________________
ભાગવતનો સંદેશ
(૧૦૩)
મૂછ, રાગ એટલે સંસાર પ્રત્યેનું આકર્ષણ, ખેંચાણ અને જેટલો રાગ એટલું દુઃખ રાગજાયતોવૃત્તિઓજાય. પોતાના બાળકો દેરાણી-જેઠાણીના બાળકો કરતાં વધુ વહાલાં એ છે રાગ. જે કાંઇ ધન, પદાર્થ, વ્યક્તિ, સંયોગ મળે તે ઓછો લાગે તે છે રાગ. જમવા બેસે ત્યારે જમે તેથી વધુ જોઇએનું દબાણ અંદરથી આવે. જેમ જેમ લાભ થતો જાય તેમ તેમ લોભ થતો જાય. રોગ હોય એથી ન ખવાય તો ખાનારને બળતો બળતો જોઈ રહે. આવો છે રાગ. તેને કાઢવાનો છે. મોહ કાઢો તો અભય મળે
જ્યાં લોભ છે ત્યાં “શોક” અવશ્ય છે. લોભ દૂર કરો તો શોક આપ મેળે જાય. “મોહ જગત આખાને વશમાં રાખે છે. પણ મોહ છે ત્યાં ભય છે. મોહ કાઢો તો ભય જાય. અભય અવસ્થા પ્રાપ્ત થાય.
ગુરુ-શિષ્ય મુસાફરીમાં ગયારસ્તામાં સોનાનો હાર પડેલો જોયો. ગુરુએ શિષ્ય ન જુએ તેમ લઈને ખલેચીમાં નાખ્યો. આગળ ગયા. થોડું અંધારું થયું. ગુરુ શિષ્યને પૂછે છે. રસ્તામાં કોઈ ભય ખરો? શિષ્યને આશ્ચર્ય થયું કે ગુરુ આવું કેમ પૂછે છે. બન્ને એક વૃક્ષ નીચે સૂતા. ઊંધ્યા. શિષ્ય ઊભા થઈ ગુરુની ખલેચી જોઈ તો તેમાં પેલો સોનાનો હાર દેખાયો. એણે એ લઈને પાસેના કૂવામાં નાખી દીધો. ગુરુ જાગ્યા એટલે એણે કહ્યું: ‘મેં ભયને કૂવામાં નાખી દીધો.’ દ્વેષ, ભૂખ, પ્રમાદ કાઢી સાધના પામો
પોતાની દીકરી સાસરે જેટલી સુખી હોય તેથી વધુ સુખી પડોશીની દીકરી હોય તો શ્રેષ' થાય છે. જીવ બળે છે. બીજાની ઉન્નતિ જોઇ ખરેખર તો રાજી થવું જોઇએ પણ આતો બળે છે. ભૂખ અને ઊંધ’ સ્થાન કે સમય જોયા વિના માણસને કાબૂમાં લઈ લે છે.
આ તમામ પરિબળો આત્માને અશુદ્ધ કરનાર છે. તેમને દૂર કરાય તો જ આત્મ સાધના થઇ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org