________________
ભાગવતતો સંદેશ
(૧)
જબરો માણસ દાદાગીરી કરી રોફ જમાવે છે તેમ પ્રકૃતિ આત્મા ઉપર રોફ કરે છે. વિકારો હટાવી આત્મદેવને પામો
આત્મ-દેવ પૂર્ણ શક્તિ સાથે અંદર તૈયાર જ બેઠો છે. માણસે પ્રકૃતિદત્ત વિકારોને દૂર કરી એની પાસે જવાનું છે. તળાવમાં પુષ્કળ પાણી હોય પણ તે વપરાતું ન હોય તો તેના ઉપર લીલ (શેવાળ) જામે છે. ખૂબી એ છે કે શેવાળની નીચે ચોકખું પાણી છે. જો શેવાળ હટાવો તો નિર્મળ પાણી પીવા મળે. એવી જ રીતે વિભાવો-વિકારોની નીચે આત્મા ઢંકાયેલો રહેલો છે. જો વિભાવોને દૂર કરો તો નિર્મળ અને પૂર્ણ શક્તિવાન આત્મા જેવો છે તેવો તમને મળે. પ્રકૃતિ આડી આવે છે
૭૫ વર્ષની ડોસી યાત્રા કરીને ગામ પાછી આવી. સ્ટેશને તે ઊતરી ત્યારે તેની ચાર વહુઓમાંની એક વહુ માંડી હતી એટલે સ્ટેશને તેને લેવા ન આવી તેથી ડોસીને માઠું લાગ્યું. જુઓ યાત્રા પ્રભુના ધામોની કરી પણ પ્રકૃતિને નકાઢી એટલે એ આડી આવી. પ્રકૃતિ ક્ષયનો ઉપાય સંત શરણ
આવી પ્રકૃતિનો ક્ષય કરવાના અનેક સાધનો છે. તેમાં સપુરુષોના ચરણે બેસી તેમની વાણીનું શ્રવણ કરવું તે પહેલું સાધન છે. સપુરુષ કહે તેમ સાધના, કરવાથી પ્રકૃતિનું રૂપાંતર થાય છે.
જ્ઞાની મૈત્રેયી કહે છે : “ સદ્ગુરુની સેવા, તેમના મુખેથી સત્ શાસ્ત્રોનું શ્રવણ, તેમણે આપેલા મંત્રનું સતત રટણ કરવાથી પ્રકૃતિનું રૂપાંતર થાય છે.
અનેક પુણ્ય કરવાથી માનવદેહ મળે છે, ઉત્તમ કુળમાં જન્મ મળે છે. અનેક જન્મોના પુણ્ય ભેગાં થવાથી સત્પરુષનો સંગ મળે છે. ભાગવત કથામાં રુચિ થાય છે. અંદરથી ગમો થાય છે. જો રુચિ થાય તો શ્રવણ કરતી વખતે મનના વિકલ્પોનો કોલાહલ શાંત થાય છે. પરિણામે શ્રવણ અસર કરે છે અને પછી પુરુષ બતાવે તે રીતે સાધના કરવાથી પ્રકૃતિનો ક્ષય થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org