________________
ભાગવતનો સંદેશ
(૧૫૯) પછી પુત્ર-પરિવાર ઘર, રાચરચીલું એમ ક્રમે ક્રમે, ધીરે ધીરે આસક્તિ છોડતા રહો. છેલ્લે જે આસક્તિ બાકી રહે તે છૂટે કે ન છુટે પણ ત્યારે એક દિવસ આ જગતમાંથી છૂટવાનો સમય આવી જશે. અને ત્યારે ૮૦ વર્ષ જે ઘરમાં રહ્યા હશો એ જ ઘરમાંથી હવે આને કાઢો એમ ઘરનાં બધાં જ કહેશે. પણ તમે કાંઈ આ એક જ ઘર નથી છોડ્યું. આવા તો અનેક ઘર છોડ્યા છે. અને બીજે ગયા છો. વળી તમને છોડીને પણ ઘણા લોકો ગયા છે. તમે પણ આ જાણો છો. હવે કહો આ બધું સ્વપ્ન જેવું જ છે ને! માટે તમે સત્સંગ કરો અને આસક્તિ છોડતા જાવ. આસક્તિ વધારે તો પીડા વધારે
જેટલી આસક્તિ વધારે તેટલી પીડા વધારે જગતમાં ચારે તરફ નજર નાખશો તો તમને સ્પષ્ટ દેખાશે કે આ બધું જ છોડીને જવાનું છે. અને તમે જાગૃતિથી અત્યારે જ બધુ છોડવા માંડશો તે પછી જ તમને જીવન જીવવા જેવું, બોજા વગરનું અને આનંદમય લાગશે બુદ્ધિમાન માણસ જરૂર જેટલો જ સંગ્રહ કરે છે.' એ શરીરને સાચવે છે, કેમકે શરીર પાસેથી ઘણું કામ લેવાનું છે. એ સારું હશે તો જ ભજન, ધ્યાન સારાં થશે. કુટુંબની સ્વજનોની સેવા સારી થશે. પણ સ્વજનોની સેવા ક્ય પછી એ જશ ન આપે તો મનમાં ને મનમાં દુઃખ લગાડતા નહિ. જે એણે કહ્યું તે ઋણ ચૂકવ્યું તેમ માને છે. એવું તમે પણ કરો. ઘરમાં રહો છો તો ઘરનાંની સેવા કરો. તમે માંદા પડ્યા ત્યારે તમારી સેવા કોઇએ કરેલી. તો ઘરનું કોઈ માંદુ પડે તો તમે સેવા કરો જ ને. અનાસક્ત જ રહો
બહાર તમે ધંધો કરો, કમાવ પણ મનમાં તો અનાસક્ત જ રહો. બીજા કામઢા માણસો જેમ આસક્ત કહીને કામ કરે છે તે જ રીતે પણ અનાસક્ત રહીને તમે કામ કરો. બહાર માણસ મોટો વેપારી, જજ, ઓફિસર હોય પણ ઘરમાં તો એ સાધારણ માણસ જ હોય છે. એ પુત્ર કે પુત્રીના બાળકનો ઘોડો પણ બને. કેમકે તે એ બાળકનો દાદો છે. આ વર્તન સહજ છે, સામાન્ય છે, સાધારણ છે. એ મોટો માણસ ઘરમાં ઘરનાં કામ કરતો હોય તે ખૂબ જરૂરી છે કેમકે આ રીતે જીવતો પિતા સાચો પિતા બને છે અને એવો સસરો પિતા જેવો, સાસુ મા જેવી લાગે છે. એ વાત ભૂલવા જેવી નથી."
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org