________________
(૧૭)
મન બંધન અને મોક્ષનું કારણ
પરમાત્મશરણ મોક્ષનું કારણ
કપિલજી માતા દેવહુતિને કહે છે: બંધન અને મોક્ષનું કારણ મન છે. ઇંદ્રિયોના વિષયોમાં આસક્ત થયેલ મન બંધન ઊભું કરે છે, જયારે ભગવદ્ પ્રત્યે પરમ અનુરાગ કરતું મન મોક્ષનું કારણ બને છે. આમ મન બે તરફ કામ કરે છે. શરીર અને ઇંદ્રિયો ઉપર મનની સત્તા ચાલે છે. મન ઉપર આત્માની સત્તા ચાલે છે અને આત્મા ઉપર પરમાત્માની સત્તા ચાલે છે. એ સર્વશ્રેષ્ઠ સત્તા છે. તેમનું શરણ લેવાથી નીચેની તમામ સત્તાઓ સાધન થઈ પડે છે. એ શરણ મોક્ષનું કારણ છે. મન ઈન્દ્રિયોનું સર્વોપરી છે
માણસને નેગેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય અને શ્રવણેન્દ્રિય એમ પાંચ ઇન્દ્રિયો મળી છે. તેના પાંચ વિષયો રૂપ, રસ, ગંધ,
સ્પર્શ અને શ્રવણ છે. કેટલાક માણસોને કાન નથી હોતા તો કેટલાકને જીભ નથી હોતી. આ ઇન્દ્રિયો સંપૂર્ણ કામ નથી કરતી. તેનામાં વિચાર, ભાવ, પૃથકકરણ કે નિર્ણય કરવાની ક્ષમતા નથી. તેથી આંખને રૂપનું ક્ષેત્ર મળ્યું, કાનને શ્રવણનું, જીભને રસનું-સ્વાદનું, નાકને ગંધનું, ચામડીને સ્પર્શનું કામ મળ્યું. એક ઇન્દ્રિય બીજી ઇન્દ્રિયને પોતાનું કામ સોંપી ન શકે કે બીજાનું કામ લઇ ન શકે. ઇન્દ્રિયને માત્ર નિજ વિષયનું જ ભાન હોય છે. પણ મન આ પાંચે ઇન્દ્રિયોનું સર્વોપરી છે, ચાલક છે. એને પાંચે ઇન્દ્રિયોનું ભાન છે. એ પાંચેનું સંકલનકાર છે. મન આંખથી જુવે છે, કાનથી સાંભળે છે,નાકથી સુંધે છે, ચામડીથી સ્પર્શ અનુભવે છે, જીભથી સ્વાદ લે છે. તેથી જ મીઠાઇ, ફરસાણ જોઇ મોંમાંથી લાળ ટપકે છે અને એ ખાવું કે ન ખાવું તે મન નક્કી કરે છે. મન અને ઈન્દ્રિયો વચ્ચે તાલમેલ હોવો જોઈએ
ભૌતિક, વૈજ્ઞાનિક કે આધ્યાત્મિક વિકાસ મન દ્વારા જ થઇ શકે. ધર્મનો
-
-
.
...
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org