SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) ભાગવતતો સદેશ સખ્યમ્ જ્ઞાન પ્રસારણ યોજના છેલ્લા ૪૦ વર્ષથી પૂ. ગુરુજીએ વિવિધ વિષયો પર પ્રવચનો આપ્યાં છે. તેના આધારે ૨૦જેટલા પુસ્તકો પ્રકાશિત થયા છે અને તેમાંના કેટલાક અપ્રાપ્ય છે. આ પુસ્તકોની યાદી જોઇએ તો વિષયોનું વૈવિધ્ય નજરે ચડે છે. દરેકે દરેક પુસ્તક મનનીય છે અને પૂ. ગુરુજીની સરળ વાણી અને વિષયના ઉંડાણને કારણે વારંવાર વાંચવા ગમે તેવાં છે. છતાં દરકેની રુચિ પ્રમાણે દરેકને જુદા જુદા પુસ્તકો વધારે ગમી જાય છે. ઘણાને ઇશાવાસ્ય ઉપનિષદ' શ્રેષ્ઠ લાગે છે તો ઘણાને “નારદ ભકિત સૂત્ર’ ઘણા “ગીતાનો ભકિતયોગ'ના ચાહક છે તો ઘણા ‘સ્થિતપ્રજ્ઞ'ના, ઘણાને “ધર્મબિંદુ ગમે છે, તો ઘણાને મીરાંની વાણી'. પરંતુ દરેકે દરેક પુસ્તક ઊંચી કોટીનાં બન્યાં છે. પૂ. ગુરુજીની અમૃતવાણીનો લાભ વધુને વધુ વ્યક્તિઓને મળે તે માટે સમ્યમ્ જ્ઞાન પ્રસારણ યોજના ઘડવામાં આવી છે. યોજનાનું નામ જ સૂચક છે. સમ અને જ્ઞાન બન્ને શબ્દોને ધ્યાનમાં રાખીને જ પુસ્તકનું પ્રકાશન થાય છે. આ યોજનાનો લાભ બે રીતે પ્રાપ્ત થાય છે. આ યોજનામાં રૂા. ૧૦૦૦/જેટલી રકમ આપી સભ્ય બની શકાય છે. આ સભ્યને આજીવન સભ્ય તરીકે ગણી આ યોજના નીચે પ્રકાશિત થતા તમામ પુસ્તકો ભેટ આપવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ સભ્ય બને ત્યારે અત્યારે પ્રાપ્ત હોય તે પૈકી બે પુસ્તકો ભેટ આપવામાં આવે છે. ત્યાર બાદ જે જે પુસ્તકો પ્રકાશિત થાય તે ભેટ આપવામાં આવે છે. આપના હાથમાં આવેલું આ સુંદર પુસ્તક પણ ૨૦૦૯ની સાલમાં પ્રકાશિત થયેલું નવીન પુસ્તક છે. એવો સંકલ્પ કર્યો છે કે દર વર્ષે એક પુસ્તક પ્રકાશિત કરવું. આ યોજનામાં જોડાનાર સમાજના અન્ય લોકોને મદદરૂપ થાય છે. આ યોજનાના ફંડને કારણે પુસ્તકની કિંમત નજીવી રાખવામાં આવે છે અને સમાજમાં વધુને વધુ લોકોને તેનો લાભ પ્રાપ્ત થાય છે. પૂ.ગુરુજીના પ્રવચનો દરમિયાન આ પુસ્તકો ૫૦% ના દરે આપવામાં આવે છે. તે રીતે પણ આ યોજનાનો લાભ લઇ શકાય છે. આ પુસ્તક આપને જરૂર ગમ્યું હશે. આપ આપના મિત્રવર્તુળમાં જરૂરથી આ યોજનાની વાત કરી એક સમાજ ઉપયોગી પ્રવૃત્તિમાં સહભાગી થવા વિનંતી કરશો. શરદભાઈ શાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy