________________
(૪૪)
ઓમકારની સાધના-(૧)
વૃત્તિ અધ્યાત્મમાં બાધક
માત્ર ઘણું વાંચી, સાંભળીને માણસમાં પરિવર્તન થતું નથી. પણ વિચાર સાથે શુદ્ધાચાર, જ્ઞાન સાથે વિચાર, અને તત્ત્વજ્ઞાન સાથે અધ્યાત્મ એ કમે માણસ ચાલે તોજ તેનામાં આધ્યાત્મિક પરિવર્તન આવે. મહર્ષિ પતંજલિ કહે છે. યોગ દ્વારા ચિત વૃત્તિ નિરોધ થાય છે. તેથી પ્રથમ મનનો વિરોધ કરવો જોઇએ. મનમાં નાના મોટા અનેક મોજાં આવે છે. તે મનને ડહોળે છે. ઘણી વાર બુદ્ધિથી મનના ઊંડાણમાં જોતાં પણ વૃત્તિઓ પકડમાં નથી આવતી છતાં તે અંદર કામ કરતી જ હોય છે. અને ધ્યાન, અધ્યાત્મમાં બાધક નીવડતી જ હોય છે. વૃત્તિ વિખેરો
વિચાર અને વૃત્તિમાં રમતો માણસ સ્વદેશ છોડી પરદેશ નથી જતો છતાં તે વર્તમાનમાં હાજર નથી હોતો પણ વૃત્તિમાં હોય છે. જો અંદર રહેલી વાસનાનો ક્ષય થાય તો તેની વૃત્તિનો ક્ષય થાય. આ કાર્ય વિનય અને વૈરાગ્યની મદદથી, તત્ત્વ જ્ઞાનથી સમજીને સતત અભ્યાસ કરવાથી જ થાય. જેમ વાદળાં આકાશમાં છવાયેલાં હોય તો આકાશ ધૂંધળું દેખાય છે અને તેથી સૂર્યદેખાતો નથી એ જ રીતે અનેક વૃત્તિઓથી ઘેરાયેલું મન ધૂંધળું બન્યું છે તેથી અંદર રહેલો સચ્ચિદાનંદ, નિર્વિકાર આત્માદેખાતો નથી. એટલે જ આત્મજ્ઞાની સંતો કહે છે કે આત્મજ્ઞાન-આત્માનુભવ-માટે કોઈ મહેનત કરવાની જરૂર નથી માત્ર તમે તમારા મનમાં રહેલી વૃત્તિને વિખેરો. એ માટે જ મહેનત કરો. ધ્યાનાભ્યાસ કરો, તત્ત્વજ્ઞાનનું ચિંતન કરો. માણસને શુષ્ક કર્મકાંડ ગમે
જેમ એક તપેલીમાં ચોખા, દાળ, પાણી ભેળવીને મૂકી રાખો તો ખીચડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org