________________
ભાગવતતો સદેશ
(૪૧)
એ બની કે એ એવા સદ્દભાગી હતા કે મહાન સદ્ગુરુ એવા શુકદેવજી એમને સામેથી મળ્યા. શુકદેવજી આવ્યાની જાણ થતાં રાજા તેમને મળવા ગયા. શ્રેષ્ઠ ઋષિ-મુનિઓ બેઠા છે ત્યાં સોળ વર્ષના દિગંબર શુકદેવજી પધાર્યા છે. ધીમે ધીમે ચાલીને આવતા શુકદેવજીના મુખ ઉપર અપાર પ્રસન્નતા છવાઈ છે. પુનમના ચંદ્ર જેવા એ શોભી રહ્યા છે. તેમની આજુબાજુ તારલા જેવા ઋષિમુનિઓ ઊભા છે. રાજા પરીક્ષિત ઊભા થયા, આગળ વધ્યા અને શુકદેવજી પાસે આવી તેમના ચરણમાં માથું મૂક્યું. પછી બોલ્યા : 'હે બ્રહ્મ સ્વરૂપ ભગવાન”-ખૂબી જુઓ શુકદેવજીને જોતાં જ રાજાએ તેમને ઓળખી લીધા, ‘ગુનેગાર છું. એક ઋષિને મેં દુઃખ આપ્યું છે. હું એવો અધમ હોવા છતાં આપે અહીં પધારીને મારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે.” જ્ઞાની સંતને રાજાના પ્રશ્નો
‘હું જાણું છું કે મારા ઉપર ભગવાન શ્રીકૃષ્ણની અનન્ય કૃપા છે. તેનો સૌથી મોટો પૂરાવો એ છે કે મને આપે પોતાનો ગણી આપના ચરણોમાં સ્થાન આપવા આપ જાતે જ પધાર્યા છો. પરમાત્મ-કૃપા વિના સંત મળતા નથી. અને આપને જોયા પછી મને હવે સંસાર કડવો ઝેર લાગે છે. એકાંતમાં રહેનારા હે સિદ્ધ પ્રભુ, જેમના જીવનમાં કશું જ કરવાપણું નથી એવા આપ મારા મૃત્યુ ટાણે, મારા જેવા નબળા માણસ પાસે પધાર્યા તે મારાં પરમ સદ્ભાગ્ય છે. હે પ્રભુ, આપ આજ્ઞા આપો તો મારી મૂંઝવણ કહું.’ મુનિએ આજ્ઞા આપી રાજાએ પૂછ્યું: “મારા ઉપર કૃપા કરીને એ કહો કે મરણાસન્ન માણસે શું કરવું જોઇએ? એણે કોનું તપ, કોનું સ્મરણ, ભજન કરવું અને કોનો ત્યાગ કરવો? ઉત્તમ પુરુષોના હૃદયમાં જાગતા પ્રશ્નો
‘કાયા કાચ જેવી છે, કોઈ પણ ક્ષણે તૂટ-નાશ પામે તેવી છે. જેમ માટલાને જરાક ટકકર વાગે તો એ તૂટી જાય છે. એવી માનવ કાયા પરમાત્માએ કૃપા કરીને આપી છે તો માનવે શું કરવું જોઇએ? એ કાયાના કલ્યાણ માટે કોના મુખેથી શ્રવણ કરવું જોઇએ? રાજાબધું છોડીને બેઠા હોવા છતાં છોડવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org