________________
ભાગવતતો સદેશ
(૮૫)
સ્નાનમ્ મનોમલભ્ય ત્યાગમ્
મહાભારતમાં વ્યાસજીએ કહ્યું છે : સ્નાનમ્ મનોમલસ્ય ત્યાગ.... મનના મેલનો ત્યાગ કરવો એ મોટામાં મોટું સ્નાન છે. જેમ ખેડૂત વાવેતર કરતાં પહેલાં જમીનને ખેડીને, પોચી કરે છે તેથી જમીન બીજને સહકાર આપી ખીલવે છે, તે જ રીતે મનને નિર્મળ કરીને સાધના યોગ્ય બનાવવાનું છે.
આવી તૈયારી ક્ય વિના ભક્તિ કે યોગ કળતો નથી. ધર્મશાસ્ત્રો પૂર્વ તૈયારી માટે સેવા, પૂજા, દાન, તીર્થયાત્રા, માતા-પિતાની સેવા અને કર્તવ્ય કર્મમાં આવતું ફરજનું કર્મ જેનો ધર્મશાસ્ત્રોએ નિષેધ નથી કર્યો તે કરવાનાં છે. દારુ, જુગાર, માંસાહાર, પરસ્ત્રીગમન, ચોરીનો નિષેધ છે એનકરી શકાય. સત્કર્મો કરવાથી મન શુદ્ધ અને પ્રસન્ન થાય છે, હળવું થાય છે. નિષિદ્ધ કર્મ કરવાથી મનમાં વ્યગ્રતા, વ્યાકુળતા, મૂંઝવણ અનુભવાય છે તે સાધનામાં આડું આવે છે. ટેન્શન-ચિંતા ધ્યાનને કાપે
મનમાં માત્ર ધ્યાન જોઇએ. ટેન્શન ન જોઇએ, ટેન્શન (તણાવ) અને ચિંતા ધ્યાનને કાપનારા છે. શ્રીમદ્ વલ્લભાચાર્યજી કહે છે કે: વિષ્ણવ ક્યારે પણ અન્ન, વસ્ત્ર અને ઔષધની ચિંતા ન કરે, એ તો પ્રભુ પૂરાં પાડશે જ. પ્રભુએ કહ્યું છે કે યોગક્ષેમં વહામ્યહમ્ પરમાત્મા ઉપર શ્રદ્ધા હશે તો આમ થશે જ.” મનમાં આવતા વિકલ્પ, વાસના અને વિકારોથી ધ્યાન તૂટે છે. પ્રારબ્ધવશાત્ માણસને જે મળે છે તેમાં તે સંતુષ્ટ રહે. માણસ વિવેકથી જે શ્રમ કરે તેના પરિણામે ભાગ્યથી વધારે નહિ, પણ પૂરતું તો મળે જ છે. જો હુવા સો ઠીક હુવા
આળસ, નિરાશા, પલાયનવાદ-ભાગી છૂટવું નહિ, જે મળે તેમાં આનંદ માનવો. એમ કરવાથી મૂંઝવણ નહિ થાય, વિકલ્પ નહિ સતાવે અને ધ્યાન થશે જ. ધ્યાન ધારા જે જે કારણોથી મળે છે તે સાચવો અને જે જે કારણોથી તૂટે છે તેને બંધ કરો. ફરિયાદ ક્યારે પણ ન કરો અને જો હુવા સો ઠીક હુવાનો સ્વીકાર કરો. પ્રારબ્ધ અનુસાર જેટલું અને જે મળે છે તેમાં સંતોષ માનવાથી જીવનમાં એક મઝા આવે છે, પ્રસન્નતા મળે છે.
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org