર્તવ્ય સમજે અને તે પ્રમાણે વર્તે એ ધર્મ છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ (39) યુધિષ્ઠિર નારદજીનો સંવાદ યુધિષ્ઠિરની વ્યગ્રતા જન્મથી મૃત્યુ સુધીની જીવનની ઘણી અવસ્થામાં કડવા મીઠા અનુભવો માણસને થાય છે. યુધિષ્ઠિરને પણ આવા અનુભવો થયા. માન-સન્માન ઘણા મળ્યાં, તો ઘણાં અપમાન પણ સહન કરવા પડયાં. તેમના મનમાં એ મંથન ચાલતું હતું કે શું તેમણે જીવનમાં જે કર્યું તે બધું બરાબર હતું, ઠકહતું? પોતે જુગાર રમ્યા, ભાઇઓ અને પત્નીને જુગારમાં હાર્યા તે બરાબર હતું? આવા પ્રશ્નોના કારણે અને અંદરથી તેનો સ્પષ્ટ જવાબ નહિ મળવાના કારણે તેઓ વ્યગ્ર હતા. તેથી જ્ઞાની સંતનો સમાગમ તેઓ ઇચ્છતા હતા. કેમકે સંતો જ સમસ્યાનો ઉકેલ અને સમાધાન આપીને શીતળતા, શાંતિ આપે છે. તેમના મનની આવી વિષમ સ્થિતિમાં તેમને નારદજી મળ્યા છે. યુધિષ્ઠિરનું મંથન યુધિષ્ઠિરના મનમાં મંથન ચાલતું હતું કે જે કર્મ ધર્મના નામે થતું દેખાય છે તે ધર્મ છે ખરું? પ્રકૃતિ અને સ્વભાવ એ બન્ને છે તો જુદા છતાં પ્રકૃતિ અને પ્રાણ સાથે જ જાય તેમ કહેવાય છે. ખરેખર તો પ્રકૃતિ એટલે સંસ્કારો જાય તેમ કહેવાવું જોઈતું હતું. સ્વભાવ કદી જતો નથી. તેને પ્રાપ્ત કરવો ન પડે. તેમાં કશું ઉમેરી કે બાદ કરી શકાય નહિ. તેને કદી નષ્ટ કરી શકાય નહિ. કેમ કે સ્વભાવ તો ત્રિકાળ રહે છે. જેમ સાકરનો સ્વભાવ ગળપણ છે, તેથી કદી પણ ગળપણ સાકરમાંથી ન જાય. તેમાં ક્યારે પણ ગળપણ ઉમેરવું ન પડે. સાકર જેમાં ભળે તે વસ્તુ ગળી બની જાય. એ જ રીતે જેનો સ્વભાવ ગળપણ નથી તે ગળ્યું ન થઇ શકે તેમાં ગળપણ ઉમેરો તો જ તે ગળ્યું થાય. નારદજીએ તેમને આ વાત સુપેરે સમજાવી. જેટલા રાગ-દ્વેષ જાય તેટલો ધર્મ થાય વળી કહ્યું : ધર્મના મર્મને પ્રગટ કરનારા લક્ષણો હોઈ શકે છે. પણ એને Page #147 -------------------------------------------------------------------------- ________________ (૧૪૪) ભાગવતનો સંદેશ તમે ધર્મના લક્ષણો ન કહી શકો. જે પ્રક્રિયાથી જેટલા અંશે મન સ્વચ્છ થાય, શુદ્ધ થાય તેટલા અંશે ધર્મ થયો એમ કહી શકાય. કપડું મેલવાળું હતું, સાબુથી મેલ ગયો. કપડું સ્વચ્છ બન્યું. ખૂબી જુઓ અહીં જવાની ઘટના મેલમાં થઈ છતાં પ્રકિયા કપડાં ઉપર થાય છે. આ જ રીતે જેટલા અંશે રાગ-દ્વેષ જાય તેટલા અંશે ધર્મ થયો ગણાય, તેટલા અંશે મન અને આત્મા સ્વચ્છ થાય છે. વિકારોને દૂર કરવાના છે બહારથી આવીને વળગેલાને ઉપાધિક કહેવાય છે. અને જેને કશું અંદરથી વળગતું નથી તેને નિરુપાધિક કહેવાય છે. બહારથી જે ઉપાધિ વળગે છે તેને દૂર કરવી પડે. આત્મા નિરુપાધિક છે તેને વળગેલાં રાગ-દ્વેષ બહારથી આવેલાં છે તેને દૂર કરવાં પડે. મૂળ આત્મામાં કશું થતું નથી. જેમ આકાશમાં વાદળો છવાઈ જાય તો સૂર્ય ઢંકાઇ જાય છે, અંધારું થઇ જાય છે, છતાં વાદળાં પાછળ સૂર્ય તો છે જ, ત્યાં પ્રકાશતો છે જ. જો વાદળાં ખસે તો સૂર્ય અને પ્રકાશ દેખાય જ. ટાંકીમાં પાણી હોય પણ ચકલી બંધ હોય તો પાણી આવે નહિ. એવી જ રીતે આત્મા ઉપર રાગ-દ્વેષનું આવરણ છવાઇ ગયું છે. તેને દૂર કરો તો આત્મા જેવો છે તેવો દેખાય. જેમ સૂર્ય પ્રકાશ મેળવવા સૂર્યમાં કશું કરવાનું નથી માત્ર વાદળાં જ દૂર કરવાના છે, તેમ આત્મા ઉપર પણ કશું કરવાનું નથી માત્ર તેના ઉપર છવાયેલા વિકારોને દૂર કરવાના છે. વિકાર સહથતી કિયા ધર્મ નથી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એ વિકારો છે. તેને કાઢવા એ ધર્મ છે. જેટલે અંશે આ વિકારો દૂર થાય તેટલે અંશે ધર્મથયો કહેવાય. માણસની પોતાની ભૂલથી એ વિકારો તેનામાં પ્રવેશ કરે છે. ક્રોધ કરવો તે વિકાર છે. ક્રોધી માણસ મંદિરમાં જાય તો ત્યાં પણ ક્રોધ કરે છે. ક્રોધર્યા પછી ભગવાનની મૂર્તિને પગે લાગી પ્રાર્થના પણ કરે છે. તેણે જે પ્રાર્થના કરી તે વાસ્તવિક ધર્મના કહેવાય. સહજ જીવાય તે ધર્મ ઉપાધિ-વિકારો–સંપૂર્ણ દૂર થઈ જાય તેને નિરાવરણ થયું કહેવાય. એ Page #148 -------------------------------------------------------------------------- ________________ ભાગવતતો સદેશ (૧૪૫) નિવારણ ધર્મ વડે થાય છે. પ્રશ્ન એ છે કે એવો ધર્મ જીવવા શું કરવું ? ધર્મ આંતરિક ચેતનામાં પરિવર્તન લાવનારું પરિબળ છે માટે માણસ સહજ જીવે, સ્વાભાવિક જીવે, સ્વભાવમાં જીવે-એ જ ધર્મ છે. જેમકે ક્ષમા સ્વભાવ છે તેથી તેમાં રહેવું તે ધર્મ છે. વળી ખૂબી એ છે કે સ્વભાવમાં સતત-જીવન પર્યંત રહી શકાય. તો ઇર્ષા, ક્રોધ, લોભ એ વિકાર છે, વિભાવ છે– સ્વભાવ નથી, ધર્મ નથી. માટે તેમાં જવું તે ધર્મ નથી, પણ અધર્મ છે. વળી એ ભાવમાં સતત રહી શકાતું પણ નથી. એ કરવાથી પરમાત્મા પ્રસન્ન થતા નથી, આત્મા પ્રસન્ન રહેતો નથી. માટે ધર્મ નથી. જે કરવાથી આત્મા અને પરમાત્મા પ્રસન્ન થાય તે ધર્મ માણસ સ્વભાવમાં રહે તો પરમાત્મા પ્રસન્ન જગતને રાજી કરવા માણસે જાતજાતના પ્રયત્નો કર્યા છે પણ જગત રાજી નથી થયું. પરમાત્માને રાજી કરનાર સર્વાત્માને રાજી કરે તે ‘યજ્ઞ છે. આ સાચી થીયરી છે. પૂજા, દીવા, કરવાથી પરમાત્મા પ્રસન્ન થતા નથી. પણ માણસ સ્વભાવમાં રહે તો પરમાત્મા અને આત્મા પ્રસન્ન થાય છે. પરમાત્મા રીસમાં નથી હોતા એ તો સતત પરમ આનંદમાં જ હોય છે. રાજી કરવાની, થવાની વાત તો સાધકના પક્ષે છે. લઘુતાભાવ અહમ્ ઓગાળે આત્માને, પરમાત્માને પ્રસન્ન કરવા માટેનું સૌ પ્રથમ કામ તો આત્મ સમર્પણ કરવું તે છે. તેના માટે આત્મા ઉપર ચડી બેઠેલા અહંકારે ઊભું કરેલું વ્યક્તિત્વ દૂર કરવું પડે. પછી જે શેષ રહે તે પરમાત્માને અર્પણ કરવું પડે. આત્મા અને પરમાત્મા નથી દેખાતા પરંતુ આત્મજ્ઞાની પુરુષ તો દેખાય છે. તેમને સમર્પણ કરવું તે ઉપાય છે. પણ એ સમર્પણ એમને એમ નહિ થાય. પ્રથમ અહમૂને કાઢો. તે માટે પ્રાણી માત્રની સેવા કરો અને તે પણ દાસ છું તેવા ભાવથી કરો. એ કઠિન છે છતાં તેમાં રહેલો લઘુતા ભાવ અહમ્ ઓગાળી સપુરુષ પાસે લઈ જાય. શરણ અપાવે પછી તેઓના માર્ગદર્શન પ્રમાણે વર્તવાથી આત્મા અને પરમાત્મા પ્રસન્ન થાય જ. Page #149 -------------------------------------------------------------------------- ________________ (૩૮) સર્વભૂત હિતે રત ) ted tત વસ્તુના શ્રેષ્ઠ ઉપયોગની કળા અધ્યાત્મ પાસે છે ભારતીય પ્રણાલિકા પ્રમાણેની પ્રત્યેક અવસ્થા જીવન જીવવા માટે સુંદર સાધન છે. જેને પ્રણાલિકા સંસ્કાર કહે છે. બાલ્યાવસ્થામાં સુસંસ્કાર, યુવાવસ્થામાં વિદ્યા અને ગૃહસ્થી, વાનપ્રસ્થ અવસ્થામાં યોગ. અને છેલ્લી અવસ્થામાં પરમાત્મમિલન. આ વિવિધ અવસ્થાઓ છે. માણસે વસ્તુ, સંયોગ અને પરિસ્થિતિ સર્વેનું આ અવસ્થા પ્રમાણે મૂલ્યાંકન કરવું જોઇએ. આધ્યાત્મિક રીતે આ અવસ્થાઓની ગોઠવણી થઇ છે. માણસે વિવેથી તે પ્રમાણે જીવવા જેવું છે. પરમાણુ શક્તિની શોધ થઈ તો વિવેકી પાસાંઓએ વીજળી શક્તિનું નિર્માણ કરી ભારે શક્તિ મેળવી અને અવિવેકી પાસાંઓએ ભારે સંહારનું કામ કર્યું. વિજ્ઞાન તો પૃથ્થકરણ કરે છે. તેનો સદુપયોગ અને દુરુપયોગ માણસ કરે છે. શાસ્ત્રો કહે છે કે વસ્તુનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાની કળા અધ્યાત્મ પાસે છે. અધ્યાત્મ માણસ બદલવાનું કહે છે તમામ ધર્મશાસ્ત્રો આ વાત કરે છે. જો માણસ અધ્યાત્મની રીતે જીવન જીવે તો વસ્તુનો સદુપયોગ જ થાય. માણસ પદાર્થ. પરિસ્થિતિ અને સંયોગ બદલવાની વાત કરે છે. જ્યારે અધ્યાત્મ માણસને બદલવાની વાત કરે છે. કુશળ વૈદને ઝેર મળે તો તેમાંથી જીવન ઉપયોગી રસાયણ તે બનાવે છે, તો માણસ ઉત્તમ રસાયણને ઝેર બનાવે છે. જગતને કોઈ જડ કહે છે. સાંખ્યા દર્શન પ્રકૃતિ કહે છે , વેદાંત માયા કહે છે અને જૈનદર્શન પુગલ કહે છે. આ પ્રકૃતિ-પુદ્ગલ-એ આત્માના ચરણોમાં છે. એ વાત પુરુષે (આત્માએ) વિવેથી જાણવી પડશે. ખાવું (ભોજન કરવું ) તે પ્રકૃતિની માંગ છે, પણ શરીરને હાની ન થાય તે પ્રકારે ખાવું તે કામ વિવેક કરે છે. ભગવદ્ગીતા કહે છે: સાત્ત્વિક આહાર કરવો તે સંસ્કૃતિ છે. અને સંસ્કૃતિનો આધાર છે વિવેકા Page #150 -------------------------------------------------------------------------- ________________ ભાગવતતો સદેશ (૧૪૦) ભાગવત કહે છે : ‘જગતની તમામ વ્યવસ્થાનો વિવેકથી સદુપયોગ કરી શકાય તો જીવન સુંદર બને શૈશવકાળમાં જ અધ્યાત્મ પ્રાપ્ત કરો ભારતીય પરંપરાઓએ એ જોયું કે અધ્યાત્મ વડે શૈશવ, યુવાની, પ્રોઢાવસ્થા, વૃદ્ધત્વ અને મૃત્યુને ઉત્તમ કરી શકાય. અને તે માટે શૈશવકાળમાં જ અધ્યાત્મને હસ્તગત કરવું જોઇએ. યૌવનકાળમાં શક્તિ હોય છે. તેના ઉપયોગથી અધ્યાત્મ માટે પુરુષાર્થ કરી શકાય તો ભોગ વિલાસ પણ કરી શકાય. માણસ યુવાન હોય ત્યારે એવું ન વિચારે કે ઘડપણમાં અધ્યાત્મ માટે આયોજન કરીશું. કેમકે પહેલાં (યુવાનીમાં) નથી કર્યું તેથી તે વણાયું નથી, તેની ટેવ નથી પડી માટે ઘરડા અને અશક્ત શરીરથી નહિ થઈ શકે. યુવાનીમાં વણાય તો વૃદ્ધત્વમાં થઈ શકે. છેલ્લે મૃત્યુ નજીક હોય ત્યારે વિષય-વૃત્તિ બદલાવી મુનિ વૃત્તિ ધારણ કરો. અને પછી યોગ સાધના કરતાં કરતાં યોગાગ્નિમાં શરીરને ત્યજજો. અધ્યાત્મ આ શક્ય બનાવે છે. ધન આપવા સાથે વિવેક શીખવો માણસને જીવનમાં જે જે વસ્તુઓ મળે છે તેનો અધ્યાત્મલક્ષી ઉપયોગ કરી શકે છે. આંખનું મહત્ત્વ આંધળાને વધુ સમજાય છે. એક અંધને ભગવાન ઇસુએ જોયો. આંખ મળે તો આ માણસ સુખી થશે તેવા વિચારથી ઇસુએ એ અંધને આંખ આપીને કહ્યું: ‘પરમાત્મ માર્ગે જજે.’ વર્ષ પછી ઇસુ ત્યાં આવ્યા એમણે જોયું કે એક યુવતીની પાછળ પેલો આંખ આપેલો માણસ દુરાશયથી દોડતો હતો. તેમને સમજાઈ ગયું કે આ માણસને આંખની સાથે જ વિવેક આપવા જેવો હતો. વિવેકહીન માણસ વિલાસમાં ધન વાપરે માણસને વસ્તુ, ધન, અંગ-ઉપાંગ પુણ્યના કારણે મળે છે. જીવનની પ્રત્યેક અવસ્થા અને વસ્તુ પણ તેને પુણ્યના કારણે જ મળે છે. જો માણસ વસ્તુ અને અવસ્થા સાથે જ વિવેક પ્રાપ્ત કરે છે તો તેને મળતું ધન અધ્યાત્મ માર્ગે વાપરે, સમાજ સેવામાં વાપરે વિવેક હોય તો જ કોઈ ભામાશા રાણા Page #151 -------------------------------------------------------------------------- ________________ -- - (૧૪૮) ભાગવતનો સંદેશ પ્રતાપને દેશ માટે ધન આપે. પણ વિવેક ન હોય તો ધન વિલાસમાં વાપરે. બદલાની અપેક્ષા વિના જે ધન, વસ્તુ, મદદ અપાય તેને પરિણામે તેને પુણ્ય મળે છે. આ વાત માણસે કયારે પણ ભૂલવા જેવી નથી. પરહિત સમ પુણ્ય નહીં ભાઈ નારદજી યુધિષ્ઠિરને કહે છે: ‘વિચાર અને ચિંતન વાતોથી જુદા છે. જે માણસની જાગૃતિના કારણે થાય છે. વિચાર આવે ત્યારે માણસમાં જો વિવેક હોય તો એકાંતમાં જઈ બ્રહ્મ વિચાર કરે. ત્યારે અધ્યાત્મથી અલગ એવા સંયોગોનો ત્યાગ કરવો, સંગ ત્યાગ કરીને હવે સર્વ પ્રાણીઓના હિતમાં જ કાર્ય કરવું છે તેવો નિર્ણય કરવો. કોઇના અહિતમાં કાર્ય કરવું નહિ, બીજાને પરેશાન કરવા નહિ. માત્ર બીજાને સુખ આપવા જ જીવવું. સંત તુલસીદાસે કહ્યું છે કે: ‘પરહિત સમ પુણ્ય નહિ ભાઈ, ‘પર દુઃખ સમ નહિ અધમાઈ.” સર્વ ભૂત હિતે રતઃ બીજાના અસ્તિત્વનો ઇન્કાર-અસ્વીકાર કરવો તે હિંસા છે થાય છે. માણસમાં બીજાનો સ્વીકાર હશે તો બીજા-કોઈપણ પ્રત્યે ધૃણા, તિરસ્કાર, અણગમો નહીં થાય. તે અવસ્થા છે અહિંસાની. સ્વીકાર છે તેવો માણસ અહિંસામય જીવશે. માટે જ સમસ્ત પ્રાણીઓના હિતમાં જ જીવવું. ભગવાન શ્રીકૃષ્ણને અર્જુનને પૂછ્યું “ભક્તનું લક્ષણ શું છે?” ભગવાને કહ્યું: ‘સર્વભૂત હિતે રત.” જે માણસ બધા જ પ્રાણીઓના હિતમાં રત છે તે મારો ભક્ત છે.” સેવા એ સૌથી મોટો યજ્ઞ એ સૂત્ર આમાંથી આવ્યું. જે માણસ સૌના હિતમાં રત રહીને જ જીવે છે તે શાંત અને જાગૃત રહીને જ જીવે તો સુખ અને દુઃખ બંનેમાંથી સમતાપૂર્વક પસાર થાય. અંતરમા હેતનો ભાવ રાખો બહારની પરિસ્થિતિ, વ્યક્તિ અને સંયોગ અનુકૂળ હોય જ તેવું નથી બનતું કોઇપણ વ્યક્તિને સતત અનુકૂળતા મળવાનો અનુભવ નથી. તેથી જાગૃત રહી સર્વ સંયોગોમાં સર્વ પ્રાણીઓના હિતમાં તત્પર રહેવું. હિત કેટલું કરી શકાય એ વાત ગૌણ છે. પણ અંતરમાં આ હિતનો ભાવ સતત હોવો જોઇએ. - - - - - - Page #152 -------------------------------------------------------------------------- ________________ ભાગવતનો સંદેશ આવો માણસ જ ઊંડાણથી સાધના કરી શકે છે. કરુણાને મુખ્ય સ્થાન આપો ‘સર્વત્ર સુખિનઃ સન્તુ’ એ સૂત્ર આ ‘સર્વ ભૂત હિતે રતઃ’ સૂત્રની સાથે જ છે. એવું પણ બને કે બીજાને સુખ આપવામાં આપનારનું સુખ ઓછું થાય કે તેને દુઃખ આવી પડે. ‘તેમ થાય તો પણ ભલે.’ તેવો ભાવ પણ મનમાં અગ્રસ્થાને હોવો જોઇએ. પણ મોટે ભાગે માણસમાં આ ભાવો હોતા નથી. માટે આ ભાવ મનમાં સ્થિર કરવા માટે દિલને વિશાળ બનાવવું પડે. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે કરુણાને હૃદયમાં મનમાં મુખ્ય સ્થાન આપવું પડે. જે માણસ આમ કરી શકે છે તે બીજા માટે પોતાનું બધું જ ન્યોચ્છાવર કરવાની તૈયારી રાખે છે. અને જરૂરે એવું કરે છે પણ ખરો. તમારા ગુણોથી, તમારા ભાવોથી તમને જ લાભ છે. બીજો તમારા તમારા પ્રત્યે શું કરે છે તે જોવા જેવું નથી. • તમે એટલા કડવા ન બનો જેથી લોક તમને ફૂંકી નાખી. તેમ એટલા મીઠા ન બનશો કે લોકો તમને ચાવી જાય.૰ પરિસ્થિતિ ભલે પ્રતિકૂળ ઊભી થાય તમે મન ઉપર ન લ્યો તો દુઃખી નહિ જ થાવ. • દુઃખ આપનારા રોજ તમારી પાસે આવે તો ભલે આવે. તમે એ સૌને હસતાં હસતાં કહી દો કે આજ સુધી અમે દુઃખોની ખરીદી ખૂબ કરી છે પણ હવેથી અમે દુઃખો ખરીદવાનું બંધ કર્યું છે. • મારી પ્રસન્નતાનું રહસ્ય એ છે કે મેં દુઃખી થવાનું બંધ કર્યું છે. • ધર્મ થતો નથી એમ ન કહો પણ ધર્મ કરવો નથી એવું કહો. કારણ બીજું કામ તો તમે કરો જ છો ને? માટે ધર્મમાં રસ નથી એમ કહો. જેમ શ્વાસ લેવો અનિવાર્ય છે તેમ ધર્મ કરવો અનિવાર્ય છે એવો નિર્ણય થાય તો ધર્મ થાય. • ધર્મના માર્ગે જતાં આવતી તકલીફોથી બચવા અધર્મનો માર્ગ સ્વીકારવો એમાં તો જનમોજનમની બરબાદી છે માટે એવી ભૂલ કરશો નહિ. મુનિ શ્રી ભાનુવિજયજી (૧૪૯) Page #153 -------------------------------------------------------------------------- ________________ (૩૯) ભગવદુપરાયણ જ રહો સાધના કોણ કરી શકે? જીવવાનો ભાવ સૌ માણસોને છે. પરંતુ કેટલું જીવી શકાશે તે નક્કી નથી. કેવી રીતે જીવવું છે એ નક્કી કરી શકાય. એમસાધનામાદેવનના એકાંતમાં જવું સારું છે, પણ વનની તકલીફો જોઇ આના કરતાં શહેર-ગામ-સારું હતું ત્યાં આવી તકલીફ તો નહોતીને, એવું થાય તે બરાબર નથી. આતો સંજોગો બદલાય તો મન બદલાય એવું થયું. ખરેખરતો અનુકૂળ સ્થિતિમાં છકી ન જાય. પ્રતિકૂળ સ્થિતિમાં ડરે નહિ અને બંનેમાંથી પસાર થવાની કળા જેને આવડે તે જ સુંદર જીવન જીવી શકે, સાધના સારી રીતે કરી શકે. જીવનમાં જાત જાતના સંયોગો આવે છે જુદા જુદા સંયોગો, બનાવો તો બનતા જ રહેવાના. સ્થિતિ એક સરખી ક્યારે પણ રહેતી નથી. રાત્રે સૂતા પછી સવારે ઉઠાશે કે નહિ એ પણ નક્કી નથી. તેથી જ આપણે કહીએ છીએ કે 'ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. છત્ર પલંગ ઉપર સુનારા રામજીને સવારે વનવાસ આવી પડયો અને તે રાત્રે પાંદડાની પથારીમાં સૂવાનું બન્યું. આમ જાતજાતના સંયોગો જીવનમાં આવતા જ રહે છે. એમાં સમ્યગૂ રીતે રહેવું એ એક સાધના છે. એમાં વિવેક નહિ અહંકાર છે પહેરેલાં કપડાં પણ તમારાં નથી મૃત્યુ પછી તમારે એકલાએ જ આગળ જવાનું છે. ત્યાં સગાં, મિત્રો, સંતાન, પતિ કે પત્ની સાથ આપી શકતાં નથી. તીર્થયાત્રા અને વનવાસ દ્વારા જે વસ્તુ અનિત્ય છે, પારકી છે, તમારી નથી તેને થોડો સમય, થોડા દિવસ છોડતાં શીખો. કુટુંબ સહ તમારો નિર્વાહ સ્વસ્થ રીતે થાય એટલું જ કમાવાનો પ્રયાસ કરો. વધુ મેળવવા દોડધામ ન કરો. માણસ મોટે ભાગે એવું વિચારે છે કે પોતે જેમ દોડધામ કરીને જીવે છે તેમ જ જીવાય. કેમ કે મોભા પ્રમાણે જીવવા માટે અમુક ખર્ચ તો કરવો જ પડે છે. પણ આ Page #154 -------------------------------------------------------------------------- ________________ ભાગવતનો સંદેશ (૧૫૧) વિચારમાં વિવેક નથી દેખાતો. જો વિવેક હોત તો આ પ્રશ્ન જ ન ઊભો થાત એક વાત એ ધ્યાનમાં રાખો કે ધન કમાવું સહેલું નથી. અને કમાયા પછી જાળવવું તે પણ સહેલું નથી. એ પછી તેનો વાજબી ખર્ચ જ કરવો તે ઘણું અધરું છે. ધન મળે છે ત્યારે અહંકાર આવે છે. જેથી માણસની ચાલ-રીતભાત બદલાઇ જાય છે. એનામાં અહમ્ આવે છે. એ જ રીતે સત્તા પણ માણસને ફેરવી નાખે છે. આમ, ધન અને સત્તા-બંને મેળવનારને પોતે કોઈ વિશિષ્ટતા મેળવી છે તેવું લાગે છે. પણ એ જીવન જીવવાની સાચી રીત નથી કારણ તેમાં વિવેક નથી પણ અહંકાર છે. સંયોગો સ્વતંત્ર છે " માણસ જ્યારે ધન અને સત્તાની પાછળ દોડે છે ત્યારે તેનું મન અસ્તવ્યસ્ત થતું રહે છે. તેમાં અનેક તરંગો ઊઠે છે. એવા મનથી ધ્યાન થઈ શકતું નથી કારણ ત્યારે વિકલ્પો તેના મનને ડહોળે છે. પણ એ વાત માણસ સમજી શક્તો નથી. ભાગવત કહે છે કે સંયોગો સ્વતંત્ર છે, તેમ માણસ પણ સ્વતંત્ર છે. માણસ સંયોગોને ન રોકી શકે પણ સમતા રાખી શકે. ચૌદ બ્રહ્માંડના સ્વામી ભગવાન શ્રીકૃષ્ણ મહાભારત યુદ્ધ રોકવાના પ્રયાસો કર્યા હતા છતાં એ યુદ્ધ રોકાયું નહોતું, અંતે યુદ્ધ થઈને જ રહ્યું હતું. શું ભગવાનનો પ્રભાવ ત્યારે ઓછો પડ્યો હતો ? ત્યારે ભગવાને દુર્યોધનને માત્ર પાંચ ગામડાં પાંડવોને આપવા કહ્યું હતું છતાં દુર્યોધન માન્યો ન હતો. તે વખતે ભગવાન રીસાયા નહોતા કે ગુસ્સે થઈ સુદર્શન ચક ઉપાડ્યું નહોતું. પણ એમણે એ સંયોગોનો સ્વીકાર કર્યો હતો. કેમ કે એ સમતાવાન હતા. ભગવ પરાયણ રહો અનુકૂળ-પ્રતિકૂળ સંજોગોમાં સાધકે શાંત રહી પોતાની ધ્યાન ધારા તૂટવા ન દેવી. હરતાં, ફરતા, ઊઠતાં, બેસતાં, સૂતાં કે કોઈ પણ કાર્ય કરતાં એ ધારા ચાલુ રાખવા કોશિશ કરવી. અશાંત બનવાથી મન વ્યાકુળ, વ્યગ્ર બને છે તેથી ધ્યાનધારા તૂટે છે. સંયોગો વિપરીત હોય ત્યારે શાંત રહેવા કોઈને કોઈ આધાર જોઇએ છે. ત્યારે પ્રશ્ન થાય કે કોનો ટેકો લેવો ? ભાગવત કહે છે કે Page #155 -------------------------------------------------------------------------- ________________ (૧૨) ભાગવતનો સંદેશ ત્યારે “ભગવદ્ પરાયણ રહેવું. સંજોગો ગમે તેવા હોય પણ ત્યારે ચિત્તમન- ભગવાનમાં જ રમમાણ રાખવું. અપેક્ષા વિના જીવન જીવો પરમાત્મા સિવાય બીજા કોઈનો પણ આધાર ન લેવો કારણ એવો આધાર લેવાથી તમારા ઉપર તેની સત્તા ચાલશે. માટે સૌ પ્રથમ તો સમતાથી જીવો કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના જીવો. અને વિવેકપૂર્વકનું જ વર્તન રાખો. જો આ ત્રણ વાનાં સિદ્ધ ક્યાં હશે તો એકાન્તમાં રહેવાની ક્ષમતા તમારામાં આવશે જ. એક બીજી વાત એ ધ્યાનમાં લ્યો કે તમે બાળક જેવા સહજ બનો. બાળક ક્યારે ય પણ અસામાન્ય, અસહજ નથી બનતું એ સહજ જ હોય છે. બ્રહ્મવિચાર કરો ખંડિત અને વિભાવગ્રસ્ત મન વિક્ષિપ્ત હોય છે. એ વિચારશક્તિ ગુમાવે છે. એવા મનની શરીર ઉપર પણ વિપરીત અસર થાય છે. મનને ખંડિત નહિ થવા દેવા માટે હર સ્થિતિમાં શાંત રહીને બ્રહ્મ વિચાર કરવો. સર્વ પ્રાણીઓના હિતનો જ વિચાર કરવો અને એવું જીવવું. અશાંત મન, ખંડિત મન હોય ત્યારે જીવનમાં મળતાં સુખો એટલા સમય માટે માણસ ખોઈ નાખે છે. જેમ કે ઘરમાં સારો પ્રસંગ હોય જમણવાર રાખ્યો હોય પણ ત્યારે કોઇ અશાંત બની ઝઘડો કરે તો સુંદર ભોજન રખડી પડે છે. અશાંત બનેલા પપ્પા પાસે તેનો વહાલો બાળક પણ નથી જતો. આથી જ વેદ વ્યાસજીએ મહાભારતમાં કહ્યું છે તેમ અશાંતસ્યકુતઃ સુખમ્.’ અશાંત માણસને સુખ કેવી રીતે મળે? જ ભકિત માર્ગના જીવો માટે મંત્ર, જપ, 5)) સ્તોત્ર પાઠ અને નામ સંકીર્તન એ આલંબનો જ છે. વિધિ-નિષેધો જે ધર્મશાસ્ત્રમાં વર્ણવ્યા છે તે સાવ ખરા છે. જો તેને ન સ્વીકારાય તો સ્વચ્છંદતા પોષાય. મુનિ શ્રી ભાનુવિજયજી Page #156 -------------------------------------------------------------------------- ________________ (૪૦) પ્રાપ્ય કર્મપ્રભુને અર્પણ કરો ચાર આશ્રમો પ્રમાણે ગૃહસ્થ જીવન જીવે સમગ્ર જગતના માણસો સંસાર છોડી ધ્યાન સાધનામાં ડૂબે તેવું ન બને પણ ધર્મસાધના જરૂર કરી શકે. તે દ્વારા એ તત્ત્વજ્ઞાનમાં જરૂર પ્રવેશ કરી શકે. સંસારમાં રહીને બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમએ ચાર આશ્રમોમાં જઈ શકે, તે પ્રમાણે રહી શકે. પરંતુ છેલ્લે મરણ તો યોગમાં જ થાય, વનમાં જ થાય. એવું તે જરૂર કરી શકે. બ્રહ્મચર્યાશ્રમમાં જીવન જીવતાં જીવતાં અધ્યાત્મ કેવી રીતે આવે તે તેને સદ્ગુરુ સમજાવી શકે. તેની સાથે સાથે જ ગૃહસ્થ ધર્મ અને તેના કર્તવ્યકર્મો જાણી શકે, “ગૃહસ્થાશ્રમમાં વિજાતીય વ્યક્તિ સાથે ધર્મમય જીવન જીવતાં જીવતાં અધ્યાત્મમાં વિશેષ પ્રવેશ કરીને આત્મજ્ઞાનના પંથે જવાનું શીખે. મર્યાદા અને વિવેકથી સંસાર વ્યવહાર કરતાં કરતાં આત્મજ્ઞાન સાધનામાં આગળ વધે, ત્યારે તે વૃત્તિઓને મર્યાદામાં રાખે. વાસના સીમિત રાખે. જો વાસના જશે નહિ, તો તેની પૂર્તતા પોતાને મળેલા પાત્રમાં જ કરે. પરંતુ તેના કેન્દ્રમાં ત્યારે આધ્યાત્મિક સાધના જ, આત્મજ્ઞાનની સાધના જ હોય અને બીજું તમામ પરિધિમાં હોય. શ્રેષ્ઠ સત્કર્મ કરી પરમાત્માને અર્પણ કરી નારદજી કહે છે : માણસના નાક, કાન, આંખ, દાંત, વાળ જ્યારે રૂપ બદલે ત્યારે તેણે વનમાં જઇ આત્મજ્ઞાનની સાધનામાં, અધ્યાત્મ સૃષ્ટિમાં જવું જોઇએ. ગૃહસ્થાશ્રમમાં તેના ધર્મ પ્રમાણે બધાં કામ કરવાં પણ એ તમામ કામ પરમાત્માને સમર્પિત કરીને કરવાં, તેમના માટે જ કરવાં. જેમ ઘરમાં કોઈ માનવંત મહેમાન આવે તેમને રૂમ, પલંગ, ગાદલાં ઓશિકા, ચાદર, રજાઈ અને ભોજન શ્રેષ્ઠ જ આપો છો, તે જ રીતે તમે જે કાંઈ કામ કરો તે શ્રેષ્ઠ કરીને Page #157 -------------------------------------------------------------------------- ________________ (૧૫૪) ભાગવતતો સંદેશ પરમાત્માને આપો. પ્રભુને કાંઈ અન્યાય, અનીતિ, જુઠાણું, દારૂ, જુગાર, ચોરી, વ્યભિચાર ન અપાય. રવિન્દ્રનાથ ટાગોરજી કહેતા કે છોડ ઉપરનું કુલ ખીલ્યું હોય તેને તોડોનહિ, તોડો તો તે પરમાત્માને અર્પણ કરો. એ પરમાત્માનું જ હતું. એવી જ રીતે ગાયે ધી આપ્યું તેનો દીવો કરો, ખેડૂતે પકવેલ પાકમાંથી પ્રસાદ, નૈવેદ્ય ઘરો તેમાં તમારું કશું નથી. જે છે તે પરમાત્માનું છે. પરંતુ તમે જે કાર્ય કરો છો તે તમારું છે, તે પરમાત્માને આપો તો તમે આપ્યું કહેવાય. તે પાપ કર્મ તો હોય જ નહિ અને સત્કર્મ કરો તે શ્રેષ્ઠ રીતે કરો. તમારી ભૂમિકાનું કામ ઉત્તમ કરો તમે જે સ્ટેન્ડ ઉપર, જે ભૂમિકા ઉપર ઊભા છો ત્યાનું કામ શ્રેષ્ઠ રીતે કરીને પરમાત્માને અર્પણ કરો. જેમકે તમે પતિ, પત્ની, પુત્ર, પુત્રી, માતા, પિતા, વકીલ, ડોકટર, વ્યાપારી, ઉદ્યોગપતિ કે મજુર છો તો ત્યાંનું તમારું કામ શ્રેષ્ઠ કરો. તમને મળેલાં સંતાનો પ્રભુની ભેટ છે. તેમને ઉછેરવાનું કર્તવ્ય તમારું છે. માટે તેમનો સુંદર ઉછેર કરો. તમે જે કોઇ વર્ણ કે જાતિના હો પણ કામ ઉત્તર કરો. શ્રેષ્ઠ કર્મ એ શ્રેષ્ઠ પૂજા પુંડરિક દુરાચારી હતો માત-પિતાને તે કષ્ટ આપતો. પણ તેને સંત મળ્યા. તેમની પાસેથી બોધ મળ્યો. અને હૃદય બદલાયું. પછી તો એ માતા-પિતાની સરસ સેવા કરવા લાગ્યો. એની સેવાની વાત સાંભળી ભગવાન વિકબાવિઠ્ઠલનાથ-શ્રીકૃષ્ણને તેની પાસે જવાનું મન થયું. તેઓ ગયા ત્યારે પુંડરિક માતા-પિતાની સેવા કરતો હતો. ભગવાને કહ્યું: ‘પુંડરિક હું આવ્યો છું.” પુંડરિક કહે છે: “પ્રભુ તમે આવ્યા. ખરા પણ મને સમય નથી. તમે એમ કરો આ આસન ઉપર ઊભા રહો.' અને એમ કહી તેણે બે ઇંટો ભગવાન પાસે નાખી. ખૂબી એ થઈ કે એ ઇંટો ઉપર ઊભા રહી ભગવાને પુંડરિકને માતાપિતાની સેવા કરતો જોયા કર્યો. અને એ ઉપરથી મહારાષ્ટ્રમાં કહેવાયું કે : “ઈટ વરી ઊભા કટ વરી હાથ.’ આમ શ્રેષ્ઠ રીતે પોતાનું કર્તવ્ય કર્મ કરવું તેના જેવી મોટી પૂજા કોઈ નથી. Page #158 -------------------------------------------------------------------------- ________________ ભાગવતનો સંદેશ (૧પપ) નમ્રતાથી, હૃદયના ભાવથી દાન આપો જગતમાં તમને જે નિયતકર્મ મળે તે સારું કરવું તે જ પૂજા છે, ભક્તિ છે. એ ત્યારે બને જ્યારે તમે કર્મ પરમાત્માને સમર્પિત કરીને પછી કરો છો. આમ કરવાથી તેની પાછળનો ભાવ શુભ થઈ જશે પછી તો તમે સારું કામ, સત્કર્મજ કરવાના. કોઈને પણ દાન આપો તે સત્કારથી, હૃદયના ભાવથી આપો. જેમકે કોઈ કર્મકાંડ કરાવ્યા પછી બ્રાહ્મણને તમે કંઇક આપવા ઇચ્છો તો પહેલાં તેમનો સત્કાર કરો, પછી ભોજન પ્રેમથી આપો. છેલ્લે બે હાથ જોડીને દક્ષિણા આપી તે : “સ્વીકારવાની કૃપા કરો” તેમ કહો. તે પણ નમ્રતાથી અને તેમનો ઉપકાર માનીને આપો. એ રીતે કરાવેલું કર્મકાંડ ફળશે. પ્રાપ્ય કર્મ સત્કર્મ જ છે સંગીતકાર પ્રેમથી મધુર ગાય, મજૂર, આત્મીય ભાવથી મજૂરી કરે, એ જ પ્રમાણે સર્વ માણસો પોતપોતાનો ધંધો યોગ્ય રીતે કરે. ભોજન કરતાં પહેલાં ભગવાનને થાળ ધરાવાય. એ થાળનું ભોજન સાદું હોય કે મિષ્ટાન પણ સ્વચ્છ, પવિત્ર, સારું જ હોય. એ જ રીતે કોઈ પણ કર્મ કરવાનું હોય તે પરમાત્માને અર્પણ કરીને જ તમે કરો. રાત્રે સૂતી વખતે પરમાત્મ સ્મરણ કરીને, તેમને વંદન કરીને, પછી તેમની આજ્ઞા માગીને ઊંધો. સત્કર્મ શોધવા જવાની જરૂર જ નથી. જે કર્મ પ્રાપ્ય થયું છે તેને ઉત્તમ રીતે કરવું તે સત્કર્મ જ છે. સરસ સત્કર્મની રીત શિવાજીનો એક વફાદાર અંગરક્ષક હતો. મહેલના દ્વારે તે ચોકી કરતો. શિવાજી બહારથી વેશ બદલીને આવ્યા અને અવાજ બદલીને કહ્યું: ‘હું શિવાજી છું મને મહેલમાં જવાદે. પેલો કહે : હું તમને ઓળખતા નથી. મહેલમાં તમને નહિ જવા દઉં.’ ઘણી રકઝક થઈ પણ પેલો મક્કમ રહ્યો. છેવટે શિવાજીએ વેશ ઉતારી પોતાની ઓળખ આપી અને તેની પીઠ થાબડી શાબાશી આપી. આમ કર્તવ્ય સરસ કરી શકાય. Page #159 -------------------------------------------------------------------------- ________________ (૧૫૬) ભાગવતતો સદેશ સંત માણસને જગાડવા જ આવ્યા છે આત્મજ્ઞાની સંત, સદ્ગુરુને શોધી તેઓ કહે તે પ્રમાણે જીવન જીવો. ભગવાન (મૂર્તિ) તમને આજ્ઞાનથી કરવાના. પણ સંતની પાસે જશો તો સત્સંગ થશે, સ્વાધ્યાય થશે. અથવા સંત મૌન રહે તો તેમના આંદોલનોનો લાભ મળશે. સંતો સતત જાગીને જીવવાનો બોધ આપે છે. એ સૌને જગાડે છે. તમારામાં જે કાંઈ દોષ એ જોશે તે કાઢવા કહેશે, કાઢવાની રીત કહેશે. એ માણસને જગાડવા જ આવ્યા છે. તેમને કશું નથી જોઈતું. માત્ર એ કહે છે: “જીવો, તમે પ્રમાદમાં ઊંધો નહીં પણ જાગો, ઊઠીને સત્કર્મ કરો. સંતો વિરકત છે તેમનામાં આસક્તિ, વાસના ઓછાં છે માટે તેમની સાથે રહેવું, બેસવું માણસ માટે લાભકારક છે. સંત ન મળે તો ભગવાનના ચરિત્રો વાંચો. ભગવાની સાત્ત્વિક લીલાને સમજો. અવતારી પુરુષોએ જે શ્રેષ્ઠતમ કામો કર્યા છે તે તેમની લીલા છે. તેનું વર્ણન ભાગવતમાં લખેલું છે. તે વાંચવું એ અમૃતપાન છે. C000 જ્ઞાની પુરુષો વિધિ-નિષેધોથી પર હોય છે પણ અમે જ્ઞાની છીએ એમ માની વિધિ નિષેધને ન સ્વીકારનાર માણસ પોતાની જાતને જ નુકશાન કરે છે. • ધર્મને ગમ્યું તે ખરું, A કુદરતને ગમ્યું તે ખરું, ભગવાનને ગમ્યું તે ખરુ તું કષાય મુક્ત, સંકલેશમુક્ત રાખી શકતો હોય તો એ વિચારસરણી તું અપનાવી લેજે.ધર્મ જો અનુકૂળ હોય તો મામૂલી પુરુષાર્થથી સફળતા મળે છે. પણ જો કર્મ પ્રતિકૂળ હોય તો જંગી પુરુષાર્થ કરવા છતાં નિષ્ફળતા મળે છે. જીવન ધર્મમય હોવા છતાં દુઃખોનું આક્રમણ થતું હોય એ બતાવે છે કે આત્માએ ક્યાંક આગળ પ્રમાદનું સેવન કર્યું જ છે. • બીન જરૂરી વિકલ્પોમાં સમય જાય તે પ્રમાદ છે. • બીજાના જીવનમાં ફેરફાર ન થાય તેની પ્રકૃતિનું પરિવર્તન ન થાય એ મોક્ષમાં ન જાય એનાથી સાધકે સંકલેશન કરવો. મુનિ શ્રી ભાનુવિજયજી Page #160 -------------------------------------------------------------------------- ________________ (૪૧) ઘણું લીધું હવે આપો ( ). અધ્યાત્મિક જીવનની શરૂઆત કયારે કરવી? ‘અધ્યાત્મિક જીવન જીવવાની ક્યારથી, ક્યાંથી શરૂઆત કરવી તેવો પ્રશ્ન યુધિષ્ઠિર નારદજીને કરે છે. નારદજી કહે છે : માણસની કર્તવ્ય શક્તિ, પ્રકૃતિ અને અંદરનો ભાવ કેવો છે તેના ઉપર આધાર છે કે તે ક્યા રસ્તે જઈ શકે અને કેવી ગતિથી જઈ શકે. આધ્યાત્મિક જીવન જીવવાની શરૂઆત તો તત્ક્ષણ કરવી. સંન્યાસ એ વિરકત અવસ્થા છે. એ પ્રાપ્ત થાય તો આનંદ. પરંતુ સંન્યાસી આગળ વધી શકે અને ગૃહસ્થ પાછળ રહે તેવું નથી બન્યું. સંન્યાસી લઘુમતિમાં જ રહ્યા છે. એટલે ગૃહસ્થ પણ “મોક્ષ એ જ હેતુથી ગૃહસ્થ જીવન જીવવાનું છે. રાગ-દ્વેષથી મુક્તિ એટલે મોક્ષ મોક્ષ એટલે આત્માની સ્વતંત્રતા. દેહ, કર્મ અને વાસનાથી આત્મા મુક્ત બને તે છે મોક્ષ. મોક્ષ માટેની કોઈ બીજી જગ્યા કે અવસ્થા નથી. ઘણા સંપ્રદાયોએ જુદા જુદા લોક’ની વાત કરી છે. પણ ખરેખર તેવું નથી. રાગછેષથી મુક્તિ તે મોક્ષ છે. તે ધર્મથી પ્રાપ્ત કરી શકાય. ગૃહસ્થ એ સ્થિતિ ન મળે ત્યાં સુધી શરીરની વ્યાજબી જરૂરીયાત જેટલું અર્થોપાર્જન ધર્મને હરક્ત ન આવે તે રીતે કરવાનું અને એજ રીતે જીવન જીવવું જોઇએ. કામ માંસદાચારને અર્થોપાર્જનમાં નીતિ અને સંતોષ રાખવાનાં. એટલે કે ધર્મ અવિરોધી કામ અને અર્થોપાર્જન કરવા. ઘણું લીધું હવે આપ જગત પાસેથી આપણે ઘણું લીધું. આજે પણ લઈ રહ્યા છીએ. જન્મ થતાં જ જન્મ આપનારના દેવાદાર. પછી આજુ બાજુની વ્યક્તિઓએ આપણા માટે જે કાંઈ કર્યું તેમનું ઋણ. પછી કુટુંબ, સમાજ, શિક્ષક, શાળા, કોલેજ વગેરેનું ઋણ આપણી ઉપર છે. એવી જ રીતે ધરતી, આકાશ, સૂર્ય, ચંદ્ર, વૃક્ષ અને નદી પાસેથી આપણે ઘણું લીધું છે. રોટલી ઉપર ઘી ચોપડીને ખાઇએ છીએ તે એમને એમ નહોતું બન્યું એ જેણે બનાવ્યું તેનું ઋણ આપણા ઉપર છે. રોટલી ઘઉની બને છે, Page #161 -------------------------------------------------------------------------- ________________ (૧૫૮) ભાગવતતો સંદેશ ઘઉં ખેત ઉત્પન્ન ક્યતેનું લેણું આપણી પાસે છે. ગાય-ભેંસ દૂધ આપે છે. અને તેમનું પોષણ કરે છે ખેડૂત, એ ખેડૂતને આપણે મહેનતાણું આપીએ છીએ તે પૂરતું નથી. માટે તેનું પણ ત્રણ છે. એક રીતે તો આ જગતમાં આવીને આપણે સતત લીધા જ છે. હવે આપો, આપ્યા જ કરો, જે રીતે અપાય તે રીતે આપો. આમ સ્વાર્થ ત્યાગ કરીને જીવો તો, તમારા ઉપર કોઈનો બોજો નહીં રહે. સત્સંગથી આસક્તિ જાય જેમ સ્વપ્નભંગ થતા માણસને સ્વપ્ન સંબંધી વસ્તુઓમાં આસક્તિ નથી રહેતી એવી જ રીતે સાધના અને સ્વાધ્યાયથી જેમ જેમ મન શુદ્ધ થતું જાય તેમ તેમ પત્ની, પતિ, પુત્ર, પુત્રી એમ ઘરનાં બધાં સાથે, ધન સાથે સત્તા સાથે આસક્તિ છોડતા રહેવું. તમે ભૂખ્યા હતા, જરાક સૂતા આંખ મળી ગઈ, સ્વપ્ન આવ્યું. પત્નીએ તમને ગરમા ગરમ સુખડી બનાવીને ખવરાવી. પેટ ભરાઈ ગયું. પણ આંખ ઊઘડી ત્યારે તો ભૂખ એવીને એવી જ હતી. જેમ સ્વપ્નમાં મેળવેલ વસ્તુ કે ધનમાં તમે આસક્ત નથી રહેતા તેમજ તમે જીવનમાં જે જે મેળવ્યું તેમાં પણ આસક્ત ન રહો. આસક્તિ છોડવાનો સરસ ઉપાય છે ‘સત્સંગ. તે વડે બુદ્ધિ શુદ્ધ થતી જાય છે. અને આસક્તિ ઓછી થતી જાય છે. એથી જ સંત તુલસીદાસે કહ્યું છે કે : એક ઘડી, આધી ઘડી, આધી મેં પુની આધ, - તુલસી સંગત સંતકી, કટકોટી અપરાધ. સત્સંગ બુદ્ધિ શુદ્ધ કરે શરીર કરવા સાબુ જોઇએ તેમ બુદ્ધિ શુદ્ધ કરવા સત્સંગ જોઇએ. જેમ સાબુ વડે કપડું ઘો જાય તેમ તેમાંથી મેલ જતો જાય અને કપડું ઉજળું બનતું જાય છે. તેમજ સત્સંગ બુદ્ધિમાંથી મેલ- કચરો-વાસના કાઢતું જાય છે તેમ તેમ બુદ્ધિ શુદ્ધ થતી જાય છે, આસક્તિ અને બીજા વિકારો ચાલ્યા જાય છે. આ જ્ઞાનીઓનો અનુભવે છે. જે દેખાય છે તે સ્વપ્ન જેવું છે આસક્તિ ઝટ છૂટતી નથી. માટે પહેલી શરૂઆત કરો પતિ-પત્નીમાં, Page #162 -------------------------------------------------------------------------- ________________ ભાગવતનો સંદેશ (૧૫૯) પછી પુત્ર-પરિવાર ઘર, રાચરચીલું એમ ક્રમે ક્રમે, ધીરે ધીરે આસક્તિ છોડતા રહો. છેલ્લે જે આસક્તિ બાકી રહે તે છૂટે કે ન છુટે પણ ત્યારે એક દિવસ આ જગતમાંથી છૂટવાનો સમય આવી જશે. અને ત્યારે ૮૦ વર્ષ જે ઘરમાં રહ્યા હશો એ જ ઘરમાંથી હવે આને કાઢો એમ ઘરનાં બધાં જ કહેશે. પણ તમે કાંઈ આ એક જ ઘર નથી છોડ્યું. આવા તો અનેક ઘર છોડ્યા છે. અને બીજે ગયા છો. વળી તમને છોડીને પણ ઘણા લોકો ગયા છે. તમે પણ આ જાણો છો. હવે કહો આ બધું સ્વપ્ન જેવું જ છે ને! માટે તમે સત્સંગ કરો અને આસક્તિ છોડતા જાવ. આસક્તિ વધારે તો પીડા વધારે જેટલી આસક્તિ વધારે તેટલી પીડા વધારે જગતમાં ચારે તરફ નજર નાખશો તો તમને સ્પષ્ટ દેખાશે કે આ બધું જ છોડીને જવાનું છે. અને તમે જાગૃતિથી અત્યારે જ બધુ છોડવા માંડશો તે પછી જ તમને જીવન જીવવા જેવું, બોજા વગરનું અને આનંદમય લાગશે બુદ્ધિમાન માણસ જરૂર જેટલો જ સંગ્રહ કરે છે.' એ શરીરને સાચવે છે, કેમકે શરીર પાસેથી ઘણું કામ લેવાનું છે. એ સારું હશે તો જ ભજન, ધ્યાન સારાં થશે. કુટુંબની સ્વજનોની સેવા સારી થશે. પણ સ્વજનોની સેવા ક્ય પછી એ જશ ન આપે તો મનમાં ને મનમાં દુઃખ લગાડતા નહિ. જે એણે કહ્યું તે ઋણ ચૂકવ્યું તેમ માને છે. એવું તમે પણ કરો. ઘરમાં રહો છો તો ઘરનાંની સેવા કરો. તમે માંદા પડ્યા ત્યારે તમારી સેવા કોઇએ કરેલી. તો ઘરનું કોઈ માંદુ પડે તો તમે સેવા કરો જ ને. અનાસક્ત જ રહો બહાર તમે ધંધો કરો, કમાવ પણ મનમાં તો અનાસક્ત જ રહો. બીજા કામઢા માણસો જેમ આસક્ત કહીને કામ કરે છે તે જ રીતે પણ અનાસક્ત રહીને તમે કામ કરો. બહાર માણસ મોટો વેપારી, જજ, ઓફિસર હોય પણ ઘરમાં તો એ સાધારણ માણસ જ હોય છે. એ પુત્ર કે પુત્રીના બાળકનો ઘોડો પણ બને. કેમકે તે એ બાળકનો દાદો છે. આ વર્તન સહજ છે, સામાન્ય છે, સાધારણ છે. એ મોટો માણસ ઘરમાં ઘરનાં કામ કરતો હોય તે ખૂબ જરૂરી છે કેમકે આ રીતે જીવતો પિતા સાચો પિતા બને છે અને એવો સસરો પિતા જેવો, સાસુ મા જેવી લાગે છે. એ વાત ભૂલવા જેવી નથી." Page #163 -------------------------------------------------------------------------- ________________ (૪૨) ભાગવત કહે છે... ભાગવતમાં તત્ત્વની વાતો છે ભાગવત છે તો ભક્તિનો ગ્રંથ પણ એમાં તત્ત્વની વાતો પણ છે. માનવ શરીર ચેતન તત્ત્વ દ્વારા જ ઝળકે છે. એ ચેતન તત્ત્વ એ મૂળભૂત તત્ત્વ છે. એને પૂર્ણપણે વિકસિત કરવાની, ખીલવવાની કળા પણ એમાં દર્શાવી છે. પૂર્ણપણે એ ચેતના જેની ખીલે તે ‘વીતરાગ’ હેવાય છે પ્રત્યેક માનવમાં આ બનવાની ક્ષમતા પડી છે. સુખ-દુઃખ માટે પોતે જ જવાબદાર : મંદિર, પૂજા, પાઠ, માળા, જપ, તપ એ ચેતન તત્ત્વને ખીલવવાં માટે જ કરવાનાં છે. માટે માણસ પોતાના અસ્તિત્વને (ચેતન તત્ત્વ) અખિલાઇમાં જુએ. ભગવાન શ્રીકૃષ્ણે ક્રાંતિકારી વાત ગીતામાં એ કરી કે ઃ ‘તારા આત્માનો ઉદ્ધાર તું જ કર, આત્મા દ્વારા આત્માનો ઉદ્ધાર કરે.’ તો ભગવાન મહાવીરે કહ્યુંઃ ‘આત્મા જ કર્મનો કર્તા છે, તે જ કર્મમુક્ત પણ બની શકે છે. આત્માની બંને બાજુએ જવાની ક્ષમતા છે. જેમ સીડી ઉપર ચઢી શકાય છે તો નીચે પણ ઉતરી શકાય છે.’ભાગવતે કહ્યુંઃ આત્મા જ આત્માનો મિત્ર છે તેમ દુશ્મન પણ છે તેથી સુખ-દુઃખ માટે તમે પોતે જ જવાબદાર છે.’ કોઇ પણ નિમિત્ત જવાબદાર નથી. માટે તેને દોષ ન દેવાય. જ્ઞાન, ભક્તિ, કર્મ અને ધ્યાન-યોગ દ્વારા આત્માને અનુભવવાની વાત પણ ભાગવતે કરી. જ કઇ રીતે જીવવું અને મરવું ? : ભાગવતે એમ પણ કીધું કે : ‘માણસ જ્યાં ઊભો છે ત્યાં જ સુસંવાદિતા ઊભી કરે. એ ચાર આશ્રમ બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ પ્રમાણે જીવે અને છેલ્લે વનમાં જઇ ધ્યાનાવસ્થામાં જ મરે. આ ચાર આશ્રમોની વાત કેવળ ભારતના જ ધર્મશાસ્ત્રો કરે છે. જગતનાં બીજા કોઇ ધર્મશાસ્ત્રોએ આ વાત કરી નથી. ગૃહસ્થ વિરકત રહે બુદ્ધિમાન માણસ પોતાના જીવનને જરૂરી એટલું જ અન્ન, વસ્ત્ર, રહેઠાણ, Page #164 -------------------------------------------------------------------------- ________________ ભાગવતતો સદેશ (૧૧) ઓસડની વ્યવસ્થા કરે. ધરતી અનાજ આપે છે. વર્ષો પાણી આપે, સૂર્ય પ્રકાશ આપે છે. એ તો અપેક્ષા વિના આપતાં જ રહેવાના છે. પણ માણસ પોતાની આવશ્યકતા મર્યાદિત રાખે. તો એને એ અવશ્ય મળી રહેવાનું. માટે આવશ્યકતા એણે વધારવી નહિ. સંન્યાસી તો આમ જ જીવે છે. પણ જો ગૃહસ્થ પણ આમ જીવવું હોય તો એ વિરક્ત રહે. શ્રેષ્ઠ માખી જેવા બનો (૧) પથ્થર ઉપર બેસનારી માખીને કશો સ્વાદ ન મળે. એને બેસવું હોય ત્યારે બેસે અને ઊડવું હોય ત્યારે ઊડી શકે. (૨) શ્લેષ્મ એટલેકફ, ચીકાશ. એનો સ્વાદ લેવા માખી તેના પર બેસે તેવી ચોટ અને મરે. પણ (૩) સાકરના ઠા ઉપર બેસતી માખી સાકરનો સ્વાદ પણ લે અને ઊડવું હોય ત્યારે ઊડે. ત્રણેય માખીમાં સાકર ઉપર બેસવારી માખી શ્રેષ્ઠ છે. ગૃહસ્થ આવો બને. એની ભોજનની થાળીમાં એ જરૂર કરતાં વધુ લેતો નથી, વધુ ખાતો નથી. જરૂર કરતાં વધારે એ કોઈ પણ વસ્તુ વાપરતો નથી. આ આસક્તિ વિનાની અવસ્થા છે. એ સંન્યાસ કરતાં પણ અધરી છે. વિવેક કેળવો તો જ આ અવસ્થા પ્રાપ્ત થાય માટે સાકરની માખી જેવા બનો. માણસ સાથે પ્રેમથી વર્તો રૂપ, ધન, સત્તાનો નશો તો દારૂના નશા કરતાંય લાંબો સમય ટકનારો અને વધુ અહંકાર પેદા કરનારો છે. સત્તાનો નશો વ્યક્તિને ધમંડી એન તોછડો બનાવી દે છે. તમે તમે તેટલી ઊંચી પદવી કે સત્તા ઉપર હોવ, પણ સામાન્ય જનસાધારણ સાથેના વર્તાવમાં અહમ્ને વચ્ચે ન લાવશો. પ્રેમ અને સૌજન્યપૂર્વકના વ્યવહારથી પરસ્પર પ્રેમ વધે છે. સત્તા માટે આજે માણસો બીજાનું બૂરું કરતાંય વિચાર નથી કરતાં- પ્રચંચ, પયંત્ર અને નકારાત્મક યોજના દ્વારા સત્તા બીજા પાસેથી ખેંચી લેવાની હરિફાઈ ચાલે છે. આ નશાથી તમે બચો. અહંકાર અને મદમાં ઝૂમતો માણસ અવિવેકી અને નિરંકુશ બની જાય છે તેથી તે અપ્રિય બને છે. સાધકે પ્રેમપૂર્વક વ્યવહાર કરવો જોઇએ. મૂલ્ય ધનનું નહિ પણ પ્રેમનું સિદ્ધરાજ પાટણના નરેશ હતા ત્યારે પાટણમાં ૧૮૦૦ કોટયાધિ Page #165 -------------------------------------------------------------------------- ________________ (૧૨) ભાગવતનો સંદેશ પતિઓ હતા. એટલે કરોડ રૂપિયા નહિ પણ કરોડો સોના-મહોરો તેમની પાસે હતી. એવા કોઈ કરોડ પતિએ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યને કિંમતી ચાદર વહોરવા કહ્યું : પણ આચાર્યશ્રીને એક વૃદ્ધમાએ પોતાના હાથે સુતર કાંતીને બનાવેલી ચાદર આપેલી તે ઓઢતા હતા. ભલે એ ચાદર જાડી હોય. ખરબચડી હોય પણ તેના તાંતણે તાંતણે પેલી માતાનો પ્રેમ ભરેલો હતો. એમને મન પેલા કરોડપતિની અતિ કિંમતી ચાદર કરતાં માજીની આપેલી આ જાડી-ખરબચડી ચાદર અત્યંત મૂલ્યવાન હતી. તેથી પોતે ઓઢતા હતા એ જ ચાદર રાખી. ધનવાનની બીજી ચાદર એમણે ન સ્વીકારી. સર્વમિત્ર બનો ભાગવત કહે છે : તમારી પાસે અઢળક ધન ભલે હોય પણ તમે ક્યારે પણ તોછડાઈ, અવિનય, રુક્ષતાથી ન વર્તો. પણ નમ્રતાથી, વિનયથી, વિવેક અને પ્રેમથી વર્તો. ઘરમાં વડીલો, બહારના કોઈ સજજનો શુભભાવના વશ કોઈ વાત તમને કહે તે પ્રેમથી સાંભળો. એમની દુઃખ-સુખની વાત પણ તમે સાંભળો-શ્રવણે જેમ માતા-પિતાની સેવા કરી તેમ તમે બીજાની સેવા કરો. સર્વના મિત્ર બનો. તમારા મનમાં મમત્વ કે મારાપણાનો ભાવ ન રાખો. આ ભાવ જેટલો અંદર હોય તેટલો બીજા પ્રત્યે પ્રેમમાં અવરોધ કરે છે. એ સામાન્ય વ્યવહારમાં જેટલો નડે છે એના કરતાં પણ સાધના કરવામાં વિશેષ નડે છે. સમાજ માટે ઘન વાપરો - પૃથ્વી ઉપર ઉત્પન્ન થતું અનાજ, ખનીજ, પાણી, ઔષધ, અચાનક પ્રાપ્ત થતું ધન તમને મળે છે તે તમારી આવડતથી નહિ પણ ભગવત કૃપાથી મળે છે તેમ માનો. અને તેથી તે વસ્તુઓ તમારી નહિ પણ પરમાત્માની છે તેમ માને અને તેનો ઉપયોગ પણ તમારા માટે મર્યાદિત રીતે કરી બાકી રહેલું ઘન-વસ્તુઓ સમાજ માટે, સાધુ-સંત માટે, દીન-દુઃખી માટે, અતિથિ માટે તમે ખર્ચો. ક્યારેક તમને એમ થાય કે મેં પ્રાપ્ત કરેલ આ ધન મારું છે. તો ફરી એ વિચાર આપજોકે ધન મેળવવા માટે પરમાત્માએ તમને નિમિત્ત બનાવ્યા. તમને તમારી જાત માટે એ ધન વાપરવાનો હક્ક માત્ર તમારી દેહ ભૂખ (જરૂર) જેટલો જ તેનાથી વધુ સંપત્તિને પોતાની માનવી તે ચોરી છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ (13) ( કોણ ભગવદ્ ભકિત કરી શકે...? ગૃહસ્થ જીવનની પરિપક્વતા ગૃહસ્થના જીવનમાં અધ્યાત્મ વણી લેવાનું છે અને સાધના દ્વારા તેની ટોચની અવસ્થા પ્રાપ્ત કરવાની છે. એ જે ગૃહસ્થ જીવનની પરિપકવતા છે, ગૃહસ્થ કેવળ સ્થૂળકર્મકાંડ જ ન કરે પણ તેથી વિશેષ સદ્ગ પ્રાપ્ત કરી તેમના માર્ગદર્શન નીચે સાધના કરીને આત્મદર્શન કરવાનું છે. જેમ કરોળિયો જાળ ગૂંથે છે પછી તેમાં જ ફસાઈને મરે છે. તેમ માણસ વિકલ્પોની જાળ ગૂંથી તેમાં જ અટવાય છે, ફસાય છે અને મરે છે. પરંતુ જે ગૃહસ્થ સજાગ છે તે સદ્ગુરુ પાસે સત્સંગ કરી, મુમુક્ષુઓનો સંગ કરીને સમ્યફ જ્ઞાન મેળવે છે પછી સાધનામાં આગળ વધતો-વધતો આત્મજ્ઞાન મેળવે છે. અજ્ઞાનને દૂર કરવાનું છે કર્મોના કારણે વારંવાર શરીરમાં આવવું પડે છે. કર્મો અજ્ઞાનને કારણે થાય છે. જેમ ભૂલથી પણ ગુનો કરનારને કોર્ટ સજા કરે છે તેમ અજ્ઞાનથી કરેલા કર્મનું પણ બંધન થાય છે અને તે ભોગવવું જ પડે છે. માટે કર્મનું મૂળ એવા અજ્ઞાનને દૂર કરવાનું છે. શાસ્ત્રોમાં કર્મ સંબંધી આદેશિત નિયમો છે. આ કરવા જેવું છે અને આ કરવા જેવું નથી તેવા વિધિ અને નિષેધ પણ સ્પષ્ટ છે. આ વાતો છે આચાર સંહિતાની, એનું તાત્પર્ય એ છે કે વિકારો ઉપર વિજય મેળવવાનો છે. માટે જ પાપ છે અકર્તવ્ય છે તે નથી કરવાનાં, શુભ કાર્યો કરવા લાયક છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર ઉપર વિજય મેળવવાનો છે. આ છ વિકારો જ ભૂલ ભરેલાં કામો કરાવે છે. રજો ગુણ પાપ કરાવે છે ભગવદ્ગીતામાં અર્જુન ભગવાન શ્રીકૃષ્ણને પૂછે છે. “કોની પ્રેરણાથી Page #167 -------------------------------------------------------------------------- ________________ (૧૬૪). ભાગવતનો સંદેશ આ પુરુષ (આત્મા) પાપ કરવા તરફ વળે છે? ‘ભગવાન શ્રીકૃષ્ણ કહે છે : રજોગુણ નામની પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા કામ અને ક્રોધથી પ્રેરિત થઈ જીવાત્મા પાપ કરે છે.’ ગીતાએ લોભનો સમાવેશ કામમાં અને અહંકારનો સમાવેશ ક્રોધમાં કર્યો. માણસ પાપ કરે કે પુણ્ય તેમાં ભગવાન સહેજે પણ વચ્ચે નથી આવતા. જેમ ટાંકીમાંથી પાણી આવતું બંધ કરવું હોય તો ચકલી (નળ) બંધ કરવી પડે. એ જ રીતે જેનાથી મેલા બનાય છે તે પાપ કર્મ (દુષ્કર્મ)નું પ્રેરક પરિબળો કામ-ક્રોધ. એ બંધ કરશો તો દુષ્કર્મોથતા અટકશે. તેથી મેલા નહિ થવાય અને જે કર્મો અંદર પડ્યા છે તે ધીમે ધીમે ધસાતાધોવાતા જશે, સ્વચ્છ બનતા જવાશે, મેલા થતાં અટકાશે. છે શત્રુઓને જીતવાના છે જેમ ખેતરમાં ખેડૂત વાવતો નથી તો પણ નિંદામણ ઊગે છે. તેમ દુષ્કર્મો થયા કરે છે. પેલા છ શત્રુઓ (વિકારો) એ કરાવ્યા કરે છે. આ શત્રુઓને જીતવા માટે, એ ન પડે તે માટે કેટલાક આનુષંગિક નિયમો જ્ઞાનીઓએ બતાવ્યા છે. પણ માણસને કૂતરાને રોટલા નાખવા કે કબૂતરને ચણ નાખવું ગમે છે, પણ આ છ શત્રુઓને જીતવા પુરુષાર્થ કરવો ન ગમે. પાંચ ઈન્દ્રિયો અને છઠું મન જીતવા માટે હિંદુઓની એકાદશી છે અને જેનોના ઉપવાસ છે. એકાદશી અને ઉપવાસ એ તપ છે. ઉપવાસમાં અન્નનો એક કણ પણ નહિ ખાવાનો અને એકાદશીમાં તુલસીપત્ર ઉપર સમાય એટલો જ પ્રસાદ ખાવાનો પણ જો કેળના પાન ઉપર સમાય એટલું ખાઈ એકાદશી થાય તો ઇંદ્રિયો-મન કાબૂમાં ન જ આવે પણ ઉપરથી બગડે, બેકાબૂ બને. માણસ પ્રેક વગરનો છે. આંખ, કાન, નાક, સ્પર્શ અને રસના આપણા કાબૂમાં હોવાં જોઇએ. જો ખાવું નથી તો ન જ ખવાય. અને તે તપ બને. પણ જો ખવાઈ જાય એ ખાનારની ભૂલ, એ વૃત્તિને વશ થયો કહેવાય. સાયકલ ઉપર કાબૂ મેળવવા ગવર્નર અને બ્રેક બંને વાનાં છે. પણ માણસ માટે કોઈ બ્રેક નથી. એ બ્રેક વગર Page #168 -------------------------------------------------------------------------- ________________ ભાગવતતો સંદેશ (૧૫) ચાલે છે, જીવે છે. ખૂબી તો જુઓ, બ્રેક વગરની સાયકલ, સ્કૂટર કે કાર કોઈ ચલાવે નહિ, ચલાવાય પણ નહિ. પણ બ્રેક વગરનો માણસ ચાલે છે. એ પોતાની જાતને અને બીજાને પડે છે. માટે જ જુદા-જુદા સંપ્રદાયોએ ઇન્દ્રિયોને વશ કરવા માટે શું કરવું અને શું નકરવું, તેમ જ શા માટે કરવાનું તેની વાતો બહુ જ સ્પષ્ટ રીતે કરી છે. નફો થાય એ વેપાર જ કામનો કોઈ માણસે લાખો રૂપિયાનું વેચાણ કર્યું તેમાં તેણે અભિમાન લેવા જેવું નથી. પણ એણે કેટલો નફો કર્યો તે વાત અગત્યની છે. નફો મળે એ જ વેચાણ કામનું છે. એ જ રીતે ઉપવાસ અને બીજાં તપ ઇન્દ્રિયો જીતવાના નફા માટે છે. તપ, વ્રત આ માટે જ કરવાનાં છે. માટે જ જે તપ થાય, વ્રત થાય તે સાચાં થાય એ મહત્ત્વનું છે. પણ એ કામ ઘણું આકરું છે, દુઃ સાધ્ય છે. તેથી તો એક સંતે ગાયું છે કે અનેક યુગ વિત્યારે તેને પંથે ચાલતાં રે.’ તપથી વિકારો જીતાયા એ જુઓ માણસે આત્મ નિરીક્ષણ કરવાનું છે કે એણે જે તપ ક્યું તેને પરિણામે તેનામાં રહેલા વિકારો થોડા અંશે પણ જીતાયા ખરા? નથી જીતાયા તો કાયમ માટે મિતાહાર જ કરો. ભોજન કરવા બેસો ત્યારે સર્વ પ્રથમ પેટની સ્થિતિ ચકાસો-પેટ સામું જુઓ. ત્યારે ભાણામાં પડેલી વસ્તુઓ અને સ્વાદ સામું નજર ન રાખો. જો રોગી પરેજી પાળવા ન ઇચ્છે અને વિચારે કે અત્યારે આ ખાઈ લઉં પછી તે હજમ કરવા ગોળી લઇશ તો એની તબિયત વધુ બગડે. આવા વિચાર કે કર્મથી વિકારો જીતી ન શકાય. એણે કરેલું તપ વ્યર્થ જાય. વિકારો શાંત થાય તો જ ભગવાનનું ધ્યાન થાય જમીન ૧૦ વિઘા હતી. વાવ્યું હતું જીરું. થવું જોયતું હતું ૧૫૦ મણ પણ થયું દસમણ. હવે કહો બીજ, વાવેતર, ખાતર, પાણી, માવજત, મજૂરી બધું જ વ્યર્થ ગયુંને ! એ જ રીતે ઢગલા બંધ તપ ર્યા પછી પણ વિકારો થોડા પણ શાંત થાય એ શા કામનું? વિકારો શાંત થાય તો વિક્ષેપ વિના ભગવાનનું ધ્યાન થાય. જો એમ ન થાય તો તપમાં ખામી ગણવી. Page #169 -------------------------------------------------------------------------- ________________ (૧૬૬) કોણ ભગવદ્ભક્તિ કરી શકે ? માણસ દુકાને ધંધો કરે છે ત્યારે, નાટક – ફીલ્મ જોવા જાય છે ત્યારે અંદરથી તેને વિક્ષેપ નથી આવતો. પણ ભગવાનના ભજનમાં તેને વિક્ષેપ આવે છે. તે ધ્યાનમાં જઇ શક્તો નથી. સાધનાનું ફળ છે ભગવદ્ પ્રાપ્તિ. પણ વિકારોનો ક્ષય થાય તો જ એ પ્રાપ્તિ થાય. વિકારોને જીતવાની પ્રક્રિયા છે. પદાર્થ અને વ્યક્તિ તરફની આસક્તિ તથા સંગ્રહ વૃત્તિ છોડવાની. એ કાઢીને, ન્યાયપૂર્વક, પ્રામાણિક્તાથી અર્થોપાર્જન જે કરે છે તેવો માણસ ભગવદ્ ભક્તિમાં સફળ થશે. ધ્યાનના ઊંડાણમાં જઇ સમાધિ પ્રાપ્ત કરી આત્મદર્શન કરી શકશે. ભાગવતનો સંદેશ • ક્ષમાપનાનો પત્ર લખો પણ અંદર શાંતિ ન હોય, આંખમાં અમી ન હોય તો ફરીથી સંકલેશ થાય છે. • શાંતિ લાવવાની નથી. શાંત અવસ્થા છે. માણસ નિમિત્ત તરફ ભાર આપે છે, નિમિત્તને મૂલ્ય સાર આપે છે પણ ખરેખર તો મૂલ્ય તો અવસ્થાને આપવા જેવું છે. • જગતમાં નિમિત્તો રહેવાના, તમે તેનાથી દૂર રહો એટલે કે તેને તમે તમારી અંદર ન લ્યો. • નિમિત્તો અસર કરે છે ત્યારે તમે જાગૃત રહી તેમ ન થવા દો. સંસાર છોડીને જંગલમાં જનારો માણસ ચકલા-ચકલીની કામક્રીડા જોઇ વિચલિત થાય, તેનામાં વિકાર ઉત્પન્ન થાય છે માટે સર્વ પળે પોતાને જ જાગૃત રહેવુંપડે. • નિમિત્તની અસર થાય તે માણસની નબળાઇ છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો શરદી થાય, શ્વાસ ચઢે, ઉઘરસ થાય પણ જો એ શક્તિ હોય તો રોગ ન થાય. મનની નબળાઇ દૂર કરવા સતત ચિંતન, મનન, જપ, ભક્તિ અને ધ્યાન કરો. • બીજાના વિચારવાણી ને વર્તનનું ક્યારેય પૃથક્કરણ ન કરો. • બીજાની બીનજરૂરી વાત ન કરો. કદાચ કરવી જ પડે તો તેનાથી તમારી અંદરનાં ભાવો પોષાય છે તે જરૂર જુઓ. મુનિ શ્રી ભાનુવિજયજી Page #170 -------------------------------------------------------------------------- ________________ (૪૪) ઓમકારની સાધના-(૧) વૃત્તિ અધ્યાત્મમાં બાધક માત્ર ઘણું વાંચી, સાંભળીને માણસમાં પરિવર્તન થતું નથી. પણ વિચાર સાથે શુદ્ધાચાર, જ્ઞાન સાથે વિચાર, અને તત્ત્વજ્ઞાન સાથે અધ્યાત્મ એ કમે માણસ ચાલે તોજ તેનામાં આધ્યાત્મિક પરિવર્તન આવે. મહર્ષિ પતંજલિ કહે છે. યોગ દ્વારા ચિત વૃત્તિ નિરોધ થાય છે. તેથી પ્રથમ મનનો વિરોધ કરવો જોઇએ. મનમાં નાના મોટા અનેક મોજાં આવે છે. તે મનને ડહોળે છે. ઘણી વાર બુદ્ધિથી મનના ઊંડાણમાં જોતાં પણ વૃત્તિઓ પકડમાં નથી આવતી છતાં તે અંદર કામ કરતી જ હોય છે. અને ધ્યાન, અધ્યાત્મમાં બાધક નીવડતી જ હોય છે. વૃત્તિ વિખેરો વિચાર અને વૃત્તિમાં રમતો માણસ સ્વદેશ છોડી પરદેશ નથી જતો છતાં તે વર્તમાનમાં હાજર નથી હોતો પણ વૃત્તિમાં હોય છે. જો અંદર રહેલી વાસનાનો ક્ષય થાય તો તેની વૃત્તિનો ક્ષય થાય. આ કાર્ય વિનય અને વૈરાગ્યની મદદથી, તત્ત્વ જ્ઞાનથી સમજીને સતત અભ્યાસ કરવાથી જ થાય. જેમ વાદળાં આકાશમાં છવાયેલાં હોય તો આકાશ ધૂંધળું દેખાય છે અને તેથી સૂર્યદેખાતો નથી એ જ રીતે અનેક વૃત્તિઓથી ઘેરાયેલું મન ધૂંધળું બન્યું છે તેથી અંદર રહેલો સચ્ચિદાનંદ, નિર્વિકાર આત્માદેખાતો નથી. એટલે જ આત્મજ્ઞાની સંતો કહે છે કે આત્મજ્ઞાન-આત્માનુભવ-માટે કોઈ મહેનત કરવાની જરૂર નથી માત્ર તમે તમારા મનમાં રહેલી વૃત્તિને વિખેરો. એ માટે જ મહેનત કરો. ધ્યાનાભ્યાસ કરો, તત્ત્વજ્ઞાનનું ચિંતન કરો. માણસને શુષ્ક કર્મકાંડ ગમે જેમ એક તપેલીમાં ચોખા, દાળ, પાણી ભેળવીને મૂકી રાખો તો ખીચડી Page #171 -------------------------------------------------------------------------- ________________ (૧૬૮) ભાગવતનો સંદેશ પાકે નહિ. એ પકાવવા તો તપેલીને અગ્નિ ઉપર મૂકીએ તો જ ખીચડી પાડે છે. પ્રકારા જોઇતો હોય તો દીવો, તેલ, વાટ તૈયાર કરીને વાટને દીવાસળીથી સળગાવવી પડે છે. એ જ રીતે વૃત્તિ વિખેરવા ક્રમબદ્ઘ ચિંતન અને ધ્યાનાભ્યાસ થવો જરૂરી છે. એ શુષ્ક કર્મકાંડ નથી. વિચાર, ચિંતનને ક્રિયાન્વિત કરવા માટે શુદ્ધાચાર જોઇએ. કેમકે વિચાર વગરનો આચાર અને આચાર વગરનો વિચાર એ બન્ને અધૂરાં છે. પણ માણસને ધર્મના નામે માત્ર કર્મકાંડ જ કરવું ગમે છે તેથી જ જ્યાં જુઓ ત્યાં આવા કર્મકાંડી માણસો ઢગલા બંધ દેખાય છે. ધ્યાન પહેલાંની તૈયારી એ શુદ્ધાચારની પ્રથમ શરત માંસાહાર અને વ્યસનો છોડવાં પડે, પ્રામાણિક બનવું પડે, ન્યાયથી જ ધન મેળવવું પડે. શરીરને સમ્યક્ જરૂરીયાત જેટલાં જ ખોરાક, કપડાં અને જીવન જરૂરી સગવડો આપવી જોઇએ. વિચાર એ ખીજ છે અને આચાર એ ખાતર, પરિશ્રમ સિંચાઇ છે. એ બધા મળે તો જ એ યોગ બની જીવન સમ્યક્ બને ને જીવનનો બાગ ખીલી ઉઠે. એવા શરીર અને મન વડે ધ્યાનાભ્યાસ થાય તો આત્મજ્ઞાન જરૂર મળે. આટલી તૈયારી કરીને ધ્યાનમાં બેસો. ધ્યાન સ્થળ જેમ સારી નિપજ લેવા માટે જમીનને સમતળ કરવી પડે છે. તેમ સારા અને શુદ્ધ આંદોલનો, પ્રાકૃતિક આંદોલનો જયાં હોય તેવી જગ્યા ધ્યાન માટે પસંદ કરો. યોગીઓ, તપસ્વીઓ, ધ્યાનીઓએ જ્યાં અભ્યાસ કર્યો હોય, ધ્યાન કર્યું હોય તેવી જગ્યા ઉત્તમ ગણાય. એ પવિત્ર જગ્યા છે તેથી જ તીર્થ સ્થળોનું મહત્ત્વ ગણાયું છે. જો કે આજે આપણે તીર્થ સ્થળો પણ પવિત્ર નથી રાખ્યાં. કેમ કે આપણે તેને મેળામાં, પિકનીક સેન્ટરોમાં ફેરવી નાખ્યાં છે. હવે ધ્યાન માટે તીર્થ સ્થળોમાં બેસાય તેવું નથી રહ્યું. ખાણી- પીણીના ધામ તેને બનાવી નાખ્યા છે. પહેલાં ગંગા, જમના, નર્મદા એ નદીઓ શુદ્ધ- પવિત્ર હતી તેનું જળ તદ્દન નિર્મળ હતું. આજે એ નદીઓનું પાણી નહાવા માટે પણ ઉપયોગનું રહ્યું નથી. Page #172 -------------------------------------------------------------------------- ________________ ભાગવતતો સદેશ (૧૯) ધ્યાનાસન શુદ્ધ જમીન શોધી, સમતળ કરી, બેસતાં ખૂંચે નહીં એવી બનાવી તે ઉપર ઊનનું ગરમ આસન બિછાવી તેના ઉપર બેસી સ્થિર બનો. એવા સ્થિર બનો કે જેમ વાલ્મિકી ઋષિ તપ કરવા બેઠા હતા ત્યારે તેમના શરીર ઉપર માટીના ઉધઈના) રાફડા થઈ ગયા તો પણ તે હાલ્યા નહોતા. રમણ મહર્ષિએ તપ કરવા જે સ્થળ પસંદ કર્યું ત્યાં મધપૂડો હતો તેમના બેસવાથી માખીઓ ઊડીને તેમને વળગી કરડી છતાં તે તદ્દન સ્થિર રહ્યા. ત્યાં સ્થિર બેસી શાંત થઈ જવું શરીરને અંદરથી જરા પણ તંગ ન કરવું. સુખાસનમાં જ બેસો. જેથી પગમાં કળતર ન થાય. ઓમાં લીન બનો એ રીતે બેસીને અત્યંત શાંતિપૂર્વક “ઓમકારનો જપ કરો. “ઓમ્ શબ્દ સર્વ માન્ય છે. માટે જ વ્યાસજીએ ગાયત્રી કે અન્ય કોઈ બીજો મંત્ર કરવાનો ન કહ્યો પણ ચાર વેદો અને ચૌદ આગમોનો સાર ‘ઓસ્કાર” શબ્દ જે પરમાત્માને સંબોધિત કરી બોલાવવાનો, પુકારવાનો શબ્દ છે તે કહ્યો. એ ‘ઓમ્માં લીન બનો. વૃત્તિ, વિચાર, વિકલ્પની ઉપેક્ષા કરો જપ કરાશે ત્યારે પણ મનમાં વિકલ્પો તો ચાલુ જ રહેવાના અને નવા નવા ઊઠતા જ રહેવાના. એનું કારણ એ છે કે માણસે મનના કોમ્યુટરમાં આવું ઘણું જમા કર્યું છે. તે પાછું આવશે જ. પણ તેની ઉપેક્ષા કરીને ઓમકારમાં તમે લીન બનો. પણ ત્યારે તમે ભૂતકાળમાં કરેલા વિચારો સામા-આડાઆવશે. જો તેની પણ તમે ઉપેક્ષા કરશો તો ઓસ્કારમાં લીન બનીને શાંત બની શકશો. ત્યારે ઊઠતા સંકલ્પો વિકલ્પો સાથે પણ લડવાનું નથી માત્ર ઉપેક્ષા જ કરવાની છે. પરિણામે જેમ તમે કાર ચલાવતા હો તેમાંથી એક પૈડું (ટાયર) નીકળી જાય તો તમારે કાર થોભાવવી જ પડે છે. તેમ વિકલ્પોની ઉપેક્ષા કરશો તો તેની ઝડપ ઓછી થઇ જશે, તે અટકશે. પછી તમે આસનમાં સ્થિર થશો. અને જ્યાં ઓમકાર હશે ત્યાં, મનના તે વિભાગમાં સ્થિર થવાશે. Page #173 -------------------------------------------------------------------------- ________________ - - - (૧૦૦) ભાગવતનો સંદેશ એક બીજો ઉપાય એક બીજો ઉપાય- સ્થિર થવાનો- એ પણ છે કે તમે સંકલ્પ-વિકલ્પ અને ઓમકારના બે ભાગ પાડો અને ધીરે ધીરે તમે ઓમકારનો ભાગ વધારો અને સંકલ્પ વિકલ્પનો ભાગ ઘટાડતા જાવ. ત્યારે નાસિકાગ્રે દષ્ટિ સ્થિર કરીને તમે ઓમ્કારના જાપ ચાલુ રાખો. વૃત્તિની ઉપેક્ષા કરો. પછી પૂરક કરી (શ્વાસ ધીમે ધીમે લ્યો) પૂરેપૂરો શ્વાસ અંદર લેશો ત્યારે જેમ પાણીમાં ઘડો નાખો તે પાણીથી પૂરો ભરાય ત્યારે તેમાંથી અવાજ આવતો બંધ થાય છે. તેમ તમારા અંદરના અવાજ બંધ થશે. ત્યારે તમે કુંભક કરો (શ્વાસ અંદર રોકો) પછી ધીમે ધીમે શ્વાસને બહાર કાઢો. પરિણામે મનના સંકલ્પો- વિકલ્પો પણ તેની સાથે બહાર નીકળશે. બહુ ધીરજથી આ પ્રયોગ સતત કરો. મહિનો બે મહિના નહિ પણ સતત વરસ-બે-વરસ આ પ્રક્રિયા કરવાથી સિદ્ધિ મળશે. એ વાત ધ્યાનમાં રાખો. મનને પાછું વાળો મન સંકલ્પ-વિકલ્પ ન કરે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રાખવાની છે. એ થવાથી પ્રાણ અને અપાનની ગતિ રોકાશે. તેનાથી અંદરથી શાંતિ પમાશે. પણ મન કામના લાલસા-ઊભી કરશે, મનને એ વશ કરીને ભટકાવે છે. પણ તમે મન જાય ત્યાં જાવ અને તેને સમજાવીને પાછું વાળી ઓમાં સ્થિર કરો. કામનાનું ઇંધણ ન નાખો તો મન શાંત જો માણસ નિરંતર આ સાધના અવિરતપણે કરશે તો જેમ લાકડાં, કોલસા વગેરે ઇંધણ ચૂલામાં નહિ નાખવાથી ચૂલાની આગ ઓલવાઈ જાય છે તેમ જ તમારા તરફથી મનમાં કામના-લાલસાનું ઇંધણ નહિ નાખવાથી ચિત્ત એની મેળે શાંત થતું જાય છે. પછી તો ધીરે ધીરે બધી જ કામનાઓ શાંત થયા પછી મન, વૃત્તિઓ, કામના, વાસના, વિકલ્પો વગરનું બનવાને કારણે બ્રહ્માનંદનો અનુભવ થાય છે. એ જ આત્મજ્ઞાન છે, બ્રહ્મજ્ઞાન છે, પરમાત્મ જ્ઞાન છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ (૪૫) ઓમકારની સાધના-() ) ( ભગવાન હૃદયમાં છે. અંતરાત્મા, પરમાત્મા, શુદ્ધ જીવાત્મા અને ઓમકાર એ ચાર શબ્દોમાં તમામ સાધનાઓ સમાઇ જાય છે. ભલે સાધનાના અનેક શાસ્ત્રો હોય. અંતરાત્મા એટલે અંદર (શરીરની) રહેલો આત્મા. જેને તમે જોવા ઇચ્છો છો પણ જોઇ શકતા નથી. તેનું કારણ એ છે કે તમે તેને બહાર શોધો છો પણ એ તો અંદર છે. અર્જુને ભગવાન શ્રીકૃષ્ણને પૂછયું: પ્રભુ, તમે કયાં રહો છો?” શ્રીકૃષ્ણે કહ્યું: ‘અર્જુન હું તારા હૃદયમાં રહું છું. માણસ પ્રભુને બહાર શોધે છે મહેતાજીએ મુસાફરને ધર્મશાળાનો ઓરડો આપ્યો અને કહ્યું તમારો માલ-સામાન, કિંમતી વસ્તુ, કાળજીથી સાચવજો. મુસાફર પાસે નાનકડી કપડાંની પોટલી સિવાય કશું નહોતું. રાત્રે ચોર આવ્યા ખાંખાં ખોળા કર્યા પણ કાંઈ ન મળ્યું. ચોરોને પાછા જવું પડ્યું. સવારે મહેતાજીને વાત કરી. એ કહે તમારી પાસે કાંઇ ધન જ નથી? પેલો કહે છેને એ રત્નો સ્વરૂપે છે અને એ મારા મોંમાં રાખીને હું સૂઈ ગયેલો. એથી ધન જવાનો મને ભય જ નહોતો. એ જ રીતે આત્મા-પરમાત્મારૂપી ધન અંદર છે. એ મેળવવો સાવ સહેલો છે પણ માયામાં અટવાયેલો જીવ તેને બહાર શોધે છે તેથી તે મળતો નથી. તેનામય થાવ તો મળે પરમાત્માનું આત્મા-અંતરાત્મામાં લીન થવું એ સાધનાનો પ્રકર્ષ છે. પણ માણસ માયામાં ડૂબ્યો છે તેથી તેને પરમાત્મા દેખાતો નથી, મળતો નથી. ખરી વાત તો એ છે કે તમે તેનામાં લીન થાવ અથવા તમારામાં (અંતરાત્મામાં) તેને લીન કરો. તો તે પ્રાપ્ત થવો અતિ સુગમ છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ - - (૧૨) ભાગવતો સદેશ ઓ ઈતિ એકાક્ષરં બ્રહ્મ મીરા, ચૈતન્ય નાચતાં અને ગાતાં ગાતાં પ્રભુમાં મગન થઈ જતાં હતાં. માણસ પરમાત્મામાં નહિ પણ વિષયોમાં ભોગોમાં મગન છે તેથી તેને પરમાત્મા મળતો નથી. સંસારના ભોગ-વિલાસમાં, રૂપિયા રળવામાં, વાનગીઓ ખાવામાં માણસ એવો તો લીન થઈ જાય છે કે એને બીજું કશું દેખાતું નથી. એટલે પરમાત્મા દેખાતો નથી. એને ભોગ સિવાય કશાનું ભાન રહેતું નથી. આમાંથી એને બહાર નીકળવાનો રસ્તોનારદજી એ બતાવે છે કે : ઓમ્કાર દ્વારા પરમાત્મામાં લીન થાવ “ઓમૂકાર” વેદો, ઉપનિષદો, આગમાં ત્રિપીટ એવાં બધાં જ શાસ્ત્રોનો સાર છે. તો ભગવદ્ગીતા કહે છે કેઃ “ઓમ્ ઇતિ એકાક્ષરં બ્રહ્મ.’ ઓસ્કારથી પરમાત્મામાં લીન થાવ ઓકાર’ વડે અંતરાત્માને પરમાત્મામાં લીન કરો. પરંતુ તેમ કરતાં પહેલાં આત્મા જે આજે વિકાર યુક્ત છે, અશુદ્ધ છે તેને શુદ્ધ કરવો પડશે. જો સોનાના દાગીનો ગટરમાં પડે તો તેને ધોવાથી શુદ્ધ થાય, કપડું મેલું હોય તેને સાબુથી શુદ્ધ કરી શકાય છે. પથ્થર ઘાટઘૂટ વગરનો ખરબચડો હોય તેને ટાંકણા, સરાણ એવાં સાધનોથી સાફ કરીને ઉજળો બનાવી ઘાટ આપી શકાય જેમાં પ્રતિબિંબ દેખાઈ શકે. એ જ રીતે પરમાત્માએ જેવી સ્વચ્છ ચાદર-શરીરઆપ્યું હતું તેવું જ સ્વચ્છ બનાવીને તેને પાછું આપવાનું. સત્કર્મો અને ધ્યાન અંતરાત્માને શુદ્ધ કરવા માટે છે. સત્કર્મ કરીને અંતરાત્મા શુદ્ધ કરવાનો છે. રાગ, દ્વેષ, મોહ, મદ, ભય, અસૂયા, માયા, તૃષ્ણા, ભોગેચ્છા, ક્રોધ, માયા એ અશુદ્ધિ છે, તેને કાઢવાની છે. આ પરિબળો જીવાત્માને અશુદ્ધ કરે છે. એ રજોગુણ અને તમોગુણ પ્રધાન છે. સત્ત્વગુણમાંથી શુભ વૃત્તિ આવે છે. એનો આધાર લઈ અશુભ વૃત્તિ કાઢવાની છે. રાગને કાઢો ‘રાગ’ એટલે વિષયો-વિકારોથી ભોગથી વિંટળાઈ વળવું તે, રાગ એટલે Page #176 -------------------------------------------------------------------------- ________________ ભાગવતનો સંદેશ (૧૦૩) મૂછ, રાગ એટલે સંસાર પ્રત્યેનું આકર્ષણ, ખેંચાણ અને જેટલો રાગ એટલું દુઃખ રાગજાયતોવૃત્તિઓજાય. પોતાના બાળકો દેરાણી-જેઠાણીના બાળકો કરતાં વધુ વહાલાં એ છે રાગ. જે કાંઇ ધન, પદાર્થ, વ્યક્તિ, સંયોગ મળે તે ઓછો લાગે તે છે રાગ. જમવા બેસે ત્યારે જમે તેથી વધુ જોઇએનું દબાણ અંદરથી આવે. જેમ જેમ લાભ થતો જાય તેમ તેમ લોભ થતો જાય. રોગ હોય એથી ન ખવાય તો ખાનારને બળતો બળતો જોઈ રહે. આવો છે રાગ. તેને કાઢવાનો છે. મોહ કાઢો તો અભય મળે જ્યાં લોભ છે ત્યાં “શોક” અવશ્ય છે. લોભ દૂર કરો તો શોક આપ મેળે જાય. “મોહ જગત આખાને વશમાં રાખે છે. પણ મોહ છે ત્યાં ભય છે. મોહ કાઢો તો ભય જાય. અભય અવસ્થા પ્રાપ્ત થાય. ગુરુ-શિષ્ય મુસાફરીમાં ગયારસ્તામાં સોનાનો હાર પડેલો જોયો. ગુરુએ શિષ્ય ન જુએ તેમ લઈને ખલેચીમાં નાખ્યો. આગળ ગયા. થોડું અંધારું થયું. ગુરુ શિષ્યને પૂછે છે. રસ્તામાં કોઈ ભય ખરો? શિષ્યને આશ્ચર્ય થયું કે ગુરુ આવું કેમ પૂછે છે. બન્ને એક વૃક્ષ નીચે સૂતા. ઊંધ્યા. શિષ્ય ઊભા થઈ ગુરુની ખલેચી જોઈ તો તેમાં પેલો સોનાનો હાર દેખાયો. એણે એ લઈને પાસેના કૂવામાં નાખી દીધો. ગુરુ જાગ્યા એટલે એણે કહ્યું: ‘મેં ભયને કૂવામાં નાખી દીધો.’ દ્વેષ, ભૂખ, પ્રમાદ કાઢી સાધના પામો પોતાની દીકરી સાસરે જેટલી સુખી હોય તેથી વધુ સુખી પડોશીની દીકરી હોય તો શ્રેષ' થાય છે. જીવ બળે છે. બીજાની ઉન્નતિ જોઇ ખરેખર તો રાજી થવું જોઇએ પણ આતો બળે છે. ભૂખ અને ઊંધ’ સ્થાન કે સમય જોયા વિના માણસને કાબૂમાં લઈ લે છે. આ તમામ પરિબળો આત્માને અશુદ્ધ કરનાર છે. તેમને દૂર કરાય તો જ આત્મ સાધના થઇ શકે છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ (૪૬) મરતાં પહેલાં મરો 1 ) અહંકાર કાઢવો એ સાધનાની મુખ્ય શરત નારદજી આત્મ સાધનાના મૂળભૂત સિદ્ધાંતો કહી રહ્યા છે : “સાધના માટે મત-મતાંતરો ઘણા છે. આ વિશાળ - માં સાધનાની અનેક પ્રક્રિયાઓ અમલમાં છે. પરંતુ એ તમામ પ્રક્યિા એક જ વ્યક્તિ માટે નથી. પણ અલગઅલગ વ્યક્તિઓ માટે છે. કેમ કે વ્યક્તિએ વ્યક્તિએ પ્રકૃતિ જુદી છે. એ પ્રકૃતિ અનુસાર સાધના પસંદ કરી શકાય.’ ‘સાધનાની મુખ્ય શરત અહંકાર કાઢવો તે છે. છેવાડાના, તદ્દન ગરીબ માણસો જેમની પાસે સાધનો નહોતાં, સમૃદ્ધિ નહોતી તેમનું આંગણું મારા માથાના લાંબા વાળથી સાફ કરવાનું કામ મારા સદ્ગુરુએ સોંપ્યું. મારો અહમ્ તોડવા સોંપેલું આ કામ સાધના સમજીને મેંર્યું અને મારામાં રહેલા અહમેને તોડયો.” પ્રકૃતિ પ્રમાણે સાધના જુદી દર્દ હજારો પ્રકારના હોય છે તેમ દવાઓ પણ હજારો પ્રકારની હોય છે. એ જ રીતે વ્યક્તિ કરોડો, તેમની પ્રકૃતિ જુદી-જુદી, માટે તેમની સાધના પણ જુદી જુદી. જેમ કે કોઈ કંજુસ માણસ સાધના માટે સંત પાસે આવે તો તેનો કંજુસાઇનો અવગુણ તોડવા સંત અન્નક્ષેત્રની સેવા આપે.” આત્માનો મન અને ઇંદ્રિયો ઉપર કાબૂ રાખો ‘સાધના જાત જાતની હોય પણ એક સાધન એવું છે જે દરેક માટે એક સરખું છે, તેની વાત આજે કરવી છે. ભૂતકાળમાં રાજાઓ પાસે અનેક પ્રકારના રથ હતા. સોના, ચાંદી, પિત્તળ, લોખંડના. પણ સૌથી સુંદર, સૌથી ઉત્તમ રથ છે શરીર. તેના ઘોડા છે ઇન્દ્રિયો. તેની લગામ છે મને. એ ઘોડાને બાંધવા ચિત્ત નામની દોરી. અને એ રથની ધૂંસરી છે ધર્મ. તેના પૈડાં છે શુભ અને અશુભ. આ રથમાં ભગવાન આત્મા બેઠા છે. જેમ ડ્રાઇવરનો ગાડી ઉપર કાબૂ હોય છે તેમ માણસે તેના ઘોડા (ઇંદ્રિયો). ઉપર પોતાનો (આત્માનો) Page #178 -------------------------------------------------------------------------- ________________ ભાગવતતો સંદેશ (૧૫) કાબૂ રાખવો જોઇએ અને રથના સારથી મન ઉપર પણ કાબૂ રાખવો જોઇએ. સદ્ગુરુ શરણ લઈ તપ કરતા રહો આ સાધનો (ઘોડાઓ-ઇંદ્રિયો) અનેક રીતે વપરાય છે તેથી તે અશકતા થયાં છે. એવી સ્થિતિમાં તમારે-માણસે-સાધના કરવાની છે. સ્થિતિ આવી છે તે જાણો પણ નિરાશ ન થાવ. છતાં જાણી લ્યો કે તમે સંસારના મોહ અને આસક્તિ રૂપી મદિરા પીને રથમાં આરૂઢ થયેલા છો. માટે તમારે તમારા ઘોડાને દૂરસ્ત કરવા પડે લગામ સુધારવી પડે. મોહ-આસક્તિ છોડવા પડે. પહેલાં તમે એકલા હતા ત્યારે જાત પ્રત્યે મોહ હતો. પરણ્યા પછી પત્ની પ્રત્યે પણ મોહ થયો. પછી બાળક થયું તો ત્રણે પ્રત્યે મોહ થયો આમ મોહનો વિસ્તાર વધતો ગયો. જો તમને યુવાનીમાં જ જ્ઞાની પુરુષ મળે, તમને તેમના પ્રત્યે ભાવ થાય અને તમે સાધનાના માર્ગે વળો તો ઉત્તમ. પણ તેમ ન થયું તો નિરાશ થયા વિના શરીરને નિરોગી-તંદુરસ્ત બનાવી મન ઉપર સંયમ કરશે. આ કામ તપથી થઈ શકશે. ગુરુ બોધ દ્વારા તમે તે જાણી શકશો. માટે આત્મજ્ઞાની સદ્ગુરુ ચરણની સતત સેવા કરતા રહી જ્ઞાન તલવારને સજજ કરતા રહો. સાથે ભગવદ્ દઢ આશ્રય કરતા રહો. એમ કરશો તો ધીરે ધીરે સુધારો થતો રહેશે. ભગવદ્ આધાર લઈ વિકારો કાઢો ભગવદ્ આધાર લઈ રાગ, દ્વેષ, મોહ, લોભ, ભય, માયા, હિંસા, ઈર્ષાને કાઢવાનાં છે. માણસને સવારે અહમ્, બપોરે ક્રોધ, સાંજે લોભ, રાત્રે કામ એ શત્રુઓ પીડે છે. તેને જ્ઞાન તલવારથી કાઢવાનાં છે. એ માટે પ્રથમ આશ્રય સશ્નો અને મૂળ આધાર પરમાત્માનો છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે: ‘અર્જુન, તું મારું સ્મરણ કરતાં કરતાં યુદ્ધ કર.” આ આધારો લઈ તમારા રથમાં બિરાજમાન થાવ જે તમારું સિંહાસન છે. એમ કરશો તો શાંતિ પામશો. મરતા પહેલાં મરો આવા શાંત ભાવમાં રહી અંદરની વૃત્તિ, વાસના અને વિકારોને શાંત કરતા રહો. તેથી તમારા શરીર, મન, બુદ્ધિ શાંત થશે. આ પ્રાપ્ત કરીને તમે જીવન જીવશો તો જેમ સાપ કાંચળી છોડીને પછી પાછું વળીને જોતો નથી. Page #179 -------------------------------------------------------------------------- ________________ (૧૬) ભાગવતો સંદેશ તેમ તમે પણ કાળ આવશે ત્યારે તમારું શરીર છોડીને શાંત ભાવે જશો. આ સ્થિતિએ જવા તમે મરતાં પહેલાં મરો. જેમ ટ્રેઇન આવે તે પહેલાં ડબ્બામાં ચડવા તમે તૈયાર રહો છો એમ જ શરીર છોડવા તૈયાર રહો. વૃત્તિને પરમાત્મા તરફ વાળો શીરાનો કોળીયો ખાઇને ન મરો પણ ઇશ્વર સ્મરણ કરતાં મરો. કેવળ ભગવાનનું નામ જ તમારા હૈયામાં હોય. વૃત્તિઓ અને તેના વિષયો તરફ લઈ જનારા પરિબળો જગતમાં ઘણાં છે. વિષયો દ્વારા વૃત્તિ પ્રવૃત્તિ તરફ જાય છે. માટે વિષયોમાંથી નિવૃત્ત કરીને વૃત્તિને પરમાત્મા તરફ વાળો. વૃત્તિને વિષયો તરફથી વાળીને પરમાત્મા તરફ જાવ તો ‘ભક્તિ મળે છે. બ્રહ્મ (તત્ત્વ) તરફ વાળો તો જ્ઞાન મળે છે. આ ભૂલ સુધારો પરમ ચૈતન્યના ઉત્થાનથી વાત વારંવાર કહેવાય છે. એ ચૈતન્ય એટલે આત્મા જે તમે છો. છતાં તમે તેને ભૂલ્યા હો તેવું થયું છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં આ એક જ ભૂલ છે તેવું લાગે છે. આ પાયાની ભૂલને સુધારવી પડશે. જો એક જ જન્મમાં તમે મોક્ષમાં જાવ તો તમારું કામ પૂરું થયું ગણાય. પણ આત્મ સાધનાના પંથે ન ગયા તો કામ ન થાય. અનેક જન્મોથી તમે આત્માને ભૂલ્યા છો તેથી તમે મોક્ષ મેંળવી શક્યા નથી. A r • સામેની વ્યક્તિની પ્રકૃતિનો સ્વીકાર _કરો. અંદર સમતા રાખો. બહાર જરા પણ ઉત્તેજિત ન થાવ. • નકારાત્મક વલણ કરાખવાવાળી વ્યક્તિ સાથે તમે હકારાત્મક વલણ -રાખી આગળ વધવાની કેડી કંડારો. હવે પ્રેમ, સ્નેહ, મૈત્રી, ક્ષમતા, નમ્રતાની જ ધારામાં જીવવું છે એવો નિર્ણય કરી એવી જીવનની શૈલી નક્કી કરીને જીવો. - ઋણાનું બંધ એવા” માટે આમ બન્યું, એવું ન વિચારો. માત્ર આનંદથી જ જીવો. મુનિ શ્રી ભાનુવિજયજી Page #180 -------------------------------------------------------------------------- ________________ (૪૭) ( મુકે તે જ્ઞાન પામે ) અહંકાર સાધુને પણ પડ છે આત્મજ્ઞાન જેને પ્રાપ્ત કરવું છે તેને અહંકાર ઉપર જીત મેળવવી પડે. અહંકાર તેમાં બાધક છે. ઋષભદેવજીના અઠ્ઠાણુ પુત્રોએ દીક્ષા લીધી હતી. તેમના એક પુત્ર બાહુબલીએ યુદ્ધમાં ભાઇ ભરત ઉપર મુઠ્ઠી ઉગામી. ચાર ચાર યુદ્ધ જીતીને તે આવ્યા હતા. અચાનક તેમના અંતરમાં અવાજ ઊઠ્યો “અરે કોના ઉપર આ મુઠી ઉગામું છું? જો મુઠ્ઠી મારીશ તો ભરત આખો ને આખો જમીનમાં દટાઈ જશે. મારે એવી હિંસા તો રાજ્ય માટે જ કરવાની ને ? પણ છેવટે તો રાજ્ય જશે, હું જઈશ પછી શું થશે? હું ક્ષત્રિય છું. મુઠ્ઠી ઉગામી છે તેનો ઉપયોગ કરવો જ પડે. તો કોના ઉપર કરવો? પોતાની જાત ઉપર જ કરવાનું નક્કી કર્યું. પરિણામે તેમણે ઉગામેલી મુઠ્ઠીથી પોતાના મસ્તકના વાળનો લોચ કરી સાધુ બન્યા પછી મનમાં વિચાર આવ્યો કે મારા નાના ૯૮ ભાઇઓ મારી પહેલાં સાધુ બન્યા છે ને સર્વજ્ઞ બન્યા છે. હું પ્રભુ પાસે જઉં તો મારે તેમને વંદન કરવા પડે માટે હું તપ કરી, ધ્યાન કરી સર્વશ બનીને પછી જ પ્રભુ પાસે જઉં તો મારે તેમને વંદન ન કરવા પડે. આવું વિચારી તેઓએ જંગલમાં એક વર્ષ સુધી ધોર તપ કર્યું. આમ અહંકાર સાધુને પણ પીડે છે. ભક્તિમાંથી જ્ઞાન પ્રગટે છે જીવન ક્ષણ ભંગુર હોવા છતાં માનવ જીવનમાં જ પર બ્રહ્મની પ્રાપ્તિ થઈ શકે છે. એ જીવન મેળવવું દુર્લભ છે. અડધી ક્ષણનો સત્સંગ પણ સંસાર તરવા સક્ષમ છે. જે માનવ જીવનમાં જ શક્ય છે. પરમાર્થના, ભાગવતના રહસ્યો, પરમ કલ્યાણની પ્રાપ્તિ કેવળ પરમાત્માની અનન્ય શરણા ગતિ સિવાય નથી થતી. આ શરણા ગતિ એટલે જ ભક્તિ છે. એવી ભક્તિમાંથી જ જ્ઞાન પ્રગટે છે. ભક્તિથી અંતઃકરણની શુદ્ધિ થાય છે. એ નિર્મળ થાય છે. તેથી અંદરથી જ જ્ઞાનનો સ્ત્રોત ખુલ્લો થાય છે. જ્ઞાન જયોતિ પ્રગટીને બહાર આવે છે. આમાં પુસ્તકનું જ્ઞાન કામમાં નથી આવતું. Page #181 -------------------------------------------------------------------------- ________________ (૧૦૮) ભાગવતનો સંદેશ ભક્તિ અહંકાર અને ભયને નષ્ટ કરે છે સંપૂર્ણપણે અહંકાર અને ભયરહિત થયા પછી જ જ્ઞાન પ્રગટે છે. ભક્તિ અહંકાર અને ભયનો નારા કરે છે. અહંકાર પરમાત્માની માફક સર્વવ્યાપક છે. મંદિરમાં પરમાત્માની પૂજા કરનારો, આરતી ઉતારનારો પણ અહંકાર-યુક્ત હોય છે. તે એવું માનતો હોય છે કે તેના જેવી પૂજા-આરતી કોઇ કરી શકે નહિ. એજ રીતે ધન, રૂપ, બળ અને તપનો પણ અહંકાર થાય છે. અજ્ઞાન વધે તેમ ભય-અહંકાર વધે છે આવું જ ભયનું છે. માણસ પદાર્થ અને વ્યક્તિમાં સુખ જુએ છે. તેથી એ જાય તેનો ભય માણસને સતાવે છે. શરીરથી જ સુખ ભોગવાય તેથી મૃત્યુનો પણ ભય તેને હોય છે. આવી સમજવાળા માણસો પરમાત્મશરણ લઇ શક્તા નથી. પરિણામે તેમનામાં અજ્ઞાન દઢ થતું જાય છે. વળી આવું કરવાથી પણ તેને સુખ તો મળતું જ નથી. અને તેની પાસે જે સુખ છે તે પણ કલ્પનાનું જ છે વાસ્તવિક તો નથી જ. પણ તે સમજ તેનામાં નથી. તેથી જેમ જેમ અજ્ઞાન વધતું જાય છે તેમ તેમ તેનામાં ભય વધતો જાય છે. આમાંથી એવો જ માણસ છૂટી શકે છે જે પદાર્થ અને શરીરની નશ્વરતાને ઓળખી શાશ્વત સુખની શોધ માટે સત્પુરુષને ઝંખતો હોય. સંતો પાસે તત્ત્વની વાતો હોય સંસારીના મેળામાં ધન અને રૂપની વાતો હોય. સંતોના મેળામાં તત્ત્વની વાતો હોય. શુદેવજી સંત હતા, આત્મજ્ઞાની હતા. તદ્દન નગ્ન રહેતા હતા. તેઓ જડને પણ ચેતન સ્વરૂપ નહિ પણ ભગવદ્ સ્વરૂપ જોતા હતા. અને પોતાને તેમનાથી અલગ જોતા હતા. ગીતામાં જેને ભગવદ્ ભાવ રહ્યો છે તે ભાવ-યુક્ત શુકદેવજી હતા. પરમાત્મા સર્વત્ર છવાયેલા તેમને દેખાતા હતા. તેમને સતત આત્મભાવ રહેતો હતો. એમણે રાજા પરીક્ષિતના યજ્ઞમંડપમાં પ્રવેશ કર્યો. રાજા સ્થાનેથી ઊઠી આગળ આવ્યા અને પરમ નમ્ર ભાવે નમીને સંતનો સત્કાર કર્યો. જ્ઞાન પામવા સંત પાસે જાવ ભગવદગીતામાં કહ્યા પ્રમાણે રાજાએ ‘તદ્દવિષ્ઠિ પ્રણિપાતેન, પરિ પ્રશ્નેન Page #182 -------------------------------------------------------------------------- ________________ ભાગવતનો સંદેશ (૧૭૯) સેવાય પ્રમાણે. સંતને પ્રણિપાત કરી સત્કાર કરી, આસન અપનિ આત્મ જ્ઞાન સંબંધમાં પ્રશ્ન ર્યો. જે વ્યક્તિએ આત્મ અનુભવ કર્યો છે તેવા જ્ઞાની પાસે અજ્ઞાનીજઇ શકે તેમ શાસ્ત્રજ્ઞાની પણ જઇ શકે. આ બંનેને આત્મજ્ઞાનીની જરૂર છે. શાસ્ત્રજ્ઞાનીને જાણકારીનો ગર્વ હોય છે. હરપળે તેને પોતાનામાં જ્ઞાન છે તે દેખાતું હોય છે. તેથી તેને તે પ્રદર્શિત કરતો હોય છે. કવિવર રવિન્દ્રનાથ ટાગોરજીએ ગીતાંજલિના છ હજાર પદો લખ્યા પછી પણ કહેતા કે મારે હજુ ઘણું જાણવાનું બાકી છે. અજ્ઞાની અજ્ઞાનને કાઢવા, જ્ઞાન પામવા અનુભવી જ્ઞાની સંત પાસે જાય. મોટેભાગે આત્માનુભવી જ્ઞાની સંતો નિરક્ષર હતા. તેથી જ કોઈ કવિએ ગાયું છેઃ “અભણને વહેલા મળે ભગવાન.” ઝૂકે તે જ્ઞાન પામે પ્રણિપાત એટલે વંદન, પ્રણામ, ઝૂકી જવું, નમી જવું. આમ કરવું ભારે આકરું છે. રૂપ, સત્તા, ધન, બળ અને તપનો અહંકાર એ કરવા દેતો નથી. સામાન્ય હોદ્દો મળે તો પણ માણસનું માથું ઊંચુ થઈ જાય છે. હું પૈસાદાર, . અમલદાર, મહંત, તપસ્વી, ધ્યાની એવો અહંકાર હોય છે. એ અહંકાર વંદન કરવા નથી દેતો. ગીતાએ જે પ્રણિપાત’ શબ્દ વાપર્યો છે તે પ્રણિપાત કરવો એટલે અહમ્ રહિત થઈ પ્રણામ કરવા તે છે. એ રીતે મૂકનારને જ જ્ઞાન મળે છે. ઝૂક્યા પછી જ જે જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે તે જાણવા માટે પ્રશ્ન કરવાની. અહંકાર ગયા પછી જ આ થઈ શકે છે. સર્વમક્ષણિકમ્ ‘અહમ્” સહેલાઈથી જતો નથી. તેને દૂર કરવા પ્રથમ તો “સર્વમ્ ક્ષણિકન્નો ભાવ સમજવો પડે. સવારે છોડના પાન ઉપર ઝાકળના બિંદુ મોતીની જેમ ચળતાં દેખાઈ અદશ્ય થઈ જાય છે. ઝાડ ઉપરના પાન પીળાં થઈ ખરી પડે છે, ફૂલ ખીલ્યું કે કરમાઈ જાય છે. માણસ જનમ્યો જરાક મોટો થયો, સંસાર માંડ્યો, ઘડપણ આવ્યું અને ગયો. આમ પ્રગટ થવું અને નાશ પામવું એ સતત થતી પ્રક્રિયા છે. આવી સમજ થઈ છે તેવા રાજાનમિએ નવા સંત મહાત્માઓને પ્રણામ કરીને કહ્યું: ‘ભગવદ્ જો આપ મને યોગ્ય અધિકારી માનતા હોતો કૃપા કરીને મને ભાગવત ધર્મ વિષે, તેને સિદ્ધાંતો કહો.' Page #183 -------------------------------------------------------------------------- ________________ (૪૮) સકળ સુખ હરશરણમાં સકળ સુખ હરિશરણમાં રાજા નમિએ નવ મહાત્માઓને મૂકીને, પ્રણામ કરીને કહ્યું જો આપ મને અધિકારી, લાયક ગણતા હો તો ભાગવત ધર્મ વિશે અને તેના સિદ્ધાંતો કહો.” કવિ એટલે કાવ્ય રચનાર નહિ પણ આત્મજ્ઞાની, એવા સંતનેમહાત્માઓને સાંભળવા દરબારમાં બેઠેલા પંડિતો પણ ઉત્સુક હતા. સંત કવિ બોલ્યા “રાજન, તમે ઘણો સુંદર પ્રશ્ન અમારી સામે મૂક્યો. ભાગવત ધર્મનું પહેલું સૂત્ર છે. “અનન્ય શરણાગતિ.આ શબ્દ સહેલો જણાય છે પણ અંદરથી અહમ્ જાય તો જ તે સુગમ છે. નશ્વર એવા સાંસારિક સંબંધોમાં મારાપણું હોય તે મમત્વ છે. નરસિંહ મહેતા કહે છે : “સકળ સુખ મારા હરિ શરણમાં.' જે કરો તે પ્રભુને અર્પણ સંસારના ભોગોમાં સુખ બુદ્ધિ હોય અને એ સુખમાં જ આત્મબુદ્ધિ હોય તેવા માણસો પણ જો ભગવાનના શરણે જાય તો તેમનું અજ્ઞાન નાશ પામે છે. અને હું જેને સુખ માનું છું તે સાચું સુખ નથી એ સમજ આવે છે. તે થતાં જ તેની આસક્તિ તૂટે છે, તૃષ્ણા વિદાય લે છે અને આધ્યાત્મિક પ્રસન્નતા તેનામાં આવે છે. અને પછી તો એ પોતાના શરીર અને મનથી જે કંઈ કામ કરે છે તે પરમાત્માને અર્પણ કરે છે. પોતાનું જે છે તે ભગવનું છે, પરમાત્માનું છે. પૂજાકરી પરમાત્માને અર્પણ, જપ ર્યા પ્રભુને અર્પણ, તપ કે દાન કર્યા તે પરમાત્માને અર્પણ એવો ભાવ આવે અને તે અમલમાં મૂકાય તે પરમાત્માને સમર્પણ છે. સદ્ગુરુ સંગે બુદ્ધિ શુદ્ધ થાય ભાગવત સંવાદિતા ધરાવતો ગ્રંથ છે. સહેતુક મહાપુરુષો એક સાથે એક જગ્યાએ એકઠા થાય ત્યારે જે વાર્તાલાપ થાય તેમાંથી શાસ્ત્ર સર્જાય છે. અર્જુનભગવાન શ્રીકૃષ્ણ સંવાદમાંથી ભગવદ્ ગીતા રચાઈ. ભગવાન મહાવીર-ગૌતમ સ્વામીના સંવાદમાંથી ભગવતી સૂત્ર રચાયું. અને ભગવાન બુદ્ધ-આનંદના Page #184 -------------------------------------------------------------------------- ________________ ભાગવતનો સંદેશ (૧૮૧) સંવાદમાંથી ત્રિપીટક ઉત્પન્ન થયાં. આવાં શાસ્ત્રો વાંચ્યા પછી પણ જે સમસ્યાનો ઉકેલ ન આવે તે જીવંત આત્મજ્ઞાની સત્પુરુષથી આવી શકે છે. માણસ વાસના, વિકારો અને મતાગ્રહથી યુક્ત છે તેથી તેની બુદ્ધિ અશુદ્ધ છે. સત્પુરુષ સંગે જેમ જેમ તેની બુદ્ધિ શુદ્ધ થતી જાય છે તેમ તેમ તેનું અંતઃકરણ શુદ્ધ થતું જાય છે અને આત્મ સત્તાને જાણનારી પ્રજ્ઞાને પામતો જાય છે. અહંકાર છોડો પ્રભુને પામો : રાજન, મુમુક્ષુના નેત્રો મહાત્માને અને મહાત્મા મુમુક્ષુને ઓળખી લે છે. રાજાના પ્રશ્નના જવાબમાં નવ મહાત્માઓમાંના કવિ નામના મહાત્માએ કહ્યું અનન્ય શરણાગતિ એ ભાગવત ધર્મનો અદ્ભુત ઉપાય છે. આ ભાવ જીવનમાં ઊતરે એ મુમુક્ષુની અવસ્થા છે. દ્રૌપદીનાં વસ્ત્રો દુશાસન ઉતારતો હતો. એ વસ્ત્રને જાળવવા દ્રૌપદી મથતી હતી ત્યાં સુધી ભગવાન શ્રીકૃષ્ણ વસ્ત્ર પૂરવા પ્રયાસ નહોતા કરતા, મથવું તે અહંકાર છે. અહંકાર પડતો મૂકાય, જાય ત્યારે જ શ્રીકૃષ્ણની સહાય મળે. કારણ અહંકારમાં ર્ડા ભાવ છે. ર્તાભાવમાંફળાા છે. તે હોય ત્યાં આશા અને નિરાર હોય છે. જેવી દ્રોપદીએ મથામણ છોડી કે કૃષ્ણે વસ્ત્રો પૂર્યાં, લાજ બચાવી. પદાર્થ-વ્યક્તિ સાથેનું તાદાત્મ્ય છોડો ખૂબ સરળ અને સારા માણસના જીવનમાં દુઃખદ ઘટના ઘટે તેથી જો તે ભગવાન કામમાં ન આવે તેમ માનીને મૂર્તિ, શાસ્ત્રો દરિયામાં પધરાવે એ શરણાગતિ નથી. ભગવાન મહાવીરે કહ્યું : ‘જગતમાં જે કાંઇ છે, દેખાય છે તે અનિત્ય છે.’ ઉપનિષદે કહ્યું : ‘સર્વમ્ ખલુ ઇદમ્ બ્રહ્મ’ જે કાંઇ છે તે બ્રહ્મ છે. પદાર્થ કે વ્યક્તિને માણસ મૃત્યુ પછી સાથે લઇ જઇ શકતો નથી. પદાર્થ એ જીવન જીવવા માટે ઉપયોગી છે. જન્મ સમયે માણસના રારીર ઉપર સુતરનો તાંતણો પણ હોતો નથી. અને મરતી વખતે કોઇ પણ કિંમતી કપડું કામમાં આવતું નથી. ત્યારે તો સફેદ કફન ઓઢીને જ અંતિમ સફર કરવાની છે. આવું નજરે જોવા છતાં માણસને પદાર્થ અને વ્યક્તિ સાથે તાદાત્મ્ય બુદ્ધિ થઇ છે. માણસ એ જાણી લે કે જેમ લોખંડનો ટૂકડો હાથે થી પકડીને ભઠ્ઠીમાં મૂકી શકાય પણ ભઠ્ઠીમાં એ તપીને અગ્નિમય બની જાય ત્યારે તેને હાથમાં પકડી શકાતો નથી. એ જ રીતે પદાર્થ-વ્યક્તિ અમુક જ હદ સુધી ઉપયોગના છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ (૧૮૨) ભાગવતનો સંદેશ ચિરંતન સુખ પામવા તે કામનાં નથી. પરમાત્મ સન્મુખ સાથે સંબંધ જોડો પદાર્થો કાયમ ટકે તેવા નથી. નવા વસ્ત્ર લાવ્યા. પર્યા, ફાટ્યા, ગાભા થયા, પોતાં થયાં, મસોતાં થયાં. આમ, પદાર્થ સતત પરિવર્તન પામતો રહે છે. ફૂલ સુંદર હતું તેના ઉપર કવિએ કાવ્યરચ્યું પણ અચાનક ખરી પડયું. વસ્તુલાવ્યા પછી તેની સાથે તાદામ્ય થઈ જાય છે. કાચનો ગ્લાસ બહુ જ કિંમતી હતો. વહુના હાથે તૂટ્યો તો સાસુએ ઠપકો આપ્યો. પણ કાચનો પ્યાલો તૂટવાનો જ, ભલે તે સુંદર હોય, કપડું ફાટવાનું જ ભલે તેનું સુતરમજબૂત હોય. પદાર્થ માત્ર અસત્ છે. એની સાથે આસક્તિ રાખવાથી માણસનું ચિત પરમાત્માથી વિમુખ થાય છે. પરમાત્મા સામે જ છે પણ માણસ તેમનાથી મોઢું ફેરવીને ઊભો છે. પરમાત્માથી જોડાયેલો માણસ તેની સન્મુખ છે. અને પદાર્થસાથે જોડાયેલો માણસ પરમાત્માથી વિમુખ છે. એ વિમુખનો સંગ અનાત્મતરફ લઈ જશે. જે તમારા નથી એ પદાર્થ અને વ્યક્તિ અનાત્મા છે. અને જે પરમાત્મ સન્મુખ છે તેની સાથે સંબંધ જોડજો. પરમાત્માના ગુણાનુવાદ ગાતા રહો કવિ મહાશય કહે છે: રાજન, પરમાત્મા નિરાકાર છે, સાકાર નથી. એમનું સાકાર સ્વરૂપ આત્મજ્ઞાની સદ્ગુરુ છે. તેમની સાથે તમે સંવાદિતા કરજો. પરમાત્માનું ચિંતન કરતાં કરતાં પણ વચ્ચે બાહ્ય વસ્તુ-વ્યક્તિ આવી જાય છે. અને તેમનું ચિંતન થઈ જાય છે. માણસ ત્યારે સતર્ક ન હોય તો પરમાત્મ ચિંતન ભૂલાય છે. અને પદાર્થ વ્યક્તિમાં જ સુખ છે તેમ મનાય છે. પણ સદ્ગુરુ દ્વારા બોધ મળતાં અધ્યાત્મ-સમજ મળે છે. જ્ઞાન મળે છે ત્યારે એ માન્યતા ખરી પડે છે. એ ભ્રમણા લાગે છે. માટે મનને પદાર્થ-વ્યક્તિમાં જવા દેશો નહિ. પરમાત્મામાં જ મન પરોવવું હોય તો નિરંતર પરમાત્માના ગુણાનુવાદ ગાતા રહો, તેમની કથા સાંભળતા રહો, તેમનું સંકીર્તન કરતા રહો. સતત એમ કરતા રહો તેમાં સંકોચ ન રાખશો. અને કોઈપણ વ્યક્તિ, વસ્તુ, સંયોગ પ્રત્યે આસક્તિ રાખશો નહિ. આસક્તિથી મુક્ત થશો તો જ તમે વિના સંકોચ જેમ મીરાં, નરસી, ચૈતન્ય ઝૂમ્યા તેમ નાચી-ઝૂમી શકશો. મહારાષ્ટ્રમાં વાર કરી સંપ્રદાય છે. તેમાં મોટા મોટા માણસો પણ વિઠ્ઠલ-વિઠ્ઠલ કરતાં તાલી પાડીને નાચે છે. | Page #186 -------------------------------------------------------------------------- ________________ (૪૯) આ વિશ્વ પ્રભુની કાયા શાસ્ત્રો જુદા જુદાપણ અર્થ એક નિમી રાજા પાસેનવ આત્મજ્ઞાની મહાત્માઓ આવ્યા છે. અનેક ઋષિમુનિઓ, સાધકો અહીં એકઠા થયા છે. જ્ઞાન, ભક્તિ અને કર્મ એ ત્રણે માર્ગના અનેક જ્ઞાતાઓ, સાધકો અને જિજ્ઞાસુઓ અહીં આવ્યા છે. સૌ પોત પોતાના અનુભવની વાતો કરી રહ્યા છે. સાધના માર્ગના આવા સૂત્રો અવાર નવાર અહીં સાત, નવ, અગિયાર, એક વિસ દિવસો સુધી કે એકથી ચાર માસ સુધી ચાલે. આને જ્ઞાન સત્ર નહિ પણ સાધના સત્ર કહેતા. નિર્દોષ બાળકો ભેગા થઈને વાતો કરતા હોય તેવું સુંદર વાતાવરણ હતું. ફરક એટલો જ હતો કે બાળકોમાં શાન નથી હોતું પણ અહીં તો જ્ઞાન હાજરા હજૂર હતું. હજારો માણસો અહીં આવીને જ્ઞાનની આપ-લે કરતા હતા. અહીં આવતા જ્ઞાનીઓ પાસે અનુભવ હતો અને સાંભળનાર જિજ્ઞાસુઓ પાસે વૈરાગ્ય હતો, તેને પરિણામે જિજ્ઞાસુમુમુક્ષુ પામીને જતા. અને એ પામ્યા પ્રમાણે સાધના કરીને પોતે અનુભવ મેળવતા. અહીં જુદા જુદા શાસ્ત્રોની ચર્ચા થતી. તેથી એ સ્પષ્ટ સમજાતું કે શાસ્ત્રો ભલે જુદા હોય, શબ્દો અલગ હોય પણ અર્થ એક જ છે, દષ્ટિ એક જ છે. દષ્ટિ એટલે જેમાં વ્યક્તિ કેન્દ્રિત થઈ શકે તેવી અવસ્થા. બ્રહ્મ સત્ય જગત મિથ્યા સત્ય એ સત્ય છે તેને બીજા અભિપ્રાયની જરૂર રહેતી નથી. તમામ અસત્યો તેમાંથી નીકળી ગયા હોય છે. જ્યારે વ્યક્તિમાંથી જગત શબ્દનીકળી જાય છે ત્યારે રહે છે એક માત્ર બ્રહ્મ.’ જ્ઞાનીને, અનુભવીને બ્રહ્મ સિવાય બીજું કશું દેખાતું નથી ભલે તે કોઈ પણ માર્ગની દષ્ટિ ધરાવતા હોય. વેદાંતે કહ્યું : બ્રહ્મ સત્ય જગત મિથ્યા,’ ‘સર્વમ ખલુ ઇદમ્ બ્રહ્મ.’ જડ અને જીવ બન્ને બ્રહ્મ છે. જો આ રીતે વિચારે તો પછી મિથ્યા શું? સાંખ્યદર્શન કહે છે પુરુષ (આત્મા) અને પ્રકૃતિ’ (જડ-પુદગલ) બન્ને છે. પણ તેમાં કેવળ પુરુષ જ Page #187 -------------------------------------------------------------------------- ________________ (૧૮૪) ભાગવતનો સંદેશ દેખાય છે. કવિ નામના મહાત્મા કહે છે : “પ્રાણી માત્રમાં ભગવાન છે તેવું બોલાય છે પણ તેવું દેખાવું, અનુભવાવું જોઇએ. વિશ્વ પ્રભુની કાયા તુલસીદાસજીએ અનુભવ કર્યા પછી કહ્યું: ‘સીયારામ મય સબ જગ જાની.” સ્ત્રી નહિ-પુરુષ નહિ, પશુ નહિ-પક્ષી નહીં, પહાડ નહિ, નદી નહિ, જે છે તે ભગવાન જ છે. મીરાંને એક માત્ર શ્રીકૃષ્ણ જ પુરુષ દેખાતા બાકી સૌમાં ગોપીઓ જ દેખાતી હતી. મહાત્મા કવિએ કહ્યું: ‘તમને પદાર્થો, અને વ્યક્તિઓ દેખાય છે પણ અમને તો સર્વત્ર ભગવાન જ દેખાય છે. વળી કહ્યું : આ વિશ્વ નથી રે માયા, વિશ્વ પ્રભુની કાયા.' આ ભગવદ્ ભાવ છે, પરા ભક્તિ છે. આ ભાવ આવ્યા પછી સાધક જેમને જુએ છે એમને વંદે છે. નરસિંહ મહેતા એ કહ્યું : “સકળ લોકમાં સહુને વંદે.’ આ અનુભવ પૂર્ણ છે. પ્રાણી માત્રમાં પરમાત્મા છે એ અધૂરી વાત છે પણ જે છે તે એ જ છે, જે છે તે બ્રહ્મ છે- ભગવાન છે પરમાત્મા છે એ પૂરી વાત છે. આ માત્ર બોલવાનું નહિ પણ અનુભવવાનું છે. સર્વમાં ભગવાન જુઓ - સંત નામદેવ થાળીમાં રોટલી મૂકી જમવા બેસવાની તૈયાર કરતા હતા. ત્યાં જ બહારથી એક કૂતરું આવ્યું અને થાળીમાં પડેલી રોટલી મોમાં લઈને બહાર દોડ્યું. નામદેવે જોયું. એ ઘીની વાટકી લઈને પાછળ દોડ્યા. અને બોલવા માંડ્યા કે “પ્રભુ ઊભા રહો રોટલી લૂખી છે. એ ખાશો તો પેટમાં દુઃખશે માટે મને ઘી ચોપડવા દો.” પ્રત્યેકમાં ભગવાન જોવા તે આનું નામ. તુષ્ટિ, પુષ્ટિ અને સુધા-નિવૃત્તિ ત્રણે પરિણામ સાથે આવે છે આ અવસ્થામાં. ભગવાનના પૂજારી બનો ભગવાનના શરણે જવાય એ ભક્તિ થઇ ગણાય. એવાને તો ક્ષણે ક્ષણે ભગવાન પ્રત્યે પ્રેમ વધતો જ રહે છે. એ ખરેખર ભગવાનનો સાચો પૂજારી છે. પૂજારીને પ્રભુ પ્રત્યે પ્રેમ હોય જ અને પરમાત્માના પ્રેમ-સ્વરૂપનો અનુભવ Page #188 -------------------------------------------------------------------------- ________________ ભાગવતનો સંદેશ (૧૮૫) પણ હોય, સાથે જ અન્ય પદાર્થો-વ્યક્તિઓ પ્રત્યે વૈરાગ્ય હોય. આ બધું જ એક સાથે પ્રગટે છે તે ભગવાન પ્રત્યેની શરણાગતિની અવસ્થા છે. ભગવાન સાથે એકત્વ એ પ્રતિક્ષણ પરમાત્માની ભક્તિ કરે છે એને સંસાર પ્રત્યે વૈરાગ્ય જાગ્યો છે. તેનામાં ભગવાન પ્રત્યે પરાભક્તિ જાગી ઊઠી છે. આ દ્વૈતની અવસ્થા છે, અહીં ભક્ત અને ભગવાન બન્ને છે. તે અનુભવતાં-અનુભવતાં તે સ્વયં ભગવદ્ (ભગવાન) બને છે. ભજન કરતાં કરતાં તુકારામ, પાંડુરંગ (ભગવાન શ્રીકૃષ્ણ) થઈ ગયા તેમ. એ છે અભેદ-અદ્વૈત અવસ્થા. ત્યાં બે નથી એક જ છે. અને તે એક એ પરમાત્મા જ છે. ભક્ત ભગવાનમાં સમાઈ ગયા છે. ‘વિઠોબા વિઠવલે-પાંડુરંગ આઠવલે વિઠોબા વિસરાય નહિને પાંડુરંગ ભૂલાય નહિ-યાદ જ રહે એવી એકત્વની અવસ્થા. મહાત્મા આનંદ ધનજી આવી અવસ્થા પ્રાપ્ત કરીને બોલે છે: “અહો, અહો હું મુજને નમું.’ એટલે કે હું જેને નમસ્કાર કરું છું તે ભગવાન અને જે નમસ્કાર કરે છે તે હું બંને એક જ છીએ. આ સ્થિતિ આવી એટલે કે બધું જ પ્રાપ્ત થઈ ગયું હવે મારે કશું નથી જોઇતું. જ્ઞાનપિપાસુ બનો આ જ્ઞાન સત્ર-સાધના સત્રમાં હજારો માણસો ભેગા થયા છે. જ્ઞાન સત્ર શરૂ થયું છે. પરમ તત્ત્વને સમજવા માટે ભેગા થયેલા આ મહાજ્ઞાનીઓ હોવા છતાં પોતાને જ્ઞાની નહિ પણ જ્ઞાન પિપાસુ કહેતા હતા. તત્ત્વને સમજવા તેઓ સતત પ્રયત્નશીલ-ઉદ્યમશીલ રહેતા. મુમુક્ષુ શિષ્યો પ્રશ્નો પૂછે અને અનુભવી જ્ઞાની સદ્ગ સમાધાન કરે એ પ્રશ્નોતરીમાંથી શાસ્ત્ર-રચના થતી. પણ અહીં કોઈ જ્ઞાની ગ્રંથ વાંચીત નહોતા બોલતા. અહીં લખવું, વાંચવું અને ફાડી નાખવું તેવું થતું નહોતું. પરંતુ જ્ઞાનના નિષ્કર્ષની નોંધ અહીં સ્મૃતિમાં લેવાતી હતી. એ નોંધ પછી પણ ઉપયોગમાં લેવાતી. સદ્ગુરુકૃપા કરે છે જિજ્ઞાસુ જ્ઞાનીને કહેતો : હે પ્રભુ, હવે આપ કૃપા કરીને આપો.' એટલે કે શિષ્યના અર્પણ ભાવ અને સદ્ગુરુના આલાદને કારણે ગુરુ શિષ્યને Page #189 -------------------------------------------------------------------------- ________________ (૧૮૬) ભાગવતતો સદેશ જે આપે છે. તે કૃપા છે. સદ્ગુરુ શું આપે, કેવી રીતે આપે તે જણાય નહિ પણ સંત આપતા અને શિષ્યમાં એ જતું એ નિશ્ચિત હતું. જેમ કોઇ છોડનો રોપ એક જગ્યાએથી લઈ બીજે રોપવો હોય તો માટીના પીંડ સાથે છોડને લઇ જઇ, બીજી જગ્યાએ કરેલા ખાડામાં તે છોડને રોપી, પાણી પાવું પડે છે. તેમ આત્મ-અનુભવી જ્ઞાની સદ્ગુરુના હૃદયમાંથી શિષ્યના હૃદયમાં જ્ઞાન રોપિત થતું. એ કાર્ય કેવળ કૃપાથી જ થતું. ધન અહીં કામમાં નહોતું આવતું. અહીં સદ્ગુરુ કૃપા તથા શિષ્યની પાત્રતા, નમ્રતા અને સમર્પણ ભેગાં થઈ કામ કરતાં હતાં. જ્ઞાની સદ્ગુરુ ત્યારે મુમુક્ષુ શિષ્યના માથે હાથ મૂકે, વચનથી કહે, કપાળે સ્પર્શ કરે, શિષ્યને ધઓ કે ટપલી મારે કે માત્ર શિષ્યમાં નયન એકાગ્ર કરે ત્યારે શિષ્યમાં-મુમુક્ષુમાં-જ્ઞાન ટ્રાન્સફર સ્થળાંતર થતું. સદ્ગુરુમાંથી શિષ્યમાં જ્ઞાન-શક્તિ પ્રવેશતી. આ કૃપા હતી. સંતનો આલાદ હતો અને શિષ્યની પૂરી પાત્રતા હતી. •“જીવ લાગી રહ્યો પરભાવમેં, સહ સ્વભાવ - લખે નહીં અપનો, પડીયો મોહ કે દાવમેં.” • પરમાં ન જવું હોય તો ભકિત, સ્વાધ્યાય, (મંત્રજપ, ધ્યાન આદિમાં રહેવું. સુખ અંદરથી આવે છે. • પ્રભુમાં પૂરા ડૂબો તેને સર્વતોભાવથી આધીન બનીને જીવો. • તમારા અને પરમાત્માના સ્પંદનોનું અંતર જેટલું ઓછું એટલો અભેદ. મનના અનેક પ્રકારના વિચિત્ર સ્વભાવમાનો એ પણ એક વિચિત્ર સ્વભાવ છે કે એ પોતાની વાતને પોતાના નામે રજૂ કરે છે. મજબુત પુરુષાર્થ, ધારદાર બુધ્ધિ, ગણતરિપૂર્વકની પ્રવૃત્તિ, પૂરતી સાવધાની હોય છતાં ધારી સફળતા ન મળે પણ નિષ્ફળતા મળે તેવું શા માટે બને છે? કારણ સંપત્તિના ક્ષેત્રે કર્મ મુખ્ય છે, પુરુષાર્થ ગૌણ છે અને ભક્તિના ક્ષેત્રે પુરુષાર્થ મુખ્ય છે કર્મ ગૌણ છે. મુનિ શ્રી ભાનવિજયજી Page #190 -------------------------------------------------------------------------- ________________ (૫૦) આત્માને આત્મા વડે જાણો ભગવદીય પરમાત્માને જે સત્તા ગણે ભગવદીય એટલે ભગવાનનો બનેલો. એવા માણસનું લક્ષણ શું હોય? તેનો ધર્મ શું હોય ? લોકો સાથેનું તેનું વ્યવહારિક આચરણ કેવું હોય? એ ક્યા લક્ષણોના કારણે ભગવાનને પ્રિય બન્યો છે ? આ પ્રશ્નો નિમી રાજાએ નવ યોગીશ્વરોને પૂછળ્યા છે. નવમાંથી શ્રીહરિ નામના યોગી કહે છે : 'રાજન, એકાગ્રતાથી, સાવધાનપણાથી અને ભારે ધીરજથી સાંભળો. પછી તેને જીવનમાં ધારણ કરીને એવું જીવન જીવો. ભગવદીય એ છે જે સર્વ પ્રાણી માત્રમાં એક જ આત્મા બિરાજમાન છે એવો નિર્ણય કરીને પરમાત્માને જ સત્તારૂપગણે છે. અને એ જ રીતે એ જીવન જીવે છે. એ લોકોથી ઉઠેગ પામતો નથી અને એનાથી કોઈને પણ ઉદ્વેગ થતો નથી. પ્રત્યેક માણસની પ્રકૃતિ જુદી - રાજન, જ્ઞાનીને પ્રશ્ન પૂછવાથી એ કંટાળતા નથી. પણ કોઇ વાદવિવાદ કરે તે એ ચૂપ થઈ જાય છે, અથવા કહે છે : “અમે જાણતા નથી. માણસ જીવનમાં જે કાંઇ કરે છે તેનાથી ઉત્પન્ન થતું કર્મ, કાર્યકમ, અને સંસ્કાર લઈને એ જગતમાં આવે છે. પ્રત્યેક માણસનું કર્મ જુદું હોય છે તેથી તેમનો કાર્યક્રમ પણ જુદો જુદો હોય છે. અને તેથી જ દરેકની જાત જુદી હોય છે, પ્રકૃતિ જુદી હોય છે. કોઈ રૂપાળો તો કોઈ કદરૂપો, કોઇ અમીર તો કોઈ ગરીબ હોય છે. કર્મના કારણે તેને આ ઉપાધિ વળગેલી છે. દરેકમાં પરમાત્મા જુઓ - આ ઉપાધિને બાદ કરીને પોતાને અને પ્રાણી માત્રને જુએ તો એને સર્વ બ્રહ્મરૂપ જ દેખાય. ભિન્ન-ભિન્ન આત્મા નહિ પણ એક રૂપ આત્મા દેખાય. જેમ એક હજાર કૂંડા પાણી ભરી મેદાનમાં મૂકો તો એ તમામમાં ચંદ્રનું પ્રતિબિંબ -. . Page #191 -------------------------------------------------------------------------- ________________ (૧૮૮) ભાગવતનો સંદેશ દેખાશે. પણ એકાદ કૂંડામાંનુ પાણી ઢોળાઈ જાય તો તેમાં પ્રતિબિંબ નથી દેખાતું. એ જ રીતે કહેવાય છે કે તારામાં રામ અને મારામાં પણ રામ અને જરાક વિશેષ ધ્યાનથી જોવાથી એ જ આત્મામાં બિરાજેલ પરમાત્મા પણ દેખાશે. જયાં સુધી આમન દેખાય ત્યાં સુધી માણસ એવી ભાવના કરે. માણસે આ પ્રયોગ પોતાના ઘરમાંથી શરૂ કરવો. દરેકમાં એક જ આત્મા અને તેમાં પરમાત્માની સત્તા જુઓ, પછી તમારા પોતાનામાં જુઓ. તો તેમાં પણ આત્મા-પરમાત્મા દેખાશે બસ આવું બનતાં જ જગત પરમાત્મામય જણાશે– દેખાશે. આવું જે માણસને દેખાય છે તે ઉત્તમ માનવ છે. ભગવદીય માનવ છે પ્રત્યેક માણસે આવા બનવાનું છે. અને જો માણસે મરતાં પહેલાં આ અવસ્થા પ્રાપ્ત કરવી હોય તો તે માટે આજથી જ પ્રયાસ કરવા જેવો છે. સંતની તત્ત્વવાતનો અમલ કરો જ્ઞાન સભામાં તત્ત્વની વાત સમજાવવા અનેક દષ્ટાંતો અપાતા. બીજી પણ ઘણી વાતો થતી. ડાહ્યા-સમજુ માણસ માટે આ બધી જ વાતો ઉપયોગની ન હોય. તેને તો જ્ઞાની પાસેથી મુદ્દાની વાત સાંભળી તેનો અમલ કરવાનો હોય. કોઈ વાર વાત કરવામાં વિષયાંતર થાય તો અન્ય જ્ઞાની પુરુષ કહેતા આ બધું બોલવાનું છોડીને મુદ્દાની વાત કરો. આમ અહીં અનેક રીતે જ્ઞાન પામવાનો અને પમાડવાનો પ્રયાસ થતો હતો. જ્ઞાન, ભક્તિ અને કર્મ માર્ગ આ જ્ઞાન સભામાં જ્ઞાન, કર્મ અને ભક્તિમાર્ગના જ્ઞાનીઓ પોતાના માર્ગથી થતાં અનુભવ અને તે માર્ગે ઉપાસના કરવાનું માર્ગદર્શન આપતાં હતાં. જ્ઞાન માર્ગીઓ પરમતત્ત્વ, પ્રગટ બ્રહ્મના સ્વરૂપ અને તેની અનૂભૂતિની બાબત સમજાવતાં હતાં. સેવા-પૂજા, વ્રત-તપ અને સ્વાધ્યાય દ્વારા અહંકારને ગાળવાની પ્રક્રિયા કર્મમાર્ગી સમજાવતાં હતાં. તો પરમાત્મા પરત્વે અનન્ય પ્રેમ, શ્રદ્ધા અને સમર્પણની ભાવનાની પરમ વાતો ભક્તિમાર્ગીઓ સમજાવી રહ્યાં હતાં. આમ, જ્ઞાન, કર્મ અને ભક્તિ એમ ઉપાસના પધ્ધતિના ત્રણેય માર્ગોના સમન્વય દ્વારા પરમ તત્ત્વને કઈ રીતે પ્રાપ્ત કરી શકાય તેની ચર્ચા જ્ઞાનીઓ કરી રહ્યાં હતાં. જ્ઞાન માર્ગમાં ક્યારેક જ્ઞાનનો અહંકાર આવવાનો „ Page #192 -------------------------------------------------------------------------- ________________ ભાગવતતો સદેશ (૧૮૯) ભય છે તો ભક્તિ માર્ગમાં અહંકારને ઓગળવાની બાબત કેન્દ્રસ્થાને હોઈ અહંકાર અહીં આડો આવતો નથી. જ્યારે કર્મયોગમાં નિષ્કામ કર્મ કરવાની કળા જાણી લઈને કર્તાપણું મટાડવાની સાધના થાય છે. કુગુરુ ગોળ ફેરવશે સંપ્રદાયોમાં મૂળ તત્ત્વની નિશ્ચિત વાત નથી. તેથી વાતનો પાર નથી આવતો. ઘાણીનો બળદ જેમ ગોળ ગોળ ફરતો જ રહે છે છતાં મૂળ સ્થાનથી જરાપણ આગળ વધતો નથી. બળદની આંખે ડાબલા પહેરાવ્યા છે તેથી તેને તો દેખાતું જ નથી. એવી જ રીતે કુગુરુઓ શિષ્યોને ગેર સમજના પાટા બાંધી સતત ગોળ ગોળ ફેરવતા રહે છે. પરિણામે તેઓ સતત ભ્રમણામાં જ રહે છે. તત્ત્વને-આત્માને જાણી શકતા નથી. હું કોણ છું શું છે? સ્વરૂપ મારું? ખરેખરતો જેમાં સ્વરૂપ જ્ઞાન અને સ્વરૂપ કેવું છે, તેવી પ્રયોજન ભૂતવાત હોવી જોઇએ. સ્વરૂપજ્ઞાન એટલે મૂળમાં તમે શું છો તેનું જ્ઞાન અને તેનો નિશ્ચય. એ થતાં શરીર એ હું નથી પણ શરીરમાં હું છું. હું આત્મા છું. એ પછી સ્વરૂપ (આત્મા) કેવું છે તેની વાત થાય. આ બે વાતો જ માણસ માટે અગત્યની છે. બીજી વાતો ઓછી જણાશે તો ચાલશે. હું કોણ છું અને મારું સાચું સ્વરૂપ કર્યું. છે તે જ્ઞાન પ્રાપ્તિની પ્રક્રિયા છે. આત્માને આત્મા વડે જણો સંત શ્રીહરિજી કહે છે. જીવનમાં જે પ્રક્યિા જાગતાં થાય છે તેને જાગૃત અવસ્થા કહેવાય છે અને જે પ્રક્યિા ઊંઘમાં ચાલે છે તેને સ્વપ્નાવસ્થા કહે છે. જાણનાર “આત્મા છે, જાણો છે આત્મા,’ તેને જાણવાનો છે. આત્મા વડે. જેમ ચાલતી વખતે લાકડીનો ટેકો લેવો પડે છે તેમ જીવન જીવવા માણસને ઇન્દ્રિયોનો ટેકો લેવો પડે છે. પાંચ ઇન્દ્રિયોથી પાંચ વિષયો, રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ, ભોગવાય છે. ઇન્દ્રિયો કામ ન કરે એતો નથી બનતું, પણ સંયમ સધાય એટલો સમય ઇન્દ્રિયો કામ ન કરે એવું બની શકે. Page #193 -------------------------------------------------------------------------- ________________ - - (૧૦) ભાગવતતો સંદેશ હર્ષ-શોકનકરો ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ કરતા રહેવું સ્વાભાવિક છે. પણ જે વિષયો પ્રાપ્ત થયા હોય તે ચાલ્યા જાય કે પોતાની પસંદગી મુજબ ન થાય ત્યારે માણસ શોક કરે છે. અને પસંદગીની અને અનુકૂળ વિષયો પ્રાપ્ત થાય ત્યારે તે હર્ષ કરે છે. બીજાને પોતાનાથી ઓછા વિષયો મળે તો હર્ષ પામે અને બીજા પાસે પોતાના કરતાં વધુ હોય તો તેના પ્રત્યે ઈર્ષા થાય છે. ખરેખર તો આમાં સુખ-દુઃખ થાય તે વાસ્તવિકતા નથી, પણ કાલ્પનિકતા છે. લોકોને બતાવવા માટે જ માણસ કપડાં, દાગીના વગેરે પહેરે છે. હવે એ કહો કે પોતાને જરૂર હોય એટલા જ ઉપયોગમાં લેવાય તો શો વાંધો? માણસને જે સારું લાગે તે પસંદ કરે તે તેને મળે તો તેને હર્ષ થાય છે. એને જે મળે તો નબળું લાગે છે તેને મળે તો શોક થાય છે. આ કંદ છે. આવું કરનાર પરમાત્માની ભક્તિ, જ્ઞાન કે કર્મની સાધના ન કરી શકે. "અd, • જે કાંઇ કરો તે મોહના ક્ષય માટે જ - ધ્યાનપૂર્વક કરો. સાધનામાં જે પ્રત્યયો થાય છે હું તેમાં ઉત્કૃષ્ટ ચેતનાનાં આંદોલનોને ઝીલવા વાપી સન્મુખ બનવું. જ્ઞાનીનો જે પ્રવાહ તમને પ્રાપ્ત થાય તેને જીવનમાં સ્થિર કરવા પ્રયત્ન કરવો. ૦ દ્રવ્યદૃષ્ટિ, ગુણદષ્ટિ કેળવો. તમે દેવું લક્ષમાં રાખો છો પણ તમારી પાસે છે તે થાપણને જોતા નથી. થાપણને લક્ષમાં લ્યો, જુઓ. દશ ગુણઠાણા સુધી રાગ (લોભી હોય પણ તેની જાત જુદી, સમ્યમ્ દષ્ટિ, દેશ વિરતિને આર્તધ્યાન થાય. સ્વદોષ દર્શન કરી તે દોષ પ્રત્યે સજાગ રહો. નિષ્કપ અવસ્થા એ સાચી અવસ્થા છે. તમે શુભ કે શુદ્ધમાં ડૂબેલા રહો પણ અશુભમાં ન જાવ. શુદ્ધ કે શુભમાં રહેવા પ્રયત્ન કરો ને ઉદયોથી તમારી જાતને અલગ રાખો. વર્તમાનમાં જ પોતાનામાં જીવો. ભૂત, ભવિષ્ય કે પરમાં ન જાવ. મુનિ શ્રી ભાનવિજયજી Page #194 -------------------------------------------------------------------------- ________________ (૫૧) ( સથુરુ શરણ માયાનું હરણ ) ઠંદ્ર કરનાર સાધનાન કરી શકે હર્ષ-શોક એ કંઠ છે. એ કરનાર માણસ ભક્તિ, ધ્યાન ન કરી શકે. જ્ઞાનોપાસનાન કરી શકે. ધ્યાન-ભક્તિ-જ્ઞાનએ સ્વાભાવિક અને સહેલા પણ છે. કેમ કે જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે. પરંતુ ધ્યાન કરવા બેસો ત્યારે, ધ્યાન નહોતા કરતા ત્યારે જે જે ક્યું તે સામે આવે છે. તેથી અનેક વિકલ્પોથાય છે. વિકલ્પો માણસ સતત કરતો હોય છે. પશુઓમાં વિકલ્પ કરવાની વ્યવસ્થા નથી અને ધ્યાન કરવાની ક્ષમતા પણ નથી. માણસ ધ્યાન કરતી વખતે વિકલ્પ ન પડે તેવું ઇચ્છે છે પણ એ થઈ શકતું નથી. વસ્તુને પુદ્ગલ સ્વરૂપમાં જ જુઓ વસ્તુને પુગલ (જડ) સ્વરૂપમાં જ જુઓ, એ પદાર્થ માત્ર જ છે. માટે રૂપું સોનું, રૂપું, પિત્તળ, ત્રાંબુ, લાકડું, વૃક્ષ, ફરનીચર, દાગીના એમ નજુઓ એ માત્ર પુદ્ગલ-મેટર-છે તેમ જ જાણો. જ્ઞાની જગતને આ રીતે જ જુએ છે. ફક્ત ચોખામાંથી એક બહેને પચીસ વાનગીઓ બનાવી હતી. દરેકના જુદા સ્વાદ અને રંગ હતા. ખાંડ એક જ તેમાંથી અનેક વાનગીઓ બને છે. પિતા ખાંડના ઘણા રમકડાં લાવ્યા, છોકરાં ઘણા હતાં દરેકને બધી જાતનાં રમકડાં જોઈતાં હતાં તેનો ઝગડો થયો. પિતાએ બધાં જ રમકડાં પાણીમાં નાખી ઓગાળી નાખ્યા અને દરેક બાળકને એક એક પ્યાલો ભરીને આપ્યો. આમ કરવાથી ઝઘડો જ ન રહ્યો. નામ-રૂપની કલ્પનામાં જ બધા ઝઘડા છે. માટે અખંડ (સમગ્રતાથી) જ જુઓ. વિશ્વને અખંડિતતામાં જુવો સમગ્ર વિશ્વને અખંડિતતામાં જુવો જો તેમ જોશો તો તેમાં માયા, સુખદુઃખ નહિ જોવાય. એ રીતે જોનારો સુખી રહે છે અને તેને દુઃખમાં રામ અને Page #195 -------------------------------------------------------------------------- ________________ (૧૯૨) ભાગવતનો સંદેશ સુખમાં સોની એવો ભાવ નથી આવતો. એને તો હરેક પરિસ્થિતિમાં, હરપળે, દરેક જગ્યાએ રામ જ દેખાય છે. એના ભજનમાં, દર્શનમાં, સાધનામાં આહલાદ, સંતુષ્ટિ હોય છે. મીરાં દુઃખી નહોતી. એ ગાતી હતી ‘ઝેરના પ્યાલા પીધાં અમે અમૃત જાણી.’ અને પીધાં પણ ખરા. જેલમાં પૂરેલા સોક્રેટીસને મિત્રો-ચાહકો નાસી જવા કહે છે પણ તે નથી જતા. જેલર આપે છે તે ઝેરનો પ્યાલો ગટગટાવે છે અને સ્વસ્થતાથી પ્રાણ છોડે છે. મીરાં ઝેરને અમૃત ગણી પી ગઈ છતાં તેને કશું ન થયું તે વાતને લોકો ચમત્કાર ગણે છે. પણ જે દેખાય છે તેવું હોતું નથી એ સમજનારને પીડા નથી થતી. ભક્તિ દુઃખ હરે છે હજારો સંતો ભેગા થઈ જ્ઞાન ચર્ચા કરે ત્યાં મનનો મેળો હોય છે. ત્યાં મૌનનું પ્રાધાન્ય હોય છે. જ્યારે સંસારીઓ ભેગા થાય ત્યાં કોલાહલ હોય છે. માણસ દુઃખના મૂળ કારણને જાણવા પ્રયાસ નથી કરતો તેથી તેને જીવનમાં દુઃખ જ દેખાય છે, એ દુઃખથી પીડાય છે. દુઃખને હરનાર છે. ભક્તિ આસક્તિ વિનાનું જીવન. પણ તેવી સ્થિતિમાં માણસ જઈ શક્તો નથી તેને માયાનો અવરોધ નડે છે. માયાના અનંત સ્વરૂપ છે તે વર્ણવવા કઠિન છે તેવું વેદાંત કહે છે. આકર્ષણ મનને થાય છે અંતરિક્ષજી નામના મુનિ કહે છે: પંચમહાભૂત નજરે દેખાય છે. તેની રચના સ્ત્રી, પુરુષ, બાળક, સુંદર, આકર્ષક કે મનોહર હોઈ શકે છે. પરંતુ આ સ્વરૂપમાંથી આત્મા નીકળી ગયા પછી તેને ઘરમાં રાખી ન શકાય. આ જગતમાં રહેવાનો તેનો એક માત્ર આધાર આત્મા છે. આત્મા ગયા પછી તો તેને સ્મશાનમાં જ લઇ જવો પડે ત્યાં બાળવો કે દાટવો પડે. આ સ્થૂળ શરીર સાથે પાંચ કર્મેન્દ્રિયો અને પાંચ જ્ઞાનેન્દ્રિયો અને એક મન મળીને અગિયાર સાધનો મળે છે. આને એકાદશી કહે છે. આ સાધન પ્રાપ્ત માનવોમાં પ્રકૃતિદત્ત સત્ત્વગુણ, રજોગુણ અને તમો ગુણ ઓછા વત્તા પ્રમાણમાં હોય છે. ઇન્દ્રિયો જે જાણે છે તે મન પાસે રજુ કરે છે. જેમકે આંખ જાણે, જુએ છે કે સામે બરફી પડી છે. એ સંદેશો મનને આપે છે. મન જીભને અને હાથને સંદેશો પાઠવે છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ (૧૩) - - ભાગવતતો સદેશ જીભ રસ ઝેરવે છે અને હાથ બરકી મોમાં મૂકે છે. વસ્તુનું આકર્ષણ તો મનને થાય છે. માયા માણસને વશ કરે છે શરીરનું અભિમાન માણસને પ્રથમ થાય છે. બીજાં અભિમાન તો પછી છે. દેહાભિમાની માણસ પણ સત્કર્મો તો કરે છે, પણ એ સકામ એટલે ફળેચ્છાથી કરે છે. અહને વશ થવાથી ફળાકાંક્ષા જાગે છે. તેવાકર્મમાં કર્તાભાવ આવે છે તેનાથી ઉત્પન્ન થતું કર્મ એ માણસને અશુભ ગતિમાં જ લઈ જાય છે. આ રીતે માયામાં વારંવાર ઢળવાના કારણે તે પુણ્યની સાથે પાપ પણ મેળવે છે. પરિણામે જગતમાં તેનું આવાગમન ચાલુ જ રહે છે. આવી રીતે માયા માણસને વશ કરે છે છતાં માણસ માયાના પાશમાંથી છૂટવાનો પ્રયાસ કરતો નથી. માણસ ગુણાતીત બને માણસમાં અહમ્ ધનનો લોભ હોય એ “રજો ગુણ છે. સંતસમાગમ, પ્રાર્થના, સ્વાધ્યાય, ધ્યાન, પરોપકાર હોય એ સત્ત્વ ગુણ છે, અતિ ભોગેચ્છા, પ્રમાદ ‘તમોગુણ છે. આ ત્રણે ગુણો અન્યમાં અને પોતાનામાં જણાય તે છતાં માણસ માયામાંથી છૂટવા પ્રયાસ નથી કરતો. માણસમાં પ્રકૃતિના આ ત્રણે ગુણો મિશ્ર હોય છે. એક ગુણ પ્રધાનપણે હોય છે. માણસે ક્રમશઃ તમોગુણમાંથી રજો ગુણમાં અને તેમાંથી સત્વગુણમાં પ્રવેશ કરવો જોઇએ. અંતિમ સાધના ગુણાતીત થવાની હોવી જોઇએ. માયા પતિની ઓળખ કોણ આપે? સંત હરિજી કહે છે: “માણસને માયા સ્પષ્ટ દેખાય છે. પણ બ્રહ્મને કયારેય જોવો નથી. માણસે એ સમજવાનું છે કે માયા છે તો માયા પતિ’ પણ છે. એ માયાના સ્વામી છે. એ જ બ્રહ્મ છે. જો માણસ માયાના પતિ બ્રહ્મપરમાત્મા-તરફ લક્ષ રાખે તો માયામાંથી છૂટી શકે. જેમ સ્ત્રીનું તમામ લક્ષ તેના પતિ તરફ હોય છે. પ્રશ્ન થાય કે માયા પતિની સમજ, તેની ખબર કેવી Page #197 -------------------------------------------------------------------------- ________________ (૧૯૪) ભાગવતતો સંદેશ રીતે પડે? એ ખબર ગુરુથી પડે છે. સદ્ગુરુને માધ્યમ બનાવો માણસ ઉપર માયાની સત્તા અને માયા ઉપર ભગવાનની સત્તા છે. માયામુક્ત થવું હોય તો પરમાત્માના શરણે જાવ. માણસ જ્યારે પણ પરમાત્મ સન્મુખ થવા, તેની પાસે જવા કોશિશ કરે છે ત્યારે માયા પોતાના તમામ શસ્ત્રો સજીને માણસને કહે છે : “મને મૂકીને ન જવાય.’ પણ જો માણસનું માધ્યમ સદ્દગુરુ હોય તો તેઓ માયાના લક્ષણો ઓળખાવી માયાથી દૂર રહેવાના ઉપાયો બતાવી, માયા પતિ પાસે લઇ જાય છે. જ્ઞાનાગ્નિમાં સર્વ કર્મ બળે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું: ‘મામેકં શરણં વ્રજ.’ આનો અર્થ માણસો ખોટો કરે છે કે : બધા ધર્મો છોડી મારા શરણમાં આવે.” ખરો અર્થ એ છે કે : પ્રકૃતિના ત્રણે ગુણો (ધર્મો) છોડીને મારા (ભગવાનના) શરણે આવે.’ આ રહસ્ય સદ્ગુરુ જણાવે છે. સદ્દગુરુને સ્વીકારો તો તેમની આજ્ઞા પાળજે. અહીં કુ ગુરુ અ સદ્ગુરુની વાત નથી પણ સદ્ગુરુ જે આત્મજ્ઞાની છે તેમની વાત છે. જેમ અગ્નિમાં બધું જ સળગી જાય છે તેમ સદ્ગુરુ જે જે જ્ઞાન આપે છે તેના અગ્નિમાં (જ્ઞાનાગ્નિમાં) સર્વ કર્મો બળે છે. સદ્ગુરુનું શરણ માયાનું હરણ જે આચરણ કરવાથી રાગ-દ્વેષ તૂટે છે તે કરવાનું સદ્ગુરુ કહે છે. જો સર શરણ લઈ તેમની આજ્ઞાએ ચલાય તો દુષ્કર માયા જરૂર જીતાય. કારણ તેમની કૃપા એવી બળવાન છે. સદ્ગુરુને મળતાં માણસ પરમાત્મા તરફ વળે છે, જગત તરફથી મોં ફરી જાય છે અને પછી તો માયાને ભાગવું પડે છે. કારણ માણસના હૃદયમાં એકને જ સ્થાન છે તે માયા પતિ પરમાત્માને ગ્રહણ કરે પછી માયા રહી જ ન શકે. માયાને કેમ જીતવી તેવાં નિમરાજાના પ્રશ્નનું સમાધાન શ્રી હરિજી નામના સંતે આ પ્રમાણે સમજાવીને આપ્યું. Page #198 -------------------------------------------------------------------------- ________________ (પર) ( એવો માણસ બ્રહ્મ તરફ જ જાય ) બ્રહ્મ સત્ય જગત મિથ્યા નવ યોગીશ્વરોને સાધકોએ પ્રશ્ન કર્યો છે કે : “સામાન્ય માણસો સરળતાથી ભવ પાર ઊતરે તેવો માર્ગ બતાવો.” યોગીશ્વરોએ જે કહ્યું એ જ આદ્ય શંકરાચાર્યજીએ કહ્યું છે કે કરોડો ગ્રંથોમાં જે કહ્યું છે તેનો સાર હું અર્ધા શ્લોકમાં કહું છું બ્રહ્મ સત્ય જગત મિથ્યા.' જગતમાં દર અઠવાડિયેએ દસ હજાર પુસ્તકો પ્રગટ થાય છે છતાં આ પાયાની વાત પ્રગટ નથી થઇ. બ્રહ્મ એટલે “પરમ તત્ત્વ” એટલે કે હોવાપણું. જેને પ્રાપ્ત કરવા માણસો સંસાર છોડી એકાન્ત, ધ્યાનમાં જાય છે. તેનો કોઈ આકાર, પ્રકાર નથી. તેનામાં વિકાર નથી. અનંતકાળથી એ છે, અનંતકાળ એ રહેશે. એગણિતની પેલી પાર છે. ભર્તૃહરિ કહે છે: “એ પરબ્રહ્મદેશ અને કાળથી પર છે. આપણે કાળમાં જીવીએ છીએ. મિથ્યા એટલે કે નહિ તેવું જગત આપણને દેખાય છે ખરું પણ મિથ્યા છે. મિથ્યા એટલે કે નહિ તેવું. જે કાયમ જ ન રહેવાનું હોય તેના પ્રત્યે આસક્તિ શા માટે કરવી? બહાર ગામ તમે મહેમાન કોઈના થયા. યજમાનનું ઘર તમને ગમી ગયું તેથી શું એ તમારું થઇ જાય? ના. એ ઘર સદાકાળ તમારું નથી. એમ જગત તેની માયાને કારણે આપણને પોતાનું જણાય છે પરંતુ જીવનું સાચું ઘર તો તેનું આત્મસ્વરૂપ બ્રહ્મ તત્ત્વ જ છે. પોતે જ પોતાને પ્રાપ્ત કરવાનો છે, પોતાના ઘરમાં જવાનું છે. નમ્ર બનો આત્મા, કર્મ અને મોક્ષ એ ત્રણ શબ્દો બી, જૈન અને સાંખ્ય દર્શનના છે. જો તમે શરીર નહિ પણ આત્મા છો તેવો નિર્ણય નર્યો હોય તો તમે અધ્યાત્મનો પાયો ખોદ્યો નથી તેમ કહેવાય. ભગવાન કૃષ્ણ ભગવદ્ગીતામાં અર્જુનને કહ્યું : ‘તવિદ્ધિ તે તત્ત્વને જાણ એટલે કે આત્માને જાણ કેવી રીતે તેને જાણવો? તો કૃષ્ણ કહે છે: “પ્રણિપાતન પરિપ્રશ્નન સેવયા.” એટલે કે આત્મજ્ઞાની સંત પાસે જાવ અને અત્યંત નમ્રતાથી તેમને પ્રણિપાત (પ્રણામ) કરીને, સેવા કરીને, પછી Page #199 -------------------------------------------------------------------------- ________________ - - - (૧૬) ભાગવતતો સદેશ તેમને આત્મા વિષે પ્રશ્ન કરો. અહંકાર ઓગળવો અઘરો છે અને અહંકાર નમ્ર થવા દેતો નથી. અહંકારી માણસ સંસાર છોડી સાધુ બને તો પણ તેનામાંથી અહંકાર જતો નથી અને નમ્ર બનતો નથી, પરિણામે પોતે આત્મા છે તેવો નિશ્ચય થતો નથી. કામના પૂરી થતી જ નથી - નરસિંહ મહેતાએ કહ્યું: ‘જ્યાં લગી આત્મા તત્ત્વ ચિન્યો નહિ ત્યાં લગી સાધના સર્વ જૂઠી.” ચિન્યો એટલે ચિંતન થયા પછી તેનો અનુભવ થવો. આત્માનો નિશ્ચય થાય પછી વચ્ચે આવે છે કર્મ એટલે માયા. એ દૂર કરવાનો ઉપાય કરવાનો છે. યોગીશ્વર કહે છે : “લોકો કામનાઓથી બંધાયેલા છે. બંધન પદાર્થમાં કે વ્યક્તિમાં નથી પણ કામના એટલે આકાંક્ષામાં છે. માણસે એ વિચાર કરવા જેવો છે કે એણે જે પહેલી કામના કરી હતી. તે ક્યારે પૂરી થઇ? તેનો જવાબ એ હશે કે : “એ કામના હજુ સુધી પૂરી નથી થઈ. તો હવે કહો બીજી કામનાનો વારો ક્યારે આવશે? કામના નથી એ શાંતિ મેળવે ભગવદ્ગીતા કહે છે: “જે માણસ પ્રત્યેક કર્મને બાળીને ભસ્મ કરે છે તે શાંતિ મેળવે છે. એટલે કે બધી કામનાઓથી મુક્ત બને છે. કામનાઓથી બંધાયેલો આત્મા અનેક પ્રકારના કર્મો કર્યા કરે છે. તેમાં સત્કર્મો હોય અને દુષ્કર્મો પણ હોય છે. માણસ એટલી બધી પ્રવૃત્તિ કરે છે કે તેની પાસે આત્મા વિષે સમજવાનો, તેના વિષે કંઈ કરવાનો સમય જ નથી. આવા માણસો નિરાંતે ખાતા પણ નથી. ખૂબી જુઓ. ખેતરમાં વહેલી સવારથી મહેનત કરતો ખેડૂત જમવાનો સમય થયે માટી ઉપર બેઠો-બેઠો ‘ભાત’ની રાહ જુએ છે. તેની મા, બહેન, ભાભી કે પત્ની ભાત લઈને આવે છે. એ ભાતમાંનો રોટલો, મરચું અને ગોળના ટૂકડોને પણ ખૂબ રસથી ખાય છે. એનામાં બીજું ખાવાની કામના જ નથી એથી એ આવી શાંતિ પામ્યો છે. જીવાત્મા અનેક કામનાઓ રાખે છે અને કામ કરે છે. આમ કરવાથી પોતાનું દુઃખ દૂર થશે અને સુખ મળશે તેમ માને છે. પરંતુ પરિણામ એની માન્યતા કરતાં વિપરીત જ આવે છે. નાશવંત સુખ ન આપી શકે ધર્મશાસ્ત્રો, સંતો તો કામના નહિ કરવાનું કહે છે પણ માણસનો પોતાનો Page #200 -------------------------------------------------------------------------- ________________ ભાગવતનો સંદેશ (૧૭) અનુભવ પણ આ જ વાત કરે છે. માટે સકામ કર્મમાં ફસાયેલા માણસો કર્મનું વિપરીત પરિણામ જાણીને ફરીથી વિચાર કરે કે : “ધન પ્રાપ્ત કરવું સહેલું નથી, મળ્યા પછી સાચવવું સહેલું નથી અને મૃત્યુ પછી એ ધન અને તેનાથી મેળવેલા પદાર્થો સાથે લઈ જવાતા નથી. ધન, ઘર, વ્યક્તિઓ કે અન્ય પદાર્થો નાશવંત છે. તો એ કેવી રીતે સુખ આપી શકે? અને સ્વર્ગની પ્રાપ્તિ થાય તો તે પણ પુણ્યનો ક્ષય થયેથી કાળે કરીને જાય છે. માયામુક્ત બ્રહ્મને પામે નિમી રાજાને નવ યોગીશ્વરોના બોધથી ખાત્રી થઇ ગઇ કે પરાત્પર બ્રહ્મને પ્રાપ્ત કરવા જોઇએ. એ પ્રાપ્તિ આ માનવ દેહમાં જ થઈ શકે છે. તેનો ઉપાય છે માયાથી મુક્તિ મેળવવી તે. માયા મુક્ત થવાની પ્રકિયા એટલે સાધના હવે કરવાની છે. જેમ વાસણ ઘસીએ છીએ ત્યારે ઉપરનો મેલ જતાં વાસણ ઊજળું બને છે. એટલે કે ખરેખર તો મેલ ઘસીએ છીએ. એ જ રીતે માયાને ઘસીને કાઢવાની છે. એ માટે સર્વ પ્રથમ મનની શુદ્ધિ કરવાની છે. સત્કર્મ મન શુદ્ધિ કરે સકામ કર્મથી મન શુદ્ધિ થતી નથી. એ માટે નિષ્કામ કર્મ કરવું જોઇએ. સાથે તત્ત્વનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરવું જોઇએ. એમ કરવાથી ચિત્ત શુદ્ધિ થાય છે. ભૌતિક અપેક્ષા રાખીને થતું કર્મ કદાચ સફળ થાય પણ તેનાથી અંતઃકરણમેલું થાય છે. વળી મનમાં એવો વિચાર આવે કે જો બદલાની આશા જ ન રાખવાની હોય તો કર્મ શા માટે કરવું ? એ વિચાર બરાબર નથી. કેમકે અંતઃકરણની શુદ્ધિનો વિચાર કરી સત્કર્મ કરાય તો અંતઃકરણ શુદ્ધ તો થાય જ, ઉપરાંત પુણ્યવૃદ્ધિ થાય અને પાપ નષ્ટ થાય. ભલે એ મેળવવાની સત્કર્મ કરનારને અપેક્ષા જ ન હોય. જેમ તલ, એરંડા પીલવાથી તેલ સાથે ખોળ મળે છે. એવો માણસ બ્રહ્મ તરફ જ જાય માનવ દેહ, પાંચે ઇન્દ્રિયોની પૂર્ણતા અને સરળતાથી આજીવિકા પ્રાપ્ત થવી એ પુણ્યથી થાય છે. શરીર, ઇંદ્રિયો અને મનથી જ સાધના કરીને, નિષ્કામ કર્મ કરીને અંતઃકરણ શુદ્ધિ તો કરાય જ. મૃત્યુ પછી સ્વર્ગ મળે તો પણ અંતઃકરણ શુદ્ધ હોવાથી તેમાં આસક્તિ થતી નથી. એવો માણસ જીવનમાં દુરાચાર ન કરે કે ભોગોમાં ન ડૂબે અને ધીરે ધીરે બ્રહ્મ તરફ જ જાય. Page #201 -------------------------------------------------------------------------- ________________ (પ3) સરળને પરમાત્મા મળે સુખ બ્રહ્મ પ્રાપ્તિથી મળે છે - બ્રહ્મને પ્રાપ્ત કરવા માટે શું કરવું? એ લક્ષ્ય ઇચ્છુક માનવ એવી એક ચેતનાના સંબંધમાં આવે જેનો સંબંધ એ બ્રહ્મ સાથે હોય. માણસે હજારો માણસો સાથે સંબંધો જોડ્યા પણ આવી પરમ ચેતના સાથે સંબંધ જોડ્યો નથી. આ ચેતના જોડે લૌક્કિ સબંધ ન હોય છતાં અતૂટ સંબંધ હોય. એટલે કે જેને કશું મેળવવાની ઇચ્છાનથી એવા આત્મજ્ઞાની પુરુષ સદ્ગુરુ તરીકે મળવા જોઈએ. જેમની પાસેથી અતીન્દ્રિય શક્તિના સંકેતો-આંદોલનો-આવે છે, એ આંદોલનો ઝીલવાની તેમનામાં શક્તિ છે એવા સગુરુનું તેણે શરણ લેવું જોઇએ. અનેક ભૌતિક પદાર્થો પાસે હોય તેથી સુખ વધતું નથી, જીવન સરળ થતું નથી. સુખ અને સરળતા તો બ્રહ્મ પ્રાપ્તિથી મળે છે. સદ્ગુરુ શિષ્યના વિકાસે કાઢે છે આત્મજ્ઞાની સદ્ગુરુ શિષ્યના દોષો કાઢે છે પણ તેની ખુમારી ઓછી થવા દેતા નથી. સૌ પ્રથમ તેનો અહંકાર ત્યાર પછી બીજા વિકારો કાઢે છે. શબ્દબ્રહ્મ, પરબ્રહ્મનો પ્રગટ નુભવ કર્યો છે તેવા સદ્ગુરુ અગાધ જ્ઞાની છે. તે અનેક શાસ્ત્રો જાણે છે પણ જાણકારીનો આગ્રહ, મતાગ્રહ કે કદાગ્રહ તેમનામાં નથી. એ ક્યારે પણ અમે કહીએ છીએ તેવું નથી કહેતા પણ ભગવાન પતંજલિ, ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર, ભગવાન રામ કે ભગવાન કૃષ્ણ આમ કહ્યું છે એમ કહે છે. કેમ કે સર્વ ધર્મ તરફ તેમને સમભાવ છે તેથી તેમનામાં કોઇની પ્રત્યે પૂર્વગ્રહ નથી રહ્યો. તેઓ જાણે છે કે સત્ય તો એક જ છે પણ તેને કહેનારા અને કહેવાની ભાષા અલગ-અલગ છે. તેથી વિવિધતા આવે છે. આ કારણે જ શબ્દ બ્રહ્મનો મહિમા છે. શાસ્ત્રો વાંચીને માહિતી મેળવનારને આત્મજ્ઞાન મળતું નથી. એની પાસે જ છે તે ફકત માહિતી જ્ઞાન છે, અનુભવ જ્ઞાન નથી. તેથી તે શબ્દોમાં રમે છે. પરમાત્માના હજારો નામ છે. એ જાણવાથી કે બોલવાથી કાંઈ બ્રહ્મજ્ઞાની થવાનું નથી, પણ તેના Page #202 -------------------------------------------------------------------------- ________________ ભાગવતનો સંદેશ (૧૯) અનુભવથી તે જ્ઞાન આવે છે. સદ્ગુરુ પરમાત્માને પ્રિય છે સદ્દગુરુએ પરબ્રહ્મ પરમાત્માના આશયથી પૂર્ણતા પ્રાપ્ત કરી છે અને પૂર્ણ શાંતિ અનુભવી છે. આવા સદ્ગુરુ-સંત હંમેશા પરમાત્માની સાથે ઐક્યભાવથી જીવે છે. આથી જ સરુનો આશ્રય શાંતિ અને શીતળતા આપે છે. ‘શાંતિ પમાડે એને સંત કહીએ,’ આવા અધિકારી સદ્ગુરુ પણ સત્પાત્ર શિષ્યની શોધમાં હોય છે. જીવનમાં આવાસરુમળી જાય તો, તેમના વચનો, આશા અને બોધનું પાલન મન વચન અને કાયાથી કરવું. નિષ્કપટ ભાવે અને શરણાગત ભાવે તેમની સેવા કરતાં કરતાં અહંકાર ઓગળે છે. સદ્ગર કરુણા સિંધુ હોઇ, શિષ્ય ઉપર કૃપા કરીને તેને પરમાત્મા તરફ દોરી જાય છે. આમ સદ્ગુરુની સેવાથી જ અહંકાર ઓગળે છે. સદ્દગુરુકણાની, પ્રેમની અને સત્યની જીવંત મૂર્તિ છે તેથી જ તે પરમાત્માના પણ પ્રિય છે. સંતવ્યમાં ઊતરીને જ્ઞાન મેળવવાનું છે - સંતો પાસે મતાગ્રહ મૂકીને જ જવાય. તેમનો વધુને વધુ લાભ લેવા નમ્રતા સભર, જાણકારી બાજુમાં મૂકીને, ખાલી મન કરીને, મૂકીને જવાનું હોય, એમ કરાય તો જ સંતનું જ્ઞાન મેળવી શકાય. એટલે કે માયાને બાજુમાં મૂકીને સંત પાસે જવાનું. માયાને તરવા માટે જ, જેમણે માયા જીતી છે તેમનું શરણું લેવું પડે. એ અઘરું કામ છે. સાધુ જેણે સંસાર છોડયો છે, તેને પણ માયા પજવે છે. સંત જેમણે માયા જીતી છે તે, સત્પાત્ર શિષ્યને, પોતાના જીવ કરતાં પણ વધારે વહાલા હોવા જોઇએ. એમ થાય તો જ એ સંતદ્દયમાં ઊતરી શકે અને તેમનું જ્ઞાન પામી શકે. સરળને પરમાત્મા મળે શિષ્ય પોતાની સરળબુદ્ધિથી અને નિષ્કપટભાવે પ્રત્યેક ક્રિયાથી સદ્ગુરુની સેવા કરવી. તેમની સૂચના પ્રમાણે પૂજા, ધ્યાન કરવું. પોતાની જરૂરિયાત-ખાવું, પીવું, ઊંઘવું એ પણ સદ્ગુરુની સેવા ગણીને કરવી. તે જ રીતે સદ્ગુરુની અંગ સેવા પણ દંભ, આડંબર વિના કરવી. જો એ સેવામાં Page #203 -------------------------------------------------------------------------- ________________ (૨૦૦) ભાગવતો સંદેશ દંભ કે ભેદભાવ આવશે તો શિષ્યની સાધનામાં અવરોધ આવશે. માટે શિષ્ય સરળ બનવું પોતાની બુદ્ધિને પણ સરળ બનાવવી. જે શિષ્ય આમ કરે છે તેના ઉપર પરમાત્મા જલ્દીથી પ્રસન્નતા વ્યક્ત કરે છે, કબીરજી કહે છે : સંત મળે તો સાહેબ જરૂર મળે, પણ દંભ હશે તો નહિ મળે.’ પરમાત્મા સંપર્કની આ અદ્ભુત રીત છે. દુઃખી ન થાવ ભક્તો ઉપર ભગવાન સતત કૃપા વરસાવતા રહે છે. કેમ કે તેમને સંતો અને ભક્તો બહુ જ વહાલા છે. માટે બાળક જેવી સરળતા ધારણ કરીને જ જીવનનાં બધાં કાર્યો પરમાત્માનાં ગણીને કરો. શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ કહ્યું છે. પરમાત્માને પીડાન આપો.” આવું કેવી રીતે કરશો? જો તમે દુઃખી થશો તો પરમાત્માને પીડા થશે. માટે સરળ બની પ્રસન્નતા મેળવો. મનને જગતમાંથી ખેંચી પરમાત્મા સાથે જોડો ધ્યાન વડે પરમાત્મા મળે છે માટે જેને અધ્યાત્મનો આરંભ કરવો છે તેણે બધી જગ્યાએથી મનને પૂર્ણપણે ખેંચી લેવું, અનાસક્ત બનવું. તમને શામાં શામાં આસક્તિ છે તેની નોંધ કરશો તો બહુ લાંબી યાદી બનશે. આ મન પહેલેથી જ વસ્તુ, વ્યક્તિ અને સંયોગોમાં આસક્ત છે. આવા ભંગાર અને મલિન મનને પરમાત્માભિમુખ બનાવવા, સંત અને મુમુક્ષુઓ ઉપર અત્યંત પ્રેમ રાખો. આમ પણ આ બંને પાત્રો પ્રેમ કરવા જેવો જ છે. ચેતનાને પ્રભુમાં ડૂબેલી રાખવી તેમ કરવાની આંનદ પ્રાપ્ત થશે. જેમ દીવીમાં રહેલા ઘીમાં વાટ ડૂબલી રહે છે તો પ્રકાર આપે છે, પણ ઘી બળીને વાટ ઉપર રહે કે વાટને કાઢી લ્યો પછી પ્રકાશ મળતો નથી. એજ રીતે પ્રભુમાં ચેતનાને ડૂબલી રાખીને કાર્ય કરવું. પરિણતિની કોમળતા એ તો આ જીવનની અણમોલ મૂડી છે. મુનિ શ્રી ભાનુવિજયજી Page #204 -------------------------------------------------------------------------- ________________ (૫૪) આજ્ઞા પાળે તે કૃપા પામે સંતો નિરપેક્ષ હોય છે માયાને વશ કરવી અઘરી છે તેવું સંતો કહે છે, જગત કહે છે, પણ એને જીતવાની રીત જાણવા માટે પરબ્રહ્મના અનુભવી સંતનું શરણ જરૂરી છે. સંતને સત્પાત્ર શિષ્ય શોધવાની બહુ મહેનત નહિ ઉઠાવવી પડે, કારણ જેવા સંત પોતે જ સત્ શિષ્યને શોધતા આવે છે. સાત વર્ષના એક બાળકને સંત દાદુએ જોયો. બાળકની માને સંતે કહ્યું: “મા, આ બાળક મારો છે, મને આપી દે.’ માએ બાળક આપી દીધો. દાદુ પાસે એ બાળક વિખ્યાત સંત થયો. સત્પરુષ એમની પાસે રહેલું અમૃત, પાત્ર વ્યક્તિને આપવા ઇચ્છે છે. સંત અમૃત પીએ છે અને જગતને પાય છે. બદલાની અપેક્ષા વિના જગતને એ સતત આપતા રહે છે. સંત નિરપેક્ષ છે. પરમ શાંત એવા સંતને વૃત્તિ પજવતી નથી. સંતોએ જો એમની પાસેનું અમૃત આપણને પાયું ન હોત તો આત્મા-પરમાત્માની વાત કોણ સમજાવત? વેદાંતનો શ્રોત્રિય’ એટલે ધર્મશાસ્ત્રનો જ્ઞાતા અને બ્રહ્મ નિષ્ટ એટલે બ્રહ્મને જાણી તેનામય રહેનાર. પોતાને બ્રહ્મનો અનુભવ હોવા છતાં, શાસ્ત્રજ્ઞ હોવા છતાં સંતો જ્યારે મુમુક્ષુ શ્રોતાઓને કહે છે ત્યારે પોતે કહે છે તેવું નથી કહેતા પણ આ ગ્રંથમાં આમ કહ્યું છે, ભગવાન મહાવીરે આમ કહ્યું છે, આ સંત આમ કહેતા હતા એવું કહે છે. સુધર્માસ્વામીજખ્ખસ્વામીને કહે છે ભગવાન મહાવીર પાસેથી અમે જે સાંભળ્યું છે તે તમને કહીએ છીએ. આવી જ વાત રામાયણ અને મહાભારતમાં છે. જ્ઞાની સંતો આવા સરળ અને નિરપેક્ષ હોય છે. શબ્દની મર્યાદા છે. ગંગો માણસ ગોળ ખાય તેનો સ્વાદ માણે પણ તેનું વર્ણન ન કરી શકે. એવી જ રીત પરબ્રહ્મ પરમાત્મામાં જેઓ ઠર્યા છે. તેઓ શબ્દોમાં તેમની અનુભવની સ્થિતિનું વર્ણન નથી કરી શકતા. એમણે જે પ્રાપ્ત કર્યું છે તેને વર્ણવવા શબ્દો ટૂંકા પડે છે. જેને કિંમતી હીરો જડે છે તે કોઈને બતાવતો નથી Page #205 -------------------------------------------------------------------------- ________________ (૨૦૨) ભાગવતનો સંદેશ પણ છૂપાવે છે. તેમ જેણે આ પરબ્રહ્મ રત્ન મેળવ્યું, અનુભવની તાળી જેને લાગી તે શબ્દમાં નહિ પણ સાનમાં સમજે છે અને સમજાવે છે. તેમનામાંથી પ્રગટ થતા આંદોલનો પાત્ર શિષ્ય ઝીલી લે છે, અને સમજી લે છે, ઉકેલી લે છે. શિષ્ય ગુરૂને આ ત્રણ અર્પણ કરે આવા બ્રહ્મનિષ્ટ-શ્રોત્રિય સદ્ગુરુ પ્રાપ્ત કરીને તેમના ચરણમાં પાત્ર શિષ્ય ત્રણ વસ્તુઓ અર્પણ કરે. એ વસ્તુઓ જગતનો કોઈ પદાર્થ નથી, નાણું કે દશ્ય પદાર્થ નથી અને સદ્ગુરુને તે તરનું કોઇ લક્ષ્ય નથી. પણ શિષ્યને એવો આનંદ થાય છે કે સદ્ગુરુના ચરણોમાં હું એવું તો શું આપું જેનાથી તેમને આનંદ થાય અને મારા ઉપર કૃપા વરસાવે. જે ત્રણ વસ્તુઓ અર્પણ કરવાની છે તે આ છે. (૧) સ્વચ્છંદતા (૨) પોતાનો મત અને (૩) આગ્રહ. સદ્ગુરુ શિષ્યોના દોષ દૂર કરે છે જૈન પરંપરામાં શિષ્યો પ્રભાત- વિધિ કરીને સદ્દગુરુ પાસે આવે અને પૂછે કે: ‘ગુરુદેવ, આજ આખા દિવસમાં મારે શું કરવું?” ત્યારે ગુરુ કોઈને શ્લોકો મોઢે કરવા કહે, કોઈને શાસ્ત્ર વાંચન કરવા કહે, તો કોઈને કાજો-કચરો કાઢવા પણ કહે. જે શિષ્યને જેની જેવી જરૂરી એવું કરવા કરે. શિષ્યો હોવા છતાં પણ જે કામ તેમને સોંપાયેલું હોય તે કામ તેમને જ કરવું પડે. તેમ કરવાથી તેમનામાં અહમ્ રહ્યો હોય તે ઓગળે કે બહાર આવે જ. આજ્ઞા પાળે તે કૃપા પામે પોંડીચેરીના અરવિંદ આશ્રમમાં એક મોટા જજ આવેલા. એમણે માતાજીને કહ્યું: “મા, કામ આપો.' મા એ કહ્યું: જે લોકો જમી રહ્યા છે તેમના થાળી, વાડકા ઉપાડી સાફ કરો.’ એમને આવું કામ કરતા જોઇ ઘણાને આશ્ચર્ય થયું. પણ આ તો કામ કરતા જ રહ્યા. અને માની, શ્રી અરવિંદની કૃપાને એ પામ્યા. પણ જેઓને આવું કામ કરવું ન ગમે અને એ કામને બદલે બીજું કામ માગે તો તેમને સદ્ગુરુ કામ કરવાની ના નથી કહેતા, બીજું કામ પણ આપે છે. પણ બીજું કામ માંગનારનો અહમ્ ઓગળતો નથી માટે તેઓ જ્ઞાન પામી શક્તા નથી. Page #206 -------------------------------------------------------------------------- ________________ ભાગવતનો સંદેશ (૨૦૩) સ્વછંદતા ગુરુ ચરણે મૂકો અત્યાર સુધી જીવાત્મા પોતાના ઈદે ચાલ્યો છે. સદ્ગુરુ એક જીવતું જાગતું એવું મશીન છે જે શિષ્યના વિચારો, તેની પ્રકૃતિને જાણી લે છે. એનામાં રહેલા દોષોને સદ્દગુરુ જાણી લે છે, તે કાઢવા માટે જ તેને સેવાનું કામ બતાવે છે. જેમકે અહંકાર જેનામાં ભરેલો છે એને કાજો (કચરો) કાઢવાનું કે સેવાનું કામ તેઓ બતાવે છે. અને તે કામ કરાવીને ગુરુ શિષ્યનો અહમ્ તોડે છે. આધ્યાત્મિક સાધનામાં સાધકને શું ગમે છે તે મહત્ત્વનું નથી પણ તેને શું નડે છે તે મહત્ત્વનું છે. એથી જ સરુના ચરણમાં સૌ પ્રથમ મૂક્વા જેવી વસ્તુ સ્વચ્છંદતા છે. મત, માન્યતા ને આગ્રહ છોડો ધર્મની ઘણી વ્યાખ્યાઓ સાંભળી અને વાંચી પણ ખરી વ્યાખ્યા તો એ છે કે સદ્ગુરુની આજ્ઞા પ્રમાણેનું વર્તન કરવું. ભાગવત કહે છે તમે તમારા ઈદે ઘણું ચાલ્યા છો, તમે ઘણી સાધનાઓ કરી છે, પણ તે સ્વચ્છેદે જ કરી છે, માટે પ્રથમ એ છોડો. પછી તમારા મત’ અને ‘માન્યતા છોડો. તમારો મત સત્ય શોધવા કામમાં નહિ આવે. સત્ય મતાધીન નથી. સત્ય માટે માન્યતાનું કોઈ ચોકઠું કામમાં નહિ આવે. આમ હોવા છતાં માણસ પોતાના ચોકઠામાં સત્યને ફીટ કરવાની કોશિશ કરીને સત્યને અસત્યમાં ફેરવે છે. આનંદધનજી કહે છે : “જેને પૂછો તે પોતાનો જ મત કહે છે, સનથી કહેતો.’ આ મત અને માન્યતા સત્યને શોધવામાં વચ્ચેનડે છે અને આગ્રહ એટલે પોતાનું ધાર્યું કરવાની ટેવ, એ પણ છોડવાનો છે. આસક્તિ છોડો તો બ્રહ્મ મળે જેને માયા છોડવી છે, બ્રહ્મ મેળવવો છે, એ આસક્તિ છોડે. જો એ જશે તો પૂજા, જપ, ભજન, ધ્યાન સારાં થશે. વૈરાગ્ય દઢ થશે. વૈરાગ્ય શબ્દ જગતથી નાસી જવા માટે નથી. પણ રોકાયેલું મન છૂટું થાય એ માટે છે. આસક્તિમય મન પૂજા, જપ, ભજન, ધ્યાનમાં જઇ શકતું નથી, તેમાં કરી શકતું નથી. માટે અગાઉની ભરેલી આસક્તિ છોડતા રહો અને નવીને પ્રવેશ ન કરવા દો. ભરેલી આસક્તિ ન છૂટે તો તેનું રૂપાંતર કરો. એટલે કે પદાર્થ અને વ્યક્તિ તરફની આસક્તિને પરમાત્મા તરફ ફેરવો. આમ પરિવર્તિત થયેલી Page #207 -------------------------------------------------------------------------- ________________ (૨૦૪) ભાગવતો સદેશ આસક્તિને અનુરાગ કહેવાય છે, એટલે કે પરમાત્માના પરમ પ્રેમમાં ફેરવી છે એમ કહેવાય. ભક્તિમાં પરમાત્મા નિરાકાર છે માટે એ પરમ પ્રેમ, આત્મજ્ઞાની સંત, સદ્ગુરુ તરફ ફેરવો તે ભક્તિ છે. અને છેલ્લે પ્રાણી માત્ર તરફ ફેરવો. આમ પરમાત્મા, સંત, ભક્ત અને પ્રાણી માત્ર તરફ આસક્તિ જવાથી તેનું બળ તૂટશે. એ તમને-સાધકને પજવી શકશે નહિ. પરિણામે સાધકની આધ્યાત્મિક યાત્રા નિર્વિઘ્ન, સરળતાથી ચાલી શકશે. આત્મ-સંવાદ પ્ર. કોઈ આપણી ભૂલ કાઢે તેથી ખોટું લાગે તો કરવું? જ. તમારી ભૂલ તરફ કોઇ ધ્યાન દોરે તો નમ્રતાપૂર્વક સ્વીકાર કરવો જોઇએ અને ભૂલ શોધી કાઢનારને ધન્યવાદ આપવો જોઇએ. ખોટું લાગે છે તેનું કારણ આપણામાં અસ્વીકારનો ભાવ છે. પ્ર. ફક્ત આપણી ભૂલબતાવતો આપણો ઉત્સાહ ભાંગીન જાય? જ. જો ખરેખર ભૂલ હોય અને એ કોઇ સમજાવે તો ઉત્સાહ વધે. પ્ર. આપણે નવાણું ટકા સારા કાર્યો કરીએ છતાં એક ટકા માટે આપણી ભૂલ જ કહ્યા કરે તો શું કરવું? એ સામી વ્યક્તિની ભૂલછે, એની કુટેવ છે, એનાથી આપણે ઉત્તેજિત નથવું જેમ કુતરું ભસે તો આપણે કંઇ ભસવા જઇએ છીએ? પ્ર. અંતરમાં એક ભાવ રહ્યા કરે છે કે આપણી કદર કરે, કદાચ કારણે જ દુઃખી થઈએ છીએ. કારણ કે તમે બીજાના આધારે જીવો છો. અપેક્ષા જ તમામ દુઃખોનું મૂળ છે. પ્ર. આપણને ખ્યાલ આવે કે આ ભાવના કારણે દુઃખી થઈએ છીએ, અશાંતિ અનુભવીએ છીએ. છતાં પ્રસંગ-ઘટના નિમિત્ત મળતા તેની અસરથી દુઃખી થઇએ છીએ. | જ. આ બધા માટે તમે તૈયાર છો. કોઇ નિમિત્ત મળવું જોઇએ. મુનિ શ્રી ભાનુવિજયજી Page #208 -------------------------------------------------------------------------- ________________ (પપ) મન શાંત કરો ) દંભીને અનુભવનો આનંદ નથી મળતો નવ પરમહંસો અને નિમી રાજા વચ્ચે સંવાદ ચાલી રહ્યો છે. રાજાએ પ્રશ્ન ર્યો: ‘જેમણે સત્સંગ કર્યો છે, પરમ તત્ત્વને જાણે છે, સત્યનો ભણકારા સાંભળ્યો છે તેમને ભાગે હવે એક જ કામ બાકી રહ્યું છે, તે છે તત્ત્વને જાણીને અનુભવવાનું. પરંતુ જો માયાનો અંશમાત્ર અંધકાર રહી જાય તો તેની અનુભૂતિ ન થઈ શકે. એને માયાને તરવાના માટે શું કરવું? એક પરમહંસે કહ્યું માયાના બંધનોમાંથી પૂર્ણ રૂપે મુક્ત ન થયેલ હોય તેવા દંભી લોકો પણ તત્ત્વની વાતો કરતા હોય છે. તેમની વાતોમાં માત્ર શબ્દ જ્ઞાન જ હોય છે પણ પ્રક્યિામાં કાંઈ નથી હોતું. અનુભવનો આલાદ, પરમ આનંદ તેમની પાસે નથી. ધ્યાનથી મોહ તૂટે છે ખરેખર તો મનમાં રહેલ મોહના ગઢમાં તેની સાધનાએ, તેના તત્ત્વ ચિંતને કેટલાં ગાબડા પાડ્યાં તે જોવાનું રહે. મોહનો કિલ્લો એમને એમ રહ્યો હોય, અંદરથી મોહ તૂટ્યો ન હોય ત્યાં સુધી તેણે કરેલી સાધના સારા પ્રમાણમાં ફળી ન કહેવાય. તત્ત્વ ચિંતન કાયાવિત થયું ન કહેવાય. મોહ અંદરથી તૂટે તો જ તેની શક્તિ ક્ષીણ થાય અને તે જાય. આ પ્રક્રિયા ધ્યાન દ્વારા જ થાય છે. મનને તાલમાં લાવવું પડે સાંભળવું ઘણું સહેલું છે. કલાકો સુધી સાંભળી શકાય. પણ એક જ કલાક સતત ધ્યાન કરવાનું હોય તો મન સ્થિર નથી રહેતું. ત્યારે વારંવાર ઘડિયાળ સામું જોવાઈ જાય છે. જેમ વાવણી કરીને અનાજ બરાબર ઉત્પન્ન કરવું હોય તો સમયસર ખેતરને ખેડીને, કાંટા, કાંકરા, નિંદામણ કાઢીને તાલમાં લાવવું પડે, તેમ જ પરમાત્મ તત્ત્વની અનુભૂતિ કરવી હોય તો પ્રથમ જીવનને અને મનને તાલમાં લાવવાં પડે. તેમાં રહેલા દોષો વિકારોને વીણી વીણીને કાઢવા પડે. તાલમાં લાવેલી જમીનમાં બીજ વાવી, પાણી પાઇ, વાડ કરીને સતત Page #209 -------------------------------------------------------------------------- ________________ (૨૦૬) ભાગવતતો સદેશ જાગૃત રહી ચોકી કરે જેથી હરાયા ઢોર ખેતરમાં પેસી પાક બગાડે નહિ. એ જ રીતે સાધક દોષો કાઢી. સત્કર્મનું બીજ વાવી, ધ્યાનનું ખાતર, પાણી આપી જાગૃતિની વાડ કરી નવા કોષોને મનમાં ન આવવા દે તો તત્ત્વને જાણી શકે. મનમાં રહેલા વિકારો કાઢવા પડે ભગવાન શ્રીકૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે કે : “મનને અભ્યાસ અને વૈરાગ્યથી વૃત્તિ વગરનું બનાવવું પડે. પછી એ મન ધ્યાન કરીને તત્ત્વને પામી શકે. એટલે કે તેને જોઇ, જાણી, અનુભવી શકે. અનેક દિશામાં દોડતા મનને એક જ દિશામાં વાળવું પડે. પૂરી શક્તિથી બધી જગ્યાએથી મનને પૂર્ણપણે ઉપાડી લેવું પડે. મનને જ્યારે જ્યારે પરમાત્મામાં વાળવાનો પ્રયત્ન કરાય છે ત્યારે મન વળી વળીને જગતના વિષયોમાં, માયામાં જવાનો પ્રયત્ન કરે છે. મન વસ્તુ, વ્યક્તિ અને સંયોગ તરફ જાય છે. ત્યાંથી મનને વાળવા માટે મમત્વ, મારાપણું, મૂછ મનમાંથી કાઢવાં પડે. આ કાઢવાથી મન શુદ્ધ થાય. શુદ્ધ મનમાં ધ્યાન લાગે. અને ધ્યાનમાં જ તત્ત્વ મળે. જેમ વસ્ત્રને રંગવું હોય તો તેમાં રહેલો મેલ અને રંગકાઢવાં પડે. આનંદધનજી કહે છેઃ મનને, અંતઃકરણને પરમાત્મભક્તિથી રંગવું હોય તો મનમાં રહેલો કચરો (વિકારો) કાઢવા પડે. જેમ ઘરના ઓરડામાં લીંપણ કરવું હોય તો જૂના લીંપણના પોપડા ઉખેડવા પડે છે. આમ અંતઃકરણનો મળ ગયા પછી જ ધ્યાન લાગે છે અને ધ્યાનમાં જ તત્ત્વ જેવું છે તેવું અનુભવી શકાય છે. સ્વધર્મ કરો સ્વધર્મનું આચરણ કરવું એ આત્માનો સ્વભાવ છે. એ સુપેરે કરવા માટે મનને વિકલ્પ અને વાસનામાં જવા દેવું ન જોઈએ. જ્યાં માણસ ઊભો છે તે ભૂમિકાનું પ્રાપ્ય કર્તવ્ય કરવું તે માણસનો મુખ્ય ધર્મ છે. જેમ કે બિમાર વ્યક્તિ માટે ડૉકટર ભગવાન છે અને સારવાર આપવી એ ડૉકટરનું ર્તવ્ય છે, તેનો સ્વ ધર્મ છે. શિક્ષણ અને ધર્મજ્ઞાન બીજાને આપવું એ બ્રાહ્મણનો સ્વધર્મ છે. પિતાનો સ્વધર્મ છે કુટુંબનું પાલન-પોષણ, માનો સ્વધર્મ બાળકોનો પ્રેમ ભર્યો ઉછેર અને તેમને સુસંસ્કારનું રોપણ. Page #210 -------------------------------------------------------------------------- ________________ (૨૦૦) ભાગવતનો સદેશ સહનશીલતા મોટું તપ છે જીવનમાં ગમતાં-નગમતાં બનાવો, પ્રસંગો આવ્યા જ કરતા હોય છે. હર્ષ અને શોકના પ્રસંગો તેમાં હોય છે. મહાભારત કહે છે : “શોકના પ્રસંગો હજારો આવે છે, હર્ષના ઓછા આવે છે. તે વખતે મન વ્યાકુળ ન થાય તેવી સમજણ કેળવવી, સહનશીલતા કેળવવી. માણસે એ જોવા જેવું છે કે પૃથ્વી કેટલું બધું સહન કરે છે. તેની જેમ માણસ સહન કરે. પછી પરિસ્થિતિ ગમે તેવી હોય. અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગોમાં મન ગમો કે અણગમોન કરે, ઉદ્વિગ્ન નબને, હર્ષના આવેશમાં ન આવે. ટીવીમાં મન હતું તેથી પરીક્ષાના પરિણામમાં ઓછા ટકા આવ્યા તેથી પિતાએ ઠપકો આપ્યો. પુત્ર સહન કરી શક્યો અને તેણે આપઘાત કર્યો. આવી વાતો પેપરમાં આપણે વાંચીએ છીએ. માણસની સહન કરવાની ક્ષમતા દિવસે દિવસે ઓછી થતી જાય છે. તેથી આવું જોવા મળે છે. પણ જો સમજણ કેળવાય તો શાંતિપૂર્વક સહન કરવાની ટેવ પડે છે. સહનશીલતાએ તપ છે. સુખ અને દુઃખ, હર્ષ અને શોક, ગમો અને અણગમો, ઠંડી અને ગરમી, જીવન અને મૃત્યુ એ તંદ્ર છે. એ સહન કરવાં એ તપ છે. એના. જેવું મોટું તપ બીજું નથી. તપથી મન શાંત થાય મનોવૈજ્ઞાનિકો કહે છે કે ધરતી ઉપર એવો કોઈ પણ માણસ નહિ હોય જેણે જીવનમાં એકાદ વખત પણ મરવાનો વિચારન આવ્યો હોય. માંદો માણસ ઉપવાસ કરે એ તપ નથી. સ્વસ્થતા હોય, સહનશીલતા હોય, સાથે સમજણ હોય એ તપ છે. આવા તપથી મન શાંત બને છે. કોઇનો દ્રોહ ન કરવો, દગોન કરવો, વિશ્વાસ ભંગ ન કરવો. થાય એટલી બીજાની સેવા કરવી પણ દુઃખ કોઈને પણ ન જ આપવું. એવું જીવન જીવાય તો મન શાંત બને છે. પ્રકૃતિ નિયમાનુસાર કામ કરે છે મનને ઉત્તેજિત ન થવા દેવું. જીવનમાં બધું જ મન ગમતું થાય તેવી કોઈ પણ ખાત્રી ભગવાને નથી આપી. તેથી સદા ગમતું જ નથી બનતું અને અણગમતું બનતું રોકી નથી શકાતું. ગમો-અણગમો, હર્ષ-શોક એ કાંઈ Page #211 -------------------------------------------------------------------------- ________________ (૨૦૮) ભાગવતતો સદેશ વાસ્તવિકતા નથી. પ્રકૃતિ પોતાના નિયમ અનુસાર કામ કર્યા કરે છે. એમાં માણસનું કાંઈ પણ ચાલતું નથી. નમ્ર અને નિરહંકારી બનો જે બને છે તેની ખબર માણસને આગળથી નથી મળતી. અણગમતા બનાવથી દુઃખ થાય અને ગમતા બનાવથી હર્ષ થાય એ અહંકારની નિશાની છે. અહંકાર કાઢયા પછી જ મન શાંત બને છે. સંત લાઓત્યે કોઈ જાહેર પ્રસંગમાં જાય ત્યારે જોડા કાઢવાની જગ્યાએ જ બેસતા, જેથી ત્યાં કોઈ બેસવા આવે નહિ અને તેમને કોઇ ઊઠાડે નહિ. આવું નિરહંકારીપણું આ મહાન તત્ત્વજ્ઞાનીમાં હતું. શાણા માણસો કામ કરતાં પહેલાં ઘણા માણસોને પૂછી લે છે જેથી તેમના તરફથી વાંધા ન આવે. આ સમજપૂર્વકની નમ્રતા અને નિરહંકારીપણું છે. સમજણ કેળવો હર્ષ પ્રસંગે છકી ન જાવ, વિષાદના પ્રસંગે નંખાઇ ન જાવ. પૈસો, સત્તા, ધન, રૂપ પચાવવાં અઘરાં છે. પણ શાંતિથી મનને ડહોળ્યા વિના જીવવું હોય તો એ પચાવવાં જ પડશે. હર્ષના પ્રસંગો ભગવદ્ કૃપાએ મળ્યા છે તેમ માનો અને વિષાદના પ્રસંગો કર્યજનિત માની બૈર્ય ધારણ કરો. આવી સમજણથી વિપરીત પ્રસંગે વિષાદ નહિ થાય અને અનુકૂળ પ્રસંગે આસક્તિ નહિ થાય. ધ્યાન માટેનું સ્થળ મનને આવું તૈયાર કર્યા પછી તત્ત્વને પામવા ધ્યાન માટે યોગ્ય જગ્યા શોધો. જયાં એકાંત હોય, શુદ્ધતા હોય, દુરાચારી વ્યક્તિઓની અવરજવર ન હોય એવા શાંત, પવિત્ર અને નિર્સગિક સ્થળની પસંદગી ધ્યાન માટે કરો. માણસે ધરતીને સ્વચ્છ નથી રાખી, તેનું મૂળ સ્વરૂપ બગાડી નાખ્યું છે. તીર્થ આધ્યાત્મિક વાતાવરણ મળે તે માટે બન્યાં પણ માણસે ત્યાં પણ વ્યાપારીકરણ ક્યું છે. પણ એકાંતમાં કોઈ ડુંગર ઉપર, દૂર કોઇ નદી કિનારા ઉપરનું તીર્થ, જ્યાં જ્ઞાની પુરુષોએ તપ કર્યું હોય, તેઓ જમ્યા હોય કે ત્યાં દેહ વિલય થયો હોય તે સ્થળ ધ્યાન માટે ઉત્તમ છે. સાધનાના સમયે ચોખ્ખાં, સાદા, ઢીલાં તેમજ ઋતુને યોગ્ય વસ્ત્રો મદદ કરે છે. સાદાઈ જીવનનો અલંકાર છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ (૫૬) સકળ સુખ શ્રી હરિના ચરણે સમરસ અને પ્રેમરસ એ શ્રેષ્ઠ રસ છે - યોગી સંત પ્રબુદ્ધજી રાજાનીમિને બોધ આપી રહ્યા છે માત્ર શરીરને જોનારો જડબુદ્ધિ છે અને શરીરમાં રહેનારાને જોનારો સૂક્ષ્મબુદ્ધિ છે. શરીર આત્મા વડે જ જીવે છે તો પણ માણસને આત્માની પ્રતીતિ નથી. જગતમાં ઘણા રસ છે તેમાં શ્રેષ્ઠતમ રસ છે “સમરસ’ અને ‘પ્રેમરસ.” બહારની ઉપાધિઓને એક પછી એક બાદ કરતાં જે તત્ત્વ બાકી રહે છે તે આત્મા તમારામાં અને પ્રાણી માત્રમાં વસે છે, એ વાત પ્રથમ બુદ્ધિથી સમજવાની અને પછી સ્વીકારવાની છે અને માન્યતાઓ છોડવાની છે. એમ કરવાથી સમરસ”, “પ્રેમરસ મળે છે. ભેદને ભેદીને આત્મ તત્ત્વ જુવો એક જ ઘરમાં એક જ બાપના પાંચ છોકરા સાથે રહેતા હોય તો પણ તેમની દરેકની પ્રકૃતિ જુદી-જુદી હશે. પ્રત્યેક વસ્તુમાં ફરક હોય છે. એક વૃક્ષ ઉપર લાખો પાંદડામાં બે સરખાં પાન હોતાં નથી. આ પ્રકૃતિનો નિયમ છે. ફરક જોયા પછી આસક્તિ ઊભી થાય છે. અનેક આકારમાંથી માણસે પસંદગી કરવાની હોય છે તેથી કંઢ પણ થાય છે. ભેદ થાય છે. એટલે જ રાગ (આસક્તિ) અને દ્વેષ થાય છે. આને ભેદીને આનાથી ભિન્ન જે આત્મ તત્ત્વ રહેલું છે તેને જોવાનું, જાણવાનું અને સ્વીકારવાનું છે. આ જ છે યથાર્થ જ્ઞાન. પણ કેટલાક માણસો જમીને ઘરેથી નીકળી બજારમાં બંધ દુકાનના પાટીયા ઉપર બેસીને બ્રહ્મજ્ઞાનની વાતો કરે, છેલ્લે પાણી-પૂરી ખાઈ ઘેર જાય છે. આ છે તેમના જ્ઞાનની ઇતિશ્રી. યથાર્થ જ્ઞાનની અવસ્થા માણસમાં જે આત્મા છે તે પ્રાણી માત્રમાં છે. પણ જ્યાં સુધી માણસ Page #213 -------------------------------------------------------------------------- ________________ (૨૧૦) ભાગવતનો સંદેશ પોતાનામાં આત્માને જોતો નથી ત્યાં સુધી તેને પ્રાણીમાત્રમાં આત્મા દેખાતો નથી. પ્રાણીમાત્રમાં આત્મા છે એમ સમજીને જીવનારે પછી સર્વત્ર આત્માની સત્તા છે તેમ જોવાનું છે. આ સમ્યગુ જ્ઞાન-યથાર્થજ્ઞાનની અવસ્થા છે. આત્માની સત્તા સર્વત્ર જોવાશે ત્યારે અંદરથી એક રસ પ્રગટશે તે છે ‘સમત્વરસ.” એટલે કે આત્માથી ભિન્ન રસને બાદ કરતાં કરતાં પોતાને પોતાનામાં, સર્વમાં અનુભવવો તે. એને તમે બ્રહ્મ કહો કે “સમ.’ સમ એટલે વિષમભાવથી રહિતજો તમે વિષમભાવથી ભોજનને જોશો તો જાડી રોટલી, ઠંડી દાળ અને કડક ચોખાદેખાશે. પણ સમભાવથી જોશો તો તે પોષણ આપતું ભોજન દેખાશે. પ્રાણીમાત્ર માટે વિષમ ભાવ ન ઊઠે તેવી અંદરની અવસ્થાને સમત્વ કહેવાય છે. અર્જુનને ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું: ‘યોગના પ્રકારો કેટલા?” ભગવાને કહ્યું : “ સમત્વમ્ યોગ ઉચ્યતે” સમત્વ એ જ યોગ છે. સમત્વ એટલે વિષમભાવ, ભેદભાવ વગરની આંતરિક અવસ્થા. સબકો સન્મતિ દે ભગવાન માણસ સતત વિષમભાવમાં જ રહે છે અને અશાંત બને તેવું તેનું આયોજન હોય છે. શાંત અવસ્થા સમરસમાંથી આવે છે. પ્રત્યેક ઉપાધિઓ બાદ કરતાં કરતાં છેલ્લે જે નિરવશેષ રહે છે તે આત્મા છે. તેને સર્વમાં જોવો તે સમરસ છે. એવી અવસ્થા પ્રાપ્ત થઈ છે કે સર્વમાં અને સર્વત્ર હું જ છું તેવું જ દેખાય, તેવું જ અનુભવાય. હવે કહો આમ જોનારને કોના ઉપર ઠેષ થાય? એ કોઈ ઉપર વેર-ઠેષ કરી નહિ શકે. વિષમભાવ પણ તેનહિ કરી શકે. એનું મન શુદ્ધ-નિર્મળ થયેલું છે. આ અવસ્થાને જ ગાંધીજી સન્મતિવાન અવસ્થા કહે છે. તેથી તોતે કહેતા હતા કે “સબકો સન્મતિ દે ભગવાન.” આ અવસ્થા આવ્યા પછી તે વ્યક્તિમાં વિષમભાવ, સુખ-દુઃખ, માન-અપમાન રહી શકતાં નથી. સમરસ કેવી રીતે મળે માણસ બધું છોડીને ‘સમરસ –‘પ્રેમરસ' કેવી રીતે મળે તેનો જ વિચાર કરે. એ માર્ગ અને સત્ શાસ્ત્રોમાંથી મળી શકશે. મૂળભૂત સત્ય તરફ જોનાર Page #214 -------------------------------------------------------------------------- ________________ ભાગવતનો સંદેશ (૨૧૧) સશાસ્ત્ર છે. અને હિંસા, અસત્યાચરણ કરવાથી પણ મોક્ષ મળે એવું કહેનાર અસશાસ્ત્ર છે. સશાસ્ત્ર પ્રત્યે માણસ અંતરમાં શ્રદ્ધા રાખે. જેમ સોય હાથમાંથી નીચે કચરામાં પડી જાય તો ન જડે પણ જો સોયમાં દોરો પરોવેલા હોય તો જડી જાય છે. એવી જ રીતે મનને સશાસ્ત્રમાં પરોવેલું રાખો. અને તેનું પરમ શ્રદ્ધાપૂર્વક શ્રવણ, મનન નિદિધ્યાસન કરીને પરામર્શ કરો. અન્ય શાસ્ત્રોની નિંદા, ટીકા, ટિપ્પણ નહિ કરવી. જો કરશો તો મન અશુદ્ધ બનશે. જે કરો તે પરમાત્માને અર્પણ કરી જે ક્યિા કરવી જ પડે તે કરવી, પણ તે તમામ ક્યિા તમે પરમાત્માને અર્પણ કરો. હવે વિચારો કે પરમાત્માને આપવાની ક્યિા કેવી કરવી જોઇએ? ઉત્તમ જ કરવી જોઇએ ને? પહેલાં આવો નિર્ણય કરો પછી શ્રેષ્ઠ રીતે ક્રિયા કરીને તે પ્રભુને–પરમાત્માને અર્પણ કરો. - ઘરમાં મા એકલી જ હોય તો ઠંડી રોટલીથી તે ચલાવી લે છે પણ જો દીકરા-દીકરી, વહુ, પતિ હોય તો તે સંપૂર્ણ રસોઈ બનાવે છે, શ્રેષ્ઠ રીતે સારું ભોજન બનાવે છે. એવી જ રીતે પરમાત્માને અર્પણ કરવાની ક્યિા, વ્યવહાર પરમાર્થ તમામ ક્યિા શ્રેષ્ઠ રીતે કરવી. જે પોતાને અત્યંત પ્રિય હોય અને સારું હોય તે જ પરમાત્માને અર્પણ કરાય. આમ કરવા પાછળ સમર્પણનો એક ભાવ છે. એટલે જ પરમાત્માને પ્રસાદ ધરાવ્યા પછી તમે એકલા નથી ખાતા પણ બધાને વહેંચો છો. છેલ્લે જે રહે છે તે તમે લ્યો છે. સકળ સુખશ્રીહરિના ચરણે પરમાત્મા જેનો પ્રાણ છે તેને મન તો સકળ સુખ શ્રી હરિના ચરણે એવો ભાવ જ હોય છે. ભગવાન જ તેનો એક માત્ર આધાર હોય છે અને ભગવાનનું પ્રગટ સ્વરૂપ એવા સંતનો સત્સંગ કરે છે. આવા ભાવવાળા માણસો સાથે જ તેને મિત્રતા હોય છે. જેમના ભવનો અંત આવી ગયો છે તેવા સંત તમને મળે તો તેમની નિરંતર સેવા કરજો અને પરમાત્માને સતત હૃદયમાં રાખી સામાન્ય માણસની સેવા કરજો. આ જ છે માયામુક્તિનું સાધન, મોક્ષનું સાધન Page #215 -------------------------------------------------------------------------- ________________ (૦૧૨) ભાગવતો સંદેશ ર૦૧૪ ટoes newાજકારણ પાટણ 'ગ્રંથ સંપાદન સમિતિ પ.પૂ. સાધ્વીજી પ્રિયદર્શનાશ્રીજી મહારાજ સાહેબ શ્રી નરેન્દ્રભાઈ હીરાલાલ ગાંધી એડવોકેટ શ્રી મધુસૂદન કૃષ્ણલાલ સોની વ્યાપારી પાટણ શ્રી રાઈબહેન ઈશ્વરલાલ પટેલ નિવૃત્ત આચાર્યા પાટણ શ્રી રમીલાબહેન મટુલાલ ગાંધી નિવૃત્ત આચાર્યા સિધ્ધપુર શ્રી શરદભાઈ પી. શાહ એડવોકેટ મહેસાણા શ્રી મુકુંદભાઈ પી. બ્રહ્મક્ષત્રિય નિવૃત્ત આચાર્ય પાટણ શ્રી ડૉ. શોભરાજભાઈ તારાચંદ કોટક એમ.એસ. (ગાયનેક) ડીસા શ્રી ડૉ. મહેન્દ્રભાઈ ચંદુલાલ શાહ એમ.બી.બી.એસ. અમદાવાદ શ્રી પ્રહલાદભાઈ ડાહ્યાભાઈ સોની અગ્રગણ્ય વ્યાપારી પાટણ ૯ ક : ક : ક 'સર્વમંગલમ આશ્રમ - સાગડિયાનું મુખપત્ર પરમ તત્વ | તેનું કોઈ લવાજમ નથી. તે નીચેની રીતે મળી શકે છે. (૧) રૂા. પ૦૧/- આપી કોઈ પણ એક અંકના સ્પોન્સર થવાથી પરમ તત્વ'ના અંકો છે. અને આશ્રમ પ્રકાશિત પુસ્તકો આજીવન ભેટ મેળવી શકાય છે. તેને માટે સર્વમંગલમ આશ્રમ'એ નામનો પાટણની બેકનો ડ્રાફટ મોકલવો. (૨) રૂા. ૧૦૧/- કે તેથી વધુ રકમ અંકને ભેટ મોકલવાથી આપનારનું નામ એક અંકમાં છપાય છે અને તે અંક તેમને ભેટ મોકલાય છે. (૩) 'સર્વમંગલમ્ આશ્રમ'-સાગોડિયાની સાયગ જ્ઞાન પ્રસારણ યોજના'માં રૂા. ૧૦૦૧/ આપી સભ્ય થવાથી ભારતમાં અને રૂા. પ૦૦૧/- આપી સભ્ય થવાથી પરદેશમાં આ અંકો અને આશ્રમ પ્રકાશિત પુસ્તકો ભેટ મેળવી શકાય છે. તેને માટે સર્વમંગલમ આશ્રમ એ નામનો પાટણની બેંકનો ડ્રાફટ મોલકવો. (૪) સર્વમંગલમ્ પરિવાર આશ્રમ'-પાટણમાં રૂા. ૧૦૦૧/- આપી આજીવન સભ્ય થઈને ભારતમાં અને રૂા. પ૦૦૧/- આપી સભ્ય થવાથી પરદેશમાં આ અંકો તથા આશ્રમ પ્રકાશિત પુસ્તકો ભેટ મેળવી શકાય છે. તેને માટે સર્વમંગલમ્ પરિવાર આશ્રમ’એ નામનો પાટણની બેંકનો ડ્રાફટ મોકલવો. ખાસ : આ તમામ યોજનાઓના લાભ લેવાના પરિણામે આશ્રમના આજીવન સભ્યોને આશ્રમ પ્રકાશિત પુસ્તકો અને એકો વિના મૂલ્ય ભેટ અપાય છે. ઉપરાંત આશ્રમમાં આવતા પ્રત્યેક મુમુક્ષુઓને આશ્રમ પ્રકાશિત પુસ્તકો માત્ર અરધી કિમતે વેચાતાં અપાય છે. : : F-35. * ::: : - ** જિક : : : ::: દિક કડક નવસારીના સોનાનો લસોટીવાવો પાણી ટપ. કોન on ouપર Page #216 -------------------------------------------------------------------------- ________________ ભાગવતનો સંદેશ (૨૧૩) ssssssssss r [કામ, * ** ': આશ્રમની પ્રવૃત્તિઓ : સર્વમંગલમ આશ્રમ ઈ. ટેક્સ માફી સર્ટી. ને, EXEMO.H9-133 190), ૯૩/૯૪ તા. પ-૧૦-૯૪ સોસાયટી એક્ટ રજિ. નં. EGUJ / MEH. છે ટ્રસ્ટ રજિ. ન. એફ-૮૦ મહેસાણા ( શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક ધ્યાન કેન્દ્ર : ધ્યાન, સ્વાધ્યાય અને સંશોધન • શ્રી વીતરાગ આરાધના કેન્દ્ર : (ધ્યાન મંદિર) ભગવાન પાર્શ્વનાથનું મંદિર • વીતરાગ વિજ્ઞાન કેન્દ્ર અને શ્રીમદ્ રાજચંદ્ર જીવન દર્શન (મ્યુઝીયમ) • ઓડિટોરીયમ (થીએટર) સાધકોના આધ્યાત્મિક વિકાસ માટે સમ્યગ જ્ઞાન પ્રસારણ યોજના : આધ્યાત્મિક પુસ્તક પ્રકાશન • ભારતીય તત્ત્વજ્ઞાન કેન્દ્ર : આશ્રમ મુખપત્ર “પરમતત્ત્વ' પ્રકાશન • સદ્ભુત અભ્યાસ વર્તુળઃ પૂ. ગુરુજીની વાણીનું પુસ્તક દ્વારા પ્રકાશન, ધ્યાન શિબિરોનું આયોજન • શ્રી ગુરુવાણી : પૂ. ગુરુજીની વાણીનું પ્રસારણ (ઓડિયો તથા વીડીયો) • બુનિયાદી માધ્યમિક તાલીમ શાળા, કોઠુર શિક્ષણ કેન્દ્ર, છાત્રાલય, પુસ્તકાલય, પાઠ્યપુસ્તક ભંડાર, સ્વનિર્ભર પ્રાથમિક શાળા. - નૂતન કુમુદ ગૌશાળા • પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - શ્રી એમ. વસા પરિવાર મોબાઈલ મેડિકલ યુનિટ. સાધક કુટીર : સાધકોને રહેવાની સગવડ અને માર્ગદર્શન • અતિથિગ્રુહ • વાનપ્રસ્થ આરાધના કેન્દ્રઃ વૃધ્ધો અને સાધકોને આરાધના કરવાની અને રહેવાની સગવડ • પૂ. પિતાશ્રી ચિમનલાલ છગનલાલ શાહ અને પૂ. માતુશ્રી નિર્મળાબેન ચિમનલાલ શાહ ભોજનાલાય હરિઓમ સહાય યોજનાઃ મધ્યમ અને નિરાધારોને સહાય મંદ બુધ્ધિ અપંગ સહાય યોજના શિક્ષણ વિધવા સહાય યોજના : તેજસ્વી વિધાર્થીઓને અને નિરાધાર વિધવાઓને સહાય સાવમગલામ મારામ કે સામોડિયાતા. માણે ઉગ ૩૪પ, કોન (૦૨erદી રહપ૯૪ : STEES Iti | સર્વમંગલમ પરિવાર આશ્રમ ટ્રસ્ટ રજિ. નં. ૩૮૫, મહેસાણા. તા. ૨૨-૯-૧૯૯૪ ટ્રસ્ટ રજી. નં. ઈ-૧૨૩૦, પાટણ ૦ દર રવિવારે પ.પૂ. ગુરુજી મુનિશ્રી ભાનવિજયજી મહારાજ અને ડૉ. મહેન્દ્રભાઈ શાહના) આધ્યાત્મિક પ્રવચનો. દર બુધવારે આધ્યાત્મિક પુસ્તક ઉપર ડૉ. શ્રી મહેન્દ્રભાઈ શાહનો સ્વાધ્યાય | અષાઢ સુદ-૧૧થી શરૂ થતી પૂ. ગુરુજીની આધ્યાત્મિક ચાતુર્માસ પ્રવચનમાળા • વિવિધ ઉત્સવોનું આયોજન ૦ આજીવન સભ્યોને ભેટ પુસ્તકોનું આયોજન ૦ સંતો અને વિદ્વાનોના પ્રવચનોનું અને રેકોર્ડીંગનું આયોજન ૦ આધ્યાત્મિક પુસ્તક પ્રકાશન, વિતરણ તથા વેચાણ આયોજન ૦ સાધકોને રહેવાની સગવડ અને પ.પૂ. ગુરુજીનું માર્ગદર્શન. જ સપક , છેસામાલમ પરિવાર માધ્યમ વેરાઈ ચકલી, પાટણ (4 ગ.) તા. 6 પાટણ. ૩૮૪૫, ફોન :(૦૨૯૬૬) રર૦૦૩૦) સાતવારનવારવવવવવાવાળા વવવવવવવવવ વવાર Page #217 -------------------------------------------------------------------------- ________________ (૨૧૪) ભાગવતનો સંદેશ ૧ ૦ ૦ ૮ બ બ હ - મહારાજશ્રીએ સર્વાંગલપરિવારઆગ્રા-પાટણમાં આપેલી ચાતુર્માસપ્રવથnantml | દર વર્ષે અષાઢ સુદ- ૧૧ થી ભાદરવા સુદ-૧૫ સુધી ચાલતી ધાર્મિક વ્યાખ્યાનમાળા. ૧૯૬૯ સ્થિતપ્રજ્ઞા ૧૭૦ કઠોપનિષદ ૧૯૭૧ ઇશાવાસ્યોપનિષદ ૧૭૨ અષ્ટાવક્ર ગીતા. ૧૯૭૩ વેદમંત્રો. ૧૭૪ યોગવાશિષ્ટ મહારામાયણ ૧૯૭પ શિવસૂત્ર ૧૭૬ તાઓ ઉપનિષદ-તાઓ તેહ કિંગ ૧૭૭ થી ૧૯૭૯ પ.પૂ. મુનિશ્રી સાધનામાં ૧૯૮૦ શાંડિલ્ય ભક્તિસૂત્રા ૧૯૮૧ બંધ ૧૯૮૨ ભગવદ્ગીતાનો કર્મયોગ ૧૯૮૩ ભાગવત - ૧૧ મો સ્કંધ ૧૯૮૪ ભક્તામર સ્તોત્રા ૧૯૮૫ ઉત્તરાધ્યયન સૂત્ર ૧૯૮૬ મહાભારત- શાંતિપર્વ ૧૯૮૭ ઉપદેશમાળા. ૧૯૮૮ ષોડશગ્રંથો. ૧૯૮૯ કબીરવાણી ૧૯૯૦ ગોરખવાણી. ૧૯૯૧ ભક્તમાળ ૧૯૯૨ | કીર્તન ઘોષા. ૧૯૯૩ ભર્તુહરિ શતક ૧૯૯૪ સુંદરવાણી . ૧૯૯૫ | સંતશ્રી જ્ઞાનેશ્વરજીના અભંગો. ૧૯૯૬ રામાયણમાં ભારતીય સંસ્કૃતિનું દર્શના ૧૯૯૭ પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજીનાં વચનામૃતો ૧૯૮ પરમ કૃપાળુ દેવ શ્રીમાજચંદ્રજીનાં વચનામૃતો. ૧૯ અને ૨૦૦૦ | મહારાજશ્રીની નાદુરસ્ત તબિયતના કારણે બંધ ૨૦૦૧ પુરુષોત્તમ યોગ-ભ. ગીતાનો ૧૫ મો અધ્યાયા ૨૦૦૨ મહારાજશ્રીની નાદુરસ્ત તબિયતના કારણે બંધ ૨૦૦૩ સંત રહીમની વાણી ૨૦૦૪ સંત ચિદાનંદજી ને સંત દાદૂની વાણી ૨૦૦૫ ગંગાસતીનું અધ્યાત્મદર્શના ૨૦૦૬ ભાગવતનો સંદેશ ૨૦૦૭ માખન થા સો વીરલા પાયા २००८ જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે છે કે રે વ ધ ધ ટ ૮ અ 00 જાન છે ? છે છે છે તે કહ્યું છે છે કે શું Page #218 -------------------------------------------------------------------------- ________________ ભાગવતતો સદેશ (૨૧૫) ૨૨ મહારાજશ્રીએ સર્વમંગલમ પરિવાર આશ્રમ-પાઢણમાં આપેલા પ્રવચનો શ્રીમદ્ ભગવદ્ગીતા | જગદ્ગુરુ શંકરાચાર્યજી કૃત પાતંજલ યોગસૂત્રો ૧૮ અષ્ટાદશરત્નો નારદભક્તિ સૂત્રો | ઉમાસ્વાતિઃ પ્રશમરતિ પ્રકરણ| જ્ઞાનેશ્વરી ગીતા ૨૦ શ્રમણ સૂત્ર (જેનદર્શન) ષોડશગ્રંથો ૨૧ ધમ્મપદ (બૌદ્ધ દર્શન) | ભર્તૃહરિના નીતિ અને વૈરાગ્યશતક અખેગીતા યોગશાસ્ત્ર-હેમચંદ્રાચાર્યજી કૃત ૨૩ ઉપનિષદો ૨૪ સંત ભજનો શ્રી હરિભદ્રસૂરિજી કૃત આનંદધનજીનાં પદો ષોડશક પ્રકરણ યોગવાશિષ્ટ મહારામાયણ યોગબિંદુ વિષ્ણુ સહસ્ત્રનામા યોગદૃષ્ટિ સમુચ્ચયા જ્ઞાનાર્ણવ (જૈન દર્શન) ધર્મબિંદુ ૨૯ અષ્ટ પ્રાભૃત (જેન દર્શન) શ્રી ઉમા યશોવિજયજી કૃતા પ્રાર્થના અને ધ્યાન (શ્રીમાતાજી) જ્ઞાનસાર અંતરગોષ્ટિ અધ્યાત્મસાર ભગવાન મહાવીરના ૨૭ જન્મો| કવિ બનારસીદાસ કૃતા દત્ત મંદિર-પાટણમાં પ્રવચનો સમયસાર ગુરુ લીલામૃત-રંગ અવધૂત કૃત પંડિત રામ શર્માતા ભટ્ટારક જ્ઞાનભૂષણ આચાર્ય કૃત ગાયત્રી મહાવિજ્ઞાન તત્ત્વજ્ઞાન તરંગિણી. યોગેન્દ્ર દવે કૃત ચાણક્ય નીતિ પરમાત્મ પ્રકાશ ગંગાસતીનું અધ્યાત્મદર્શના શ્રીમદ્ રાજચંદ્રજી કૃતા સંતવાણી-યશોવિજયજી મ.નાં ૧૭ | આત્મસિદ્ધિ શાસ્ત્ર પદો-આનંદધનજી મ.નાં પદો] મહારાજશ્રીએ સર્વમંગલમઆશ્ચમ-સાગોડિયામાં આપેલા પ્રવચનો સમતાશતક - યશોવિજયજી મહારાજ ૧૦ | | અધ્યાત્મસાર સમયસારનાટક - બનારસીદાસ | |૧૧| શ્રમણ સૂત્ર તત્ત્વવિચારમાળા - અનાથ. ૧૨ ધર્મ સંગ્રહ ભાગ-૧ પ્રશમરતિ પ્રકરણ - ઉમાસ્વાતિ મ. ૧૩| સમયસાર-શ્રી કુંદકુંદાચાર્યજી કૃત) આત્મસિદ્ધિ શાસ્ત્ર - શ્રીમદ્ રાજચંદ્ર૧૪| ચોગ શાસ્ત્રા યોગદષ્ટિ સમુચ્ચય - આ. હરિભદ્રસૂરી|૧૨| યોગસાર મણિરત્ન પ્રશ્નોત્તરમાળા. યોગશતક શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતો. પ્રવચન-શ્રી કુંદકુંદાચાર્યજી કૃત ગંગાસતીનાં ભજનો Page #219 -------------------------------------------------------------------------- ________________ (૧૬) ભાગવતતો સંદેશ ૧૬ ૨૧ મહારાજશ્રીએ મહેસાણાશાન શિબિરમાં આપેલી પ્રવચનમાળાઓ ગીતાનો ભકિતયોગા ૧૨ | ઉપદેશ સાર - રમણ મહર્ષિકૃત. ઇશાવાસ્ય ઉપનિષદ (બે વર્ષ) ૫ ૧૩ જીવન જીવતાં આવડે તો જિંદગી મહેફીલ છે. નારદ ભક્તિસૂત્ર ૧૪ હસતાં હસતાં હરિ મળે યક્ષ યુધિષ્ઠિર સંવાદ આંખમાંથી અમૃત વરસે ત્યારે પૃથ્વી ભક્તિવર્ધિની અને ચતુ શ્લોકી ઉપર સ્વર્ગ વરસે (શ્રીમદ્ વલ્લભાચાર્યજી કૃત) સુખનું સાચું સરનામું મીરાંની વાણી. ૧૭ હરિના હોય તેને હરિ મળે. ભર્તુહરિ શતક ૧૮ | આરસ તો મળ્યો-મૂર્તિ કેવી ઘડશું? કબીરની વાણી. ચાલો સર્જન કરીએ સુખ શાંતિનું વેનીશીયનનાં ત્રીસ ધર્મસૂત્રો ૨૦ ગંગાસતીનું અધ્યાત્મદર્શન, ભકતમાળ. | ધરતીનો શણગાર ભગવાન મહાવીર અને ગૌતમસ્વામીનો સંવાદ ૨૨ |સો હિ સાહિબકુ પ્યારા | ૨૩ | સંત રૈદાસની વાણી (૨૦૦૯) મહારાજશ્રીએ પાલનપુર જ્ઞાન શિબિરમાં આપેલી પ્રવચનમાળાઓ ૧ પાતંજલ યોગદર્શન ૬ | મહાભારતનો મર્મ ૨ ઇશાવાસ્ય ઉપનિષદ | યક્ષ-યુધિષ્ઠિર સંવાદ ૩ ]ધર્મતત્ત્વ દર્શન (વૈદિક, જૈન, બૌદ્ધ)| પ્રશ્નોત્તરમાળા. વિવેક ચૂડામણિ - શંકરાચાર્યજી કૃત નારદભક્તિ સૂત્ર ૯ દેવી પ્રકૃતિ અને આસુરી પ્રકૃતિ મહારાજશ્રીએ ડીસા શાન શિબિરમાં આપેલી પ્રવચનમાળાઓ ભગવદ્ગીતાનો જ્ઞાનયોગ, | ૧૦ ગૌતમ કુલક સંવાદ - ૧૯૯૮ ભક્તિયોગ-કર્મચોગ - ૧૯૮૯ ૧૧ જીિવન જીવતાં આવડે તો જિંદગી અધ્યાત્મ અને ધર્મ - ૧૯૯૦ મહેફિલ છે અધ્યાત્મ દર્શન- ૧૯૯૧ ૧૨ |ઉધડે છે દ્વાર અંતરના - ૧૯૯૯ અધ્યાત્મ દર્શન-૧૯૯૨ ૧૩]હસિબા ધરિબા ખેલિબા ધ્યાનમ્-૨૦૦૩ ૧૪ પાંચ કલ્પવૃક્ષો – ૨૦૦૪ અધ્યાત્મ દર્શન-૧૯૯૩ ૧૫] જીવન જીવવાના છ સિધ્ધાંતો-૨૦૦૫ શ્રીમદ્ રાજચંદ્રજી વાણી - ૧૯૯૪ ૧૬ ચિશોવાણી-યશોવિજયજી.મ.ના પદો યક્ષ-યુધિષ્ઠિર સંવાદ - ૧૯૯૫ | ૨૦૦૬ મનની શાંતિના ઉપાયો - ૧૯૯૬ ૧૭ આઠે પહોર આનંદમાં રહીએ ૨૦૦૭ | ઇશાવાસ્ય ઉપનિષદ - ૧૯૯૭ | ૧૮|ભજ ગોવિન્દમૂઢ મતે ૨૦૦૮ મારાજશ્રીએ અમદાવાદજ્ઞાનશિબિરમાં આપેલીપ્રવચનમાળાઓ ((૧) જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો, (૨) અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ૧ થી ૬ ગાથા, (૩) અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ૭ થી ૧૩ ગાથા, (૪) અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ૧૪ થી ૨૧ ગાથા, (૫) બીના નયન પામે નહિ (પાલડીમાં આપેલા પ્રવચનો), (૬) આત્મસિદ્ધિ (૭) મૂળ મારગ સાંભળો જિનનો રે Page #220 -------------------------------------------------------------------------- ________________ ભાગવતતો સદેશ (૨૧૦) મહારાજશ્રીએ અન્ય શહેરોમાં આપેલા પ્રવચનો મુંબઇ: (૧) ઇશ્વર પરાયણતા (૩) અત્યંતર પરિણામ અવલોકનો (૨) જીવનમાં ધર્મની જરૂર T(૪) વૈરાગ્ય અને ઉપશમ (૫) (૩) અપૂર્વ અવસર (૪) મૂળ મારગી (શ્રીમજીનો અંતિમ સંદેશ ઉપદેશ (૬) (૫) ભક્તિના ૨૦ દોહરા (૬) અંતિમ શ્રીમદ્જીનાં વચનામૃતો સિંદેશ (૭) આત્મ સિદ્ધિ (૮) ઇડરની (૭) સમ્યગદર્શન અને શ્રાવકનાં કર્તવ્યો સિદ્ધ શીલાં દ્રવ્ય સંગ્રહ વિવાણીયા પ્રાથમિક સાધના ઇન્દોરઃ (૧) જીવન કા સ્વરૂપ T૧૧ | કોબા (૧)જૈન દર્શન (૨) સમાધિ કે I(૨) ધ્યાન સાધના સપ્તદ્વાર (૩) ગૌતમકુલક સંવાદ (૪)| ૩ ભોપાલઃ (૧) ધર્મકા સ્વરૂપ સાચા સુખની પ્રાપ્તિનો માર્ગ (૫) ૪ ઉજજૈનઃ (૧) અચિંત્યકા ચિંતન ૫ |શિવપુરઃ (૧) યોગ કે દ્વાર સમ્યફ દૃષ્ટિની અવસ્થા ૬ શાજાપુરઃ (૧) ધ્યાન સાધના (૨)૧૨ રાજકોટ : (૧) મૂળમાર્ગ (૨) સમ્ય મન કી શાંતિ (૩) પાંચ યોગા દર્શન, (૩) વૈરાગ્ય ઉપશમ (૪) ૭ ખેરવા : (૧) મણિરત્નમાળા સમાધિમરણ (૫) ધ્યાન કોને કહેવાય પ્રશ્નોત્તરમાળા (૨) ભજગોવિંદમ્ (૬) શ્રીમદ્જીનો જગત ઉપર ઉપકાર ૮ જોટાણાઃ (૧) નારદ ભક્તિસૂત્ર (૨) (૭) શ્રીમદ્જીનાં વચનામૃતો (૮)! શિવસૂત્ર (૩) રામાયણ (૪) ભક્તિમાર્ગનો સૂત્રો ભગવર્નામકીર્ત (૫) પરમાત્મ- ૧૩] ધરમપુરઃ (૧) શ્રીમદ્જીનાં વચનામૃતો પ્રાપ્તિના ઉપાયો (રામાયણ અંતર્ગત) (૨) જ્ઞાનસાર (૩) શ્રીમદ્ રાજચંદ્રનાં (૬)ભજગોવિન્દમ - આદ્ય શંકરા- | વચનામૃતો તથા આનંદધનજી ચાર્યક્ત મહારાજનું શાંતિનાથનું સ્તવન (૪) મોરબી : (૧)ભકિત માર્ગની]. હૃદય પ્રદીપ (૫) ગંગાસતીના ભજનો સર્વોપરિતા (૨)અપૂર્વ અવસર ૧૪ બેંગ્લોરઃ શ્રીમદ્જીનો અંતિમ સંદેશ. 'આશ્રમ દ્વારા પ્રકાશિત થયેલાં પુસ્તકો ૧ પાતંજલ યોગસૂત્રો [૧૮ પ્રિમ લક્ષણા ભકિત સ્થિતપ્રજ્ઞ - ત્રણ આવૃત્તિઓ [૧૯] ધન્યો ગૃહસ્થાશ્રમઃ બે આવૃત્તિઓ પ્રાર્થના પુસ્તક - પાંચ આવૃત્તિઓ|૨૦ ઇશાવાસ્ય ઉપનિષદ (બીજી આવૃત્તિ) નારદભક્તિસૂત્ર - નાનું શ્રી કૃષ્ણ શરણં મમ ૫ |મીનનો મહિમા જીવન એક સંગ્રામ ૬,ભગવદ્ગીતાનો ભકિતયોગ : રામાયણમાં ભારતીય સંસ્કૃતિનું દર્શન ૭ |તત્ત્વ ચિંતન Iઉત્તરાધ્યયન સૂત્ર ભા. ૧ ૮]ઇશાવાસ્ય ઉપનિષદ ૨૫ ધ્યાન ૯ નારદભક્તિ સૂત્ર - મોટું ક નારદભક્તિ સૂત્ર મોટું-બીજી આવૃત્તિ ૧૦| ભગવાન શ્રી કૃષ્ણ ચૈતન્ય યાત્રા ભા.૧(પૂ.ગુરુજીએ લખેલ પત્રો) ૧૧) ધર્મબિંદુ - બે આવૃત્તિઓ ચેતન્ય યાત્રા ભા.૨(પૂ.ગુરુજીએ લખેલ પત્રો) ૧૨જીવન અને જિંદગી આતમનું ઝરણું. ૧૩ શ્રી ગુરુ ચરણે તત્ત્વજ્ઞાન તરંગિણી ૧૪|સાધનાનાં સૂત્રો ૩૧ભાગવતનો સંદેશ ૧૨| મહારાજશ્રીની સાથે ૨૧ વર્ષ ૩૨/ચૈતન્ય યાત્રા ભાગ-૩ ૧૬મીરાંની વાણી ૩૩ માખણ થા સો વિરલા માયા ૧૭સાચો માનવ ૩૪ ધ્યાન પથા નોંધ:* આનિશાનવાળાં પુસ્તકો મહેસાણા રોટરી કલબના સૌજન્યથી પ્રકાશિત થયેલાં છે. م ૨૨ بم ૨૩ بم بم بم ૨૬ بم २७ بم بم ૨૯ بیا سا سا س Page #221 -------------------------------------------------------------------------- ________________ (૨૧૮) ભાગવતનો સંદેશ આ છે સાધકની સંપતિ વિશ્વાસ સાથે વિરાગ, બુધ્ધિયુક્ત પ્રેમ, શ્રદધાયુકત સાધના, નિષ્ઠાયુક્ત આજ્ઞાપાલન, - શક્તિયુકત શુદ્ધિ, ગંભીરતાયુક્ત ચકોરતા, વ્યવસ્થા શક્તિયુક્ત કુશળતા, નિર્ભયતાયુક્ત સમર્પણતા, - ખુમારી સાથે નમ્રતા, સરળતાયુક્ત તીવ્ર બુદ્ધિમત્તા, સહિષ્ણુતાયુક્ત સહાનુભૂતિ, તર્પણ સાથે અર્પણ - વિષાદરહિત પ્રમોદ, વિહવળતારહિત આનંદ, ઊડી સમજ, સૂક્ષ્મગ્રાહી બુધ્ધિ, સમન્વય સ્વભાવ રમણ કરતો ચેતન્ય, - મૈત્રીયુક્ત મન, કરુણાથી છલકતી આંખો, | પ્રમોદ નીતરતું હૃદય, પવિત્રતાયુક્ત દેહ, શુધિયુક્ત ઈન્દ્રિયો. મુનિશ્રી ભાનવિજયજી મહારાજ Page #222 -------------------------------------------------------------------------- ________________ ભાગવતનો સંદેશ (२१०) परम पूज्य गुरुजीके चरणों में डॉ. के. पी. अस्नाणी सर्व मंगलम् में - बिराजे न्यारा, वही देव मानव हे गुरुदेव हमारा । हरहाल में मुस्कुराते हैं रहते, करुणामय नैनों से अमृत वरसाते, प्रभुदर्शन के खातिर जो साधक तरसते, बनके उनके राहबर लगाते हैं रस्ते, निरंतर है बहती जिधर ज्ञान धारा, वही देव मानव हे गुरुदेव हमारा । उत्तम ज्ञान ग्रंथों का सबको सुनाए, अगम गाँठ आतम की पलमें सुल्जाए, भूले हए को मारग बताए, हटाके अंधेरा वे प्रकाश लाए, दुःखी दीन दुर्बल को देते सहारा, वही देव मानव हे गुरुदेव हमारा । गुरुजी ने आतम का मारग दिखाया, हुआ मोहमाया के पदका का सकया, बिगर 'ध्यान' के मैंने जीवन बिताया, मिला था जो हीरा मुफ्त में गँवाया, अभी तेरे जीवन का जग गया सितारा, वही देव मानव हे गुरुदेव हमारा । परम पूज्य भानु विजयजी मुनिवर, ज्ञान और वैराग्य भक्ति के सागर, उन्हींके शरण में समर्पण करे जो. दिखाए हुए रास्ते पर चले जो, सकल उसका जीवन हो जाएगा सारा, वही देव मानव हे गुरुदेव हमारा । पोस्ट ओसिपासे, डासा.लि.नासsisI-3८५५३५ - Page #223 -------------------------------------------------------------------------- ________________ (૨૨૦) ભાગવતતો સંદેશ પરમ પૂજય ગુરુજીને કોટી કોટી વંદન... આજથી બરાબર ૪૩ વર્ષ પહેલાં ૧૯૬ ૬માં સાગોડિયા ગામની પંચાયતે ભેટ આપેલ ૬૮ એકર જમીનમાં મુનિશ્રી ભાનુવિજયજી મહારાજે સર્વ મંગલમ્ આશ્રમની સ્થાપના કરી હતી. તેમનો હેતુ શુભ શિક્ષણ દ્વારા બાળકને સંસ્કાર આપીને સાચો માણસ બનાવવાનો હતો. એ વખતે એમની ઉંમર માત્ર ૩૫ વર્ષની હતી. એમણે ૧ ૨ વર્ષની ઉંમરે ભગવતી દીક્ષા ગ્રહણ કરી હતી. પાંચ વર્ષ સુધી અનેક ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને પછી જ્ઞાનબોધ આપવો શરૂ કર્યો. પૂ. ગુરુજીએ લોક-કલ્યાણના કાર્યો જેવાં કે બુનિયાદી તાલીમ શાળા, છાત્રાલય, ગૌશાળા સાથે શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક ધ્યાન કેન્દ્રની સ્થાપના કરી. સાથે સાથે સર્વ મંગલમ્ પરિવાર આશ્રમ, પાટણમાં દર રવિવારે જાહેર ધાર્મિક પ્રવચનો આપવા માંડ્યા અને તેના ઉપક્રમે પાટણ શહેરમાં ચાતુર્માસના પ્રવચનો પણ આપવા માંડડ્યા. ૪૩ વર્ષ પહેલાં જે સ્થળ માત્ર જંગલ હતું તે સ્થળે મંગળ રૂપ ધારણ કર્યું છે. આ બધું પૂ. ગુરુજીની સાધના અને તપશ્ચર્યાને આભારી છે. આ ‘ભાગવતનો સંદેશ’ પુસ્તકથી આપણે એક વધુ નવા વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ. એની પાછળ પૂ. ગુરુજીની પ્રેરણા અને અમિદષ્ટિ રહેલી છે. સર્વ જન હિતાય અપાર કરુણાથી વરસી રહેલ પરમ પૂજ્ય ગુરુજીની પ્રેમની સરવાણીનો સતત લાભ મળતો રહે તે માટે પરમ કૃપાળુ પરમાત્માને આપણી પ્રાર્થના છે કે આ નૂતન વર્ષે પૂ. ગુરુજીને નિરામય અને દીર્ઘ આયુષ્ય બક્ષે. લિ. સંપાદક મંડળ Page #224 -------------------------------------------------------------------------- ________________ ( ભાગવતનો સંદેશ શરીર, કપડાં શુદ્ધ કરવાં સાબુ જોઈએ તેમ બુદ્ધિ શુદ્ધ કરવા સત્સંગ જોઈએ. સત્સંગ બુદ્ધિમાંથી મેલ-વાસના-કાટતો જાય છે ને બુદ્ધિ શુદ્ધ થતી જાય છે. પરમાત્મકૃપા વિના સંત મળતા નથી. ભક્તિમાર્ગ સરળ, સુલભ દેખાતો હોવા છતાં અત્યંત કઠિન છે કેમ કે તેમાં ફતપણાનો અહંકાર સૌ પ્રથમ છોડવાનો છે. સાથે માલિકીભાવ પણ છોડવાનો છે અને પરમાત્માનું માલિકીપણું સ્વીકારવાનું છે. જીવન લાંબુ પણ અજ્ઞાન, વાસના, અર્થોપાર્જન માટે હોય તો શા કામનું? સ્થિર આસન, સમશ્વાસ, આસક્તિ છોડવી, ઈંદ્રિયો ઉપર કાબુ મેળવવો એ ભગવાનના સાકાર સ્વરૂપમાં મનને જોડવાનાં ઉત્તમ સાધન છે. સાધકે તમામ સાધના પ્રકૃતિનો ક્ષય કરવા માટે જ કરવાની છે. માણસે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, રાગ-દ્વેષ કરીને પોતાના મન ઉપર તેના સંસ્કાર પાડયા છે. તે પ્રકૃતિને એવી તો ઢ કરી છે કે તે આત્માનું એક અંગ બની ગઈ છે ને મૃત્યુ પછી પણ માણસ તેને સાથે લઈ જાય છે. બીજા શરીરમાં પણ તેની સાથે જ રહે છે અને પરમાત્મ-પ્રાપ્તિમાં અવરોધ કરતી રહે છે. આત્મદેવ પૂર્ણ શક્તિ સાથે અંદર જ બેઠા છે. માણસે પ્રકૃતિદત્ત વિકારોને દૂર કરી એની પાસે જવાનું છે. અજ્ઞાન જ્ઞાન વડે જાય, જ્ઞાન સત્પષ દ્વારા જ મળે, સત્પષ ભક્તિથી મળે. માટે સૌ પ્રથમ ભક્તિથી સત્પષ પાસે જઈ અજ્ઞાનને કાઢો. અજ્ઞાન એટલે અભાન. જ્ઞાન એટલો રવરૂપનું ભાન. | માણસ પદાર્થ, પરિસ્થિતિ, સંયોગ બદલવાની ને અધ્યાત્મ માણસને બદલવાની વાત કરે છે. ક્ષમા રવભાવ છે તેથી તેમાં રહેવું તે ધર્મ છે. એમાં જીવન પર્યત રહી શકાય. ઈર્ષા, ક્રોધ, લોભ એ વિકાર છે, વિભાવ છે. એ સ્વભાવ નથી, ધર્મ નથી પણ અધર્મ છે. વળી એ ભાવમાં સતત રહી શકાતું પણ નથી. મૃત્યુ સમયે શું કરવું? મરણનો ભય ન રાખવો, યોગમાં મરવાનું. ઓમનો જાપ કરવો. સાચું સુખ અંદર છે તેનું માણસને વિસ્મરણ થયું છે. તે સ્મરણ થાય અને સાચા સુખ તરફ જવાય તેની એક માત્ર પદ્ધતિ ધર્મ છે. તારીખ : 21-12-2009 સાધ્વી પ્રિયદર્શનાશ્રીજી મહારાજ 'વિનોદ પ્રિન્ટરી, પાટણ. મો. 9898506011 WWW.jainelibrary.org,