________________
ભાગવતનો સંદેશ
(૬૩)
ભીનેવાન (શામળી) સ્ત્રી પતિને (રાજાને) ગમતી ન હતી. રાજાએ ઘડામાં ઝેરી નાગ મૂકાવ્યો અને રાણીને બોલાવીને કહ્યું : ‘ મને મારી ભૂલ સમજાઇ છે. તને નહિ બોલાવ્યાનો મને પસ્તાવો છે. એ ઘડામાં હાર મૂક્યો છે તે તને ભેટ આપું છું. તું એ હાર લઇ આવ, હું તને પહેરાવું.’ રાણી ગઇ ઘડો ઉઘાડયો અને ગુલાબના ફૂલની મહેંક ફેલાઇ ગઇ. રાણીએ ઘડામાં હાથ નાખી ગુલાબ લેતાં જ મોટો હાર જણાયો. તે લઇ પતિ પાસે ગઇ. આ જોઇ રાજા ભારે આશ્ચર્યમાં પડી ગયો. તેનું મોં પડી ગયું. તે જોઇ રાણીએ કહ્યું : “આનંદના પ્રસંગે તમે ઉદાસ કેમ છો? ’ રાજાને જણાયું કે દેવી જેવી સ્ત્રીને મેં દુભવી છે. એ રડી પડયો. ઊઠીને પત્નીને પગે પડયો. અને કહ્યું કેઃ ‘દેવી મને ક્ષમા કર’ આને તમે ગપ્પાં ન માનશો. શ્રદ્ધાનું મહાન બળ આ કરાવે છે.
શ્રદ્ધા અંદરથી જાગે છે
જૂઠી જુબાની અપાવીને વકીલ ગુનેગારને છોડાવી શકે છે અને નાણા કમાઇ શકે છે. ડૉકટર પાણીનાં ઇંજેક્શનો દરદીને આપી નાણાં પેદા કરી શકે, પણ તેઓ શ્રદ્ધા ઉત્પન્ન ન કરી શકે. શ્રદ્ધા અંદરથી જાગે છે એ પ્રભુ પ્રત્યે પ્રેમ ઉત્પન્ન કરે છે. પ્રેમ બજારની કોઇ દુકાનમાંથી નથી મળતો. જો ક્યાંક મળતો હોય તો ચેતજો. એ પ્રેમ નહિ. પણ બીજું કાંઇક હરશે. શ્રદ્ધામાંથી પ્રગટેલ પ્રેમ આસક્તિ કાઢે છે
શ્રદ્ધામાંથી પ્રગટેલો પ્રેમ પ્રભુ પ્રત્યે થાય તો અન્ય તમામમાંથી આસક્તિ છૂટી જાય છે. કોઇ વિદ્વાને કહ્યું છે કે જ્ઞાનથી આસક્તિ છૂટે છે. પણ એમ કરવામાં થોડીક આસક્તિ અંદર રહી જાય છે, જે પાછળથી વધી જાય છે. પરંતુ જો પ્રેમ પ્રગટે તો આસક્તિ સમૂળગી જાય છે.
પ્રેમ આપો આપ થાય છે
પ્રેમ બીજા પ્રત્યે થાય ત્યારે તેમાં ભેદ હોય છે. પણ જો બંને વચ્ચે પ્રેમ હોય તો અંતરનો, સંજોગોનો ભેદ મટી જાય છે. બન્ને વચ્ચે જો પ્રેમ હોય અને બંને પાત્ર એક બીજાથી હજારો માઇલ દૂર હોય તો પણ એમને એક બીજાનું ધ્યાન લાગતાં વાર નથી લાગતી. પ્રેમ થઇ જાય છે, કરવો પડતો નથી. ચક્રવાકને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org