________________
(૬૪)
ભાગવતનો સંદેશ ચકવાડી માટે, મોરને માટે, સારસને સારસી માટે પ્રેમ કરવાનું કોઇએ કહ્યું નથી. યોગ ક્ષેમં વહામ્યહમ્
- જ્યારે પ્રભુ પ્રત્યે પ્રેમ થાય, પછી તેનું ધ્યાન થાય ત્યારે વિક્ષેપ થયા વિના પ્રભુ ચિંતન થાય છે. જો આવી અવસ્થા પ્રાપ્ત થાય તો જીવનનિર્વાહની ચિંતા કરશો નહિ. કારણ કે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે યોગ ક્ષેમ વાચન તારા યોગ ક્ષેમની જવાબદારી મારી છે. ચિંતન અને ચિંતા બંને જુદા છે. રુચિમાંથી પ્રેમ પ્રગટે છે, પ્રેમમાંથી ધ્યાન પ્રગટે છે અને ધ્યાનમાં જ મિલન થાય છે. એ જાણતી ગોપી કહે છે: “જળ જમનામાં પાણી રે જાતાં શિર પર મટકી ધરી, અંતરમાંથી નહિ રે વિસારું હરિ.” સતત ચિંતનથી પરમાનંદમાં ડૂબાય
ભક્ત ભગવાનને કહે છે : હે પ્રિયતમ! હું મારું કોઈ પણ કામ કરતાં ખાતાં, પીતાં, હરતાં-ફરતાં પણ તને નથી ભૂલવાનો. આ નિરંતર ચિંતન ધ્યાનમાંથી આવે છે. પ્રેમીએ પ્રેમિકાને કે પ્રેમિકાએ પ્રેમીને યાદ કરવા નથી પડતા, કેમ કે એ ભૂલાતાં જ નથી. નિરંતર ચિંતનથી આત્મા પરમાત્મામાં, પરમ આનંદમાં ડૂબી જાય છે. એક વખત આવા આનંદમાં નિમગ્ન થનારને ક્યારે ય દુઃખ નહિ જણાય. આનંદ હોય ત્યાં દુઃખની ગેર હાજરી આપો આપ થઇ જાય. ત્યાં સુખ પણ ન હોય. સુખ એ લાગણી છે. ક્ષણિક ઉત્તેજના છે. પણ આનંદ તો ચૈતન્યનો મૂળ સ્વભાવ છે, સ્થિર છે. ભાગવતનો સંદેશ
પુણ્ય માનવદેહ આપે છે. પણ તેની સાથે અજ્ઞાન તો હોય છે તે અધોગમન કરાવે છે. અજ્ઞાન જ્ઞાન વડે જાય. જ્ઞાન સપુરુષ દ્વારા જ મળે. સપુરુષ ભક્તિથી મળે. માટે સૌ પ્રથમ ભક્તિથી પુરુષ પાસે જઈ અજ્ઞાનને કાઢો. અજ્ઞાન એટલે સ્વરૂપનું ભાન ન હોય તે અને શાન એટલે સ્વરૂપનું ભાન હોય તે અવસ્થા. અજ્ઞાન દૂર કરવું અને જ્ઞાન પ્રાપ્ત કરવું એ ભાગવતનો મૂળ સંદેશ છે. અજ્ઞાન ભોગ પાસે લઈ જાય, પરમાત્મવિમુખ કરે. માટે અજ્ઞાન વધે તેવું વ્યર્થ ચિંતન ન કરો. જ્ઞાન વધે તેવું પરમાત્મ ચિંતન સતત કરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org