SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૦) આત્માને આત્મા વડે જાણો ભગવદીય પરમાત્માને જે સત્તા ગણે ભગવદીય એટલે ભગવાનનો બનેલો. એવા માણસનું લક્ષણ શું હોય? તેનો ધર્મ શું હોય ? લોકો સાથેનું તેનું વ્યવહારિક આચરણ કેવું હોય? એ ક્યા લક્ષણોના કારણે ભગવાનને પ્રિય બન્યો છે ? આ પ્રશ્નો નિમી રાજાએ નવ યોગીશ્વરોને પૂછળ્યા છે. નવમાંથી શ્રીહરિ નામના યોગી કહે છે : 'રાજન, એકાગ્રતાથી, સાવધાનપણાથી અને ભારે ધીરજથી સાંભળો. પછી તેને જીવનમાં ધારણ કરીને એવું જીવન જીવો. ભગવદીય એ છે જે સર્વ પ્રાણી માત્રમાં એક જ આત્મા બિરાજમાન છે એવો નિર્ણય કરીને પરમાત્માને જ સત્તારૂપગણે છે. અને એ જ રીતે એ જીવન જીવે છે. એ લોકોથી ઉઠેગ પામતો નથી અને એનાથી કોઈને પણ ઉદ્વેગ થતો નથી. પ્રત્યેક માણસની પ્રકૃતિ જુદી - રાજન, જ્ઞાનીને પ્રશ્ન પૂછવાથી એ કંટાળતા નથી. પણ કોઇ વાદવિવાદ કરે તે એ ચૂપ થઈ જાય છે, અથવા કહે છે : “અમે જાણતા નથી. માણસ જીવનમાં જે કાંઇ કરે છે તેનાથી ઉત્પન્ન થતું કર્મ, કાર્યકમ, અને સંસ્કાર લઈને એ જગતમાં આવે છે. પ્રત્યેક માણસનું કર્મ જુદું હોય છે તેથી તેમનો કાર્યક્રમ પણ જુદો જુદો હોય છે. અને તેથી જ દરેકની જાત જુદી હોય છે, પ્રકૃતિ જુદી હોય છે. કોઈ રૂપાળો તો કોઈ કદરૂપો, કોઇ અમીર તો કોઈ ગરીબ હોય છે. કર્મના કારણે તેને આ ઉપાધિ વળગેલી છે. દરેકમાં પરમાત્મા જુઓ - આ ઉપાધિને બાદ કરીને પોતાને અને પ્રાણી માત્રને જુએ તો એને સર્વ બ્રહ્મરૂપ જ દેખાય. ભિન્ન-ભિન્ન આત્મા નહિ પણ એક રૂપ આત્મા દેખાય. જેમ એક હજાર કૂંડા પાણી ભરી મેદાનમાં મૂકો તો એ તમામમાં ચંદ્રનું પ્રતિબિંબ -. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy