________________
(૭૦)
ભાગવતનો સંદેશ
પ્રણામ કર્યા અને કહ્યું : હે પ્રભુ, આપના ચરણ સમસ્ત મનોરથોને પૂર્ણ કરનારા છે. મારું હૃદય કામ-વાસનાથી યુક્ત છે, તે પણ આટલું બધું તપ ક્ય છતાં, હું મારી પ્રકૃતિને જાણું છું, મારી ઇચ્છા કોઇ કન્યા સાથે લગ્ન કરવાની છે. મોહના કારણે આવી વિષયાસક્ત અવસ્થા તેમની છે તો હે પ્રભુ મારું મૃત્યુ થાય તે પહેલાં મારી આ વાસના પૂરી થાય અને મને બ્રહ્મનાં દર્શન થાય.”
ભગવાને કહ્યું: “સ્વયંભૂ મનુ પોતાની પુત્રીદેવહુતિને લઈ તમારી પાસે આવવા નીકળ્યા છે. તમને એ તેમની પુત્રી પરણાવશે.’ કહેવત છે. તપેશ્વરી સો રાજેશ્વરી અને રાજેશ્વરી સો નરકેશ્વરી બને છે. તપ કરીને પુણ્યથી વૈભવ મેળવો ત્યાં સુધી બરાબર, પણ જો તેમાં આસક્તિ જન્મતો નરકેશ્વરી બનાય છે. માતા-પિતાના ઉદ્ધારક કપિલમુનિ
બેત્રણ દિવસ પછી મનુ મહારાજા પુત્રી દેવહુતિને લઈને આવ્યા. એમણે કર્દમ ઋષિ પાસે કોઈ પણ શરત વિના વિનંતી કરી કે : “આ મારી કન્યા દેવહુતિને લગ્ન કરીને તમે તેને સ્વીકારો. અહીં કર્યતંત્રની ખૂબી જુઓ કઈમ ઋષિ બિંદુ સરોવરના કિનારે (સિદ્ધપુરમાં) છે મનુ અને દેવહુતિ ત્યાંથી હજારો માઇલ દૂર હોવા છતાં ભેગાં થયાં. પ્રબળ ઝંખનાએ કર્દમ ઋષિને તપ કરાવ્યું અને દેવહુતિને પામ્યા. તેમના દ્વારા તેઓ કપિલમુનિને પ્રાપ્ત કરી શક્યા. જે તેમના ઉદ્ધારક બન્યા. સંસારમાં અટવાશો નહિ
ભક્તિવાન કર્દમજીએ અને શીલવાન દેવહુતિએ પોતાનો ગૃહસ્થાશ્રમ બહુ જ ઉચ્ચ રીતે, ધર્મ સિદ્ધાંત પ્રમાણે ભોગવ્યો. પુત્ર કપિલજીને પ્રાપ્ત કરીને તેમના મનમાં એવો ઉચ્ચ ભાવ જમ્યો કે: ‘હવે માયામાં, ઇચ્છામાં, મોહમાં, ભોગમાં અટવાવું નથી.” સંયમથી જીવન જીવતા, પુત્ર કપિલ યોગ્ય ઉમરનો થતાં, એ જ્ઞાની જીવ પિતા-માતાની મનસ્થિતિ પારખી ગયો અને કહ્યું: ‘તમારું દેવું મારા ઉપર છે. તમે મારી ચિંતા છોડી દઢ મન કરીને વનમાં જાવ. સંન્યાસ સ્વીકારીને ત્યાં આત્મ કલ્યાણની સાધના કરો. હવે તમે સંસારમાં અટવાશો નહિ.” આવો પુત્ર પામી કઈમજીએ ધન્યતા અનુભવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org