________________
ભાગવતતો સદેશ
(૨૧)
વનમાં ગયાં. એક કવિએ એટલે જ ગાયું કે કોણે રે લખ્યા તારા લેખ રાધવની રાણી, કોણે રે લખ્યા તારા લેખ?’ આની સામે આજે ફેંકી દેવા જેવા કારણમાં છૂટા-છેડા લેવાય છે તેને સરખાવો.
ભરત જેવો ભાઈ મોટાભાઈ માટે રાજગાદી ચૌદ વર્ષ સુધી રાજ્યનો ટ્રસ્ટી થઈને સાચવે. રામ જેવો મોટોભાઇ નાના ભાઈ ભરતી માટે ક્ષણની પણ ઢીલ વિના ગાદી ત્યાગ કરે. લક્ષ્મણ જેવા નાના ભાઇએ મોટાભાઈ રામ અને ભાભી સીતાની ચૌદ વર્ષ સુધી સેવા કરી. એટલા સમય સુધી તેની પત્ની પણ પતિ વિરહની કોઈ ફરિયાદ નથી કરતી. એટલે જ મૈથીલી શરણ ગુપ્ત જેવા મહાન લેખકે કહ્યું છે કે “ઊર્મિલા (લક્ષ્મણની પત્ની) રામાયણનું શ્રેષ્ઠ પાત્ર છે. કેમકે સીતા પાસે તો વનમાં પણ રામ હતા. આ બાઈ ચૌદ વર્ષ સુધી પતિ વિના એકલી રહે છે. આવું છે અદ્ભુત રામાયણ અને તેના અદ્ભુત પાત્રો. આ ત્રણે ગ્રંથો શું શીખવે છે?
મહાભારતના રચયિતા વેદ વ્યાસજી કહે છે કે: ‘જ્યારે લોભ વકરી જાય, સ્થૂળ પદાર્થો ઉપર મમત્વ જાગી ઊઠે ત્યારે કુટુંબમાં ફલેશ પેસી જાય છે. કૌરવો-પાંડવોને લડવાની જરૂર જ ક્યાં હતી? આજે આપણને મહાભારત યુદ્ધ અર્થ વગરનું લાગે. આજે નથી દુર્યોધન કે કોઈ કૌરવ. નથી કોઈ પાંડવ કે તેમની વિરાટ સેના. રહી છે માત્ર ધરતી. મહાભારતનો સંદેશ છે કે લોભ અને અહંકાર હોય તો કુટુંબમાં ફલેશ પેસી જાય છે. મહાભારત ફલેશ ટાળવાનો ઉપાય બતાવે છે, સંપ શીખવે છે.
રામાયણ જીવન જીવવાની કળા શીખવે છે. અને ભાગવત પરમાત્મા પ્રત્યે પ્રેમ પ્રગટાવવાની રીત શીખવે છે. ભગવત્ એટલે પરમાત્મા અને તેમના માટે જે ઝંખી રહ્યો છે તે છે ભાગવત. મને લાગે છે કે પ્રેમ, સંપ અને ભક્તિના આ ત્રણેય તત્ત્વો જો માણસના જીવનમાં આવી જાય તો એ વંદન કરવા લાયક બની જાય. ભાગવતમાં ૧૨ સ્કંધો છે, ઘણા પાઠ છે, હજારો શ્લોકો છે, સંવાદો છે. તેમાંથી મહત્ત્વના કેટલાક સંવાદોની વાતો જે જીવનમાં અપનાવવા જેવી છે તે કરવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org