________________
(૧૪૨)
ભાગવતકો સદેશ થવાથી પરમાત્મા પ્રત્યે પરમ પ્રેમ પ્રગટે છે. જેમ વર્ષો પહેલાં ખોવાયેલો દીકરો નજર સામે જ ઊભો હોય તો પણ મા-બાપ તેને ઓળખી શકતા નથી. પણ ઓળખ પડે તો પરસ્પર પ્રેમ જાગ્યા વિના રહેતો નથી તેમ જીવ-માણસ
જ્યારે જાણે કે પરમાત્મા જ તેના માબાપ છે, તેનું સર્વસ્વ છે. ત્યારે તેમના પ્રત્યે માણસને પ્રેમ જાગે કે નહિ? એમને મળવાની ઇચ્છા થાય કે નહિ? અને હે યુધિષ્ઠિર, પરમાત્મા પ્રાપ્ત થયા પછી ઇચ્છાને આકાંક્ષા નથી રહેતી. ભગવાન મળતાં એ સધળું પ્રાપ્ત કરી લે છે. અને તેથી જ ગોપીઓએ ગાયું છે કે “પ્રેમનો પંથ છે ન્યારો-પ્રેમ અને કૃષ્ણ પર્યાય છે. તેમના પંથે અમે ઘણું માર્યું.’
યુધિષ્ઠિર કહે છે : હે નારદજી! તમે મહાન ભક્ત છો, પરમજ્ઞાની છો, તમે જ વ્યાસજીને સૂચવેલું કે અઢાર પુરાણો રચ્યા પછી પણ તમારા મોં ઉપર જે વિષાદ છે, તે દૂર કરવા ભક્તિનું શાસ્ત્ર રચો. બીજાનું ભલું થાય તે માટે પ્રયાસ કરવો તે દયા છે તેમ બીજાનું કષ્ટ દૂર કરવું એ પણ દયા છે. તમે એ કરો છો. હે મુનિ! તમે ગુપ્તમાં પણ ગુપ્ત રહસ્ય જાણો છો, તેથી જ અમે તમારી પાસે આવ્યા છીએ. અમારે ધર્મ વિષે જાણવું છે.' કર્તવ્ય જાણવું અને વર્તવું તે ધર્મ
નારદજી કહે છે : ‘તમે મારા માટે જે કહ્યું તે મને મળે તો મને ઘણો આનંદ થશે. સમસ્ત ધર્મનું મૂળ કારણ અજન્મા એવા પરમાત્મા છે. તમામ ધર્મની ઉત્પતિ પરમાત્માના ચરણોમાં છે. તેમના ચરણોમાં વંદન કરીને તમારા પ્રશ્નોનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરીશ. હવે ધર્મ વિષે સાંભળો.
જેનાથી તમારું અંતઃકરણ પ્રસન્ન થાય તે ધર્મનું મૂળ છે. ક્રોધ કરવાથી પ્રસન્નતા જાય છે. પણ ક્રોધ શાંત કરવાથી પ્રસન્નતા મળે છે. જો માણસનું મન પ્રસન્ન થશે તો બીજાનું સુખ જોઈ તેને આનંદ થશે. પત્ની પતિ પરાયણ ઉપરાંત, સ્નેહ પરાયણ બહેન અને વહાલસોઈ મા બને. પતિ પત્ની પ્રત્યે સ્નેહ રાખે. પિતા પુત્ર-પુત્રીઓ ઉપર પ્રેમ રાખે. આમ પ્રત્યેક માણસ પોત-પોતાનું કર્તવ્ય સમજે અને તે પ્રમાણે વર્તે એ ધર્મ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org